________________
Jain Forcatson Joternational
જીવન જીવવા જેવું છે ?
જી, હા સળગતી સમસ્યાઓના રણ વચ્ચે પણ સમાધાનનું સોહામણું ઝરણું મળી આવે છે....જો જીવનને સહજતાથી જીવવામાં આવે તો !
સહજતા અને સમગ્રતા એ જીવન જીવવાની બે ગુરુચાવી (Master Key) છે. જીવનની યથાર્થતાનો સ્વીકાર કરો !
મુસ્કાનમાં જીવન છે તો આંસુમાંયે જીવન છે !
સુખની ગલીપચીમાં જીવન છે તો દુઃખની ટીસ....પીડાની કસકમાંયે જીવન છે જ ! જીવનને એકાંગી-એકતરફીનાબનાવીદો!જીવનનેસમગ્રતાની સોડમાં જુઓ અને જીવો !
જિંદગીમાં ‘સંજોગો અને નસીબ’ની દુહાઈ દેનારાઓનું કામ નથી, જિંદગીમાં જવામંર્દી જોઇએ... ખમી૨ જોઈએ ! જોખમની સામે અડીખમ ઊભા રહેવાની દઢતા જોઈએ ! સુરક્ષાની સાંકડી ગલીમાં ગૂંગળાઈ જઈને જીવવાં કરતા તો બહેતર છે....જોશોહોંશથી આફતોમાં અથડાઈને આગળ વધવું !
Think deeply
Speak Mildly
Touch Softly
and live with your Totality
વિચારપંખી - ૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org