________________
What is Life ?
Life is a Festival celebrate it
ઉત્સવના ઉમંગલભર્યા વાતાવરણમાં જિંદગી જીવવાની છે મારા ભાઈ ! જિંદગી ઉત્સવ છે ! મેળો છે ! મહોત્સવ છે !
ઉત્સવમાં નૃત્ય હોય.... આંસુ નહી ! ગમગીની કે ઘૂટનમાં ગરમાળાની જેમ શેકાઈને જીવનારા લોકો જીવનને ઉત્સવનો ઓપ નથી આપી શકતા!
મેળામાં કેટલાય લોકો ભેળા મળે ! બધા સાથે ચાલે... સાથે ખાય... સાથે નાચે કૂદે.... અલબત્ જો અહંની આગ ભડકી ઉઠે તો તકરાર પણ થઈ જાય ! જિંદગીને મહોત્સવ બનાવીએ અને ઉજવીએ ! અશ્કોર્સ..... ઉત્સવ અમુક સમય માટેનિયતહોય છે....એમજિંદગીનો આ તહેવાર પણ આખરે મેળાની માફકવિખરાઈજવાનોછે....એમાં આનંદનેપ્રમોદની ક્ષણોમાણીલેવાય.... પણ જોમેળાનાબજારનેકાયમી દુકાનો માની બેઠા તો હાથ ખંખેરવાનો વારો આવશે ! જિંદગીના ઉત્સવમાં લાગેલી સંબંધોની હાટ કે સંબંધીઓની વાટ પણ થોડા સમય માટે છે ! એને કાયમી ના માની બેસતા !
જિંદગીની Grace ને જાળવી રાખો.... ઉત્સવમાં ઉદાસીનો ઉભરો ના શોભે.... ઉલ્લાસ જોઈએ ! ખેલદિલી જોઈએ ! એકબીજા માટે કરી છૂટવાની લલક જોઈએ !
Jain Education International
વિચાર પંખી૧૭૫
For Private & Personal Use Only
www.jaine brary.org