Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પછી અભયકુમાર પણ સ્વસ્થ થઈને ઘેર ગયો; અને પારણું કર્યું. અથવા બીજાઓ પણ એમજ (ઈષ્ટસિદ્ધિ થયે છતે જ) ભોજન લે છે. પછી દેવના પ્રભાવે કરીને, જાણે ભૂમિ ફાટતી હોય નહીં એમ સહસા વર્ષાના ચિન્હો ઉત્પન્ન થયાં: મોટો વંટોળીઓ નીકળવાથી સર્વ તૃણવૃક્ષ-લતા પ્રમુખ ધ્યાન ધરીને રહ્યાં હોય નહીં એમ સ્થિર થઈ ગયાં અને શબ્દ કરતા પણ બંધ થયા. વળી લોકો પણ અત્યંત તાપથી
અતિશય વ્યાકુળ થતા છતાં વીંજણાઓથી કંઈક સુખ લેવા લાગ્યા. “આ સર્વવ્યાપક વિભુ શુન્ય કેમ છે ?” એમ કોઈએ કહ્યું હોય તે ઉપરથી જ જાણે તે પદાતિ જેવા મેઘવૃન્દથી સર્વત્ર છવાઈ ગયું. વળી “આપણા જેવા ઉન્નત જનકની સંતતિ થઈને આ વારિ (જળ) નીચ તરફ ગમન કરનારું થયું” એવા દુ:ખથી જ હોય નહીં એમ એ મેઘ પણ શ્યામ થઈ ગયા.
એટલામાં તો પૂર્વ તરફનો વાયુ વાવા લાગ્યો અને વૃષ્ટિ થઈ, કારણ કે ક્ષિતિના સંયોગ વિના બીજમાંથી પણ અંકુર નીકળતા નથી. જેમ જમ જળની મોટી મોટી ધારા વર્ષવા લાગી તેમ તેમ પથિકજનોના શરીરને વિષે કામના બાણનો પ્રહાર થવા લાગ્યો. પોતાની સ્થૂળ ધારા વડે પૃથ્વીને ભેદીને એણે અંદર પ્રવેશ કર્યો તે, તેને વિષે રહેલી પોતાની શત્રુરૂપ-ઉષ્માનો નિશ્ચયે નાશ કરવાને અર્થે જ હોય નહીં ! વળી વર્ષાઋતુરૂપ રાજાને આકાશ માર્ગે જવાને માટે આગળ દીપિકા હોય નહીં એમ વીજળી પણ અત્યંત ઝબકવા લાગી; જાણે એજ (વર્ષાઋતુ રૂપ) રાજાના, ત્રાંબાના બનાવેલા હોય નહીં એવા સુસ્વર શબ્દો ગ્રીષ્મઋતુરૂપ ભૂપતિનો અને તેની ઉષ્માનો પરાજય કરીને ફાટી જવા લાગ્યા. મેઘરૂપી વાજિંત્ર વગાડનાર ગર્જનાના મિષ થકી જાણે તે જ અવાજ કરતા હોય નહીં એમ શંકા થવા લાગી; નદી અને ઝરાના જળ પરસ્પર સ્પર્ધા કરતા હોય નહીં એમ પોતાના વેગથી શ્રવણેન્દ્રિયને
૧૦૪
૧. આકાશ. ૨. પગે ચાલનારું (સૈન્ય) ૩. દીવી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)