Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004536/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 9છે કે, છે વિચારપૅખી Page #2 -------------------------------------------------------------------------- ________________ વિચારપેખી નેહદીપ દીના કિનારે . s '* - Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા : આચાર્યદેવ શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક: શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈનગર પાસે મહેસાણા - ૩૮૪૦૦૨ (ગુજરાત) • ચતુર્થ પુનર્મુદ્રણઃ ઑગષ્ટ/૧૯૯૨ નકલ પ000 • મૂલ્ય : ૨૦ રૂ. ૦ મુદ્રક: એસ્. જયકુમાર એણ્ડ કંપની, પુના- ૨૯. Page #4 -------------------------------------------------------------------------- ________________ વન મિનિટ પ્લીઝ! આમાં મારું મોતાનું કશું જ નથી ! તણખલા વીણીવીણીને માળો બનાવ્યો હતો વિચારપંખીએ..... ડાયરીની ડાળીએ ! આજે એ પંખી ડાળીનો માળો મુકીને પુસ્તકના પીંજરામાં કેદ થઈ ને તમારી કને આવે છે. સાચવજો ... પંખી છે......પંપાળજો એને , પછડાટ નહીં દેતા! તમને ગમે તો તમારા દિલની ડાળીએ નીડનું નિમણિ કરવા દેજો....એને , નહીંતર પીંજરા સાથે બીજા કોઈને સોંપી દેજો....જેમનું આમાં કંઈક પણ છે એ સહુ વડીલોને વંદન....... મિત્રોને મહોબ્બત... દોસ્તોને સલામ...!!! સ્નેહદીપ Page #5 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક કશંકુ જાય છે ડંખી ત્યારે કંઈક મન રહે છે ઝંખી અંતરના આકાશે ટોળે વળે છે વિચારપંખી......... વિચારપંખી Page #6 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવવા માટે છે! Aeks: આ જીવન ખાવા માટે નહીં પણ ખોવાઈ ગયેલા આપણા આત્માને ખોળી લેવા માટે છે! આ જીવન ઢસરડો કરીને પૂરું કરવા માટે નહીં પણ જીિંદાદિલીથી જીવવા માટે છે....! આ જીવન ઊંઘવા માટે નહીં પણ ઊંઘી ગયેલા આપણા આત્માને જગાડવા માટે છે .....! આ જીવન છે? નરમાંથી નારાયણ બનવા માટે....! જનમાંથી જૈન બનવા માટે....! જૈનમાંથી જિન બનવા માટે.....! જીવમાંથી શિવ બનવા માટે.....! સંસારીમાંથી સાધુ બનવા માટે.....! આત્મામાંથી પરમાત્મા બનવા માટે.....! ! છે સુખ-દુઃખના સરવાળા માટે જિંદગી નથી..... જિંદગી છે : અંધારામાં અજવાળા કરવા માટે ! વિચારપંખી - ૧ Walibrorg Page #7 -------------------------------------------------------------------------- ________________ મુબારક જન્મદિવસ! આજે તમારો જન્મદિવસ છે ! આજનો દિવસ તમારા માટે દાડમની ખીલતી કળીના જેવો ઉઘડયો છે! come on my friend, જાઓને... આજની ઉષા કેવી ઉજળી ઉજળી ભાસે છે. સૂરજ શરમથી લાલચોળ થતો સોડ છોડે છે. ક્ષિતિજની! જીવનનું નવું વર્ષ! તમને અપૂર્વ હર્ષ! મધુરપ વેરે છે આજની સવારનો સ્પર્શ! જીવનની કિતાબનું એક વધુ કોર્પૃષ્ઠતમને મળ્યું છે આજના દિવસે! જોઈએ, તમે એમાં કેવું ચીતરામણ કરો છો ? આડા અવળા લીટા કરીને કે શાહીના ડાઘાડૂઘાં પાડીને કાગળ બગાડી પણ શકો અને સરસ મજાનું ગીત આલેખી શકો.. રંગ અને રૂપની સૃષ્ટિ ઉતારી શકો! તમારા જીવનનું નવું વરસઃ તમારા તનને સ્વસ્થતા આપે તમારા મનને સ્વચ્છતા આપે તમારા જીવનને સહજતા આપે એવી શુભ કામનાઓની સોણલાં ભરી છાબ તમારે નામ મારા જનાબ ! વિચારપંખી- ૨ .. : Jain Educator international Page #8 -------------------------------------------------------------------------- ________________ રહો વ્યસ્ત...જીવન તંદુરસ્ત કરો, કંઈક કરો, કંઈક સારું કરો ! સાવ નિષ્ક્રિય બનીને બેસી ન રહો ! બેસી રહેવામાં જિંદગી જડ બની જશે એનીપ્રગતિગતિમાં છે!જિંદગી બને છે જ કશુંક સારું કરવાથી ! સર્જનાત્મક બનો .... દોસ્ત ! Be creative ! આરામ કરવાથી તો જિંદગીને કાટ લાગવા માંડશે...જિંદગીના લોખંડને જો કર્તવ્યનુંપારસસ્પર્શી જાય તો જિંદગીની – - એક એક પળ સોનેરી બની જાય ! એક એક ક્ષણ સોહામણી બની જાય ! આરામથી પડી રહેવા માટે જીવન નથી. જીવન છે કશુંક શુભ કરી છૂટવા માટે ! કંઈક પ્રશસ્ત કરી જવા માટે વ્યસ્ત રહો....વ્યસ્તતા તમારા દિલ-દિમાગને સ્વસ્થતા આપશે. ખાલી મન તો ભૂતનું ઘર બની જાય છે. તન વ્યસ્ત તો મન તંદુરસ્ત ! બહુ નાનું અમથું જીવન છે...સાવ આવડી અમથી જિંદગીમાંએ ઘણું બધું કરી શકીએ જો ક૨વા ધારીએ તો ! બાકી મરવાનું તો છે જ એક દિવસ ! પણ કંઈક સારું કરીને મરીએ ! મોત ઉસકી જિસકા જમાના કરે અફસોસ, વૈસે તો જીતે હૈ સબ મરને કે લિયે. વિચારપંખી - ૩ in the org Page #9 -------------------------------------------------------------------------- ________________ પડી ભલે જાવ, પડયા ના રહો! રસ્તે ચાલતાં ઠોકર વાગે ને માણસ પડી જાય..... એ તો જાણે સમજ્યા!પણ જો સમજ,માણસ હોય તો ધૂળ ખંખેરીને ઊભો થઈ જાય. કદાચ જરીક વાગ્યે હોય તો એને પંપાળીને પડ્યો ન રહે. પાટાપીંડી કરીને ચાલે...જીવનના રસ્તે ચાલતાં કયારેક આપણે પડી જઈએ...ઠોકરવાગી પણ જાય...પણ, એટલામાત્રથી પડયા ન રહેવાય ! પડવામાં નાનમ નથી...પડયા રહેવામાં નાનમછે...પતનની પળોમાં જોજાતનું જતન કરીએ તો..જીવન રતનની જેમ ઝળહળી ઉઠે...... સમજી રાખો દોસ્ત! જે ચાલે છે તેજ પડે છે.....આથડે છે. મંઝિલ પણ તો એનેજ મળે છે ને?બેસી રહેનારાં કંઈ આગળ નથી વધી શકતા! આગળ તો એ વધે છે કે જે ગતિશીલ છે.....જેના કદમોમાં ગતિ છે......પ્રગતિ એની પાસે સરકી આવે છે. My Friend, don't cry. but again and again try! 'शमा परवाने को जलना सिखाती है सांझ सूरज को ढलना सिखाती है गिरनेवालें को कोसते हो क्यों ? ठोकरें इन्सान को चलना सिखाती है।' વિચારપંખી – ૪ Jalur G. girtinternational Page #10 -------------------------------------------------------------------------- ________________ . 2 [ લાવો, તમારો હાથ! દુનિયામાં મજેથી જીવવું હોય તો એક કામ કરો! દોસ્તોનીમૂડીવધારો દોસ્તોની દોલત એકઠીકરો... જેટલા દોસ્ત વધશે....તમારું દિલ એટલુંજ ભર્યુંભર્યું રહેશે અને દિલ જો સભરતજિંદગીની સફર ખુશીથી તરબતર! મૈત્રીનો મબલખ પાક પેદા કરી હૈયાની ધરતી પર... પણ સબૂર ! દોસ્ત..., એ માટે હૈયાને કૂણું બનાવવું પડશે....કોમળ કરવું પડશે...પોચા હૈયામાંજ દોસ્તીના ફૂલો ખીલી શકે છે. એ માણસ કેવો ગરીબ છે કે જેને કોઈ મિત્ર નથી! જેનો કોઈ દિલોજાન-દોસ્ત નથી! અલબતુદોસ્તીની દુનિયામાં ડગલું મૂકતાં પહેલા આકરી કિંમત ચૂકવવી પડે છે. સ્વાર્થના શણગાર તજવા પડે છે.....સ્વાર્થવિહોણું હૈયું જ મૈત્રીનાં ગીત ગાઈ શકે! સ્વાર્થની શતરંજપર દોસ્તીના દાવન ખેલી શકાય! 'सांस का पिंजरा किसी दिन टूट जायेगा, हर मुसाफिर राह में ही छूट जाएगा; हर किसी को प्यार कर लो, प्यार लो सब का, क्या पता कब प्यार का घट फूट जायेगा?' N વિચારપંખી - પ amelibay.org Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉધાર ના વધાર! આપણે જીવીએ તો છીએ જ! પણ જરી જિંદગી પર ઢંકાયેલા નકાબોને ઉઘાડી તો જુઓ! આજે જીવીએ છીએ... એ જીવન આપણું પોતાનું છે કે પછી ઉછીનું ઉધારનું જીવન જીવીએ છીએ? આપણા સંસ્કારો ઉછીના... આપણા વિચારો ઉછીના.... આપણા આચારો ઉછીના... આપણું નર્તન ઉછીનું......... આપણું વર્તન ઉછીનું........ આપણું કીર્તન ઉછીનું..... બધું જ ઉછીનું..? બધું જ ઉધાર....? ઉધારેઉધાર લેવાનું ને ઉધારે-ઉધારદેવાનું?માટેતોઅશાંતિની અગનપિપાસા આપણને સળગાવ્યા કરે છે...કયાંય ચેન નથી ! જિંદગી સામે મક્કો ઉગામવાની જરૂર નથી.....સરળતાથી સાથ દઈએ...હાથ મિલાવીએ તો જિંદગી આપણને નવું બક્ષી શકે...આજે તો માણસ માણસને ક્યાં મળે છે ? મળે છે તોય એકબીજાની ઈમેજ ને મળે છે ! “જાણે એક એક ચહેરા પર નકાબ છે!' વિચારપંખી – ૬ Jair a nternational Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ, જવું છે કાં ? જરી રોકાઈ જાવ ! Please, wait just a minute ! કયાં જઈ રહ્યા છો ? જરી તો વિચારો ! કયારનાયે ચાલ્યા જ કરો છો ! અરે, ચાલતા નથી પણ દોડયેજ જાવ છો....જુગજુગથી ! પણ કયાં ? એ વિચાર્યું છે કયારેય ? કયાં જવા માટે નીકળ્યા છો ? ચાલી-ચાલીને કયાં પહોચવું છે ? દોડી દોડીને કયાં જવું છે ? પહેલા મંઝિલ તો નક્કી કરો.... પહેલા લક્ષ્ય નિર્ધારિત કરો....યાત્રા આપોઆપ આરંભાઈ જશે....મંઝિલ વગર તમે ચાલ્યા જ કરશો તો પહોંચશો કયાં ? જયાં જવાનું છે ત્યાં નહીં પહોંચાય અને રસ્તાઓમાં અટવાઈને જિંદગી પૂરી થઈ જશે ! બહુ સમજવાની જરૂર છે. “નામ ન જાનું ગાંવકા, બિન જાને કિત જાઊં? ચલતે ચલતે જુગ ભયો દો કોસ પર ગાંવ !’’ પાસેજ મંઝિલ હોય.... આપણી બાજુમાં થઈને જ આપણું લક્ષ્ય સરકી જાય.... છતાં યે આપણને ખબર નહીં પડે ! ને આપણે એને ખોળવા માટે ખાંખાખોળાં કર્યા કરશું ! કદમ ભરતાં પહેલાંજ વિચારી લો કે કયાં જવું છે તમારે ? અને કઈ દિશા છે તમારી? વિચારપંખી - ૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ જિંદગી – સજા કે મજા? જુઓને, કેવું નાનું અમથું આપણું જીવન છે? જાણે ખીલેલા ગુલાબની પાંદડી પર આવીને ચૂપચાપ બેસી ગયેલું ઝાકળબિન્દુ! કયારે ખરી પડે..... કંઈ કહેવાય નહીં! જીવની કહાણી પણ કંઈક આવી છે! હજુ આંખો ઉઘડેના ઉઘડે ત્યાં પલકો સદાના માટે બીડાઈ જાય ! હજુ શ્વાસની સરગમ પર જીવનનું ગીત વણાયના વણાય ત્યાં એ સરગમ જ તૂટી જાય ! નંદવાઈ જાય! ફૂલ હજુ કળીમાંથી ખૂશબો બનીને મહેંકે ત્યાં એને મુરઝાઈ જવું પડે! હજુ કાળાં-ભમ્મ વાંદળાં ધરતી પર વરસવા માટે ભેગા થાય ત્યાં પવનના સૂસવાટા એને વેરવિખેર કરી મૂકે ! હજુ દીવડાંની જ્યોત જલે ન જલે..ત્યાં હવાની એક આછી લહેરખી એ જ્યોતને બૂઝવી જાય! હજુ ઊંધના ઊંબરે શમણાં ઉતરીને પાંપણમાં સંતાય ત્યાં તો આંખ ઉઘડી જાય ! વિચારપંખી - ૮ Jaindir Ne national Page #14 -------------------------------------------------------------------------- ________________ હજુ સોંદર્યના સતરંગી સોણલાં આંખ્યુમાં અંજાય ન અંજાય ત્યાં તો નૈન નિમિલીત બની જાય! બસ આવું છે જીવન! પણ બે પળની મજા...પાર વગરની સજા! S SSC AS A S ' OSA વિચારપંખી - ૯ w atnewtorary: Page #15 -------------------------------------------------------------------------- ________________ કવેરા મગાવો! (પંચસૂત્ર) તમામ સમસ્યાઓનું મૂળ છે અપેક્ષા ! તમામ જાતના દુઃખોનું મૂળ છે અપેક્ષા! સુખી થવાનો સાચો | સારો ને સાદો રસ્તો છે અપેક્ષાઓથી અળગા બનવાનો ! આપણે બીજાની પાસેથી કેટલી બધી અપેક્ષાઓ રાખીએ છીએ? આપણે માંગીએ છીએ પઠાણી અદાથી... અને જ્યારે કોઈ કંઈ નથી આપતું.. કે નથી મળતું ત્યારે પછી ભીતરમાં દુઃખની ચિનગારી ભડકવા માંડે છે! માટે કહું છું? અપેક્ષા-આકાંક્ષાઓના અડાબીડ જંગલમાં અટવાઈ ના જાવ! કલ્પનાઓ/કામનાઓના કાટમાળ નીચે દટાઈને જીવનને ગુંગળાવી ના નાંખો! ન રાખ આશ, કદી કોઈ પાસ પછી તને કોણ કરી શકે નિરાશ?' માંગવાનું છોડો, તમને સુખ આપોઆપ મળશે, અપેક્ષાઓ ઓછી કરો, આકાંક્ષાઓ અળગી કરો, સુખ તમને શોધશે! છે તેzrDa વિચારપંખી - ૧૦ in unternational Page #16 -------------------------------------------------------------------------- ________________ ' S ચાલો સુધરીએ! દુનિયાનેઘડવાના મનોરથોસેવનારાણસને મોટા ભાગે દુનિયાદારી જ ઘડીનાંખે છે! બીજાને સુધારવાની વેવલી વળગણો વેંઢારનારા આપણે જાતે જ સુધરી જઈએ તો?પણ હાય! આપણી નજરમોટા ભાગે બીજા પર જ મંડાયેલી રહે છે.... "We all are otheroriented." બીજાની નાની અમથી ભૂલ પણ આપણને અસહ્ય ભાસે છે.... ખૂંચે છે....જ્યારે આપણી પોતાની ભૂલોની ભૂગોળ તરફ આપણને આંખ મીચામણાં કરતા ફાવી ગયું છે. એક વાત ન ભૂલવી જોઈએ કે જીવનની શરૂઆત જાતથી થાય છે! જાતની ભાતને ભાતીગળ બનાવવાનું શીખી લઈશું તો જીવન આખું ઝળહળતું ને જીવંત લાગશે. જાતને ભૂલીને જગતની જંજાળ માં જ અટવાઈ જશું તો જીવન આખું કડવું વખ બની જશે! જીવનને અમૃત બનાવીએ અને એના એક એક ઘેટને સીપ’ કરીએ.... જીવનનો રસ જીવનની અંતિમ ક્ષણ સુધી, શ્વાસની છેલ્લી સરગમ સુધી માણવાનો છે. जिन्दगी अमृत है, मेरे राजा ! इसे ढोलो कम, पीओ ज्यादा । વિચારપંખી - ૧૧ en ceny.org Page #17 -------------------------------------------------------------------------- ________________ હ ) સ્ટ 7 જીવન સંદેશ અલખના આરાધક ગોરખનાથ ગાય છે? D મનમેં રહિણા, ભેદન કહિણા, બોલીબા અમૃતવાણી આગલા અગ્નિ હોઈબા અવધુ, આપણ હોઈબા પાણી! મનની વાત મનમાં રાખો...જાહેર ના કરો. બોલો તો મીઠું-મધ ઝરતું.....કદાચ સામેનો માણસ ધખેલો અંગારો બનીને દઝાડે તો આપણે શીળા પાણી થઈને એને શાંત કરી દેવો! ગોરખ કહે સુણહુરે અવધુ, જગમેં ઐસે રહિણા આર્ષદેખિબા, કાનૈ સુણિબા, મુખતે કછુ ન કહિણા... ગોરખનાથ સાદ દે છે....અવધુ... આતમ | દુનિયામાં રહેવાની કળા શીખી લે...દુનિયાદારીમાં રહીને પણ દુખાવું કે દુભાવું નહીં....એ માટે આંખે જોવું....ભલે, કાનથી સાંભળવું ખરું પણ....મોઢેથી બોલવાનું નહી ! જોઈએ-સાંભળીએ તેટલું કહેવાનું નહીં! I યે જગ હૈ કાંટે કી વાડી, દેવી દેવી પદ ધરણા આ દુનિયા તો કાંટાની વાડ જેવી વાત છે....માટે જોઈ જોઈને પગ મૂકવાનો....બહુ સમજી વિચારીને જગતમાં જીવવું! છે વિચારપંખી - ૧૨ C Jain Education international Page #18 -------------------------------------------------------------------------- ________________ ચાલો....સુખની શોધમાં! તમે કંઈક શોધી રહ્યા હો એવું લાગે છે? શું શોધો છો? સુખને શોધો છો? અરે..પણ સુખનોબિલકુલતમારી પાસે જ છે... પછી શામાટે શોધો છો? સુખનાં ફૂલોતમારી નિકટમાંજ ખીલેલાં છે. પણ તમે એ ફૂલો તરફ નજર સુદ્ધાં નાખતા નથી! કદાય તમને સુખ ઈન્સ્ટન્ટ જોઈએ છે ! દરેક સુખનાં સાધનોને ઝંખે છે....દરેકની નજરRoom at the top પર ફરતી રહે છે.....પણ હાયે! ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિદગી! સુખનાં ફૂલો ખીલવવા જતા કયાંક દુઃખના શૂળ ન વાગી બેસે! નહીંતર પછી કહેશો.... સુખનાં સરોવર સૂકાઈ ગયાં ને ઉગ્યા દુઃખનાં ઝાડ' પહેલાં સુખને સમજી લો....પછી એની તલાશમાં નીકળો, નહીંતર સુખ પાસેથી પસાર થવા છતાય તમે સુખ નહીં મેળવી શકો! વિચારપંખી - ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ Jain Education refrational કેવા બનશો? ગુલાબ અને ધંતૂરો .... બંનેઉગે જમીનમાંથી....છતાંયે બન્નેની જીવનની રીતમાં મોટો તફાવત રહેલો હોય છે. બંનેને એ જમાટી, એકજ પાણી મળે છે, એક જ જાતનું હવામાનમળેછે... છતા પણ ગુલાબ શતદલ પાંખડીએ ખીલી ઉઠશે અને ધંતૂરો અલબત્ ઉઘડશે...પણ એનો ઉઘાડ કોઈના ઉરને ઉલ્લાસ નહીં બન્ને ! ગુલાબની એક એક પાંખડી કોમળતા વેરે છે....સુગંધને ફોરે છે...ગુલાબ જ્યાં હોય છે ત્યાં ખુશ્બોની દુનિયા રચાઈ જાય છે....માનવીના દિલ અને દિમાગ તરબતર બની જાય છે....જ્યારે ધંતૂરાની સામે જોવામાટે કોઈનીય પાંપણ તૈયાર નહીં થાય ! ગુલાબજેવાબનો! દોસ્ત, ગુલાબનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે....અવનવું અસ્તિત્વ છે.... ગુલાબની પાસે જના૨ મહેંક માણે છે.... તમારી પાસે આવનાર તમારા ગુણોની સુગંધથી સભર બને એવું વ્યક્તિત્વ વિકસાવો. ‘ગુલાબનો કોઈ જવાબ નથી ! ધંતૂરાનો કોઈને ખ્વાબ નથી !’ વિચારપંખી - ૧૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ Haste makes waste ઉતાવળ કયારેક વણમાંગી આફત નોંતરે છે. જલ્ડબાજી કયારેક જલદ બનીને જિંદગીને જલાવી દે છે! ઉતાવળા ન બનો. શાંતિથી વિચારીને ડગલું ભરો! જિંદગી કિંમતી છે! બહુમૂલ્યવાન છે! ઉતાવળે એવા કોઈ કદમ ના ભરો કે જેથી જીવન નાહકનું ઝંઝામાં ઝીંકાઈને ચીંથરેહાલ બની જાય! મનમળ્યું છે વિચારવા માટે બુદ્ધિમળી છે નિરાંતે નિર્ણય કરવા માટે ! વૈર્ય બહુ જરૂરી છે જીવનમાં ! અધીરતા જીવનને કાર્યક્ષમ નથી બનવા દેતી! ઉતાવળ કાર્યને આરંભાવી દે ખરી પણ પૂરતા વિચાર્યા વગરની શરૂઆત પાછળથી કાર્યને કથળાવી દેછે,બગાડી દે છે. કારણકે,ઉતાવળની સાથે હતાશાનો મૈત્રી-કરાર છે. અલબત્, કયારેક ઉતાવળ આવશ્યક પણ બને.....છતાંયે હમેશ માટે તો નહીં જ! માત્ર પ્રવૃત્તિની પળનો નહીં પણ સાથે સાથે પરિણામની ક્ષણનો પણ વિચાર કરીને પગલું ઉપાડો! જે લોકો વિચારીને...સમજીને કદમ ભરે છે. એમને નિષ્ફળતા નંદવી નથી શકતી. બલ્ક સફળતા એમના અસ્તિત્વને વધાવે છે. યહૂદી ધર્મગ્રન્થ “તાલમુદ’ નું એક વાકય યાદ રાખવા જેવું છે. મીઠું, આથો અને ઉતાવળ ઓછા સારા!” ( ) ! વિચારપંખી - ૧૫ inelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ માનસિક તાણમાંથી મુક્ત બનવા!!! બોલીને બહાર ફેંકી દો - મનમાં ને મનમાં ધૂંધવાયેલા ન રહો તમારા સાથી મિત્રો જોડે દિલની વાત કરીને હળવા ફૂલ બની જાવ. થોડીવાર માટે ખોવાઈ શકશો? સપ્રવૃત્તિઓમાં ખોવાઈ જાવ ! દશ્ય, પ્રવાસ, સંગીત, નિર્દોષ રમતગમત વગેરે પ્રવૃત્તિઓમાં થોડા વખત માટે ડૂબવાનું શીખો. ૦ ઉશ્કેરાટથી બચવા માટે ઘરગથ્થુ કામકાજમાં જોડાવ...... બાળકો સાથે નિર્દોષ વાતો કરો. એમને વાત કહો. પ્રસંગ પડ્યે ઝુકી જાવ...આગ્રહી ના બનો..... બીજા માટે કઈક કરી છૂટો... શટ ૦ એક સમયે એક જ કામ કરો....... છે. • મહાન બનવાની ઈચ્છાને નિયંત્રણમાં રાખો..... નિષ્ફળતા મળે તો થાકી ન જાવ....હારી ન જાવ. બીજામાં વિશ્વાસ મૂકવાનું શીખો..... તમારી જાતને બીજામાં ભળવા દો. અતડા ન રહો....... સ્વસ્થ મનોરંજન માટે થોડો સમય ફાળવો..... વિચારપંખી - ૧૬ ' ernational Page #22 -------------------------------------------------------------------------- ________________ એ ભાઈ..... બોલતા શીખો ને! સુપ્રસિદ્ધ ગ્રીક ફિલોસોફર પ્લેટો એક જગ્યાએ લખે છે. જેમની પાસે સારી રીતે વાર્તાલાપ કરવાની આવડત નથી, એ લોકોજ વધારે બોલ બોલ કરે છે.” (સોરી, બક બક કયાં કરે છે) - જરી વિચારણા માગી લેતું વાક્ય છે – વધારે એ જ બોલે છે કે ખરેખર જેને બોલતા નથી આવડતું ! કારણ કે જેને બોલતાં આવડે એ તો ટૂંકમાં Short & Sweet જે કહેવાનું છે તે કહી જદે! બહુ બોલનારની વાતમાં સચ્ચાઈ કયારેક ઝંખવાઈ જાય છે કારણ કે સત્ય સંક્ષેપમાં સમાયે લું છે. જ બોલો પણ થોડું! થોડું બોલો એ પણ મીઠું......મધુરૂં! બોલતાં જો આવડે તો શબ્દ શબ્દ અણમોલ બની જાય ! ને ન આવડે તો વાત વણસી જાય....! બોલવું એ પણ કળા છે...! શીખવા જેવી, સમજવા : GR છે વિચારપંખી - ૧૭ en rasy.org Page #23 -------------------------------------------------------------------------- ________________ જેવી કળા છે! હોઠોની પાંદડી વચ્ચે શબ્દોની એવી કૂંપળો ફૂટે કે જે ફૂલઝર બનીને સામી વ્યક્તિના અસ્તિત્વને આનંદથી ઓળઘોલ બનાવી દે!. શબ્દ સળગાવી પણ દે! શબ્દ શણગારી પણ દે! પસંદગી તમારી......!! RCPS Des વિચારપંખી - ૧૮ Jain consternational Page #24 -------------------------------------------------------------------------- ________________ સુખ તમને શોધે છે! સુખ તમારી આસપાસ વિખરાયેલું છે..... આનંદ તમારી ચારે બાજુ પથરાયેલો છે...... પ્રસન્નતા તમારી સામે જ નૃત્ય કરે છે.. સ્વસ્થતા બિલકુલ તમારી પાસેજ ફરે છે...... પણ જો તમને શોધતાં આવડે તો! જો તમને અનુભવતાં આવડે તો! કારણ કે.... “સુખ નથી કોઈના ચહેરામાં........ સુખ નથી ફૂલોના સેહરામાં....... સુખ તો સંતાયેલું છે તમારી.. બે માસુમ પાંપણના પહેરામા. સારા દેખાવા માટે દર્પણ બદલવા કરતા જાતને બદલી નાંખીએ તો કેમ? દર્પણ બદલી બદલીને કેટલા બદલશો ? જાત બદલશો તો જગત આખું બદલાઈ જશે! વિચારપંખી - ૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ તમને કોણ છેતરે છે ! ગત અને અનાગતની વચ્ચે સોયની અણી જેટલો વર્તમાન આપણી પાસે હોય છે. વર્તમાન ક્ષણની વાત કરીએ છીએ ત્યાં તો એ ભૂતકાળમાં તબદીલ થઈ જાય છે...ભૂતકાળ પ્રત્યેક પળે વધુ ને વધુ સમૃદ્ધ બનતો જાયછે,જ્યારે વર્તમાનદરેકપળેપીગળેછે..... ઓગળે છે. પળનીખરતી પાંદડીઓ સાથે કાળનું કુસુમ પોતાની નજાકત પ્રગટ કરતું રહ્યું છે ! સમય કેટલો બધો છેતરામણો છે ! સરી જવું, વહી જવું, સ૨કી જવું એ જ તો સમયનો સ્વભાવ છે! આપણે સ્વસ્થ બનીને વહી જતા સમયને નિરખી નથી શકતા......માટે તો સમય આપણને છેતરી જાય છે. સમયના હાથે વારે ઘડીએ છેતરાતા આપણે પાછા ફરિયાદ કરીએ છીએ કે સમય નથી મળતો ! પણ દોસ્ત! સમયને કોણ મળે છે? છે તમારીતૈયારીસમયને મળવાની? વિચારપંખી - ૨૦ ✰✰✰ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભૂલવાનું યાદ રાખો! ભૂલવાનું બહું અધરું છે, દોસ્ત! કેટલીક વાતો..... કેટલીક રાતો... કેટલીક મુલાકાતો ભૂલી શકાતી નથી....! ભૂલી જવા માટે હૈયું વજ્જરનું જોઈએ. કોમળ હૈયું..... આળું હૈયું ભૂલી શકતું નથી કશું જ! જ્યારે ભૂલાતું નથી, ત્યારે યાદોના ઝુલા રચાઈ જાય છે અંતરની આંબાડાળે ને મનપંખી એના પર ઝૂલ્યા જ કરે છે.....સ્મરણોની દોર હીંચીને! પણ જિંદગીમાં સરવાળા જ નથી કરવાના દોસ્ત! ક્યારેક બાદબાકી પણ કરવી પડતી હોય છે! ભૂલી જાવ.....બીજાની ભૂલોને! વિસરી જાવ...બીજાના અન્યાયોને! યાદ એક એવી જાળ છે કે જેમાં ગૂંચવાયા પછી ઉકેલાવુંમુશ્કેલ છે! એમાંય યાદ જ્યારે ફરિયાદ બનીને વીંટળાઈ વળે છે જિંદગીને, ત્યારે પછી આંસુઆગ બને છે શ્વાસોની સરગમ ત્યારે આજ્ઞા સૂર છેડે છે. પણ જો ભૂલવાની કળા શીખી લઈએ તો? ચોકકસ ભૂલવું એ પણ આવડત માંગે છે! ભૂલીને હળવા ફૂલ બનો! પણ હાયે! ક્યારેક! અંતરની અમાસ ઝંખે યાદો કેરાં દીવડા!” S: વિચારપંખી - ૨૧ Terary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ કેવા બનવું છે, દોસ્ત ? તમે ક્યારેય દરિયાના તીરે મૉર્નિંગ વૉક’ લેવા કે ઢળતા સૂરજની આખે લટાર મારવા નીકળ્યા છો ખરા? દરિયાના કિનારે ભીની ભીની રેતીમાં પગલાં ધર્યાં છે? દરિયાની લહેરોને સ્પર્શીને આવતી ‘સૉલ્ટી’ હવાની તાજી લહેરખી ચહેરા પર સ્પર્શી છે ખરી ? આ બધું તો ઠીક.... પણ, ક્યારેય દરિયાના પાણીને ખોબામાં ભરીને હોઠે અડાડયું છે ? થૂ...થૂ...