Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સમયે એ સેનક તાપસનો જીવ ચ્યવીને ચેટકરાજપુત્રી ચેલ્લણાની કુક્ષિને વિષે પુત્રપણે અવતર્યો.
હવે એ બંને જીવના પૂર્વભવના વેરને લીધે જ, એ તાપસનો જીવા હજુ તો ગર્ભને વિષે હતો ત્યાં જ ચેલ્લણાને પતિનું માંસ ખાવાનો મહાભયંકર દોહદ ઉત્પન્ન થયો, તે જાણે તેના હૃદયને વિષે શાકિનીમંત્રે પ્રવેશ કર્યાંથી હોય નહીં ? પણ ચેલ્લણા ચિંતાતુર છતાં પણ પોતાનો એ દોહદ કોઈને કહી શકી નહીં કારણ કે આવી ભયંકર વાત વગર પૂજ્ય પતિરૂપ દેવતાને કેમ કહેવાય ? વળી, જળથી સારી રીતે સિંચાતાએવા પણ કોટરને વિષે ગુપ્ત રહેલા અગ્નિવાળા વૃક્ષની શાખા જેમ શુષ્ક થઈ જાય છે; તેવી રીતે રાણી, ઉત્તમ પ્રકારના ભોજન લેતી છતાં પણ, પોતાનો એ દોહદ પૂર્ણ નહીં થવાથી, શરીરે સુકાવા લાગી. પાપા વહોરી લઈને પણ તેણે નાના પ્રકારના ગર્ભપાતનના ઉપાયો કરી જોયા; તથાપિ ગર્ભપાત થઈ શક્યો નહીં. કારણ કે જેનો હજુ આરંભ થયો. નથી એવું આયુષ્ય ક્ષયને યોગ્ય નથી. એવામાં રાજા એજ તેને પૂછ્યુંહે દેવિ ! તમે કૃષ્ણ પક્ષને વિષે ચંદ્રમાની કળાની પેઠે શરીરે કેમ ક્ષીણ થતા જાઓ છો ? શું તમારું કંઈ કાર્ય સંપાદન થતું નથી ? અથવા કોઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે ? શું કંઈ દુષ્ટ સ્વપ્નપરંપરા તમારા જોવામાં આવી છે ? અથવા કંઈ અપશકુન થયાં છે ? અથવા શરીરે કોઈ પીડા ઉત્પન્ન થઈ છે ? હે સર્વાંગસુંદરી ! જેવું હોય તેવું ફુટપણે કહી દે.
એ સાંભળી ચેલ્લણાએ, પોતાની કુક્ષિને વિષે રહેલા ગર્ભને વિષે પોતાનો શ્વાસ આસક્ત થઈ ગયો હોય નહીં એમ ઊંડો નિ:શ્વાસ મૂકી રાજાને પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાનું સ્વરૂપ કહી બતાવ્યું; કારણ કે કલાથી જ પ્રતિકાર (ઉપાય) થાય છે. રાજાએ કહ્યું- હે સુભગા ! હું તારો મનોરથ સદ્ય પૂર્ણ કરીશ; કારણ કે વસ્તુ દૂર હોય તેને યે. લાવી આપું; તો આ તો મારા શરીરમાં જ છે તેથી પ્રાપ્ત થઈ ચૂકી સમજ. આ પ્રમાણે એના ચિત્તને ઉલ્લાસ પમાડીને, શ્રેણિકરાજાએ અભયકુમાર પાસે જઈને એના દોહદની વાત કહી; કારણ કે છીંક
૯૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)