Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સરાવ મૂકી ગઈ : આવું કામ કરવામાં વડીલ સ્ત્રીઓ જ પ્રગભ હોય છે. પછી “હે મૃગના જેવા નેત્રવાળી (વેવાણ) ! યોગ્ય એવા આ વરરાજાને અર્ઘ આપ; (રંગનો) છંટકાવ કર; શ્વેત દુર્વા-દધિ-ચંદન વગેરે ચતુરાઈ સહિત થાળમાંથી ફેંક. આ ઉત્તમ વેષવાળો મોટો વરરાજા તારા આંગણામાં નમીને પડદામાં ઊભો છે; તેને તું જો; એ તે કામદેવ છે કે દેવકુમાર છે ? પુષ્પ અને ચંદન શુષ્ક થઈ જાય છે માટે સાસુ, હવે વરરાજાને ખોટી ન કરો.” આવા ગીત સાંભળીને, સાસુપદને ધારણ કરનારી પ્રમદા હતી તે હર્ષસહિત ઊભી થઈ. યુગ-મંથા અને મુશલસહિત વરરાજાને અર્ઘ આપીને-ક્ષણમાં છંટકાવ કરીને-ત્રણવાર અક્ષતથી વધાવ્યો.
પછી રાજકુમારે પેલા શરાવના સંપુટને એકદમ વામપગે કરીને ચુરી નાંખ્યું. એટલે ગળાને વિષે રહેલા એના ઉદભટ અને ઘટ્ટવસ્ત્ર (એસ)ના છેડાએ ખેંચીને એને વધુ પાસે લઈ ગયા. ત્યાં, તેને વિદ્યાધરની પુત્રીની સન્મુખ આસન ઉપર બેસાડ્યો. પછી વરવધુને હસ્ત ઉત્તમ મદનફળ (મીંઢોળ) બાંધ્યા. એ વખતે, જેના માતાપિતા અને સાસુસસરા હયાત હતા એવી એક સૌભાગ્યવતી અમદાએ અશ્વત્થ અને શમી વૃક્ષની ત્વચાને તત્ક્ષણ પીસીને તેનો લેપ બનાવીને વધુના કરમાં આપ્યો. પછી સાક્ષાત્ ભાગ્ય જેવું અત્યુત્તમ લગ્ન આવ્યું કે તરત બ્રાહ્મણે ભાજનના શબ્દની સાથે વધુવરને હસ્તમેળાપ કરાવ્યો. “હવે પછી સૌ ભાગ્યવંત એવા તમો દંપતીનું સદા ઐક્ય જ જળવાઈ રહો” એમ સૂચવતી હોય નહીં એમ વરરાજાની મુદ્રિકા વધુના હસ્તમાં રહેલા લેપને વિષે નાંખી. પછી તારામલક સમયે વરવધુ બંને અનિમેષ નેત્રે એકબીજા સામું જોવા લાગ્યા; જેવી રીતે જન્મભુવન અને કલત્ર (સ્ત્રી) ભુવનને વિષે રહેલા (ગ્રહો), અથવા કર્મભુવન અને સુખભુવનને વિષે રહેલા ગ્રહો એકબીજા સામું જુએ છે તેવી રીતે. પછી ક્ષણવારમાં સર્વ વિધિને વિષે પ્રવીણ એવા વિમે વરવધુના વસ્ત્રોના છેડા બાંધ્યા; તે જાણે તે વખતે હસ્તમેળાપ
૧. છેડાછેડી બાંધી. જ્યોતિષની કુંડળીમાં બારભુવન હોય છે : તન, ધન, પ્રાણી, સુખ, સુત, કષ્ઠ, સ્ત્રી, મૃત્યુ, ભાગ્ય, કર્મ, લાભ અને ખર્ચ. આ બાર ભુવનમાં જન્મભુવન અને કલત્રભુવન સામસામાં આવેલાં છે; તેમજ કર્મભુવન અને સુખભુવન પણ સામસામાં આવેલાં છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
६०