કરી નાખ્યું હશે ! પાણી મોમાં જતાવેંત જ થૂંકી કાઢયું હશે ! કારણ કે દરિયાનું પાણી ખારું ખારું ઊસ.... હોય છે ! શા માટે, તમે જાણો છો ? દરિયો પાણીને સંગ્રહે છે! એકઠું કરે છે....એ સંઘરાખોર છે...માટેખારો રહે છે જ્યારે નદીનું પાણી ચોકખું અને મીઠું મધ જેવું હોય છે કારણ કે નદી પાણીને વહેતું રાખે છે....એમાં ગતિ છે ! જે આપે છે તે સહુને ગમે છે. જે સંગ્રહે છે તે કોઈને નથી ગમતા. આપોદિલ દઈને ! અહીં તો લૂંટાવાથી લાલીરહેછે લાલા ! વાદળાંઓ પણ જો વ૨સે તો વહાલાં લાગે .... ભર્યુંભર્યાં વાદળાં પણ જો ઘેરાઈ જ રહે તો વાતાવરણ Java Educatip International વિચારપંખી-૨૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ બોઝિલ બની જાય....ઉદાસ ઉદાસ બની જાય ! ને વરસી પડે ત્યારે વાહ રે વાહ ! આપવામાં માપ નહીં ! લૂંટાવામાં લોભ નહીં ! નહીંતર પછી તમે કહેશો : કોઈએ ખોબો ભરી પીધાં નહીં સાવ ખારાં સાવ ખારાં જળ છીએ અમે !’ * વિચારપંખી - ૨૩ Sorg Page #29 -------------------------------------------------------------------------- ________________ ઝરણું... વહયા કરે તે! માણસની જિંદગી એ તો પર્વતની છાતી ચીરીને વહી નીકળતા ઝરણા જેવી છે ! એનું ધ્યેય હોય છે વિલીન થઈ જવું સમાઈ જવું! હા ક્યારેક એ ઝરણું ધગધગતા રણની રેતીમાંય ‘ઠબૂરાઈ જાય..... શોષાઈ જાય....તો ક્યારેક એ ઝરણું આફતોના ખડકોને ઓળંગીને સાગરના ખોળામાં ય સમાઈ જા....ડૂબી જાય! તમે નિર્ણય કરો! તમારા જીવનઝરણાંને ક્યાં લઈ જવું છે ? સમસ્યાઓ અને અસફળતાઓના રણમાં રગદોળવું છે કે પછી..... સમસ્યાનો સહજતાપૂર્વક સામનો કરીને સુખના સોહામણા સાગરમાં જીવનની નાવને લઈ જવી છે? જીવન વહ્યા કરે જળની જેમ આપણે રહીએ કમળની જેમ! 23 - વિચારપંખી - ૨૪ csonterational Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉછળ, જીવવાની રીત જે પોતાની જાતને ના સમજી શકે..... મેળવી ના શકે એ બીજાઓની સાથે સહજીવન કેવી રીતે જીવી શકે ? પહેલાં પોતાની જાતને સમજો....જાણો.. માણો...ત્યાર બાદ આપોઆપ સહજીવન જીવવાની જડીબુટ્ટી જડી આવશે. પોતાપોતાની અહંતાની કેદમાંથી છૂટ્યા વગર સહજીવનનું સૌંદર્ય શતદલ કમળની જેમ ખીલી ના શકે! અહંની આગમાં શેકાતા માણસો સાથે રહે તેથી શું? એ સહજીવન ના જીવી શકે! મજેથી જીવવું છે? આનંદથી જીવવું છે? તો આ ચાર સૂત્રો જીવનમાં વણી લો..... | બોલો ખરા.... પણ બકો નહીં, ખાઓ-પીઓ, પણ છકો નહીં, દેખો-ભાળો પણ તાકો નહીં, | ઘૂમો-ફરો પણ થાકો નહીં. બસ....પછી સુખ તમારી સોડમાં સંતાતું આવશે! વિચારપંખી - ૨૫ www.ainelibraillots Page #31 -------------------------------------------------------------------------- ________________ કિશોર કેવી રીતે જીવશો? એક અણગમતો પ્રસંગ કે એક ન ગમતી ઘટના...... આપણા આખા દિવસની પ્રસન્નતાને પીંખી નાંખે કો'કનો એકાદ શબ્દ પણ આપણી શાંતિને સળગાવી દે છે. કોકનો એકાદ ઈશારો આપણને હલબલાવી દે છે.... વારેવારે આપણો “મૂડ મરી જાય છે ! શું આપણે એટલા નબળા છીએ કે આપણો ગુસ્સો..આપણો પ્રેમ...આપણી તમામ લાગણીઓ પર ગમે તે નિયંત્રણ કરી શકે ? ના, દોસ્ત! આપણી પર નિયંત્રણ આપણું પોતાનું જ હોવું જોઈએ ! આપણે કંઈ ચાવી દીધેલાં પૂતળાં છીએ કે કો'કના નચાવ્યા નાચે જઈએ ! ! ! કો'કના દોરવ્યા દોરવાઈ જઈએ ! આપણું પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવવું જોઈએ! ઘટનાઓ ઘા ના બને.... પ્રસંગો પીડા ના કરે..... સંજોગો સતાવી ના જાય..... એવી રીતે જીવન જીવતા શીખો! વિચારપંખી - ૨૬ Jain Catton uernational Page #32 -------------------------------------------------------------------------- ________________ शरीर मे विचर्षणम् । जिवा मे मधुसत्तमा ॥ (તૈતરીય ઉપનિષદ) શરીરમાં સ્કૂર્તિ અને જબાન પર મીઠાશ! આ બે વાતો જો તમારી પાસે છે તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતાના શિખરે પહોંચતા નહીં રોકી શકે. તમને અવરોધી નહીં શકે ! બહુ સમજવા જેવી વાત છે ! શરીરમાં સ્ફતિ જોઈએ ચુસ્તી જોઈએ ! શરીર એલર્ટ' જોઈએ. સુસ્ત અને શુષ્ક શરીર જીવન-સત્વ મેળવવા કામિયાબ નથી નીવડતું....તનમાં જોતાજગી હોય...તરવરાટહોય....તો પથ્થર પણ પગથિયું બની જાય...શુલપણે ફૂલમાં તબદીલ થાય....સાથે સ્વરની મધુરપ પણ જોઈએ. માટે તો કબીર કહે છે: “ઐસી બાની બોલીએ' એવા શબ્દો બોલો કે જે બીજાના દિલને વધે નહીં પણ વહાલની શાલમાં લપેટી લે! તરવરતું તન અને મધઝરતાં વચન બસ દોસ્ત, ઝળકી ઉઠશે જોબન અને જીવન! વિચારપંખી - ૨૭ W omandiera y sro Page #33 -------------------------------------------------------------------------- ________________ -OC આંસુ સારી જુઓ અન્ય માટે! બીજાનું દુઃખ જોઈને આપણું હૈયું જો હલબલી ના ઉઠે તો પછી કેવું નઠોર ને કઠોર હૈયું લઈને આપણે જીવતા હોઈશું? જરી વિચારી જો જો ! હૈયું તો કૂણું કૂણું ને કોમળ જોઈએ....કઠોર હૈયામાં લાગણીના છોડવા નથી રોપાતા કે પ્રેમનાં ફૂલો ખીલી નથીશકતાં ફૂલોને ફોરમવા માટે ધરતીકૂણીજોઈએ. માટી ભીની જોઈએ..... કાળજું જો કોમળ હશે, મન જો મૃદુ હશે....તો બીજાનું દર્દતમારું પોતાનું બનશે. તમારી આંખો છલકી ઉઠશે બીજાનું દર્દ જોઈને ! પોતાના દુઃખ પર આંસુ પાડનારા તો ઘણા છે, પણ જમાનાના દર્દને જીરવી લે એ તો ખરેખર ફિરતા જેવા છે! ક્યારેક તો બીજાનીવેદનાની વીંધામણ અનુભવો જે લોકો બીજાના માટે આંસુ વહાવે છે. એમની આંખોમાંથી આંસુ નથી ટપકતાં પણ મોતી ઝરે છે ! હર આંખ યહાં તો બહુત રોતી હૈ, હર બુંદ મગર અશ્ક નહીં હોતી હૈ, પર દેખકે રો દેજો જમાને કા ગમ, ઉસ આંખ સે આંસુ ગિરે, વો મોતી હૈ!” વિચારપંખી – ૨૮ Jai ducation Integrational Page #34 -------------------------------------------------------------------------- ________________ તમારું દિમાગ કેટલું મહાન! તમને ખબર છે? કોમ્યુટરમાં સંઘરાતી સ્મૃતિ-શક્તિને બીટ્સ કહેવામાં આવે છે. સારા એવા કોમ્યુટરમાં ૧૦ લાખ બીટ્સ સંઘરી શકાય છે. મોટામાં મોટું કોમ્યુટર જે અત્યારે છે, તેની અંદર ૧ અબજ બીટ્સ, સંઘરાય છે. મનુષ્યના મગજમાં ૧૪ અબજ “ન્યુરોન્સ' છે. એક ‘ન્યુરોન્સ' એક સેકન્ડમાં ૧૪મૃતિઓ સંઘરી શકે છે. એટલે કે ૧૯૬ અબજ પ્રકારની અલગ અલગ સ્મૃતિઓને સંઘરવાની શક્તિ આપણા મગજમાં છે. અને તે પણ એક જ સેકંડમાં! - પ૦ વરસનો માણસ ૧ અબજ, પાંચ કરોડ, સત્તાવન લાખ સેકંડ જીવતો હોય છે. આમ જીવનની દર સેકંડે ૧૯૬ જાતની સ્મૃતિઓ આપણે ભેગી કરી શકીએ તો સમગ્ર જીવન દરમ્યાન કેટલી? અત્યારના વૈજ્ઞાનિક-પ્રયોગો દ્વારા મંદ વિદ્યુતના પ્રવાહ દ્વારા આ બધી સુષુપ્તસ્મૃતિઓને જગાડી શકાય કાશ, આપણે આપણા આત્મામાં રહેલી શક્તિઓને ઓળખતા થઈએ અને એનો વિધેયાત્મક ઉપયોગ કરીએ! વિચારપંખી- ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ Jair Educationternational તમે ડરતા તો નથી ને? ડર એક જાતની ઉધઈ છે, જે માણસને ભીતરથી કોતરી નાખે, અંદરથી ફોલી ખાય છે. માણસના મગજમાં ડ૨-બીકના કીટાણુઓ એકવાર ઘૂસી ગયા પછી જલદી એ નીકળતા નથી. ઉલટાના અંદર અને અંદર ફેલાતા જાય છે. માણસ ભીતરથી ભાંગી પડે એટલી હદે ડ૨ ડહોળી નાંખે છે. માણસના મગજને! ડરવાનું શામાટે?કોનાથી ડરવાનું?દુનિયામાં બહુ ઓછાને જે મળે છે તે આપણને મળ્યું છે....માનવનું જીવન ! ભયની ભૂતાવળ ભગાડી દો ભાઈ ! હૈયામાં ઉછળતો ઉત્સાહનો ફુવારો ! આંખોમાં તમન્નાઓનું કાજળ, અને જીવનમાં સમજની સંવાદિતા..... બસ ! જિંદગી બનાવવા માટે આટલી વાતો પૂરતી છે. ડરો નહીં ! હિંમત ન હારી જાવ ! યાદ રાખો ઃ હરનાર માણસ દુનિયાને જીતી નથી શકતો ! ડ૨ના૨ને દુનિયા દબાવી દે છે ! ડરને દફનાવી દો! ભયને ભગાડી દો ! વિચારપંખી-૩૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્મિતના વમળમાં આંસુ કેટલા બધા-નાના ને ઊંડા જખમો લઈને આપણે જીવીએ છીએ ! કોઈની વાણીથી કે કોઈના વર્તનથી... આપણે દુભાઈએ છીએ.....દુણાઈએ છીએ. અલબત્ ભીતરના ઘાવને કોણ જાણી શકે કે જોઈ શકે ? માણસો માત્ર બંદૂકથી જ મરે..... એવું નથી ! એકાદ શબ્દનું તીર પણ માનવીના હૈયાને છેક ઊંડે સુધી વીંધી નાખે છે ! શબ્દો ક્યારેક મશીનગનનું કામ કરતા હોય છે. શબ્દોથી મરેલાં હૈયાઓને ઉપાડીને ફરતી જીવતી લાશોને માણસ તરીકે ઓળખવામાં આવે છે. ભીતરનું જીવન તો સાવ જ મરી જાય છે... સંકોચાઈ જાય છે, સમેટાઈજાય છે! ચહેરાનાસરોવરમાંરચાતાસ્મિતના વમળમાં મોટા ભાગે આંસુઓ છુપાયેલા હોય છે. અફકોર્સ, એ આંસુને ઓળખવા માટે આંખ કામ નથી લાગતી! ભીતરની ભોમકાને ખેડવા માટે તો ભાવનાઓની મૂડી જોઈએ...... પણ હાયે, અહીં તો.... મનુષ્યો ભાગ ભજવે છે કદી ઈશ્વરથી ચઢિયાતો ! નવા નિત મોત આપે છે ને, મરવા પણ નથી દેતા! વિચારપંખી – ૩૧ www.jain relbrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ ફૂલોની ચુભન કોણ જાણે? 'One can take-up your insult But not artificial smile.'. કેટલું તીખું ને સોસુર ઉતરી જાય એવું વાક્ય છે! તમે કોઈનું અપમાન કરશો. કોઈની ઉપેક્ષા કરશો તો સામી વ્યક્તિ સહી લેશે...ખમી લેશે....જીરવી લેશે. પણ તમે એની સાથે બનાવટી વ્યવહાર કર્યો.... દેખાવપૂરતી લાગણીઓ બતાવી તો એસાચેજઅસહ્ય બની જશે! કાંટા વાગે એની વેદના તો નજરે ચઢે...પણ કાગળનાં ફૂલો... ખુબો વિહોણાં ફૂલોને સ્પર્શતા જે વેદના વેઠવી પડે છે એ બધા ક્યાં સમજી શકે છે? લોકોને મહોરાં પહેરીને જીવવાની જાણે આદત પડીગઈછે!આપણી Originalityજાણેમરી પરવારી છે... અહીં તો બધું જ બનાવટી! હાસ્ય પણ તકલાદી અને આંસુ પણ તકવાદી.... ગ્લીસરીની જાણેજિંદગી એટલે – એક ચેહરે પે કઈ ચેહર લગા લેતે હૈં લોગ વિચારપંખી-૩૨ Jah Educational ternational Page #38 -------------------------------------------------------------------------- ________________ જરીક શું આપણી જિંદગીની એકાદ પણ જે ભૂતકાળથી ખરડાયેલો ના હોય..... જે ભવિષ્યકાળથી તરડાયેલો ના હોય.... ભૂતકાળ શું છે? ભવિષ્ય શું છે! પર ક્ષિતિજ એવો દિવસ નહી ઉગે કે જિંદગી વર્તમાન છે ! જિંદગી અબીહાલ છે ! મરેલા યાદોનું કબ્રસ્તાન! ઈચ્છાઓનું અનંત આકાશ! કાશ, આ આકાશ સમેટાઈ જાય ! વિચારપંખી - ૩૩ ✰✰✰ www.ainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ સૂપડો કે ચાળણી? સૂપડો અને ચાળણી બંને રોજિંદા જીવનનાં માર્મિક પ્રતીકો છે. જો એના પર લગીરે વિચારવામાં આવે તો! સૂપડો ઝાટકી નાખે છે! અનાજમાંથી કાંકરા......... છોતરાંને ખંખેરી નાંખે છે! જ્યારે ચાળણી અનાજને ચાળી તો દે... પણ કાંકરાને સંઘરી રાખે! બોલો કેવા બનવાનું પસંદ કરશો? મારું માનો તો સૂપડા જેવા બનજો..... દોષો-દુર્ગુણોને ઝાટકી નાખવાના......... ચાળણી જેવા ના બનશો...નહીંતરગુણો ચળાઈ જશે ને દોષોના કાંકરા રહી જશે! વિચારપંખી - ૩૪ Jain cucation International Page #40 -------------------------------------------------------------------------- ________________ આપવાનો આનંદ! તમારી પાસે કંઈક છે? મનગમતું કંઈક છે? તો આપો....આંખો મીંચીને! દિયો દિલ ખોલીને! આપવાનો આનંદ જ ઓર છે. દેવાની મજા માણવા જેવી છે ! તમે ક્યારેય ગુલાબની પાંદડીઓને જોઈ છે? જો તમે એને હથેળીમાં બંધ કરી દેશો તો કરમાઈ જશે. એ કૂણી કૂણી પાંદડીઓ ચીમળાઈ જશે....! મૂરઝાઈ જશે....! પણ જો તમે એને ખુલ્લી હથેળીમાં રાખશો તો એની ફોરમતી સુવાસ તમને, તમારી આસપાસને... તરબતર બનાવી દેશે! ખાડા-ખાબોચિયા જેવા બંધિયાર ના બનો! મારા મહેરબાન ! મન મૂકીને વરસતા વાદળા જેવા બનો! માટે તો કવિએ ગાયું છે; ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ને ગમતાનો કરીએ ગુલાલ!' Give & Give, Demand Nothing....! વિચારપંખી - ૩પ Page #41 -------------------------------------------------------------------------- ________________ આજે એ.....કાલે આપણે! ' બીજાની તરફ આંગળી ચીંધનાર માણસ જો ક્યારેક પોતાની જાતને જોવાની તસ્દી લે તો? સામી વ્યક્તિને જ મૂલવવાની આળપંપાળમાં પડેલો માનવી જરી જાત તરફ ઝૂકીને જોતા શીખે તો? પણ ના.....આપણને બધાને ટેવ પડી ગઈ છે બીજા તરફ જોવાની! બીજાનું જ જોવાની! અને એ જોવામાં જ આપણે આપણું ઘણું બધું ગુમાવી બેસતા હોઈએ છીએ. એનો જો કે આપણને અણસાર પણ નથી આવી શકતો! આપણી આંખો કે જે સામું જ જોવા ટેવાયેલી છે... એને ક્યારેક નીચી નમાવીને હૈયામાં ડોકિયું કરીશું ખરા આપણે? બીજાના ગુણદોષનીચર્ચા કરતાં આપણે આપણી ગલતીઓને શું ગળી જતાં નથી? જે પોતાની જાતને સમજી ના શકે..... મૂલવી ના શકે... એ વળી બીજાને શું મૂલવવાના? “સરિતા તટે બળતી ચિતા, લોકો બેઠા રેતમાં, કેઈક આવ્યા ઢેષમાં ને કેઈક આવ્યા હતમાં, મરનારનો સહુ હિસાબ કરતા, પુણ્યનો ને પાપનો, મૃતકબોલ્યુંઃ “આજ મારો, કાલ વારો આપની! વિચારપંખી- ૩૬ Jaine peaton terrational Page #42 -------------------------------------------------------------------------- ________________ મા આખર મા છે! 1 યહૂદી ધર્મગ્રન્થ ‘તાલમૂદ માં એક ઠેકાણે લખ્યું છેઃ “ઈશ્વર બધે નથી પહોંચી શકતો માટે તેણે “મા”નું સર્જન કર્યું છે. કેવી ઊંચી વાત છે!માએ પરમાત્માની નાની આવૃત્તિ છે. ‘મા’ની મમતાના મૂલ કરતાં કરતાં કવિઓપણ થાકી ગયા!એના વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દોય શોધ્યા ના જડે! લખવા લાગો તો અક્ષરો ઓછા પડે! | મા વિષે તો ખલિલ જિબ્રાન પણ મોંઘી વાત કરે છે માણસના હોઠ પર જો કોઈ રમ્ય શબ્દો સરકી શકે તો તે હશે “મા”! અને મીઠો મધઝરતો ઉચ્ચાર જો કોઈ હોય તો તે છે “મારી મા'! માની આંખનું આંસુએ આંસુનહી પણ લોહીછે! એના હોઠ પરથી સરકતા શીખામણના શબ્દો એના માસુમ હૈયાની કારી વેદનાને છતી કરે છે. એના બિન્દુ જેવા આંસુમાં સિંધુનો ખળભળાટ ખામોશ છે. માના આંસુ તરફ બેપરવા ના બનશો. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે: “માના આશીર્વાદ ભાવમંગલ છે.” આખરે તો પરમાત્મામાંયે ‘મા’ છે. આત્મામાં તો છે જ! ડિસ વિચારપંખી –૩૭ wa aineliborg Page #43 -------------------------------------------------------------------------- ________________ પડદો હટાવો ને....! ! પડદો મખમલનો હોય કે મલમલનો....પડદો આખર પડદો છે ! આત્મા અને પરમાત્માની વચ્ચે પણ જાતજાતના અને ભાતભાતના પડદાઓ પડેલા છે. પાપોના પડદા.... વાસનાઓના પડદા....જેના કારણે આપણે ૫૨માત્માને પામી નથી શકતા...આ જીવનમાં જો એ તમામ પડદાઓને અળગા કરી દઈએ તો...આપણો આત્મા પરમાત્મામાં સમાઈ જાય....! પણ આપણા રામ તો રોજ નવા-નવા પડદા ૨ચ્ચે જાય છે! પછી ક્યાંથી સાંપડે આપણને પરમાત્માનું ઐકટ્ય? કેવી રીતે આત્માની આરસીમાં પરમાત્માની છબિ ઉપસશે?વાસનાઓના ડાઘાઓથી આત્માનો આઈનો ધુંઘળાઈગયોછે....ભક્તિનીભીનાશથીએ આ૨સીને માંજીએ....આ આંખોમાં અવિનાશીના આકર્ષણને આંજીએ....પછી જુઓ....!પાપોના પડદા કેવા ચીરાય છે ! અને પરમાત્મા આપણી એકદમ પાસે....! તદ્દન નિકટ....જાણે ‘વહેત છેટો વાલમો।’ અરે, પછી આપણી અને પરમાત્માની વચ્ચે લગીરે અંતર નહીં રહે ! Jain Concation Intemational વિચારપંખી - ૩૮ ✰✰✰ Page #44 -------------------------------------------------------------------------- ________________ જોબનિયું ચાલ્યું જશે...... ‘જોબન શું છે? વીજળીનો તણખો, ઝળકે તો અજવાળું નહીંતર ભડકો !’ તમે યૌવનના ઉંબરે ઊભા છો ? તમારી ઉમર યૌવનની સંતાકૂકડીમાં તમને રમાડે છે? Be Careful! જો જો..... આ જવાની જીવનને જલાવી ના દે ! જવાનીથી જીવનને ઝળકાવવાનું છે ! પણ વીજળીનો તણખો અજવાળુંયે પાથરે અને ભડકે બળતી આગ પણ ઓકે ! તમારા યૌવનને મશાલ બનાવજો..... જો જો, જોબન વાળા ન બને! વિચારપંખી - ૩૯ ✰✰ ✩ www.jainelibratorg Page #45 -------------------------------------------------------------------------- ________________ કોને દોષ દો છો ? 'Day by day In every way We are getting better & better.' ફ્રાંસિસી ડિપ્લોમેટ એમિલ કોંટે’નું આ વાક્ય હતાશના હીબકાં ભરતા....કે નિરાશાની નીંદામણમાં ગરકાવ બનેલા માનવને જોમ અને જોશ આપવાની અદ્ભુત તાકાત ધરાવે છે ! તમે હંમેશા વિધેયાત્મક વિચાર કરો ! Think very Positively. નકારાત્મક વલણ તમને આગળ નહીં વધવા દે! જે નજર સામે છે તેને જુઓ, સમ્યગ રીતે જુઓ ! જે આસપાસમાંવિખરાયેલું છે... એનેવિવેકથી અપનાવી લો! કાળામાથાનોમાનવી ધારે તે કરી શકે!પણ ચંદ્રમા ૫૨ પગલા મૂકવાની મસ-મોટી ડંફાસો મારનાર માનવીને ધરતી પર જીવતા નથી આવડતું ! આ કેવી કરુણતા છે ! ગિલા ન કર યહ ન દિયા, વહન દિયા, ઉસને મુજ કો! ઈતના ક્યા કમ હૈ? જો Jair Sucation Hternational ઉસને ઈન્સાન બના દિયા તુજ કો ?’ વિચારપંખી -૪૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ તમને ક્યો ગ્રહ નડે છે ? જાતજાતનાગ્રહોનાગૂંચવાડામાણસનેગૂંગળાવી નાખે છે!તમને પણ કો'ક ને કો'ક ગ્રહ નડતો જ હશે.... નડે છે ને ? તમે ય દોરો ધાગા, મંતર-જંતર કરીને ગ્રહોની ગૂંચને ઉકેલવા મથો છો. પણ ગ્રહોનું નડતર કનડ્યા જ કરે છે તમને ! ખરું ને ? બીજા ગ્રહોની વાત જવા દો.....આપણે તો એક એવા ગ્રહની વાત કરવી છે કે જેનાથી તમે અમે બધા જ પરેશાન છીએ. અને એ છે પૂર્વગ્રહ ! કેટલીય જાતના પૂર્વગ્રહોની પીડા લઈને આપણે જીવીએછીએ!કોઈએવી વ્યક્તિ હશે આપણાજીવનમાં કે જેના પ્રત્યે આપણને પૂર્વગ્રહ ના હોય ? ઉપગ્રહોના યુગમાં જીવતા આપણે પૂર્વગ્રહ છોડી શકતા નથી ! અરે, ભારતના ઉપગ્રહને અમેરિકા પોતાને ત્યાંથી છોડવા તૈયાર છે પણ ભારત પ્રત્યેના પૂર્વગ્રહને છોડવા એ તૈયાર નથી! સૂર્ય-ચંદ્ર કે શનિ-મંગળ જેવા ગ્રહો માટે તો ઘણા જાપ-દોરા કર્યા હશે પણ આ પૂર્વગ્રહથી મુક્ત બનવા કંઈ વિચાર્યું ક્યારેય ? આ તો જે મળે એના પ્રત્યે સારો વિચાર હજુ પાંગરે ત્યાં તો ‘આ આવો’ ‘આ તેવો’, શરુ થઈ જાય પૂર્વગ્રહનું પારાયણ ! વિચારપંખી - ૪૧ veerpinelore.org Page #47 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ્રહના પાતળા દોરે પ્રેમનો પતંગ ચગવવાનું પાગલપણું આપણે ઘણી વખતે કરી બેસીએ છીએ. અને એમાં બિચારો પ્રેમ વગોવાઈ જાય છે ! પૂર્વગ્રહની પીડામાંથી મુક્તથવામાટેપ્રેમનામંત્રનો જાપ કરો, લાગણીઓના દોરા બાંધો...... વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ પળવારમાં વરાળ થઈને ઉડી જાય છે, પૂર્વગ્રહનો આકરો તાપ લાગતાવેંત જ ! નિશ્છલ અનેનિજિ નેહની આડે જો કોઈ પડદો હોય તો તે છે પૂર્વગ્રહ ! પૂર્વગ્રહ વિગ્રહ કરાવે છે.....માટે આગ્રહ કરું છું કે પૂર્વગ્રહથી મુક્ત બનો ! ‘ઉપગ્રહ છોડતા પહેલાં પૂર્વગ્રહ છોડો !’ વિચારપંખી - ૪૨ ✰✰✰ Page #48 -------------------------------------------------------------------------- ________________ ઝઘડો સાસુ વહુનો! સમાજના ચોકઠામાં પૂરાયેલા સંબંધોમાં વધુને વધુ બિસ્માર અને બિમાર બનતો સંબંધ જો કોઈ હોય તો તે છે સાસુ અને વહુનો! જાણે સાસુ અને વહુવચ્ચે સ્નેહનો નાતો હોઈજના શકો સાસુનું સમીકરણ એટલે – જે પડાવે આંસુ જે જુઓ ત્રાંસુ જે સોનું નહીં પણ કાંસુ એનું નામ “સાસુ”! વહુ એટલે જે ઝગડે બહુ જેને દબડાવે સહુ એનું નામ “વહુ ! વહુને રડાવે નહીં...આસું પડાવે નહીં તો એ સાસુ કેવી? સાસુને સામી ન થાય.....બરાબરની સંભળાવે નહીં..એ વહુ કેવી? સંબંધોનો પુલ જાણે તૂટી ગયો છે....કે તરડાઈ ગયો છે! માટે તો આખું પારિવારિક જીવન ભંગાણના આરે ઊભું છે. સમાજનું સ્વાચ્ય ભંગાર થતું જાય છે! સંબંધોનું સ્વાથ્ય તદ્દન કથળતુ છે ત્યાં સૌન્દર્ય અને વિચારપંખી-૪૩ W annelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ શણગારનીવાત ક્યાં કરવી?પરિવારનીપ્રેમભરી ઈમારતના પાયામાંથી જો સંબંધની એકાદ ઈંટ પણ તૂટે છે કે તરડાય છે તો આખી ઈમારતને આંચકો આપે છે. સંબંધોના દીવામાં સ્નેહનું તેલ પૂરો....પ્રેમની જ્યોતને વધુ ને વધુ પ્રકાશવાન બનાવો ! સાસુ-વહુના સંબંધો તો મા અને બેટીનો નાતો છે! પણ જ્યાં સ્વાર્થ અને શોષણના જ સોદા હોય ત્યાં સ્નેહ અને સંબંધની વાત ક્યા કરવી? તમે સાસુ હો તો વહુને હંમેશા કહો સારું, એવું કરજે...’ વહુ હો તો સાસુને કહો – ‘વારુ એમ કરીશ’ ! પછી ‘સાસુ સોના જેવી ને વહુ ઘરેણા જેવી !’ ✰✰✰ વિચારપંખી - ૪૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ ( A Beautiful Face may be Heartless ! માત્ર રૂપાળા ચહેરાઓના ચાહકોને ચોટ લાગી જાય એવી વાત છે આ ! પણ ક્યારેક કડવી વખ સચ્ચાઈને પણ જીરવવી પડે છે ! આમેંય સત્ય સુગરકોટેડ’ હોતું જ નથી– જીવન જીવતા જગતમાં ઘણી બધી જાતના ઝેર ઝીરવવા પડે છે દોસ્ત! આ પણ એવુંજ એક ઝેર છે! કેવળ કાયાની કમનીયતા કે ખૂબસૂરતીની પાછળ જો પાગલ બન્યા તો ખોવાઈ જશો....અટવાઈ જશો... આંધળા-પાટા જેવી આ જિંદગીની અવાવર ગલીઓમાં! તનનું સૌન્દર્ય એક દિ કરમાઈ જવાનું! શરીરનું સૌષ્ઠવ એકદિઓગળી જવાનું! અને રૂપાળા હૈયા તો સાવ આળા.ક્યારેક તો તદ્દન કાળા.....ભીતરમાં ઝંખનાના બાઝયા હોય જાળા, એવા હોય છે બહુ સાવધ રહીને પસંદગીના પંથે પગલું મૂકવા જેવું છે! બાહરી રૂપરંગમાં રોકાઈ ગયા તો સંબંધનો સેતુ રચી નહીં શકો અરસપરસ! આંખ ભલે ખૂબસૂરતીને ખોળ્યા કરે પણ અંતરને અંતર સુધી પહોંચવા દો! અંતરમાં અંતર ના રહે એ વિચારપંખી –૪પ www janelgary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ જુઓ! રૂપ અને જવાની તો બજારમાં મળતા પરચૂરણ જેવાં, ક્યારે ખલાસ થઈ જાય....રામ જાણે ! મોટાં ભાગે તો મળે જ નહીં...ખરુંને? રૂપનહીં પણ હૃદય જુઓ!એક વાત તમને કાનમાં ઝાંઝવામાં કંઈ સલિલ નથી હોતું, શમણાનું ગામ કંઈ મંઝિલ નથી હોતું. રૂપની ધૂપ પર એતબાર ન કર દોસ્ત, રૂપની પાસે કંઈ દિલ નથી હોતું! (રૂપાળા ચહેરાઓની માફી સાથે) વિચારપંખી-૪૬ Jan Nonnternational Page #52 -------------------------------------------------------------------------- ________________ નફરત કરનેવાલોં સે ! માત્ર બાહ્ય પ્રવૃત્તિઓ અને બાહરી પરિસ્થિતિઓમાં અટવાતા માનવી માટે ઘણી વખતે આપણે ખોટી ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ.. વર્તનના આધારે એના સમગ્ર વ્યક્તિત્વને આપણે પિછાણવાનો દાવો કરી બેસીએ છીએ! અને મોટેભાગે તો આપણી નજરમાં સામી વ્યક્તિ ગુનેગાર જ હોય છે.... અલબતુ, કમી કે કમજોરી, નબળાઈ કે વિવશતા દરેકના વ્યક્તિત્વમાં ઓછાવત્તા અંશે રહેલી હોય છે....