Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ઉત્પન્ન થયો છે. હે આર્યપુત્ર ! તે માટે જ હું તે આપની પાસે કહી શકતી નહોતી; કારણ કે અસંભાવ્ય ઈચ્છા કરનારાને લોકો ઘેલો (ગાંડો) ગણી કાઢે છે. પણ રાજાએ તેને કહ્યું- હે પ્રિયે ! ધીરજ ધર, હું તારો મનોરથ સત્વર પૂર્ણ કરીશ. જેને બૃહસ્પતિ તુલ્ય બુદ્ધિમાન અભયકુમાર જેવો મંત્રી છે તે આવો અવખંભવાળો (હિંમત ભર્યો) ઉત્તર કેમ ન આપે ?
રાણીને આ પ્રમાણે ધીરજ આપીને રાજા, કમલિનીને આશ્વાસન આપી સૂર્ય જેમ ગગનને વિષે ચઢે છે તેમ, સભાને વિષે આવીને સિંહાસન પર આરૂઢ થયો. પણ રાણીનો દોહદ સંપૂર્ણ કરવાની ચિંતાને લીધે ઉદાસ એવો એ મહીપતિ ભયભીત પુરુષની પેઠે દિશાઓને શૂન્યકાર, જેવી જોવા લાગ્યો. એટલે મહાચતુર એવા અભયકુમારે નમન કરીને અંજલિ જોડી ભક્તિ વડે નમવાણીથી પિતાને વિજ્ઞાપના કરી કે હે પૂજ્ય પિતા ! શું શ્વાનની પેઠે કોઈ રાજા આપણા દેશમાં ઉપદ્રવ કરે છે ? અથવા અન્ય કોઈ પોતાના આત્માનો દુશ્મન એવો આપણી આજ્ઞાને મસ્તકને વિષે માલાની જેમ નથી ધારણ કરતો ? અથવા તો અચિંત્ય ભાગ્યવાળા એવા આપને કંઈ ઈચ્છા પૂર્ણ થતી નથી ? અથવા દુર્જનની જેમ કોઈ વ્યાધિ અધિક પીડા આપે છે ? હે પ્રભુ ! આપ, દિવસને વિષે ચંદ્રમાની જેમ, નિસ્તેજ થઈ ગયા છો માટે આપના પુત્રને તેનું કારણ જણાવો. રાજાએ કહ્યું-કારણ મોટું છે. પણ એ ગણાવ્યાં એમાંનું એકે નથી. તારી માતાને આજ અકાળે મેઘનો દોહદ ઉત્પન્ન થયો. છે. હે બુદ્ધિનિધાન ! તે પૂર્ણ કરવાને તને જ સંભારવો પડ્યો છે, કારણ કે આહારનો કવળ (કોળીઓ) કંઠે રહે છતે જળને જ શોધવું પડે છે. અભયકુમારે કહ્યું-કે તાત ! આપ નિશ્ચિત રહો; એ કાર્ય કલ્પવૃક્ષની તુલ્ય એવા આપની કૃપાથી હું પૂર્ણ કરીશ.
હવે અભયકુમારને પૂર્વે કોઈ દેવતાની સાથે સમાગમ થયો હતો. (કારણ કે મનુષ્યને મનુષ્યની મિત્રતા તો સર્વત્ર હોય છે માટે એમાં કંઈ આશ્ચર્ય નહીં) તે પરથી તેણે તે દેવને ઉદ્દેશીને ધર્મધ્યાન કર્યુંપૌષધશાલાને વિષે જઈ, બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી દર્ભની શય્યાને
૧૦૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)