Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
નાગ પણ કહેવા લાગ્યો-હે હરિણાક્ષિ ! તું એ શું બોલી ? આ ભવમાં તો મારે તું એક સ્ત્રી છે તેજ હો, અન્ય કોઈની મારે ઈચ્છા નથી. હે મૃદુઅંગવાળી પ્રિયે ! હું તો તારા અંગથી જ ઉત્પન્ન થયેલ કામદેવસમાન પુત્રને સાચું ; હંસને હંસીના પુત્રનું જ કામ છે; બાકી એટલે કાગડીના પુત્રને તે શું કરે ? વ્હાલી ! તું જ સર્વના સારભૂત થા; એમ જાણ કે હું ચંદ્રમા અને તું મારી ચંદ્રિકા છો; માટે નિરંતર એવા ઉપાય યોજ કે જેથી મનકામના સિદ્ધ થાય.
સ્વામીનાં આવાં વચનો શ્રવણ કરીને સુલસા નમીને બોલીપ્રાણપતિ ઉપાય તો અનેક છે; પણ ખરો ઉપાય તો એક સદ્ધર્મ જ છે; (જળને નિર્મળ કરનાર ફક્ત એક અગત્ય જ હતા). એ ધર્મ ધનના અર્થીને ધન આપે છે; પુત્રના અર્થીને પ્રયાસ લઈ તેનું કાર્ય કરી આપે છે; ભોગોપભોગની ઈચ્છાવાળાઓને પણ તૃપ્ત કરે છે; અને પાપરૂપી પર્વતને ભેદવામાં વજનું કામ કરે છે. વળી એ મુમુક્ષુજનને મોક્ષસુખ આપે છે અને સ્વર્ગના અર્થીને સ્વર્ગનું સુખ આપે છે; અશેષ ભુવનમાં કોઈ પણ એવું કાર્ય નથી કે જે ધર્મથી સાધ્ય ન થાય. માટે હે આર્યપુત્ર ! હું તે ધર્મ આદરીશ, તેજ કોઈ વખત ફળીભૂત થશે; કારણ કે ઉપાય આદરનારા મનુષ્યોને સુખે કરીને મન-વાંછિત સિદ્ધ થાય છે.
ત્યારપછી સુલસા (અન્ય આભૂષણોનો ત્યાગ કરીને) ફક્ત અલ્પ મુક્તાફળની માળા પહેરવા લાગી; પાપકાર્યના યોગથી દૂર રહેવા લાગી; ફકત એક વખત મોળું ભોજન કરી કૃશ થવા લાગી અને ફક્ત કસુંબાના વસ્ત્ર પહેરવા લાગી; અખંડ શીલવ્રત પાળવા લાગી; વૈરાગ્યનાં શાસ્ત્રો વાંચવા લાગી; અને જાણે ચારિત્ર લેવાને ઈચ્છાતુર હોય તેમ તે શાસ્ત્રોની પૂર્ણ રીતે તુલના કરવા લાગી.
એ વખતે મહાવિસ્તારવંત એવા લક્ષવિમાનોવાળા સૌધર્મદેવલોકને વિષે અનેક સામાનિક લોકપાળોનો સુધર્મા નામે સ્વામી દેવતાઓનો ઈન્દ્ર હતો. તેણે એકદા સભાને વિષે સિંહાસન પરથી આ સુલતાની અતિવર્ષ સહિત પ્રશંસા કરી કે-ભરતક્ષેત્રની ભૂમિને વિષે હાલ તુલસા શ્રાવિકા જેવી અન્ય કોઈ સ્ત્રી શ્રાવિકાના ગુણનું અનુપાલન કરનારી નથી;
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૬૪