એમાંય જ્યારે મજબૂરીઓની માંદગી ઉમેરાય ત્યારે વ્યક્તિભાંગી પડે છે. થાકી જાય છે.... હારી જાય છે.અને ખોટું કરી બેસે છે...ખરાબ બની જાય છે....પણમાનવીછે શું? દોસ્ત!નસીબ-કમના હાથમાં રમતું રમકડું! કમની માટીના રમકડા જેવા આપણે ઘડાયા છીએજ એવા કે કાંક કાંક આપણને ખેંચ્યા કરે..! ખૂટયા કરે....!! સામી વ્યક્તિના વેરવિખેર વ્યક્તિત્વનું પોસ્ટમોર્ટમ કરવા કરતા એની વિવશતાને હળવેથી સ્પર્શવી જોઈએ! કોઈને ગુનેગાર બનવું નથી ગમતું! પણ સમય અને સંજોગોનાસકંજામાં સપડાયેલોમાનવ જીવનપંથે પછડાટ પણ ખાય છે - ઠોકર પણ ખાય છે. આ વિચારપંખી-૪૭ wwwajpeliborg Page #53 -------------------------------------------------------------------------- ________________ Jain camerational પછડાટખાઈને પડી જના૨પ્રત્યેતિરસ્કાર કેનફરત ના શોભે ભઈલા ! એના બાહરી વર્તન ને દેખાતા સંજોગો કરતા પણ જે કંઇક એને પીડે છે એનો તો વિચાર કરો ! ઉંમરનો રસ્તો યે હમવાર નથી હોતો આપણો પડછાયો. યે મદદગાર નથી હોતો ! દોસ્ત ! મજબૂરીઓની વાત જવા દે બાકી જનમથી માનવી ગુનેગાર નથી હોતો!' ✰✰✰ વિચારપંખી - ૪૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ ) પ્રેમ આખર પ્રેમ છે! કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી, કે પાતળો પડતો નથી, કોઈનો સ્નેહ, ક્યારેય શોષાતો નથી કે સૂકાઈ જતો નથી! પણ હાયે.... આપણી અપેક્ષાઓ આંધળી દોટ મૂકતી હોય છે... આપણી આકાંક્ષાઓ.....ઝંખનાઓસવારે નવધે એટલી રાત્રે વધે છે અને રાત્રે ન હોય એટલી સવારે વિસ્તરે R ' શું આપણે આપણી ઈચ્છાઓને સંકોરી ના શકીએ? ઇચ્છાઓનું આકાશ તો અનંત છે! અસીમ છે ! એનો છેડોજનથી હોતો. કાશ!આ આકાશ સમેટાઈ જાય....પ્રેમની પગદંડીએ પગલું મૂકતાં પહેલાં આકાંક્ષાઓની અગનપિપાસાને બુઝાવી દો મારા દોસ્ત! પ્રેમ આખર પ્રેમ છે ! પ્રેમની પગથારે ઊભા ઊભા વહેમની વહેંચણી ના કરાય! એ ના ભૂલશો....કે પ્રેમ એ માંગવાની મજબૂરી નહીં પણ અનરાધાર આપવાની અમીરાત છે! ચાંદો કાળી રાતે નથી નીકળતો, દિવડો સ્નેહ વગર નથી જલતો, લેવડ-દેવડનો હિસાબ અને પ્રેમ? જનાબ ! પ્રેમ માંગવાથી નથી મળતો.' વિચારપંખી – ૪૯ Tror dorai org Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રીતની રીત પ્રેમ એક અદ્ભુત ચીજ છે ! બધા મૂલ્યો કરતા માનવીય મૂલ્યો શાશ્વત છે ! માનવીય મૂલ્યો જળવાય છે પ્રેમના આગોશમાં ! પણ આપણે તો પ્રેમના નામેય સોદા કરીએ છીએ – પ્રેમ નથી કરતા ! કરીએ તો એ વસ્તુને.........વ્યક્તિત્વને......અસ્તિત્વને નહીં ! દેહની પાછળ પાગલ બની જઈએ છીએ....દિલને પિછાણે છે કોણ ? પ્રેમ અને વહેમ હોઈ જ ના શકે એકી સાથે! સ્નેહ અને સંદેહ રહી જ ના શકે સાથે! લાગણી અને માગણી ક્યારેય સમાંતર ન જીવી શકે! આપણો તો પ્રેમ પણ પાંગળો....સ્નેહ પણ શુષ્ક અને સુસ્ત ! જે દિવસે અપેક્ષા વિહોણો પ્રેમ કરવાના શ્રીગણેશ કરશું....બસ જીવન ત્યારેજ સાચી દિશામાં ગતિશીલ બનશે ! એક વાત સમજી લેવાની જરૂર છેઃ ‘કોઈને પણ કામનાથી બાઝવું એટલે જિંદગીભર લાલસામાં દાઝવું !' લાગણીમાં વળી માગણી શું? આપણા હિસાબી દિમાગમાં સાચો પ્રેમ પાંગરી શકેખરો? આંપણે તો આકાંક્ષાઓના અઢળક કાટમાળ Jain cooperational વિચારપંખી - ૫૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ નીચે દટાઈ ને જીવીએ છીએ ને વાતો કરીએ છીએ પ્રેમની ! પ્રેમ જ્યારે અપેક્ષાવિહોણો બનશે ત્યારેજ પરમાત્માનીઝલકમળશે!૫રમાત્માતમારા શ્વાસોની સરગમ પર ગીત બનીને ઉતરી શકે, જો પાગલ બની જાવ ૫રમાત્મા માટે તો ! પછી તમે કહી શકશો.... ‘દિલના જખ્મોને જગત આગળ કદી ખોટું નહીં, પ્રેમના એ રત્ન મોંઘા પથ્થરે તોલું નહીં, એમ લાગે તુજ વિના પણ અન્ય સાંભળનાર છે, તો મરી જાઉં પરંતુ શબ્દ પણ બોલું નહીં' વિચારપંખી - ૫૧ celebrat.org Page #57 -------------------------------------------------------------------------- ________________ લાવો, તમારો હાથ જોઈ દઉં! તમને જ્યોતિષમાં રસ ખરો?રાશિવાર ભવિષ્ય જાણવાની ઈતેજારી ક્યારેક ઈંધણની જેમ સળગી ઉઠે છે ભીતરમાં? કુંડળીના કુંડાળા ને જન્મપત્રીના ચીતરામણમાં તમે ખોવાઈ જાવ ખરા ? વાર્ષિક ભવિષ્ય કે અઠવાડિક ભવિષ્ય ને છેવટે આજનું ભવિષ્ય પણ વાંચવાનો નશો તમને વળગ્યો છે ખરો? ઘણે ભાગે એવું બનતું હોય છે કે જ્યોતિષ જીવનની જિંદાદિલીને,જિંદગીના ઝમીર અને ખમીરને ભરખી જાય છે! - જ્યોતિષના ચક્રો ક્યારેક વિષચક્ર બની જાય...... અને પછી ભવિષ્યવાણીઓના આંટાફેરામાં કે શનિમંગળની દશાના દાબડામાં આપણું ખમીર-આપણો જોશ પૂરાઈને દયનીય બની જાય! દોસ્ત ! તમારું ભાવિ પંચાગોના પૂંઠા વચ્ચે. પથરાયેલું નથી....તમારું ભાવિ તમારા પ્રબળ પુરુષાર્થના પર્વત પર પાંગરેલું છે ! અલબતું સાહસ જોઈએ. તળેટીથી પર્વત સુધીની યાત્રા કરવા માટે ! હથેળીઓની આડી-ઊભી રેખાઓમાં જિંદગીની ઈમારતનો નકશો કયાંય નહીં જડે મારા દોસ્ત! એ તો વિચાર પંખી પર Jain Ederation Interational S ; ) Page #58 -------------------------------------------------------------------------- ________________ હાથમાં છે તોય કાબૂ બહાર છે! હસ્તરેખાઓનો કેવો ભાર છે! અલબત્ જ્યોતિષ વિજ્ઞાન તરીકે સત્યની સમાંતર ઊભું રહે છે. પણ જ્યારે જીવનની સાથે એના ચેડા ચાલુ થઈ જાય પછી માનવી ઝંખવાઈ જાય....એની તમન્નાઓ આડા રસ્તે દોરવાઈ જાય અને ભઈલા, તમન્નાઓના તીરે ઊભા રહીને તરફડિયા મારનારા તમારા-મારા જેવા લોકો તમાશો બની રહે છે. આંખ વગર ઉડતું પંખી બહુ જલ્દી અકસ્માતનો ભોગ બને છે ! જ્યોતિષની જાળ કરોળીયાની જાળ જેવી છે....૨ચનારને પોતાને જ ગૂંચવી નાંખે છે ! કેોળીયો પોતે જ શિકાર બની જાય છે પોતાની જાળનો! ભૂલેચૂકેય આલતૂ-ફાલતૂ ફુટપાથિયા જ્યોતિષના ફંદામાં ફસાતા નહીં ! કારણ કે ઃ ન શોધો ભાગ્યની રેખા તમે કોરી હથેળીમાં ! સીડી પત્થરની ક્યાંથી હોય પત્તાની હવેલીમાં તમન્નાઓને પાંખો હોય છે, આંખો નથી હોતી ઉડે છે ટોડલેથી ખાય છે પછડાટ ડેલીમાં’ ✰✰✰ વિચાર પંખી - ૫૩ wwww.dainelibi.org Page #59 -------------------------------------------------------------------------- ________________ Jair Educaranperational જીના ઉસકા જીના હૈ...... કોઈ કાલો જ્યારે નિશ્ચિત અને નિર્ણીત મંઝિલ ત૨ફ કૂચ કરે છે ત્યારે એ કાફલાના કદમમાં જોશ હોય છે....ગતિ હોય છે, દમામભેર મંઝિલ તરફ આગળ વધે જ જાય છે. અલબત્ કાફલો ક્યારેક નાનો બની જાય, કેટલાક યાત્રીઓ પાછળ રહી જાય, કેટલાકનો સાથ-સંગાથ છૂટી પણ જાય, એનાથી શું ? કાફલાના કદમનો દમ ઘૂંટાતો નથી ! એ તો ચાલેજ જાય છે અથક અને અનવરત ! જિંદગી આપણી શું છે મારા દોસ્ત ? બસ.... ચાલ્યાજ કરીએ છીએ જુગજુગથી ! આ યાત્રા અંતવિહીન છે....આ યાત્રનો અંત જ નથી ! અનંતની યાત્રામાં જો ખંત ખોવાઈ કે ખોરંભાઈ ના જાય તો યાત્રા હંમેશા ગતિશીલ રહે છે....અને ગતિશીલ વ્યક્તિત્વ જ ખૂબ પ્રગતિશીલ બની શકે ! લાંબી સફર ક્યારેક કંટાળાજનક નીવડે છે....જો યોગ્ય અને નિકટનોસાથ-સથવા૨ના હોય તો! પણ જો વિશ્વસ્ત હમરાહી સાંપડી જાય તો સફર આનંદભરી બની રહે છે. અફકોર્સ! આપણે ચાલીએ કે થાકી જવાનું બહાનું કાઢીએ....વિસામાને મંઝિલ માનવાની ભૂલ કરી વિચારપંખી - ૫૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ બેસીએ – છતાંય જિંદગીની સફર, જિંદગીનો કારવાં ચાલ્યા જ કરશે! યા ખૂન પસીના કરે બહા યા તાન કે ચાદર સોતા જા, યહ નાવ તો ચલતી જાયેગી તુ હંસતા રહે યા રોતા જા.” રડી રડીને પણ જીવવું તો પડશેજ, તો પછી હસતા હસતા જીવવામાં હાનિ શું? મસ્તીથી આગે કદમ બઢાવવામાં નુકસાન શેનું? સુખ્યાત ફિલોસોફર કમ ડિપ્લોમેટ હેમર ગુડ” નું એક વાક્ય યાદ રાખી લેશો? 'The longest journey is the journey inward !' સહુથી લાંબી યાત્રા અંતરયાત્રા છે!” વિચારપંખી-પપ samme library.org Page #61 -------------------------------------------------------------------------- ________________ oો . શશ કોઈને કહેતા નહીં! બે છોકરાઓ વાતો કરતા હતા એને પૂછયું કેમ લાગી ?' બીજો કહે આપણે તો ઘસીને ના પાડી દીધી ! પણ કેમ?” અરે-કેમ શું વળી...હાઈટ' નથી!” બે છોકરીઓ વચ્ચે વાત ચાલતી હતી..... એક પૂછયું....કેમ..... વાત જામીને?” નારે..બાબા...આપણને પસંદ નથી !' ‘પણ કંઈ ખામી?” “અરે ખામી? ‘હાઈટ' જ નથી!” જીવનમાં હમસફરશોધવા નીકળેલી જુવાન પેઢીની પસંદગી આજે અટવાઈ ગઈ છે : હાઈટ' અને વ્હાઈટ'ના જંગલમાં! અને જ્યાં પસંદગીના માપદંડ માત્ર “વ્હાઈટ અને હાઈટ' જ હોય પછી જિંદગીમાં ડગલે ને પગલે “ફાઈટ' થાય કે દિમાગ હંમેશા ‘ટાઈટ' રહે એમાં નવાઈ શું? જ્યાં જીવન આખાની યાત્રાનો સવાલ છે ત્યાં પસંદગીની પારાશીશી કેવળબાહ્ય રૂપ-રંગhદેખાવ જ વિચારપંખી - પદ Jain station national Page #62 -------------------------------------------------------------------------- ________________ 2 ) રાખશું? રૂપ-રંગને રસાળતા જોબનની એક ઉંમર હોય છે દોસ્ત! રૂપ નીતરતું જોબન એટલે પિતળ પર ઢોળાયેલું સોનું જ્યારે એ ઉતરી જાય પછી કોણ અહીં કોનું?” જોબન તો જીવનનો એક તબક્કો છે. જીવનની સમગ્રતા નથી. પસંદગીનું પોત એટલું તો પાતળું ના રાખો કે એની પારદર્શિતામાં જીવન સાવ કઢંગુ દેખાય! વ્યક્તિત્વની પસંદગી ક્યારેક વીંખાઈ જશે ત્યારે પ્રેમનું પંખી બિચારું પીંખાઈ જશે. અસ્તિત્વની પસંદગી અનહદ આનંદને ઉઘાડશે અને જીવનના બગીચામાં સ્વર્ગને ઉતારશે! અસ્તિત્વ એટલે આત્મા! વ્યક્તિત્વ એટલે દેહ! શિકાયત અપનો સે હોતી હૈ, ગરોં સે નહીં મુહબ્બત દિલ સે હોતી હૈ, ચહેરોં સે નહીં!” વિચારપંખી - પ૭ www.aliborg ' Page #63 -------------------------------------------------------------------------- ________________ Jaleation International તમને શું જોઈએ છે ? ‘ઈ. એમ. વોકર’નામનો જાણીતો કવિ એક મજાની વાત કરે છે..... માનવની જરૂરિયાતો બતાવતા એ લખે છે Human needs : Some food - Some Sun Some Work - Some Fun Someone. ખાવાનું પણ જોઈએ......તડકો ય જોઈએ....કામ ક૨વાનું પણ જોઈએ.....થોડીક મજાક-મસ્તી પણ જોઈએ. સહુથી વધારે મહત્વની વાત છે Someone ની ! કો'ક જોઈએ..... ચોક્કસ-જીવનમાં એકાદ તો એવી વ્યક્તિ એવો દોસ્ત....એવી જગ્યા જોઈ એજ-જ્યાં આપણે આપણું હૈયું ઠાલવી શકીએ ! વેદનાનો અગ્નિ જ્યારે આંખો વાટે આંસુ બનીનેનીતરી જાય છે ત્યારે હૈયું હાશ ને હળવાશ અનુભવે છે. કોઈનો વિશ્વાસ જીતો કોઈના થઈને ! કોઈને આપીને પછી મેળવવાની અપેક્ષા રાખજો....જેઓ કોઈના નથી થઈ શકતા એઓ જાતના પણ નથી થઈ વિચારપંખી - ૫૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ ટ S શકતા. જિંદગીછાઉતાર ચઢાવતો આવ્યા કરે...ખુશી- W ઉદાસીની પળો આવ્યા કરે.....આંસુ સ્મિતની ઈ - કિટ્ટાચાલ્યા કરે.......કો'ક જો આપણને સમજનાર હોય તો જીવન હળવું ફૂલ બની જાય! શરત એકજ છેઃ તમે બીજાના થાવ! પણ આપણે ક્યાં સ્વાર્થીની સંતાકૂકડીમાંથી બહાર નીકળીએ છીએ? મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં! દિલમાંયે માનવીના અહીં તો દિમાગ છે! (જ:56 Dા વિચારપંખી – ૫૯ ww stane! Page #65 -------------------------------------------------------------------------- ________________ 057 Jair Education international આ શિખામણ નથી હોં ! આપણા સમાજમાં એવા લોકોની પણ એક જમાત હોય છે જે વણજોયે શિખામણનો શીરો તમને પીરસ્યા કરે! માગવા ન જાઓ તો યે ‘હું પણ કઈક છું” ની અદાથી સલાહ સૂચનો આપ્યા કરે ! એવા લોકો બિચારા ભૂલી જાય છે કે માગ્યા વગર શિખામણ અપાય નહીં! પૂછયા વગર સલાહ-સૂચન દેવાય નહીં! આમ પણ શિખામણ માગવાની ચીજ છે, આપવાની નહીં! સલાહ લેવાની વસ્તુ છે, દેવાની નહીં! આપવું હોય ત્યારે સામે કોઈ માંગનાર છે કે નહીં એનો વિચાર તો કરવો જ જોઈએ ! આ તો જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે ચાલુ થઈ જાય ! જાણે દુનિયા આખીને સુધા૨વાનો ઈજારો એ જનાબના ખિસ્સામાં જ હોય ! વારે વારે શિખામણ આપનારા સામી વ્યક્તિનો સ્નેહ ગુમાવી બેસે છે! માગે ને શિખામણ અપાય તો એ શીરા જેવી લાગે પણ વણજોઈતી શિખામણ તો સોટી જેવીજ લાગે ! શિખામણ=જે મણ જેટલું શિખ્યા હોય એજ શિખામણ આપી શકે ! તમારા મારા જેવા શિખાઉનું કામ નહીં....નહીંતર કો’ક હળવેથી કહેશે – વિચારપંખી - ૬૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ ‘અરે સુધારવા નવત વે, મત વન ચિંતા યાર ! दिल ही तेरा जगत है, पहले इसे सुधार' તમને કોઈ એવા શિખામણની લહાણી આપનારા ભેટી જાય તો કોઈ ન સાંભળે એમ સંભળાવજો ! (કાનમાંજ કહેજો !) ઓ શિખામણ આપનારા એટલો ઉપકાર કર, ઈશ્વરી ઈન્સાફ પર મૂંગો રહી એતબાર કર. વક્રષ્ટા, રાહ જે લીધો અમે, સીધો જ છે, ખોડ તારી આંખમાં છે, જા પ્રથમ ઉપચાર કર ! વિચારપંખી- ૬૧ ✰✰✰ Diretary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ Jain Edraten-ternational ‘હાય’ ને ‘બાય’! કોલેજમાં ‘નોલેજ' મેળવવાનો દાવો કરતી જુવાનપેઢીમાં બે વાક્યો બહુ cheaply વપરાય છે ! એક છે ‘હાય’ અને બીજો છે ‘બાય’. જાણે આખી પેઢી ‘હાય’ અને ‘બાય’ ના બે છેડા વચ્ચે છોલાઈ છોલાઈને જીવે છે, કોઈ મળશે કે કોઈને મળવાનું હશે તો તરત જીભ સળવળશે.... ‘હાય !’ કોઈકથી છુટા પડવાનું થશે કે વિદાય લેવાની હશે તો હોઠો પર બેજાન શબ્દો ફૂટશે.... ‘બાય’! શું આપણે “હાય હાય” અને “બાય બાય” કરીને જીવન જીવે જશું? ‘હાય’ લેવામાં ય સારી નહીં અને આપવામાં યે સારી નહીં ! ‘હાય’ ની હૈયાવરાળ તો જાણે હરદમ આપણી આસપાસ મંડરાયેલી મળે છે. જરાક કંઈક બગડયું. કો'કે કંઈક નુકશાન કર્યું કે તરત આપણે કહીશું......હાય હાય, શું કર્યું ?’ ‘હાય હાય’, ‘કેવું કરી નાખ્યું?’ ‘હાય હાય, શું થશે ?’ ‘હાય હાય....કેવો છે?’ આ બધા આપના તકિયાકલામ જેવા ચલણી વાક્યો છે! પણ જો જીવનવ્યવહા૨માં ‘હાય’ ને બદલે ‘હોય’ ક૨વાનું શીખી લઈએ તો કદાચ હૈયાહોળી કે વિચારપંખી - ૬૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ છે. ઐS લોહીઉકાળાથી તો બચી જવાય! કંઈક બન્યું તોહાય હાય કરવાના બદલે કહો “હોય .....ચાલ્યા કરે હોયભાઈ હોય, દુનિયામાં બધું બન્યા કરે! સંસાર છે, હોય! ચાલ્યા કરે !' હાય નહીં પણ હોય! હાય કરશો તો “હાય” આવશે. “શા માટે કર્યું? અને પછી શરૂ થઈ જશે સવાલોનો સળવળાટ ! એના બદલે “હોય” કહેશો તો તરત મનનું સમાધાન થઈ જશે! બોલો શું ગમશે? હાયમાં છે લ્હાય !” હોયમાં “એન્જોય' છે વિચારપંખી - ૩ wwwineliary org Page #69 -------------------------------------------------------------------------- ________________ કેમ છે, દોસ્ત? કોઈ પૂછે કેમ છો?” તો તરત જ ચવાઈ ગયેલો જવાબ દઈ દઈએ કે “મજામાં! અથવા “ફાઈન'! પણ ખરેખર તમે મજામાં છો ખરા?કે પછી સજા જેવું જીવન ગુજારતા હોવા છતાં સામાને સારું લગાડવા મજામાં ની વાતો કરો છો? ક્યારેક પૂરી ઈમાનદારી સાથે જાતને જરી આ સવાલ પૂછી જુઓ કેમ છો?” બીમાર અને બિસ્માર જીવન જીવનાર જ્યારે મજાની વાતો કરે છે ત્યારે બહુ વિચિત્ર લાગે છે ! આપણું તો જીવન જ એવું ભારેખમ બની ગયું છે કે આનંદ, મજા, મસ્તી, પ્રસન્નતા આ બધા શબ્દો આપણને અજાણ્યા ભાસે છે! અફકોર્સ, જીવન છે તો જંજાળ પણ રહેવાની જ! જિંદગી છે તો પ્રશ્નો પણ પેદા થવાના જ ! સ્વસ્થપણે અને સહજપણે એ પ્રશ્નોને ઉકેલવા જોઈએ! મજામાં’ કહેતી વખતે સ્વરમાંદલો કમાયકાંગલો ના બનવો જોઈએ. આ તો કહી દે કે “મજામાં ને પછી રામાયણનો અધ્યાય વાંચવા માંડેકે આનુ આમછે... આનું તેમ છે,' ગામ આખાની પળોજણ! Nી એ 69 sex છે વિચારપંખી- ૬૪ rational Page #70 -------------------------------------------------------------------------- ________________ એક વાત સમજી લો...... માતમારા મનમાં છે! મજા કેસજા? પસંદગી તમારી ! કોઈ પૂછે ને કહેવાનું મન થાય તો બેધડક કહેજો....... પૂંછમા, તું કેમ ચાલે છે? ચાલવાદે જેમ ચાલે છે! પાડ માન ઈશ્વરનો આપણું જેમ તેમ ચાલે છે!’ વિચારપંખી - ૬૫ sraalib.org Page #71 -------------------------------------------------------------------------- ________________ દોસ્તીની બારાખડી.... નીતિશાસ્ત્રનું એક વાક્ય છેઃ સમાનશીલ – વ્યસનેષુ સખ્યમ્’ - દોસ્તી કરવી સરખે સરખાની સાથે ! મૈત્રીનો માંડવો બાંધવો પણ સમાનતાના આંગણે ! પહેલીનજરે બહુ મહત્વની નથી લાગતી વાત.... પણ મૈત્રીનો નાતો જો સમાન કુલ/સમાન શીલસ્વભાવ અને સમાનચિ - અભિરુચિવાળાઓ વચ્ચે જોડાય તો એમાં તિરાડ પડવાની કે એ સંબંધ તરડાવવાની સંભાવના ઓછી રહે છે ! જો સમાનતાને સમજ્યા કે સ્વીકાર્યા વગર દોસ્તીના દાવ ખેલી બેઠા જેની તેની સાથે. તો દોસ્તી દુશ્મનીની દાવેદાર બની બેસશે ! સરખેસરખાની પ્રીત જીવનને તંદુરસ્તી અર્પે છે. અલબતપ્રેમનો પ્રવાહ કે સંબંધનો વેગ એટલો તો તીવ્ર હોય છે કે એમાં માણસ બહુ વિચારી શકતો નથી અને મૈત્રી માગી બેસે. ઠીક છે....ચાલી જાય તો જિંદગી આખી ઝળહળી જાય, ન બને તો પત્તાના મહેલની જેમ મૈત્રીનો મહેલ તૂટી પડે ! વાત બની જતી હોય....દોસ્તી જામીજતીહોયત્યાંતો બધાટજ વાહવાહ માશાલ્લાહ’ કહેશે પણ એ જ બનેલી વાત જો બગડી.... તો ખલાસ Jain creatosanational વિચારપંખી-૬૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ વાહવાહ કરનારા હાય હાય કરશે! બની કે ચેહરે પે લાખો નિસાર હોતે હૈં બની બનાઈ જબ બિગડતી હૈ તો દુશમન હજાર હોતે હૈ!” સાચવજોભાઈ...દોસ્તીનાદાબડામાં પ્રેમનું મોતી જળવાય એ તમારી વાત તદ્દન સાચી, પણ દોસ્તીના દાબડા પર સમાનતાનું પડ સાચવી રાખજો....કારણ કે આપણી મૈત્રી - દોસ્તી અપેક્ષાના આછા રંગથી પણ રંગાયેલીતોરહેવાનીજાહા.....કોઈપણ જાતની ઝંખના વગર પ્રીતનો સંબંધ કર્યો તો વાંધો જ નહીં! નહીંતર પછી જ્યારે તમારી પાંપણની પછવાડે આંસુઓનો કાફલો આવી ઊભો હશે ત્યારે મારા જેવા કો'ક તમને હળવેથી કહેશે. Don't be foolish, My friend ! કોઈ તારું બની જાયે અને ઊંચા મકાનોમાં? નથી હોતું જમીનોનું કલેજું આસમાનોમાં!” વિચારપંખી – ૬૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્મિત પણ આંસુ-નીતરતું. જિંદગીના વળાંકો પર ક્યારેક અજીબોગરીબ એકસીડેન્ટસ' સજતા હોય છે! એકાદ પુશ’ વાગે ને જીવનનો રસ્તો બદલાઈ જાય ! અલબત્ યાત્રા તો ચાલુજ રહે છે! જીવનયાત્રાના રાહીએ એક વાત ભૂલવા જેવી નથી કે જિંદગી આજે જે છે તે કાલે ન પણ હોય! આજે જે આંખોમાં હેત – પ્રીતનો દરિયો હેલે. ચઢયો હોય, કાલે કદાય એજ આંખો નફરતના ધગધગતા અંગારા પણ વરસાવે! આજે જે ચહેરા પર પહેલી જ નજરે સ્મિતના અસંખ્ય ફૂલો ખીલી ઉક્યાં હોય એવું લાગે, કાલે એ ચહેરો જોતાં જ ઉબકા આવી જાય! આ બધું સહજ છે, સ્વાભાવિક છે ! 'ये चांदनी भी जिनको छूते हुए डरती है, लोग उन फूलों को पैरों तले कुचलते है। આવું બનવું અશક્ય નથી! હસતા હો તો રડવાની તૈયારી રાખો! સ્મિતના સરોવરમાં ડૂબતા પહેલાં આસુંના રણમાં રઝળવાની ક વિચારપંખી - ૬૮ Jain Ed ternational Page #74 -------------------------------------------------------------------------- ________________ પણ ક્ષમતા કેળવી લેવી જરૂરી છે ! કારણ કે દુનિયાનો આ જ નિયમ છે ! ફૂલ કહે છે કેટલું સુંદર છે આ મારું વદન તે છતાં દુનિયા કરે છે શાને આટલું દમન? દિવ્યભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ એક દિનના સ્મિતનો બદલો છે વર્ષોનું રૂદન’ ✰✰✰ વિચારપંખી - ૬૯ www.ginelibrat.org Page #75 -------------------------------------------------------------------------- ________________ Jal Education International તરો, પણ તણાઈ ના જાવ ! તરવું કે તણાવું – બન્ને જુદી વસ્તુ છે. જિંદગીમાં મોટા ભાગે આપણે તણાઈ જતા હોઈએ છીએ. પછી પ્રવાહ લાગણીઓનો હોય કે ભાવનાઓનો હોય ! પ્રવાહમાં વહી જનારા ક્યારેય સામા કિનારે પહોંચી શકતા નથી, કારણ કે કિનારા તરફ એમની નજર રહી શકતી જ નથી ! ક્યારેય પણ લાગણીઓમાં વહી જવાથી બચવું જોઇએ ! શાંત સંતુલિત અને સ્વસ્થ જીવનયાત્રા માટે આ બહુ જરૂરી છે ! જેઓ સંતુલિત રહે છે તેઓ જ જીવન જીતી જાય છે ને જીવી જાય છે. જ્યારે તણાઈ જનારા ‘બેલેન્સ’ ગુમાવી બેસનારા મોટા ભાગે જીવન હારી જાય છે. કારણ કે ડૂબવાનો ડર તરનારા કરતાં તણાઈ જનારના માથે વધુ ઘેરાતો રહે છે! જીવનના ઘણાં બધાં પાસાં છે....પ્રેમ....કર્તવ્ય, ભાવના, લાગણી, વ્યવહાર....આ બધામાં તણાઈ ના જાવ ! ચારે બાજુનું વિચારીને......નિર્ણય કરો ! સંસારના સાગરમાં તર્યા કરશો તો આજે નહીં તો કાલે પણ કિનારા તરફ ગતિ કરી શકશો. પણ જો તણાઈ ગયા તો પછી તળિયે પહોંચતા વાર નહીં લાગે! વિચારપંખી - ૭૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ તરવુલ એટલે અનાસક્તિમાં જીવવું ! તણાવું એટલે આસક્તિમાં સબડવું! આસક્તિ જ જીવનના સત્યને શોષી લે છે! પછી તે વ્યક્તિ પ્રત્યેની હોય કે વસ્તુ માટેની ! -આસક્તિમાં અધિકારની વસૂલાત છે. અનાસક્તિમાં આનંદની અમીરાત છે. ભીતરની ભોમકામાં અનાસક્તિનું નાનું ઝરણુંયે જો વહ્યા કરતું હશે તો મનનો મેલ નીકળી જશે..... આસક્તિ ખરડે છે...... આસક્તિ કરડે છે...... આસક્તિ તરડે છે...... વિચારપંખી - ૭૧ *** Wwwgrantelbraky.org Page #77 -------------------------------------------------------------------------- ________________ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ ! ભારતનોહિમાલયહોય કે જાપાનનો ફૂજીયામા આલ્પ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડીઝની પર્વતમાળા જુગ-જુગ વીતી જવા છતાં આજે પણ અડીખમ ઊભા છે ! એ જ સર્વવિજયી અદા ને ઝિંદાદિલીના જુવાળ સાથે! તોફાનો આવેને જાય, આંધી-અંધડ આવેનેવિદાય લે.... ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય, પહાડ નિશ્ચલ ઊભા રહે છે...નિસ્યંદ ખડા રહે છે!! દોસ્ત!હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખ ! દુનિયાની કોઈ તાકાત તને નમાવી નહીં શકે ! વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્યનિખરે છે. ધોધમાર વરસાદ પછી જ પર્વતો નવી દુલ્હનના જેવો લીલોછમ શણગાર સજે છે ! વૃક્ષોના પાંદડા ભીની ભીની ગંધને વેરે છે ! તારી કસોટી થાય - તારો ઈમ્તિહાન લેવાય તો હારી ન જઈશ....ઈમ્તિહાન એનો જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય ! અભણની પરીક્ષા નથી હોતી – એઓ ‘પાસ’ નથી થતા....‘કલાસ’નથી મેળવતા.....ભલે પછી માસ પ્રમોશન’ ની જમાતમાં Jair Ecen Intelsational વિચારપંખી - ૭૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ ર ભળી જાય! જોશે- અને હોશ જીવંત હોય જિંદગી જવાંમર્દ ! જોશ અને હોશ બને જેના ખામોશ એનું જીવન એટલે અસફળતાનું આગોશ! ઈતિહાનથી આંખમીંચામણા ન કર દોસ્ત! તીરે ઊભો શું ટટળે છે? જા, મોતી ખૂબજ ઊડે છે! ઉઠ દોસ્ત મારા, ઊભો થા, ખુદ જવાની તુજને તૂટે છે! મોતી ગહેરાઈમાં હોય.....સપાટી પર છીપલાં મળે.....મોતી નહીં! શું છીપલાં જ વીણ્યા કરશો? કે પછી મોતી મેળવવા મરજીવા બનશો? વિચારપંખી – ૭૩ www.alfrelibrarorg Page #79 -------------------------------------------------------------------------- ________________ Don't Loose But Use ! કેટલાક લોકો વારે વારે ને ઘડીએ ઘડીએ મગજ ગુમાવી બેસતા હોય છે. જરીક આડું અવળું થયું કે ઉંધુચત્તું વેતરાયું ને એમની કમાન છટકી ! સાવ નજીવી વાતમાંયે દિમાગ તંગ થઈ જાય ! દિમાગ તંગ એટલે દિલ બદરંગ! તંગ ના બનો. આકળા ના થાઓ. કોઈપણ વાતને એકદમ ‘હાર્ડ એન્ડ ફાસ્ટ' સખત ને સતત ‘હાવી’ ન થવા દો તમારા મગજ પર ! દિમાગને‘લૂઝ’નાકરોપણતેનો ‘યુઝ’કરોઉપયોગ કરો ! જે દિમાગ છે..... વિચારવાની શક્તિ છે.... સમજવાની ક્ષમતા છે તે ગુમાવવા માટે નથી.... પણ ઉપયોગ કરવા માટે છે ! અલબત્ Loose કરવું હોય તો તમને કોઈ રોકી નહીં શકે પણ Loose માં ‘લોસ’ છે ! Use માં સૂઝ છે....સમજ છે ! કોઈ આપણા પર અકારણ મગજ ગુમાવે એ આપણને નથી પાલવતું તો પછી આપણે બીજાના માટે આપણું દિમાગ કેમ ગુમાવી દઈએ છીએ ? Jain: Education International વિચારપંખી - ૭૪ - Page #80 -------------------------------------------------------------------------- ________________ એકવાર....ગુમાવ્યું....બેવાર ગુમાવ્યું પછી કદાય ખોવાઈ જશે.....ચીડીયા થઈ જશે..... ને તમે કોઈનેય નહીં ગમો ! Loose Mind ક્યારેક સામાના મન પર એવા ઘા કરે છે કે જેને જલ્દી રૂઝ નથી આવતી ! જેનું દિમાગ જરીક વારમાં લૂઝ થઈ જાય, એના પ્રેમનો પળવારમાં ફયૂઝ ઉડી જાય !' Never loose MIND but Forever use MIND વિચારપંખી - ૭૫ ✰✰✰ www.jainelibratorg Page #81 -------------------------------------------------------------------------- ________________ I want to say to you !! ( W ) ઘડિયાળના કાંટાની આસપાસ સમયના કેટકેટ લાં ફૂલો ખીલે છે....ને ખરી પડે છે ? આપણને એની ક્યાં પડી છે ? સમયની રેતી વણથંભી રીતે સરકતી રહે છે. એ રેતી પર પડેલા પગલાં વીણવાની ઘેલછાને વળગી રહેવાનો કોઈ અર્થ ખરો? ધુમ્મસની જેમ વહી જતાં વાદળાંઓ વચ્ચે કોઈ ઈમારત ઊભી કરવાનો અર્થ ખરો? જીવન વહે જ જાય છે....અથક અને અનવરત! વહેવું એ જ જાણે જિંદગી છે..! બંધાઈ જવામાં જિંદગી ગંધાઈ જાય છે! બંધિયાર જીવન અંધિયાર બની જાય છે! જિંદગી એટલે પળેપળની પરિવર્તનશીલતા ! પણ હાય ! આપણો તો એક એક દિવસ ઉગે છે જાણે પાનખરમાં પડી....પડીને પીળાં થયેલા પાંદડા જેવો ! આપણી એક એક સાંજ આથમે છે ગમગીનીમાં ચૂંટાયેલા ગીત જેવી! વિચારપંખી - ૭૬ Jald International Page #82 -------------------------------------------------------------------------- ________________ આપણો પ્રેમ પણ ક્યારેક તો દોરી વળગણી બની રહે કે જેનાં ૫૨ આંસુનીતરતાં ભીનાં સ્મરણો સુકાયાં કરે! આપણી આંખો જાણે આંસુઓનું સ્મશાન.......!! ને આપણું દિલ જાણે જૂની-ભરેલી યાદોનું કબ્રસ્તાન ! ✰✰✰ વિચારપંખી - ૭૭ Wortelbrary.org Page #83 -------------------------------------------------------------------------- ________________ Jain Forcatson Joternational જીવન જીવવા જેવું છે ? જી, હા સળગતી સમસ્યાઓના રણ વચ્ચે પણ સમાધાનનું સોહામણું ઝરણું મળી આવે છે....જો જીવનને સહજતાથી જીવવામાં આવે તો ! સહજતા અને સમગ્રતા એ જીવન જીવવાની બે ગુરુચાવી (Master Key) છે. જીવનની યથાર્થતાનો સ્વીકાર કરો ! મુસ્કાનમાં જીવન છે તો આંસુમાંયે જીવન છે ! સુખની ગલીપચીમાં જીવન છે તો દુઃખની ટીસ....પીડાની કસકમાંયે જીવન છે જ ! જીવનને એકાંગી-એકતરફીનાબનાવીદો!જીવનનેસમગ્રતાની સોડમાં જુઓ અને જીવો ! જિંદગીમાં ‘સંજોગો અને નસીબ’ની દુહાઈ દેનારાઓનું કામ નથી, જિંદગીમાં જવામંર્દી જોઇએ... ખમી૨ જોઈએ ! જોખમની સામે અડીખમ ઊભા રહેવાની દઢતા જોઈએ ! સુરક્ષાની સાંકડી ગલીમાં ગૂંગળાઈ જઈને જીવવાં કરતા તો બહેતર છે....જોશોહોંશથી આફતોમાં અથડાઈને આગળ વધવું ! Think deeply Speak Mildly Touch Softly and live with your Totality વિચારપંખી - ૭૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ જીવન, અબીહાલ ! ભૂતકાળની ભૂતાવળોનો જનાજો ઉંપાડીને ક્યાં સુધી જીવ્યા કરીશું ? સ્મૃતિઓની વણઝાર આપણને વીતેલી વળગણો સાથે જોડી રાખે છે.... અતીતનો અવસાદ આપણે ઓગાળી શકતા નથી ! એક બાજુ ભૂતકાળ સાથે નાતો જોડી રાખીએ છીએ.... તો બીજા બાજુ ભવિષ્યનાં શમણાંઓનો કાફલો આપણી આંખ અને અંતરને એવો ઘેરી વળે છે કે વર્તમાનની પળો સાથે આપણે આંખમીંચામણા કરી દઈએ છીએ ! વાસ્તવમાં તો જે કંઈ છે તે માત્ર વર્તમાન છે ! વર્તમાન સાથે વેર બાંધીને માણસ આનંદ મેળવી જ ના શકે ! આનંદની એક જ ક્ષણ હોય છે.... અને તે છે વર્તમાન ! હમણાંની ક્ષણ !.... વર્તમાનમાં જીવવું એટલે પ્રતિપળની જાગ્રતિ ! એ જ સુખના ખજાનાની ચાવી છે. ભૂલી જાવ ભૂંડા ભૂતકાળને ! ખંખેરી દો ભવિષ્યનાં કોરાધબ શમણાંઓને ! સ્વીકારી લો જે શુભ છે, શ્રેય છે, તેને ! જીવો વર્તમાનમાં ! Please, live in the present ! વિચારપંખી - ૭૯ ✰✰✰ www.ainelibraccorg Page #85 -------------------------------------------------------------------------- ________________ 5 S - મૃત્યુ માણવા જેવું છે! મૃત્યુનો શોક માનવીને અવાક કરી મૂકે છે. વિલાપ ને કકળાટ...કંદન ને તરફડાટથી કશું જ વળતું નથી... વ્યક્તિ નિયતિની સમક્ષ નિરાધાર બનીને ટળવળે છે ! આ પરિસ્થિતિમાં આશ્વાસનના અમળાઈ ગયેલા શબ જેવા શબ્દો પણ માણસને ગળાડૂબ ગમગીનીના ગારામાંથી નથી ઉગારી શકતા મૃત્યુ તો જાણે જમ્યા ત્યારથી જ આપણી સાથે ને સાથે જ ચાલે છે... શ્વાસ લેતા હોઈએ છીએ એટલામાં તો જીવનથી આપણે કેટલા દૂર નીકળી જતા હોઈએ છીએ....કદાચ મૃત્યુજ આપણને જીવનની સમીપ લાવે છે! ત્યારે થાય છે? Where is Life ? We have lost in living! પણ જો જાગૃત હોઈએ..... તો ચિંતાની જ્વાળામાંથી પ્રગટેલો ચિંતનનો દીવો જીવનને અને એની પારના પ્રદેશને અજવાળી દે છે ! શ્વાસની સૃષ્ટિને સમેટી લેવામાં મૃત્યુનો વિજય છે.... પણ સ્મરણોની સદાબહાર સૃષ્ટિને મૃત્યુ ક્યારેય નથી સમેટી શક્યું......એમાં તો એની હારે જે 6 છે! મૃત્યુમાંથી જન્મે છે શોક...શોકમાંથી જન્મે છે સ્થળ કાળ પર છવાયેલા ઘવાયેલા સંસ્મરણો..... અને એમાંથી નીતરે છે, આપોઆપ આવિર્ભત બને છે ચિંતન! ચોંટાડેલું કે થીગડાં મારેલું નહીં! પણ એવું ચિંતન કે જેમાંથી લીધેલું સમાધાન અને એમથી સાંપડેલી શાંતિ ચિરસ્થાયી બની રહે! વિચારપંખી - 70 C ontesional Page #86 -------------------------------------------------------------------------- ________________ પણ જે જીવન જીવવું પડે છે, તે જીવન એવું મજાનું અને નિર્દોષ જીવો કે અંતિમ પળોમાં તમારું કશ્યસ કબૂલી શકે – I ended my life with a broken Fiddle with a broken Song with a broken Heart but not with a single regret વિચારપંખી - ૮૧ isry.org Page #87 -------------------------------------------------------------------------- ________________ O :* T ) ( છે. જીવવું હોય તો શીખો મરતાં! વિદા અલવિદા! જેના પર આપણે સમગ્ર અસ્તિત્વ ફિદા હોય એને જ જ્યારે વિદા આપવી પડે....એજ આપણી પાસેથી હંમેશ હંમેશ માટે અલવિદા લઈ લે..... તો? હાયે! એ પીડાને શબ્દોની સોડમાં સંકોરવી કે અક્ષરોની આરસીમાં ઉપસાવવી અશક્ય છે! જન્મ્યા ત્યારથી જ મૃત્યુ આપણી આંગળી ઝાલીને ચાલે છે...આપણી બિલકુલ સમાંતર ! આપણા કદમની સાથે કદમ મિલાવીને મોત ચાલે છે – અલબત્ આપણે એને જોઈ કે જાણી શકતા નથી ઘણી વખતે! - પ્રિયજનની વિદાય પછી આપણી પાસે રહે છે માત્ર વીતેલી યાદોના અંગારા જેવા સંભારણા,કે જે આપણને પળેપળ દઝાડ્યા કરે ! ક્યારેય ના ભરી શકાય એવું એકાંત અને સ્મૃતિઓની વણથંભી વણઝાર! એ વખતે શું આશ્વાસનના ફિક્કા અને બેજાન સ, રે શબ્દો કંઈ અસર કરી શકે ખરા? વિચારપંખી - ૮૨ Jain Educatur anternational Page #88 -------------------------------------------------------------------------- ________________ બાહરી દિલાસાઓ ભીતરના ખાલીખમપણાને ભરવા નાકામ નીવડે છે..... અને એક ઘેરી ઉદાસી આખા અસ્તિત્વને ઘેરી વળે છે ! ત્યારે, તમે મૃત્યુની યથાર્થતાને અને અનિવાર્યતાને વિચારી શકશો ખરા? જીવન જીવતાં વિચારતા રહે જો! સાથે સાથે આત્માની અમરતાને પણ વાગોળતા રહેજો! કારણ કે – ભૂમિથી, નભથી, નરકથી સ્વર્ગથીએ દૂર હોય ક્યારે માનવી, પણ મોતથી મજબૂર માટી છે બધું જ આ મૃત્યુની રાજધાનીમાં એક શાશ્વત છે ભીતરી સ્નેહનું સિંદૂર.” આ સિંદૂર તમે સાચવી રાખજો! વિચારપંખી - ૮૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ અટ્ટમના સાધકને સંદેશ! આજે તમે ત્રણ દિવસની મહાન સાધનાના શ્રીગણેશ માંડ્યા છે ! કેટલા ખુશનસીબ છો તમે ? પરમાત્માની કૃપાના ઘેરાં ઘેરાં વાદળાં તમારી આત્મભૂમિ પર મન મૂકીને વરસી પડશે ! એક વાત કહું? તમને ગમશે? - તનનો શણગાર તપથી કરશો ત્રણ દિવસ માટે ! જીવનને જાપ અને ધ્યાનથી ઝળહળતું કરશો..... તો સાથો સાથ..... ૦ હૈયાને હેતથી છલછલ બનાવી દેજો........ ૦ મનને મૈત્રીથી મઘમઘતું બનાવી દેજો...... ૦ અંતરને આનંદથી ઓળઘોળ કરી દેજો..... ૦ આંખોમાં નેહના મીઠા નીર ભરી દેજો..... ૦ પ્રાણોમાં પરમાત્મપ્રેમના પુષ્પો ખીલવજો ! એવી આરાધના | સાધના કરજો કે આ ત્રણ દિવસોમાં તમે પ્રગટાવેલા ઉપાસનાના દીવડા દિવસો સુધી તમારા જીવનને પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની અચિંત્ય કૃપાના તીરે લઈ જાય ! આ ત્રણ દિવસો બને તો મૌનના મહાસાગરમાં ખોવાઈ જજો! વિચારપંખી-૮૪ Jain at eirational Page #90 -------------------------------------------------------------------------- ________________ 0 7 વિચારોનું મૌન ૦ વાણીનું મૌન ૦ વર્તનનું મૌન તમારા મનને નવો આનંદઆપશે નવી તાજગી બક્ષશે. ત્રણ દિવસો દરમ્યાન ગુસ્સાને તો “ગેટ આઉટ' કરી દેવાનો ! “અહં” કરવામાં રહેમ રાખજો... ઊંચા સાતો બોલતા જનહીં! બીજાની સાથે વાત કરવી પડે તો પણ મૃદુ-મીઠાં ને થોડા શબ્દોમાં પતાવજો. તમારી સમગ્રતાને સોંપી દેજો પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં! ૦ રોમે રોમે એની રટણા.... મનમાં એની પ્રીત..... ૦ હોઠે એનાં ગીત...... | આંખોમાં એનાં શમણાં.... • અંતરમાં એની કરુણા.. આનંદઘનજી આદિનાથમાં ખોવાઈ ગયા.... ગૌતમ જેમ મહાવીરમાં સમાઈ ગયા..... એમ તમે પ્રભુ પાર્શ્વનાથના દીવાના બની જજો ! પરમાત્માનાં પગલાં તમારા જીવનમાં થશે ને તમારું આખું આયખું ધન્ય બની જશે! વિચારપંખી - ૮૫ elit-borg Page #91 -------------------------------------------------------------------------- ________________ આરાધકને અભિવાદન સલામ, તમારા તપશ્ચર્યાથી તરબોળવ્યક્તિત્વને અભિવાદન, તમારા આરાધનાથી ઓળઘોળ અસ્તિત્વને! તમારી સોહમણી ત્રિદિવસીય સાધનાનો આજે સુંદર મજાનો દિવસ છે ! પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના એટલે જીવનનું એક મહામૂલું સંભારણું!ભગવંત પાર્શ્વનાથ એટલે મંત્રોની દુનિયાના “માઈલ સ્ટોન’! એમની આસપાસ મંત્ર - ઉપાસનાનાં એટલા તો દીવડા જલેલા છે કે એમાંથી એકાદ ઉપાસનાનો દીવડો જો આપણે જીવનમાં જલાવી દઈએ તો જીવતર ઝળહળી ઉઠે અજવાળાના ધોધથી! તમને ખબર છે?જ્યારે તમે જાપની સાધનામાં ડૂબી જાવ છો. ત્યારે તમારી આસપાસ એક ઈલેક્ટ્રો ડાયનેમિક ફીલ્ડ’ રચાઈ જાય છે. તમારી ઈદગિર્દના અણુઓમાં એક નવી જાતની ઉર્જાનો આવિર્ભાવ થાય છે.... અને બીજી તરફ તમારી ભીતરમાં ગુણાત્મક પરિવર્તન (Qualitative Transformation) આકાર લે છે. અફકોર્સ....તમારું વલણ એ માટે વિધેયાત્મક Positive હોવું જરૂરી છે! મંત્રોમાં એ તાકત છે કે જે તમારા વ્યક્તિત્વને બદલી નાંખેતમારા અસ્તિત્વને Sો બદલી નાંખે!પણ સબૂરી સાધનાની ક્ષણોમાં સાવધાન વિચારપંખી - ૮૬ El sosteninternational Page #92 -------------------------------------------------------------------------- ________________ રહેજો ! વિચારોમાં જરીયે નબળાઈ કે વાણીમાં થોડીયે અકડાઈ કે પછી વર્તનમાં લગીરે અતડાઈ જો ભૂલે ચૂકે ભળી તો તમારી ઉપાસના ઉણી ઉતરશે ! સાધના સ્વના અંતઃકરણને આનંદથી ભરી દેવા માટે કરજો ! સાધના ‘સ્વ’ ને સમજવા / પામવા ને પહેચાનવા કરજો ! ઉપાસના એવી કરજો કે વાસનાના વાદળાંઓ વિખેરાઈ જાય મનના ગગન પરથી ! તમને દિલની લાખ દુઆઓ ! તમારું તન સ્વસ્થ બને ! તમારું મન સ્વચ્છ બને ! તમારું જીવન સહજ બને ! વિચારપંખી - ૮૭ ✰✰✰ janretres org Page #93 -------------------------------------------------------------------------- ________________ છે. (ACA / ૧૫ મી ઓગસ્ટ....સ્વતંત્રતા! ક્યાં છે? - આજે રાષ્ટ્રનો સ્વતંત્રતા દિવસ ઉજવાય છે... કહેવાપૂરતા આપણે આજથી બરાબર૪૪વરસ એટલે કે સોળ હજાર સાઈઠ દિવસ પહેલાં આઝાદ પણ બની ગયા પણ ખરેખર આપણે આઝાદ છીએ ખરા ? અરાજકતા અને અંધાધૂંધી....અવ્યવસ્થા અને આતંક..!! શું આ સ્વતંત્રતા છે.....? ચોરે ને ચૌટે બલાત્કારો, અપહરણો....આનું નામ આઝાદી.....? શું આટલા માટે આપણા નરબંકાઓએ પોતાની જાનફેસાની કરી હતી?ભગવાન મહાવીર અને બુદ્ધ જે દેશમાં જન્મ્યા એની આ દશા? " આજે સુભાષ-સરદાર કે ગાંધી ....નહેરુ આવીને દેશની હાલત જુએ તો? એમના મોઢામાંથી આવું જ કંઈક નીકળેઃ પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારાઓ મલકે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસ પાડે છે (કે) છે લાશ એની એ જ, ફક્ત કન્ન બદલાય છે. વિચારપંખી - ૮૮ Ganternational Page #94 -------------------------------------------------------------------------- ________________ રક્ષા ઃ– બંધન કે મુક્તિ ? આજે છે રક્ષાબંધન ! આ દેશની સંસ્કૃતિ અદ્ભુત છે ! આ દેશના પર્વો લાજવાબ છે ! એક એક પર્વની રચના પ્રેમને ઉન્નત ને ઉજળો બનાવવા માટે થયેલી છે ! ભાઈ અને બહેનના સંબંધો જુગજુગથી જીવંત છે ! બીજાસંબંધો સંકોચાઈ જાય....પણઆ સંબંધ હમેશાં live રહ્યો છે. પ્રેમમાં બંધન નથી....મુક્તિ છે ! બાંધે તે પ્રેમ નહીં ! ભાઈની ભાવનાઓ સાથે બહેનની લાગણીઓ જ્યારે ભળેછેત્યારે સમજનીસંવાદિતા રચાય છે પરિવારમાં ! જીવનના રણમાં સંબંધોનું જંગલ ઊભું ના કરતા...સંબંધોનો બગીચો બનાવજો....જંગલમાં યાત્રી અટવાઈ જાય / ભટકાઈ જાય...! બગીચામાં ‘હાશ.....હળવાશ' મેળવે છે ! જીવનયાત્રામાં આવનારા-મળનારાસહયાત્રીઓસુવાસથીછલકાઈને જાય એવા સંબંધો જાળવજો ! તમને ખબર છે આ પર્વ વૈયક્તિક છે? રક્ષબંધન બધા માટે નથી, કેવળ ભાઈ - બહેન માટે છે ! બહેનની હેતનીતરતી શુભેચ્છાઓ રેશમી દોરામાં પરોવાઈને ભાઈના હાથે બંધાય છે...લાગણીઓ કંકુમાં ભળીને ભાઈના કપાળે શોભે છે. ચાંદી જેવું સ્મિત ચોખામાં ભળીને કંકુમાં ચોટે છે અને ભાઈની આંખોમાં નિશ્છલ નેહનો દરિયો ઘૂઘવાટા વિચારપંખી - ૮૯ www.ainelibra.org Page #95 -------------------------------------------------------------------------- ________________ ભરે છે ! સ્વાર્થવિહોણા સંબંધોની કિંમત ઓછીનહીં આંકતા!રક્ષાનુંમૂલ્ય જોઆપ-લેનીભાષામાં સમજ્યા તો તમે આ પર્વને માણી નહીં શકો ! ચાંદીની રાખડી શું ક૨શો, જો ચાંદી જેવું સ્મિત બહેનીના હોઠે નહીં રમે ? રૂપિયાનોરોગલાગુપડશેજોભાઈની ભાવનાઓ બહેનીને નહીં ગમે ! આપ્યા - લીધાની ભાષા વેપારમાં ને વ્યવહારમાં છે, આપણો તો સ્નેહનો નાતો છે ! શું આપવું ને કેવું આપ્યું જો જોશો, તો રક્ષા મુક્તિ નહી રહે.....બંધન બની જશે ! કોણે આપ્યું છે એ મહત્વનું છે ! રાખડી તો હેતભીની આંખડી રાખડી તો પ્રસન્નતાની પાંદડી' વિચારપંખી -૯૦ ✰✰ Page #96 -------------------------------------------------------------------------- ________________ ) રક્ષાબંધન....(ભાઈના માટે) હલ્લો માય બ્રધર.....! બહુ ખુશ છો કંઈ આજે? 4 અચ્છા સમજી ગયો.... બહેનની હેતભીની રાખડીએ તમને ખુશીની ખુશબોમાં તરબતર બનાવી દીધા છે.... ખરું ને? હા..લોખંડની વજ્જર સાંકળમાં પળભર પણ નહીં જકડનારહૈયું લાગણીઓના કાચા દોરે જીવનભર જકડાઈ રહે છે..... પણ સબૂર..! દોસ્ત.....આ જમણા હાથે બંધાયેલી રક્ષા તમારા પર જવાબદારી મૂકે છે..... બહેનના રક્ષણની! એની ભાવનાઓ-એની કોમળ લાગણીઓ એના માસૂમ મનને જરીયે ઠેસના પહોંચે એની કાળજી રાખજો....! એવું કંઈ કામ ના કરશો કે જેથી એનું દિલ દુભાય....! ચોક્કસ? Promise 0. K. તમે બહેનીને કહેજો કોઈના દિલને દુભવવાની એમાં તાબ નથી, આ દિલ ખરાબ છે પણ એટલું ખરાબ નથી...!' વિચારપંખી – ૯૧ www.aire ibidorg Page #97 -------------------------------------------------------------------------- ________________ રક્ષાબંધન.... (બહેનના માટે) આજનો દિવસ તમારો છે. જી હાં.... બહેન! તમારો છે. આજનું આખુંપર્વતમારા નામે લખાયેલું છે. તમારી કોમળ આંગળીઓને સ્પશયેલો એકાદરેશમી દોરો..... તમારા ભાઈના આખા જીવનને નવલું રૂપ આપી દેવા સક્ષમ છે. તમે ધારો તો તમારી લાગણીઓના લાસ્યથી ભાઈનાઆખા જીવનને ભાતીગળ બનાવી શકો. તમારા અંતઃકરણના ઊંડાણથી ભયભર્યા હૈયે ભાઈના હાથે રક્ષ બાંધજો ને પરમાત્માને પ્રાર્થના કરજો – મારા ભાઈનું તન સ્વસ્થ રહે. મન પ્રસન્ન રહે જીવન ઝિંદાદિલ રહે. ભાઈને કહેજો – સાજને ઝંકારવાની વેળ છે..... સૂરની સાથે શબદનો મેળ છે..... આપણી વચ્ચે બીજું કશું નથી. એક નાતો છે, અને નિર્ભેળ છે..! ..... વિચારપંખી – ૯૨ ainucalan Interational Page #98 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ મહાપર્વ..... (પ્રથમ દિવસ) પ્રાણીમાત્રને પ્રેમનો પયગામ આપતું પર્વ! વેર-વિખવાદના ઝેરી બંધન કાપતું પર્વ! જીવનની સરગમ પર સ્નેહનો સૂર છેડતું પર્વ! હૈયામાં હાશ-હળવાશની તાજગી રેડતું પર્વ! જાતમાં જીવવાની રીત બતાડતુ પર્વ! સહુના પ્રત્યે આંતર પ્રીત જગાડતું પર્વ! અહિંસાની આલબેલ પોકારતું પર્વ! હિંસાની આગને ઠારતું પર્વ! પર્વોની દુનિયામાં સોહામણું પર્વ! પના મેળામાં લોભામણું પર્વ! આવો, આપણે હેતપ્રીતના તોરણ બાંધતા અને તૂટેલા દિલોના તારોને સાંધતા આ પર્વને વધાવીએ. આ મહાપર્વની પાવન પળોને ત્યાગ, તપ અને પ્રભુભકિતની ભીનાશથી ભરી ભરી બનાવીએ. ભકિતની ભીના પળોન અને વધાવીએ વિચારપંખી - ૯૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ N. J પર્યુષણ મહાપર્વ.... (બીજો દિવસ) પર્યુષણ શબ્દનો અર્થ જાણો છો?Come on... હું તમને ઓળખાણ કરાવું આ પર્વની ! પર્યુષણમાં પરિ + ૩૬ આમ બે શબ્દોનું સુંવાળું સંયોજન છેઃ પરિ એટલે ચારે બાજુથી.... ૩૬ એટલે રહેવું...... વસવું.....બેસવું.... ચારે બાજુથી આત્મામાં રહેવું સમગ્રતાથી સ્વમાં જીવવું એનું જ નામપર્યુષણ! જે અર્થ ઉપવાસનો છે. આત્માની નિટમાં રહેવું, તેજ અર્થ પર્યુષણનો છે. દુનિયાની ભીડમાં ભલે ખંડ-ખંડ બનીને જીવીએ આપણે... પણ ધર્મના જગતમાં તો અખંડ બનીને સમગ્રતાથી જ કદમ ભરી શકાય! Live with your totality in the present moment. 2424 પર્યુષણની પ્રાણભરી ઉપાસના! પર્યુષણ શીખવે છે જાતમાં જવાની રીત ! પર્યુષણ આપે છે જાતમાં જીવવાની શીખ! જગતની આળપંપાળમાં રહીને પણ જો જાતમાં જીવતાં નહીંઆવડેતોજીવનઝંખવાઈ જશે!પર્યુષણની પળોમાં કરો જાત સાથે વાત! જાત સાથે મુલાકાત! My friend ! Live with yourself. D વિચારપંખી – ૯૪ Jain eduserte hernational Page #100 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ મહાપર્વ (ત્રીજો દિવસ) જીવનના સરોવરમાં પ્રેમનાં પોયણાં ખીલવવાની પ્રેરણા આપનારપર્યુષણનો એક સંદેશછે. અહિંસાનો! સામાન્ય રીતે અહિંસાનો અર્થ કોઈને મારવા નહીં એવો કરવામાં આવે છે. પણ ના.... આ અર્થ તમે તો જાણો છો કે કોઈનો જીવ ઝુંટવવો એ જેમ હિંસા છે તેમ કોઈનાદિલને દુભવવું એ પણહિંસા છે. બીજાના દેહને જેમ પીડા નથી આપવાની તેમ અન્યનાદિલને પણ ઠેસ નથી આપવાની ! શરીરના ઘા સમયની પાટાપીંડીથી રૂઝાઈ જાય છે. મનને લાગેલા ઘા જલ્દી નથી રૂઝાતા ! ભૂલે ચૂકેય કોઈના પ્રાણને પીડા ના આપશો... પંપાળી ના શકો તો કંઈ નહીં! જીવનમાં ડગલે ને પગલે આપણે અહિંસાની આલબેલ પોકારવાની છે!હિંસાની હાયવોય હવે ઠારીએ.... જીવનને અહિંસાથી શણગારીએ ! My friend लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो। जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो। बिछा सको तो फल बिछाना, शूल बिछाना मत सीखो। पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो। Forget,, forgive & be friend ! વિચારપંખી ૯૫ WwwW.Senelibrar.org Page #101 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ મહાપર્વ...