Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ઉપર ચિત્રેલાં હતાં, એવા પડદાની પાછળ આવીને બેઠી; કારણ કે રાજાની રાણીઓ સૂર્યપશ્ય કહેવાય છે (સૂર્ય નહીં જોવાનું વ્રત એમને કહેવાય છે).
રાજાએ સ્વપ્નપાઠકોનો સત્કાર કરીને પૂછ્યું-આજે રાત્રીને છેલ્લે પહોરે ધારણીદેવીએ સ્વપ્નને વિષે હસ્તિ જોયો તો તે સ્વપ્નનું શું ફળ. થશે તે તમે સ્પષ્ટપણે કહો. કારણ કે સૂર્યના કિરણો જ વસ્તુઓનો ઉદ્યોત કરવાને સમર્થ હોય છે. એ પરથી સર્વેએ એકત્ર થઈ શ્રેષ્ઠ રીતે ઈહાપોહ (વિચાર) કરી સધ સ્વપ્નના અર્થને પ્રાપ્ત કર્યો; (એટલા માટે શાસ્ત્રનો અભ્યાસ ઉત્તમ છે.) પછી એમણે કહ્યું–મહારાજ ! સાંભળો, સર્વ સ્વપ્નશાસ્ત્રોને વિષે વ્હોંતેર સ્વપ્ન કહેવાય છે. તે વ્હોંતેરમાં ત્રીશ. મહાસ્વપ્ન કહેવાય છે. એ કલ્પવૃક્ષની પેઠે મહાફળદાયક હોય છે. તે ત્રીશમાં વળી સિંહ-હસ્તિ-વૃષભ-ચંદ્ર-સૂર્ય-સરોવર-કુંભ-ધ્વજ-સમુદ્ર-પુષ્પની માળા-રત્નોનો સમૂહ-વિમાન-ભવન અને અગ્નિ એ ચૌદ મહાસ્વપ્નો તીર્થકર અથવા ચક્રવર્તીરાજા ગર્ભને વિષે આવે ત્યારે તેમની માતાઓ દેખે છે. વાસુદેવની માતા એ પછીના સાત સ્વપ્ન દેખે છે; બળદેવની માતા ચાર દેખે છે; અને મંડળ એટલે દેશના અધિપતિની માતા એક સ્વપ્ન દેખે છે.
માટે ધારિણીદેવી મેરૂપર્વતની ભૂમિની પેઠે નંદનને જન્મ આપશે. એ પુણ્યનિધિ શુરવીર પુત્ર નિશ્ચયે રાજ્ય પ્રાપ્ત કરશે; કારણ કે ચક્ષુએ જોયેલું ચલિત થાય, પણ શાસ્ત્રરૂપી ચક્ષુએ જોયેલું કદાપિ ચલિત થતું નથી. એ સાંભળીને પછી કલ્પવૃક્ષની બરોબરી કરનારા રાજાએ તેમને નિત્યની આજીવિકા બાંધી આપીને તેમનું દારિદ્ય દૂર કર્યું. કહ્યું છે કે, શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, યોનીનું પોષણ, અને રાજાઓની કૃપા-એટલાં વાનાં ક્ષણમાત્રમાં દારિદ્ર દૂર કરે છે. વળી ગૌરવ સહિત વસ્ત્ર-તાંબુલ પ્રમુખ આપવા વડે રાજાએ તેમનો સત્કાર કર્યો, કારણ કે બુદ્ધિ-એ શું કલ્પલતા નથી ? પછી સ્નેહને લીધે રાજાએ પોતે ધારિણીની પાસે
૧. (૧) નન્દન વન (૨) પુત્ર. ૨. ઢોરઢાંખર આદિનું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૦૦