SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ I want to say to you !! ( W ) ઘડિયાળના કાંટાની આસપાસ સમયના કેટકેટ લાં ફૂલો ખીલે છે....ને ખરી પડે છે ? આપણને એની ક્યાં પડી છે ? સમયની રેતી વણથંભી રીતે સરકતી રહે છે. એ રેતી પર પડેલા પગલાં વીણવાની ઘેલછાને વળગી રહેવાનો કોઈ અર્થ ખરો? ધુમ્મસની જેમ વહી જતાં વાદળાંઓ વચ્ચે કોઈ ઈમારત ઊભી કરવાનો અર્થ ખરો? જીવન વહે જ જાય છે....અથક અને અનવરત! વહેવું એ જ જાણે જિંદગી છે..! બંધાઈ જવામાં જિંદગી ગંધાઈ જાય છે! બંધિયાર જીવન અંધિયાર બની જાય છે! જિંદગી એટલે પળેપળની પરિવર્તનશીલતા ! પણ હાય ! આપણો તો એક એક દિવસ ઉગે છે જાણે પાનખરમાં પડી....પડીને પીળાં થયેલા પાંદડા જેવો ! આપણી એક એક સાંજ આથમે છે ગમગીનીમાં ચૂંટાયેલા ગીત જેવી! વિચારપંખી - ૭૬ Jald International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy