________________
આપવાનો આનંદ!
તમારી પાસે કંઈક છે? મનગમતું કંઈક છે? તો આપો....આંખો મીંચીને! દિયો દિલ ખોલીને!
આપવાનો આનંદ જ ઓર છે. દેવાની મજા માણવા જેવી છે ! તમે ક્યારેય ગુલાબની પાંદડીઓને જોઈ છે? જો તમે એને હથેળીમાં બંધ કરી દેશો તો કરમાઈ જશે. એ કૂણી કૂણી પાંદડીઓ ચીમળાઈ જશે....! મૂરઝાઈ જશે....! પણ જો તમે એને ખુલ્લી હથેળીમાં રાખશો તો એની ફોરમતી સુવાસ તમને, તમારી આસપાસને... તરબતર બનાવી દેશે!
ખાડા-ખાબોચિયા જેવા બંધિયાર ના બનો! મારા મહેરબાન ! મન મૂકીને વરસતા વાદળા જેવા બનો!
માટે તો કવિએ ગાયું છે; ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ,
ને ગમતાનો કરીએ ગુલાલ!' Give & Give, Demand Nothing....!
વિચારપંખી - ૩પ
Jain Education International
For Private & Personal Use Only