Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એમ દેખાવા લાગ્યું.
એવામાં એક મોટા શિષ્યના હાથમાં, જગત્ની મંદતાનું ઉન્મૂલન કરવાને જાણે હાથ ઊંચો કરેલો હોય નહીં એવો, એક દંડ આપી, મૂળાક્ષરોનો પાઠ કરતા નિશાળીઆઓને સાથે લઈ, ઉપાધ્યાયો ભદ્રશેઠને ઘેર આવવા લાગ્યા; તે જાણે બાળક-અભયકુમારની સજ્બુદ્ધિનું સેવન કરવાને અર્થે હોય નહીં ! એ ઉપાધ્યાયોનો, શેઠે પણ વસ્ત્ર તાંબૂલ આદિથી સત્કાર કર્યો; તે જાણે કુમારને ભણાવવાને માટે આગળથી એમની નિમણૂંક કરી હોય નહીં ! પછી શેઠે નિશાળીઆઓનાં મસ્તક ધોવરાવ્યાં અને ગોળ વહેંચ્યો; તે જાણે એટલા માટે કે એ મૂળાક્ષરો બોલતા એ વિદ્યાર્થીઓ એ થકી મધુર અને સ્નિગ્ધ થાય. વળી ભાણેજના જન્મનો શેઠે વર્ધનક પણ કર્યો; પણ આમ-વૃદ્ધિને વિષે વળી વર્ધનકઃએ ખરેખર આશ્ચર્ય થયું.
જન્મને ત્રીજે દિવસે બાળકને ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવ્યાં તે એટલા માટે કે સૌમ્ય અને દિપ્ત એવા એ બાળને જોઈ એઓ પણ ગર્વરહિત થાય." છà દિવસે એના સ્વજનોએ ધર્મ જાગરણ કર્યું એ એમ બતાવવાને કે એમ કરવાથી એ બાળક નિત્ય જાગ્રત રહેશે. વળી એમણે દશમે દિવસે સુતક શુદ્ધિ કરી કારણ કે વિચક્ષણ જનો લોકધર્મની સ્થિતિને ઉલ્લંઘન કરતા નથી. બારમે દિવસે સર્વ બાંધવોને એકઠા કરીને વિવિધ પ્રકારના ઉત્તમ ભોજન જમાડી તેમની સમક્ષ ભદ્રશ્રેષ્ઠિએ જેમ ગુરુ સર્વ સંઘની સમક્ષ શિષ્યનું નામ પાડે તેમ પોતાના દોહિતાનું નામ પાડ્યું
૧. લાલ વસ્ત્ર અને લીલા પત્રોએ યુક્ત એવું દર્પણ કહ્યું છે; તો ચંદ્રમા સાથે દર્પણનું સાદૃશ્ય લાવવા માટે ચંદ્રમામાં પણ એવા વિશેષણો જોઈએ; તેટલા માટે કવિએ ચંદ્રમાને “લાલ ફટકા યુક્ત” અને ‘(કલ્પવૃક્ષના) લીલા પત્રોની સંગાથે આવેલો” ચિતર્યો છે.
આ શબ્દના બે અર્થ થાય છે.
:
વૃદ્ધિને વિષે વૃદ્ધિ-એ આશ્ચર્ય.
૨. મહેતાજીઓ. ૩. જન્મ-મહોત્સવ. ૪. બીજો અર્થ ‘વૃદ્ધિ' છે. અહીં આ બીજો અર્થ લેવો ૫. ચંદ્રમામાં “સૌમ્ય” (શાન્તપણું) છે અને સૂર્યમાં “દીપ્તિ” (તેજસ્વીપણું) છે; એમ એ બંનેને પોતપોતાના ગુણોને લીધે ‘ગર્વ' થાય. પણ અભયમાં એ બેઉ ગુણો જોઈને એ ઉભય ગર્વ રહિત થાય.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
39