Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
થયો જોઈને હર્ષમાં આવીને બંને પોતાની મેળે મળ્યા હોય નહીં !
ત્યાર પછી અભયકુમારે સદગુણોનું એક જ સ્થાન એવી વધુની સાથે વેદિકાને વિષે પ્રવેશ કર્યો, જેવી રીતે સંસારી જીવ ભવ્ય એવી ભવિતવ્યતાને પામીને નરયોનિને વિષે પ્રવેશ કરે તેમ. પછી “ધ્યાનરૂપી અગ્નિને વિષે કર્મરૂપી ધાન્યનો પ્રક્ષેપ કરવો” એવા શાસ્ત્રના વાક્ય પરથી જ જાણે બ્રાહ્મણે મંત્રોચ્ચાર સહિત અગ્નિને વિષે સાત ધાન્ય નાંખ્યા-ફેંક્યા તેથી અગ્નિ પ્રજ્વલ્યમાન થયો એટલે કુમારે વધુ સહિત તેની પ્રદક્ષિણા કરી. તે વખતે તે દેદિપ્યમાન મેરૂપર્વતની પ્રદક્ષિણા કરનાર છાયાયુક્ત સૂર્ય જ હોય નહીં એવો શોભી રહ્યો ! ચારે મંડળને વિષે ફરતી વખતે તેણે ઉત્તમ હસ્તિ, અશ્વ ઈત્યાદિ મેળવ્યા. અથવા તો ફરીફરીને મેળવ્યું એમાં આશ્ચર્ય શું ? એ તો હવે બેઠાં બેઠાં જ અનેક મંડળો (દેશો)માંથી ઘણી ઘણી ભેટ મેળવશે. અગ્નિની સાક્ષીવાળી ચોથી પ્રદક્ષિણા ફરતી વખતે, (આટલું ન જ જોઈએ) એના મંડળમાં રીવાજ પ્રમાણે સાળાઓએ એનો અંગુઠો થોભી રાખ્યો; જેવી રીતે અમાસનો ચંદ્રમા સૂર્યના પાદર થોભી રાખે છે તેમ.
પછી રાજકુમારને તેના માણસો કહેવા લાગ્યા-દીન, દુઃખી, દયાના સ્થાન, અને તમારા ચરણકમળ લાગેલા એવા આ ગરીબને કંઈ આપીને સંતોષ પમાડો. તે પરથી બાળક એવા કુમારે પણ તેને ધાર્યાથી પણ અધિક ધન આપ્યું; કારણ કે નાનો સરખો કૂવો પણ માણસને યથેચ્છ જળ આપે જ છે. કરમોચન સમયે કુમારને અસંખ્ય દ્રવ્ય આપવામાં આવ્યું કારણ કે એ વખતે રાજાઓ કીર્તિયુક્ત શાશ્વત ધર્મ પ્રાપ્ત કરે છે. જે વખતે કરમોચન કરવામાં આવ્યો તેજ વખતે બ્રાહ્મણે વસ્ત્રના છેડા પણ છોડ્યા. કારણ કે એક જ યોગે થયેલા કાર્યોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ સાથે જ થવી જોઈએ. પછી “સ્ત્રીજન તો સર્વ જગતની પાછળ લાગેલ જ છે” એવું સૂચવતો હોય નહીં એમ વરરાજા (અભયકુમાર) વધુને પાછળ બેસાડીને આગળ પોતે ગિરિસમાના અશ્વ પર આરૂઢ થયો. જનસમૂહને વિષે આનંદ અને કલ્યાણ પ્રવર્તી રહ્યાં, માંગલિક શ્લોકોના નાદથી દિશાઓ પૂરાઈ ગઈ અને દંપતી.
૧. કિરણ. ૨. છેડાછેડી છોડી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
S૧