________________
What is Life? Life is a Mystery Unfold it
કો'ક અણઉકલ્યા ને વણશોધાયા રહસ્યના જેવી 'જિંદગી મળી છે આપણને ! રહસ્યની રઢિયાળી રાત જેવા જીવનને ઉઘાડવાનું છે! ખોલવાનું છે!
જાતની ખોજ કર્યા વગર જગતમાં ખોવાઈ ગયા તો આપણું જીવન અતૃપ્ત રહેશે! ભીતરની ભાતીગળ ભોમકાને ખેડીએ.... અંતરમાં જામી પડેલા અંધકારને ઉલેચીએ!
એક એક મહોરાને ઉતારીને..... એક એક પડદાને ચીરીને. જિંદગીની સમગ્રતા/સંપૂર્ણતાને જોઈએ. જાણીએ... સમજીએ.... અને સ્વીકારીએ !.
જે પોતાની જિંદગીના રહસ્યોનો તાગ ના મેળવી શકે એ અન્યને શું તો સમજશે ને શું સ્વીકારશે?
ઈજીપ્તના પિરામિડો કે હિમાલયની ગુફાઓ કરતાં પણ વધુ રહસ્યભરી જિંદગીની દાસ્તાન છે જરી હિંમત જોઈએ પદનશીન જિંદગીનો ઘૂંઘટ ઉઠાવવા માટે ! કારણ એકવાર જિંદગીને જોયા પછી એનો સ્વીકાર કરવો પડે! અલબત્ જિંદગી ખુદ તૈયાર છે તમને મળવા... પણ જો તમે તૈયાર હો તો!
હુસ્ન બેતાબ હૈ જલ્લા દિખાને લિયે કોઈ તો આમાદા બનો પર્દા ઉઠાને કે લિયે!”
_જિંદગીનું સૌન્દર્ય નીરખવા હળવેથી નકાબને ઉઠાવી લ્યો ને?
વિચાર પંખી ૧૪૮
cucalon meernational
For Private & Personal Use Only
www.jainelibrary.org