________________
જિંદગી – સજા કે મજા?
જુઓને, કેવું નાનું અમથું આપણું જીવન છે?
જાણે ખીલેલા ગુલાબની પાંદડી પર આવીને ચૂપચાપ બેસી ગયેલું ઝાકળબિન્દુ! કયારે ખરી પડે..... કંઈ કહેવાય નહીં!
જીવની કહાણી પણ કંઈક આવી છે!
હજુ આંખો ઉઘડેના ઉઘડે ત્યાં પલકો સદાના માટે બીડાઈ જાય !
હજુ શ્વાસની સરગમ પર જીવનનું ગીત વણાયના વણાય ત્યાં એ સરગમ જ તૂટી જાય ! નંદવાઈ જાય!
ફૂલ હજુ કળીમાંથી ખૂશબો બનીને મહેંકે ત્યાં એને મુરઝાઈ જવું પડે!
હજુ કાળાં-ભમ્મ વાંદળાં ધરતી પર વરસવા માટે ભેગા થાય ત્યાં પવનના સૂસવાટા એને વેરવિખેર કરી મૂકે !
હજુ દીવડાંની જ્યોત જલે ન જલે..ત્યાં હવાની એક આછી લહેરખી એ જ્યોતને બૂઝવી જાય!
હજુ ઊંધના ઊંબરે શમણાં ઉતરીને પાંપણમાં સંતાય ત્યાં તો આંખ ઉઘડી જાય !
વિચારપંખી - ૮
Jaindir
Ne national
For Private & Personal Use Only
www.jainelibrary.org