Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તો તેઓ કરે જ એમાં તો કહેવાનું જ શું?
પછી દેવતાઓથી સંચાર કરાતા કમળપુષ્પો પર ચરણન્યાસ કરતા શ્રી વીરપ્રભુએ પૂર્વદ્વારેથી સમવસરણને વિષે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને એમણે બત્રીશધનુષ્ય પ્રમાણ ઊંચા એવા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી; કારણ કે મહંત પુરુષો નિત્ય સ્થિતિ (ચાલતા આવતા રિવાજ)નું અનુસરણ કરનારા હોય છે. પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને પ્રભુ સિંહાસન પર વિરાજમાન થયા; અને નમસ્તીય (તીર્થને-ચતુર્વિધ સંઘને નમસ્કાર થાઓ) એમ બોલ્યા; કારણ કે જિનેશ્વર ભગવંતને પણ શ્રીસંઘ પૂજ્ય છે. પછી દેવતાઓએ શેષ દિશાઓને વિષે પ્રભુના પ્રભાવથી બિંબ રચ્યાં; તે પ્રભુના જેવાં દેખાવા લાગ્યાં; કારણ કે દેવતાઓ એ પ્રકારના કાર્યને વિષે સમર્થ હોતા નથી. કારણ કે (દષ્ટાન્ત તરીકે) સર્વે પણ દેવતાઓ એક અંગુષ્ઠપ્રમાણ રૂપ કરે તો પણ તે જિનેશ્વરના અંગુષ્ઠની પાસે ગુંજાફળ (ચણોઠી)ની પેઠે જણાતું જ નથી. વળી પ્રભુના દેહના અનિર્ભયપણે પ્રસરતા તેજને લોકો સહન કરી શકશે નહીં એમ ધારીને જ જાણે હોય નહીં તેમ, તેમના (પ્રભુના) પૃષ્ટ ભાગને વિષે તેમણે, દ્વારના આગળીઆની જેમ નિત્ય-સેવાને અર્થે ભામંડળની સ્થાપના કરી. પછી એ દેવતાઓએ દુંદુભિનો નાદ કર્યો, તે જેમ મોટો મોટો થતો ગયો તેમ તેમ મોહરાજા શોકસહિત પોતાનું શીષ કુટવા લાગ્યો. ' હવે દેવદુંદુભિનો નાદ થયો એટલે સર્વ કોઈ ભગવાનના સમવસરણને વિષે આવવા લાગ્યા. સાધુઓ-વૈમાનિક દેવીઓ-અને સાધ્વીઓ સર્વે પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી પ્રભુની પ્રદક્ષિણા કરી તથા તેમને નમન કરીને અગ્નિકોણમાં બેઠા. જ્યોતિષ્ઠભવનનના અધિપતિ- દેવતા તથા વ્યંતરદેવતાઓની અંગનાઓ દક્ષિણદ્વારે પ્રવેશ કરીને નૈઋત્યકોણને વિષે બેઠી. ભવનપતિના દેવતાઓ તથા જ્યોતિષ્કદેવતાઓ પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરીને પ્રભુને નમીને વાયવ્ય કોણને વિષે બેઠા. વૈમાનિક દેવતાઓ તથા મૃત્યુલોકના નર-નારીઓ હર્ષસહિત ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરીને ઈશાન કોણને વિષે બેઠા. પછી શ્રી ગૌતમ ગણાધીશ સર્વ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૧૭