Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એટલે અભયકુમારે કહ્યું-એ તારું કહેવું યોગ્ય છે; કારણ કે મુક્તા (મોતી) તો સુવર્ણના કુંડળને વિષે જ (જડાયેલું) શોભે છે. પણ અહીં આપણે દૃઢ પ્રતિજ્ઞા કરવી જોઈશે; કે જેથી આપણું કાર્ય કુશળતાથી પરિપૂર્ણ થાય; જો આદરીને ત્યજી દઈએ તો નિશ્ચયે આત્મહાનિ થાય અને વળી સર્વ લોકો ઉપહાસ કરે.
હું એક ઉત્તમ સુરંગ ખોદાવીશ, અને તે માર્ગે નૃપતિને પ્રવેશ કરાવીશ; અને તારી સ્વામિની એમને રથમાં બેઠેલા જોઈને, પદ્મિની સૂર્યને જોઈને વિકાસ પામે તેમ, વિકાસ પામશે. તે તેમને જોશે કે તરત, ચિત્રને અનુસારે, પહેલેજ ક્ષણે ઓળખી કાઢશે; એટલે પછી તેણે, મયૂરી દેવતાઓના મહેલના શિખર પર ચઢી જાય તેમ, શીઘ્રપણે રથને વિષે બેસી જવું. એમ કહીને અભયકુમારે તે દાસીને સંકેત આપ્યો કેપુણ્યોદય એવા અમારા રાજા પોતે અહીં અમુક દિવસે-અમુક પહોરે અને અમુક ક્ષણે આવશે. આ સર્વ વાત દાસી રાજકુમારીને નિવેદન કરી આવી ને અભયકુમારને કહેવા લાગી-આપનું વચન જ અમને પ્રમાણ છે; કારણ કે અનેક ચિત્તથી કાર્યસિદ્ધિ થતી નથી. પછી અભયકુમારે શ્રેણિકભુપતિને સમાચાર કહેવરાવ્યા કે “ચેટકરાજાએ જેનો નિષેધ કર્યો હતો તેને હું લાવ્યો છું. પછી રાજપુત્રે પોતાના માણસો પાસે ત્વરાથી ઉત્તમ સુરંગ ખોદાવી, કારણ કે અન્યજનોને જે કાર્યમાં મહિના ને મહિના થાય તે કાર્ય રાજાઓને તેટલા દિવસમાં થાય છે.
તે દિવસથી નિત્ય મગધાધિપતિ શ્રેણિક મહીપાળનું સ્મરણ કરતી ચેટકરાજપુત્રી સુજ્યેષ્ઠા, રાત્રિને વિષે ચક્રવાક અને ચક્રવાકી પીડાય તેમ, તાપે પીડાવા લાગી. હિમ-હાર-ચંદ્રમાના કિરણો-કમળ પુષ્પોમૃણાલના તંતુઓ-ઉત્તમ ચંદનનો લેપ-ચંદ્રચૂર્ણથી ઘર્ષણ-એવા એવા શીતઉપચારોથી તો એને ઊલટો વિશેષ દાહ થવા લાગ્યો-જેમ રસજ્વરથી પીડાતાને થાય તેમ. રાત્રિએ કે દિવસે, શયનને વિષે કે બહારના ગૃહને વિષે, અન્ય સ્ત્રીઓના સાથમાં કે એકલાં રહેવાથી પણ તેને ક્ષણ માત્ર ચેન પડતું નહીં; કારણ કે કામકૃતવિકાર દુ:ખદાયક છે. પેલી દાસી તેને સમજાવવા લાગી-બાઈ સાહેબ ! ધીરા થાઓ, મોહ ત્યજી દો; આપણી મનકામના સિદ્ધ થશે-એમ હું માનું છું, કારણ કે એ વણિક્ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૯