Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ફળદાયી અને અતિ સત્ત્વવાળા એવા એના ઉરૂને, સારરહિત મધ્યભાગવાળા અને એક જ વાર અભ્યફળને આપનારા એવા કદલીવૃક્ષની ઉપમા કેવી રીતે અપાય ?
જ્યાં સુધી આ સ્ત્રીના વિશાલ નેત્રો અને મૃદુ તથા સરલ જંઘા જોઈ નથી ત્યાં સુધી હરિણીઓ ભલે હર્ષમાં પોતાના પુચ્છ હલાવે અને આકાશને વિષે કૂદકા મારે. વળી એના રક્ત અને અતિશય કાન્તિ વડે સંવર્મિત એવા ચરણોને યુદ્ધ કરવા ઉતરેલા જોઈને જ જાણે એના શત્રુ કમળો જળ દુર્ગમાં પેસી ગયા હોય નહીં. (અહો ! એમનો યુદ્ધ ભય હજુ પણ ગયો નથી.) આમ એનું રૂપ અવસ્યું છે, એનું સૌંદર્ય અમાનુષ છે અને એનું લાવણ્ય અપૂર્વ છે ! અથવા તો આનામાં સર્વ કંઈ લોકોત્તર જ છે (આ લોકમાં ન હોય તેવું છે). ત્રણે જગતને વિષે મહાન સ્ત્રીમંડળને ઉત્પન્ન કરતા વિધાતાના શિલ્પની અહીં જ (આ રૂપમાં જ) પરાકાષ્ટા છે; જાણે કે યોગનો અનેકવાર અભ્યાસ કરનારા યોગીનું જ્ઞાન પરાકાષ્ટાએ પહોંચે છે તેમ.
આ પ્રમાણે, વૃદ્ધા તાપસીએ આણેલા પટ્ટમાં ચિત્રેલું રૂપ ધારી ધારીને નિહાળી રહી શ્રેણિક મહારાજા તેને પૂછવા લાગ્યો- આ તારી છબી શેની છે ? લાવણ્ય અને સૌભાગ્યના નિધિરૂપ એવી આ મૃગાક્ષી કોઈ ઉત્તમ કવિએ કલ્પલી મહાકથા જેવી કલ્પના છે કે રામકથા જેવી સત્ય વાત છે ? પેલીએ ઉત્તર આપ્યો-હે નૃપતિશિરોમણિ શ્રેણિકમહારાજા ! એ જેવી હોય તેવી જ આલેખવાનું કોનામાં સામર્થ્ય છે ? વિધાતાના હસ્તથી પણ તે ઘુણાક્ષરન્યાયે જ આવું રૂપ પામીને બહાર પડી છે. સવિશેષ રાગ ઉત્પન્ન થવાથી તેણે પુનઃ પૂછ્યુંજેમ શચી (ઈન્દ્રાણી) સ્વર્ગને અલંકૃત કરે છે તેમ આ મનોહર નારી તેના ચરણકમળ વડે કઈ નગરીને અલંકૃત કરે છે ? તથા સીતાનો જેમ જનક તેમ એનો કોણ પિતા છે ? તથા અસંખ્ય પુણ્યના ભાજપના એવા કોઈ મરે એનો કર ગ્રહણ કરેલો છે કે નહીં?
એટલે એ તાપસી સદ્ય ફરાયમાન અને તાર સ્વરે હર્ષ સહિત
૧. અજાણતાં.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)