Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004999/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના આચારધર્મ [ ‘શ્રી આચારાંગસૂત્રને છાયાનુવાદ | સંપાદક પાલદાસ જીવાભાઈ પટેલ ગૂજરાત વિદ્યાપીઠ અ મ દા વા ૬-૩૮૦ ૦૧૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળા-૧૧ મહાવીર સ્વામીને આચારધર્મ [ શ્રી આચારાંગસૂત્રને છાયાનુવાદ) " પાક ગોપાલદાસ જીવાભાઈ પટેલ રેવ સ જો અમારવલકઝા, રેવ સત્તાનું સન્માવળના મનુ અન્ય જીવોની બાબતમાં બેદરકાર ન રહેવું તેમ કરવું એ પિતાની જાતની બાબતમાં જ બેદરકાર રહેવા બરાબર છે.” * ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ૩૮૦૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક વિનોદ રેવાશંકર ત્રિપાઠી મંત્રી, ગુજરાત વિદ્યાપીઠ મંડળ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦૦૧૪ મુક જિતેન્દ્ર ઢાકારભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ ૩૮૦૦૧૪ ગૂજરાત વિદ્યાપીઠ પહેલી આવૃત્તિ, સ. ૧૯૯૨ સુધારેલી વધારેલી બીજી આવૃત્તિ, સં. ૨૦૦૪ પ્રથમ પુનર્મુદ્રણ, ૧૯૮૮ તલ ૧,૦૦૦ કિંમત રૂ. ૨૭.૦૦ પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાવાચ અમદાવાદ-૩૮૦૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન [પહેલી આવૃત્તિ ઉપરથી C. માચારાંગસૂત્રને આ અનુવાદ સૂત્રકૃતાંગના અનુવાદની માફ્ક છાયાનુવાદ જ છે. જૂનાં આગમાની બાબતમાં એ અનુવાદપદ્ધતિ જ વધુ ઉપયોગી છે, એમ આચાર્યશ્રી આનંદશંકરભાઈ જેવા શાસ્ત્રજ્ઞ પંડિતાએ પણ કબૂલ કર્યુ છે. આચારાંગની બાબતમાં તે, તે પદ્ધતિ વળી વિશેષ જરૂરી છે, કારણ કે, મુખ્યત્વે છૂટાં છૂટાં વાકયોના સંગ્રહ છે. જૂના ટીકાકારા, અલબત્ત, દરેક વાકયોને આગલા વાકય સાથે સંબંધ જોડવા પ્રયત્ન કરે છે; પણ તે બધે પ્રતીતિકર થાય જ છે એમ ન કહી શકાય. આવા સંગ્રહમાં એક જ વિષયનાં જુદાં જુદાં વાકો ક્રમ વિના ગમે ત્યાં પડયા હાય, એ સ્વાભાવિક છે. તે બધાંને તેમની જગાએથી ઉપાડી લઈ, કં કે વિષય કે દલીલના ક્રમમાં ગાઠવી શકાય, તે તે વિષય કે દલીલનું નિરૂપણુ સચાટ થાય, ઉપરાંત ઘણું પુનરાવર્તન સહેજે દૂર થાય. તે પણુ, કેટલાંક વાકયો અને સ્થળેા એવાં રહેવાનાં જ; કે જેમને તે અધ્યયનના નિરૂપણુમાં કશા જ મ ગોઠવવા શકય ન હેાય. તેવાં કેટલાંક સ્થળેા આ અનુવાદમાં હજુ પણ દેખારો. ઞામ વાકયોના ક્રમની ઊલટપૂલટ કરવા જતાં, કાઈ વાર ભૂલથી કે ગેરસમજથી એ વાકયોના સાચા ક્રમ તાઢી નાખવામાં Page #5 -------------------------------------------------------------------------- ________________ આવે, એવું પણ બની જાય. તેવું એછામાં ઓછું થાય, તેની શકય તેટલી કાળજી રાખી છે. આ અનુવાદમાં પહેલા ખંડમાં ફકરાને અંતે કાંસમાં સૂત્રની સંખ્યામાં જે આંકડા મૂકલ્પ છે, તે શ્રી આગમાદય સમિતિએ પ્રસિદ્ધ કરેલા આચારાંગસૂત્ર ’ પ્રમાણે છે. પરંતુ, તેથી કરીને એમ નથી સમજવાનું કે તે આવૃત્તિમાં વાકયોને જે રીતે જુદાં પાડયાં છે, તથા તેમને જુદાં જુદાં સૂત્રમાં જે રીતે ગાઠવ્યાં છે, તે રીત અનુવાદમાં સ્વીકારી જ લીધી છે. ઘણી જગાએ તે, અનુવાદમાં સળંગ તરીકે સ્વીકારેલું વાકચ, આગમાદય સમિતિના ગ્રંથમાં બે જુદાં સૂત્રમાં તેડી નાંખેલું મળી આવશે. ડો. વૅટર શુબ્રિગે વળી તે વાકયોને જુદી રીતે જ જુદાં પાડયાં છે. ખરું જોતાં, આચારાંગની રચના જ એવી છે કે, કયા વાકયને કથાં પૂરું થતું ગણવું, એ બાબતમાં ઘણા મતભેદ હાઈ શકે. ' પહેલા ખંડ પંડિત ખેચરદાસજીએ કરેલા શબ્દશ: અનુવાદ ઉપરથી તૈયાર કરેલા છે. શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે મૂળ અનુવાદનાં વાકયોના ક્રમ પછીથી બદલ્યેા છે; તેમ જ એક-બે જગાએ મૂળ રાખ્તમાંથી નીકળતા લાગતા જુદો અર્થ પશુ સ્વીકાર્યાં છે, એ બધા ફેરફારાની જવાબદારી મારી પેાતાની ગણાય. ખીજા ખંડને અનુવાદ પંડિતજીના નથી. તે ખંડમાં વાકયો તેાડવાની ખાસ જરૂર પડી નથી. જોકે, ફકરાઓને ક્રમ બદલવા ઠીક લાગ્યા ત્યાં બદલ્યા છે. તે ખંડમાં કરાઓને અંતે કૌસમાં આપેલા સંખ્યાને આંક આખા પુસ્તક્ના સળંગ ન રાખતાં દરેક અધ્યયન પૂરતા અલગ કરી દીધા છે. તેથી મૂળ ફકરા શેાધવા કંઈક સુગમ થશે, એમ માન્યું છે. સૂત્રકૃતાંગના અનુવાદની પેઠે આમાં પણુ પુસ્તકને અંતે, મૂળમાંથી કેટલાંક સુભાષિતા ચૂંટીને, ગુજરાતી ભાવાર્થ સાથે મૂકાં છે; તથા અભ્યાસીને ઉપયોગી થાય તેવી ટૂંક સૂચિ આપી છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આશા છે કે, આ અનુવાદ તથા તેની પદ્ધતિ વાચકવર્ગને ઉપયોગી થઈ પડશે. સિ. ૧૯૯૨) સંપાદક –આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતી વખતે મળેલી તકને લાભ લઈ આખા પુસ્તકમાં ઘટતા સુધારાવધારા કરી લીધા છે. આ નવા સ્વરૂપે પુસ્તક વાચકને વિશેષ ઉપયોગી નીવડશે, એવી આશા છે. સિ. ૨૦૦૪] સંપાદક Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત આચારાંગસુત્ર જૈનેનાં ૧૨ અંગમાં સૌથી પહેલું ગણાય છે : માત્ર કમની દષ્ટિએ નહીં, મહત્ત્વની દૃષ્ટિએ પણ શ્રી ભદ્રબાહુસ્વામીએ (આચારાંગ ઉપરની પોતાની નિર્યુક્તિમાં જણાવ્યું છે: आयारो अंगाणं पढम अंग दुवालसण्हपि । इत्य य मोक्खोवाओ एस य सारो पवयणस्स ॥ બારેય અંગમાં આચારાંગ એ પ્રથમ છે. તેમાં મેક્ષનો ઉપાય વર્ણવેલો છે, તથા તે તમામ શાસ્ત્રગ્રંથના સારરૂપ છે.” વળી તે જણાવે છે: બધા તીર્થંકરેએ પણ, પોતાનું તીર્થ પ્રવર્તાવતાં, આચારને જ પ્રથમ પદ આપ્યું છે, અને આપશે.” વળી પ્રશ્નોત્તરરૂપે તે જણાવે છે: “બધાં અંગેના સારરૂપ શું ? – આચારાંગ. તેના સારરૂ૫ શું? – તેનાં પદોની યથાયોગ્ય સમજ. તેના સારરૂપ શું? – તે પ્રમાણે આચરણ. તેના સારરૂપ શું? – નિર્વાણ.” જૈને પિતાના ધર્મગ્રંથે ચાર વિભાગમાં વહેંચી નાખે છે: દ્રવ્યાનુયેગ, ગણિતાનુંયેગ, ચરકરણનુગ, અને ચરિતાનુયેગ. તેમાં, આત્મા વગેરે દ્રવ્ય – તો –ને અનુગ” એટલે કે મીમાંસા, તે દ્રવ્યાનુયેગ. તેને માટે બ્રાહ્મણગ્રંથોમાં “તત્વજ્ઞાન” શબ્દ વપરાય છે, અને બૌદ્ધ ગ્રંથમાં “અભિધર્મ' શબ્દ વપરાય છે. “સૂત્રકૃતાંગ” વગેરેમાં દ્રવ્યાનુયોગના વિષયનું પ્રાધાન્ય છે, એમ કહી શકાય. ૧. એક મતે મહાવીર પછી માત્ર ૧૮૦ વર્ષે થયેલા, અને બીજા ગતે ઈ. સ. ચોથા સૈકામાં થયેલા. જેઓ આ માળાનું, “સમી સાંજનો ઉપદેશ યા. ૧. Page #8 -------------------------------------------------------------------------- ________________ ખગોળ અને ભૂગોળનાં પરિમાણ વગેરેનું ગણિત, એ ગણિતાનુગ. “સૂર્યપ્રજ્ઞપ્તિ' વગેરે ગ્રંથનો વિષય ગણિતાનુગ કહી શકાય. ક્રિયાકાંડના પરામર્શનું નામ ચરણકરણનુગ. બૌદ્ધોના વિનયપિટકમાં આ વિષય આવે છે. - કલ્પિત કે ઐતિહાસિક કથાચરિતને સંગ્રહ, એ ચરિતાનુગ અથવા ધર્મકથાનુયોગ. બૌદ્ધોના સુત્તપિટકમાં આવો વિષય આવે છે. “ઉત્તરાધ્યયન” વગેરે ગ્રંથમાં આ વિષય છે. શ્રીમદ્ રાજચંદ્ર આ ચાર વિભાગો વિશે લખતાં જણાવે છે: “મન જે શંકાશીલ થઈ ગયું હોય, તે દ્રવ્યાનુયોગ વિચારો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય, તે ચરણકરણાનુગ વિચારો મેગ્ય છે; કષાયી થઈ ગયું હોય, તે ધર્મકથાનુગ વિચાર યોગ્ય છે; અને જડ થઈ ગયું હોય, તે ગણિતાનુયોગ વિચારો ગ્ય છે.” આચારાંગસૂત્રને ચરણકરણનુગમાં સમાવેશ કરવામાં આવે છે. ટીકાકાર શીલાંકદેવ જણાવે છે: “ચરણકરણાનુગ જ ચારે યોગમાં પ્રધાનતમ છે. કારણ કે, બીજા યોગે તેને અર્થે જ છે. કહ્યું છે કે: चरणपडिवत्तिहेडं जेणियरे तिण्ण अणुओगत्ति ... दविए दंसणसोही दसणसुद्धस्स चरणं तु । ચરણાનુગનું જ્ઞાન કરાવવા માટે જ બીજા ત્રણ વેગે છે. દ્રવ્યગથી દર્શનશુદ્ધિ થાય છે; અને જેનું દર્શન (શ્રદ્ધા – રુચિ) શુદ્ધ છે, તે જ આચરણને લાયક છે.” ગણુધરેએ પણ તેથી જ આ સૂત્રને સૌથી પ્રથમ રચ્યું છે.' આચારાંગસૂત્રને બે ખંડમાં વહેંચી નાખવામાં આવ્યું છે. તેમાં પહેલા ખંડનું નામ જ “આચાર છે; જ્યારે, બીજાનું નામ આચારાગ્ર છે. “અને અર્થ જર્ણવતાં નિર્યુક્તિકાર અને Page #9 -------------------------------------------------------------------------- ________________ ટીકાકાર બંને કહે છે કે, “પહેલા ખંડમાં જે વાત કહેવાની રહી ગઈ હોય, અથવા જે વિસ્તાર કરે જરૂરી હોય, તે વાતનો “અગ્ર” – ખંડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.” નિર્યુક્તિકાર તે એટલે સુધી કહે છે : “પહેલા ખંડનાં નવા અધ્યયને જેટલું જ “આચાર” ગ્રંથ છે. બીજા ખંડનાં અધ્યયને તે શિષ્યના હિતને ખાતર, અર્થને વધુ વિસ્તાર કરવા, જ્ઞાનવૃદ્ધ સ્થવિરેએ પહેલા ખંડનાં અધ્યયનમાંથી “પ્રવિભક્ત કર્યા છે. બીજી જગાએ તે કહે છે, “મૂળ “વેદ” (આચારાંગ) તે “બ્રહ્મચર્ય” નામનાં નવ અધ્યયરૂપ જ છે, અને તેમાં ૧૮૦૦૦ પદો છે. પછીથી બીજા ખંડની ચાર ચૂડાઓ (ભાગે) તથા પાંચમી ચૂડારૂપે નિશીથ' (સત્ર) ને તેમાં ઉમેરે, તે તે ઘણે મેટ થાય. ઉપર જણાવ્યું તેમ, પહેલા ખંડનાં નવ અધ્યયનને બ્રહ્મચર્ય અધ્યયન” કહેવામાં આવે છે. કારણ કે, તેમાં બ્રહ્મચર્યનું પ્રતિપાદન છે. નિર્યુક્તિકારની જણાવ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે બ્રાહ્મણ નામથી ઓળખાતા લેખકોની ચર્યા નહીં, તેમ જ અજ્ઞાની લોકોનો બસ્તિનિધ (ઉપસ્થસંયમ) પણ નહીં, પરંતુ ૧૭ પ્રકારનો સંપૂર્ણ સંયમ. એટલે કે, તેમાં જૈનધર્મ અનુસાર સંપૂર્ણ મેક્ષમાર્ગને સમાવેશ થાય છે. તે નવ અધ્યયનને વિષય જોતાં જ તેની ખાતરી થઈ જાય છે. ટીકાકારના શબ્દોમાં નવે અધ્યયન વિષય વર્ણવીએ તે: પહેલા અધ્યયનમાં જીવોની હિંસાના ત્યાગનું વિધાન છે; પરંતુ જીવોનું અસ્તિત્વ જાણ્યા વિના તેમની હિંસાનો ત્યાગ ન થઈ શકે, માટે તેમાં, જીવોનું અસ્તિત્વ તથા તેમના જુદા ૧. ટીકાકાર, એ નવ અવ્યયનના કયા ભાગ કે વાક્ય ઉપરથી બીજા ખંડનું તે તે અધ્યયન વિસ્તારવામાં આવ્યું છે, તે વિગતવાર જણાવે છે. ૨. પાંચ ઇન્દ્રિયોને નિગ્રહ; પાંચ મહાવ્રતનું પાલન; કામ, ક્રોધ, લભ અને મેહ એ ચાર કષાયોને જય; તથા મન, વચન અને કાયાની વિરતિ – એ સંયમના સત્તર પ્રકારે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ જુદા વર્ગો પણ વર્ણવેલા છે. બીજા અધ્યયનમાં, લેક કેવી રીતે અષ્ટવિધ કર્મથી બંધાય છે, અને તેમાંથી કેમ કરીને છૂટી શકે, તે બતાવ્યું છે. ત્રીજામાં, સંયમમાં સ્થિત થવા અને કષાય જીતવા ઈચછનારા મુમુક્ષુએ, અનુકૂળ કે પ્રતિકૂળ વિનો કે સંકટ સહન કરવાં જોઈએ, એમ જણાવ્યું છે. ચેથામાં, મુમુક્ષુએ તાપસ વગેરે કષ્ટતપ આચરનારાઓનું અષ્ટગુણ ઐશ્વર્ય જેઈને પણ દઢ સમ્યકત્વવાળા બનવું એમ કહ્યું છે. પાંચમામાં, અસાર વસ્તુઓને ત્યાગ કરી, લેકના સારરૂપ સમ્યમ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય મેળવવા ઉદ્યત થવું, એમ જણુવ્યું છે. છઠ્ઠામાં મુમુક્ષુએ નિ:સંગ થઈ, અપ્રતિબદ્ધ થવું, એમ કહેવામાં આવ્યું છે. સાતમામાં, સંયમીને કદાચિત મોહથી થતા પરિષહ, ઉત્સર્ગ વગેરે આવી પડે તે પણ તેણે તે બરાબર સહન કરી લેવા, એમ કહ્યું છે. આઠમામાં, વિધ, રંગ, કે વૃદ્ધાવસ્થાથી સંયમધર્મનું પાલન શક્ય ન રહે, તે શરીરને ત્યાગ કેવી રીતે કરે, તે જણાવ્યું છે. તથા નવમામાં, આઠે અધ્યયનેમાં જણાવેલે અર્થ મહાવીરસ્વામીએ પોતાના જીવનમાં કેવી રીતે આચર્યો હતો તે, સાધકના પ્રેત્સાહન માટે વર્ણવ્યું છે.” આમ, પહેલા ખંડમાં ઉત્સાહી સાધકની સંપૂર્ણ સાધનસામગ્રી વિગતથી, અને વિસ્તારથી વર્ણવી બતાવી છે. તેની ભાષામાં પ્રસાદ છે, ઊંડાણુ છે અને કષ્ટાની નવીનતા છે. મોટા સંધના જડ અને વિક્ર ટોળાને નિયમનમાં રાખવાને સારુ, તે ટોળા દ્વારા રોજ થતા સામાન્ય તેમ જ ગંભીર દેજોની વિગતે અને તેમનાં પ્રાયશ્ચિત્તોનાં ઉજક વિધાનો તેમાં નથી. જેમ અમુક માર્ગે જઈને આવેલે માણસ, બીજા જવા ઈચ્છનારને, સહેલાઈથી તથા બારીકાઈથી તે માર્ગનું બધું વર્ણવી બતાવે, તેમ સાધનામાર્ગનું વિશદ વર્ણન તેનાં છે. અલબત્ત, એમ કહેવાને જરાય ઉદ્દેશ નથી કે, તેમાંના બધા શબ્દો મહાવીરના છે. પરંતુ, તેની રચના જેનાર દરેકને એમ લાગ્યા Page #11 -------------------------------------------------------------------------- ________________ વિના નહિ રહે કે, તેમાં જે છૂટાં છૂટાં, સંબંધ વિનાનાં અને છતાં પિતે જે મુદ્દો કહેવા માગે છે તે મુદાની બાબતમાં સંપૂર્ણ એવાં વાક્યો વેરાયેલાં પડ્યાં છે, તે સાચે જ કોઈ ઉપદેશકના સળંગ વ્યાખ્યાનમાંથી છૂટક છૂટક ભેગા કરેલા ભાગે છે. “સૂત્રકૃતાં.” વગેરેનાં સૂત્ર, મહાવીરને ઉપદેશ “સાંભળનારા” કોઈકે પોતાના શબ્દોમાં બ્લેકબદ્ધ કરી મૂક્યાં હોય, તેવાં છે; તેમ જ તે તે તે ઑકોની અંદરનાં સંબોધને જોતાં જ જણાઈ પણ આવે છે. પરંતુ, આચારાંગની બાબતમાં તો જરૂર એમ કહી શકાય કે કોઈ પણ સૂત્રમાં જે મહાવીરના પિતાના જ શબ્દો સંગ્રહાયા હોય એમ કહી શકીએ, તે તે આચારાંગમાં જ છૂટક છૂટક, રત્નો જેવાં તેજસ્વી સુભાષિતે જ વીણી વીણીને (પછી એ ક્રમ વિના કે સંબંધ વિના હોય તોય શું?) ભેગા કર્યા હેય, તેવી તેની મનોરમ રચના છે. લેખનકળાની મદદ વિનાના ભાવુક શિષ્યો, પોતાના ગુરુને ઉપદેશ સાંભળે જતા હોય, અને તેમાંથી એકદમ મન ઉપર ચેટી જાય તેવાં વાક્યો કે ભાગે મનમાં સંઘરતા જાય, અને પછી બધા એકઠા મળી તેમને એકત્રિત કરે, તે બરાબર આચારાંગસૂત્ર જેવી રચના થઈને ઊભી રહે. પરંતુ, બીજા ખંડમાં બધે આપણે દ્રષ્ટાને બદલે “ઋતિકાર કે ગણધર' વ્યાપેલે જોઈએ છીએ. ગુરુએ જે સત્યનું પ્રતિપાદન કર્યું છે, તે સત્યને આચરણની વિગતેમાં ઉતારવાની સ્વાભાવિક અક્કલ ન હોય