Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પેઠે પોતાનાં સુકોમળ કરવતી ભુવનનું પોષણ કરતો છતો ઉદય પામે છે. કાળરૂપી માળીની પુત્રી જ હોય નહીં એમ આ દિનલક્ષ્મી પણ આપને જોવાને ઉત્સુક બની સૂર્યરૂપ પકવ દાડિમને આપને માટે તૈયાર કરી આવી છે.” એ સાંભળીને મગધાધિપતિએ વિચાર્યું-અહો ! આ ચતુર બંદિજન આજ બહુ સરસ પાઠ બોલ્યો; માટે નિશ્ચયે રાણીને કુળનો ઉદય કરનારો પુત્ર થશે; અન્યથા ઉદય સંબંધી ફળનું આવી રીતે સૂચવન હોય નહીં. પછી વ્યાયામ કરીને, સુવાસિત તેલથી મર્દન કરાવી એણે સુગંધી જળથી સ્નાન કર્યું અને ચંદનાદિથી વિલેપન કર્યું. પછી દેવપૂજા કરીને, તિલક કરતી વખતે, એણે મસ્તક પર સુવર્ણનો મુકુટ, કર્ણને વિષે ચલાયમાન કુંડળો, ઉર:સ્થળને વિષે સ્થળ-નિર્મળઅને ચળકતા મુક્તાફળનો હાર, અને ભુજાઓને વિષે કેયૂર, એવાં એવાં આભૂષણો, જાણે છે તે સ્થળોના બહુમાનને અર્થે જ હોય નહીં એમ, ધારણ કર્યાં. વળી પ્રકોષ્ટભાગ (પોંચા)ને વિષે સુવર્ણનાં વલયા પહેર્યા, તથા મૃદુતાને અર્થે અંગુલિને પણ મુદ્રિકાને મિષે સુવર્ણથી ભૂષિત કરી. વળી સંપ્રતિ, ભુવનને વિષે એના સમાન અન્ય કોઈ વીરપુરુષ નથી – એમ બતાવવાને એણે દક્ષિણ ચરણને વિષે વીરવલય ધારણ
કર્યું.
એ પ્રમાણે સજ્જ થઈને એ, ઈન્દ્ર જેમ સુધર્માને વિષે પધારે તેમ, દેવતા સમાન રૂપવંત મંત્રી અને સામંતોએ શોભાવેલી સભાને વિષે આવીને બેઠો. ત્યાં તેણે સ્વપ્નશાસ્ત્રના પારગામી એવા આઠ સ્વપ્નપાઠકોને બોલાવવાને સેવકોને મોકલ્યા.
એઓ પણ સ્નાન કરી, શરીર વિલેપન તથા ભાલને વિષે તિલક કરી, મસ્તકને વિષે દધિ-શ્વેત સરસવ-દૂર્વા તથા અખંડ અક્ષત રાખી, શ્વેત વસ્ત્ર પહેરી ફળાદિક લઈ સભાને વિષે આવ્યા. અને એ ફળાદિક રાજાની આગળ ભેટ મૂકીને, એને આશીર્વાદ દઈ, પૂર્વદિશા તરફ પીઠ રાખીને બેઠા. એટલે તેઓ મેરૂની સન્મુખ કુલાચળ પર્વતો શોભે તેમ રાજાની સન્મુખ શોભવા લાગ્યા. તે વખતે ધારિણી રાણી પણ, હસ્તિસિંહ-મૃગ-વાઘ-અશ્વ-શુકર-સંબર-મયૂર-ચક્રવાક-અને હંસ વગેરે જેની
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
CE