________________
તમને ક્યો ગ્રહ નડે છે ?
જાતજાતનાગ્રહોનાગૂંચવાડામાણસનેગૂંગળાવી નાખે છે!તમને પણ કો'ક ને કો'ક ગ્રહ નડતો જ હશે.... નડે છે ને ? તમે ય દોરો ધાગા, મંતર-જંતર કરીને ગ્રહોની ગૂંચને ઉકેલવા મથો છો. પણ ગ્રહોનું નડતર કનડ્યા જ કરે છે તમને ! ખરું ને ? બીજા ગ્રહોની વાત જવા દો.....આપણે તો એક એવા ગ્રહની વાત કરવી છે કે જેનાથી તમે અમે બધા જ પરેશાન છીએ. અને એ છે પૂર્વગ્રહ !
કેટલીય જાતના પૂર્વગ્રહોની પીડા લઈને આપણે જીવીએછીએ!કોઈએવી વ્યક્તિ હશે આપણાજીવનમાં કે જેના પ્રત્યે આપણને પૂર્વગ્રહ ના હોય ? ઉપગ્રહોના યુગમાં જીવતા આપણે પૂર્વગ્રહ છોડી શકતા નથી !
અરે, ભારતના ઉપગ્રહને અમેરિકા પોતાને ત્યાંથી છોડવા તૈયાર છે પણ ભારત પ્રત્યેના પૂર્વગ્રહને છોડવા એ તૈયાર નથી!
સૂર્ય-ચંદ્ર કે શનિ-મંગળ જેવા ગ્રહો માટે તો ઘણા જાપ-દોરા કર્યા હશે પણ આ પૂર્વગ્રહથી મુક્ત બનવા કંઈ વિચાર્યું ક્યારેય ?
આ તો જે મળે એના પ્રત્યે સારો વિચાર હજુ પાંગરે ત્યાં તો ‘આ આવો’ ‘આ તેવો’, શરુ થઈ જાય પૂર્વગ્રહનું
પારાયણ !
Jain Education International
વિચારપંખી - ૪૧
For Private & Personal Use Only
veerpinelore.org