________________
લાવો, તમારો હાથ જોઈ દઉં!
તમને જ્યોતિષમાં રસ ખરો?રાશિવાર ભવિષ્ય જાણવાની ઈતેજારી ક્યારેક ઈંધણની જેમ સળગી ઉઠે છે ભીતરમાં? કુંડળીના કુંડાળા ને જન્મપત્રીના ચીતરામણમાં તમે ખોવાઈ જાવ ખરા ? વાર્ષિક ભવિષ્ય કે અઠવાડિક ભવિષ્ય ને છેવટે આજનું ભવિષ્ય પણ વાંચવાનો નશો તમને વળગ્યો છે ખરો?
ઘણે ભાગે એવું બનતું હોય છે કે જ્યોતિષ જીવનની જિંદાદિલીને,જિંદગીના ઝમીર અને ખમીરને ભરખી જાય છે! - જ્યોતિષના ચક્રો ક્યારેક વિષચક્ર બની જાય...... અને પછી ભવિષ્યવાણીઓના આંટાફેરામાં કે શનિમંગળની દશાના દાબડામાં આપણું ખમીર-આપણો જોશ પૂરાઈને દયનીય બની જાય!
દોસ્ત ! તમારું ભાવિ પંચાગોના પૂંઠા વચ્ચે. પથરાયેલું નથી....તમારું ભાવિ તમારા પ્રબળ પુરુષાર્થના પર્વત પર પાંગરેલું છે ! અલબતું સાહસ જોઈએ. તળેટીથી પર્વત સુધીની યાત્રા કરવા માટે ! હથેળીઓની આડી-ઊભી રેખાઓમાં જિંદગીની ઈમારતનો નકશો કયાંય નહીં જડે મારા દોસ્ત! એ તો
વિચાર પંખી પર
Jain Ederation Interational
S ; )
For Private & Personal Use Only
www.jainelibrary.org