Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
બંધાયાં. વળી નાગરિકજનો અક્ષતના પાત્ર લઈને આવવા લાગ્યા તેમને સામા ગોળ-ઘી આપવામાં આવ્યા; દ્રવ્યના ભંડાર છુટા મૂકવામાં આવ્યા અને અર્થીજનોને દાન દેવામાં આવ્યું. રાજાની આજ્ઞાથી તોલ અને માપ મોટાં કરવામાં આવ્યાં; અને દાસદાસીઓ હર્ષથી ઉછળવા લાગ્યા. ત્યાં નાના પ્રકારની કુશળતા ધરાવનારા પુરુષો નિશાળીયાઓને લઈને મહેતાજીઓ, અને મૂળાક્ષરના જનેતા પંડિતો ચોતરફથી આવવા લાગ્યા. વળી સ્થાને સ્થાને અને ચૌરે ચૌટે દેશાન્તરની લક્ષ્મીના પ્રવેશને અર્થે જ હોય નહીં એમ તોરણો ફરકવા લાગ્યાં. વળી હાટની શ્રેણી પણ (ત્યાં ઊડતા લટકતા) કસુંબાના વસ્ત્ર (ધ્વજાઓ)ના મિષથી જાણે આંગળીઓ ઊંચી કરીને “એક અભયકુમાર જ સર્વ મંત્રીઓને વિષે શિરોમણિ છે કે જેણે પોતાની માતાનો નહીં પૂરી શકાય એવો મનોરથ પૂર્ણ કર્યો એમ અન્યોન્ય સંવાદ કરતી જણાતી હતી. આ પ્રમાણે તે આખો દિવસ જાણે કલ્યાણમય-સ્વર્ગસુખમય અને આનંદ આનંદમય થઈ રહ્યો.
પછી ત્રીજા દિવસે નવા જન્મેલા પુત્રને સૂર્ય અને ચંદ્રમાના દર્શન કરાવ્યા, તે જાણે એટલા માટે કે તે કાન્તિ અને તેજમાં એમના સમાન થાય, છહે દિવસે તેના સ્વજનોએ ધર્મજાગરણ કર્યું. તે જાગરણ જાગ્રત રહેવાનો સ્વભાવ) ગ્રહણ કરવાને ઈચ્છાતુર એવા એ કુમારની સમક્ષ એ (જાગરણ)ની પ્રશંસા કરતા હોય નહીં એમ. દશમે દિવસે સૂતકની શુદ્ધિ કરવામાં આવી અથવા તો તીર્થકરોના જન્મસમયે પણ એમ કરવાનો કલ્પ(આચાર) હોવાથી તે યોગ્ય છે, તો શેષજનોને એમ કરવું જોઈએ એમાં તો શું કહેવું ? પછી બારમે દિવસે સંબંધીજનોને ભોજન જમાડીને રાજાએ પોતે, મુદ્રિકાને વિષે મણિની સ્થાપના કરે તેમ પુત્રને વિશે નામની સ્થાપના કરી (નામ પાડ્યું). એ ગર્ભમાં હતો ત્યારે એની માતાને મેઘનો દોહદ થયો હતો તેથી એના પિતાએ એનું “મેઘકુમાર' એવું ગુણયુક્ત નામ પાડ્યું.
અનુક્રમે પાંચ પાંચ ધાવમાતાઓના લાલન પાલનથી ઉછરતો મેઘકુમાર, દેવકન્યાઓથી કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે તેમ, રાત્રિ દિવસ વૃદ્ધિ પામવા લાગ્યો; અને તેનાં બંધુ જનોએ તેનાં ચરણક્રમણ (પગે ચાલવું તે)-કેશવપન
૧૦૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)