(ચોથો દિવસ) A A આવો દોસ્ત! પર્યુષણની ચાંદની જેવી શીળી ચોથા દિવસની ઉજળી ઉજળી ઉષાનો સ્પર્શ તમને હળવેથી ભેટે છે! આજનો દિવસ કલ્પસૂત્રની વાચનાનો પ્રથમ દિવસ ! તમે કલ્પસૂત્ર અંગે જાણો છો ખરા? આવો ત્યારે એની જ વાતો આજે કરીએ! શોક અને મોહની જાળને જલાવી દેનારા આ કલ્પસૂત્રને યુગપ્રધાન-ચૌદ પૂર્વધર ભગવાન ભદ્રબાહુ સ્વામીયે “દષ્ટિવાદ” નામના ૧૨ મા અંગના નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાંથી અલગ તારવીને “દશાશ્રુતસ્કંધ ના આઠમાં અધ્યયન તરીકે સુગ્રથિત બનાવ્યું. ગુરુશિષ્ય પરંપરાથી મુખપાઠ થતા આ કલ્પસૂત્રને વિ.સં. પ૧૦માં લિપિબદ્ધ (ગ્રંથરૂપે) કરવાનું શ્રેય છે મહાન શ્રતધર શ્રીદેવધિંગણી ક્ષમાશ્રમણને! એ ધરતી હતી વલ્લભીપુર (સૌરાષ્ટ્ર) ની! આ ગ્રંથનું સર્વ પ્રથમ સંઘ ,સમક્ષ વાંચન થયું છે વિ.સં. પ૨૩ માં. ગુજરાતના ત્યારના પાટનગર આનંદપુર (વડનગર) ખાતે રાજા ધ્રુવસેનના રાજ્યપરિવારના શોકને દૂર કરવા માટે આચાર્ય શ્રી. કાલિકસૂરીશ્વરજીના શ્રીમુખે ! આ ગ્રંથ પર “સુબોધિકા” નામની સંસ્કૃતમાં રસમય ટીકા (Commentary ) લખવાનો જશ જીતે છે વિ.સં. MONY વિચારપંખી – ૯૬ છે જ Wational G Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૬ ના જેઠ સુદ ૨ ના દિવસે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ! ગુજરાતી ભાષામાં એના પર ખીમશાહી ટિકા લખવાનું કાર્ય વિ.સં. ૧૭૦૭ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે અમદાવાદ ખાતે મુનિશ્રી ખીમાવિજયજીએ પૂર્ણ કર્યું. તત્કાલીન નગર શેઠ શ્રી હેમાભાઈ પ્રેમાભાઈની હાજરીમાં અમદાવાદમાં સકળ સંઘ સમક્ષ એજ વરસે એના વાંચનનો પ્રારંભ થયો. વર્તમાનમાં કલ્પસૂત્રને વિદ્વતાપૂર્ણ સંપાદનથી સાંકળીને પ્રગટ કરવાનું શ્રેય મેળવે છે જર્મન સ્કૉલર રીયુ જે. સ્ટીવન્સન ઈ. સ. ૧૮૪૯ માં પ્રથમ વાર ! આછે કલ્પસૂત્ર અંગે આછી પાતળી જાણકારીની ઝલક ! કલ્પ એટલે આચાર! શ્રમણજીવનની આચાર વ્યવસ્થાની વિસ્તૃત વિવેચના ને વિચારણા કરતા કલ્પસૂત્રને સાંભળતાં ભાવવિભોર બની જજો! NUM વિચારપંખી – ૯૦ Y ainelibreorg : Page #103 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ મહાપર્વ.(પાંચમો દિવસ) - સોણલાની પણ એક સોહામણી દુનિયા છે.... ભાવિના અનેક સંકેતો શમણાંની સોડમાં ઈશારા કરે છે. ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ જોયેલા ૧૪ ..નમણાં શમણાં કેવાસુવાળાંને પ્યારા પ્યારાં છે? એક એક સ્વપ્ન મહાવીરનાં મોહક વ્યક્તિત્વને કળીમાંથી ઉઘડતા ફૂલની જેમ ઉઘાડુંકરેછે. સપનાએ વ્યક્તિના ભીતરી અસ્તિત્વની પ્યાસને પ્રગટ કરે છે! સુંદર સોણલાંની છાબ પણ એના જ નસીબમાં હોય છે કે જે અંતરથી સુંદર હોય!અત્યારે તોવૈજ્ઞાનિકો સપનાઓના અજાણ્યા પ્રદેશની સફર ખેડે છે, આધુનિક Micro electrionic instruments &l2l! આપણા શાસ્ત્રો તો સદીઓથી આ વાતને વિવેચી રહ્યા છે જરી પલકોનો પડદો પાડીને પહોંચી જજો ક્ષત્રિયકુંડના રાજપ્રસાદમાં પોઢેલા દેવી ત્રિશલાની પાસે..જોજો એમના અસ્તિત્વમાંથી નીતરતી લાગણીઓની ભીનાશને ! એક વાત ના ભૂલશો.આજનો દિવસ મહાવીર જન્મ વાંચનનો છે, મહાવીરનો જન્મ દિવસ નથી ! આજનો દિવસ દેવી ત્રિશલાને આવેલા શમણાંઓના નમણાં ગામમાં ગરબે ઘૂમવાનો દિવસ છે. વિચારપંખી - ૯૮ Jain Education internasonal ( SP ;) Page #104 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ મહાપર્વ...(છઠ્ઠો દિવસ) પરમાત્મા મહાવીર દેવના રોમાંચક જીવન પ્રસંગોની પાવન પ્રેરણાના અમીઘૂંટ પાતી આજની અલબેલી ઉષા પર્યુષણનો છઠ્ઠો દિવસ લઈ આવી છે. વર્ધમાન રમે છે મિત્રોની મહેફિલમાં પણ એના અંતરના આંગણે તો ઉદાસિનતા જ રમે છે. માની ઈચ્છા સંતોષવા યશોદા સાથે લગ્નજીવન પણ જીવે છે, છતાંયે એનો આત્મા અળગો છે આ બધાં બંધનોથી! સર્વ ત્યાગની કેડીએ ચાલ્યા જતા. વર્ધમાનને વિદાય આપતી યશોદાની જરા કલ્પના તો કરો, પોતાના પતિને ત્રિભુવન પતિ બનાવવાના કોડ ખાતર એ નમણી નારીએ પોતાના સુખની જરાયે પરવાનકરી. એણે હસતા મોઢે વિદાય આમી પોતાનાં કંતને મહાન સંત થવા માટે ! અરે એટલું જ નહીં, પ્રાણપ્યારી પુત્રી પ્રિયદર્શનાને પણ ત્યાગના પંથેવાળી. મહાવીરની મહાન ઈમારતમાં આ યશોદાએ પોતાના ધબકતા પ્રાણોની કૈક કૈક ઈટો મૂકી હશે. એ મહાન નારીએ પોતાના સર્વસ્વને દૂર દૂર જતા જોઈ બોર બોર જેટલા આંસુ પાડયા હશે! છતાં પણ કોઈ ફરિયાદવિના પોતાના જીવન ધનને જગતધન બનાવનાર એ યશોદાને ઓળખ્યા વિના મહાવીરની ઓળખાણ અધૂરી રહેશે. વિચારપંખી – ૯૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ Jain Educator afernational પર્યુષણ મહાપર્વ ...(સાતમો દિવસ ) ઉગતા સૂરજની સાખે લહેરાતી., પ્રસન્નતાના ફૂલો વિખેરતી સોહામણી પળો પર્યુષણનો સાતમો દિવસ લઈ આવી છે . સંસ્કૃતિના આદ્ય પુરસ્કર્તા પરમાત્મા આદિનાથ તથા કાશીના કોડામણા રાજકુમાર પાર્શ્વનાથના જીવનની ઘણી ઘણી વાતો આજે સાંભળવાનો દિવસ છે. તેમ ઇતિહાસના પાનાંઓ ૫૨ સોનેરી અક્ષર કંડારાયેલી પ્રેમની સર્વોચ્ચ કહાણી પણ આજે સાભળજો નેમ અને રાજુલ ! આઠ....આઠ ભવની પ્રીતના જેણે ચોક પૂરાવ્યા છે એવી રાજાલને તરછોડીને ગિરનારની વાટે ચાલ્યા જતા નૈમ ! યુગયુગની પીછાણ જાણે કે પળભરમાં કાઇ કોઇને જાણતું નથી એ હકીકતની પથ્થરદિવાલ બની જાય છે . નેમ વિના નહીં. ભાં નાથ અનેરો’ની ધૂણી ધખાવી બેઠેલી રાજુલ પ્રિયતમને પામવા, સદા માટે એનામાં લીન બની જવા સંયમના કાંટાળા રાહે કમળ – કોમળ કદમોંમાંડે છે. દેહ -પ્રેમને સ્વાર્થ સંબંધોની ભૂલ ભૂલામણીમાં ભૂલા પડેલા આપણે જરા એક નજર આ પ્રેમના પ્રતીકો તરફ નાંખીએ કે જેથી આપણાં અણુએ અણુએ દિવ્યપ્રેમનીસરવાણી વહે. જેમાં પરમશાંતિના નીર લહેરાતા હોય ! વિચારપંખી - ૧૦૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ મહાપર્વ....(આઠમો દિવસ) વજ હૃદયના બોલ 1 - ક્ષમાપના મીઠા મનન કોલ ક્ષમાપના - આજે દિવસ છે સંવત્સરીનો ! ક્ષમાપનાનો ! ક્ષમાપના.. જીવનની પાયાની જરૂરિયાત છે ક્ષમા..ક્ષમાવિહોણું જીવન તો રણ જેટલુંય રળીયામણું નથી લાગતુ.! રણમાંય રાત પડે રેતીનો સુંવાળોને શીળો...શીળો સ્પર્શ સાંપડે છે....... જ્યારે ક્ષમા વગરના જીવનમાં તો નવેરની આગ ધધકે છે. દાઝવા સિવાય કશું બીજા નથી એ જીવનમાં! દોસ્ત... આ જિંદગી મિત્રોની મહેફિલ બનાવવા માટે છે... શત્રુઓનુ સ્મશાન ઉભું કરવા માટે નથી...! આ જીવન છે દોસ્તોની દોલત વધારવા માટે, નહીં કે દુમિનોની દયનીયતા પેદા કરવા! ભૂલ થઈ નથી થઈ, માફી માંગી લેવામાં નાનમ નથી ! ઝુકવામાં જરીયે ઝાંખપ નહીં લાગે ! ઉલટું સામી વ્યક્તિનું દિલ તમે જીતી લેશો ! હું ઇચ્છું છું. આજે તમારી આંખોમાં કરુણાનું કાજળ અંજાય! તમારા દિલના દરવાજે મૈત્રીનાં લીલાંછમ તોરણ બંધાય. છે , વિચારપંખી - ૧૦૧ W ainelibraorg :: Page #107 -------------------------------------------------------------------------- ________________ તમારા હોઠોની પાંદડીઓ વચ્ચે હેત પ્રીતના ફૂલો ખીલે! તમારા ચહેરા પર સ્મિતની રમ્ય ચાંદનીના નીર ઝીલે ! મૈત્રીનું મોઘું મોતી દોસ્તીના દાબડામાં સચવાશે ! ક્ષમાનું રતન મૈત્રીના જતન વગર ઝંખવાશે! સૃષ્ટિના તમામ જીવાત્મા સાથે મૈત્રીનો નાતો બાંધવા માટે આપણાધર્મશાસ્ત્રોઆપણને ઉપદેશે છે. આદેશ છે ત્યારે કમ સે કમ જેની સાથે જીવીએ છીએ જેની સાથે રહીએ છીએ, એ બધાની સાથે તો મૈત્રી રચીએ | રાખીએ! મૈત્રીનો પ્રારંભ નિજથી કરો ! મૈત્રીની શરૂઆતનિજીથી કરો ! વિચારપંખી - ૧૦૨ Janice on International Page #108 -------------------------------------------------------------------------- ________________ નવપદ આરાધના ... (પ્રથમ દિવસ ) અરિહંત! વિશ્વનું સર્વશ્રેષ્ઠ તત્વ છે અરિહંત ! અરિહંત પરમાત્માની અચિંત્ય કૃપાથીજ આપણને ધર્મતીર્થની ધર્મશાસનની પ્રાપ્તિ થઈ છે. સમગ્ર સૃષ્ટિ માટે વંદનીય .....પૂજનીય એવા અરિહંત ૫૨માત્માનું ધ્યાન ક૨વા માટે નવ દિવસીય આરાધના “સત્રનો પ્રારંભ થાય છે આજથી ! આ નવ દિવસોમાં આકાશમાં સૂર્ય - ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, વગેરેના તેજમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. વાતાવરણ બદલાય છે. માટેતોઆ નવદિવસો સાધના માટે શ્રેષ્ઠ મનાયા છે ! સિદ્ધચક્રની સાધના એટલે સૃષ્ટિના શ્રેષ્ઠ યંત્રની ઉપાસના ! જેના કેન્દ્રમાં અરિહંત છે . કોઈ પણ આત્મા જ્યારે રાગદ્વેષના બંધનોથી સંપૂર્ણપણે મુક્ત બને છે અને તીર્થંકર બને છે, ત્યારે એ જગત આખા માટે પૂજનીય બની જાય છે! અર્હત્ એટલે પૂજાકરવામાટે ઉપયુક્ત!આરાધના/સાધના/ઉપાસના કરવા માટે બધીજ રીતે યોગ્ય તત્ત્વ છે અરિહંત ! વિચારપંખી - ૧૦૩ www.ainelibrat.org Page #109 -------------------------------------------------------------------------- ________________ Jain on International અરિહંતનું ધ્યાન સમગ્ર ચિત્તતંત્રને વિશુદ્ધ કરે છે . શરીરની અસ્વસ્થતાને ઓગાળે છે ‘અરિહંત’શબ્દમાં એ તાકાત છે કે જેનાથી તમામ ભયો દુ૨ થઈ જાય. સાધનામાં જરૂરી છે આપણી સમર્પણની ભાવના! Divine force needs dedication. સાધનાની સફર ખેડે તે સત છે. મુક્તિના મીઠા સૂર છેડે તે મહંત છે. દુનિયા ને જીતનારા અંતે હારી જાય છે. જે ખુદની જાતને જીતે તે ‘અરિહંત ' છે !’ " *** વિચારપંખી - ૧૦૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ ' A નવપદ આરાધના ... (દ્વિતીય દિવસ) જી હાં! તમને કો'કની નજર સતત જુએ છે! જાણો છો એ કોણ જુએ છે?અનંતસિદ્ધપરમાત્માઓ તમને પ્રતિપળ/પ્રતિક્ષણ નિહાળે છે..એમની કરુણાનીતરતીમહેરનજરઅવિરતવરસ્યા કરે છે આ સૃષ્ટિ પર! તમે નહીં જાણતા હો, જ્યારે એક આત્મા સિદ્ધ બને છે ત્યારે જ એક આત્મા “અવ્યવહાર રાશિ'ની નિગોદમાંથી બહાર નીકળીને “વ્યવહાર રાશિમાં પ્રવેશે છે ! અને પછી એની ક્રમિક વિકાસ - યાત્રા પ્રારંભાય છે. આપણા આત્મા પર પણ કો'ક સિદ્ધ આત્માનો આ મહાન ઉપકાર છે. કોણ આત્મા? આપણે નથી જાણતા! આ ઉપકારનો બદલો આપણે કેવી રીતે વાળીએ? આજનો દિવસ છે સિદ્ધપદની આરાધના કરવા માટેનો ! લાલરંગમાં સિદ્ધપદનું ધ્યાન ધરવાથી આપણા તરફ સિદ્ધ ભગવંતનું આકર્ષણ થાય છે... લાલ રંગ છે જ આકર્ષણ માટે! લાલરંગની માળા ..લાલરંગનું આસન...આ બધું સહાયક બને છે જાપમાં ધ્યાનમાં! સિદ્ધ પરમાત્માની આરાધના કરીને, આત્માને શુદ્ધ,બુદ્ધ કરીને સિદ્ધત્વ તરફ ગતિશીલ બનાવીએ. વિચારપંખી - ૧૦૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ Jain duten hiernational નવપદ આરાધના (તૃતીય દિવસ) જિનશાસનના ૫૨મ રહસ્યભૂત શ્રી સિદ્ધચક ભગવંતની આરાધનાના ત્રીજા દિવસે આચાર્યપદની આરાધના કરવાની છે. આચાર! બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે વ્યક્તિ અને સમષ્ટિ માટે ! આચારથી આખું વ્યકિતત્વ ૫રખાય છે..... આચારથી વિચારોનું વલણ જાણી શકાય છે. પાંચ આચારોના પાલનમાં પ્રાણ પૂરનાર તથા એના પ્રચાર માટે પળેપળ પ્રવૃત્ત આચાર્યોને જિનશાસનામાં તીર્થંકરની ગેરહાજરીમાં તીર્થપતિના સ્થાને નીરખવામાં આવે છે. સમગ્ર સંધના સંચાલનની જવાબદારી આચાર્યના શિરે હોય છે..... સૂરજ સંતાઇ ગયો હોય કે ચાંદો છુપાઇ ગયો હોય ત્યારે અજવાસ માટે દીવો કામ લાગે છે, તેમ તીર્થંકર ભગવંતો કે કેવળજ્ઞાની અરિહંતો નથી ત્યારે જિનશાસનના રખોપાં કરે છે શાસન, સંઘ અને સંયમને સમર્પિત સૂરિદેવો ! સમગ્ર સંઘનું હિત જેમની આંખોમાં છે..... સકળ સંઘના તમામ જીવો પ્રત્યે મારા-પરાયાની ભેદરેખા વગર જેમનું વાત્સલ્ય વરસે છે...એવા આચાર્ય ભગવંતને અનંત વંદના!! વિચારપંખી - ૧૦૬ Page #112 -------------------------------------------------------------------------- ________________ નવપદ આરાધના (ચતુર્થ દિવસ ) જેના ચરણોમાં બેસીને સમ્માનની ગંગોત્રીમાં ઝીલવા મળે છે..... એવા ઉપાઘ્યાય ભગવંતોની આરાધના કરવાનો આજ અનેરો દિવસ છે. જ્ઞાનનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ જિનશાસનમાં ઉપાઘ્યાયનું છે. કારણ કે જ્ઞાનનું દાન કરે છે ઉપાધ્યાય ભગવંત ! મશાલના અજવાળે માઈલોની સફર થઈ શકે છે પણ મશાલ પેટાવનાર મશાલચીને વિસરી જઈએ તો આપણે નગુણા ગણાઈશું! ‘જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનતણા બહુમાન!' રખે આશાતના કરતા એવા જ્ઞાની ઉપાધ્યાય ભગવંતોની! આરાધના કરજો! મંત્ર-તંત્રના દષ્ટિકોણથી લીલા રંગની માળા.....લીલું આસન....લીલા વસ્ત્રો..... અને લીલા રંગમા ઉપાધ્યાય પદનો મંત્રગર્ભિત જાપ તનના સ્વાસ્થ્ય માટે બાહુ સૂચક મનાયો છે, લીલો રંગ ‘એનર્જી’ ને ગ્રહણ કરે છે માટે તો વૃક્ષનાં પાંદડાઓમાં રહેલું ‘કલોરોફીલ’ આપણને ‘ઑઝોન ’ આપવામાં સહાય બને છે. પ્રાચીન સરસ્વતીકલ્પ પ્રમાણે સરસ્વતીની સાધના પણ લીલા રંગમાં કરવાની રહે છે. વિચારપંખી - ૧૦૭ ----- helibaty.org Page #113 -------------------------------------------------------------------------- ________________ ‘3ૐ હ્રીં નમો ઉવજઝાયાણં' નો જાપ જ્ઞાનની ગંગોત્રીનું પીનપોઈન્ટ” ખોલી આપે છે. તેમ તનની તબીયતનું તૂટેલું, તારામૈત્રક રચી આપે છે. ઉજળા હૈયે ને ઉરના ઉમંગે ઉપાધ્યાય ભગવંતને પ્રણામ કરજો. સ્વાધ્યાયની શીખ આપે ઉપાધ્યાય! દ્રવ્ય-પર્યાયિના ભેદ બતાડે ઉપાધ્યાય! જીવનના અધ્યાયને ઊંડાણથી સમજાવનારા ઉપાધ્યાય ભગવંત ને વંદના વિચારપંખી - ૧૦૮ Jailddaton uternational Page #114 -------------------------------------------------------------------------- ________________ નવપદ આરાધના (પંચમ દિવસ) | સર્વજ્ઞ શાસનના સિદ્ધાંતોને જીવનમાં જીવનાર ને જગતને એ રાહ ચીંધનાર સાધુ પુરુષોના પાવન ચરણે ભાવભીની વંદના! જે કોઇ સાધુભગવંત પરમાત્મા જિનેશ્વર ભગવંતના શાસનને સમર્પિત છે.....સન્મુખ છે... પછી એ કોઈપણ ગચ્છના હોય, પંથના હોય...સમુદાયના હોય.... એ આપણા માટે સદા સર્વદા વંદનીય છે....આદરણીય છે! બહુ ધ્યાન માંગી લે એવો શબ્દ છે ‘સવ્વસાહૂણં'! મારી/તમારી માન્યતાના ચોકઠામાં પૂરાયેલા નહીં....પણ “સલ્વ' એટલે બધા જ સાધુભગવંતો, જેઓ પરમાત્માને પંથે ગતિશીલ છે....જેમણે જાતને સમર્પિત કરી છે પરમાત્મશાસન માટ–જગતને સંદેશો દેવા ફરી રહ્યા છે મહાવીરનો! એતમામ સાધુભગવંતોનેહૈયાની અનંતશઃ વંદના.. સાધના કરે તે સાધુ.....! શ્રમ કરે..કષાયોને દૂર કરવા માટે પરિશ્રમ કરે તે શ્રમણ.. મૌનના મહાસાગરમાં ડૂબકી મારે. ડૂબી જાય તે મુનિ..! વિચારપંખી - ૧૦૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ આવા સાધુભગવંતોનો જાપ શ્યામરંગના વર્તુળમાં કરવાનો છે. તમને ખબર હશેઃ શ્યામરંગ Suck-up કરે છે.....શોષી લે છે ચૂસી લે છે.... અંતરની ધરતી પર ઉગી નીકળેલા વાસનાઓના ઝાડવાં-ઝાંખરાને સૂકવી દે છેઃ ઝંખનાઓના ઝાળાને જલાવી દે. કામનાઓની ભીનાશને શોષી લે. એ જ શ્યામરંગમાં સાધુપદની સાધના માટેના સૂચના સૂચક છે. માનસિક વિકૃતિઓને દૂર કરવામાં સાધુપદનું ધ્યાન સહાયક બને છે. શ્યામ વસ, શ્યામ માળા, શ્યામ આસન આ બધું ઉપયોગી છે. કાળો ડિબાંગ અંધકાર છે માટે તો સૂર્યનું મહત્વ છે ! સાધુતામા સૂર્યની ઉપાસના કરીને જીવનમાં છવાયેલો અજ્ઞાનનો અંધકાર ઓગાળી દઈએ....એજ આજના દિવસનો પયગામ છે! વિચારપંખી - ૧૧૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ નવપદ આરાધના (છઠ્ઠો દિવસ) જેની પ્રાપ્તિ આત્માને અંધકારથી પ્રકાશ તરફ ઘેરી જાય છે.....એ સમ્યગ્ દર્શનને અનંતશઃ પ્રણામ. દર્શન એટલે જેjદેખવું. સમ્યગુ એટલે સાચી રીતે સારી રાતે...જે વસ્તુ જેવી છે. એવી જ એને જોવી એનું નામ સમ્યગુદર્શન! અફકોર્સ, આપણે બધા દર્શન તો કરીએ છીએ..જોઇએ તો છીએ, પણ આપણું દર્શન ભાગ્યે જ સમ્યગુ હોય છે ! આપણી આંખો પર માન્યતાઓ પ્રતિબદ્ધ પૂર્વગ્રહો અને જડ વળગણોના ચશ્મા ચઢાવીને જ આપણે બધા જોતા હોઈએ છીએ ને? માટે તો સાચી સમજણ આપણે કેળવી શકતા નથી કે સારી દ્રષ્ટિ આપણે મેળવી શકતા નથી...! દર્શન વ્યક્તિનું હોય કે સમષ્ટિનું ! જોવું વસ્તુનું હોય કે વિશ્વનું ! સમજવું આત્માનું હોય કે પરમાત્માનું! બધું જ ‘સભ્ય હોવું જોઈએ. સમીચીન હોવું જોઈએ.....! સમ્યગૂ જોનાર કશું જ ખોતો નથી.... જ્યારે સમ્યગુનહીં જોનારખોટે રસ્તે દોરવાઈને સર્વસ્વ વિચારપંખી -૧૧૧ www.jatrlelibrary.org Page #117 -------------------------------------------------------------------------- ________________ સળગાવી બેસે છે દ્વૈતરંગમાં સમ્યગ્ દર્શનપદની ઉપાસના પાછળ આ એક જ રહસ્ય છે. શ્વેત રંગ સ્વસ્થતા માટે સૂચક ગણાય છે.... સમજૂતી માટે સૂચક છે. મનની સ્વસ્થતા વિચારોની એકાગ્રતા/ચિત્તની સહજતા માટે સમ્યમ્ દર્શન પદનું આરાધન કરવાનું છે....... સમજણનો નાનકડો દીવો જીવનખંડમાં જલી ઉઠશે તો અંતર આનંદની અમીરાતથી ઉભરાવા માંડશે. જો જો તમારું દર્શન પ્રદર્શન ના બને! તમારી સમજણ ઘર્ષણ ના બને! છે.. છે . વિચારપંખી - ૧૧૨ Jdin Educationternational Page #118 -------------------------------------------------------------------------- ________________ નવપદ આરાધના (સાતમો દિવસ ) આજનો દિવસ છે સમ્યાનની આરાધના કરાવા માટે ! જ્ઞાન જ્ઞાન વગર તો ચાલે જ કેમ ? જ્ઞાન એ તો જીવન માટે શ્વાસ જેટલું જરૂરી છે ! જોયા પછી જાણવું જરૂરી બને છે . માત્ર જોયા કરવાથી શું? જોવું અને જાણવું ...જાણવું અને જોવું ...આમ આ બન્ને એકબીજા સાથે સંયુક્ત છે . જોડાયેલા છે. શ્રદ્ધા પણ જ્ઞાનોપેત હોવી જરૂરી છે. . . ખાલીમાલી શ્રદ્ધા કયારેક નબળી પડીને નંદવાઈ જાય છે...જ્યારે સમજણભરી શ્રદ્ધા વધુ ને વધુ પ્રગાઢ થતી હોય છે ! પરમાત્માને જાણો ! આત્માને ઓળખો ! જાતને જાણો! જગતને ઓળખો ! અમૃત બનીને જ્ઞાન જ્યારે અંતરની અવિન ૫૨ વસે છે અનરાધાર......ત્યારે પછી કષાયોના તાપ શમી જાય છે.....વાસનાઓનામેલ ઘોવાઈજાયછે! કામનાઓની બળતરા શાંત પડી જાય છે ! જ્ઞાન મેળવવા માટે સદા પ્રયત્નશીલ રહો... ઉમર, સ્થાન કે સંજોગોના બહાના કાઢીને કે કર્મની કાંધે પુરુષાર્થને ટીંગાડીને આલતૂફાલતુ ના બની જાવ ! પળેપળને જ્ઞાનથી સીંચી લો ..... શુદ્ધ સ્ફટિક જેવા પારદર્શી જ્ઞાનને મેળવવા વિચારપંખી - ૧૧૩ ainelib.org Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્વેત વસ્ત્રો શ્વેત માળા/ શ્વેત આસન અને કલ્પનોઓના કાલીનપર શ્વેત રંગોનોસાગરલહેરાતો હોય એવા બનીને ‘ૐ મૈં નમો નાળલ્સ' નો કે માતા સરસ્વતીનો જાપ કરો. સ્મરણશક્તિને સતેજ કરવા...ભણેલું યાદ રાખવા અને સંતપ્ત જીવનને સાંત્વના આપવા માટે આજનો જાપ ...તપ.... અને સ્વાધ્યાય ખુબ જ ઉપયોગી નીવડે છે ! દરરોજ સ્વાધ્યાય, કરવા પ્રતિજ્ઞા કે સંકલ્પ કરો.... જેમ તનને તંદુરસ્ત રાખવા ખોરાક જરૂરી છે તેમ મનને મસ્ત રાખવા સ્વાધ્યાય જરૂરી છે! સ્વાધ્યાય! સ્વનું જેમાં અધ્યયન થાય એ સ્વાધ્યાય કહેવાય! સ્વાધ્યાયથી સમૂળગા અળગા રહ્યા તો સ્વને સમજવાની /સમર્પવાની ક્ષમતા નહીં સાંપડે ! વિચારપંખી - ૧૧૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ નવપદ આરાધના (આઠમો દિવસ ) સંયમ............ ભડકી ના જશો..... શબ્દસાભળીને કે અક્ષરો વાંચીને ! સંયમ જરૂરી છે. ભઈલા! આપણું જીવન બદસૂરત અને બેહુદૂ બની ગયું છે કારણ કે સંયમનો આછો અણસાર પણ ક્યાં છે આપણા વર્તન ---વ્યવહારમાં? સંયમનો અર્થ માત્ર સંસારત્યાગ કરશો તો કદાચ સંયમ ‘દૂરની મંઝિલ – પુણ્યનો ઉદય’ અને બીજી ઘણી વિશેષતાઓમાં અટવાઇ જશે.... જીવનમાં ડગલે ને પગલે સંયમની જરૂર છે ! ખાવામાં સંયમ, પીવામાં સંયમ, બોલવામાં સંયમ, ચાલાવામાં સંયમ,..... વિચારોનો સંયમ પણ એટલો જ આવશ્યક છે જેટલો વર્તનનો સંયમ જરૂરી છે.... આપણે તો બેફામ બોલીએછીએ...મનફાવેએમબકીએછીએ....(સૉરી ..કહીએ છીએ !) અને વ્યવહાર તો આપણો વિચારવિહાણો છે જ! પછી સંયમની શું વાતો કરીએ? કેવી રીતે સંયમની આરાધના કરશું ? જીવનમાં જડેલી સંયમની શ્વેત ચાદરને પળે પળે આપણે ખરડીએ છીએ...કંઈ કેટલા વાસનાનાં વિચારપંખી - ૧૧૫ www.ainelibrat.org Page #121 -------------------------------------------------------------------------- ________________ Jai durang temnational ડાઘ આપણે એ ચાદર પર લગાડીએ છીએ ... પછી! પરમાત્મા પ્રસન્ન થાય કઈ રીતે ? સિદ્ધચકની કૃપા આ૫ણા ૫૨ વ૨સે કેવી રીતે ? સંયમની સાધના શ્વેત વસ્ત્ર શ્વેત માળા / શ્વેત આસન સાથે જેમ ક૨વાની છે તેમ હૈયાને પણ શુભ/ શ્વેત / સ્વચ્છ રાખવું જરૂરી છે ......હૃદયમંદિર જો અસ્વચછ હશે...ગંદું હશે તો સંયમની પ્રતિષ્ટા કેમ કરીને કરશો? આજથી સંકલ્પ કરોઃ જીવનનીદરેક વૃત્તિ અને પ્રવૃત્તિ પર સંયમનો શણગાર કરવા માટે ! બોલવાની ના નથી.........પણ સંયમથી ! ખાવાની ના નથી.........પણ સંયમથી ! જીવવાની ના નથી.........પણ સંયમથી ! સંસ્કરોની મૂડી જળવાય છે સંયમની સુરક્ષામાં, કેડી જડે છે સંયમના નકશામાં ! સ્વસ્થ અને સહજ જીવવાની વિચારપંખી -૧૧૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ નવપદ આરાધના (નવમો દિવસ) તપશ્ચર્યા! - સર્વજ્ઞ પરમાત્માના ધર્મશાસનની આ જગતને જે અપૂર્વદેણ છે એમાં તપ બહુ મહત્વ ધરાવે છે ! ખાણમાંથી નીકળેલા સોનાને શુદ્ધ કરવા અગ્નિમાં તપાવવું પડે છે .....એમ અનાદિકાળના કુસંસ્કારોથી દબાયેલા આત્માને અણિશુદ્ધ કરવા માટે તપશ્ચર્યા છે! અલબતુ, તપના અનેક પ્રકારો છે. ન ખાવું એ જેમ તપ છે, તેમ ઓછું ખાવું એ પણ તપ છે! સહુથી મોટું તપ છે. કમ ખાવ, ગમ ખાવ ઔર જિંદગી બનાવ.' કમ ખાવાનું તમે અને હું સમજી શકીએ છીએ પણ ગમ ખાવાની વાત તો સમ ખાવા પૂરતીયે આપણે જાણતા નથી! જાત પર કાબુ રાખવો.દિમાગ પર નિયંત્રણ રાખવું...બહુ જરૂરી છે ! સ્વને અનુશાસિત કરવું એ મહાન તપશ્ચર્યા છે. તપતો કર્મોને તપાવવા માટે કરવાનો છે, જ્યારે આપણે તો પોતે જ તપી જઇએ છીએ! તપ કરીને તવાની જેમ આપણે તપી જઇએ છીએ........ શું બહુ સારા લાગીએ છીએ એ વખતે આપણે ? જરી વિચારો તો ખરા !. વિચારપંખી -૧૧૭ jainelilla .org Page #123 -------------------------------------------------------------------------- ________________ 30, 2. છે , ઠંડી રોટલી કે ઠંડા ઢોકળા આપણા દિમાગને ગરમ કરીને મૂકે છે! કેવી દયનીય સ્થિતિ આપણી છે! તનની તપશ્ચર્યાની સાથે મનની તપશ્ચર્યા કરવાનું આપણો શીખી લઈએ ! મનની તપશ્ચર્યા માટે તપની સાથે જપ જરૂરી છે........ ‘તપ અને જપ!બીજી બધી લપ..! નવપદની સાધનાના નવ નવ દિવસોની તપશ્ચય ...સાધના....આરાધના..ઉપાસના બધાનો સરવાળો કરવા માટે એ જોજો કે – P) હૈયું કેટલું કોમળ બન્યું? ગુસ્સો કેટલો મોળો પડયો ? અહ”ને મમ” કેટલા ઓગળ્યા ? તમારા તપસ્વી આત્માને વંદન! તમને તપસ્વીને અભિનંદન! ઉહ વિચારપંખી -૧૧૮ Jain EOS International Page #124 -------------------------------------------------------------------------- ________________ નવરાત્ર.... હવન અષ્ટમી) ID : (૨) આજે છે હવન અષ્ટમી ! નવરાત્રમાં શક્તિરૂપી દેવી તત્ત્વોની ઉપાસના કરનારાઓને મન આજનો દિવસ ઉમદા છે પવિત્ર છે! જી હાં તમે પણ હવન કરી શકો છો! અરે કરવો જોઈએ ! પણ સબુર ..હવન કરશો શેનો ? કહું તમને? તમારી ભીતરમાં ઢબૂરાયેલીવાસનાઓને હોમી દો! કામનાઓથી કાળા ધબ બનેલા કાળજાન હવન....એવો કરો કે જીવન નંદનવન બનીને પમરી ઉઠે ! જરી જુઓ તો ખરા ઝાંકીને ભીતરમાં...! કેટલી બધી ગંદકી ભરી છે ભીતરમાં?કેવા ઢગ ખડકાયા છે કચરાના? બધી જાતની ગંદકી દૂર થઈ જાય અને આત્મા સ્વચ્છ બને...સ્વસ્થ બને ...એવો હોમ કરીને વિચારોના વ્યોમને સુગંધથી સભર બનાવો. - તક મળી છે તો સાધનાના તીર વડે તકદીરને વિચારપંખી -૧૧૯ www.enelibras Page #125 -------------------------------------------------------------------------- ________________ D), (LT વીંધી લ્યો .... તહેવારો શું આનંદ પ્રમોદ માટે છે? તહેવારોના ધ્યેયને ભૂલી ના જશો... - આજે જ્યારે હોમ-હવન કરો ત્યારે જાગજુની વાસનાઓની વળગણોને પણ હોમી દેજો... જરી – પુરાણી ઝંખનાઓના કાટમાળને જલાવી દેજો! વિચારપંછી ૧૨૦ Jaig a tional Page #126 -------------------------------------------------------------------------- ________________ નવરાત્ર (નૈવેદ્ય નવમી.....) નવરાત્રીની નોમને ‘નૈવેદ્ય નવમી ’ કહેવામાં આવે છે! નૈવેદ્ય ! ૫રમાત્માના ચરણે જે ધરાય તે ! માના ચરણે જે અર્પણ કરાય તે ! જ્યાં પ્રીતનાં પોયણાં પાંગર્યા હોય ત્યાં અર્પણ આકરું ન લાગે ! જ્યાંસ્નેહનાંસોદાકર્યાહોયત્યાંપછી સમર્પણ સાંકડું ને રાંકડું ન લાગે ! માના ચરણે તો આખું જીવન જ નૈવેદ્યરૂપે સમર્પી દેવાનું છે. જીવનથી વધીને બીજું આપણે શું આપી શકીએ માને કે પરમાત્માને ? માને તો જેટલું દઈએ એટલું ઓછું ! પરમાત્માના ચરણે આપણું આખ આયખું ધરી દેવાનો સંકલ્પ આજના દિવસે કરી લેવાનો હોય છે. એકવાર અ[પછી આ જીવન માની મૂડી બની જશે. આપણે પછી માત્ર એના Trustee ! માલિક નહીં! આપણે એ મૂડીને સાચવવાની છે ! મા ક્યારે માંગી લે, શી ખબર? જ્યારે મા માંગે ત્યારે મલકાતા મોઢે ને છલકાતા હૈયે એને જીવન સોંપી શકીએ, એ રીતે જીવનને જાળવજો! વિચારપંછી ૧૨૧ www.kaimelioran.org Page #127 -------------------------------------------------------------------------- ________________ આરતી ઉતારો - www ખરી? પણ આ રીતે ! તમે ક્યારેક પરમાત્માની આરતી ઉતારી છે મંદિરમાં - દેરાસરમાં દરરોજ સાંજ પડે આરતીના ઘંટ સંભળાય છે..... દીવા ઝળુંઝનું થાય છે. નગારે ઘા દેવાય છે, ક્યાંક શંખ પૂરાય છે. અને મીઠા સૂરો/શબ્દોમાં આરતી ઉતારાય છે. જાણો છો શા માટે આરતી ઉતારવાની છે ? આપણા અંતઃકરણની આર્તતા....વ્યથા, પીડાને દૂર કરવા માટે આરતી ઉતારવાની છે. અતિ-દુઃખ જેનાથી દૂર થાય તેનું નામ આરતી ! પણ જો જો આરતી ઉતારતી વેળા હૈયું એકદમ આર્ટ જોઈએ, દિલ ખૂબ જ કોમળ જોઈએ, પરમાત્માના મિલન માટે હૈયું હલબલી ઉઠે, દિલમાં ભાવનાઓના જુવાળ ખળભળી ઉઠે, ત્યારે જે આરતી ઉતરશે, એ આરતી ખરેખર અતિને દૂર કરનારી હશે ! પછી ભલે ને આરતી માની ઉતારો કે પરમાત્માની ! આરતી એની જ ઉતારાય જેને પામવા માટે પ્રાણ તરફડતા હોય, જેને મળવા મન તલસતું હોય, જેને જોવા નજરું વહેતી હોય....હૈયામાં ભાવનાઓનો ધોધ, આંખોમાં હેતની રેલી ને હાથમાં આરતી.... સમજો, તમારી અતિ દૂર થઈ જ જવાની ! વિચારપંખી ૧૨૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ નોરતાના ઓરતા.. ફરી એકવાર ધરતી અને આકાશ હેલે ચડ્યાં છે. ચાંદ અને તારાઓના દાંડિયા લઈને નીકળી પડેલી રાત રમે છે! | નવરાત્ર! કેટલો અર્થગંભીર શબ્દ છે! આપણે એને સાવ છીછરો અને છેતરામણો કરી મૂક્યો છે ! સમ્યક્ દષ્ટિ ખોવાઈ ગઈ છે! તમામ પર્વોની રચના પાછળ કંઈક ધ્યેય છે! આદશોંની ઉંડી સૂઝ છે. વ્યવહારની વ્યાપક સમજ છે! નોરતાના નવેનવ દિવસ શક્તિની આરાધના ઉપાસનાના મહામૂલા દિવસો છે ! આ દિવસોમાં વાતાવરણ બદલાઈ જાય છે. મંત્ર-તંત્ર અને યંત્રની સાધના માટે આ દિવસો મહત્ત્વના મનાયા છે. શક્તિની આરાધના કરીને ભીતરમાં ઢબૂરાઈ ગયેલી અઢળક આત્મશક્તિને જાગૃત કરવાની છે ! માં” ના ચરણે જ્યારે જીવન સમર્પિત બને ત્યારેજ શક્તિના ધોધનો પીનપોઈન્ટ' ખૂલે! નૃત્ય કરવાનું છે પણ “મા” ને રીઝવવા પરમાત્માને ‘પ્લીઝ કરવા! નહીં કે લોકોનો ‘વન્સમોર' મેળવવા! નાચવાનું છે.... માના ચરણોમાં ! જગતના ચોકમાં નહીં ! “મા” એ તો શક્તિની સ્વરૂપા છે. વિચારપંખી ૧૨૩ Gister.org Page #129 -------------------------------------------------------------------------- ________________ Ja Education international આત્મશકિતની આરાધના કરવા માટે નવરાત્રિના દિવસો છે ! ખાઈ-પીને જલસા કરવા માટે નહીં ! એ માટે તો આખી જિંદગી પડી છે ! વરસમાં બહુ થોડા દિવસો આવે છે કે જ્યારે સમગ્ર અસ્તિત્વ આંદોલિત બની જાય.... એવું વાતાવરણ સર્જાય છે....કુદરતના ખોળામાં ! પરમાત્માની પ્રસન્નતા મેળવવા માટે જીવન છે. દુનિયાની નજરોમાં વસવા માટે ન નાચો ! એક વાત સમજી લેજો....શોર.....અવાજ.... ઘોંઘાટ, આ બધામાં તમારી પ્રાર્થના ખોવાઈ જશે તો પરમાત્મા સુધી કે ‘મા’ સુધી નહીં પહોંચી શકે ! પરમાત્માને પામવાનો માર્ગ છે મૌનનો ! મા ને મેળવવાનો રસ્તો છે ખામોશીનો ! શબ્દો કરતા મૌનની તાકાત વધારે છે ! શબ્દો શબ જેવા બની જશે જો મૌનના સૂરમાં નહીં ઢળ્યા હોય ! વિચારપંખી ૧૨૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોની છેડતી ના કરો !! દિવસ ઉગે છે આથમવા માટે જ ! સવારનો સૂરજપ્રગટે છે સાંજે ઢળવા માટે ! રાતે ચાંદો નીકળે છે સવારે ડૂબવા માટે ! પણ કો’ક દિવસ દાડમની કળી જેવો ઉઘડે છે. કો’ક દિવસ સોનેરી કિરણોને વેરે છે. કો’ક ચાંદો ચાંદીના જેવો ચળકતો હોય છે ! નવરાત્ર તો વીતી જવાના ! તમે કદાચ આ સાધના માટે સર્જાયેલા દિવસોને ખાવાપીવામાં ને હલ્લોગુલ્લો કરવામાં પૂરા કરી દેશો ! તો તો.... નાહ્યા પછી સરી પડેલા પાણીની જેમ બધું જ વહી જશે...તમે કોરા ધબ રહી જશો....આ દિવસો ખાણીપીણીની ઉજાણી કરવા માટે નથી ! એકબીજાની સતામણી કરવા માટેના નથી! આદિવસો છે સ્વસ્થ બનીને ‘સ્વ’ ને શોધવા માટે દિવ્ય તત્ત્વની કે પરમાત્માની કૃપા મેળવવા માટે ! સાંસ્કૃતિક પર્વોને વિકૃતિઓની વેવલી વળગણોમાં વીંખી ના નાંખો ! સંસ્કૃતિને ચીંથરેહાલ બનાવી દેવાનું પાપ પ્રકૃતિ નહીં સાંખી શકે.... આમેય દેશમાંકેવિશ્વમાંચારેબાજુઅશાંતિનીઆગલબકારા વિચારપંખી ૧૨૫ www.ramelbrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ Jain relevational લે છે ત્યારે સંસ્કૃતિને કદાય શણગારી ના શકીએ, પણ એના ચીરહરણનાં પાપમાં ભૂલેચૂકે ભાગીદાર ના બનતા! દુનિયાને રીઝવવા જતા જો ૫રમાત્મા રૂઠી ગયા તો? જગતને ખુશ કરવા જતાં જો જાત નારાજ બની જશે તો? ના,એવું નાકરતા! પર્વોની પાછળના રહસ્યોને જાણો.... એના મહત્ત્વને સમજો..... ગતાનુગતિકતામાં ગૂંચવાઈનાજાવ!આનંદ-ઉલ્લાસનૃત્ય બધું બરાબર, પણ સંસ્કારોને સળગાવીને તો નહીં જ! જરી ઠંડા કલેજેવિચારજો!નવરાત્રમાં જે કરો છો, જુઓ છો, એમાં સંસ્કારોને ઘસ૨કો તો નથી લાગતો ને ? ઘસરકો ઘા બની જશે તો મુશ્કેલી ઊભી થશે ! સંસ્કારોને સાચવી રાખો ! એક જીવંત આંદોલન ઉપાડીશું આપણે ? ‘સંસ્કાર બચાવ !' વિચારપંખી ૧૨૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ જીવન છે સંગ્રામ! આજે છે વિજયાદશમી ! વિજયને વરવાની તિથિ! વિજય મેળવવાનો મોંઘો દિવસ! નવરાત્રિના દિવસો દરમ્યાન કરેલી ઉપાસનાની એક જ ફલશ્રુતિ હોઈ શકે... અને તે વિજય! શેના પર વિજય? પૂછો છો? આપણી જાત પર ! બીજું બધું હારી જઈશું તો ચાલશે બહુ નફો-નુકશાન નહીં રહે...પણ જો જાત સામે હારી ગયા તો, તો એ હાર નામોશીભરી હાર ગણાશે. જાત સાથે ઝઝૂમવું છે.... અને જાત સામે જીતવું છે. આજનું પર્વ જીવવાની ઝળહળતી પ્રેરણા આપતું પાવન પર્વ છે. જાતને તમે જીતી લ્યો, જગત આપોઆપ જીતાઈ જશે. હૈયાના કુરુક્ષેત્ર ઉપર પળેપળનો સંગ્રામ ચાલી રહ્યો છે. વાસનાઓ અને ભાવનાઓ વચ્ચે ! વાસનાના રાવણને ઉપાસનાના રામ બનીને આરાધનાના તીર વડે વીંધી નાંખીએ.. યાદ રાખો ‘અર્નેસ્ટ હેમિંગ્વ’નું આ વાક્ય ! 'Man is not made for defeat, A man can be destroyed but not defeated !' વિચારપંખી ૧૨૭ www cai Page #133 -------------------------------------------------------------------------- ________________ Jainism in sational So ખાનગી વાત પણ જાહેરમાં ! શરદપૂર્ણિમાનાઉજાગરાહજુતમારી આંખોના ટેરવે બાઝી રહેલા છે... માટે વાત કરું છું પૂનમની ! પૂનમની રાત કેમ રળિયામણી ને રઢિયાળી લાગે છે, ખબર છે? કારણ કે ત્યારે ચાંદો પૂરબહારમાં ખીલી ઉઠે છે ! સોળ શણગાર સજીને ચાંદની ઉતરી આવે છે અવિને પર રાસ રમવા માટે ! પૂનમ વખણાય છે ચાંદાના લીધે....ચાંદો વહાલો લાગે છે એના સંપૂર્ણ વિકાસના લીધે ! લો, ત્યારે તમને ખબર નથી ! આપણો પ્રેમ પણ અસલ આ ચાંદા જેવો છે ! 'Love is like the Moon, When it does not increases, it decreases!' પ્રેમ તો ચાંદા જેવો છે. એ જ્યારે વધતો નથી ત્યારે ઘટવા માંડે છે !’ કમ-સે-કમ પ્રેમ ઝંખનારા ! પ્રેમની લાંબી પહોળી વાતો કરનાર કે પ્રેમના નામે નાકનું ટીચકું મરડનારા લોકો માટે આ બહુ મહત્વની વાત છે ! બીજનો ચંદ્ર ભલે ફિક્કી હોય.... આછો હોય, વિચારપંખી ૧૨૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ અધૂરો હોય પાતળો હોય પણ એના વિકાસની યાત્રા ગતિશીલ રહે છે... પૂર્ણતા તરફ એ ચંદ્ર પ્રગતિશીલ રહે છે... આહિસ્તા આહિસ્તા પણ એકધારી રીતે ચાંદો વધતો રહે છે. અને જ્યાં પૂનમની રાત આવી કે પૂર બહારમાં પોતાની સંપૂર્ણ અદાથી નીકળી પડે છે ચાંદો આભના અનંત બગીચામાં! પણ પછી શું?પછી એ ઘટવા માંડે છે.... ફિક્કો પડવા માંડે છે. ઝંખવાતો જાય છે. કારણ કે વધતો નથી.જે વધે નહીં એ ઘટે જ, અને છેવટે અમાસની કાળી રાત એને ભરખી જાય છે! તમારાભીતરમાં રહેલો પ્રેમ પણ બરાબરઆવો જ છે. આ ચાંદા જેવો જ, એ જ્યારે વધતો નથી, વહેંચાતો નથી, ફેલાતો નથી....ત્યારે અટકી જાય...અને મોટે ભાગે તો વાસનાની અલીગલીમાં ભટકી જાય છે! પ્રેમને પ્રતિપળ વધારતા રહો, નહીંતર ઘટી જશે. વિચારપંખી ૧૨૯ vanelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ ધરખમ ભાવવધારો! દિવાળીના દિવસો નજદીક દોડી આવે છે તેમ કેટલાક શબ્દો તીડના ટોળાની જેમ આપણને ઘેરી વળે છે. એમાં ‘ભવ્ય સેલ'...“ધરખમ ભાવ ઘટાડો'... વગેરે વાક્યોના તીર તો વારે વારે આંખ અને કાનને વાગ્યા કરે છે ! ભવ્યસેલની રેલમછેલમાં ધસારોય સારો એવો થતો હોય છે. (ખાસ કરીને બહેનોનો) સેલની રેલમાં કંઈ કેટલી બહેનો બિચારી તણાઈ જાય છે ! કંઈ કેટલા રૂપિયા પર્સથી વિખૂટાં પડી જાય છે ! ધસારો હોય ત્યાં ઘસારો હોય જ ! આ એક એવી છેતરામણી જાળ છે કે ભલભલા એમાં ભોળવાઈ જાય ! સેલની સુંવાળી જેલના સળિયા તો એમાં ફસાનારને જવાગે ! ભાવઘટાડો જોયો એટલે આપણે ભરમાઈ જઈએ છીએ પણ વિચાર કરીએ તો આપણે ખોટમાં છીએ! ભલે, ચારે બાજુ ભાવઘટાડાના પાટિયાં માર્યા હોય પણ તમે તો તમારા દિલના આંગણે ‘ભાવ વધારો’નું બોર્ડટીંગાડીદો! હાસ્તો! હૈયાના ભાવ ઘટી ગયા તોખલાસ!ભાવો વધતા રહેશે પ્રભાવ વધશે.. અને જીવનની નાવ આગળ ધપશે. જો ભાવ ઘટી ગયા તો જીવનની નાવમાં કાણાં પડી જશે. ને પછી આતે આસ્તે સંસારના દરિયામાં તળિયે! વિચારપંખી ૧૩૦ Jair artnernational Page #136 -------------------------------------------------------------------------- ________________ . આ છે માટે ભાવ વધારો ભઈલા ! ઘટાડવાની વાત નહીં! ધંધો વિકસાવવો હોય તો મૂડી જોઈએ. ભાવનાઓની મૂડી પર જ ધર્મની ધીખતો વેપાર કરી શકાશે ! ભાવઘટાડાની ભ્રમણામાં ભોળવાઈ ન જાવ! ભાવ વધારો ! સેલની ઘેલછાછોડો...ભાવનાનીમૂડીવધારો લાગણીની દોલત એકઠી કરો..... હૉલસેલ હોય કે રિટેલ... પણ ધરખમ સેલમાં સપડાવા જેવું નથી ! . . . વિચારપંખી ૧૩૧ ap.org Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્યામ, પણ સલૂણી રાત! આજનો દિવસ છે શ્યામ ચતુદશીનો ! શ્રમણ પરમાત્મા તીર્થંકર મહાવીરસ્વામીએ પાવાપુરીમાં આજના દિવસે એમની અંતિમ પ્રવચન શ્રેણીનો પ્રારંભ કર્યો. ‘ઉત્તરાધ્યનસૂત્ર'માંજે આકલિત છે તે ! જીવનમાં વિચાર-વર્તન ને વાણીની સંવાદિતા લાધવાની કેડી ચીંધી!દેવો, માનવો, પશુપંખીઓલીન - તલ્લીન બનીને પ્રભુના શ્રુતિમધુર સ્વરના પ્રવાહમાં વહેતા જ રહ્યા.. વહેતા જ રહ્યા.....!!! મંત્ર-તંત્રની સાધના કરનારા સાધકો માટે આજની રાત ઘણીજ અગત્યની ! રાત-રાતભર મંત્ર જાપની ધૂણી ધખાઈને બેસી જશે તાંત્રિકો અને માંત્રિકો... યંત્રના આરાધકો યંત્રનું આલેખન કરશે.....જાપ કરનારા જાપનું જાગરણ કરશે... કાળી ડિબાંગ રાતે સાધનાનો સૂરજ ઉગશે. રાત ગમે તેવી ગાઢ હોય પણ એના છેડે પ્રભાતનો ચંદરવો શણગારાયેલો હોય છે! અંધકાર જેટલો ગાઢ.....પ્રકાશનકિરણો એટલા જ તીવ્રતાથી પથરાઈ જાય ! આજની રાતની વાત એટલી કે જીવનનારાહે અંધારી આલમનો ઓથાર છવાયો હોય..... વિચારપંખી ૧૩૨ Jain Guaranterrational Page #138 -------------------------------------------------------------------------- ________________ અવગુણોનું અંધારું અસ્તિત્વને ઉણું ઉતારતું હોય... છતાંયે જાપાની જ્યોત પાપનાતિમિરનેવિદારીનાખવા સક્ષમ છે! જોઈએ જાપમાં જીવનની જીવંતતા! જ્યાં જાત નથી ભળતી ત્યાં પછી ભાત નથી ઉઘડતી. ભાત વગર પ્રભાત સાવ પીળું પીળું ભાસે! ચતુર્દશીની રાતનો ચંદરવો ચારે છેડે સોહી રહે એવો કરજો જાપ! તો રાત પણ પ્રકાશી ઉઠશે! th : છે. છે, . એ. ઇ વિચારપંખી ૧૩૩ nelibrany.org Page #139 -------------------------------------------------------------------------- ________________ B' = દિલનો દીપ જલાવો દિવાળીએ! આજે દિવાળી ! જે દિલના દેવાલયને અજવાળે... અંતરના આકાશને ઉઘાડે.પ્રાણોને પ્રેમથી પલાળે, દેહના દીપને ઉજમાળે એનું જ નામ દિવાળી ! મન જો, મળે....વેરની ગાંઠો ગળે અને દિ જોવળેતોજદિવાળી સાર્થક બને! “દીપ સે દીપ જલે નો સંદેશો આપવા માટે આવે છે આ દિવાળીનું પર્વ વરસો વરસ! અમાવસથી અજવાળી પૂનમ સુધીની યાત્રા એટલે દિવાળીની ઉજવણી! આપણે પણ દિલના ગોખમાં દિવ્ય દીવા પેટાવીએ.....અંતરને આલોકિતકરે.....જીવનપથને પ્રકાશિત કરે એવા દીવડાં જલાવીએ! આજથી ૨૫૧૮ વર્ષ પહેલાં આસોની અમાસની અંધારી કન્જલ-શ્યામ રાતે શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામીનો દેહ – દીપ ઓલવાઈ ગયો. ૭૨/૭૨ વર્ષ સુધી દુનિયાને દિવ્ય પ્રકાશ આપનાર જ્યોત વિલાઈ ગઈ.... અનંત અસીમ અસ્તિત્ત્વમાં! અને આન્તર-દીપની યાદમાં લોકોએ બાહરી દીવા જલાવ્યા. આ દીવા તો પ્રતીક છે / સંકેત વિચારપંખી ૧૩૪ Jain ternational Page #140 -------------------------------------------------------------------------- ________________ ) છે ! ખરેખર તો.... તનના કોડિયામાં રહેલી મનની વાટને સ્નેહના ઘીમાં ઝબોળી ને જ્ઞાનની જ્યોત જલાવવાની છે ! દિલનો દીપ જલ્યો તો સમજો દિવાળી સફળ ને જીવનની સફર સફળ........ તો દિવાળી આપણાદિ વાળશે. ‘રાત ભલે હો અંધારી વાટ ભલે હો કાંટાળી તમે જલાવો દીપ સ્નેહના NO * G ગ / છે વિચારપંખી ૧૩પ y.C Page #141 -------------------------------------------------------------------------- ________________ વરસની તરસ સરસ છે! અંતર એનું આસોપાલવ આખો એની જ્યોતનો વૈભવ જેના હૈયે અઢળક કરુણા એને બારેમાસ દીપોત્સવ!” દોસ્ત! આપણે તો દિ ઉગે ને દિવાળી હોય – રાત પડે ને રંગોળી હોય! એવું કંઈક કરી લેવા માટે આજે વરસના ઉઘડતા ને ઉછળતા પ્રભાતે સંકલ્પ કરવાનો છે. નૂતન વરસ તમને સાદદે છે ! આવ્યું નવું. નકોર વરસ સવાર છે સલૂણી ને સરસ બુઝવવા કો'કની ભૂખ-તરસ વરસ, દોસ્ત મન મૂકીને વરસ!” ખરેખર.... દોસ્ત! વરસ્યા કરવા માટેનો પયગામ લઈને આવે છે દરેક નવું વરસ ! આપણે તો તરસ્યા રહેવાનું જ શીખ્યા છીએ - કારણ કે તરસના તીરે ટળવળીએ છીએ - વહાલની વર્ષાને સ્પશ્ય જ નથી ને? હવે વરસવાનું શીખીએ! અનરાધાર!મન મૂકીને વરસતા વાદળાં બની જાવ દોસ્ત! દુનિયા આખી સળગે છે.....સંતપ્ત છે ! વિચારપંખી ૧૩૬ jonnternational Page #142 -------------------------------------------------------------------------- ________________ દરેકના જીવન ધખે છે પીડાના અંગારથી ! આપણે નિર્વ્યાજ નેહના મેહ બનીને વરસી રહીએ ! કો'કની આંખના આંસુ લૂછીએકો’કની ભૂખમાં ભાગ પડાવીએકંઈક કરીએ કો’કની ખાતર ! મારા દોસ્ત ! આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલો વ્હાલ મુબારક તને બધું ખુશહાલ મુબારક મારા તુજને સાલ મુબારક! વિચારપંખી ૧૩૭ ✰✰✰ www.aineliborg Page #143 -------------------------------------------------------------------------- ________________ MO’ છે ભાઈની બીજ / બહેનની રીઝ આજે છે ભાઈબીજ! આજનો દિવસ પર્વ ગણાય છે. પારિવારિક જીવનના લાગણીના ભાવ-તંતુઓને ગૂંથી રાખવામાં ગૂંચવ્યા વગર ગૂંથવામાં આવા પર્વો મહત્વનો ભાગ ભજવે છે. શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણથી દુઃખના દરિયામાં ડૂબેલા રાજા નંદિવર્ધનને એમના બહેન સુદર્શના સાંત્વના આપે છે . દુઃખી મનને મમતાભર્યો દિલાસો આપે છે. નંદિવર્ધનને ભાઈના વિરહની વેદનાથી મુક્ત કરે છે. સંબંધોના જગતમાં અરસપરસની હૂંફ બહુ મહત્વનું ફેકટર’ છે. સંબંધોને સુંવાળા રાખવા સમજ અપેક્ષિત છે. ગેરસમજની ગણતરીઓ સંબંધોને ખરબચડા બનાવી દે છે. દુનિયાના રાહે ફૂલો કરતા કાંટા વધારે છે, પણ નવાઈ એ છે કે કાંટા કરતા ફૂલના ધા આકરા હોય છે! પારકાની અપેક્ષા કરતા યે પોતાનાની ઉપેક્ષા કરી પડે છે! સંબંધોને સાચવી રાખો! કયો સંબંધ ક્યારે ઉપયોગી બને, કંઈ કહેવાય નહીં! DPS(48, વિચાર પંખી ૧૩૮ Jatt utet national Page #144 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી ઝળહળ બનીએ આજે જ્ઞાનપંચમી છે! સમ્યમ્ જ્ઞાનની આરાધના-ઉપાસના કરવા માટેની પ્રેરણા આજના દિવસની એક એક ક્ષણ આપણને સંભળાવે છે. જ્ઞાનનો અજવાસ જ માણસ પાસે ના હોય તો જીવનનાં અંધારભર્યા એ પંથે એકાદડગલુંયે ન મૂકી શકાય ! જ્ઞાન એ તો દીવો છે. જે જીવનને ઝળહળતુ કરી દે સાચી સમજણ જે આપે તેને જ જ્ઞાન કહેવાય! જે જ્ઞાન જીવનને અજવાળે... જીવનને સંસ્કારોથી શણગારી દેએ જ સાચું જ્ઞાન કહેવાય ! આજે તો જ્ઞાનના નામે અજ્ઞાનની અડાબીડઆંધળી દોટમાં લોકો દોડી જાય છે. આજે લાભ પાંચમ પણ છે... લાભ! શેનો લાભ? જીવન જો પાપોના શાપથી મુક્ત બને તો જ ખરેખરો લાભ મળ્યો કહેવાય ! આવો લાભ સમ્યગજ્ઞાન મેળવવા ( પામવા પરમાત્માની પ્રાણભરી પર્યાપાસના કરવી પડે ! આજનો દિવસ એટલા માટે જ છે! વિચાર પંખી ૧૩૯ w ainelibia.org Page #145 -------------------------------------------------------------------------- ________________ માત્ર જ્ઞાનના દર્શન-પૂજન કરીને ઇતિશ્રી ન સમજી લેતા ! આજે સમય મેળવીને જ્ઞાન ભંડારો અને ઉપાશ્રયોના કબાટોમાં કે તમારા ઘરની આલમારીઓમાં કેદ પુસ્તકો-ગ્રંથોની ધૂળ ખંખેરજો, વ્યવસ્થિત પૂંઠા વગેરે ચઢાવજો... સરખી રીતે ગોઠવજો / સ્વાધ્યાય કરજો. આ પણ ઉચ્ચ પ્રકારની શ્રુતભક્તિ છે. જ્ઞાનપંચમીની આરાધના જ્ઞાનમય બનીને કરશો તો જ પાંચમ સાર્થક થશે. બાકી ખાલી ઉપવાસ કે દેવવંદન આત્માને જ્ઞાનપ્રાપ્તિ માટે તલપાપડ નહીં બનાવી શકે. વિચાર પંખી ૧૪૦ etical an Interational Page #146 -------------------------------------------------------------------------- ________________ મંઝિલ શોધે મુસાફરને... ચતુર્દશી... અને ચાર મહિનાના ચાતુર્માસની ચહલપહલ ભરી પૂર્ણાહુતિ! જો કે કયાં કશું પૂર્ણ થાય છે?.એક સંપૂર્ણતા અન્ય અપૂર્ણતાને ઉજાગર કરે છે. જીવન તો ચાલ્યા જ કરે છે. સમયના વિભાગો માનવજાતે રચેલા છે. કાળના પ્રવાહમાં તો એકસરખી ગતિ છે! આજના દિવસને વૈકુંઠ ચતુર્દશી પણ કહેવાય છે. જી હાં જો ચાર મહિના આરાધના... ઉપાસના.. સાધનાના સહવાસમાં વીતાવ્યા હશે તો ચોકકસ, વૈકુંઠ આપણી પાસે સાવ સમીપમાં છે...!વૈકુંઠ..જેમા કોઈ કુંઠા નહીં... એ જ વૈકુંઠ! એ વૈકુંઠ પણ અહીં ઉતારી શકાય છે...! આપણું જીવન જ વૈકુંઠ બની જાય, જો કુંઠાઓની કારમી કાગારોળથી આપણે અળગા રહી શકીએ. જીવનને કુંઠિત ના કરો ...! કુંઠિત બનશો તો વિકાસની ક્ષિતિજો ધૂંધળાઈ જશે.... ઉન્નતિના શિખરોનિરાશાનાધુમ્મસમાં છૂપાઈ જશે..! વિચાર પંખી ૧૪૧ ww elbiary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ Jain Education efnational Where is Life ? અરે તમારો ચહેરો ફિક્કો કેમ લાગે છે ? તમારી આંખોમાં ઉદાસીના પડછાયા કેમ ઉતરી આવ્યા છે? તમારું હૈયું પણ હીજરાતું હોય એવું લાગે છે ? શા માટે? તમને ખબર છે ? જ્યારે તમે ઉદાસ થાઓ છો....જ્યારે તમે નિરાશ થઈ હારી જાઓ છો....