Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્વ પાપોની નિન્દા કરતા, અને સુકૃતોની પ્રશંસા કરતા પ્રસેનજિત રાજાએ મરણ સમયે ચાર" શરણ અંગીકાર કર્યા. પછી વર્તમાન તીર્થના. પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતો એ રાજા સ્વર્ગે ગયો; કારણ કે એના જેવા ઉત્તમ-દષ્ટિ જીવો સ્વર્ગે જ જાય છે.
પછી શ્રેણિક નરપતિ, સદ્ગુરુ શિષ્યોને આપે તેમ, ગંધહસ્તિઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં કોઈ કોઈ વાર વક્રમુખ-વિશાળ છાતીપુષ્ટ અંગોપાંગ-સ્નિગ્ધ રોમરાજિ સુંદર કાન-અને-ઉન્નત સ્કંધ-વાળા અશ્વોને ખેલાવવામાં; કદાચિત વિદ્ધનો સાથે ગોષ્ઠી સુખમાં તો અન્ય વખતે ધર્મકાર્યો આચરવામાં; કોઈ વખત પદ્મિની-સ્ત્રીઓની સાથે વિવિધ ભોગવિલાસ ભોગવવામાં તો કોઈ વખત સામ-ભેદ-દંડ આદિ ઉપાયોથી શત્રુઓને વશ કરવામાં; આમ ધર્મ-અર્થ અને કામને વિષે યથાકાળ પરાયણ રહેતો, પૃથ્વીને શેષનાગની પેઠે વિધિવત ધારણ કરવા લાગ્યો.
અહીં વેણાતટ નગરમાં મેઘમાળાને વિષે રહેલા ચંદ્રમાની કાન્તિની જેમ નન્દાને ગર્ભના ચિન્હો પ્રકટ દેખાવા લાગ્યાં. તેનાં અંગો સર્વ ઢીલાં પડી જવા લાગ્યાં (કારણ કે મહાપુરુષનો સંપર્ક થયે છત કોણ સ્તબ્ધપણાનો ત્યાગ નથી કરતું ?) તેનાં મુખ અને લોચન ફીક્કા પડી ગયાં (કારણ કે શરઋતુ આવ્યે મેઘસમૂહ શું અભ્રક" સમાના શ્વેત નથી થતો ?); તેનાં કુચકુંભ પણ “આના (આ નન્દાના) ગર્ભમાં રહેલા પુરુષરત્નને આપણું અંતર્ગત બળ કંઈપણ સહાય કરી શકતું નથી” એવા જાણે વિષાદને લીધે જ હોય નહીં તેમ, મુખને વિષે અતિશય શ્યામતા પેઠે, અને અન્ય સર્વત્ર ફીકાશ ધારણ કરવા લાગ્યા.
વિજયી રાજાના રાજ્યની જેમ, એનું વિકાર રહિત ઉદર વળિનો ભંગ કરીને વૃદ્ધિ પામવા લાગ્યું. એની ગતિ જે મૂળે મંદ તો હતી
૧. અરિહંત-સિદ્ધ-સાધુ અને કેવળીપ્રણીત ધર્મ-એમ ચાર. ૨. તે સમયે વર્તતું. ૩. મેઘનીમાળા અર્થાત વાદળાં ૪. અક્કડપણું ૫. અબરખ.
૬. આ વિશેષણ સાભિપ્રાય છે : વિકાર-વ્યાધિ-રહિત. વ્યાધિને લીધે ઘણાને ઉદર વૃદ્ધિ પામે છે, પણ આ તો વ્યાધિ વિના વૃદ્ધિ પામવા લાગ્યું. ૭. વળિ વાટા, સ્ત્રીને પેટ ઉપર વાટા પડે છે તે. ગર્ભવતીનું ઉદર વધે એટલે એ વળિનો ભંગ થાય, વળી મટી જાય. ૩૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)