________________
પ્રીતની રીત
પ્રેમ એક અદ્ભુત ચીજ છે ! બધા મૂલ્યો કરતા માનવીય મૂલ્યો શાશ્વત છે ! માનવીય મૂલ્યો જળવાય છે પ્રેમના આગોશમાં ! પણ આપણે તો પ્રેમના નામેય સોદા કરીએ છીએ – પ્રેમ નથી કરતા ! કરીએ તો એ વસ્તુને.........વ્યક્તિત્વને......અસ્તિત્વને નહીં ! દેહની પાછળ પાગલ બની જઈએ છીએ....દિલને પિછાણે છે કોણ ?
પ્રેમ અને વહેમ હોઈ જ ના શકે એકી સાથે! સ્નેહ અને સંદેહ રહી જ ના શકે સાથે! લાગણી અને માગણી ક્યારેય સમાંતર ન જીવી
શકે!
આપણો તો પ્રેમ પણ પાંગળો....સ્નેહ પણ શુષ્ક અને સુસ્ત ! જે દિવસે અપેક્ષા વિહોણો પ્રેમ કરવાના શ્રીગણેશ કરશું....બસ જીવન ત્યારેજ સાચી દિશામાં ગતિશીલ બનશે ! એક વાત સમજી લેવાની જરૂર છેઃ
‘કોઈને પણ કામનાથી બાઝવું એટલે જિંદગીભર લાલસામાં દાઝવું !'
લાગણીમાં વળી માગણી શું?
આપણા હિસાબી દિમાગમાં સાચો પ્રેમ પાંગરી શકેખરો? આંપણે તો આકાંક્ષાઓના અઢળક કાટમાળ
Jain cooperational
વિચારપંખી - ૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org