ત્યારે તમારા લોહીમાંના શ્વેતકણો ઓછા થઈ જાય છે ! ‘ઓક્સફોર્ડ યુનિવર્સિટી'ની એક પ્રયાગશાળામાં થયેલા પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે, લોહીમાંના શ્વેતકણો જીવન જીવવાની ક્ષમતા વધારે છે ખરેખર જીવન જીવી જાણવું હોય તો.... હતાશાના હીબકાં ભરવા છોડી દો..... નિરાશાની નીંદામણ નાંખી દો..... ઉદાસીનો ઉકળાટ શાન્ત કરી નાખો..... જીવો મજેથી ! પ્રસન્ન થઈને પ્રફુલ્લિત બનીને ! તમે ખુશીનાં ફૂલો પાથરી દો તમારા ચહેરા પર ! પછી જુઓ, તમને જીવવાની કેવી મઝા આવે છે ! વિચાર પંખી ૧૪૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ What is Life? 1 Life is Gift 2 Life is Sorrow 3 Life is a Duty 4 Life is a Tragedy 5 Life is a Mystery 6 Life is a Song 7 Lif is a Journey 8 Life is an Opportunity 9 Life is a Struggle 10 Life is an Adventure 11 Life is a Puzzle 12 Life is a Spirit 13 Life is a Bliss 14 Life is a Goal 15 Life is Beauty 16 Life is a Drama 17 Life is a Dream 18 Life is a Book 19 Life is Love 20 Life is a Game 21 Life is Chess 22 Life is a Temple 23 Life is a Challenge 24 Life is an Cricket 25 Life is an Ocean 26 Life is a Meal 27 Life is a Festival - વિચાર પંખી ૧૪૩ Accept it Overcome it Perform it Face it Unfold it Sing it Complete it Take it Fight it Dare it Solve it Realise it Feel it Achieve it Praise it Act it Realise it Read it Enjoy it Play it Win it Decorate it Meet it Play it Dive into it Eat it Celebrate it waineporary.org Page #149 -------------------------------------------------------------------------- ________________ Jain Education international What is Life ? Life is a Gift accept it તમને એક સવાલ પૂછું.....? કોઈ ખૂબ જ પ્યારથી તમને કંઇક ભેટ આપે તો તમે એનો સ્વીકાર કરો કે અસ્વીકાર ? પછી ભલે ને ભેટ નાની હોય....નજીવી હોય.....વસ્તુની કશી જકિંમત નથી. કિંમત છે આપનાર વ્યક્તિની....હેતભીની નજરનો એકાદો અણસાર કે ઈશારો યે જીવનની અણમોલ યાદ બની રહે છે, ખરું ને ? તો પછી મારા દોસ્ત.... આ જિંદગી આપણને પરમાત્મા તરફથી મળેલીપ્રેમભરી ભેટ છે. એનો સ્વીકાર કરીએ....એને ઠુકરાવાય નહીં.... અફકોર્સ....જીવન તો મહામૂલું છે....આ ભેટના મોલ થતાં જ નથી....પ્રેમથી મળે છે.....પ્રેમથી સ્વીકારો..... પ્રેમના પડદા પર વહેમની વળગણો ના ચીતરાય.... ત્યાં તો આપનારને એમ જ કહેવાય.... 'तेरे फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार' અરે, કહી દો ખુમારી સાથે ......! " तू जैसे जिलायेगा जिये जायेंगे जो काम कहेगा किये जायेंगे जब आयें हैं, पीने तेरे हाथों से તેં નફર ભી લેવા, તો પિયે નવેને ’’ વિચાર પંખી ૧૪૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is Sorrow Overcome it A 6) જીવનમાં દુઃખનો દરિયો ક્યારેક ઘૂઘવાટા ભરે છે..... જિંદગીની સફરમાં કાંટા પણ વાગે છે..... આમેય જીવનનો રાહ ફૂલગુલાબી પાંદડીઓ પાથરેલો છે જ નહીં.... - દુખ.....દર્દ....... આંસુ...... ઉદાસી........... વેદના.............વિવશતા......... આ બધા આપણી સાથે સમાનાંતર ચાલતા પર્યાયો છે...આજેવિષમતા. એ જોડણીકોશનો શબ્દનહીં, પણ જીવવાનો પર્યાય બની ગયો છે. પળે પળે પારદર્શી પીડાની પ્રવચના પ્રાણને પીંખી નાંખે છે... આપણે આ બધાથી મુક્ત બનવાનું છે..... અળગા થવાનું છે...... રસ્તામાં કાંટા છે, તો વાગશે જ..... એનાથી આપણે અટકી નથી જવાનું..... કે ભટકી નથી જવાનું......! દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર, મન વલોવાય છે, ક્યારેક વલોપાત વગર....! વિચાર પંખી ૧૪૫ W ainelibrul Page #151 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is Duty Perform it જી...હાં...જિંદગી એક કર્તવ્ય છે.....જવાબદારી છે. આપણે આપણાં કર્તવ્યનું પાલન કમર કસીને કરવાનું છે. જવાબદારીને જોશોહોંશથી અદા કરવાની છે. ફરજને કરજની જેમ નથી ચૂકવવાનીપરંતુ ફોરમતા ફૂલની જેમ મહેકાવવાની છે. પણ...આપણે તોDuty without beauty ના યુગમાં જીવીએ છીએ!અફકોર્સ, કર્તવ્યનીકેડી કાંટાળી હોય છે. પણ કષ્ટોના કાંટાથી ડગી જાય છે તે ઈન્સાન ઉણો ઉતરે છે, જીવનનાં ક્ષેત્રમાં....! અહીં તો બોલબાલાછે આફતોમાં ખુમારીને જીવંત રાખનારની! કર્તવ્ય...! જી... હાં... આપણી સાથે જીવતા, સાથે રહેતા તમામના પ્રત્યે આપણાં કર્તવ્યો છે. રાષ્ટ્ર.. સમાજ....પરિવાર, ધર્મબધાના પ્રત્યે આપણી ફરજો છે. પછી એમ ના કહેવું પડે ક્યાંકઃ પ્રણય માંગે, ફરજ માંગે, ધરા માંગે, ગગન માંગે કહો કોને કરું રાજી? હૃદયના એક ટુકડામાં?” 2 વિચાર પંખી ૧૪૬ Jacucato International Page #152 -------------------------------------------------------------------------- ________________ What is Life? Life is a Tragedy Face it હાં મારા દોસ્ત, જિંદગી કરુણતાનું કાવ્ય બનીને ક્યારેય આપણી સામે આવી ઊભે છે. ત્યારે ચહેરાપર ચાંદી જેવાસ્મિતના બદલેવિષાદનાવલવલતાવાદળાં છવાઈ જાય, આંખોના સરોવ૨માં વેદનાના વમળો સર્જાઈ જાય. પાંપણના ટેરવાથી ખરતાં મોતીને કદાય કોઈ રેશમી રૂમાલમાં ઝીલી લેશે પણ હૈયાના અતલ ઉંડાણમાં ધગધગતી વેદનાના લાવાને કોણસ્પર્શશે...? દિલની ધરતીપરદુઃખના ડેરા....તંબૂ એવા નંખાઈ જાય છે કે પાછા જલ્દી સમેટાતા નથી...! મોસમની જેમ મન પણ વારે વારે બદલાયા કરે. લાગણીઓમાં ગૂંથાઈજાવપણગૂંચવાઈનજાવ...! ક્યાંસુધી આંસુઅને ઉદાસીનો જનાજો મહોબતની કાંધે ઉપાડ્યા કરશો...! પોલેંડના ખ્યાત અભિનેતા ‘રોમન પોલાંસ્કી’ની જેમ શું તમે પણ એમ કહી શકશો? '......l am used to grieves !' " धरा तपी तो गगन आँख में जल भर लाया चांद रोया तो समंदर में ज्वार लहराया मगर ए दोस्त ! मेरा काफिला लँटा जिस दिन न कोई आँख भरी, न किसी को प्यार आया ।' વિચાર પંખી ૧૪૭ ary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ What is Life? Life is a Mystery Unfold it કો'ક અણઉકલ્યા ને વણશોધાયા રહસ્યના જેવી 'જિંદગી મળી છે આપણને ! રહસ્યની રઢિયાળી રાત જેવા જીવનને ઉઘાડવાનું છે! ખોલવાનું છે! જાતની ખોજ કર્યા વગર જગતમાં ખોવાઈ ગયા તો આપણું જીવન અતૃપ્ત રહેશે! ભીતરની ભાતીગળ ભોમકાને ખેડીએ.... અંતરમાં જામી પડેલા અંધકારને ઉલેચીએ! એક એક મહોરાને ઉતારીને..... એક એક પડદાને ચીરીને. જિંદગીની સમગ્રતા/સંપૂર્ણતાને જોઈએ. જાણીએ... સમજીએ.... અને સ્વીકારીએ !. જે પોતાની જિંદગીના રહસ્યોનો તાગ ના મેળવી શકે એ અન્યને શું તો સમજશે ને શું સ્વીકારશે? ઈજીપ્તના પિરામિડો કે હિમાલયની ગુફાઓ કરતાં પણ વધુ રહસ્યભરી જિંદગીની દાસ્તાન છે જરી હિંમત જોઈએ પદનશીન જિંદગીનો ઘૂંઘટ ઉઠાવવા માટે ! કારણ એકવાર જિંદગીને જોયા પછી એનો સ્વીકાર કરવો પડે! અલબત્ જિંદગી ખુદ તૈયાર છે તમને મળવા... પણ જો તમે તૈયાર હો તો! હુસ્ન બેતાબ હૈ જલ્લા દિખાને લિયે કોઈ તો આમાદા બનો પર્દા ઉઠાને કે લિયે!” _જિંદગીનું સૌન્દર્ય નીરખવા હળવેથી નકાબને ઉઠાવી લ્યો ને? વિચાર પંખી ૧૪૮ cucalon meernational Page #154 -------------------------------------------------------------------------- ________________ e What is Life ? Life is a Song Sing it b ક્યારેય કોઈ હેતભીની હલક સાથે ગવાતાં મીઠાં ગીતો સાંભળ્યા છે..? વાતાવરણમાં સ્વરના દીવડા પેટાવતો કોઈ અવાજ તમે મન ભરીને સાંભળ્યો છે? કેવી મીઠાશ ટપકતી હોય ગીતના શબ્દ...શબ્દ...? પણ જ્યારે શબ્દોના ફૂલોદર્દભીના હોઠોની પાંદડી પર પથરાય ત્યારે? આંસુ નીતરતી વેદનાના બાહુપાશમાં જકડાયેલું ગીત આપણને હચમચાવી દે છે? બસ.... તો મારા દોસ્ત, જિંદગીનું કંઈક આવું જ છે.....! જિંદગી એક ગીત છે...... આપણે મસ્તીથી ગાવાનું છે... ક્યારેક આરોહમાં ગીત ચઢશે તો ક્યારેક વળી અવસાદના અવરોહમાં ગીત નીચે ઉતરશે. પણ ગીત આખરે ગીત ...આરોહ અને અવરોહ વગર ગીત ઘૂંટાતું નથી...! સંગીતના સૂર સપ્તકના નિયમોની બહાર જઈને કોઈ ગાવા લાગે તો ગીત બેસૂરું બની જાય.....! એમજીવનના નિયમો છે...!મયદાઓ છે...! શબ્દને તું વાવવા કોશિષ ન કર મૌનને ફણગાવવા કોશિષ ન કર વાંઝણી છે બારમાસી ઝંખના લાગણી લંબાવવા કોશિષ ન કર.” વિચાર પંખી ૧૪૯ WWW. Jeibery -: Page #155 -------------------------------------------------------------------------- ________________ What is Life? Life is a Journey Complete it જીવન એક યાત્રા છે..! પ્રવાસ છે. આ સફર ચાલે છે જુગ-જુગથી ! ક્યારે એકલા તો ક્યારેક ભીડમાં....! ક્યારેક આભમાં તો ક્યારેક નીડમાં...! પણ જિંદગી એટલે તો ચાલવું...ચાલ્યા જ કરવું. કમનસીબી કેવીછે...?ક્યાં જવાનું છે ને ક્યાં પહોંચવાનું છે એનું નામ... ઠામ જાણ્યા વગર માત્ર આપણે ચાલ્યા જઈએ છીએ.... એવું પણ બની શકે ગામ આપણી પડખે રહી જાય ને આપણે આગળ નીકળી જઈએ!આમ જોવા જઈએ તો જીવનની યાત્રા...એટલે ઘરથી કબર સુધી કે હોસ્પીટલથી સ્મશાન સુધીની સફર! Life is only a journey from cradle to crematorium છતાં પણ માનવી થાકી જાય છે... હાંફી જાય છે...! 'न साथी है न मंजिल का पता है जिंदगी बस रास्ता ही रास्ता है।' સાચું જ છે ને કે માની મુસાપર હૈ” વિચાર પંખી ૧૫૦ yed or International Page #156 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is an Opportunity, Take it આ માનવીનું જીવન સુવર્ણ તક છે.... સોનેરી અવસર છે.... એનો ઉપયોગ કરી લઈએ... મિત્ર ! શી ખબર....આ પળો ફરી સાંપડે કે નહીં...? તકદીરના ભરોસે બેસી રહેનારા તકનો લાભ ઉઠાવી નથી શકતા.... અનંત, અસીમ જન્મોમાં જે મોકો આપણે નથી મેળવી શક્યા.... એ આજે અનાયાસે મળ્યો છે તો એને માણી લઈએ..... ગયેલોસમય અને વહેલાંનીરપાછાવળતાનથી............ વિચારોની વળગણો ખંખેરીને કંઈક નક્કર પગલું ઉપાડો, દોસ્ત.... પ્લાનિંગ કે આયોજન અહીં ફિક્કાં પડે છે, અહીં તો એ જ જીતે છે જે સમયની સરગમ ૫૨ બેફિક્રીનું ગીત છેડી શકે! ને કિસ્મતના ઘડવૈયાને કહી શકે..... મેં કદિ માંગી નથી જગમાં યુગોની જિંદગી, કોઈ યુગને સાંપડે એક એવી ક્ષણ મળે.’ ખોટી તું રક્ઝક ના કર જિંદગી પર શક ના કર એ ફરી નહીં આવે તું જતી આ તક ના કર.’ વિચાર પંખી ૧૫૧ www.ainelibrantlarg Page #157 -------------------------------------------------------------------------- ________________ Jain corton International What is Life? Life is a Struggle Fight it જીવનએટલે સંઘર્ષ..... સતત સંઘર્ષ..... ક્યારેક શોક.... .ક્યારેક હર્ષ પણ......અવિરત સંઘર્ષ....! જીવનનું ફૂલ સંઘર્ષની સોડમાં જ વધું ખીલે છે.... પમરે છે ને... મહેંકે છે...! આંધીના ગળામાં હાથ ભેરવ્યા વગર જિંદગી તમે શું જીવવાના હતા...? અહીં તો કદમબકદમ માથે કફન બાંધીને જીવનારા જ જીવે છે....‘સત્તર પંચા પંચાણું' ની દુહાઈ દઈ દઈને ગણતરીપૂર્વક ડગલાં ભરનાર શું જીવવાના હતા...? એ તો જીવશે તોયે મરવાના વાંકે....! એમનું જીવન એટલે તો માત્ર ઊંમરના ઊંબરે શ્વાસની આવન.... જાવન સાથે સમયના ફૂલો ખીલે ને ખરી પડે એટલુંજ! બાકી જીવન એટલે તો સામી છાતીએ સંઘર્ષોથી લડી લેવાની ખુમારી....! મોહતાજ કે માયૂસીના પડખામાં સંતાતીબિમારનેબિસ્મારજિંદગીએ કંઈજિંદગીછે? "जो चट्टानों को चटका दे रवानी उसको कहते है जो दिल पर नक्श हो जाय कहानी उसको कहते है नही मालूम है तुझको करिश्मा कैसा होता है ? उलट दे जो हिमालय को जवानी उसको कहते है ।" વિચાર પંખી ૧૫૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is an Adventure dare it કોઈ તમને પૂછે... જિંદગીનું બીજું નામ શું હોઈ શકે..? કહેશો ? અરે, એમાં આટલી પશોપશમાં શું પડી ગયા...? જિંદગી એટલે સંઘર્ષ! લડત! ઝંઝામાં ઝીંકાયા વગર જિંદગીની જવાંમર્દી ઝળહળી ના શકે... Come on! જિંદગીના મેદાન પર આંતરશત્રુઓ સામે લડવાનો મૂડ' કેળવીએ... સંઘર્ષનું સાતત્ય... ખુમારીનો ખળભળાટ... જોશોહોશની ઝળકતી મશાલ એટલે જીવન..! સામી છાતીએ લડવાનું છે. My dear friend, without a fight there can be no brigntness nor light in life ! કાંટોઓની ચૂંભનને ચૂમ્યા વગર ફૂલોનું આલિંગન નથીસાંપડતું...કોઈ સમજૂતીનહીં....કોઈશરણાગતિ નહીં.....સામનો કરી લેવાની લલક જોઈએ. “બાળ તારી આંખડીના નીરને, સંકટોમાં આ ન શોભે વીરને, એને ઠોકર મારીને રસ્તે લગાવ! ક્યાં સુધી પંપાળશે તકદીરને..?” વિચાર પંખી ૧૫૩ seu ceny.org Page #159 -------------------------------------------------------------------------- ________________ 37: છ What is Life ? Life is a Puzzle Solve it જિંદગી એક કોયડો છે.... સમસ્યા છે.. અલબતુ દરેક કોયડાનો ઊકેલ એની ભીતર જ છુપાયેલો હોય છે. આપણને ઊકેલતા આવડવું જોઈએ!દરેક સમસ્યાની સોડમાં જ સમાધાન સંતાઈને ઊભું રહેલું હોય છે. જો આપણી નજર એને ઓળખી શકેતો!પણ મોટા ભાગે ઉકેલવા જતા ઉલ્ટાના આપણે વધુ ગૂંચવાઈ જઈએ છીએ. કોયડાને ઊકેલતા પહેલાં કોયડાને બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. જિંદગીને જરી બારીકાઈથી સમજી લો. ઊલઝનો આપમેળે સુલઝી જશે....ઉતાવળ ક્યારેક અણધારી અને વણમાંગી આફત નોંતરે છે. શાંતિથી, સ્વસ્થતાથી જિંદગીના કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરો. એ માટે'Right descision at the right moment' આ સૂત્ર સતત આંખ સામે રાખો. દરેક સમસ્યાની સોડમાં એનું સમાધાન સંતાયેલું હોય છે... પણ આપણે સમસ્યાની સામે જ તાકી રહીએ છીએ.... આજુબાજુજોઈએતોકદાય સમાધાન જડી આવે! વિચારો નથી આવતાં એક આરે સમાધાન શંકાનું શંકા વધારે...!” .. . વિચાર પંખી ૧૫૪ tinternational Page #160 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is a Spirit જિંદગી એક એનર્જી છે... ઉર્જા છે.... Utilise it શક્તિનો ધોધ છે ! આપણે એનો વિધેયાત્મક ઉપયોગ કરી લેવાનો છે. સર્જનાત્મક ઉપયોગ કરવાનો છે. ઉર્જાનો ઉછળતો દરિયો ક્યારેક બેકાબુ પણ બની જાય ! શક્તિનો ધોધ ક્યારેક ધાર્યા કરતાં વધુ તીવ્રતાથી વરસે છે. જો આ બધાનો સાચો ને સારો ઉપયોગ કરી લેતા આવડે તો જ આપણા વ્યક્તિત્વની સાર્થકતા છે. શક્તિને અવરોધી ના શકાય... એને પરિવર્તિત કરી શકાય.... You can convert or transfer your energy but you can not suppress it...! જિંદગીની ઉર્જાનો ઉમદા ઉપયોગ કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ ! વારે વારે આ જીવન મળતું નથી.વિચારોની વણઝારમાં અટવાયા કરવાથી કશુંજ વળતું નથી ! જેઅ કંઈ સાધન, જે કંઈ સુવિધા મળી છે તેનો સદુપયોગ કરી લઈએ ! નહીંતર આ તો શક્તિ છે.....સળગાવી પણ દે ને શણગારી પણ દે! પસંદગી તમારી ! Don't forget that : 'You are a torrent of boundless energy.' વિચાર પંખી ૧૫૫ wwwall 09 Page #161 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is Bliss અરે.....પણ જોઈએ છે શું.....? સુખ જોઈએ છે.... ને......? ઓ....માય...ગાઁડ.....! સુખ તમારી પાસે છે...છતાં તમે એને જોઈ શકતા નથી! ઓ મારા....મહેરબાન....! તમારું જીવન એજ પરમસુખ છે...પરમ આનંદનો ખજાનો છે. માનવીનો અવતા૨ખરેખરમજાનો છે. તમારી આસપાસ સુખના તરો-તાજા ફૂલો વીખરાયેલાં છે! જરી હળવા હાથે એને સ્પર્શોતોખરા...જાતમાં સુખના સાગર લહેરાય છે... શા માટે જગત તરફ દોટ મૂકો છો સુખને શોધવા? આ ધરતી.... આઆકાશ, આ ફૂલ.... આચાંદ... આ સૂરજ.... આ ભર્યા ભર્યા વાદળાં... આ વૃક્ષની ડાલે ઝૂલતા....ઝૂમતાં પંખી.... બસ સુખ જ સુખ છે.... ચારે બાજુ..... ! Education International Feel it જિંદગી કામિયાબ થઈ જશે પ્રશ્નો બધા જવાબ થઈ જશે તમે જો ઝીલશો આંચલમાં આંસુ આંસુ ગુલાબ થઈ જશે.' વિચાર પંખી ૧૫૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is a Goal achieve it મંઝિલ વગ૨ની મુસાફરીનો અર્થ શો ? દરેક યાત્રાનું એક ધ્યેય..... એક લક્ષ્ય હોય છે, તો પછી જીવન લક્ષવિહોણું કેમ ચાલે ? ધ્યેયવિહોણું જીવન મુર્દ જીવન છે... ગતાનુગતિક રૂઢિઓની વણઝારને વળગ્યા રહેવું ને ગૂંગળાતા.... ગૂંચવાતા જીવવું એ શું જીવન છે...? એક આદર્શ જોઈએ આંખ સામે ! નકશો બનાવો જીવનનો અને એ મુજબ સફર આરંભો ! ભલે વર્ષોની વેલ પાંગર્યા કરે ને જનમોના જળ વહ્યા કરે.... પણ લક્ષ્યને આંબવાનું છે જ. ગંગોત્રીની ગોદમાંથી નીકળતી ગંગા સાગરની સોડ શોધે છે. અથડાતી, કૂટાતી... ક્ષીણ બનતી, વિસ્તીર્ણ બનતી.... આફતોમાં આળોટતી.... અંતે તો પહોંચે છેજ દરિયાની સોડમાં!તમારી તમન્નાઓનોતરવરાટ તમને કેડી ચીંધે... જંજીર ઝાંઝર બને એવી ઝિંદાદિલી જગાવો જિગરમાં ! લક્ષ્ય હો પૂર્ણાનંદનું ! જીવન હો આત્માનંદનું ! उठाके आँख तो देखो कहाँ हो ? नहीं है दोस्त, ये मंजिल, जहाँ हो न बैठो हार कर पोंछो पसीना તો, સમજો અમી તો તુમ ખવાં હો । વિચાર પંખી ૧૫૭ Kumaraputery.org Page #163 -------------------------------------------------------------------------- ________________ anternational What is Life? Life is Beauty Praise it શું તમારી આંખો સૌંદર્યને શોધે છે....? પણ દોસ્ત.... જિંદગી પોતેજ સૌંદર્ય છે.... એવું સૌંદર્ય કે જેનો રંગ ક્યારેય ફિક્કો પડતો નથી.... કે ઉતરતો નથી! શું સૌંદર્ય માત્ર ફેશનની પૂતળીઓના પાવડરથી રંગેલા ચહેરાઓ કે લાલી - લિપસ્ટિકના લપેડા - થપેડામાં જ હોય છે એમ માનો છો ? ભૂલો છો Friend ! ત્યાં કદાચ સૌંદર્ય હશે તોય ઝુરતું હશે.... મરી ગયેલું ને માંદું માંદું સૌંદર્ય હશે. ઉં હું.... એવું સૌંદર્ય વળી શું જોવું'તું ! જુઓ જરી જિંદગીના માસૂમ સૌંદર્યને ! જિંદગીની એક એક પળ રૂપનીતરતી રાત જેવી છે.... ચારે બાજુ.....કુદરતની અદા.... કુદરતની મહેંક....કુદરતનો કારોબાર કેવા નિશ્છલ સૌંદર્યના સતરંગી સોણલાં વેરે છે...! ક્યારેક નિગાહો ફેરવીને જુઓ તો ખરા.... આ માસૂમ જિંદગીની મનહ.... મદભર સુંદરતાને....! ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે પરિચિતોને ધરાઈ ધરાઈને જોઈ લેવા દો.... આ હસતા ચહેરા... આ મીઠી નજર મળે ન મળે' વિચાર પંખી ૧૫૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is a Drama Act it જિંદગી નાટક છે....દુનિયાના રંગમંચ પર આપણે બધા અભિનય કરવા એકઠા થયા છીએ. અભિનય બહુ જબરજસ્ત સૂઝ અને સમજ માંગે છે. અભિનયમાં જો જીવંતતા નહી હોય તો એ અભિનય, એ ‘એકટીંગ’ બીજા પર જરીયે અસર કરી શકતા નથી. અભિનેતા ક્યારેક રાજાનો રોબીલો પાઠ પણ અદા કરે અને ક્યારેક વળી ભિખારીની મોહતાજભરી અા પણ પ્રસ્તુત કરે ! આપણે છીએ શું....? નસીબના નબળા હાથે ઘડાતા ને ઘૂમરાતા સમયનાં રમકડાં....! સંજોગો માનવીને રમાડે છે. આપણે રમી લેવાનું છે ! બીજાને રમવા દેવાના છે ! અભિનયનો જે પાર્ટ’ આપણને મળ્યો છે આપણે એમાં પ્રાણ પૂરીને એ પાત્રાભિનય અદા કરીએ ! અલબત્! Drama of life is only the walking on the road of Dreamland ! World is theatre, 'Karma' is Director, We all are Actors, People are spectators, વિચાર પંખી૧૫૯ lovely org Page #165 -------------------------------------------------------------------------- ________________ What is Life? Life is a Dream Realise it ક્યારેય નમણાં શમણાના ઝરણામાં જાતને ઝબોળી છે. શમણાની રંગીન દુનિયાની સફર માણવા જેવી હોય છે. પણ દોસ્ત..... શમણાં ક્યાંક ભ્રમણાં ન બની જાય....! કાચા સપનાં શા ખપનાં? સપનાં સાચા જોઈએ. નીરખેલાડૂાબની વાતો મીઠી લાગે...મધુરી લાગે.. પણ એ ખ્વાબ જો સાકાર ના બને તો શા કામના? જિંદગી એ સ્વપ્ન છે તો આપણે એ સ્વપ્નને સાકાર કરવાનું છે. રાત ભલે શમણાં જોવા માટે હોય પણ એને સફળતાનો શણગાર આપવા તો દિવસ જ જોઈએ.. શમણાં જુઓ પણ સાચા જુઓ! નહીંતર શમણાં જોયા કરશોને આંખો ને આંસુથી ધોયા કરશો! પછી એમ ના કહેતા કે! “શોધી શકશો ઘર તમે મારું તરત સાત સપનાનું સૂકું તોરણ હશે...” ' વિચાર પંખી ૧૬૦ વિશtional Page #166 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is a Book Read it જીવન તમારું હોય કે મારું . એ છે એક પુસ્તક ! અલબત્, વાંચવાની આવડત જોઈએ ! પુસ્તકોનાં પાનાં વચ્ચે કીડા બનીને ઘૂમનારા ઘણા લોકો જીવન - કિતાબને વાચવામાં નિષ્ફળ નીવડે છે ! જિંદગીનું પુસ્તક વાંચવા માટે ભીતરની આંખો ઉઘાડી જોઈએ ! એક એક દિવસ આ કિતાબના પૃષ્ઠો છે. અકોર્સ - કોઈક પૃષ્ઠ પર ક્યારેક કોઈ શાહી વગેરેનો ધબ્બો પણ લાગેલો હોઈ શકે. પણ એનાથી કંઈ પુસ્તક આખાને ફેંકી ન દેવાય ! જીવનમાં કદાચ એકાદ ભૂલનો દાગ લાગી ગયો હોય એટલા માત્રથી જીવનનો તિરસ્કાર ના કરી શકાય ! ન એક વાત કહી દઉં દોસ્ત કે....બીજાનું જીવનપુસ્તક વાંચવાનું મન થાય ત્યારે માત્ર એનું ઉપરનું કવર પેજ જોઈને મોહી ના પડતા....અંદરના પાનાઓ પરપથરાયેલા વ્યક્તિત્વને પણ જોવાનો પ્રયત્ન કરજો, નહીંતર પછી પેલી ફ્રેન્ચ લેખિકાએ કહ્યું તેમ ‘ઘણા માણસો પરણે છે ‘પ્લેબૉય’ ના કવર પેજ જેવી છોકરીને અને ઈચ્છે છે કે એ બાયબલના જેવી ટકાઊ હોય !' થશે ! " हर एक चेहरा यहां खुल्ली किताब है दिलों का हाल किताबों में क्या ढूंढते हो ?" વિચાર પંખી ૧૬૧ mbrary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is Love Enjoy it ક પ્રેમ વિહોણું જીવન તો સ્મશાન જેટલુંયે સોહામણું નથી લાગતું દોસ્ત! પ્રેમ એ જ જીવન છે! જીવનમાંથી પ્રેમને બાદ કરી દો તો પછી રહેશે શું? ખાલીખમ થઈ જશે જિંદગી ! પણ...પ્રેમના નામે આજેતોએવા એવા ધંધા (સોરી.. ગોરખધંધા!) થાય છે કે બિચારો પ્રેમ બદનામ થઈ ગયો! આ પ્રેમનું કોઈ શાસ્ત્ર નથી. કોઈ પદ્ધતિ નથી. પ્રેમ.એ પ્રેમ છે.. શીખીને/સમજીને કરેલા પ્રેમ જેવું બીજું બદસૂરત કંઈજનહીં હોય!એકવાત સમજી લેજો...... પ્રેમ હિસાબનીશોનું કેદીધા-લીધાની દુહાઈ દેનારનું કામ નથી. પ્રેમ છે મળ્યા ગુમાવ્યાની ગણતરી કર્યા વગરની સ્થિતિ! પ્રેમ વિના જીવી ના શકાય, Friend! "बिना चांदनी के चांद खिलते न देखा बिना स्नेह के दीप जलते न देखा बिना बादलों के रही भूमि प्यासी बिना प्यार जीवन संभलते न देखा।" વિચાર પંખી ૧૬૨ Jain El emanal Page #168 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is a Game Play it Yes, my friend....! જિંદગી એક રમત છે....અને રમતમાં ક્યારેક જીતનો ઝળકાટમળે તો ક્યારેક હારની હાયવોય પણ સ્વીકારવી પડે.....! પણ એથી કંઈ રમતનો રંગ ઝાંખો નથી થઈ જતો. ખેલદિલી (sportsmanship) એ તો રમતની જાન ખેલમાં જોખેલદિલીન હોયતો......