________________
તમારું દિમાગ કેટલું મહાન!
તમને ખબર છે?
કોમ્યુટરમાં સંઘરાતી સ્મૃતિ-શક્તિને બીટ્સ કહેવામાં આવે છે. સારા એવા કોમ્યુટરમાં ૧૦ લાખ બીટ્સ સંઘરી શકાય છે. મોટામાં મોટું કોમ્યુટર જે અત્યારે છે, તેની અંદર ૧ અબજ બીટ્સ, સંઘરાય છે. મનુષ્યના મગજમાં ૧૪ અબજ “ન્યુરોન્સ' છે. એક ‘ન્યુરોન્સ' એક સેકન્ડમાં ૧૪મૃતિઓ સંઘરી શકે છે. એટલે કે ૧૯૬ અબજ પ્રકારની અલગ અલગ સ્મૃતિઓને સંઘરવાની શક્તિ આપણા મગજમાં છે. અને તે પણ એક જ સેકંડમાં! - પ૦ વરસનો માણસ ૧ અબજ, પાંચ કરોડ, સત્તાવન લાખ સેકંડ જીવતો હોય છે. આમ જીવનની દર સેકંડે ૧૯૬ જાતની સ્મૃતિઓ આપણે ભેગી કરી શકીએ તો સમગ્ર જીવન દરમ્યાન કેટલી?
અત્યારના વૈજ્ઞાનિક-પ્રયોગો દ્વારા મંદ વિદ્યુતના પ્રવાહ દ્વારા આ બધી સુષુપ્તસ્મૃતિઓને જગાડી શકાય
કાશ, આપણે આપણા આત્મામાં રહેલી શક્તિઓને ઓળખતા થઈએ અને એનો વિધેયાત્મક ઉપયોગ કરીએ!
વિચારપંખી- ૨૯
Jain Education International
For Private & Personal Use Only