________________
રક્ષા ઃ– બંધન કે મુક્તિ ?
આજે છે રક્ષાબંધન ! આ દેશની સંસ્કૃતિ અદ્ભુત છે ! આ દેશના પર્વો લાજવાબ છે ! એક એક પર્વની રચના પ્રેમને ઉન્નત ને ઉજળો બનાવવા માટે થયેલી છે ! ભાઈ અને બહેનના સંબંધો જુગજુગથી જીવંત છે ! બીજાસંબંધો સંકોચાઈ જાય....પણઆ સંબંધ હમેશાં live રહ્યો છે. પ્રેમમાં બંધન નથી....મુક્તિ છે ! બાંધે તે પ્રેમ નહીં ! ભાઈની ભાવનાઓ સાથે બહેનની લાગણીઓ જ્યારે ભળેછેત્યારે સમજનીસંવાદિતા રચાય છે પરિવારમાં !
જીવનના રણમાં સંબંધોનું જંગલ ઊભું ના કરતા...સંબંધોનો બગીચો બનાવજો....જંગલમાં યાત્રી અટવાઈ જાય / ભટકાઈ જાય...! બગીચામાં ‘હાશ.....હળવાશ' મેળવે છે ! જીવનયાત્રામાં આવનારા-મળનારાસહયાત્રીઓસુવાસથીછલકાઈને જાય એવા સંબંધો જાળવજો ! તમને ખબર છે આ પર્વ વૈયક્તિક છે? રક્ષબંધન બધા માટે નથી, કેવળ ભાઈ - બહેન માટે છે ! બહેનની હેતનીતરતી શુભેચ્છાઓ રેશમી દોરામાં પરોવાઈને ભાઈના હાથે બંધાય છે...લાગણીઓ કંકુમાં ભળીને ભાઈના કપાળે શોભે છે. ચાંદી જેવું સ્મિત ચોખામાં ભળીને કંકુમાં ચોટે છે અને ભાઈની આંખોમાં નિશ્છલ નેહનો દરિયો ઘૂઘવાટા
Jain Education International
વિચારપંખી - ૮૯
For Private & Personal Use Only
www.ainelibra.org