તેવા ટોળાને, એક સ્કૂલ યાદી કરી આપવાની હોય એ રીતે તેની વાત ચાલી છે. તેની પાસે જાણે પોતાનું સ્વતંત્ર દર્શન' પણ નથી. તેથી તે અમુક નિયમ બાંધી, તેના સમર્થનમાં હમેશાં કહે છે: “કારણ કે, તેમ ન કરવામાં કેવળી ભગવાને ઘણું દે બતાવ્યા છે.” તેથી જ, કેટલીક વાર કોઈ કોઈ નિયમની બાબતમાં, કે તેની પાછળ રહેલી દેખાતી ભાવનાની બાબતમાં, આપણને આશંકા થાય છે, અથવા આધાત પણ પહોંચે છે. કોઈ Page #12 -------------------------------------------------------------------------- ________________ પણ વિશાળ ભાવનાને પૂલ વિધિનિષેધમાં બાંધવાને પ્રયત્ન થાય ત્યારે અમુક અંશે એવું બનવાવારે આવે જ, એ જાણીતી વાત છે. પરંતુ તે વાત ત્યાં જ પડતી મૂકીએ. એ ખંડમાં જે વર્ણન છે, તે ઉપરથી જૂના સમયના જૈન ભિક્ષુસંઘને અને તેની ચર્યાને આપણને પૂરત ખ્યાલ મળી રહે છે. અભ્યાસી વાચક, એ ખંડના નિયમ વગેરેને, બૌદસંધના નિયમો અને ચર્યા સાથે સરખાવવાને પ્રયત્ન કર્યા વિના નહિ રહે. ઘણું સુજ્ઞ વિચારકેની હવે માન્યતા થતી જાય છે, કે વૈદિક બૌદ્ધ અને જૈન ધર્મો એ જુદા, સ્વતંત્ર કે વિરોધી ધર્મો હોવાને બદલે, “વસ્તુતઃ એક જ ધર્મની ત્રણ બાજુઓ છે. તેમના કેટલાક દાર્શનિક સિદ્ધાંતમાં ભલે દેખીતે ભેદ કે વિરોધ હોય; પરંતુ નૈતિક સિદ્ધાંતમાં અને આધ્યાત્મિક ઉન્નતિ સંપાદન કરવાના આચારમાં તત્વત: એટલી એકતા છે કે, તેઓને પરસ્પર વિરોધ સમજી શકાતું નથી. સિદ્ધાંતની બાબતને વિરોધ પણ ડે ઊતરીને જોવા જઈએ, તો તાત્ત્વિક હોવાને બદલે, તત્ત્વની અમુક બાજુઓ ઉપર ભાર મૂકવા પૂરતું જ દેખાય છે. અને સાધનમાર્ગની વાત કરે, તે તે અત્યારે આપણને શું, તે વખતની આમજનતાને જ એ મહાપુરુષનું જીવન અને ઉપદેશ એટલાં બધાં પરિચિત તથા પોતાનાં જ લાગ્યાં હતાં, કે તે વિના સંકોચે તેમને અનુસરવા મંડી ગઈ હતી. બુદ્ધ અને મહાવીરના ઉપદેશપ્રસંગે તરફ જોઈએ, તે પણ તેમણે બીજા સંત પુરુષે કરે છે તેમ, વિવેક, વૈરાગ્ય, શમ, દમ, અપ્રમાદ, વગેરેનો જ ઉપદેશ આપ્યો હતો. આચારાંગમાં જ્યાં ધર્મ ઉપદેશવાની વાત આવે છે, ત્યાં ચોખ્ખું જણાવ્યું છે કે, “ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી, શાંતિ, વૈરાગ્ય, ૧. એનું પ્રામાણિક તથા વિગતવાર વર્ણન, હવે ગુજરાતી વાચકને, ગુજરાત વિદ્યાપીઠે પ્રસિદ્ધ કરેલા, અધ્યાપક ધર્માનન્દ કોમ્બીના બૌદ્ધ સઘને પરિચય” નામના પુસ્તકમાં, સુલભ થયું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપશમ, નિર્વાણ, શૌચ ઋજુતા, નિરભિમાનતા, અપરિગ્રહીપણું અને અહિંસા-રૂપી ધર્મ તેણે ઉપદેશ.” અને તેના સમર્થનમાં જણાવ્યું છે કે “એ પ્રમાણે ધર્મને કહેતો ભિક્ષ પોતે તકલીફમાં પડતો નથી, કે બીજાને તકલીફમાં નાખતું નથી; તથા કોઈ ભૂતપ્રાણુને પણ પીડા કરતું નથી. આવો ઉપદેશક મહામુનિ, દુઃખમાં પડેલાં સર્વ ભૂતપ્રાણીઓને “અસંદીન” બેટની પેઠે શરણરૂપ થાય છે.” [૧,૬,૧૯૪] સુસંગત તર્કવાદ જ રજૂ કરીને આમજનતામાંથી ભાગ્યે કોઈનું ધર્મપરિવર્તન કરાવી શકાય. આચારાંગસૂત્ર આખું જોઈ જાઓ, ત્યાં તમને દાર્શનિક ચર્ચાને લવલેશ નહિ મળે; પરંતુ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી એવી ઉપરની બધી બાબતેનો ઉપદેશ પહેલેથી છેડે સુધી મળશે. માત્ર, કેટલાક પારિભાષિક શબ્દ બદલાયા હશે એટલું જ. અને અંતિમ મુક્ત દશાના વર્ણનનાં જે વાક્યો તેમાં મળે છે, તે તે ઉપનિષદના કે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને કેટલાં બધાં મળતાં આવે છે? જીવની એકતા કે અનેકતા, ફૂટસ્થ નિત્યતા કે પરિણામી નિત્યતા, જગતનું સત્યત્વ કે મિથ્યાત્વ, એ બધા દાર્શનિક ભેદ ત્યાં ક્યાં ડોકિ પણ કરી શકે છે ? અને, આગળ જણાવ્યું તે પ્રમાણે આચારાંગમાં જ મહાવીરનાં પિતાનાં વાક્યો સંગ્રહાયાં છે એવો સંભવ નજર સામે રાખીએ, તે પછીના લોકોએ ગમે તે લખ્યું હોય પણ જૈન માર્ગે કૈવલ્ય પ્રાપ્ત કરનાર પુરુષની વાણુ ઉપનિષદના ઋષિની વાણીથી ક્યાં જરાય જદી પડે છે? એ વાકળ્યો અહીં ટાંકીને વિરમીશું. જેને તું હણવા માગે છે, તે તું જ છે; જેને તું તાબે કરવા માગે છે, તે પણ તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે પણ તું છે; જેને તું દબાવવા માગે છે, તે પણ તું જ છે; તથા જેને તું જ મારી નાખવા માગે છે; તે પણ તું જ છે. આમ જાણી તે સરળ અને પ્રતિબુદ્ધ માણસ કોઈને હણતા નથી કે હણાવતા નથી.[ ૧, ૫, ૧૬૪] Page #14 -------------------------------------------------------------------------- ________________ તે મુિક્ત પુરુષ] જન્મમરણના માર્ગને ઓળંગી જાય છે; વાણી ત્યાંથી પાછી ફરે છે; ત્યાં કોઈ તર્ક પહોંચતું નથી, અને બુદ્ધિ પેસી શકતી નથી......જેને બીજો કોઈ આધાર નથી તેવા અપ્રતિષ્ઠ આત્માને ઓજસ્વી મનુષ્ય આ પ્રમાણે જાણે છેઃ તે લાંબે નથી, ટૂંકો નથી, ગાળ નથી, ત્રાંસે નથી, રાત નથી, અને મંડળાકાર પણ નથી, તે કાળો નથી, લીલે નથી, રાતે નથી, પીળે નથી, અને ઘેળે પણ નથી, તે સુગંધી નથી, કે દુર્ગધી નથી.. તે સ્ત્રી નથી, પુરુષ નથી, અને નપુંસક નથી, તે જ્ઞાતા છે. તે વિજ્ઞાતા છે. તેને કશી ઉપમા નથી. તે અરૂપી સત્તા છે. તે શબ્દાતીત હોવાથી, તેને કોઈ શબ્દ નથી..એમ હું કહું છું. [ ૧, ૫, ૧૬૯–૧૭૧] Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નિવેદન ઉપેહુઘાત . . . . . ૧. હિંસાની સમજ ૨. લોકવિજય . ૩. સુખ અને દુઃખ ૪. સમ્યકત્વ . . પ. લોકસાર . ૬. કર્મનાશ . ૭. મહાપરિક્ષા , ૮. વિમહ. ૯. ભગવાન મહાવીરનું તપ . ખંહ ર ૧. ભિક્ષા • • ૨. શવ્યા . ' . ૩. મુસાફરી . . ક, ભાષા . . ૫. વસ્ત્ર . . ४८ • • • • . . ૧૧ ૧૨૨ ૧૨૪ • • . . . ૧૨૮ ૭. મુકામ • ૮. ઊભા રહેવાનું સ્થાન ૯. સ્વાધ્યાય માટેની જગા ૧૦. મળમૂવની જગા ૧૦, મળમૂત્રની જગા ૧૧. શબ્દ . . ૧૨. રૂ૫ . . . . ૧૨૯ ૧૩૦ . . . ૧૩૩ ૧૩૫ . . . Page #17 -------------------------------------------------------------------------- ________________ • • • ૧૩૬ ૧૨૭ . . : ૧૩. ૫રક્રિયા ૧૪. અન્યક્રિયા ૧૫. ભાવનાએ ૧૬. વિમુક્તિ . સુભાષિત સૂચિ . . . . • • ૧૩૮ ૧૬૩ ૧૬૫ ૧૭૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીનો આચારધર્મ ખંડ ૧ લે Page #19 -------------------------------------------------------------------------- ________________ કુશળ પુરુષની નજરમાં, કુશળ પુરુષે બતાવેલી નિઃસંગતામાં, કુશળ પુરુષના આદરમાં, કુશળ પુરુષની શિખામણમાં અને કુશળ પુરુષની નજીકમાં જ રહેવું એમ કરનારો ઈદ્રિયને પરાજય કરી, સત્ય વસ્તુ જોઈ શકે છે.” ૧૬૭]. Page #20 -------------------------------------------------------------------------- ________________ હિંસાની સમજ શ્રી સુધર્મસ્વામી કહે છે : હે આયુષ્મન્જીસ્વામી ! મહાવીર ભગવાને કહ્યું છે કે, ગતમાં કેટલાય લેાકાતે એવી ખબર નથી હોતી કે પોતે ત્યાંથી આવેલા છે અને કયાં જવાના છે, પેાતાનેા આત્મા જન્માન્તરગામી છે કે નહીં, તેમ જ પાતે કાણુ હતા અને હવે પછી શું થવાના છે. એ પણ તે નથી જાણુતા હાતા. [૧-૩| પરંતુ કેટલાક લેાકા, સહજસ્મૃતિથી કે બીજાના કહેવાથી, પેાતે કયાંથી આવ્યા છે કે કયાં જવાના છે તે જાણતા હાય છે. પેાતાને આત્મા જન્માન્તરગામી છે, તે વિવિધ દિશાઓમાં કે ચેાનિએમાં (કર્માનુસાર) ભટકયા કરે છે, અને પેતે તે આત્મા છે, એમ પણ તે જાણતા હાય છે. [૪] આવું જે જાણે છે, તે આત્મવાદી કહેવાય, ક્રિયાવાદી કહેવાય, કવાદી કહેવાય અને લોકવાદી કહેવાય.૪ [૫] ૧. મૂળ નામ :- સથવારે ન્ના (રાજ્ઞ-પશિ). ૨. મૂળ : વવાહ = ઞૌવવાતંત્રઃ । જુએ પા. છની નોંધ ૨ પણ. ૩. પૂર્વજન્મમાં સાધનાને બળે, આ જન્મમાં કેટલાક વાને તત્ત્વ વિશે સ્વાભાવિક સ્મૃતિ થઇ આવે છે. તેને આ ઉલ્લેખ છે. ૪. આત્મા છે', ‘તે ક્રિયાના કર્યાં છે,' તે ક્રિયાથી ક્રમ બંધાય છે. અને તેથી લેાકાન્તરપ્રાપ્તિ થાય છે — એવા સિદ્ધાંતનાં નામે અહીં ગણાવ્યાં છે. એમ બને કે તે સમયમાં આ શબ્દો જુદા જુદા વાદો માટે વપરાતા હોય; પરંતુ તેમને સાચા અર્થ બતાવવા તેમને અહીં મૂકવા હોય. Page #21 -------------------------------------------------------------------------- ________________ મહાવીરવાસીના આચારધર્મ “મેં અમુક કયું”, “અમુક હું કરાવીશ,’ અમુક કરનારને હું અનુમતિ આપીશ એ પ્રમાણે સમગ્ર જગતમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. પરંતુ, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેવું કર્મબંધન પ્રાપ્ત થાય છે, તે લેાકેા જાણતા નથી તેથી તેએ વિવિધ વેદના સહન કર્યાં કરે છે, અને એમ અણુગમતાં દુઃખા અનુભવતા સંસારમાં ભટકથા કરે છે. [૬] મહાવીર ભગવાને એ બાબતમાં આવી સમજ આપી છે : લેક શબ્દાદિ વિષયેા તથા રાગદ્વેષાદિ કાયાથી પીડિત છે. તેને કારણે તેને હિતાહિતનું ભાન નથી હતું; તેમને કશી સમજ આપવી પણ મુશ્કેલ છે. તે આ જ જીવનનાં સત્કાર, માન અને પૂજન માટે, કે જન્મમરણમાંથી મુક્તિ મેળવવા માટે, કે દુઃખતા પ્રતિકાર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. પેાતાની પ્રવૃત્તિઓ દ્વારા તે આતુર લાા સર્વત્ર ખીજા પ્રાણાની હિંસા કરતા હોય છે કે તેમને પરિતાપ આપતા હોય છે. એ વસ્તુ તેમને માટે અહિતકર છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવનારી છે. તથા ભગવાને આપેલી આ સમજને બરાબર સમજતા સત્ય માટે ઉદ્યમી થયેલા એવા કેટલાકાએ ભગવાન પાસેથી કે ભગવાનના સાધુઓ પાસેથી જાણ્યું હોય છે કે, વિવિધ જીવાને ધાત કરવા એ ગ્રંથ (બંધન) છે, માહ છે, માર (મૃત્યુ) છે, તથા નરક છે. જે મુનિ છે, તથા આ જાણે છે, તે જ સાચા કર્મજ્ઞ છે અને જાણવાની વસ્તુ પણ એ જ છે. હે સંયમાન્મુખ પુરુષ!! તમે ઝીણવટથી વિચાર કરી જુએ. [૧૦-૬] ૧. પાતાની મુક્તિ માટે અન્ય છવાની હિંસા કર્યાના દાખલા જાણીતા છે. ૨. મૂળ : નમાળા । દુષ્કર્મ કરતાં લખ્ત પામતા. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧. હિંસાની સમજ મનુષ્ય અન્ય જીવની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં બેદરકાર રહે છે, તે આત્માની બાબતમાં પણ બેદરકાર રહે છે; તથા જે આત્માની બાબતમાં બેદરકાર રહે છે, તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે. [૨] સર્વત્ર જુદા જુદા છ રહેલા છે. તે જીવસમૂહને ભગવાનની આજ્ઞા અનુસાર બરાબર જાણીને ભયરહિત કરે. જેઓ વિવિધ જીવોનું સ્વરૂપ જાણવામાં કુશળ છે, તેઓ જ અહિંસાનું સ્વરૂપ જાણવામાં કુશળ છે; અને જેઓ અહિંસાનું સ્વરૂ૫ જાણવામાં કુશળ છે, તેઓ જ અન્ય જીવેનું સ્વરૂપ જાણવામાં કુશળ છે. વાસનાને પરાજય કરનાર, સંયત, સદા પ્રયત્નશીલ અને સદા અપ્રમત્ત એવા વીર પુરુષોએ એ વસ્તુ બરાબર જોયેલી છે. [૫, ૨૧, ૩૨-૩] વિષયભેગમાં આસક્ત લોકો પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસ (જંગમ) જીવોની હિંસા કર્યા કરે છે, તેમને તે હિંસાનું ભાન પણ નથી હોતું. આ તેમને માટે અહિતકર છે, અને સાચું જ્ઞાન પ્રાપ્ત થવામાં આડે આવનાર છે, માટે ભગવાને એ વિષયમાં આપેલી સમજને બરાબર ગ્રહણ કરે. જેમ કેઈક આંધળા માણસને કઈ છેદે, ભેદે, મારે કે ત્રાસ આપે, તો તે ન દેખતે છતે તે છેદન-ભેદનનું દુઃખ અનુભવે છે; તેમ પૃથ્વીને પણ તે આંધળી છતાં તેના પર શસ્ત્રપ્રહારથી થતું દુઃખ અનુભવમાં આવે છે. જેઓ પૃથ્વીની આસક્તિને કારણે તેની હિંસા કરે છે, તેમને પિતાની આસકિત આડે તે હિંસાનું ભાન નથી હોતું. પરંતુ પૃથ્વીની હિંસા ન કરનાર સંયમી પુરુષને તેનું બરાબર ભાન હોય છે. બુદ્ધિમાન પુરુષે કદી જાતે પૃથ્વીની હિંસા ન ૧. મૂળમાં સ્થાથા ક્રિયાપદ વાપરેલું છે, જહેવા છતાં નથી એમ કહેવું” એ તેને અર્થ થાય. ૨. મૂળ : મામા ! Page #23 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીના આચારધર્સ કરવી, ત બીજા પાસે કરાવવી, કુ કાઈ કરતા હોય તેને અનુમતિ ન આપવી. જે મુનિ વિવિધ પ્રવૃત્તિઓથી થતી પૃથ્વીની હિંસા બરાબર જાણે છે, તે જ સાચા કર્મજ્ઞ છે. [૧૬-૭ તે જ પ્રમાણે, પાણીમાં પણ અનેક પ્રાણા રહેલા છે. અહીં (જિનપ્રવચનમાં તે) સાધુઓને કહેલું છે કે, પાણી એ જ જીવ છે. તેથી તેના ઉપયેાગમાત્ર હિંસા જ છે. વળી, પાણી વાપરવા જતાં બીજા પણુ (પૃથ્વી, અગ્નિ, વાયુ કે ત્રસ એવા) અનેક જીવાતા નાશ થાય છે. ઉપરાંત, બીજાના શરીરના તેની મરજી વિરુદ્ધ ઉપયાગ કરવે એ ચારી પણ છે. કેટલાય લાÈા, પાણી અમારે પીવા માટે કે સ્નાન વગેરે માટે છે', એમ સમજી તેના ઉપયાગ કરે છે અને પાણીવાની હિંસા કરે છે. એ તેમને ઉચિત નથી. પાણીના ઉપયોગમાં રહેલી પાણીની હિંસાને જે બરાબર જાણે છે, તે જ મુનિ છે, તથા સાચા કર્મજ્ઞ છે માટે બુદ્ધિમાન પુરુષે ત્રણમાંથી એકે પ્રકારે પાણીની હિંસા ન કરવી. [૨૩-૩૦] તે જ પ્રમાણે અગ્નિનું પણ સમજવું. જેએ અગ્નિઝવેનું સ્વરૂપ જાણુવામાં કુશળ છે, તે જ અહિંસાનું સ્વરૂપ જાણવામાં કુશળ છે, લેાકા વિષયભાગની આસક્તિને કારણે અગ્નિની અને સાથે બીજા પણ અનેક પ્રાણેાની હિંસા કર્યાં કરે છે. કારણ કે અગ્નિ સળગાવતાં, પૃથ્વી, તૃણ, પાંદડાં, લાકડાં, છાણાં, કચરા એ બધાને આશરે રહેતા, તથા બીજા આજુબાજુ ઊડનારા કે રનારા એમ અનેકવિધ પ્રાણા અગ્નિમાં પડે છે અને અગ્નિથી ૧. જાતે કરવું, ખીજા પાસે કરાવવું, કે કાઈ કરનારને અનુમતિ આપવી, ~એ ત્રણ પ્રકાશ છે. ૨. મૂળમાં અગ્નિ માટે ‘દીલેાગસન્થ' શબ્દ છે. ટીકાકાર તેને અર્થ એ પ્રમાણે કાઢે છે કે, દીર્ઘ શરીરવાળી વનસ્પતિ —— તેનું નાશક શસ્ત્ર — તે, અગ્નિ, Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧. હિંસાની