________________
Jain Foucation International
કંઈક તો કર !
થાકીને શું બેઠો છે, જરી ચાલી તો જો અંધારાની વાત છોડ, આવી દિવાળી તો જો !
આંખની યમુના તો બધાયે વહાવે છે તુ તારી આંખમાં બે આંસુ ખાળી તો જો !
માયૂસી પોતે જ મહોરી ઉઠશે જમાનાની તું મોસમની મદભર આંગળી ઝાલી તો જો.
દુનિયાના ફૂલો કેમ ના લાગે તને ખૂશ્બોભર્યા? કોણ છે આ બાગનો ઉપર માળી તો જો.
દુનિયા તો જુગજુગથી છે કાળમીંઢ પથ્થર જેવી તું તારી પોતાની જાતને જરી ગાળી તો જો.
દોલત તને દુનિયા ભરની મળી જશે એ દોસ્ત ! કોઈના દિલમાં સ્નેહનો દીવો બાળી તો જો.
વિચારપંખી - ૧૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org