એખેલતમાશો બની જાય. જો, જો, જિંદગી ક્યાંક તમાશો ના બની જાય...! જીવનમાં કદમ-કદમ પર આવતા આઘાતો.... પ્રત્યાઘાતોને ઝિંદાદિલીથી જીરવવા એનું જ નામ ખેલદિલી! રમતમાં ગમત શોધજો, મમતને વળગી ના રહેશો.... કારણ કે જિંદગીમાં એવું પણ બને છે? કોઈ વેળા કોઈની પ્રીત પણ તકલીફ આપે છે. હૃદયને જે ગમે તે રીત પણ તકલીફ આપે છે. હંમેશા હારથી હિંમત નથી હારી જતો માનવ! ક્યારેક જગતમાં જીત પણ તકલીફ આપે છે!” Play up, play up & play the game. વિચાર પંખી ૧૬૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ What is Life? Life is Cricket Play it ( ક્રિકેટ! બહુ જાણીતો ને કદાચ બહુ ગમતો શબ્દ લાગે છે ને? જ્યારે ક્રિકેટની સીઝન હોય ત્યારે પછી બીજું બધું થંભી જતું હોય છે! પણ તમને ખબર છે ને દોસ્ત કે જિંદગી એ પણ ક્રિકેટ છે ! હાં બિલકુલ ક્રિકેટ ! come on દુનિયાના મેદાન પર જિંદગીની ક્રિકેટ રમીએ ! પણ જો જો.. ખેલદિલી ખોઈ ના નાંખશો રમતમાં! પરમાત્મા આપણા “અમ્પાયર' છે. કર્મોની કાતિલ બોલિંગ સામે આપણે કર્તવ્યની જાનદાર ને ઝમકદાર બેટીંગ કરી લેવાની છે ! ઉંમરની પીચ’ ક્યારે ટર્ન લે એ કંઈ કહેવાય નહીં! એકાદ ભૂલ કે વિવશતાના “સ્પોટ' પર બૉલ એવો મૂવ’થાય કે ફટકો ક્યાં મારવો એની મથામણમાંથી બહાર આવીએ ત્યાં તો “ક્લીન બોલ્ડ'! અવસર, મહેનત અને નસીબના ત્રણે ત્રણ “સ્ટમ્પ” ઉખડી જાય! વળી ક્રોધ...માન.... માયા... લોભની ‘ફૉર સ્લીપ’ અને રાગ દ્વેષની ગુગલી' કે પછી કામનાઓના કવર પોઈન્ટ', મહત્વાકાંક્ષાઓના મિડૉન'/‘મિડ ઑફ'ને સુસ્તીના સીલી પોઈન્ટ' ના ઘેરાવામાંથી સંજોગોના બૉલને જો આબાદ પાસ કરી નાંખ્યો તો તો સફળતાનો ચોક્કો કે વિચાર પંખી ૧૬૪ Jain Ca r national Page #170 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિનો છક્કો લાગી ગયો સમજો! પણ સબૂર! દોસ્ત ખબર છેને? બેટીંગ બે રીતે કાય..... એક તો બૉલથી જાતને બચાવવા માટે બૅટનો ઉપયોગ કરાય (Defensive) જેમકે રવિ શાસ્ત્રી. અને બીજી રીત છે કર્તવ્યના બેટથી સંજોગોના બૉલને ફટકારે રાખવાનો (Offensive) જેમકે ઈયાન બોથમ કે કપિલદેવ ! પસંદગી તમારી તક ફરી મળતી નથી.... લૂઝ' બૉલ કે ફૂલટૉસ બૉલ ક્યારેક જ મળે છે! એકાગ્રતાધેિય અને સૂઝ ક્રિકેટ માટે બહુ જરૂરી છે! જીવનમાં પણ આ ત્રણ વાતો મહત્ત્વ ધરાવે છે! તમે સફળતાના “સેન્ચરી બૅટ્સમેન” પણ બની શકો! અને શૂન્ય રન પર આઉટ” પણ થઈ શકો........... પસંદગી તમારી! S SSO) વિચાર પંખી ૧૬૫ bay.org Page #171 -------------------------------------------------------------------------- ________________ What is Life? Life is Chess Win it દોસ્ત, ક્યારેય ‘ચેસ રમ્યા' છો ? હાં .... હાં... ‘શતરંજ ની જ વાત કરૂં છું ! બહુ બુદ્ધિ અને એકાગ્રતાની આકરી કસોટી કરે એવી કેટલીક રમતોમાંની એક રમત છે ‘ચેસ !' રાજમહેલના રંગમોલથી માંડીને ફૂટપાથના પાટિયે ઘણી વખતે શતરંજના ઘોડા કૂદતા જોવા મળે છે ! તમને ખબર છે ‘ચેસ’રમવા માટે ચાર વાતો ખૂબ જ અગત્યની છે? ૧ Observation નિરીક્ષણ ૨ Plan આયોજન ૩ Defence ૪ Attack healthiernational રક્ષણ આક્રમણ રમતના પ્રારંભમાં બહુ સાવધાનીભર્યું નિરીક્ષણ ક૨વું પડે છે ‘ચેસમાં’! સામી વ્યક્તિના આખા ‘પ્લાન’ ને કલ્પના-શાક્તિથી સમજી લેવો પડે છે. જામેલા / પથરાયેલા ચેસ બોર્ડ’ ૫૨ સામી વ્યક્તિની બાજી કેવી રીતે ગોઠવાયેલી છે એની સ્પષ્ટ તાસીર સમજી લેવી પડે છે ત્યાર બાદ કેવી રીતે સામી વ્યક્તિ ‘ચેક’ આપીને સંકજામાં લેવો અને ‘ચેકમેટ' કરી દેવો, એના પ્લાન ક૨વો પડે છે. આડેધડ ઘોડાને કૂદાવાય નહીં કે પ્યાદાને દોડાવાય નહીં! પ્લાન’ કરતી વેળા ચોકસાઈ કરવી પડે છે.... પ્લાન કરતી વખતે કેવળ સામાને વિચાર પંખી ૧૬૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ ભીંસમાં લેવાનો વિચાર કરતા પહેલા આપણું ડિફેન્સરક્ષણ' કરી લેવું' પણ જરૂરી બને છે... એ માટે ‘કેસલિંગ’ કરીને રાજાને સુરક્ષિત બનાવી દેવો પડે છે. ‘કેસલિંગ’ કર્યા પછી પણ રાજા ‘ચેકથી’ બચે એની તકેદારી રાખવી પડે છે, આટલું કરી લીધું.... બસ, પછી પૂરા જોર શોરથી આક્રમણ કરીને સામાને ઘેરી લેવાનો! ‘શતરંજનો’ તાજ તમારા માથે ! જિંદગીનું પણ બિલકુલ આવું જ છે દોસ્ત !કંઈ પણ નિર્ણય કરતા પહેલા નિરીક્ષણ બહુ મહત્વનું છે.... આપણી શક્તિ સંજોગો અને આસપાસના વાતાવરણને મૂલવીને / તપાસીને પછી જીવનનો ‘પ્લાન’ કરો ધ્યેય નક્કી કરો કયાં જવું છે, એનો નિર્ણય કરો પણ સબૂર! સમાજની સાથે/સામે સંઘર્ષોનો બ્યૂગલ વગાડતા પહેલા જાતને સુરક્ષિત કરી લ્યો .... આક્ષેપો | સંદેહ / કટાક્ષો કે આલોચનાઓથી મન પડી ના ભાંગે એવું ડિફેન્સ' કેળવી લ્યો .... અને પછી પૂરા જોશોજિગરથી જિંદગીના ધ્યેય સુધી પહોંચવા માટે નીકળી પડો! પીછેહઠ કદાચ કરવી પડે તોય વ્યૂહરચનાપૂર્વક ... આગે બઢવાની તક મેળવવા માટે જ! કયારેક સામાના વજીરને લેવા એકાદ ઘોડો કે એકાદ પ્યાદું ગુમાવવું પડે તોય તૈયારી રાખજો ! ભીતરમાં સંસ્કારો ને હિંમતની મૂડી સલામત છે તો જીવનની શતરંજ ૫૨ તમે કયારેય નહીં હારી શકે! ભલે પછી બાજી ગમે તેટલી લાંબી ચાલે! વિચાર પંખી ૧૬૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ Jalesperao ne national What is Life ? Life is a Temple Decorate it દોસ્ત... માનવજીવન એક મંદિર છે... દેવાલય છે. આપણે એ મંદિર શણગારવાનું છે! મંદિરમાં કચરો ના ભરાય! વાસનાનો કચરો ને કામનાઓનો કાટમાળ આ જીવન-મંદિરમાં ન ઠલવાય! મંદિરના શણગાર છે.... કીર્તન નર્તન પુજન ... અર્ચન. આરાધના - ઉપાસનાની ઉર્મિઓ જ્યાં હિલોળા લે તે દેવાલય દીપે છે – પ્રબળ પુરુષાર્થની પ્રાણ-પ્રતિષ્ઠા કરી દો આ મંદિરમાં! પછી જુઓ ! સફળતા ખુદ તમારા કદમોમાં ઝૂકશે. - કંઈ પણ કરો – ગમે ત્યાં જાઓ કે ગમે ત્યાં જીવો ... પણ એક વાત પ્લીઝ, ના ભૂલશો આ જીવન મંદિર છે ! એની પવિત્રતાને જરીયે દુન્યવી દ્વન્દ્વોના ડાઘ ના લાગે એની કાળજી રાખજો! સત્ય - શીલ - સંયમ અને સૌમ્યતાના શૃંગારથી શણગારો આ દિલના દેવળને ! પરોપકાર પૂજા બને, કર્તવ્યપાલન કીર્તન બને ... નમ્રતાના નૃત્યો જામે અને પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ પ્રાર્થના બનીને રણકી ઉઠે! ‘ઝીવન જ મવિર ફૈ’ વિચાર પંખી ૧૬૮ ... Page #174 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is a Challenge meet it જીવન એક પડકાર છે... ‘ચેલેંજ’ છે! પડકાર ઝીલી લેવાની ક્ષમતા કેળવવાની છે. જે લોકોજિંદગીને પડકાર નથી માનતા... એઓનું જીવન શુષ્ક અને સુસ્ત હોય છે! જ્યારે કોઈ આપણને પડકા૨ ફેંકે... ‘ચેલેંજ’ આપે ત્યારે કંઈક કરી બતાવવનું મન થાય! પડકાર તમારા ખમીરને ઢંઢોળે છે .. નાહિંમત માનવીઓ પડકારના પ્રહારો નથી ખમી શકતા... એ તો તૂટી જાય છે. તરડાઈ જાય છે! જિંદગીના એક એક ક્ષેત્રની ચુનૌતીને પહોંચી વળવાની તૈયારી - કરીને જ જીવનના પંથે આગળ વધવું જોઈએ ! પડકાર પ્રાણમાં જોશને પૂરે છે અને જીવંત રાખે છે ! જિંદગીને પડકાર માનીને જીવો! જીવનને ‘ચેલેંજ’ સમજીને આગળ વધો ! પડકારમાં ખુમારીનો ખળભળાટ હોય બીમારીનો બડબડાટ નહીં! પડકારમાં કરી લેવાનો રણકો હોય નામર્દાઈનો છણકો નહીં. ‘ઓલિમ્પક્સ’ રમતના ૩ મૂળ મંત્રો જિંદગીના પડકારની પિછાણ કરાવે છે. વિચાર પંખી ૧૬૯ www.derelbrary.org Page #175 -------------------------------------------------------------------------- ________________ સીટીયસ-પહેલાથી વધારે તેજ “એલટીયસ'-પહેલાથી વધારે ઊંચા ફોરટીયસ’-પહેલીથી વધારે શક્તિશાળી દિવસે દિવસે શું... પ્રતિક્ષણે પડકારોનો પહોંચી વળવા માટે કટિબદ્ધ બનો! ચેલેંજ ને ‘એકસે‘કરો. daring Personality કેળવો... નાની અમથી અસફળતાથી અંકળાઈને અમળાઈ ન જાવ! કે મોટી સફળતામાં અંજાઈ ના જાવ! વોહી કારવાં, વોહી જિંદગી વોહી રાસ્તે, વોહી મરહલે મગર અપને અપને મુકામ પર કભી તુમ નહીં. કભી હમ નહીં!' વિચાર પંખી ૧૭૦ JA Sur adipinternational Page #176 -------------------------------------------------------------------------- ________________ What is Life? Life is an Ocean Dive into it દરિયો! ઉછળતો ને ઉભરાતો દરિયો! જિંદગી સાગરછેદોસ્ત!અફાટજળરાશિનેજિગરમાં 8 સમાવીને જીવતા દરિયાની તાસીર જેવી જ છે જિંદગી ? તમારી ને મારી! દરિયો હોય એટલે ભરતી આવે ને ઓટ પણ આવે! જિંદગીમાં પણ બઢતી આવે ને ખોટ પણ જાય! કયારેક આભ ઊંચા મોજા ઉછાળે...તરતીહોડીઓ કે જહાજોને પછાડી દે એવા ધૂધવાટા કરતા તોફાની તરંગો ઊઠે... અને ક્યારેક શાંત... ધીર.. આસ્તેથી આવીને કિનારાની રેતી પર છવાઈ જતા શરમાતા.... સંતાતાતરંગોપણ ઊઠે..... કારણ દરિયોછેને!જિંદગીના સાગરમાંયે દુઃખની ઓટને સુખની ભરતી આવ્યા જ કરે એક વાત સમજી લેજો.....દરેક ભરતી પોતાની વિચાર પંખી ૧૭૧ Mandelbrey org Page #177 -------------------------------------------------------------------------- ________________ સોડમાં ઓટને લઈને આવે છે! સુખના ફૂલો ખીલ્યા એટલે દુઃખના કાંટા સાથે ઉગવાના જ ! સુખનો ચાંદો ઝળક્યો ને છલક્યો કે દુઃખના કાળાભમ્મ વાંદળાં ધસી આવ્યાં સમજો ! છતાંયેFriend.....મોતી પણ તો દરિયાનાપેટાળમાં જ પાકે છે ! મોતી મેળવવા.... સાગરમાં ઉતરવું પડે છે ! જિંદગીના અર્કને મેળવવો હશે તો ઊંડે.....ખૂબ ઊંડે ઉતરવું પડશે ! મરજીવા બનીને જીવો દોસ્ત ! માછીમાર બનીને નહીં!દરિયાની સફર તો બંને કરતા હોય છે ! બોલો તમે કોણ ? Jans Edercation International જા ભલે અંધાર ઘેર્યા આભમાં તેજ કે જ્યોતિ વિના આવીશ ના, ડૂબવું જો હોય દિલમાં ડૂબજે પણ પછી મોતી વિના આવીશ ના' વિચાર પંખી ૧૭૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ What is Life? Life is a meal eat it તમને જમતા આવડે છે? ખાવાની ખરી રીત ખબર છે? કેવો બેહૂદો પ્રશ્ન લાગે છે, ખરુંને? પણ મારા વ્હાલા દોસ્ત! પેટ ભરવું જુદી ચીજ છે ને ભોજન કરવું જુદી વસ્તુ છે પેટભરનારાઓ રીત-રસમhવાતાવરણ/વ્યવસ્થા વગેરેનો વિચાર કરવાની તસ્દી નથી લેતા ! જ્યાં જોયું.... જ્યાં મળ્યું ત્યાં મોટું મારી બેસે ! જ્યારે ભોજન કરનારની ભાત ન્યારી હોય ખાઉધરાઓની જમાત કરતા! ભોજનમાં ભજનનો ભાવ ભળે તો ભોજન પણ ભવ્ય બને! આયુર્વેદના મત પ્રમાણે ભોજન કરો નહીં પણ પાણીની જેમ પીઓ!જ્યારે પાણી પીઓનહી પણ ભોજનની જેમ એને ચાવી ચાવીને ખાઓ! જિંદગી પણ સીપ કરવા માટે છે. ઘૂંટડે ઘૂંટડેભરીને પીવા માટે છે! એકલું ગળ્યું જમવાનું યે સારું લાગે. તીખું તમતમતું પણ જોઈએ...આંખમાં પાણીને નાકમાં સળવળાટ પેદા કરે એવું તીખું ખાવાની યે મઝા હોય છે ! જિંદગીમાં યે એક સરખી મીઠાસ મજા નથી વિચાર પંખી ૧૭૩ www.janely org Page #179 -------------------------------------------------------------------------- ________________ Jain Education international આપતી. વેદનાની તીખાશ...દુઃખનો તમતમાટ પણ જીવનને મજાનું બનાવે છે ! કેટલાક લોકોને નાસ્તાથી ચાલી જાય....કેટલાક વળી બપો૨નું ખાણું ખાય ને કેટલાક સાંજના વાળું પછી યે ધરાતા નથી ! તમને ખબર છે ને જે જેટલું ઓછું ખાવા રોકાય છે..એને એટલું ઓછું ભાડું આપવું પડે છે ? જિંદગી જમણ છે પણ ખાવા માટે નહીં, ખવડાવવા માટે! Life is a meal, but not only for yourself but for all Mankind ! ✰✰✰ વિચાર પંખી ૧૭૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ What is Life ? Life is a Festival celebrate it ઉત્સવના ઉમંગલભર્યા વાતાવરણમાં જિંદગી જીવવાની છે મારા ભાઈ ! જિંદગી ઉત્સવ છે ! મેળો છે ! મહોત્સવ છે ! ઉત્સવમાં નૃત્ય હોય.... આંસુ નહી ! ગમગીની કે ઘૂટનમાં ગરમાળાની જેમ શેકાઈને જીવનારા લોકો જીવનને ઉત્સવનો ઓપ નથી આપી શકતા! મેળામાં કેટલાય લોકો ભેળા મળે ! બધા સાથે ચાલે... સાથે ખાય... સાથે નાચે કૂદે.... અલબત્ જો અહંની આગ ભડકી ઉઠે તો તકરાર પણ થઈ જાય ! જિંદગીને મહોત્સવ બનાવીએ અને ઉજવીએ ! અશ્કોર્સ..... ઉત્સવ અમુક સમય માટેનિયતહોય છે....એમજિંદગીનો આ તહેવાર પણ આખરે મેળાની માફકવિખરાઈજવાનોછે....એમાં આનંદનેપ્રમોદની ક્ષણોમાણીલેવાય.... પણ જોમેળાનાબજારનેકાયમી દુકાનો માની બેઠા તો હાથ ખંખેરવાનો વારો આવશે ! જિંદગીના ઉત્સવમાં લાગેલી સંબંધોની હાટ કે સંબંધીઓની વાટ પણ થોડા સમય માટે છે ! એને કાયમી ના માની બેસતા ! જિંદગીની Grace ને જાળવી રાખો.... ઉત્સવમાં ઉદાસીનો ઉભરો ના શોભે.... ઉલ્લાસ જોઈએ ! ખેલદિલી જોઈએ ! એકબીજા માટે કરી છૂટવાની લલક જોઈએ ! વિચાર પંખી૧૭૫ www.jaine brary.org Page #181 -------------------------------------------------------------------------- ________________ Life is not a still Photograph it is just a movie જિંદગી સ્થિર ચિત્ર નથી પણ પળે પળે ચાલી જતી ચિત્ર-શ્રેણી છે. જિંદગીના રંગો પળે પળે પલટાતા રહે છે. બજારના ભાવો જેમ એક સપાટીએ સ્થિર નથી રહેતા એમ મનના ભાવો પણ એક સપાટીનથી જાળવી શકતા. પણ મજા તો ત્યાં છે કે આપણી જિંદગીનેસ્થિર અને સુવ્યવસ્થિત માની બેસીએ છીએ ! જ્યારે કે જીવન જેટલું અસ્તવ્યસ્ત અને વહી જતો પદાર્થ દુનિયામાં બીજો છે કયો? જરી બતાવો તો ખરા ! આપણી બહુ મોટી ભૂલ છે કે આપણે જિંદગીને સમજી શકતા નથી કે સમજપૂર્વક સ્વીકારી શકતા નથી ! આપણને જેવી કલ્પના હોય એવું જીવન કંઈ મળી જતું નથી. અલબત આપણે આપણું જીવન બનાવી શકીએ ! જીવન -નદીનું વહેણ વહ્યા જ કરે છે, વહેછે માટે તો જીવન છે, જીવંત છે! અટકી જશે તો ઝંખવાઈ જશે. પણ દોસ્ત પળેપળ જીવવા માટેઝિંદાદિલી જોઈએ, જોશ જોઈએ. સબૂર, જોશ સાથે હોશ તો જોઈએ જ! નહીંતર બેહોશને ખાનાબદોશ થતા વાર નહીં લાગે! ) વિચાર પંખી ૧૭૬ Jath Education Sternational Page #182 -------------------------------------------------------------------------- ________________ | જીવનનો સ્પિરીટ' ન ગુમાવી બેસો, હિંમત જો હારી ગયા તો જીવનને કાટ લાગી જશે. જિંદગી બોજ બની જશે નદી વહેતી હોય તો ખાડાટેકરા આવ્યા કરે પણ વહેવું એનો સ્વભાવ છે. વહેતા રહો, સહેતા રહો, દિલની વેદના, રાખો દિલમાં, સહુને ના, કહેતા રહો! વિચાર પંખી ૧૭૭ WWW.aine Page #183 -------------------------------------------------------------------------- ________________ By ગુસ્સો કેમ આવે છે ? આપણા જ માપદંડથી બીજાને જ્યાં સુધી આપણે માપતા રહીશું.....આપણી જ ફુટપટ્ટીથી બધાનું મૂલ્યાંકનકરતા રહીશું....આપણીદોરેલી સીમાઓમાં જ્યાં સુધી બીજાને બાંધવાની કોશિશ કર્યા કરીશું.... આપણે બધાના ન્યાયાધીશબનીનેન્યાય તોળવાની કોશિશ કરશું.... ત્યા સુધી ક્રોધ આવ્યા જ ક૨શે ! આમાં દોષ આપણો જ છે. બીજાઓનો નહીં. આપણને હમેશા બીજા પાસેથી અનુકૂળ વર્તનની સખત અપેક્ષા રહે છે....એ અપેક્ષા ન સંતોષાય ત્યારે ગુસ્સો - ચીડ - નારાજગીના ભાવો પેદા થાય છે. ક્ષણિક અસંતુલન આપણા સમગ્ર વ્યક્તિત્વ પર ઘેરી અસર નાંખે છે. અસંતુલિત વ્યક્તિત્વ પ્રજ્ઞા અને સંવેદનશીલતાને શોષી લે છે. જ્યાં સુધી અહં ચેતનાના આયામો નષ્ટ નહીં થાય ત્યા સંબધોમાં જીવતા અહંકારના કારણે અસંતુલન રહેશે જ. વિચારપંખી - ૧૭૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ સરળ બનો. બીજાઓ સમક્ષ અંચળો ઓઢીને વ્યવહાર કરવાની આપણને આદત પડી ગઈ છે. એ આદત જોવધુને વધુ સતત - સખત બનતી જશે તો કદાય આપણે આપણી જાત સમક્ષ પણ નિર્દભ અને નિખાલસ નહીં બની શકીએ ! જે માણસ જાત સાથે પણ નિષ્કપટ ના રહી શકે એ માણસનું અંતઃકરણ દૂષિત અને દોષિત જ રહેશે. એક મજાની ફ્રેન્ચ કહેવત છેઃ નિષ્કલંક-નિખાલસ અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકે નથી.” નિખાલસ બનો. સાલસ બનો. દંભતો દાવાનળ છે જીવનને જલાવીને રાખ બનાવી દેશે! દંભથી બચો. વિચારપંખી - ૧૭૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ વિચારો... પોતાની જાત પાસેથી કામ લેવા માટે બુદ્ધિનો - દિમાગનો ઉપયોગ કરવો જોઈએ. પણ બીજા પાસેથી કામ લેવા માટે હૃદયનો....હૃદયમાં રહેલી લાગણીઓનો સાથ લેવો એ જ ઉચિત છે. કટુ શબ્દોના કાંટા કે અળખામણી વાતોના બાવળ તો આપણી જીભ પર જલ્દી ઉગી નીકળે છે. પણ મીઠાં શબ્દોનાં ફૂલો તો માવજત કરીને ખીલવવા પડે બીજા કોઈનું સારું સાંભળે ત્યારે જે માણસ શંકા અને સંદેહ વ્યક્ત કરે..... અને બીજાનું ખરાબ કે બુરું સાંભળીને જે માણસ એ માની લે. એવા માણસોથી સાવધાન રહેવા જેવું છે. જે વિચારે ઓછું તે બોલ વધુ...... જે વિચારે વધારે તે બોલે થોડું..... વિચારશક્તિને વધારો વચનશકિત આપોઆપ ખીલી ઉઠશે. વિચારપંખી - ૧૮૦ હn a cation International Page #186 -------------------------------------------------------------------------- ________________ સમજવા જેવું....... પોતાની જવાબદારીઓમાંથી છટકીજjતદ્દન સહેલું છે....પણ જવાબદારી પ્રત્યે લાપરવાહ બનવાથી જે પરિણામ આવશે એમાંથી છટકવું શક્ય નથી. અઠવાડિયાના છ દિવસ બાવળનું વાવેતર કરતા આપણે સાતમે દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને કાંટા નહીં આપતા! હૃદયમાં જો ઉદારતા નથી તો સમજી લેજો કે – બહુ ખરાબ પ્રકારના હૃદયરોગના તમે શિકાર બન્યા છો. બીજાઓ મારા માટે શું ધારે છે?” એવા વિચારોના વમળમાં નાહક તમે અટવાઓ છો! બીજા લોકો પણ કદાચ એવું જ વિચારતા હશે કે તમે એમના માટે શું ધારો છો?' તમે તમારી જાતને ઈનામદાર બનાવો....તમે તમારી જાતને પ્રામાણિક બનાવો. આસપાસની ચિંતામાં ના ગૂંચવાઓ ! પોતાની જાત સિવાય બીજા કોઈથી આપણે છેતરાતા નથી! વિચારપંખી - ૧૮૧ Wawa elibra 269 Page #187 -------------------------------------------------------------------------- ________________ Jaimed Inesiational in કામનાઓનો કાટમાળ ઈશાક સિંગટ (નોબલ પારિતોષિક વિજેતા) એક બહુ મહત્વની વાત કરે છે ઃ ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ જ કરકસર કરી છે....પણ એષણાઓ-કામનાઓ અને મોહાંધતા આપવામાં પાછું વળીને જોયું નથી! પાછી - એષણાઓ - આકાંક્ષાઓ કે મોહાંધતા એટલા મજબૂત પ્રમાણમાં આપી છે કે, માનવી બુદ્ધિની બાબતમાં સાવ મૂરખ હોય પણ કામનાઓની બાબતમાં કરોડપતિ બની જાય છે. કામનાઓ જો સીમામાં હોય...... એષણાઓ જો અસીમ ના બને તો તો જીવન બહુ જટિલ નથી બનતું....પણ એવું બનતું નથી. માણસજાત અટવાઈ જાય છે એષણાઓના જંગલમાં ! માણસ માત્ર કટાઈ જાય છે કામનાઓના કાટમાળ તળે દટાઈને ! વિચારપંખી - ૧૮૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ એને છેલ્લે...... આજે આપણા દેશમાં ! માને છે ક્યાં કોઈ હવે કાનૂન મારા મુલ્કમાં ! કરી શકે છે કોઈ પણ હવે ખૂન મારા મુલ્કમાં ! જિંદગીની ફિલોસોફી લઈને ફરે છે જેબમાં ! આજે દરેક જણ છે અફલાતૂન મારા મુલ્કમાં! મસ્ત બની ગયા એટલા દીવડા સળગાવવામાં ઘરને જ સળગાવી બેઠા દિવાળી મનાવવામાં ! શ્વાસ પછી શ્વાસ હોય છે એમજ તારી આશ હોય છે ! ક્યાં લઈ જશે કોને ખબર ઈચ્છાઓ સૂરદાસ હોય છે ! જમાનાથી ભટકે છે રણમાં ઝાંઝવાઓ દેવદાસ હોય છે ! વિચારપંખી - ૧૮૩ (સંકલિત) www.elibrary. U Page #189 -------------------------------------------------------------------------- ________________ Jain Foucation International કંઈક તો કર ! થાકીને શું બેઠો છે, જરી ચાલી તો જો અંધારાની વાત છોડ, આવી દિવાળી તો જો ! આંખની યમુના તો બધાયે વહાવે છે તુ તારી આંખમાં બે આંસુ ખાળી તો જો ! માયૂસી પોતે જ મહોરી ઉઠશે જમાનાની તું મોસમની મદભર આંગળી ઝાલી તો જો. દુનિયાના ફૂલો કેમ ના લાગે તને ખૂશ્બોભર્યા? કોણ છે આ બાગનો ઉપર માળી તો જો. દુનિયા તો જુગજુગથી છે કાળમીંઢ પથ્થર જેવી તું તારી પોતાની જાતને જરી ગાળી તો જો. દોલત તને દુનિયા ભરની મળી જશે એ દોસ્ત ! કોઈના દિલમાં સ્નેહનો દીવો બાળી તો જો. વિચારપંખી - ૧૮૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ તિખારા......... પહેલા કામ જોવામાં આવતું જ્યારે આજે નામ જોવાય છે. આજના પોતાની જાતને હીરો ગણતા માણસો બીજાને ઝીરો જ ગણે છે. જીવન કેવું સાંકડુંને રાંકડું હું ને મારી વહુ એમાં આવી ગયા સહુ!' નાના છોકરાઓરડીને બીજાની પાસેથી વસ્તુમેળવે છે તો મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે. સંસારથી જે ધ્રુજે તે જ પરમાત્માને પૂજે....... દુનિયાદારીમાં જેલીન, તે પ્રભુભક્તિમાં દીન....! વિચારપંખી - ૧૮૫ wwwgaipetibrary Page #191 -------------------------------------------------------------------------- ________________ atron international અમસ્તુ.... જિંદગી સાવ નાની છે તોય ભઈલા, મજાની છે, જો આવડે જીવતાં તો, નહીંતર પરેશાની છે ! જીવન કેવું નમણું છે ? કોઈ વહી જતું ઝરણું છે ! જાણે બંધ આંખે દેખાતું આ સરસ શમણું છે ! વાત સાવ ટૂંકી ટચ છે લાગણીઓ લાંબી લચ છે, સુખ અને દુઃખ બે છેડા જિંદગી વચ્ચોવચ્ચ છે! જિંદગી જરીક શમણાં.... અઢળક ભ્રમણા.... ! વિચારપંખી - ૧૮૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ તમારા જ માટે ઉપાશ્રય શ્રોતાઓ સાધુઓ તીર્થંકર ભગવંતો : દવાઓ ઃ– મેડિકલ સેન્ટર Jain Education-International આઉટડોર પેશન્ટ :- કવોલીફાઈડ ડોક્ટર્સ -: સુપ્રીમ સર્જન :- જિનાજ્ઞા પીલ્સ આરાધના ટેબલેટસ :- ગુણાનુરાગના ઈન્જેકશન્સૂ – કરુણાના કેપ્સ્યૂલ્સ :- પ્રાયશ્ચિત્તના લીકવીડ્સ -: વિચારપંખી - ૧૮૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ભગવાન મહાવીર ચ્યવન કલ્યાણક – અષાઢ સુદ ૬: વિ. પૂ. ૫૪૨ વર્ષ જન્મ કલ્યાણક – ચૈત્ર સુદ ૧૩ઃ વિ પૂ. ૫૪૨ વર્ષ સોમવાર, ૩૦ માર્ચ, ઈ. પૂ. પ૯૯ વર્ષ દીક્ષા કલ્યાણક – કારતક વદ ૧૦ વિ. પૂ. પ૧૨ વર્ષ સોમવાર, ૨૯ ડિસેમ્બર, ઈ. પૂ. પ૬૯ વર્ષ કેવળજ્ઞાન કલ્યાણક – વૈશાખ સુદ ૧૦ વિ. પૂ. પપ૭ વર્ષ રવિવાર, ૨૩ એપ્રિલ, ઈ. પૂ. પપ૭ વર્ષ આ નિવણ કલ્યાણક આસો વદ ૦)) વિ. પૂ. ૪૭૦ વર્ષ મંગળવાર, ૧૫ ઓકટોબર, ઈ. પૂ. પ૨૭ વર્ષ વિચારપંખી - ૧૮૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ Jain Education Internation