સમજ સ્પર્શાઈ તે સંકાચ પામે છે, પરિતાપ પામે છે કે નાશ પામે છે. [૩-૮] તે જ પ્રમાણે કેટલાક લાકા આસક્તિને કારણે વનસ્પતિની હિંસા કરે છે. પરંતુ હું કહું છું કે આપણી પેઠે વનસ્પતિ પણ જન્મશીલ છે, વૃદ્ધિશીલ છે, તથા સચિત્ત છે, જેમ આપણને ક્રાઈ છેદે ત્યારે આપણે પ્લાન થઈ જઈ એ છીએ, તેમ તે પણ છેદાય છે ત્યારે પ્લાન થઈ જાય છે. આપણે જેમ ખારાક લઈ એ છીએ, તેમ તે પશુ ખારાક લે છે; આપણે અનિત્ય અને અશાશ્વત છીએ, તેમ તે પણ અનિત્ય અને અશાશ્વત છે; આપણે વધીએઘટીએ છીએ, તેમ તે પણુ વધે-ધટે છે; તથા આપણામાં જેમ વિકારા થયા કરે છે, તેમ તેનામાં પશુ વિકારા થાય છે. વનસ્પતિની હિંસા કરે છે, તેને તે હિંસાનું ભાન નથી હોતું. પરંતુ લેાકમાં ચાલતી વનસ્પતિની હિંસાને જે જાણે છે, તે Ο મુનિ સાચેા કર્મજ્ઞ છે. ૪૫-૭ જે ૨ અંડજ, પાતજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સંમૂમિ. ઉદ્ભિજ્જ અને ઔષપાતિક આ બધા ત્રસ એટલે કે જંગમ પ્રાણા છે. અનાની અને મંદ લેાાને વારંવાર અવતરવાની એ બધી ચેનિએ સંસાર કહેવાય છે. જગતમાં જયાં જુએ ત્યાં ૧. અનિત્ય' એટલે નિચત આયુષ્યવાળા; જેમ કે વનસ્પતિશરીરનું વધારેમાં વધારે આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું છે. અને અશાશ્વત' એટલે ક્ષણે ક્ષણે વૃદ્ધિહાનિરૂપી વિકાર પામ્યા કરનારા~~~ હંમેશ એકરૂપે ન રહેનારા, ต ૨. ઈંડામાંથી જન્મનારા તે અંડજ; ખચ્ચારૂપે જ અવતરનારા તે પેાતજ; આરથી વીંટળાઈને જન્મનારા તે જરાયુજ; આથી, દહીં વગેરેમાં થતા તે રસજ; પરસેવાથી થતા તે સંવેદજ; તમાડ્રાના સંચાગ વિના થતા તે સંપૂર્ણિમ; જમીન વગેરે ફાડીને નીકળતાં પતંગ, દેડકાં વગેરે તે ઉન્નિજ્જ; અને વજ્રની ભીંત કે દેવશય્યામાં જ સીધા જન્મનારા નારકી અને દેવે તે ઔપાતિક Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચારધર્મ વ્યાકુળ બનેલા લેકે પ્રાણોને પરિતાપ આપ્યા જ કરે છે. એ પ્રાણે ચારે બાજએ ત્રાસ પામી રહ્યા છે. કેટલાકે તેમના શરીર માટે તે પ્રાણને હણે છે, તે કેટલાકે ચામડા માટે, માંસ માટે, લેહી માટે, હૃદય માટે, પિત્ત માટે, ચરબી માટે, પીંછાં માટે, વાળ માટે, શીંગડાં માટે, વિષાણુ માટે, દાંત માટે, દાઢ માટે, નખ માટે, સ્નાયુઓ માટે, હાડકાં માટે, અસ્થિમજજા માટે– એમ વિવિધ પ્રકારનાં પ્રજન માટે ત્રસ પ્રાણીઓનો વધ કરે છે, તે કેટલાક કાંઈ પ્રયોજન વિના પણ તેમને હણે છે. વળી કેટલાકે, “આણે મને માર્યો હતો, આ મને મારે છે, કે “આ મને મારશે એમ સમજીને ત્રસ પ્રાણીઓની હિંસા કરે છે. પરંતુ પ્રત્યેક પ્રાણુની શાંતિને વિચાર કરીને તથા તેને બરાબર સમજીને હું કહું છું કે, બધાં ભૂતપ્રાણીઓને પીડા, અશાંતિ કે ભય એ દુઃખરૂપ છે; માટે મેધાવી પુરુષે તેમની હિંસા ન કરવી કે ન કરાવવી. [૪૮-૫૪] તે જ પ્રમાણે વાયુ નું પણ સમજવું. લે કે આસક્તિને કારણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વાયુની અને સાથે સાથે બીજા અનેક ૧- હાથીના જંતુશળ. ૨. ટીકાકાર આ પ્રયજનનાં જે દષ્ટાંત આપે છે તે જાણવા જેવાં છે, તેમાંથી કેટલાંક અહીં બતાવ્યાં છે. વર્તમાન દષ્ટાંતે વાચક ઘટાવી લે. શરીર માટે – ઉપર બેસી મંત્રાદિ સાધવા કોઈ લક્ષણવતા પુરુષને મારે, અથવા ઝેર ખાધેલા માણસને હાથી મારીને તેના શરીરમાં ઘાલે; લેહી માટ” – ત્રિશૂળ વગેરેને લગાવવા માટે, હદય માટે – સાધકે હૃદય લઈને તેને મથે છે; પિત્ત માટે – મેર વગેરેને મારે છે; ચરબી માટે – વાઘ, મગર, વરાહ વગેરેને “પૂછ માટે – રેઝ વગેરેને; “વાળ માટે – ચમરી ગાય વગેરેને; દાંત માટે - શિયાળને (તેના દાંતથી અંધારું દૂર થાય છે); “દાઢ માટે' – વરાહને; નખ માટે – વાઘ વગેરેને સ્નાયુઓ માટે' – ગાચ ભેંસ વગેરેને; હાડકાં માટ' – શંખ છિલી વગેરેના છાને; અસ્થિમજજા માટે” – મહિષ, વરાહ વગેરેને. ૩. મૂળમાં ઇન શબદ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧. હિંસાની સમજ પ્રાણેની હિંસા કરે છે, કારણ કે, ઊડનારા પ્રાણે બળાત્કારથી વાયુમાં પડે છે અને ત્યાં આઘાત, સંકેચ, પરિતાપ કે વિનાશ પામે છે. [૫૮-૯] જે માણસ વિવિધ પ્રાણેની હિંસામાં પિતાનું જ અનિષ્ટ અને અહિત જોઈ શકે છે, તે તેને ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે માણસ પોતાનું દુઃખ જાણે છે, તે બહારનાનું દુઃખ જાણે છે; અને જે બહારનાનું દુઃખ જાણે છે, તે પિતાનું દુઃખ પણ જાણે છે. એ બંને સરખી કેટી છે. શાંતિને પામેલા સંયમીઓ બીજા જીવની હિંસા કરીને જીવવાની ઈચ્છા નથી કરતા. [૫૫-૭]. પ્રમાદ અને તેને પરિણામે કામગુણેમાં આસક્તિ એ જ હિસા છે. માટે બુદ્ધિમાન પુરુષે “પ્રમાદથી જે મેં પહેલાં કર્યું તે હવેથી નહીં કરું એ નિશ્ચય કરવો જોઈએ. [૩૪-૫] હિંસાના મૂળરૂપ હેઈ, કામગુણો જ સંસારના ફેરા છે. સંસારના ફેરા છે તે કામગુણનું જ બીજું નામ છે. માણસ બધે ઠેકાણે અનેક પ્રકારનાં રૂપે જેતે અને શબ્દ સાંભળતે, રૂપિમાં અને શબ્દોમાં મૂછિત થાય છે. એનું નામ જ સંસાર છે. એવો માણસ જિનોની આજ્ઞાને અનુસરી શકતું નથી, પરંતુ ફરી ફરીને કામગુણેને આસ્વાદ લેત, હિંસાદિ વક્ર પ્રવૃત્તિઓ કરતે, પ્રમાદપૂર્વક ઘરમાં જ મૂછિત રહે છે. [૪૦-૪] વિવિધ કર્મોરૂપી હિસાની પ્રવૃત્તિઓ હું નહીં કરું, એ વૃત્તિથી ઉદ્યત થયેલે અને એમ જ માનનારો તથા અભયના સ્વરૂપને સમજનારે બુદ્ધિમાન પુરુષ તે પ્રવૃત્તિઓ નથી કરતે; તેવા પુરુષને (જિનપ્રવચનમાં) “ઉપર” અને “અનગાર કહેવામાં આવે છે. લેકમાં ચાલતી યે જીવકા(વગે)ની હિંસા જે બરાબર જાણે છે, તે જ મુનિ કર્મોને બરાબર સમજે છે એમ હું કહું છું. માટે બુદ્ધિમાન પુરુષ યે જવનિકાની હિંસા ૧. અગાર એટલે ઘરબાર, તે વિનાને – સંન્યાસી. Page #27 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના આચારધમ ન કરે, બીજા પાસે ન કરાવે, કે કઈ કરતે હોય તેને અનુમતિ ન આપે. હિંસામાંથી વિરામ પામેલો વિવેકી વસુમાન અકરણીય પાપકર્મોની પાછળ ન દેડે. પાપકર્મમાત્રમાં છમાંથી કઈ પણ જીવવર્ગની હિંસા કે દ્રોહ રહેલાં છે. [૩૯, ૬૧] છતાં, કેટલાય લે કે પિતાને “અનગાર' કહેવરાવતા છતાં, વિવિધ પ્રવૃત્તિઓથી જીવોની હિંસા કર્યા કરે છે. આ જીવિતનાં સત્કાર, માન અને પૂજન માટે, કે જન્મમરણને ફેરા ટાળવા માટે, કે દુઃખના પ્રતિઘાત માટે, કે વિષયાસક્તિને કારણે, તેઓ તે હિંસા કરે છે. તેવા લેકે પિતાને માટે બંધન જ ઊભું કરે છે. તેઓ આચારમાં સ્થિત નથી; અને હિંસા કરતા છતાં પિતાને “સંયમી કહેવરાવે છે. પરંતુ તે સ્વછંદી, પદાર્થોમાં આસક્તિવાળા, તથા પ્રવૃત્તિઓમાં મચેલા લોકો સંગ જ વધારે છે. [૬૦]. જે સરળ હોય, મુમુક્ષુ હોય, અને અદંભી હોય, તે જ સાચે અનગાર છે. જે શ્રદ્ધાથી માણસ ગૃહત્યાગ કરે, તે જ શ્રદ્ધાને, શંકાઓ અને આસક્તિ છેડી, હંમેશાં ટકાવી રાખવી જોઈએ. વીરપુરુષો એ મહામાર્ગે જ ચાલેલા છે. ૧૮-૨ ૧. અહીં વસુ એટલે ગુણસંપત્તિ. Page #28 -------------------------------------------------------------------------- ________________ લોકવિજય જે કામગુણે છે, તે જ સંસારનાં મૂળસ્થાનો છે; અને સંસારનાં જે મૂળસ્થાને છે, તે જ કામગુણો છે. કારણ કે, તે કામગુણોમાં આસક્ત માણસ પ્રમાદથી માતપિતા, ભાઈબહેન, પત્નીપુત્ર, વહુદીકરી, મિત્રસ્વજન તેમ જ બીજી ભોગસામગ્રી તથા અન્નવસ્ત્ર વગેરેમાં મમતાપૂર્વક તપ્યા કરે છે. તે બધા વિષયેના સંગનો અર્થી તથા તેમાં જ લીન થયેલા ચિત્તવાળે તે માણસ રાતદિવસ પરિતાપ પામત, કાળ અકાળનો વિચાર કર્યા વિના સખત પરિશ્રમ ઉઠાવત, વગર વિચાર્યું અનેક પ્રકારનાં કાળાં કર્મો કરે છે; તથા અનેક જીવના વધ, છેદ, ભેદ તથા ચોરી, લૂંટ, ત્રાસ વગેરે પાપકર્મો કરવા તત્પર થાય છે, એટલું તે શું, કેઈએ ન કરેલું એવું કરવાને પણ ઈરાદો રાખે છે. [૬૨, ૬૬] સ્ત્રી અને ધનના કામી તથા દુઃખથી ડરતા એવા તે અજ્ઞાની જીવે પિતાના સુખ માટે શરીરબળ, જ્ઞાતિબળ, મિત્રબળ, પ્રત્યબળ, દેવબળ, રાજભળ, ચરબળ, અતિથિબળ, કૃપણુબળ અને શ્રમણબળ મેળવવા ગમે તેવાં કાર્યો કરે છે, અને તેમ કરતાં થતી અન્ય જીવોની હિંસાની જરાય પરવા કરતા નથી. [૭૫ ૧. મૂળ : આત્મબળ. ૨. પ્રેતાનિ - દાનવ વગેરેનું બળ ૩. શ્રમણબળ એટલે કે તેમની પાસેથી મેળવેલું મંત્રતંત્રનું બળ કે તેમની સેવા કરી મેળવેલું પુણ્યરૂપી બળ; કૃપણ એટલે ભિખારી અને અતિથિનું પણ તેમ જ સમજવું. Page #29 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ કામિની અને કાંચનમાં મૂઢ એવા તે લેને જીવિતમાં અત્યંત રાગ હેય છે. મણિ, કુંડળ અને હિરણ્ય વગેરેમાં પ્રીતિવાળા તથા સ્ત્રીઓમાં અત્યંત આસક્તિવાળા તે લેકેને એમ જ દેખાય છે કે, અહીં કોઈ તપ નથી, દમ નથી કે નિયમ નથી. જીવન અને તેના ભોગોની કામનાવાળો તે મહામૂઢ મનુષ્ય ગમે તેમ બેલે છે તથા હિતાહિતજ્ઞાનશન્ય બની જાય છે. [૭] તે લે કે સ્ત્રીઓથી હારી ગયેલા હોય છે. તેઓ એમ જ માને છે કે એ જ સુખની ખાણ છે. ખરી રીતે તે તે દુઃખ, મેહ, મૃત્યુ, નરક અને હલકી પશુગતિનું કારણ છે. [૮] કામભોગના જ વિચારમાં મન, વચન અને કાયાથી મગ્ન રહેનારા તે મનુષ્ય પોતાની પાસે જે કાંઈ ધન હોય છે, તેમાં અત્યંત આસક્ત રહે છે; તથા બેપગ, ચાર પગાં કે ગમે તે પ્રાણીઓના વધ કે નિગ્રહથી પણ તેની વૃદ્ધિ કરવા ઈચ્છે છે. [૮] પરંતુ, માણસનું જીવિત અતિ અલ્પ છે. જ્યારે આયુષ્ય મૃત્યુથી ઘેરાવા માંડે છે, ત્યારે શ્રોત્ર, ચક્ષુ વગેરે ઈદ્રિના બળની હાનિ થવા લાગતાં માણસ મૂઢ બની જાય છે. તે વખતે પોતાનાં માનેલાં સગાંસંબંધી, કે જેઓની સાથે તે લાંબા કાળથી રહેતું હોય છે, તેઓ પણ તેને તિરસ્કાર કરવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં હાસ્ય, ક્રીડા, રતિ કે શુંગાર રહેતાં નથી. વય અને યૌવન (પાણીને વેગે) ચાલ્યાં જાય છે. તે વખતે પ્રિય માનેલાં સગાંસંબંધી મનુષ્યનું મૃત્યુમાંથી રક્ષણ કરી શકતાં નથી કે તેનું શરણું બની શક્તાં નથી. જે માતપિતાએ નાનપણમાં તેનું પોષણ કર્યું હતું તથા મટે થયા પછી પિતે જેમનું રક્ષણ કરતું હતું, તે પણ તેને બચાવી શકતાં નથી. [૬૩-૫ ૧. મૂળ ક્ષેત્ર (ધન-ધાન્ય) અને વાસ્તુ (ઘર-કુટુંબ). ૨. મૂળ : મારા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨. લેકાવજય અથવા, અસંયમથી કેટલીક વાર તેને રેગો થાય છે. અથવા જેઓની સાથે તે લાંબા કાળથી રહેતું હોય છે, તે પિતાનાં માનેલાં માણસો પહેલાં જ તેને છોડીને ચાલ્યાં જાય છે. આમ તેઓ તેના સુખનું કારણ થઈ શકતાં નથી કે તેને દુઃખમાંથી બચાવી શક્તાં નથી; તેમ તે પોતે પણ તેઓને દુઃખમાંથી બચાવી શકતો નથી. દરેકને પિતાપિતાનું સુખ કે દુઃખ જાતે જ ભોગવવું પડે છે. [૮૨) તે જ પ્રમાણે, જે ઉપભેગસામગ્રી તેણે સગાંસંબંધીઓ સાથે ભેગવવા માટે મહાપ્રયત્ન તથા ગમે તેવાં કુકર્મો કરીને એકઠી કરી હોય છે, તે ભગવાને અવસર આવતાં કાં તો પિતે રોગથી ઘેરાઈ જાય છે, કે તે સગાંસંબંધીઓ જ તેને છેડીને ચાલ્યાં જાય છે, કે તે પોતે તેઓને છોડીને ચાલ્યા જાય છે. [૬૭] અથવા, કોઈ વાર તે ભેગી થયેલી સંપત્તિ દાયાદે વહેંચી લે છે, ચોર ચોરી જાય છે, રાજા લૂંટી લે છે, અથવા તે પિતે જ નાશ પામે છે કે અગ્નિથી બળી જાય છે. આમ, સુખની આશાથી ભેગી કરેલી ભેગસામગ્રી દુઃખનું જ કારણ થઈ પડે છે. પરંતુ મેહથી મૂઢ બનેલા મનુષ્યો તે જાણતા નથી. [૩] આમ, કઈ કેઈનું રક્ષણ કરી શકતું નથી, કે કઈ કઈ ને બચાવી શકતું નથી. દરેકને પિતાનાં સુખદુઃખ જાતે જ ભોગવવાં પડે છે. માટે, જયાં સુધી પોતાની ઉમર હજ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્ર વગેરે ઈદ્રિયનું બળ (તેમ જ પ્રજ્ઞા, સ્મૃતિ, મેધા) વગેરે કાયમ છે, ત્યાં સુધી અવસર ઓળખી શાણા પુરુષે પિતાનું કલ્યાણ બરાબર સાધી લેવું જોઈએ. [૬૮-૭૧ જરા વિચાર તો કરે ! જગતમાં બધાંને જ સુખ પસંદ છે. અને બધાં સુખની જ પાછળ દોડતાં હોય છે. છતાં જગતમાં સર્વત્ર અંધપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, કાંટિયાપણું, કુન્થપણું, ખંધિયાપણું, કાળાપણું, કેઢિયાપણું વગેરે દુઃખે જોવામાં ૧. મૂળઃ આત્માથે. Page #31 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસવામીના આચારધમે આવે જ છે. એ બધાં દુઃખે વિષયસુખની પાછળ પડેલા મનુષ્યોને પિતાની આસક્તિરૂપી પ્રમાદને કારણે પ્રાપ્ત થયાં હોય છે. એ વિચારી, બુદ્ધિમાન મનુષ્ય સાવધાન થાય. અજ્ઞાની મનુષ્ય જ વિષયસુખની પાછળ પડી, અનેક પ્રકારની યોનિઓમાં જન્મમરણના ફેરા ફરતે હણાયા કરે છે. [૭૭—] મેં અમુક કર્યું છે, અને હજુ અમુક કરીશ', એવા ઘોડા દોડાવ્યા કરે તે માયાપૂર્ણ મનુષ્ય પોતાનાં કર્તવ્યમાં મૂઢ થઈ, ફરી ફરી લોભ વધાર્યા કરે છે અને એ રીતે પોતે પોતાને વેરી બને છે. સુખાર્થી, ગમે તેમ બેલતા, અને દુઃખથી મૂઢ બનતા જતા તે મનુષ્યની બુદ્ધિને બધું અવળું જ સૂઝે છે. એ રીતે પોતાના પ્રમાદથી તે પિતાને નાશ કરે છે. [૯૪. ૯૭] કામ પૂર્ણ થવી અશક્ય છે, અને જીવિત વધારી શકાતું નથી. કામકામી મનુષ્ય શેક કર્યા જ કરે છે તથા ઝૂર્યા કરે છે. મર્યાદાઓનો લેપ કરતો તે તે કામી, પિતાની કામાસક્તિ અને રાગને કારણે પીડાય છે અને પરિતાપ પામે છે. જેનાં દુ:ખ કદી શમતાં નથી એ તે મંદ મનુષ્ય, દુઃખના ફેરામાં જ ફર્યા કરે છે. [૨, ૮૧ ભેગથી કદી તૃષ્ણ શમી શકતી નથી. વળી તે મહાભયરૂપ તથા દુ:ખના કારણરૂપ છે, માટે તેમની કામના છોડી દો તથા તેમને માટે કોઈને પીડા ન કરે. પિતાને અમર જે માનતે જે માણસ ભેગમાં મહાશ્રદ્ધા રાખે છે, તે દુઃખી થાય છે. માટે તૃષ્ણાને ત્યાગ કરે. કામનું