Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
મેઘકુમાર દેવતાઓએ જાણે પોતાના જ પુણ્યરૂપી બીજ વાવવાને અર્થે જ હોય નહીં તેમ તે ભૂમિ પર ગંધોદકની મહાવૃષ્ટિ કરી. પછી દેવતાઓએ એ ભૂમિને વિષે રત્ન-મણિ-સુવર્ણ આદિ જડી લીધાં; કારણ કે ઉત્તમ રેખાયુક્ત ચિત્ર પણ ભૂમિ શુદ્ધ ન હોય તો દીપતું નથી. ત્યારપછી દેવોએ બહુજ સુગંધના પ્રસારથી સકળ આકાશ તળને ભરી મૂકતા પંચવર્ણના વિકસ્વર પુષ્પોની, ડાંખળીઓ નીચે અને પાંખડીઓ ઉપર રહે એમ, જાનુ પ્રમાણ વૃષ્ટિ કરીઃ નિશ્ચયે સુમન (દેવતા) અનુકૂળ. છતે સુમન (પુષ્પોની એવી વૃષ્ટિ પરત્વે કંઈ વિચિત્રતા નથી.
પછી વૈમાનિક દેવતાઓએ પહેલો રનમય ગઢ રચ્યો; અથવા તો, પ્રથમ મહાન્ પુરુષો માર્ગ દર્શાવે છે. પછી જાણે એ રત્નમય ગઢની રક્ષાને અર્થે જ હોય નહીં એમ જ્યોતિષ્ક દેવોએ ક્ષણમાં બીજો સુવર્ણનો પ્રાકાર રચ્યો. વળી “પ્રભુના પ્રસાદથી આનો દુર્વર્ણતાવાદ જતો રહો” એવા આશયથી જ હોય નહીં એમ ભવનપતિ દેવતાઓએ ત્રીજો અને છેલ્લો રૂપ્યમય પ્રાકાર રચ્યો. પછી એ ત્રણે પ્રાકારપર તેમણે મણિરત્ન-અને સુવર્ણના કાંગરા રચ્યા, તે જાણે મોહરૂપી ભિલ થકી મનુષ્ય તેમજ તિર્યંચોની રક્ષા કરવાને અર્થે જ હોય નહીં !
પછી ગીતાર્થ સૂરિઓએ પૂર્વે સૂવાનુયોગને વિષે સુખે પ્રવેશ કરવાને દ્વાર રચ્યાં હતાં તેમ, એમણે પૂર્વાદિ ચારે દિશાઓને વિષે, પ્રત્યેક પ્રાકારે પદ્મરાગ-ઈન્દ્રનીલ પ્રમુખ સર્વરત્નોમય ચાર ચાર દ્વારા રચ્યાં. વળી વ્યંતર દેવોએ કામદેવનું સંસ્થાન-એવી પુતળીઓ અને છત્રો યુક્ત સર્વ પ્રકારના રત્નમય તોરણો રચ્યાં. પછી દ્વિતીય પ્રાકારને વિષે તેમણે ત્રણ છત્રપીઠ-અશોકવૃક્ષ-ચામરો-અને-દેવચ્છન્દ એટલાં વાનાં રચ્યાં. વળી તેમણે ત્યાં મત્સરરૂપી મશકો (મચ્છર-ડાંસ)થી પ્રાણીઓનું રક્ષણ કરવાને અર્થે જ હોય નહીં એમ કાલાગુરુ-કપુર-આદિથી મિશ્ર એવો ધૂપ કર્યો. એ પ્રમાણે જેજે કરવાનું હતું તે સર્વ વ્યન્તર દેવોએ કર્યું; કારણ કે એમને અન્ય ગમે તેવો નિયોગ કરવો પડે છે તો આવો સુખકારક (નિયોગ)
૧. દુર્વર્ણ-રૂપું. માટે રૂપામાં દુર્વર્ણતા છે. દુર્વર્ણનો બીજો અર્થ ખરાબ વર્ણ
રંગ.
૧૧૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)