Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
બંધ ત્યારે સૂર્યનું સ્મરણ કરવું પડે છે. પછી અભયકુમારે કહ્યું- હે તાત ! હું હમણાં જ એની ઈચ્છા પૂર્ણ કરું છું. નિશ્ચયે બુદ્ધિમાન જનોની દષ્ટિને વિષે આવી વાત કઠિન લાગતી નથી. પછી રાજપુત્રે પોતાના માણસો પાસે સસલાનું માંસ મંગાવ્યું; કારણ કે દારૂણ અવસ્થાને પ્રાપ્ત થયેલા માણસને, અપવાદ શું ઉત્સર્ગ કરતાં બલવાનું નથી ?
પછી રાજાને ચત્તા સુવરાવીને અભયકુમારે તેના ઉદર ઉપર એ માંસ મૂક્યું; કારણ કે કાર્ય એવી રીતે કરવું જોઈએ કે જીવિતની હાનિ ન થાય તેમ યષ્ટિનો ભંગ પણ થવો જોઈએ. એક તીક્ષ્ણ છરી લઈને તેનું અંગ કાપતો હોય એમ બતાવવા લાગ્યો; અને રાજા પણ મુખથકી સીત્કાર કરવા લાગ્યો કારણકે માયા વિના સામો માણસ ખરું માનતો નથી. ભૂપતિએ એ માંસ ચેલણાને મોકલાવ્યું, અને એણે પણ પતિના આદેશથી એ એકાન્ત ખાધું; કારણ કે રાજાઓને પણ કુનીતિ શોભતી નથી. એ વખતે તેને સ્વામીનું સ્મરણ થતાં હૃદય કંપવા લાગ્યું; અને વળી ક્ષણવાર પછી ગર્ભનું સ્મરણ થયું એટલે ચિત્તને વિષે ઉલ્લાસ થયો; કારણ કે પ્રાણીને દ્વેષ અને રાગ એ બંને એક સાથે થતા નથી.
આમ ચલ્લણાનો દોહદ તો પૂર્ણ થયો પણ એ “પતિનો ઘાત. કરનારી મારા જેવી સ્ત્રીને ધિક્કાર છે !” એમ કહી કહીને પોતાની નિદા કરવા લાગી; કારણ કે કંઈ કારણવશે પાપકાર્ય કર્યા પછી પણ સુવાસનાવાળા પ્રાણીઓને તો અતિ પશ્ચાત્તાપ થાય છે. પછી નિશા સમયે પૂર્ણ ચંદ્ર જેમ કમલિનીને ઉલ્લાસ પમાડવાને પોતાનું પૂર્ણ રૂપ બતાવે છે, તેવી રીતે રાજા તરત જ એ રાણીના મનનું સમાધાન કરવાને અર્થે તેને પોતાની અક્ષત કાયા બતાવવા લાગ્યો; અને તેને કહેવા લાગ્યો કે-હે સૌભાગ્યવતી ! સંરોહિણી ઔષધિના પ્રયોગથી મને તેજ વખતે ક્ષણ માત્રમાં આરામ થયો છે; કારણ કે ઔષધિઓનો પ્રભાવ અવર્ય છે. ચેલ્લણા પણ પોતાના પ્રાણપ્રિય પતિને નિરાબાધ જોઈને ઉચ્છવાસ પામી; કારણ કે પોતાના સ્નેહીજનને-આપત્તિ તરીને પાર ગયેલા-જોઈને કોને હર્ષ ન થાય ?
પછી ચેલ્લણાએ નવમાસ અને સાડા આઠ દિવસ નિર્વિઘ્ન નિર્ગમન અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૯૩