Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સ્ત્રીઓનો એ કુળધર્મ જ છે કે સર્વ કાંઈ પતિને પૂછીને કરવું.
વીતભયા નગરીના સ્વામી શ્રીમાન ઉદાયન ભૂપતિ વેરે પ્રભાવતીનો વિવાહ કર્યો; ચંપાનગરીના રાજા દધિવાહન નૃપતિને પદ્માવતી દીધી; કૌશાંબી નગરીના અધિપતિ શતાનિક ભૂપાળની સાથે મૃગાવતીનાં લગ્ન કર્યા; ચોથી શિવા નામની કન્યાને ઉજ્જયિની નગરીના સ્વામી પ્રદ્યોતનામના નરપતિ વેરે પરણાવી, અને જ્યેષ્ઠાને શ્રીમાન્ મહાવીરતીર્થંકરના મોટાભાઈ નંદિવર્ધનને દીધી. બાકીની બે સુજ્યેષ્ઠા અને ચલ્લણાકુમારી રહી. અંગે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને તે બંને હસ્તને વિષે પોથીઓ રાખી ફરવા લાગી અને માંહોમાંહે એકબીજાથી શ્રેષ્ઠ હોવાનું અભિમાન કરવાને લીધે જાણે સરસ્વતી અને લક્ષ્મી હોય એવી જણાવા લાગી. જવું-આવવું-બેસવું-ચૈત્યપૂજા કરવી-પ્રતિક્રમણ કરવાં, એવાં એવાં જેમનાં મુખ્ય કૃત્યો છે એવી તે ઉભય બાળાઓ એકબીજાની પ્રતિબિંબ હોય નહીં તેમ નિત્ય સાથે જ રહીને કલા ગ્રહણ કરવા લાગી.
એકદા હંસીઓથી ભરેલા એવા સરોવરને વિષે બકી (કાગડી) આવે તેમ, ચેટકરાજાની કુમારીઓના આવાસમાં એક વૃદ્ધ કુતાપસી આવી. મરૂગ્રામની સભાને વિષે હોય નહીં તેમ, આ કન્યાઓની પાસે તે આ પ્રમાણે કહેવા લાગી-જળશુદ્ધિ એજ ધર્મનું મૂળ છે; તે વિના સર્વ જગતુ ભ્રાન્તિમાં પડ્યું છે. જુઓ ! કોઈ હસ્તને વિષે દંડના આયુધવાળા, તે લીની જેવા મલિન વસ્ત્ર પહેરનારા, ચક્ર ધારણ કરનારા, અને મુખે વસ્ત્ર રાખનારા, કેશલેશન કરાવીને કલેશ પામે છે; તો બીજાઓ, ઘેલા માણસની પેઠે ઊભા ઊભા ભોજન લે છે અને નગ્ન રહી સંતાતા ફરે છે. કેટલાએક પોતાના શરીરને ખરની પેઠે ભસ્મવાળું કરે છે અને જટાને વિષે વૃથા ભાર વહન કરે છે, તો બીજાઓ સ્ત્રીઓની પેઠે કટિભાગે વસ્ત્ર પહેરી ગોપાળની જેમ ગોકુળને વિષે ફર્યા કરે છે. કેટલાએક વળી અન્નના અર્થી હસ્તને વિષે વૃથા ભાર વહન કરે છે; તો બીજાઓ સ્ત્રીઓની પેઠે કટિભાગે વસ્ત્ર પહેરી ગોપાળની જેમ ગોકુળને વિષે ફર્યા કરે છે. કેટલાએક વળી અન્નના અર્થી હસ્તને વિષે ભાંગેલા માટીના પાત્રને લઈને રંકભાવ ધારણ કરે છે. પણ એ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૧