SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Jair Educaranperational જીના ઉસકા જીના હૈ...... કોઈ કાલો જ્યારે નિશ્ચિત અને નિર્ણીત મંઝિલ ત૨ફ કૂચ કરે છે ત્યારે એ કાફલાના કદમમાં જોશ હોય છે....ગતિ હોય છે, દમામભેર મંઝિલ તરફ આગળ વધે જ જાય છે. અલબત્ કાફલો ક્યારેક નાનો બની જાય, કેટલાક યાત્રીઓ પાછળ રહી જાય, કેટલાકનો સાથ-સંગાથ છૂટી પણ જાય, એનાથી શું ? કાફલાના કદમનો દમ ઘૂંટાતો નથી ! એ તો ચાલેજ જાય છે અથક અને અનવરત ! જિંદગી આપણી શું છે મારા દોસ્ત ? બસ.... ચાલ્યાજ કરીએ છીએ જુગજુગથી ! આ યાત્રા અંતવિહીન છે....આ યાત્રનો અંત જ નથી ! અનંતની યાત્રામાં જો ખંત ખોવાઈ કે ખોરંભાઈ ના જાય તો યાત્રા હંમેશા ગતિશીલ રહે છે....અને ગતિશીલ વ્યક્તિત્વ જ ખૂબ પ્રગતિશીલ બની શકે ! લાંબી સફર ક્યારેક કંટાળાજનક નીવડે છે....જો યોગ્ય અને નિકટનોસાથ-સથવા૨ના હોય તો! પણ જો વિશ્વસ્ત હમરાહી સાંપડી જાય તો સફર આનંદભરી બની રહે છે. અફકોર્સ! આપણે ચાલીએ કે થાકી જવાનું બહાનું કાઢીએ....વિસામાને મંઝિલ માનવાની ભૂલ કરી વિચારપંખી - ૫૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy