________________
e
What is Life ? Life is a Song Sing it b
ક્યારેય કોઈ હેતભીની હલક સાથે ગવાતાં મીઠાં ગીતો સાંભળ્યા છે..? વાતાવરણમાં સ્વરના દીવડા પેટાવતો કોઈ અવાજ તમે મન ભરીને સાંભળ્યો છે? કેવી મીઠાશ ટપકતી હોય ગીતના શબ્દ...શબ્દ...? પણ જ્યારે શબ્દોના ફૂલોદર્દભીના હોઠોની પાંદડી પર પથરાય ત્યારે? આંસુ નીતરતી વેદનાના બાહુપાશમાં જકડાયેલું ગીત આપણને હચમચાવી દે છે?
બસ.... તો મારા દોસ્ત, જિંદગીનું કંઈક આવું જ છે.....! જિંદગી એક ગીત છે......
આપણે મસ્તીથી ગાવાનું છે... ક્યારેક આરોહમાં ગીત ચઢશે તો ક્યારેક વળી અવસાદના અવરોહમાં ગીત નીચે ઉતરશે. પણ ગીત આખરે ગીત ...આરોહ અને અવરોહ વગર ગીત ઘૂંટાતું નથી...! સંગીતના સૂર સપ્તકના નિયમોની બહાર જઈને કોઈ ગાવા લાગે તો ગીત બેસૂરું બની જાય.....! એમજીવનના નિયમો છે...!મયદાઓ છે...! શબ્દને તું વાવવા કોશિષ ન કર
મૌનને ફણગાવવા કોશિષ ન કર વાંઝણી છે બારમાસી ઝંખના
લાગણી લંબાવવા કોશિષ ન કર.”
વિચાર પંખી ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
WWW. Jeibery
-: