Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એવી વિરાજી રહી.
મંદ-મંદ પવનથી હાલતી ધ્વજાઓ અને તે ઉપર રહેલી ઘુઘરીઓ અનુક્રમે વિવાહિની સ્ત્રીઓની ગેરહાજરીમાં જાણે હર્ષથી નૃત્ય કરતી હોય તથા ગીત ગાતી હોય તેમ જણાવા લાગી. વળી એ મહાન મંડપની ઉપર અત્યંત કાન્તિમાન્ સુવર્ણના કુંભો ચળકાટ મારવા લાગ્યા; કારણ કે વરવધુના પ્રવેશને સમયે શુભ શકુનને અર્થે એવા પૂર્ણ કુંભો મૂકવામાં આવે જ છે. પછી ઘાટા કુંકુમનો છંટકાવ કરીને ભૂમિ ઉપર પુષ્પો વેરવામાં આવ્યા, તેથી તે ભૂમિ જાણે અભયકુમારનો વિવાહ સાંભળીને હર્ષાશ્રુથી ભીંજાઈ ગઈ હોય નહીં અને રોમાંચથી પૂરાઈ ગઈ હોય નહીં એવી જણાવા લાગી. ચોતરફ લીલા વાંસ બાંધી લઈને, તેમની વચ્ચે અત્યંત ગોળ, ધવળ તથા સુંદર વેદીના કળશની ચાર હાર (ચોરી). ગોઠવવામાં આવી. (અહીં કળશની હારનો આશ્રય લઈને વાસ રહ્યા, તે ઉપર કવિ ઉભેક્ષા કરે છે કે) વૃત (સ્થિર) અને અવદાત (પવિત્ર, નિષ્કલંક) એવી વસ્તુનો કોણ ન આશ્રય લે ?
વળી ત્યાં સ્ત્રીઓ પણ આ અવસરે અત્યંત હર્ષમાં આવી જઈને પરસ્પર ઉત્સાહ વધારતી પોતપોતાના કાર્યને વિષે અતિત્વરા કરતી કહેવા લાગી-હે કપુરિ ! તું અહીં કપૂર લાવ; હે ચંદનિ ! તું ચંદન ઘસી કાઢ; હે ચટા ! તું મુકુટોને અહીં આગળ લાવ; હે પુષ્પદંતિ! તું પુષ્પની માળાઓ લઈ આવે; અલી સ્થિતિૉ ! જા, અપૂર્વ દુર્વાદધિના પિંડ સદેશ ચંદન-તથા અક્ષત એવા ચોખાને, વરને અર્ધ આપવાને માટે એક સુંદર અમૂલ્ય થાળને વિષે તૈયાર કરીને મૂક; અલી દક્ષે ! તું પણ જલદી ઉત્તમ કેસર અને કુંકુમ પુષ્કળ તૈયાર કર, કે જેથી સ્ત્રીઓના સીમંતદેશ (સેંથા) પાસે રમ્ય સ્તંબકો રચાય; બહેન ચતુરા ! જા તું પણ દ્વાર આગળ જાતિવંત મુક્તાફળોનો એક મનહર સાથીઓ રચી કાઢ; સખિ ગોમટે ! તેં વેદિમધ્યે ગોમયનો ગોમુખ બનાવીને તૈયાર રાખ્યો છે કે ? અલી આચારવિશે ! તેં વરને બેસવાની મંચિકા, અને ચરણને વિષે ધારણ કરવાની પાદુકા અહીં આણી રાખી કે ? તમે કોમળ કંઠને ધારણ કરનારી બહેનો, ચાલો ધવળમંગળ ગાઓ અને તમારી એ કળાને સફળ કરો; અલી વસ્તિનિ ! જા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
પ૬