Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ખડગલતા તેના શત્રુઓની સ્ત્રીઓનાં ખારાં અને કંઈક ઉષ્ણ નેત્રજળથી સિંચાતાં છતાં, સ્વાદિષ્ટ અને શીત ફળને આપતી હતી. નીતિમાન એવો. એ રાજા જેમ અન્ય જનોના અપરાધ સહન કરતો નહીં તેમ પોતાના દોષ પણ સહન કરતો નહીં. જે પોતાની ષષ્ઠીનું જાગરણ કરે નહીં તે બીજાની ષષ્ઠીને દિવસે તો શાનો જ જાગૃત રહે ? યાચકોને નિરંતર દાન આપનારો એનો દક્ષિણ કર કદાપિ પરાડમુખ થતો નહીં, પણ શત્રુને પૃષ્ટ ભાગે બાણ આપવામાં (મારવામાં) તો પરાડમુખ જ રહેતો. આશ્રય લેવા યોગ્ય પુરુષોમાં અગ્રણી એવો એ ભૂપાળ સત્ત્વનો ભંડાર હોઈ, શરણાગત દીન મનુષ્યોને, મહાસાગરે પર્વતોને ઈન્દ્રપતિ સોંપી દીધા તેમ (શત્રુને) સોંપી દેતો નહીં.
વળી એ મહીપતિ ધર્મને પિતા સમાન અને પ્રાણીમાત્ર પ્રતિ જે દયા–એને જનની સમાન ગણતો; સાધર્મિકજનો તરફ સ્નેહાળ બાંધવની બુદ્ધિએ જોતો; અને પ્રજાને પુત્ર સમાન માનતો પ્રતિદિન માતપિતાના સ્મરણ વડે તો એ વિવેકી નૃપતિ પોતાના ચિત્તને પવિત્ર કરતો; સ્વાધ્યાયરૂપી પ્રકાશવડે વાણીને, અને જિનેશ્વરભગવાનની પ્રતિમાના પૂજન વડે પોતાની કાયાને પવિત્ર કરતો હતો. અથવા એ શ્રી વદ્ધમાનસ્વામીના માતુલ (મામા)ના હું કેટલા ગુણ વર્ણવું ? રણક્ષેત્રને વિષે એક દિવસે ફક્ત એકજ બાણ ફેંકવું એવો સુદ્ધાં એને નિયમ હતો. જેમાં હેમગિરિને દક્ષિણ દિશાને વિષે ગંગા પ્રમુખ નદીઓ, તેમ આ રાજાને પૃથક પૃથક સ્ત્રીથી જન્મ પામેલી, પવિત્રતારૂપી ભૂમિવાળી, સાત પુત્રીઓ હતી. દેદિપ્યમાન આભુષણોમાંના રત્નોના કિરણોના સમૂહ વડે સર્વ દિશાઓને પ્રકાશમય કરી દેતી એ કન્યાઓ પોતાના આવાસને વિષે ફરતી ત્યારે સ્વર્ગમાં ફરતા સપ્તર્ષિતારા સમાન વિરાજી રહેતી. પણ પરમાર્થવેદી વિશાલાનો સ્વામી એમના વિવાહની ના જ કહેતો; એજ હેતુથી લોકો સેંકડો કુંભોએ (ઘડે) ન્હાતા છતાં, એક બિન્દુમાત્રનો એમને સ્પર્શ થતો નથી. તો પણ પાંચ કન્યાની માતાઓએ તો રાજાને વિવેકથી સમજાવી તેની આજ્ઞા લઈ પોતાની પુત્રીઓને પરણાવી; કેમકે ઉત્તમ
૧. હેમગિરિ-પિતા-થી દક્ષિણદિશારૂપી માતાની કુક્ષિએ ઉત્પન્ન થયેલી નદીરૂપી પુત્રીઓ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
L
૭૦