Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કસ્તુરી ઉતાર, કારણ કે બહેનના (કન્યાના) ઉજ્વળ કપોળસ્થળા પર, અશેષ વિશ્વજનના નેત્રને આકર્ષવાને યંત્ર સમાન એવી પત્રવલ્લી (પીળ) કાઢવી છે. અલી અલસાચંદ્રિ ! તું કેમ આમ દીન કૃપણ જેવી છે ? અલી પદ્મા ! હજુ તું પદ્મની પેઠે કેમ નિદ્રામાં છો ? અલી કપોલવાદિનિ ચપલા ! તું આજ તારું વિસ્તારવાળું ભાષણ પડતું મૂક; અલી ગૌરવર્ણી ગૌરી ! તું નિરાંતે પુનઃ પુનઃ શરીરને જળ વડે પ્રક્ષાલન કર્યા કરે છે તો તેમાં તને એટલી બધી વાર લાગી છે કે લગ્ન અવસર થઈ ગયો તેની પણ તને ખબર પડતી નથી.
આમ બોલીને સ્ત્રીજનો અતિ હર્ષ સહિત પરસ્પર ઉત્સાહ વધારતી બહુ ઝડપથી પોતપોતાનાં કાર્યો કરવા લાગી; કારણ કે એમને એકબીજાને કામ કરતી જોઈને બહુ આનંદ ઉપજે છે. તે વખતે મધુર કંઠવાળી સ્ત્રીઓ પૂરતાનમાં ધવળમંગળ ગાવા લાગી અને બીજી સન્નારીઓ સુસેનાની પુત્રીને પીઠિકા ઉપર બેસાડીને ઉત્તમ તેલ વડે અત્યંગ કરવા લાગી. પછી કોમળ હસ્તવાળી સ્ત્રીઓએ તેને સર્વાગે પીઠી ચોળી. ત્યાર પછી બીજી શેષ વિધિ કરવાને અર્થે તેને એકાત્તે લઈ જઈ એક ઊંચી માંચી આણી ચારે ખૂણે સુજ્ઞ સ્ત્રીઓએ રંગની પુડલીઓ મૂકી; અને કન્યાને હર્ષસહિત ઉત્તમ કસુંબાના વસ્ત્ર પહેરાવ્યાં. પછી રતિ અને પ્રીતિના જેવી રૂપવતી એ વિદ્યાધરપુત્રીને એ માંચી ઉપર બેસાડી ઉત્તમ વસ્ત્રવાળી સૌભાગ્યવતી સ્ત્રીઓએ તર્જની વડે તિલક કર્યા. પછી તરાકના કાંતેલા, કસુંબા જેવા લાલ સૂત્રનો તેના દક્ષિણ અને વામ જાનુએ સ્પર્શ કરાવ્યો; એ પ્રમાણે તેને વર્ણકમાં નાંખી, ને પછી તેની ઉદ્ધવર્ણક કરવા માંડી તે આ પ્રમાણે :
તેને સ્નાન કરવાના આસન ઉપર બેસારીને સુવર્ણના કુંભમાંથી જળસ્નાન કરાવ્યું; અને તેના ભીના કોમળ શરીરને રૂંવાટાવાળા વસ્ત્ર વડે લુછી કોરું કર્યું. જળથી ભરેલા કેશને પણ વળ દઈ દઈને નીચોવ્યા તેમાંથી મુક્તાફળ જેવાં જળબિંદુઓ ટપકવા લાગ્યા, તે જાણે ગાયના સ્તનમાંથી દોહવાતી ક્ષીરની ધારા જ હોય નહીં ! પછી એના કેશપાશને
૧. વર્ણક-પીઠી. વર્ણકમાં નાખી=પીઠીઆતી કરી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)