________________
આજે એ.....કાલે આપણે! ' બીજાની તરફ આંગળી ચીંધનાર માણસ જો ક્યારેક પોતાની જાતને જોવાની તસ્દી લે તો?
સામી વ્યક્તિને જ મૂલવવાની આળપંપાળમાં પડેલો માનવી જરી જાત તરફ ઝૂકીને જોતા શીખે તો?
પણ ના.....આપણને બધાને ટેવ પડી ગઈ છે બીજા તરફ જોવાની! બીજાનું જ જોવાની! અને એ જોવામાં જ આપણે આપણું ઘણું બધું ગુમાવી બેસતા હોઈએ છીએ. એનો જો કે આપણને અણસાર પણ નથી આવી શકતો!
આપણી આંખો કે જે સામું જ જોવા ટેવાયેલી છે... એને ક્યારેક નીચી નમાવીને હૈયામાં ડોકિયું કરીશું ખરા આપણે?
બીજાના ગુણદોષનીચર્ચા કરતાં આપણે આપણી ગલતીઓને શું ગળી જતાં નથી?
જે પોતાની જાતને સમજી ના શકે..... મૂલવી ના શકે... એ વળી બીજાને શું મૂલવવાના? “સરિતા તટે બળતી ચિતા, લોકો બેઠા રેતમાં, કેઈક આવ્યા ઢેષમાં ને કેઈક આવ્યા હતમાં, મરનારનો સહુ હિસાબ કરતા, પુણ્યનો ને પાપનો, મૃતકબોલ્યુંઃ “આજ મારો, કાલ વારો આપની!
વિચારપંખી- ૩૬
Jaine peaton
terrational
For Private & Personal Use Only
www.jainelibrary.org