Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
હોવાથી પદ્મમિત્ર જેવો હતો. તે ઉત્તમ શ્રાવક હતો અને પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓને બહેન સમાન ગણતો. તેને સુલસા નામની મહાપતિવ્રતા અને સમકિતધારી સ્ત્રી હતી. શરમાળપણું એ તેનો મોટો સગુણ હતો. એક દિવસે રાત્રિને અંતે આ નાગસારથિ નીચી દષ્ટિ કરી દીર્ઘ નિ:શ્વાસ મૂકી, સદા દરિદ્ર એવા ધનના અર્થી પુરુષની પેઠે વિચાર કરવા લાગ્યો-“હું પુત્રને ખોળામાં બેસાડીશ; તેને ચુંબન કરીશ, વળી તેનું મસ્તક સુંઘીશ” આવો રે મારો મનોરથ હતો તે, પુત્ર વિના, અશોકવૃક્ષના પુષ્પની સમાન અફળ છે. બ્રહ્મચર્ય પણ ન પાળ્યું અને પુત્ર પણ ન થયો; આમ મારે તો કામની વિડંબનાને લીધે ન સધાયો આ લોક, કે ન સધાયો પરલોક; ત્રિશંકુની પેઠે, ન રહ્યો પૃથ્વી પર કે ન ગયો સ્વર્ગમાં.”
આવા વિચારમાં, રજથી છવાઈ ગયેલા સૂર્યની પેઠે કાન્તિ રહિત થઈ ગયેલા પોતાના પતિને જોઈને સરલ સ્વભાવની સુલસા અંજલિ જોડી કોયલના જેવા મધુર સ્વરે બોલી-હે સ્વામિ ! આજે શું સમુદ્ર અગ્નિરૂપ થયો છે, કે કંઈ અશ્વનો વિનાશ થયો છે, કે રાજા આપનાથી પરાડમુખ થયા છે ? અથવા કોઈ અન્ય સ્ત્રી આપના હૃદયમાં છે અથવા કંઈ શરીરે પીડા થઈ છે કે જેથી આપ (રાહુથી) ઘેરાયેલા ચંદ્રમા જેવા દીસો છો. જો એ કહેવા જેવું હોય તો આપ આ દાસીને કહેશો ?
શોકસમુદ્રમાં પૂર્ણ ડૂબેલો છતાં પણ પ્રિયાનાં આવાં આશ્વાસક વચનો સાંભળી, ચાલતી વખતે ચળકાટ મારતા મણિવાળા નાગ (સર્પ)ની જેવો નાગસારથિ બોલ્યો-પ્રિયે તારા જેવી ભક્તિપરાયણા સ્ત્રીની પાસે શું ન કહેવા જેવું હોય ? કહ્યું છે કે “ચિત્તને અનુસરવામાં ચતુર એવી સ્ત્રીને, વિપત્તિને વિષે ઉપકાર કરનાર મિત્રને, ઉત્તમ સેવકજનને અને દય જાણનાર સ્વામિને આપણું દુઃખ નિવેદન કરીને સુખી થવું.” હે પ્રિયે ! જેમ તૃષાતુર જન જળની ઈચ્છા કરે છે તેમ હું પુત્રની વાંછા કરું છું. કારણ કે મેઘ વિનાની પૃથ્વીની પેઠે પુત્ર વિના કુળની આશા વૃથા છે.” સુલતાએ કહ્યું- હે નાથ ! પુનઃ કોઈ કુળવાન્ બાળાઓનું પાણિગ્રહણ કરો; તેમનામાંથી કોઈને તો પુત્ર થશે; કારણ કે સામટું સંગ્રહ કરનાર કદિ નિરાશ થતો નથી. એ સાંભળી સારથિશિરોમણિ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)