________________
ભૂલવાનું યાદ રાખો!
ભૂલવાનું બહું અધરું છે, દોસ્ત!
કેટલીક વાતો..... કેટલીક રાતો... કેટલીક મુલાકાતો ભૂલી શકાતી નથી....! ભૂલી જવા માટે હૈયું વજ્જરનું જોઈએ. કોમળ હૈયું..... આળું હૈયું ભૂલી શકતું નથી કશું જ!
જ્યારે ભૂલાતું નથી, ત્યારે યાદોના ઝુલા રચાઈ જાય છે અંતરની આંબાડાળે ને મનપંખી એના પર ઝૂલ્યા જ કરે છે.....સ્મરણોની દોર હીંચીને!
પણ જિંદગીમાં સરવાળા જ નથી કરવાના દોસ્ત! ક્યારેક બાદબાકી પણ કરવી પડતી હોય છે!
ભૂલી જાવ.....બીજાની ભૂલોને! વિસરી જાવ...બીજાના અન્યાયોને!
યાદ એક એવી જાળ છે કે જેમાં ગૂંચવાયા પછી ઉકેલાવુંમુશ્કેલ છે! એમાંય યાદ જ્યારે ફરિયાદ બનીને વીંટળાઈ વળે છે જિંદગીને, ત્યારે પછી આંસુઆગ બને છે શ્વાસોની સરગમ ત્યારે આજ્ઞા સૂર છેડે છે.
પણ જો ભૂલવાની કળા શીખી લઈએ તો? ચોકકસ ભૂલવું એ પણ આવડત માંગે છે! ભૂલીને હળવા ફૂલ બનો! પણ હાયે! ક્યારેક! અંતરની અમાસ ઝંખે યાદો કેરાં દીવડા!”
S:
વિચારપંખી - ૨૧
Jain Education International
For Private & Personal Use Only
Terary.org