સ્વરૂપ અને તેમનાં વિકટ પરિણામે ન સમજ કામકામી અંતે રડે છે અને પસ્તાય છે. [૮૪-૫,૯૪-૫ વિષયકષાયાદિમાં અતિ મૂઢ રહે તે માણસ સાચી શાંતિના મળરૂપ ધર્મને ઓળખી જ શકતો નથી. માટે, વીર ભગવાને કહ્યું છે કે, એ મહામેહમાં બિલકુલ પ્રમાદ ન કરે. હે ધીર પુરુષ! તું આશા અને સ્વછંદનો ત્યાગ કર. તે બેનું શૂળ સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સાચી શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨. લોકવિજય કરીને, તથા શરીરને નાશવંત જાણીને કુશળ પુરુષ કેમ કરીને પ્રમાદ કરે? [૮૪ જે મનુષ્ય ધ્રુવ વસ્તુ ઈચ્છે છે, તેઓ ક્ષણિક તથા દુઃખરૂપ ભોગજીવનને ઈચ્છતા નથી. જન્મ અને મરણને વિચાર કરીને બુદ્ધિશાળી મનુષ્ય દઢ એવા સંયમમાં જ સ્થિર થવું, તથા એક વાર સંયમ માટે ઉત્સુક થયા બાદ, અવસર ઓળખી એક મુહૂર્ત પણ પ્રમાદ ન કરે. કારણ કે, મૃત્યુ આવવાનું જ છે. [૮૦, ૬૫]. આમ જે વારંવાર કહેવામાં આવે છે, તે સંયમની વૃદ્ધિને અર્થે છે. [૪] કુશળ પુરુષ કામને નિર્મળ કરી, સર્વ સાંસારિક સંબંધ અને પ્રવૃત્તિઓમાંથી ક્ટા થઈ, પ્રવજિત થાય છે. તેઓ કામેનું સ્વરૂપ સમજતા હોય છે તથા દેખતા હોય છે. તેઓ બધું બરાબર સમજી, કશાની આકાંક્ષા રાખતા નથી. [૭૫ જેઓ કામગુણોને ઓળંગી જાય છે, તેઓ ખરેખર મુક્ત છે. અકામ વડે કામને દૂર કરતા તેઓ, પ્રાપ્ત થયેલા કામગુણેમાં પણ ખેંચી જતા નથી. [૭૪] ભગવાને આપેલી આ સમજને જાણુત અને સત્ય માટે ઉદ્યત થયેલો મનુષ્ય પછી આ તુચ્છ ભેગજીવનને અર્થે પાપકર્મ કરે નહીં, કે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કોઈ પણ પ્રાણોની જાતે હિસા ન કરે કે બીજા પાસે ન કરાવે. બધા પ્રાણેને આયુષ્ય અને સુખ પ્રિય છે, તથા દુઃખ અને વધ અપ્રિય છે. બધા જ પ્રાણે જીવિતની કામનાવાળા અને જીવિતને પ્રિય માનનારા છે. પ્રમાદને લીધે ૧. મૂળમાં “પ્રવચારી” શબ્દ છે. ૨. મૂળમાં “અહાવિહાર' શબ્દ છે. “અહ” શબદ ધન્યતાવાચક છે. અવિહાર એટલે સ્તુતિપાત્ર—ધન્ય, એ વિહાર – સંયમ. ૩. મૂળ: લાભ (કામના). ૪. મૂળઃ “અકર્મા' થાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મહાવીરસ્વામીને આચારધર્મ અત્યાર સુધી જે વ્યથા પ્રાણને આપી હોય, તેને બરાબર સમજી લઈ ફરીથી તેમ કરતા અટકવું તેનું નામ જ ખરી સમજ છે. અને એ જ કર્મની ઉપશાંતિ છે. આર્ય પુરુષોએ એ માર્ગ જણાવેલ છે. એ સમજીને માણસ પછી ત્યાં લપાતો નથી. [૬, ૮૦, ૯૭, ૭૬] જેવું અંદર છે, તેવું બહાર છે; અને જેવું બહાર છે, તેવું અંદર છે. પંડિતપુરુષ શરીરની અંદરના દુર્ગધથી ભરેલા ભાગને જએ છે અને શરીરનાં મળ ઝરતાં બાહ્ય સ્થાનનું સ્વરૂપ બરાબર સમજે છે. બુદ્ધિમાન મનુષ્ય તેને બરાબર સમજીને, બહાર કાઢેલી લાળને પાછી ચૂસતાં બાળકની જેમ, ત્યાગેલા ભોગેમાં ફરી પડ નથી. [૯૩-૪ વિવેકી પુરુષ અરતિને વશ થતું નથી; તેમ જ રતિને વશ થતો નથી. તે સ્થિતપ્રજ્ઞ છે. તે ક્યાંય રાગ નથી કરતો. પ્રિય અને અપ્રિય શબ્દો અને સ્પર્શી સહન કરતે તે વિવેકી, જીવિતની તૃષ્ણ પ્રત્યે નિર્વેદ પામે છે અને સંયમનું પાલન કરી, કર્મશરીર ખંખેરી નાખે છે. [૯૮-૯]. વીરપુરુષ ઊંચ-નીચે અને તીર છે – બધી કોરનું બધું સમજીને ચાલે છે. તે હિંસાદિથી લેપાતું નથી. જે અહિંસામાં કુશળ છે, અને બંધમાંથી મુક્તિ મેળવવાની જ તરખાટમાં રહે છે, તે સાચે બુદ્ધિમાન છે. તે કુશળ પુરુષ સંયમને પ્રારંભ કરે છે, પણ હિંસાદિ પ્રવૃત્તિને નથી કરતા. [૧૨-૩] ૧. મળ: “અવિમાણે –અવિમાસ્ક, રતિ અને અરતિને ત્યાગ કરેલ હોવાથી વિમનસ્ક – બુદ્ધિભ્રષ્ટ ન થનારે. ૨. મૂળ: મૌન એટલે કે મુનિને આચાર–પ્રવજ્યાપૂર્વક સંયમનું પાટન. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨. લોકવિજય જે કોઈ એકને આરંભ હિંસા કરે છે, તે છમાંના બીજાને પણ કરે છે. કર્મને બધી રીતે બરાબર સમજી, તેમાં પ્રવૃત્તિ ન કરવી. [૯૭-૧૦૧] આ મારું છે' એવો સંકલ્પ જે છેડે છે, તે મમત્વને છોડે છે. જેને મમત્વ નથી, તે જ મુનિ સાચે માર્ગદ્રષ્ટા છે. [૮] સંસારી જીવ અનેક વાર ઊંચ ગેત્રમાં આવે છે, તેમ જ નીચ ગેત્રમાં પણ જાય છે. આવું જાણું, કોણ પિતાના શેત્રનું ગૌરવ કરે, કે તેમાં આસક્તિ રાખે, કે સારાનરસા ગોત્રને હર્ષશોક કરે? [૭૭] ' લોકોના સંબંધને જે વીર વટાવી જાય છે, તે પ્રશંસાને પાત્ર છે. તે મુનિ જ “જ્ઞાત' એટલે પ્રસિદ્ધ કહેવાય છે. મેધાવી પુરુષે લકનું સ્વરૂપ બરાબર જાણીને તથા લેકસંજ્ઞાનો ત્યાગ કરીને પરાક્રમ કરવું એમ હું કહું છું. [૧૦૦, ૯૮]. પદાર્થોને જે યથાવસ્થિતરૂપે જાણે છે, તે જ યથાર્થતામાં રહે છે અને જે યથાર્થતામાં રહે છે, તે જ પદાર્થોને યથાવસ્થિતરૂપે જાણે છે. એવા મનુષ્ય જ બીજાને દુઃખની સાચી સમજ આપી શકે છે. તે લોકો ઓઘને (કર્મપ્રવાહને) તરી ગયેલા છે; અને તે જ તીર્ણ, મુક્ત અને વિરક્ત કહેવાય છે, એમ હું કહું છું. [૧૦૧, ૯૯] ૧. પૃથવી, પાણી વગેરે છ વર્ગો. આરંભને મુખ્ય અર્થે પ્રવૃત્તિ છે. પરંતુ તે હિંસાના અર્થમાં પણ વારંવાર વપરાય છે. ૨. લોકચિ કે લોકપ્રવૃત્તિ. લોકની શરમ કે તેનું અનુસરણ છાડી, આત્માના વિભાવરૂપ લોકને છત એ જ આ અધ્યયનને વિષય પણ છે, અને નામ પણ છે. ૩. મૂળઃ “અનન્ય : અર્થાત જેવું છે, તેનાથી અન્ય- ન જોનાર. ૪. મૂળ: અનન્યારામ. મ. આ.—૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મહાવીરસવામીને આચારધમ જે માણસ જ્ઞાની છે, તેને માટે કશે ઉપદેશ નથી. તે કુશળ પુરુષ કાંઈ કરે અથવા ન કરે તેથી તે બદ્ધ પણ નથી અને મુક્ત પણ નથી. તિપણુ લેકસંજ્ઞાને બધી રીતે બરાબર સમજીને અને સમયને ઓળખીને તે કુશળ પુરુષ (પૂર્વેના મહાપુરુષોએ) ન આચરેલાં કર્મો આચરતા નથી. [૮૧, ૧૦૩] જે બંધાયેલાઓને મુક્ત કરે છે, તે વીર પ્રશંસાપાત્ર છે. [૧૨] સંસારીઓનાં દુઃખોનું વૈદું કરનાર કહેવાતા, તથા પિતાને પંડિત માનતા કેટલાક તીથિ કે ઘાતક, છેદક, ભેદક, લેપક, ઉપદ્રવી અને કેર વર્તાવનારા હોય છે. કેઈએ નહીં કરેલું એવું અમે કરીશું એમ તેઓ માને છે. તેમના અનુયાયીઓ પણ તેમના જેવા હોય છે. એવા મંદ મનુષ્યોને સંસર્ગ ન કરે. તેવા દુર્વસુ, અસંયમી, અને જીવનચર્યામાં શિથિલ મુનિઓ સપુરુષની આજ્ઞાના વિરાધક હે તુર છે. [૯૫, ૧૦૦] મદ અને મેહથી ઘેરાયેલા કેટલાક લેકે સંયમ સ્વીકારીને પણુ, વિષને સંબંધ થતાં, ફરી સ્વછંદે વર્તવા લાગે છે. અપરિગ્રહી થઈશું' એમ વિચારીને ઉદ્યત થયા છતાં, કામો મળતાં જ તેઓ તેમાં ખેંચી જાય છે, અને સ્વછંદે વત, મેહમાં વારંવાર હૂખ્યા કરે છે. તેઓ આ કાંઠે પણ નથી અને પેલે કાંઠે પણ નથી. સાચે સાધુ તે હોતું નથી. સંયમ પ્રત્યે અરતિ દૂર કરનાર અને સંયમથી ન થાકનાર મેધાવી વીર પ્રશંસાને પાત્ર છે. તે માણસ શીધ્ર મુક્ત થાય છે. [૭૩, ૯૫, ૭૨, ૮૫] ૧. મૂળઃ “પશ્યક. ૨. “તીર્થ એટલે સંપ્રદાય, તે પ્રવર્તાવનારાઓ. ૩. આરાધકથી ઊલટ. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨. કવિજય ઉદ્યમવંત, આર્ય, આર્યપ્રજ્ઞ અને આર્યદર્શી એ સંન્યાસી મુનિ સમયને બરાબર વર્તીને પ્રવૃત્તિ કરે છે. કાળ, બળ, પ્રમાણ, ક્ષેત્ર, અવસર, વિનય, ભાવ તથા સ્વ-પર સિદ્ધાંત જાણનારે, પરિગ્રહમાં મમતા વિનાનો, યથાસમય પ્રવૃત્તિ કરનારે, એવો તે નિઃસંકલ્પ ભિક્ષુ રાગ અને દ્વેષ છેદીને પિતાના સંયમધર્મમાં પ્રવર્તે છે. પિતાને જોઈતાં વસ્ત્ર, પાત્ર, કંબળ, રોયણું, રહેઠાણ અને આસન - એ બધું તે નિર્દોષ રીતે ગૃહસ્થો પાસેથી વાચી લે છે. ગૃહસ્થ પિતાને કે પિતાના માટે વિવિધ કર્મસમારંભોથી ભોજન, વાળુ, શિરામણ કે ઉત્સવાદિક માટે ખાદ્યો તૈયાર કરે છે કે સંઘરે છે. તેમની પાસેથી પિતાને જોઈત આહાર તે ભિક્ષુ વિધિપૂર્વક માગી લે છે. તે ભિક્ષ મહા આરંભથી બનેલે આહાર લેતે નથી, લેવરાવતે નથી કે બીજાને તેની સંમતિ પણ આપતું નથી. સત્યદર્શી વીર પુરુષે જાડું પાતળું અને લૂખું; ભિક્ષાન જ લે છે. સર્વ પ્રકારના ભિક્ષાના દેશે સમજીને, તે દષથી મુક્ત બની, તે મુનિ પોતાની ચર્યામાં વિહરે છે. તે જાતે કશું ખરીદત નથી, ખરીદાવો નથી કે તેમ કરવાની બીજાને સંમતિ આપતું નથી. મને કેઈ આપતું નથી એમ કહી, તે ક્રોધ કરતે નથી; ડું આપે તેની નિંદા કરતે ૧. આર્યો એટલે કે પ્રગુણ-ચાપપન્ન – દશન છે જેનું. ૨. મૂળ: “સમય”. ૩. મૂળમાં - પુત્ર, પુત્રી, પુત્રવધૂ, જ્ઞાતિ, ધાત્રી, રાજા, દાસ, વાસી, કર્મકર, કર્મકરી, અતિથિ (માણમ).– એટલાં ગણાવ્યાં છે. ૪. મૂળઃ વારસાઇ (શિરામણ), 'નાસા (વાળ), પહેTY (ઉત્સવ). ૫. જએ પા. ૧૭ નેધ ૧. ૬. મૂળમાં આમગધ છે. ટીકાકાર “આમ” એટલે અપરિશુદ્ધ એ અર્થ કરી, ગંધ શબ્દથી “દશીને કરેલું વગેરે કારણે દેષિત” એ અથ લે છે. ભિક્ષાનને દોષની વિગત માટે જુઓ મહાવીરસ્વામીને સંચમધમ” (બીજી આવૃત્તિ) પા. ૧૪૯-૫૦; અથવા આ સૂત્રને બીજે ખંડ અધ્યયન ૧૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના આચા૨ધર્મ નથી; કઈ આપવાની ના પાડે તે પાછો ચાલ્યો જાય છે; આપે તે લઈને પાછો ઉતારે આવે છે; આહાર મળે તે ખુશ થતો નથી; ન મળે તે શેક કરતે નથી; મળેલા આહારનું પરિમાણ જાળવે છે; વધારે મળે તો સંધરે કરતો નથી, તથા પિતાની જાતને સર્વ પ્રકારે પરિગ્રહથી દૂર રાખે છે. આર્યપુરુષએ એ માર્ગ જણાવે છે; તેથી કુશળ પુરુષ આહારદોષમાં લપાતો નથી એમ હું કહું છું. [૮૫૯૧ તે સંયમી મુનિ જેવી રીતે કઈ (પૈસેટકે) પૂર્ણ માણસને ઉપદેશ આપે છે, તેવી જ રીતે તુચ્છ એવા કંગાળને પણ આપે છે; જેવી રીતે ગરીબને આપે છે, તેવી રીતે ધનિકને પણ આપે છે. ધર્મોપદેશ કરતાં કેઈ અનાદરથી મારવા હાથ ઉપાડે છે, તે ત્યાં પણ શ્રેય છે એમ માને છે. તે એમ પણ જાણે છે કે, સામો શ્રોતા કોણ છે અને કેને અનુગામી છે એવો ખ્યાલ રાખવામાં શ્રેય નથી. [૧૦૧-૨] બંધાયેલાને મુક્ત કરનાર તે વીર પ્રશંસાપાત્ર છે. [૧૨] ૧. મૂળઃ કેને નમે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સુખ અને દુઃખ જગતના લેકની કામનાઓને પાર નથી. તેઓ ચાળણીમાં પાણી ભરવાને પ્રયત્ન કરે છે. તે કામનાઓ પૂરી કરવા જતાં બીજા પ્રાણને વધ કરવો પડે, તેમને પરિતાપ આપવો પડે, તેમને તાબે કરવા પડે કે આખાં જનપદેને તેમ કરવું પડે, તે પણ તેઓ પાછું જેતા નથી. કામસૂઢ અને રાગદ્વેષમાં ફસેલા તે મંદ પુરુષે આ જીવિતનાં માન, સત્કાર અને પૂજનમાં આસક્ત રહે છે, અને વાસના ભેગી કરે છે. તે વાસનાઓ વડે સિંચાયેલા તેઓ ફરી ફરી ગર્ભમાં આવે છે. વિશ્વમાં મૂઢ બનેલો માણસ ધર્મને જાણી શક્તો ન હોવાથી જરા – મૃત્યુને જ વશ રહે છે. [૧૧૩, ૧૧૧, ૧૧૯, ૧૦૮] એટલે, વીર પુરુષે વિષયસંગથી પ્રાપ્ત થતા બંધનના સ્વરૂપને અને પરિણામે પ્રાપ્ત થતા જન્મમરણરૂપી શેકને જાણીને સંયમી થવું, તથા મેટાં અને નાનાં – બધી જાતનાં રૂપમાં વૈરાગ્ય ધારણ કરવો. તે બ્રાહ્મણ. જન્મ અને મરણને સમજીને તું સંયમ સિવાય બીજી તરફ ન જા; હિંસા ન કર, કે ન કરાવ; તૃષ્ણામાં નિર્વેદ પામ; સ્ત્રીઓમાં વિરક્ત થઈ ઉચ્ચદશી થા; ૧. સીગોfકd (શીત અને ઉષ્ણ). ૨. રેસા . ૩. એટલે કે જન્મ અને મરણમાં રહેલા દુઃખને તથા તેના કારણરૂપી સકામ પ્રવૃત્તિ અને હિંસાને (આરને). ૪. મળ: જામ ! ૫. મળ: ના ૬. મૂળ: અખોરારી ! Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મહાવીર સ્વામીને આચા૨ધર્મ તથા પાપકર્મમાંથી વિરામ પામ. સંસારના આંટાફેરા સમજીને રાગ અને દ્વેષથી અસ્પષ્ટ રહેતો પુરુષ આ સંસારમાં કશાથી છેદ નથી, ભેદા નથી, બળાતું નથી કે હણ નથી. [૧૧૪, ૧૧૬] માયા વગેરે કષાવાળે તથા વિષયાસક્તિરૂપી પ્રમાદથી યુક્ત મનુષ્ય ફરી ફરીને ગર્ભમાં આવે છે. પરંતુ શબ્દ અને રૂપમાં તટસ્થ રહે, સમજદાર (સરળ) અને મૃત્યુથી ડરતો મનુષ્ય જન્મમરણમાંથી મુક્ત થઈ શકે છે. તે માણસ કામમાં અપ્રમત્ત, પાપકર્મમાંથી ઉપરત, વીર, આત્માનું સર્વ પ્રકારે (પાપમાંથી) રક્ષણ કરનાર, કુશળ, તથા સંસારનું ભયસ્વરૂપ સમજનાર અને સંયમી હેય છે." [૧૦૯, ૧૧૧] લોકમાં જે અજ્ઞાન છે, તે અહિત માટે છે. દુઃખમાત્ર આરંભથી (સકામ પ્રવૃત્તિ અને તેને પરિણામે થતી હિંસાથી) ઉત્પન્ન થાય છે એમ સમજીને અને માનીને, એ આરંભે અહિતકર છે એમ સમજે. કર્મથી આ બધી સુખદુઃખાત્મક ઉપાધિ પ્રાપ્ત થાય છે. નિષ્કર્મ માણસને સંસાર નથી. માટે કર્મનું સ્વરૂપ અને કર્મમૂલક હિંસાના સ્વરૂપને સમજીને, સર્વ પ્રકારે સંયમ સ્વીકારી, રાગ અને દ્વેષથી દૂર રહેવું જોઈએ. બુદ્ધિમાન પુરુષ લેકનું સ્વરૂપ સમજીને, કામિનીકાંચન પ્રત્યેની તેની ૧. સરખાવે ગીતા અ૦ ૨, પ્લે ૨૩. ૨. ધ, માન, માયા અને લાભ એ ચાર કષાય છે. ૩. ટીકાકાર એ અર્થ લે છે કે, જી વગેરે ભોગપદાર્થોને અન્યથા ન જાણવાથી વક્ર નહી તે. ૪. મૂળઃ (ખેદ - પરિશ્રમને જાણનાર, કુશળ). ૫. મૂળ: fzમg I ૬. મૂળમાં મુનિ' શબ્દ છે. પ્રવ્રન્યાપૂર્વક સંયમધર્મનું આચરણ તે જ મૌન અથવા મુનિને ધર્મ છે. તેથી સંયમી, મુનિ અને અનગાર (ગૃહત્યાગી) એ સમાનાર્થક શબ્દ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩. સુખ અને દુઃખ પિપાસાનો ત્યાગ કરીને તથા બીજુ પણ છોડીને, સંયમધર્મમાં પરાક્રમી થાય. [૧૦૬, ૧૦૯-૧૦ કેટલાક લોકે આગળ અને પાછળને ધ્યાનમાં લેતા નથી - શું થયું અને શું થશે તેને વિચાર કરતા નથી. કેટલાક વળી એમ પણ કહે છે કે, જે થયું છે તે જ થવાનું છે. પરંતુ તથાગત' પુરુષે કહે છે કે, કર્મની વિચિત્રતાને લીધે, જેવું થયું છે તેવું જ થવાનું છે એમ પણ નથી; અને જેવું થવાનું છે તેવું થયું હોવું જોઈએ એમ પણ નથી. આ વસ્તુ બરાબર સમજીને, મનુષ્ય શુદ્ધ આચરણવાળા થઈ, કર્મને નાશ કરવા તત્પર થવું. [૧૧૬] હે ધીર પુરુષ! તું સંસારવૃક્ષનાં મૂળ અને ફળ બંનેને તેડી નાખ. તથા તેનું સ્વરૂપ બરાબર સમજીને નૈકર્યદર્શી' થા. વિદ્યાથી પર ગયેલ અને દુઃખને (સંસારના) સ્વરૂપને સમજનારે (મુનિ) પરમ તત્વને જાણીને પાપ નથી કરતા. પદાર્થોનું સ્વરૂપ સમજીને ઉપરત થયેલે તે બુદ્ધિમાન બધાં પાપકર્મોને ત્યાગ કરે છે. ૧૧૧] અનેક પ્રકારનાં પાપકર્મો પ્રગટ છે! હે આર્ય પુરુષ! તું જન્મમરણનો વિચાર કરીને અને તેમને બરાબર સમજીને પ્રાણીઓના સુખને વિચાર કર. તું પાપના મૂળ કારણરૂપ લેક સાથેના પાશને તોડી નાખ. એ પાશથી જ મનુષ્ય હિંસાવી તથા જન્મમરણ જેનારે થાય છે. [૧૧૧] બુદ્ધિમાન સમસ્ત લેક તરફ સમભાવ રાખીને તથા સંસારના સંબંધને બરાબર જાણીને, બહારના પ્રાણ તરફ પિતાની પેઠે જેવું જોઈએ; અને હિંસામાંથી વિરત થઈ કોઈને હણવું કે હણાવવું ન ૧. મૂળ: લોકસંજ્ઞા” એટલે કે લોકોની સ્વાભાવિક રચિ. ૨. પદાર્થોને યથાવસ્થિતરૂપે જાણનાર– સત્યશી. ૩. મૂળ: જો ૨ મૂઝ નવા ૪. નિકમે એવા આત્માને જોનાર–અનુભવનાર. ૫. મૂળમાં જન્મને તથા (બાલ, કુમાર, ચૌવન વગેરે) તેની વૃદ્ધિને.' Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ જોઈએ. મૂર્ખ મનુષ્ય જ પ્રાણને હણને ખુશી માને છે તથા હસે છે. પણ તે મૂર્ખ હાથે કરીને વેર વધારે છે તે જાણતા નથી. અનેક વાર ડૂબતાં, મહામુસીબતે મળેલા મનુષ્યજન્મને પામીને, કોઈ પણ પ્રાણીના પ્રાણુની હિંસા ન કરવી એમ હું કહું છું. શ્રદ્ધાવાળા અને જિનાજ્ઞાને અનુસરતા બુદ્ધિમાન પુરુષે લેકનું સ્વરૂપ બરાબર સમજી, તેને કઈ રીતે ભય ન થાય તે રીતે વર્તવું જોઈએ. હિંસામાં ઓછાવત્તાપણું હેય, અહિંસામાં નહીં. [૧૬, ૧૧૧, ૧૧૪, ૧૨૪] જે લેકે શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને જાણવામાં કુશળ છે, તેઓ જ અહિંસાને સમજવામાં કુશળ છે અને જેઓ અહિંસાને સમજવામાં કુશળ છે, તેઓ જ શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને જાણવામાં કુશળ છે. જેણે આ શબ્દ, રૂપે, ગંધ, રસ અને સ્પર્શોનું સ્વરૂપ બરાબર જાણેલું છે, તે જ પુરૂષ આત્મવાન, જ્ઞાનવાન, વેદવાન, ધર્મવાન અને બ્રહ્મવાન છે. તે આ લેકના સ્વરૂપને બરાબર સમજે છે. તે જ સાચે મુનિ છે. તે મનુષ્ય સંસારના ફેરા અને તેના કારણરૂપ માયાના સંગને બરાબર ઓળખે છે. [૧૯, ૧૦૬-૭ જગતના કિકર્તવ્યમૂઢ અને દુખસાગરમાં ડૂબેલા પ્રાણને જોઈને અપ્રમત્ત માણસે સર્વે તજી, સંયમધર્મ સ્વીકારો અને તેના પાલનમાં પ્રયત્નશીલ થવું. જેમને સંસારના સર્વ પદાર્થો પ્રાપ્ત હતા, તેવાઓએ પણ તેમને ત્યાગ કરી, સંયમધર્મ સ્વીકાર્યો છે. માટે જ્ઞાની પુરુષે એ બધું નિઃસાર સમજી, સંયમ સિવાય બીજાનું સેવન ન કરવું. [ ૧૯, ૧૧૪ હે પુરુષ! તું જ તારે મિત્ર છે. બહારના મિત્રની શોધ છેડી, તુ તારે જ આત્માને નિગ્રહમાં રાખ. તે રીતે તું દુખમાંથી મુક્ત થઈ શકીશ. [૧૧૭-૮] Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩. સુખ અને દુઃખ જે ઉત્તમ છે તે દૂર છે, અને જે દૂર છે તે ઉત્તમ છે. હે પુરુષ! તું સત્યને જ ઓળખ. સત્યની આરાધના કરતે, પ્રયત્નશીલ, સ્વહિતમાં તત્પર, તથા ધર્મને અનુસરતે મેધાવી પુરુષ જ મૃત્યુને તરે છે અને શ્રેયનું દર્શન કરે છે. કષાયને ત્યાગ કરનારે તે પિતાનાં પૂર્વ કર્મોનો નાશ કરી શકે છે. [૧૧૮] પ્રમાદી મનુષ્યને જ બધે પ્રકારે ભય હોય છે; અપ્રમાદીને કઈ રીતે ભય હેતું નથી. લેકનું દુઃખ સમજીને અને લેકના સગાને છેડીને, વીર પુરુષે મહામાર્ગે વળે છે. ઉત્તરોત્તર ઊંચે ને ઊંચે ચડતા તેઓ અસંયમી જીવન ઈચ્છતા જ નથી. [૧૨૩] સંસારમાં રતિ શું ને અરતિ શું? મુમુક્ષુએ એ બંનેને ગ્રહ છોડી દે. સર્વ પ્રકારના હાસ્યને ત્યાગ કરી, તથા મન વચન અને કાયાને સંયમમાં રાખી બુદ્ધિમાને વિચરવું. [૧૧] પિતાનું શ્રેય સાધવામાં પ્રયત્નશીલ થયેલે સંયમી દુઃખેથી ઘેરાવા છતાં ગભરાય નહીં; અને વિચારે કે, આ જગતમાં સંયમી પુરુષે જ લેકાલેકના પ્રપંચમાંથી મુક્ત થઈ શકે છે. [૧૨૦] સત્યમાં ધૃતિ કરે! અમુનિ (સંસારીઓ) જ સૂતેલા છે; મુનિઓ હમેશ જાગતા હેાય છે. તે નિર્ચ શીત અને ઉષ્ણુ વગેરે ઠંધો ત્યાગનારા હોય છે; રતિ અને અરતિ સહન કરનારા હોય છે; તથા (ગમે તેવાં કામાં) ક્યાંય પરુષતા અનુભવતા નથી. તે હંમેશાં જાગ્રત હેય છે તથા વૈરમાંથી વિરત થયેલા હોય છે. હે વીર! તું આવો થઈશ તે બધાં દુઃખેમાંથી મુક્ત થઈ શકીશ. [૧૦૫, ૧૦૮] ૧. મૂળઃ માર ! ૨. મૂળ: “મહાયાન.” ૩. અર્થાત તે કષ્ટ સહનને પણ એક પ્રકારે પિતાને મદદગાર થતું માને છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨:: મહાવીર સ્વામીને આચારધમ સંયમને ઉત્તમ સમજીને જ્ઞાની પુરુષે કદી પ્રમાદ ન કરે. આત્માનું રક્ષણ કરનારા વીર પુરુષે સંયમ સચવાય તે રીતે મિતાહારથી શરીર, નભાવવું; તથા લકમાં હંમેશાં પારદર્શી, એકાંતવાસી, ઉપશાંત, સમભાવી, સહૃદય તથા સાવધાન થઈને, કાળની વાટ જોતા વિચરવું. [૧૧૬, ૧૧૧] એકબીજાની શરમથી કે ભયથી પાપકર્મ નહીં કરનાર છે મુનિ કહેવાય? ખરે મુનિ તે સમતાને બરાબર સમજીને પિતાના આત્માને નિર્મળ કરનારે હોય છે. [૧૧૫ ક્રોધ, માન, માયા અને લેભને છેડીને હંમેશાં સંયમીએ વર્તવું, એમ હિંસાને ત્યાગ કરી સંસારને અંત લાવનારા દ્રષ્ટાઓ કહે છે. જે એકને જાણે છે, તે સર્વને જાણે છે; અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે. જે એકને નમાવે છે, તે સર્વને નમાવે છે; અને જે સર્વને નમાવે છે, તે એકને નમાવે છે. અર્થાત, જે ક્રોધાદિ ચારમાંથી એકને નાશ કરે છે, તે બીજાઓનો પણ કરે છે; અને જે બીજાઓને નાશ કરે છે, તે એકનો નાશ કરે છે. [૧ર૧, ૧૨૨-૪ જે ક્રોધદર્શી છે, તે માનદર્શી છે, જે માનદશ છે, તે માયાદર્શી છે; જે માયાદશી છે, તે લેભદર્શી છે; જે લેભદશ છે, તે રાગદશ છે; જે રાગદશ છે, તે દ્વેષદશી છે; જે દ્વેષદર્શી છે, તે મેહદશ છે; જે મેહદર્શી છે, તે ગર્ભદર્શી છે; જે ગર્ભદર્શી છે, તે જન્મદશ છે; જે જન્મદર્શી છે, તે મૃત્યુદશી છે; જે મૃત્યુદર્શ છે, ૧. મૂળ: નાથાભાઇ (યાત્રા-માત્રા). ૨. મળ: વહિપ (પ્રતિજેar). ૩. મૂળઃ “સમય”. તેને બીજે અર્થ સિદ્ધાંત પણ લઈ શકાય. ૪. “ક્રોધનું સ્વરૂપ જાણીને તેને ત્યાગ કરનાર” – એવો અર્થ સમજ. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪. સમ્યકત્વ તે નરકદર્શી છે; જે નરકાદશી છે, તે તિર્યંચદર્શી છે; અને જે તિર્યંચદશી છે, તે દુઃખદર્શી છે. માટે, મેધાવી પુરુષે ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ અને મેહને દૂર કરી, ગર્ભ, જન્મ, મૃત્યુ, નરક અને તિર્યંચગતિનાં દુઃખ દૂર કરવા, એમ હિંસાને ત્યાગ કરી સંસારને અંત લાવનારા દ્રષ્ટાઓ કહે છે. ટૂંકમાં, નવાં કર્મોને અટકાવનારે પૂર્વ કર્મોને નાશ કરી શકે છે. કષ્ટ પુરુષને કશી ઉપાધિ નથી હોતી. [૧૨૫] સમ્યત્વ જે અરહંત ભગવાને પૂર્વે થઈ ગયા છે. વર્તમાનમાં છે, અને ભવિષ્યમાં થવાના છે, તે બધાયનું એમ જ કહેવું છે કે, કોઈ પણ ભૂતપ્રાણીને હણૂવું ન જોઈએ, તેના ઉપર હુકમ ન ચલાવ જોઈએ, તેને ગુલામ કે નેકર બનાવી તેના ઉપર બળાત્કાર ન કરવું જોઈએ કે તેને સંતાપવું યા મારવું ન જોઈએ. એ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે, અને લેકનું સ્વરૂપ સમજીને જ્ઞાની ૧. પશુ વગેરે યુનિ. ૨. સમ્યક – યથાર્થ – હેવાપણું, અર્થાત યથાર્થતા.' ૩. મૂળમાં પ્રાણ, છવ, ભૂત અને સત્ત્વ એ ચાર શબ્દ છે. તેમને એક એવી રીતે પાડવામાં આવે છે કે, બે, ત્રણ, અને ચાર ઈદ્રિયવાળા તે પ્રાણ વૃક્ષ વગેરે તે ભૂત; પાંચ ઈદ્રિયવાળા તે જીવ; અને પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિના જીવ તે સર્વ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મહાવીર સ્વામીને આચારધર્મ પુરૂએ ગૃહસ્થ કે ત્યાગી સર્વને કહે છે. એ સત્ય છે, અને જિનપ્રવચનમાં એ જ રીતે કહેલું છે. [૧૬] પરંતુ જુદા જુદા વાદ પ્રવર્તાવતા કેટલાક શ્રમણે ને બ્રાહ્મણો એમ કહે છે કે, “અમારા જેવા, જાણવા, સાંભળવા અને માનવા મુજબ, તેમ જ ઊંચે, નીચે, બધી દિશાઓને બરાબર તપાસીને અમે કહીએ છીએ કે, સર્વ ભૂતકાણુને હણવામાં કે તેમની પાસે બળાત્કારે કામ લેવા વગેરેમાં કાંઈ દેશ નથી.” પરંતુ આર્યપુરુષે કહે છે કે, તેમનું એ કહેવું અનાર્યવચન છે, અને તે બરાબર નથી. સર્વ પ્રાણીઓને ન હણવાં જોઈએ, ન સંતાપવાં જોઈએ, ન મારવાં જોઈએ, કે તેમને ગુલામ કે નેકર બનાવી તેમના ઉપર બળાત્કારે હુકમ ન ચલાવવો જોઈએ.” એ આર્યવચન છે. પેલું કહેનારા શ્રમણબ્રાહ્મણમાંથી દરેકને બેલાવીને પૂછો કે, “ભાઈ! તમને સુખ એ દુઃખરૂપ છે કે દુઃખ એ દુઃખરૂપ છે? જે તેઓ સાચું કહે તો એમ જ કહે કે, “અમને દુઃખ એ દુઃખરૂપ છે. તો પછી તેમને કહેવું જોઈએ કે, “તમને જેમ દુઃખ એ દુઃખરૂપ છે, તેમ સર્વ ભૂતપ્રાણુને પણ દુઃખ એ મહા ભયરૂપ છે તથા અશાંતિકર છે.” જગતમાં ડાહ્યા પુરુષે તે અધર્મીઓની ઉપેક્ષા કરે છે. ધર્મા અને સરળ પુરુષ શરીરની પરવા કર્યા વિના, વિચારીને, હિંસાના ત્યાગપૂર્વક કર્મોને ત્યાગ કરે છે. દુ:ખમાત્ર આરંભ– સકામ પ્રવૃત્તિ અને તેને કારણે થતી હિસા – થી થાય છે, એમ સમજીને તેઓ તેમ કરે છે. દુઃખનું સ્વરૂપ સમજવામાં કુશળ એવા તે પુરુષે કર્મનું સ્વરૂપ બરાબર સમજીને, લોકેને સાચી સમજ આપી શકે છે. [૧૩૩-૪ ૧. મૂળમાં : “સત્ય માટે ઉદ્યત થયેલાઓને કે નહીં થયેલાઓને, હિંસાના ત્યાગીઓને કે અત્યાગીઓને, ઉપાધિવાળાઓને કે નિરુપાધિકાને, સંયોગમાં રત થયેલાઓને કે નહીં થયેલાઓને-એ સવને” ૨. મૂળ: (ધર્મથી) બાહ્ય” એટલે અધમ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪. સભ્યતા જગતમાં કેટલાકને પાપકર્મો કરવાની જ ટેવ પડી હોય છે. પરિણામે, તેઓ અનેક જાતનાં દુઃખો ભેગવે છે. ફર કર્મો કરનારા તેઓ ઘણી વેદના ભગવે છે. જેઓ તેવા કર્મો નથી કરતા, તેઓ તેવી વેદના નથી ભેગવતા, એમ જ્ઞાની પુરુષે કહે છે. [૧૨] અજ્ઞાની અને અંધકારમાં રખડતા મનુષ્યને જિનની આજ્ઞાને લાભ થતું નથી. જે માણસમાંથી પૂર્વે ભગવેલા ભાગની કામના નષ્ટ થઈ છે અને જેને ભવિષ્યના પરલેકના ભેગની પણ કામના નથી, તેને વર્તમાન ભેગોની ઈચ્છા શાની હેય? તેવા સમયુક્ત, પિતાના કલ્યાણમાં પરાયણ, હમેશાં યત્નશીલ, શુભાશુભના જ્ઞાનવાળા, પાપકર્મમાંથી નિવૃત્ત, લેકને બરાબર સમજી તે તરફ તટસ્થ રહેનારા, તથા બધી બાબતમાં સત્ય ઉપર ઊભનારા વીર પુરુષોને જ અમે જ્ઞાન બતાવીશું. જ્ઞાની અને બુદ્ધ પુરુષે આરંભના ત્યાગી હોય છે, તે હકીકત તરફ નજર રાખો. જેણે વધ, બંધ, પરિતાપ તથા બહારના પ્રવાહને રોક્યા છે, તથા કર્મનાં પરિણામો સમજીને જે નિષ્પકમ્પંદર્ભો થયો છે, તે વેદવિત કર્મબંધનનાં કારણેથી પર રહે છે. [૧૩૮-૯] રાગદ્વેષાદિ જે વૃત્તિઓ (આસવ) છે, તે જ પ્રવૃત્તિઓ (–નાં મૂળઃ પરિવ) છે. જેઓ રાગદ્વેષાદિ (આસો) વિનાના છે, તેઓ જ સાચા નિષ્કમી (પરિ વિનાના) છે. આ પદોને સમજતા સંયમીએ જ્ઞાનીઓની આજ્ઞાનુસાર લે કોના સ્વરૂપને સમજી, તેમણે બતાવેલા માર્ગ તરફ વળવું જોઈએ. સંસારમાં ૧. ધન, ધાન્ય પુત્ર, સ્ત્રી વગરની કામના કે જે હિંસાદિ પ્રવૃત્તિનું તથા પાપને પ્રવાહ આત્મામાં દાખલ થવાનું કારણ છે તે. ૨. એ પા. ર૩ નોંધ ૪. ૩. વેદ એટલે સાચું જ્ઞાન, તેને જાણનાર – જ્ઞાની. Page #47 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ પડી, ધક્કા ખાઈને જાગેલા અને સમજેલા માણસને જ્ઞાની પુરુષે તે માર્ગ કહી સંભળાવે છે. [૧૩૦-૧] ધર્મને જ્ઞાની પુરુષો પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખ. પરંતુ, પ્રાપ્ત થયેલા, મનગમતા, સુંદર ભોગપદાર્થોમાં વૈરાગ્ય પામી, લેકપ્રવાહને અનુસરવાનું છેડી દેવું. મેં જોયું છે અને સાંભળ્યું છે કે, સંસારમાં આસક્ત થઈ વિષયોમાં ડૂબનારાં મનુષ્ય ફરી ફરીને જન્મ પામે છે. તેવા પ્રમાદીઓને જોઈને, બુદ્ધિમાન પુરુષે હંમેશાં સાવધાન, અપ્રમત્ત તથા પ્રયત્નશીલ રહી, પરાક્રમ કરવું જોઈએ એમ હું કહું છું. [૧૨૭૭] જિનની આજ્ઞાને અનુસરનારા અને નિઃસ્પૃહી બુદ્ધિમાન પુરુષે પિતાના આત્માને બરાબર વિચાર કરીને, તેને પ્રાપ્ત કરવા માટે શરીરની મમતા છેડવી જોઈએ. આત્માને ક! આત્માને જીર્ણ કરે! જેવી રીતે જૂનાં લાકડાંને અગ્નિ એકદમ બાળી નાખે છે, તેમ આત્મામાં સમાહિત અને સ્થિર બુદ્ધિવાળા પુરુષે કોધાદિ કવાયાને બાળી નાખવા. આ આયુષ્ય નાશવંત છે; અને ભવિષ્યમાં કમેના પરિણામરૂપ દુઃખ અચૂક જોગવવું જ પડવાનું છે. કર્મોને પરિણામે તરફડતા અનેક લે તથા તેમના અનેક જાતના કડવા અનુભવ તરફ નજર કરો! તથા પૂર્વસંબંધોને ત્યાગ કરી, વિષયાસકિતમાંથી ઉપશમ પામી, શરીરને બરાબર કસે. ફરી વાર જન્મ નહીં પામનારા વીર પુરુષોને માર્ગ કઠણ છે. માંસ અને લેહીને સૂકવી નાખો ! સ્થિર મનવાળો વીર પુરુષ સંયમમાં રત, સાવધાન, પિતાના હિતમાં તત્પર અને હમેશાં પ્રયત્નશીલ હોય છે. બ્રહ્મચર્યમાં રહીને કર્મને નાશ કરનાર સંયમી વીરપુરુષને જ જ્ઞાની પુરુષેએ માન્ય કહે છે. [૧૩૫૭]. ૧. મૂળઃ માળા માળા (ગભરાયેલા અને ચંચળ. ૨. મૂળઃ ાિ ... ના . Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪. સમ્યકત્વ નેત્ર વગેરે ઈન્દ્રિયને વશ કર્યા પછી પણ મંદમતિ પુરુષ વિષયના પ્રવાહમાં તણાઈ જાય છે. સંગથી પર નહીં થયેલા તેવા તે મનુષ્યનાં બંધને કપાતાં નથી. વિષયભોગને પરિણામે દુઃખથી પીડાયેલા અથવા હજ તેમાં જ પ્રમત્ત એવા હે મનુષ્ય ! હું તમને સાચી વાત કહી સંભળાવું છું કે, મૃત્યુ અવશ્ય આવવાનું જ છે. પિતાની ઈચ્છાઓને તાબે થતા, અસંયમી, કાળથી ઘેરાયેલા અને પરિગ્રહમાં ખૂંચેલા લોકો ફરી ફરી જન્મ પામ્યા કરે છે. [૧૩૮, ૧૩૧] જે લેકે પાપકર્મમાંથી નિવૃત્ત થયા છે, તેઓ જ વસ્તુતાએ વાસના વિનાના કહેવાય. માટે બુદ્ધિમાન તથા સંયમી પુરુષ કષાયોનો ત્યાગ કરે. જેને આ લોકમાં ભેગેષણા નથી, તેને અન્ય નિંદ્ય પ્રવૃત્તિ શાની હોય? શું એવા વિરેને ઉપાધિ હોય છે ? દ્રષ્ટાને ઉપાધિ નથી હોતી, એમ હું કહું છું. [૧૩૬, ૧૨૮, ૧૪૦ ૧. મૂળ : વંશના ! ૨. મૂળમાં અતિવિદ્ય” શબ્દ છે. તે આ સૂત્રમાં વારંવાર વપરાય છે. ઉપનિષદમાં જ્ઞાની માટે વિવાથી તેિમ જ અવિવાથી પર થયેલ એવું વિશેષણ આવે છે. પરંતુ અહીં તે સાધક માટે પણ એ શબ્દ હેઈ, તેને ટીકાકાર સૂચવે છે તેવો સામાન્ય “અતિશય વિદ્યાવાને અર્થ જ સ્વીકાર્યો છે. ૩. મૂળમાં ના શબ્દ છે. ટીકાકાર તેને ભેચ્છારૂપ લેષણબુદ્ધિ એવો અર્થ લે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ લેકસાર વિષયી મનુષ્ય પોતાના ભોગેના પ્રયજન માટે કે કઈ પણ પ્રયજન વિના પણ હિંસા વગેરે પ્રવૃત્તિ કર્યા કરે છે. તેથી તેઓ તે તે યોનિઓમાં જ ફર્યા કરે છે. તેમની કામનાઓ મેટી હોય છે. તે કારણે તેઓ મૃત્યમાં સપડાય છે. પિતાની કામનાઓ વડે જ તેઓ સત્ય સુખથી દૂર રહે છે. તેવા મનુષ્ય વિષયોને ભેગવી પણ શકતા નથી કે ત્યાગી પણ શકતા નથી. [૧૪૧ રૂપિમાં આસક્ત અને દુર્ગતિમાં રખડતાં પ્રાણીઓ તરફ નજર કરો. તેઓ ફરી ફરીને અનેક દુઃખ અનુભવ્યા કરે છે. પિતાની જ આસક્તિથી રિબાતાં તેઓ અશરણને શરણ માની, પાપકર્મોમાં જ રત રહે છે. પિતાના સુખ માટે ગમે તેવાં ક્રર કર્મો કરતા અને પરિણામે દુખથી મૂઢ થયેલા તે મંદ મનુષ્ય વિપર્યાસ પામ્યા કરે છે, અને મૂઢતાથી વારંવાર ગર્ભ, મૃત્યુ અને મોહને પામે છે. તે લેકેની એકસરખી આવી ચર્ચા હોય છે, તેઓ બહુ ક્રોધવાળા, બહુ માનવાળા, બહુ માયાવાળા, બહુ ભવાળા, બહુ આસક્ત, વિષયે માટે નટની પિઠ આચરણ કરતા, બહુ શઠ, બહુ સંકલ્પવાળા, હિંસાદિ પાપકર્મોમાં [આસવમાં ખૂંપેલા, તથા અનેક કર્મોથી ઘેરાયેલા હોય છે. કેટલાક ત્યાગી કહેવરાવતા સાધુઓની પણ આ દશા હોય છે. તેઓ પિતાની આ જાતની ચર્ચાને કેઈ ન જુએ એમ ઈચ્છે છે. એ બધા મૂઢ લેકે અજ્ઞાન અને પ્રમાદના દેવથી ધર્મને ઓળખી શક્તા નથી. [૧૪૫, ૧૪૨] હે ભાઈ! આ પ્રજા દુઃખી છે અને પાપકર્મમાં કુશળ છે. અનેક પ્રકારના પરિગ્રહવાળા આ લેકે પિતાની પાસે જે કાંઈ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫. લેકસાર થોડુંઘણું, નાનુમેટું, સચિત્ત (સજીવ) કે અચિત્ત છે, તેમાં મમતા રાખે છે. એ જ વસ્તુ તેમને માટે મહા ભયરૂપ છે. [૧૪૫, ૧૪૯] સંયમી પુરુષ અજ્ઞાની, મંદ અને મૂઢ મનુષ્યના જીવિતને દર્ભની અણી ઉપર રહેલા, પવનથી કંપતા અને પડવાની તૈયારીમાં આવેલ પાણીના ટીપા જેવું ગણે છે. [૧૪૨] જે મનુષ્ય વિષયના સ્વરૂપને બરાબર સમજે છે, તે સંસારને બરાબર સમજે છે; અને જે વિષયના સ્વરૂપથી અણજાણ છે, તે સંસારના સ્વરૂપથી અજાણ છે. કામભોગને સેવીને તેમને નહીં સમજનાર મૂઢ મનુષ્ય બેવડી ભૂલ કરે છે. પિતાને મળેલા વિષયોનું સ્વરૂપ સમજીને, બરાબર વિચારીને, તેમને ન સેવવા એમ હું કહું છું. કુશળ પુરુષ કામભોગને સેવતો નથી. ૧૪૩-૪] - સંયમને સ્વીકાર કરી, હિંસા વગેરેને ત્યાગ કરતે જે મનુષ્ય આ શરીર વડે સંયમ સાધવાને અવસર છે એમ સમજે છે, તેણે પિતાને લાગ બરાબર સાધ્યો ગણાય. બુદ્ધિમાન પુરુષ જ્ઞાનીઓ પાસેથી આર્યોએ જણાવેલા સમતા ધર્મને મેળવીને એમ સમજે છે કે, મને અહીં ઠીક અવસર મળે; આ અવસર બીજે ન મળત. માટે કહું છું કે તમારું બળ સંઘરી રાખશે નહીં. [૧૪૬, ૧૫૧] મેં સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે, બંધનમાંથી છૂટવું એ દરેકના પિતાના જ હાથમાં છે. માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને, હે પરમચક્ષુવાળા પુરુષ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે એમ હું કહું છું [૧૫] ૧. મળમાં સંશય” શબ્દ છે. સંશયમાં એટલે કે ભચમાં નાખનાર હોવાથી વિષયો પણ સરાય કહેવાય છે. સંશ્રય – પરમાર્થ એ બીજે અર્થ પણ લઈ શકાય. ૨. મૂળમાં “સાગારિય (એટલે કે મૈથુન) શબ્દ છે. મ. આ.-૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ર૪ મહાવીરસ્વામીને આચારધર્મ સંયમ માટે ઉદ્યત થયેલે મનુષ્ય, દરેકને પિતાનાં કર્મનું સુખદુઃખરૂપી ફળ જાતે જ ભોગવવાનું છે એમ જાણી, પ્રમાદ ન કરે. લેકવ્યવહારની ઉપેક્ષા કરીને બધી જાતના સંગાથી દૂર રહેતા મનુષ્યને ભય નથી. [૧૪૬, ૧૪૯] કેટલાક એવા હોય છે કે જેઓ સત્ય માટે પહેલા ઉદ્યમવંત થાય છે અને પછી પણ તેમાં સ્થિર રહે છે; કેટલાક એવા હોય છે કે જેઓ પહેલા ઉદ્યમવંત થાય છે, પણ પછી પતિત થાય છે. તેવા અસંયમી અવિદ્યાથી પણ મેક્ષ મળે છે એમ બીજાને કહે છે. તેઓ સંસારના ચક્રમાં ફર્યા કરે છે. ત્રીજા કેટલાક એવા હોય છે કે જેઓ પહેલાં પણ ઉદ્યમવંત થતા નથી કે પછી પતન પણ પામતા નથી. તેવા અસંયમીઓ લેકના સ્વરૂપને સમજતા છતા લેકમાં જ રચ્યાપચ્યા રહે છે. એમ જાણુ મુનિએ જણાવ્યું છે કે, બુદ્ધિમાન પુરુષે જ્ઞાની પુરુષની આજ્ઞાને અનુસરતા, સ્પૃહારહિત, સદા યત્નવાન તથા શીલ અને સંસારનું સ્વરૂપ સાંભળી તથા સમજીને કામરહિત તેમ જ ઝંઝટ વિનાના થવું જોઈએ. [૧૫૨, ૧૪૫, ૧૫૩] હે ભાઈ ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? જાત જેવી યુદ્ધને મેગ્ય બીજી વસ્તુ મળવી દુર્લભ છે. જિનપ્રવચનમાં કહેલું છે કે, જેઓ રૂપમાં આસક્ત રહે છે, તેઓ હિંસામાં આસક્ત રહે છે. કર્મનું સ્વરૂપ સમજીને કેાઈની હિંસા ન કરવી; અને સંયમવાન થઈ ઉછાંછળા ન થવું. સાધુતાનો આકાંક્ષી પુરુષ દરેકના સુખને વિચાર કરી, સમગ્ર લેકમાં કોઈને પણ ન દૂભવે કે ન કોઈની હિસા કરે. સંયમ તરફ એકમાત્ર લક્ષ્ય રાખતા અને અસંયમને ઓળંગી ગયેલે એ સંયમી, સ્ત્રીઓ પ્રત્યે વિરત થઈને નિર્વેદપૂર્વક રહે. તે વસુમાન અને જ્ઞાની પુરુષ કોઈ પ્રકારનું પાપકર્મ ન કરે. [૧૫૪] જે સત્ય છે, તે જ મુનિપણું છે; અને જે મુનિ પણું છે તે જ સત્ય છે. જેઓ શિથિલ છે, ઢીલા છે, કામગુણના આસ્વાદમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫. કસાર લેપ છેવક્ર આચારવાળા છે, પ્રમત્ત છે, અને ઘરમાં જ રચ્યાપચ્યા રહે છે, તેઓને એ મુનિપણું શક્ય નથી. [૧૫૫] | મુનિ પણને સ્વીકારીને શરીરને બરાબર કસે. સમ્યગ્દશી વીર પુરુષે વધ્યુંઘટયું અને લૂખું કું ખાઈને જીવે છે. પાપકર્મમાં અનાસક્ત એવા તે વીર પુરુષને કદાચ રેગ થાય તો પણ તેઓ તેને સારી રીતે સહન કરે છે. કારણ કે, તેઓ સમજે છે કે શરીર પહેલાં પણ એવું હતું અને પછી પણ એવું જ છે, શરીર હંમેશાં નાશવંત, અધવ, અનિત્ય, અશાશ્વત, વધઘટ પામનારું અને વિકારી છે. એ જાતનો વિચાર કરી, તે સંયમી લાંબા વખત સુધી દુઃખો સહન કર્યા જ કરે છે અને બહાર ફરતા પ્રમત્તોને જોઈને અપ્રમત્તપણે રહે છે. એ મુનિ આ સંસારપ્રવાહને તરી શકે છે, અને તેને જ મુક્ત અને વિરત કહેલો છે એમ હું કહું છું. સંયમમાં રત, તથા વિષયમાંથી વિપ્રમુક્ત વિરત રહેનારા મનુષ્યને સંસારમાં ફરવું પડતું નથી. [૧૫૫, ૧૪-૮] જેમ સરખી જમીન ઉપર આવેલે, પાણીથી ભરેલો, રજ વિનાને અને પિતાને આશરે રહેલાં અનેક જંતુઓની રક્ષા કરનારે. કઈ એક મોટા ધરે હોય, તેમ આ સંસારરૂપી પ્રવાહમાં જ્ઞાની પુરુષ છે. તે સકળ ગુણસંપત્તિથી પરિપૂર્ણ હોય છે, સમભાવી હોય છે, પાપળ વિનાને હોય છે, જગતનાં નાનાંમોટાં સહુ પ્રાણીઓની રક્ષામાં તત્પર હોય છે, તથા તેની બધી ઈદ્રિ વિષયોમાંથી વ્યાવૃત્ત હોય છે. એવા મહર્ષિઓને આ જગતમાં કશી જ કામના હેતી નથી. તેઓ કાળની વાટ જોતા આ જગતમાં વિચર્યા કરે છે. [૧] તેવા કુશળ પુરુષની નજરમાં, તેવા કુશળ પુરુષે બતાવેલી નિસંગતામાં, તેવા કુશળ પુરુષના આદરમાં, તેવા કુશળ પુરુષની શિખામણમાં, અને તેવા કુશળ પુરુષની નજીકમાં જ સંયમપૂર્વક રહેવું જોઈએ તથા તે કુશળ પુરુષના ચિત્તને જ અનુસરવું જોઈએ. Page #53 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધમ વિનયવાન શિષ્ય તેમની સર્વ પ્રકારે સેવા કરવી જોઈએ તથા તેમની આજ્ઞાને વશ રહીને જ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. એમ કરનારે સંયતી ઇન્દ્રિયોને પરાજય કરીને સત્ય વસ્તુ જોઈ શકે છે. [૧૫૬, ૧૬૭ સંશયાત્મા મનુષ્ય સમાધિલાભ કરી શકતું નથી. કેટલાક સંસારમાં રહીને તેવા જ્ઞાનીઓને અનુસરે છે, અને કેટલાક ત્યાગી થઈને અનસરે છે. તેમ કરવામાં પાછળ પડનારાઓ પ્રત્યે જ્ઞાનીને અનુસરનારાને નિર્વેદ કેમ ન થાય ? [૧૬૧ જેને હજુ વય અને જ્ઞાનની યોગ્યતા નથી, તેવા કાચા ભિક્ષુએ જ્ઞાની પુરુષની ઓથ વિના ગામેગામ એકલા ન ફરવું. જ્ઞાની પુરુષની આજ્ઞા બહારનું તેનું બધું જ પરાક્રમ વ્યર્થ છે. [૧૫૬] કેટલાક મનુષ્યોને શિખામણ આપવામાં આવે તે પણ ગુસ્સે થાય છે. એવા ગર્વિષ્ઠ મનુષ્ય મહામોહથી મૂઝાયેલા રહે છે. એવા અજ્ઞાની અને અંધ મનુષ્યને ન ટળે તેવી બાધાઓ વારંવાર થયા કરે છે. હે ભિક્ષુ! તને તો આવું ન થવું જોઈએ એમ કુશળ પુરુષો જણાવે છે. [૧૧૭]. ગુરુની આજ્ઞાનુસાર અપ્રમત્તપણે વર્તતા ગુણવાન સંયમીથી અજાણતાં જે કાંઈ હિંસાદિ પાપ થઈ જાય છે, તેને બંધ ૧. મળમાં નીચેની વિગતો છે: તેમને જવાને રસ્તા, તેમનું ભજન, સૂવાની પથારી વગેરે જેવાં, તપાસવાં, અને સાફ કરવાં જોઈએ. ૨. મળમાં : “જવાની, પાછા ફરવાની, શરીરને સંકેચવાની, અટકવાની કે સાફસૂફ કરવાની વગેરે ક્રિયાઓ.” ૩. અનુજ મહિં અનુમાને કહ્યું – નિરિત્ર ? 1 પાછળ પડવું, અને અનુસરવું એ બે જુદા ભાવના એક જ શબ્દના ઉપયોગમાં શ્લેષ છે. ૪. મૂળઃ મતિ (અવ્યક્ત). ૫. મૂળમાં તેને દાખલો આ પ્રમાણે છે: “ચાલતાં શરીર સાથે અથડાઈ કાઈ પ્રાણ નાશ પામે.” Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫. લોકસાર આ ભવમાં જ નાશ પામી જાય છે. પરંતુ જે કર્મ અજાણતાં ન થયું હોય, તેને જાણ્યા પછી સંયમીએ તેને વિવેક એટલે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. વેદવિત પુરુષો એ પ્રમાણે અપ્રમાદપૂર્વક કરેલા પ્રાયશ્ચિત્તને વખાણે છે. [૧૧૮] | સ્વહિતમાં તત્પર, બહુદશ જ્ઞાની, ઉપશાંત, સમ્યક પ્રવૃત્તિ કરનાર અને હંમેશાં યત્નવંત એ એ મુમુક્ષુ સ્ત્રીઓને જોઈને ચલિત ન થાય. તે પોતાના આત્માને સમજાવે કે લોકમાં જે સ્ત્રીઓ, છે તે મારું શું ભલું કરનાર છે ? તેઓ માત્ર આરામરૂપ છે. પુરુષાર્થ રૂપ નથી. [૧૫] મુનિએ કહ્યું છે કે, કઈ સંયમી કામવાસનાથી પીડાય, તે તેણે લૂખુંસકું ખાવાનું રાખવું, અને તે પણ ઓછું ખાવું; આખો દિવસ ધ્યાનમાં ઊભા રહેવું; પગે ખૂબ મુસાફરી કરવી; પણ સ્ત્રીઓ તરફ મનોવૃત્તિ ન જવા દેવી. કારણ કે, ભેગમાં પહેલું દંડાવું પડે છે અને પછી દુઃખ ભોગવવા પડે છે; અથવા પહેલાં દુ:ખ ભોગવવાં પડે છે અને પછી દંડાવું પડે છે. એ પ્રમાણે ભોગે માત્ર કલેશ અને મેહના કારણ છે. એ બરાબર સમજીને અને વિચારીને સંયમી પુરુષે ભેગો તરફ ન જવું, એમ હું કહું છું. [૧૫]. ભોગેના ત્યાગી પુરુષે કામથાઓ ન કરવી; સ્ત્રીઓ તરફ ન જેવું; તેઓ સાથે એકાંત ન સેવવું; તેઓ તરફ મમત્વ ન રાખવું; તેમને આકર્ષવા માટે ટાપટીપ ન કરવી; વાણીને સંયમમાં રાખવી; આત્માને અંકુશમાં રાખવું અને હંમેશાં પાપને ત્યાગ કરે. એ જાતના મુનિપણાની ઉપાસના કરવી, એમ હું કહું છું. [૧૫૯]. અસંયમરૂપ બાલિશતામાં આત્માને હરગિજ ન પડવા દે. જગતમાં જ્યાંત્યાં આરામ છે એમ સમજીને, ત્યાંથી ઈતિકને હટાવી, સંયમી પુરુષે જિતેંદ્રિય થઈને વિહરવું. જે પિતાનાં કાર્યો સાધવા Page #55 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને ચારધામ ઇચ્છે છે, તે વીર પુરુષે હંમેશાં જ્ઞાનીના કહ્યા પ્રમાણે પરાક્રમ કરવું. [૧૬૭, ૧૬૮]. ગુરુપરંપરાથી જ્ઞાનીને ઉપદેશ જાણ; અથવા સ્વાભાવિક સ્મરણશક્તિથી કે બીજાના કહેવાથી કે બીજા પાસેથી સાંભળીને જાણુ. ગુરુની આજ્ઞાને કદી ઉલ્લંઘવી નહીં અને બધે પ્રકારે બરાબર સમજીને સત્યને જ ઓળખવું. [૧૬૭-૮] જેને તું હણવા માગે છે તે તું જ છે; જેને તું તાબે કરવા માગે છે તે પણ તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે તે પણ તું જ છે, જેને તું દબાવવા માગે છે તે પણ તું જ છે તથા જેને તું મારી નાખવા માગે છે તે પણ તું જ છે. આમ જાણી, તે સરળ અને પ્રતિબુદ્ધ માણસ કેઈને હણ નથી કે હણવતે નથી. [૧૬૪-૫] ઉપરનીચે અને આજુબાજુ બધે કર્મના પ્રવાહ વહ્યા કરે છે. એ પ્રવાહથી આસક્તિ થાય છે અને તે સંસારમાં રખડવાનું કારણ છે એમ સમજી, વેદવિત્ પુરુષ એમનામાંથી દૂર રહે. એ પ્રવાહને ત્યજીને અને તેમાંથી બહાર નીકળી જઈને એ પુરુષ અકર્મા થાય છે. તે બધું બરાબર સમજે છે કે જાણે છે. જન્મ અને મરનું સ્વરૂપ સમજીને તે કશાને અભિલાષ કરતો નથી. તે જન્મમરણના માર્ગને ઓળંગી જાય છે. જેનું મન ક્યાંય બહાર નથી કરતું, એ તે સમર્થ મહાપુરુષ કશાથી અભિભવ પામ્યા વિના નિરાવન લંબનતામાં રહી શકે છે. [૧૬૯, ૧૬૭]. જ છે ૧. મૂળમાં: આગમ પ્રમાણે છે. ૨. મૂળમાં: વાણમાં પ્રવાદ – ગુરુપરંપરાથી. ૩. મૂળમાંઃ “દસમુદા” જુઓ પા. ૩ ઉપર નોંધ. ૪. ભેગપાર્થોના આલંબન વિના રહી શકે છે; એટલે કે આત્મતિ, આત્મકીડ થઈ શકે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫. લોકસાર વાણી ત્યાંથી પાછી ફરે છે, ત્યાં કે તર્ક પહોંચતું નથી, અને બુદ્ધિ પેસી શકતી નથી. જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે; અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. જેનાથી જણાય છે તે આત્મા છે. તેવા આત્માને જાણતો હોવાથી આ મનુષ્ય આત્મવાદી કહેવાય છે. સમભાવ એ તેને સ્વભાવ છે. જેને બીજો કોઈ આધાર નથી તેવા અપ્રતિષ્ઠ આત્માને ઓજસ્વી મનુષ્ય આ પ્રમાણે જાણે છે :– [૧૭૦, ૧૬૬), તે લાંબો નથી, કે નથી, ગેળ નથી, ત્રાંસે નથી, ચોરસ નથી અને મંડળાકાર પણ નથી. તે કાળો નથી, લીલે નથી, રાતે નથી, પી નથી અને ઘેળો પણ નથી. તે સુગંધી નથી કે દુર્ગધી નથી, તે તીખે નથી, કડવ નથી. તુ રે નથી, ખાટે નથી અને મીઠે નથી. તે બરછટ નથી, કેમળ નથી, ભારે નથી, હલકે નથી. તે ટાઢે નથી, ઊનો નથી, ચીકણે નથી તેમ જ લૂખ નથી. તે શરીરરૂપ નથી. તે ઊગતું નથી. તે સંગી નથી. તે સ્ત્રી નથી, પુરુષ નથી અને નપુંસક નથી. તે જ્ઞાતા છે. તે વિજ્ઞાતા છે. તેને કશી ઉપમા નથી. તે અરૂપી સત્તા છે. તે શબ્દાતીત હોવાથી તેને કઈ શબ્દ નથી. તે શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી – એમાંનું કાંઈ નથી, એમ હું કહું છું. [૧૭૧] 3 જિનાએ જ સત્ય અને નિઃશંક વસ્તુ જણાવી છે', એ પ્રમાણે જિનપ્રવચનને સત્ય માનતા, શ્રદ્ધાવાળા, સમજણ પામેલા અને બરાબર પ્રત્રજ્યાને પાળતા એવા મુમુક્ષને કઈ વાર આત્મપ્રાપ્તિ થાય છે, તે કઈ વાર જિનપ્રવચનને સત્ય માનનારાને આત્મપ્રાપ્તિ નથી પણ થતી. તેમ જ, કેટલાક એવા હોય છે કે જેમને જિનપ્રવચન સત્ય નથી ભાસતું અને છતાંય આત્મપ્રાપ્તિ થાય છે, તે કેટલાક એવા હોય છે કે જેમને જિનપ્રવચન સત્ય નથી ભાસતું અને આત્મપ્રાપ્તિ પણ નથી થતી. [૧૩] Page #57 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચારધર્મ આમ આત્મપ્રાપ્તિ થવાની વિચિત્રતા બરાબર સમજીને સમજદાર પુરુષે અણસમજુને કહેવું કે, ભાઈ! તું તારે આત્માનું સ્વરૂપ જ વિચાર. એમ કરવાથી બધા સંબંધોનો નાશ થશે. ખરી વાત એ છે કે માણસ પ્રયત્નશીલ છે કે નહીં. કારણ કે, કેટલાક જિનાજ્ઞાના વિરાધક હોવા છતાં ઉદ્યમવંત હોય છે, અને કેટલાક જિનાજ્ઞાના આરાધક હોવા છતાં ઉઘમહીન હોય છે. તારી બાબતમાં એમ ન બને ! [૧૬૩, ૧૬૬] કર્મનાશ . - જેમ પાંદડાંથી ઢંકાયેલા ધરામાં રહેનારે કાચ ઊંચું માથું કરીને કાંઈ જોઈ શકતો નથી, તથા જેમ વૃક્ષ ઘણું દુઃખ ભોગવવા છતાં પિતાનું સ્થાન છેડી શકતાં નથી, તેમ રૂપમાં આસક્ત પ્રાણીઓ અનેક પ્રકારનાં કુળમાં ઉત્પન્ન થઈને કકળ્યા કરે છે, પરંતુ મોક્ષને પામી શકતાં નથી. તેમને જુઓ તે કંઠમાળ, કઢ, ક્ષય, અપસ્માર, નેત્રરોગ, જડતા, ઠાપણું, ખૂંધિયાપણું, ઉદરરોગ, મૂત્રરોગ, સૂર્ણ જવું, ભસ્મક, કપ, પીઠસપપણું, હાથીપગાપણું અને મધુમેહ એ સોળમાં કોઈ ને કોઈ રોગ તેમને થયે હેય છે. બીજા પણ અનેક વ્યાધિઓ કે અનેક પ્રકારનાં દ:ખો તેઓ અનુભવતાં હોય છે. વળી તેઓને મરણ પણ અવશ્ય આવવાનું જ હોય છે. મૂળ નામ:- noણી, ઢ, જાવંતો, અવનાિં , શાળવું, ક્ષિર્થિ, કુળિa, શુfકાર્ચ, સુપર, મુd, fa, ferfar, વ, ઉસ, લિક્વિ, મદુમેળિ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૬. કમનાશ ભલે ને દેવ હોય, તે પણ તેને પણ જન્મમરણરૂપ ઉપપાત અને પવન હોય છે જ. દરેકને પિતાનાં કર્મના ફળ પણ અવશ્ય ભેગવવાનાં હોય છે. તે કમેને પરિણામે તેઓને અંધાપે પ્રાપ્ત થાય છે કે અંધારામાં જ રહેવાનું થાય છે. આમ વારંવાર તેઓને નાનામોટાં દુઃખે અનુભવવા પડે છે. વળી એ બધાં પ્રાણીઓ એકબીજાને પણ કલેશ આપ્યા કરે છે. આ લેકના એ મહાભય તરફ નજર કરે. આમ તે બધાં પ્રાણુઓ અતિ દુઃખયુક્ત હોય છે. કામમાં આસક્ત એવાં તે પ્રાણુઓ ક્ષણભંગુર તથા બળ વિનાનાં શરીર વડે વારંવાર વધ પામ્યા કરે છે. એ પ્રકારે રિબાવા છતાં તે મૂઢ છે એ ને એ કર્મો ફરી ફરી કર્યા કરે છે. વિવિધ દુઃખ અને અનેક પ્રકારના રગેથી આકળાં થયેલાં તે મનુષ્ય અત્યંત પરિતાપ પામે છે; પણ તેથી તેઓનું કાંઈ વળતું નથી. માટે હે મુનિ ! રેગાના કારણરૂપ વિષયની કામના તું છોડી દે. હું તેમને મહાભયરૂપ સમજ અને તેમને કારણે અન્ય પ્રાણીઓની હિંસા ન કર. [૧૭-૮] તારે સાંભળવાની ઈચ્છા હોય તો હું તને કર્મનાશનો માર્ગ સંભળાવું. સંસારમાં વિવિધ કુળમાં જન્મીને તથા ત્યાં સુખભેગમાં ઊછરીને, જાગ્રત થતાં કેટલાય લેકએ સંસારને ત્યાગ કરી મુનિ પણે સ્વીકાર્યું છે. તે વખતે સંયમમાં પરાક્રમ કરતા તે - ૧. દેવ નારકી વગેરે માતાને પેટે જન્મતા નથી, પરંતુ દેવશય્યામાં કે વજની ભીંતના ગેખમાં સીધા ઉત્પન્ન થાય છે. તે ઉત્પત્તિને ઉ૫પાત કહે છે. ૨. મળમાં વાસક (બેલી શકે તેવાં), રસગ (સ્વાદ લઈ શકે તેવી સંજ્ઞાવાળાં), જળચર, અને આકાશગામી એમ ચાર ભેદ બતાવ્યા છે. ૩. મૂળ: જૂથ-વાર્થ ! તેના ઉપરથી આ અધ્યયનનું નામ પણ ધુળ” જોઈ કાઢેલું) છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ કર મહાવીરસ્વામીને આચા૨ધર્મ મુનિઓને જોઈ ખેદ પામતાં તેમનાં સ્વછંદી અને કામમાં આસક્ત સગાંવહાલાંએ રુદન કરી કરીને તેમને પિતાને ન છેડી જવાને વીનવ્યા છે. પરંતુ, તેમનામાં જેને પિતાનું શરણું દેખાતું નથી, તે તેઓમાં આસક્તિ કેમ કરીને રાખે? ખરે! જેણે સગાંવહાલાંને છેડ્યાં છે એ અસાધારણ મુનિ જ આ સંસારપ્રવાહને તરી શકે છે. આ પ્રકારના જ્ઞાનની હંમેશ ઉપાસના કરવી એમ હું કહું છું. [૧૭૯-૮૦ લેકને કામરાગથી પીડિત સમજીને તથા પિતાના પૂર્વસંબંધેને ત્યાગ કરીને, ઉપશમયુક્ત અને બ્રહ્મચર્યમાં સ્થિત થયેલા ત્યાગી કે ગૃહસ્થ જ્ઞાની પાસેથી ધર્મને યથાર્થ જાણીને તે પ્રમાણે વર્તવું. બધી નિઓને બરાબર સમજનારા, ઉદ્યમવંત, હિંસાને ત્યાગ કરનારા અને સમાધિયુક્ત એવા જ્ઞાની પુરુષે અન્ય મનુષ્યોને મુક્તિને માર્ગ બતાવે છે. અને કેટલાય વીર પુરુષો તેમની આજ્ઞાને અનુસરી પરામ કર્યું જાય છે, ત્યારે, આત્માની સમજ પ્રાપ્ત ન કરનારા કેટલાય જગતમાં રિલાયા કરે છે. [૧૮૧, ૧૭૨ ધર્મ સ્વીકારીને શરૂઆતથી જ સાવધાન રહેવું અને ક્યાંય આસક્ત ન થવું. દઢ એવા મહામુનિએ બધું મેહમય છે એમ સમજી સંયમમાં જ રહેવું. બધી રીતે સંગેને વટાવીને, તથા મારું કોઈ નથી અને હું એકલે છું એમ વિચારીને, વિરત મુનિએ સંયમમાં યત્ન કરતા વિહરવું. ધર્મ જ મારે છે બીજું કાંઈ મારું નથી” એ જાતનું જિનાજ્ઞા પ્રમાણેનું આચરણ મનુષ્યમાં ઉત્કૃષ્ટવાદ કહેવાય છે. ઉત્તમ ધર્મનું સ્વરૂપ સમજીને દષ્ટિમાન પુરુષ પરિનિર્વાણ પામે છે. જેઓ ફરી સંસારમાં નથી આવતા તેઓ જ સાચા “નગ્ન છે. [૧૮૩-૪, ૧૫ ૧. મૂળઃ માકર (માતુર) ૨. મૂળ: વસુ કે અવમુ. ૩. અલક- સાધુ. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૬. કર્મનાશ * શુદ્ધ આચારવાળો અને શુદ્ધ ધર્મવાળો એ મુનિ કર્મો નાશ કરી શકે છે. બરાબર સમજીને સંસારના પ્રવાહથી ઊલટે ચાલી સંયમધર્મને આચરતે મુનિ, તીર્ણ, મુક્ત અને વિરત કહેવાય છે. એમ લાંબો વખત સંયમમાં રહેતા અને વિચર્યા કરતા ભિક્ષને અરતિ શું કરી શકે? [૧૧૫-૭] એ સંયમીને શરીર પડતાં સુધી રણસંગ્રામમાં મોખરે રહેનારા વીર પુરુષની ઉપમા અપાય છે. એવો જ મુનિ પારગામી થઈ શકે છે. કોઈ પણ પ્રકારના કષ્ટથી ન ડગતા અને વહેરાવા છતાં પાટિયાની જેમ સ્થિર રહે તે સંયમી, શરીર પડતાં સુધી કાળની વાટ જોયા કરે, પણ દુઃખથી ગભરાઈ પાછો ન હઠે. ઘણા લાંબા કાળ સુધી સંયમધર્મનું પાલન કરીને વિચરતા અને ઈન્દ્રિયનિગ્રહી એવા પૂર્વના મહાપુરુષોએ જે જે સહન કરેલું છે, તે તરફ લક્ષ રાખવું. [૧૯૬, ૧૮૫ સાધુને આવી પડતાં દુઃખ (પરિષહ) બે પ્રકારનાં હોય છે? અનુકૂળ અને પ્રતિકૂળ. તેવા પ્રસંગે થતી સર્વ કુશંકાઓ ત્યાગીને સંયમી પુરુષ શાંત દૃષ્ટિવાળો રહે, સુગંધ હોય કે દુર્ગધ અથવા ભયંકર પ્રાણીઓ કલેશ આપતાં હોય તોપણ, વીર પુરુષોએ તે દુ:ખો સારી રીતે સહન કરવાં જોઈએ એમ હું કહું છું. મુનિને કઈ ગાળ ભાડે, કઈ મારે, કોઈ તેને વાળ ખેંચે અથવા કે તેની નિંદા કરે તે પણ, તેણે એવા અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોને સમજીને સહન કરવા જોઈએ. [૧૮૩-૪ સંગેનું સ્વરૂપ વિચારે ! અને સંયમથી ત્રાસ ન પામે ! ગૃહમાં, ગામમાં, નગરમાં, જનપદમાં તેમ જ તે બધાના આંતરાઓમાં વિચરતા સંયમીને હિંસક માણસ તરફથી અથવા એમ ને એમ અનેક પ્રકારનાં દુઃખ ઊભાં થાય છે. તે દુઃખને તે વીર પુરુષે સમભાવે સહવાં જોઈએ. [૧૪] ૧. કંટાળે, અણગમો. Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ જે ભિક્ષ વસ્રરહિત છે, તેને “મારું વસ્ત્ર જૂનું થયું છે, મારે બીજે વસ્ત્ર કે સેયરે માગવાં પશે, અને તેને સાંધવું પડશે, એવી કશી ફિકર હોતી નથી. વસ્રરહિત રહીને સંયમમાં પરાક્રમ કરતા તે ભિક્ષને ઘાસ ખૂંચે છે, ટાઢ વાય છે, તાપ લાગે છે, ડાંસ-મચ્છર કરડે છે,-એમ અનેક પ્રકારનાં દુઃખો સહન કરવા પડે છે. પરંતુ તે દુ:ખને સહન કરતે અને ઉપકરણના ભાર વિનાને તે અવસ્ત્ર મુનિ તપની વૃદ્ધિ કરે છે. ભગવાને આ હકીક્ત જે રીતે જણાવી છે, તે રીતે તેને બરાબર સમજવી જોઈએ. [૧૮૫. એકલે ફરતો તે મુનિ હલકાં કુળમાં ફરીને નિર્દોષ ભિક્ષા મેળવી વિચરતો રહે. વસ્ત્રરહિત રહેતા મુનિએ પેટ ઊણું રાખીને ખાવું. સંયમી અને જ્ઞાની પુરુષોના બાહુ દૂબળા હોય છે. તેમનામાં માંસ તથા લેહી ઓછાં હોય છે. [૧૮૩-૪, ૧૮૬ કમેને નાશ કરત સંયમી મુનિ તેમના સ્વરૂપને બરાબર સમજીને સંયમથી ક્રોધાદિ કષાયને નાશ કરે છે. જે પ્રવૃત્તિઓમાં હિંસક લોકોને જરા પણ ત્રાસ છૂટતો નથી, તે પ્રવૃત્તિઓનું સ્વરૂપ જેણે બરાબર જાણેલું છે, તે ક્રોધ, માન, માયા અને લેભને તરી શકે છે, અને તેને જ ક્રોધાદિને નાશ કરનારે કહે છે. [૧૮૪, ૧૯૫). * ઉદ્યમવંત, સ્થિતાત્મા, અરાગી, અચલ, એક સ્થળે નહીં રહેનાર અને જેનું ચિત્ત બહાર નથી એવો તે મુનિ શાંતિથી વિચર્યા કરે છે. ભેગોની આકાંક્ષા નહીં રાખતે અને પ્રાણોને નહીં હણતો એ તે દયાળુ ભિક્ષુ મેધાવી (બુદ્ધિમાન) કહેવાય છે. સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતે અને ઉદ્યમવંત એ તે ભિક્ષુ ૧. મૂળમાંઃ સંવિસ્તારને કરાઈમ, વુક્ષહિરણામે, પરિણામ, પારિરૂમ (સાંધવું પડશે, સીવવું પડશે, ખીલવું પડશે, ફાડવું પડશે, પહેરવું પડશે, ઓઢવું પડશે, એમ વિગત છે. ૨. સારું ખાવાનું મળે તે માટે ધનવાન કે રાજવંશી કુટુંબમાં નહીં. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬. કમરનાશ પ્રાણીઓને માટે પાણીમાં કદી ન ડૂબતા) “અસંદીને બેટ જેવો છે. આર્યોએ કહેલે ધર્મ પણ એવો છે. ૧૯૫, ૧૮૭] તેજસ્વી, શાંત દષ્ટિવાળા અને વેદવિત સંયમીએ લેક ઉપર કૃપા કરીને અને તેનું સ્વરૂપ સમજીને ધર્મનું કથન કરવું તથા તેનું વિવેચન કરવું. સત્ય માટે ઉદ્યમવંત થયેલા કે નહીં થયેલા એવા સાંભળવાની ઈચ્છાવાળા સર્વને સંયમીએ ધર્મ સમજાવો. ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી, શાંતિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણુ, શૌચ, જુતા, નિરભિમાનતા, અપરિગ્રહીપણું અને અહિંસારૂપી ધર્મ તેણે ઉપદેશો. [૧૯૪) એ પ્રમાણે ધર્મને કહેતે ભિક્ષુ પિતે તકલીફમાં પડતો નથી કે બીજાને પણ તકલીફમાં નાખતે નથી; તથા કેઈ ભૂતપ્રાણીને પણ પીડા કરતું નથી. આવો ઉપદેશક મહામુનિ દુઃખમાં પડેલાં સર્વ ભૂતપ્રાણીઓને “અસંદીન” બેટની પેઠે શરણુરૂપ થાય છે. જેમ પક્ષી પિતાનાં બચ્ચાંને ઉછેરે છે, તેમ ઉદ્યમવંત નહીં થયેલાઓને તે મેધાવી ભિક્ષુ રાત અને દિવસ શાસ્ત્ર ઉપદેશીને ધીરે ધીરે તૈયાર કરે છે, એમ હું કહું છું. ૧૯૫, ૧૮૭ કેટલાક નબળા મનના પુરુષ ધર્મ સ્વીકારીને પણ પાળી શકતા નથી. અસહ્ય કષ્ટોને સહન ન કરી શકવાથી તેઓ મુનિપર્ણ છોડીને કામે તરફ મમતાથી પાછા ફરે છે. ફરી સંસારમાં પડેલા તે લોકોના ભેગે વિધ્રોવાળા હાઈ અધૂરા જ રહે છે. તેઓ તત્કાળ કે થોડા વખત બાદ મરણ પામે છે અને પછી લાંબો વખત સંસારમાં રખડ્યા કરે છે. [૧૮૨ કેટલાક કુશીલ પુરુષે જ્ઞાનીઓ પાસેથી વિદ્યા મેળવીને ઉપશમને ત્યાગ કરી ઉદ્ધત થઈ જાય છે. કેટલાક બ્રહ્મચર્યમાં ૧. મૂળમાં, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રાયણું છોડીને એમ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચારધર્મ રહેવા છતાં ભગવાનની આજ્ઞાને નથી અનુસરતા. કેટલાક વળી સારી રીતે જીવવાનું મળશે એ આશાએ જ્ઞાનીઓએ કહેલી વાતે સાંભળ્યા કરે છે, તે કેટલાક સંસારને ત્યાગ કર્યા પછી થાકી જઈ કામથી બળતા તથા કામમાં આસક્તિવાળા બની, બતાવેલા સંયમને પાળવાને બદલે ગુરુની સામે થઈ જાય છે. [૧૮૮] તેવા મંદ પુરુષે બીજા શીલવંત, ઉપશાંત અને વિવેકથી વર્તતા ભિક્ષુઓને, “તમે શીલ વિનાના છે, એમ કહે છે ! મંદ પુરુષની એ બીજી મૂર્ખાઈ છે. [૧૮] કેટલાક સંયમમાંથી ચુત થયેલા હોય છે, પણ બીજાની આગળ શુદ્ધ આચારની વાત કરે છે, તે કેટલાક આચાર્યને નમતા રહેતા છતાં જ્ઞાનભ્રષ્ટ અને દર્શનભ્રષ્ટ હોવાથી, જીવિતને વેડફી નાખે છે. સંયમ સ્વીકાર્યા બાદ વિધ્રો આવી પડતાં, સુખાર્થી થઈ ફરી અસંયમી થનારા એવા ઈદ્રિના વશવત અને કાયર પુરુષે લીધેલી પ્રતિજ્ઞાઓને નાશ કરે છે. એવાઓની પ્રશંસા પણ પાપરૂપ છે. તે પ્રમાણે વિભ્રાંત છે, વિભ્રાંત છે. [૧૯૦-૧, ૧૯૩] તેવાઓનું નિષ્ક્રમણ તે દુનિષ્ક્રમણ છે. નિંદાને પાત્ર તે પુરુષ વારંવાર જન્મમરણને પામ્યા કરે છે. અવિદ્યાવાળા તેઓ પિતાને વિદ્વાન માનીને, હું જ મોટો છું એવી બડાઈ કરે છે. તેઓ બીજા તટસ્થ સંયમીઓ તરફ ઉદ્ધત થાય છે અને તેમની સામે ગમે તેમ બેલે છે. [૧૧] બાળક જેવા મૂઢ તે અધર્મીઓ હિંસાથી થઈને બેલે છે કે, પ્રાણેને હણો!” તેઓ ભગવાને કહેલા દુષ્કર ધર્મની ઉપેક્ષા કરે છે. તેઓને આજ્ઞાના વિરાધક, કામમાં ખૂંચેલા અને વિતંડી કહેલા છે. [૧૯૨] સંયમ માટે ઉદ્યત થયેલાઓની સાથે રહેવા છતાં તેઓ અવિનયી હોય છે; અને વિરક્ત તથા જિતેંદ્રિય પુરુષની સાથે રહેવા છતાં તેઓ અવિરક્ત અને અદાન હેમ છે. [૧૩] Page #64 -------------------------------------------------------------------------- ________________ ૭. મહાપરિજ્ઞા આવી વિચિત્ર સ્થિતિ જાણીને બુદ્ધિમાન પુરુષે પ્રથમથી ધર્મને બરાબર સમજ જોઈએ અને પછી પિતાના લક્ષમાં પરાયણ બની શાસ્ત્રાનુસાર પરાક્રમ કરવું જોઈએ, એમ હું કહું છું. [૧૯૧, ૧૯૩ મહાપરિજ્ઞા [આ અધ્યયન લુપ્ત થઈ ગયું છે એવો પ્રાચીન પ્રવાદ છે. તેના વિષયનું વર્ણન કરતાં ટીકાકાર શીલાંકદેવ જણાવે છે: “संयमादिगुणयुक्तस्य कदाचिन्मोहसमुत्थाः परिषहा अपसर्गा वा प्रादुर्भवेयुस्ते सम्यक् सोढव्याः ।" સંયમ વગેરે ગુણેથી યુક્ત મુમુક્ષુને કદાચિત મેહને કારણે પરિષહ (સંકટે) અને ઉપસર્ગો (વિધ્રો) આવી પડે, તે તે તેણે સારી રીતે સહન કરવાં.” એ સાતમા અધ્યયનનો વિષય છે.) Page #65 -------------------------------------------------------------------------- ________________ વિમહ૧ આર્ય પુરૂએ સમભાવે કહેલે ધર્મ સાંભળીને અને સમજીને બેધ પામેલા કેટલાક બુદ્ધિમાન પુરુષો વચલી વયમાં જ સંયમધર્મને સ્વીકાર કરે છે. કશાની આકાંક્ષા વિનાના તે સંયમીઓ નથી કોઈની હિંસા કરતા, નથી કશે પરિગ્રહ રાખતા કે નથી બીજું કાંઈ પાપકર્મ કરતા. તેઓ જ સાચા અગ્રંથ છે. [૨૦૭ બુદ્ધિમાન ભિક્ષુએ જ્ઞાનીઓ પાસેથી પ્રાણુઓને જન્મ અને મરણની સમજ મેળવીને સંયમમાં તત્પર થવું. શરીર આહારથી વધે છે અને દુઃખથી ભાગી જાય છે. વૃદ્ધાવસ્થામાં ઈદ્રિ નબળી પડી જવાથી કેટલાય લેકે સંયમધર્મના પાલન માટે અસમર્થ થઈ જાય છે. માટે બુદ્ધિમાન ભિક્ષુએ વેળાસર જાગ્રત થઈ દુઃખ પડવા છતાં સતત ઉદ્યમવંત અને આકાંક્ષા વિનાના બની સંયભુખ થવું અને દયાધર્મનું પાલન કરવું. જે ભિક્ષુ કર્મોને નાશ કરનાર શારૂપી સંયમને બરાબર સમજે છે અને પાળે છે, તે જ કાલા, બલા, માત્રાશ, ક્ષણા, વિનયજ્ઞ અને સમયજ્ઞ છે. [૨૦૮-૯ કેટલાય લેકેને આચારની કશી સમજ નથી હોતી. હિંસાથી નિવૃત્ત ન થયેલા તેઓને, પ્રાણેને હણવા–હણવવામાં કે ચોરી વગેરે કરવા-કરાવવામાં કાંઈ અજુગતું નથી લાગતું. તેઓની માન્યતાઓ પણ જુદી જુદી હોય છે. કેટલાક કહે છે, લેક છે; કેટલાક કહે છે, “લક નથી. કેટલાક લેકને ધ્રુવ કહે છે, તે ૧. મેહમાંથી મુક્તિ, મેહમુક્ત પુરુષ અથવા વિમેહ પુરુષને આચાર. ૨ ટીકાકાર તેને – મોક્ષને અર્થે કરવાનાં અનુષ્કાને” – એટલે જયમધર્મ', એવો અર્થ લે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૮. વિમેહ કેટલાક અધુવ કહે છે. કેટલાક તેને આદિવાળે કહે છે, તે કેટલાક તેને અનાદિ અનંત કહે છે. એ જ પ્રમાણે સુકૃત – દુષ્કૃત, કલ્યાણપાપ, સાધુ- અસાધુ, સિદ્ધિ – અસિદ્ધિ અને નરક - ન-નરકની બાબતમાં પણ તેઓ પોતપોતાની માન્યતા જણાવતા વાદવિવાદ કરે છે. તેમને એટલું જ કહેવું બસ છે કે તમારું કહેવું નિર્દેતુક છે. તરતપ્રજ્ઞાવાળા, જાણુતા અને જોતા ભગવાને જે પ્રમાણે ધર્મ કહેલે છે, તે પ્રમાણે તમારો ધર્મ સારી રીતે કહેવાયેલે તથા યથાર્થ નથી. [૧૯]. અથવા, આવા વિવાદને પ્રસંગમાં મૌન જ રાખવું એમ હું કહું છું. બધા ધર્મોમાં અહિંસારૂપી) પાપ સ્વીકાર્યું છે. એ પાપને વટાવીને હું વિચરું છું, એ જ મારી વિશેષતા કહેવાય, એમ સમજીને વિવાદ ન કર. [૨૦] વળી એ પણ નક્કી જાણવું કે, ખાન, પાન, વસ્ત્ર, પાત્ર, કંબળ કે પાદપ્રીંછન (રોપણું) મળે કે ન મળે તે પણ, માર્ગ છોડીને અવળે માર્ગે ચાલતા તે વિધર્મી લેકે કાંઈ આપે, (કશું લેવા માટે) નિમંત્રણ કરે, કે બીજી કઈ) સેવા કરે, તે તેને સ્વીકાર ન કર. [૧૯૮] - મતિમાન બ્રાહ્મણે કહેલા ધર્મને સમજ્યા પછી ભલે ગામમાં રહે કે અરણ્યમાં રહે, અથવા ગામમાં ન રહે કે અરણ્યમાં ન રહે; પરંતુ મહાપુરુષોએ વર્ણવેલાં અહિંસા, સત્ય અને અપરિગ્રહ એ ૧. મૂળઃ માશુકઇ – તરતબુદ્ધિવાળે. ૨. મળમાં માહણ' છે. એ બ્રાહ્મણ શબ્દનું પ્રાકૃત છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મ – સત્ય-ને પામેલો” એવા અર્થમાં આ શબ્દ અહીં વપરાય છે. બ્રાહ્મણના આ સાચા અર્થમાં સૂત્રમાં ઘણી વાર માહણ શબ્દ વપરાય છે; પણ ટીકાકાર તેને મા+હણ એટલે અહિંસાને ઉપદેશ કરનાર જિન' એ અર્થ ઘટાડવા જાય છે. મ. આ.-૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ ५० મહાવીર સ્વામીને આચારધર્મ ત્રણ મહાવ્રતનું સ્વરૂપ બરાબર સમજીને આર્ય પુરુષ ઉદ્યમવંત થાય. ઊંચે, નીચે, અને તીરછે એમ બધી દિશામાં પ્રવૃત્તિમાત્રથી પ્રત્યેક જીવને થતું દુ:ખ સમજીને બુદ્ધિમાન પુરુષ સકામ પ્રવૃત્તિઓ કરે નહીં, કરાવે નહીં, કે કરનારને અનુમતિ ન આપે. જેઓ તેવી પ્રવૃત્તિઓ કરે છે, તેમનાથી સંયમી પુરુષ શરમાય. વિવિધ પ્રવૃત્તિઓનું સ્વરૂપ સમજીને સંયમી કોઈ પણ પ્રકારનો આરંભ ન કરે. જે પાપકર્મમાંથી નિવૃત્ત છે, તે જ સાચે વાસનાહિત છે.* રિ૦૦-૧ સંયમી ભિક્ષુએ પિતાના ભિક્ષાને લગતા આચાર બરાબર જાળવવા એમ બુદ્ધ પુરુષોએ જણાવેલું છે. [૨૦૪ સ્વધર્મ કે પરધમને ખાન, પાન, મે, મુખવાસ, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રાયણુ દેવાં નહીં, તે માટે તેમને નિમંત્રણ ન આપવું, તથા તે વસ્તુઓ વડે અત્યંત આદરબુદ્ધિથી તેમની સેવા પણ ન કરવી. [૧૯૭ ખાસ કરીને સદ્ધર્મીએ અસદ્ધમને ખાન, પાન, વસ્ત્ર વગેરે આપવાં નહીં, કે તે વસ્તુઓ માટે નિમંત્રણ આપી તે વડે તેમની સેવા પણ કરવી નહીં, પરંતુ સદ્ધર્મીએ જરૂર પડ્યે સદ્ધર્મીની તે પ્રકારે સેવા કરવી. ર૦૫-૬] ૧. મૂળમાં “ચામ” શબ્દ છે. પાર્શ્વનાથને ધર્મ ચાર ધામવાળે હતા. મહાવીરને પાંચ ચામવાળે હતો. અહીં વળી ત્રણ જ યામ કહ્યા છે. ૨. વાસનારહિત હોઈ સ્વાભાવિક પ્રવૃત્તિ કરવાને દંભ કરનારાઓને વિરોધ કરવા, તેમના સિદ્ધાંતને ઊલટાવીને અહીં રજૂ કર્યો છે. ૩. અહીં સુધી, સાધુઓએ અંદરોઅંદર આ પ્રમાણેની લેવડદેવડની પ્રવૃત્તિ ન કરવી; અથવા કઈ તે ન જ કરવી અને કઈ કરવી – એ જાતને નિયમ જણાવ્યું. હવે સાધુએ પિતે ગૃહસ્થ પાસેથી ભિક્ષાવસ્તુ કેવી રીતે, કથારે લેવી – ન લેવી તેની વિગતમાં ઊતરે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૮. વિમેહ સ્મશાનમાં, ઉજ્જડ ઘરમાં, ગિરિગુહામાં, વૃક્ષ નીચે, કુંભારને ઘેર કે બીજે કયાંય સાધના કરતા રહેતા, બેસતા, વિશ્રાંતિ કરતા અને વિચરતા ભિક્ષુને કોઈ ગૃહસ્થ આવીને ખાનપાન, વસ્ત્ર વગેરે માટે નિમંત્રણ આપે, અને તે વસ્તુઓ હિસા કરીને, ખરીદી લાવીને, ઝૂંટવી લાવીને, બીજા કોઈની ઉપાડી લાવીને અથવા પિતાને ઘેરથી સામે લાવીને આપવાનું કહેવું કે તેને માટે મકાન ચણાવી આપી તેને ખાઈ પીને ત્યાં જ રહેવાનું કહે; તો ભિક્ષુએ તેને કહેવું કે, હે આયુષ્મન, તારું કહેવું મને કબૂલ નથી, કેમ કે તેવી પ્રવૃત્તિઓને મેં ત્યાગ કર્યો છે. ૨૦૨] સ્મશાનાદિમાં રહેતા ભિક્ષુને જમાડવા માટે કે રહેવા માટે કોઈ ગૃહસ્થ હિંસાદિક કરી મકાન ચણવે, કે ખાનપાન તૈયાર કરે, અને તે વાતની ભિક્ષને પિતાની સહજબુદ્ધિથી ખબર પડે કે કોઈના કહેવાથી કે બીજા પાસેથી સાંભળીને ખબર પડે, તેપણું તેણે તરત જ તે ગૃહસ્થને ઉપર પ્રમાણે ના કહી દેવી. [૨૦૩ ભિક્ષુને પૂછીને કે પૂછયા વિના તેને માટે ગૃહસ્થ મેટ ખર્ચ કર્યો હોય અને પછી ભિક્ષુ તે વસ્તુઓનો સ્વીકાર કરવાની ના પાડે, તેથી ગુસ્સે થઈ તે ગૃહસ્થ તેને મારે કે મરાવે અથવા હેરાન કરે, તપણુ વીર ભિક્ષુએ તે દુઃખને બરાબર સહેવાં; અથવા સામે ગૃહસ્થ બુદ્ધિમાન હોય તે તેને તર્કથી પિતાને આચાર સમજવો. તેમ બને તેવું ન હોય તો મૌન રહેવું. [૨૦] ભિક્ષુ કે ભિક્ષુણીએ ખાનપાન ખાતા-પીતી વખતે તેને સ્વાદ માટે મેંમાં એક બાજુથી બીજી બાજુ ફેરવવું નહીં. આમ કરનાર, ૧. મૂળમાં નીચેની વિગતે છે - તેના ઉપર કોપ કરે, તેને હણે, બીજા પાસે માર મરાવે કે હણવે, અંગપ્રત્યંગે છે, બળવે, અથવા તેને રંધાવે, તેનાં કપડાં વગેરે ખેંચી લે, અને એ પ્રમાણે તેને હેરાન કરે ,, ,, Page #69 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ ભિક્ષુ ઉપાધિથી મુક્ત થાય છે અને તેનું તપ વધે છે. ભગવાને જાવેલી આ વસ્તુને ખરાખર સમજીને સમભાવે રહેવું. [૨૨૦] પર ટાઢથી થથરતા ભિક્ષુને ગૃહસ્થ આવીને પૂછે કે, તને કામવાસના તેા નથી પીડતી ને? તે તેને કહેવું કે, મને કામવાસના નથી પીડતી; પરંતુ આ ઠંડી સહન ન થવાથી હું થથરું છું. પરંતુ દેવતા પાડીને તાપવાતા કે ખીજાના કથાથી તેમ કરવાના અમારા આચાર નથી. ભિક્ષુનું કહેવું સાંભળીને પેલા (ગૃહપતિ) જાતે તાપણી સળગાવી તેને તપાવે, તેપણુ ભિક્ષુએ તેને ના પાડવી. [૨૧૦] કાઈ ભિક્ષુ એક પાત્ર અને ત્રણ વસ્ત્રધારી હાય, અથવા એક પાત્ર અને એ વધારી હાય, કે એક પાત્ર અને એક વસ્ત્રધારી હોય; તે તેને એમ થવું ન જોઈએ કે હું વળી એક વધુ વસ્ત્ર માશું. ભિક્ષુએ પેાતાને લેવાં ઘટે તેવાં જ વસ્ત્ર માગવાં અને જેવાં મળે તેવાં જ પહેરવાં. તેમને ધેાવાં નહીં કે ધેાયેલાં અને રંગેલાં વસ્ત્રો પહેરવાં નહીં. ગામતરે જતાં કાઈ લૂંટી લેવાનું મન કરે તે માટે તેણે વસ્ત્ર સંતાડવાં નહીં કે તેવાં વસ્ર તેણે પહેરવાં નહીં. એ વસ્રધારીના આચાર છે. હેમંતઋતુ વીતી અને ગ્રીષ્મૠતુ બેસે, ત્યારે તેણે જીર્ણ થયેલાં વસ્ત્ર પરઠવી દેવાં તથા એક ઉપરનું અને એક નીચેનું એવાં એ વસ્ત્ર રાખવાં, અથવા એક જ વસ્ત્ર રાખવું અથવા વસ્ર જ ન પહેરવાં. [૧૧-૧૨] જાય ૧ આમ કરનાર ભિક્ષુ ઉપાધિથી મુક્ત થાય છે અને તેનું તપ વધે છે. ભગવાને જ્યુાવેલી આ વસ્તુ બરાબર બધી રીતે સમજીને સમભાવે રહેવું. [૨૧૩૪ જે ભિક્ષુ વસ્ત્ર વિના જ રહેતા હાય, તેને એમ થાય કે હું તૃણુ-સ્પર્શ, ટાઢ, તાપ, ડાંસ અને મચ્છરના ઉપદ્રવ તથા એવાં ૧. ત્રણ અને બે વસ્ત્રધારી માટે આ વાકય છે. એક વસધારીએ તે એક જ રાખવું. વસ આછાં કરવાના કે બિલકુલ ત્યાગવાના પીને ભાગ બધા માટે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૮. વિાહ બીજાં સંકટા તે સહન કરી શકું છું, પણ મારી લાજ ઢાંકયા વિના રહી શકું તેમ નથી; તે તેણે એક કટીબંધન સ્વીકારવું વસ્ત્ર વિના ટાઢ તડકા વગેરે અનેક દુઃખા સહનાર તે ભિક્ષુ ઉપાધિથી મુક્ત થાય છે અને તેનું તપ વધે છે. [૨૩-૪ ૩ જો ભિન્નુને એમ થાય કે હું કામવાસનામાં` સપડાયા છું અને તેના વેગને સહી શકું તેમ નથી; તે તે વસુમાન અને સમજદાર ભિક્ષુએ પોતે જાતે અકાર્યમાં પ્રવૃત્તિ ન કરતાં આત્મઘાત કરવા તે સંજોગામાં તેને માટે તે જ શ્રેય છે; એ જ તેને મરણુતા અવસર છે; તે જ તેના સંસારને છેદનાર વસ્તુ છે, તે જ તેને માટે ધર્માચાર છે, તથા હિતકર, સુખકર, ચાગ્ય અને હંમેશને માટે નિ:શ્રેયસરૂપ છે. [૨૧૫] २ ૩ ૫૩ જો ભિક્ષુને એમ થાય કે હું એકલો છું, મારું કાઈ નથી, હું પણુ કાઈ ના નથી; તેા તેણે પોતાના આત્માને એકલા જ સમજવા. એમ સમજનારે ભિક્ષુ ઉપાપ્તિથી મુક્ત થાય છે અને તેનું તપ વધે છે. ભગવાને જણાવેલી આ વસ્તુ બરાબર સમજીને સમભાવે રહેવું. [૨૧૯] કાઈ ભિક્ષુને એમ થાય કે હું રોગથી પીડાયેલા છું, અશક્ત હું અને ભિક્ષા માટે એક ઘેરથી ખીજે ઘેર જઈ શકું તેમ નથી; તેની એવી સ્થિતિ સમજીને કાઈ ખીજો તેને માટે ખાનપાન વગેરે લાવીને આપે; તે તેણે તરત જ વિચાર કરીને તેને કહેવું ૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ્ નં. ૧. ૨. મૂળ : ‘કાળપોચ’ એટલે કે મરણના યેાગ્ય સમય, તેને માટે એ કામરણ નથી. ૩. મૂળ : વિમાહાચંતન' –એટલે કે વિમાહ પુરુષોના આચાર શરણ. Page #71 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધમ જોઈએ કે, “હે આયુષ્યન્ ! તમે આણેલું આ ખાનપાન મને ખપે તેમ નથી.” ર૧૬ ! કોઈ ભિક્ષુનો એવો નિયમ હોય કે, “હું બીમાર પડું તોપણ બીજોને મારી સેવા કરવાનું કહું નહીં, પણ એ સ્થિતિમાં સમાન ધર્મવાળા જે આપમેળે મારી સેવા કરવાનું કહે તો તે સ્વીકારું; અને તે જ પ્રમાણે હું સારો હોઉં ત્યારે બીજો કોઈ સમાનધમી બીમાર હોય તે તે ન કહે છતાં મારે તેની સેવા કરવી,” – તે તે ભિક્ષુ તે પ્રકારે સ્વીકારેલા નિયમને બરાબર સમજીને વળગી રહે. [૧૧૭] - તે પ્રમાણે કઈ ભિક્ષુન એવો નિયમ હોય કે, બીજાની સેવા હું કરીશ, પણ મારી બીજા પાસે નહીં કરાવું; કે બીજાની સેવા હું નહીં કરું. પણ બીજા મારી કરશે તે ના નહીં પાડું; કે બીજાની સેવા હું નહીં કરું, તેમ જ બીજા પાસે મારી કરાવીશ પણ નહીં – તે તે દરેક નિયમને બરાબર સમજીને વળગી રહેવું. [૨૧] વળી કેઈ ભિક્ષુના મનમાં એમ હોય કે હું બીજા ભિક્ષુઓને ખાનપાન વગેરે લાવી આપીશ, અને તેમનું લાવેલું લઈશ પણ ખરે; અથવા બીજા ભિક્ષુને હું લાવી આપીશ પણ તેમનું લાવેલું લઈશ નહીં; અથવા હું બીજાને લાવી નહીં આપું, પણ તેમનું લાવેલું લઈશ ખરે; અથવા હું તેમને લાવી આપીશ પણ નહીં, તેમ જ તેમનું લાવેલું લઈશ પણ નહીં; અથવા મેં ગ્ય રીતે મેળવેલાં અને મારા ખપ કરતાં વધારાનાં ખાનપાન વગેરે દ્વારા જ સમાનધર્મીની સેવા કરીશ, અને બીજે પણ મારી તે રીતે સેવા કરશે તે જ સ્વીકારીશ, – તે તે ભિક્ષુએ તે પ્રકારે સ્વીકારેલા નિયમને બરાબર વળગી રહેવું. [૨૨૫. ૧. મૂળમાં : ધર્મને'. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૮. વિમેહ પપ તે પ્રમાણેની પ્રતિજ્ઞાને વળગી રહેવું શક્ય ન રહે, ત્યારે પ્રતિજ્ઞાનો ભંગ કરવાને બદલે ખાવાનું છોડી દઈ મરણ સ્વીકારવું, પરંતુ પ્રતિજ્ઞાને ન છોડવી. શાંત, ત્યાગી તથા મન અને ઈદ્રિને વશમાં રાખનાર ભિક્ષને માટે તે સંજોગોમાં એ જ શ્રેય છે; એ જ તેને મરણને અવસર છે. (વગેરે સૂત્ર ૨૧૫ મુજબ) [૧૭] બુદ્ધિમાન ભિક્ષુ જેમ જીવિતની કામના ન કરે, તેમ મરણની પણ કામના ન કરે; મેક્ષના વાંછુ કે તટસ્થતાપૂર્વક પિતાની પ્રતિજ્ઞારૂપ સમાધિ સાચવવી, અને આંતર તથા બાહ્ય પદાર્થોની મમતા તેજી, આત્માને (પ્રતિજ્ઞાભંગથી) કલુષિત ન થવા દેવાની ઈચ્છા રાખવી. પિતાની પ્રતિજ્ઞારૂપ સમાધિના લેમન જે કાંઈ ઉપાય ધ્યાનમાં આવે, તે તેણે તરત જ અજમાવ. છેવટે અશક્ય થઈ જાય, ત્યારે તેણે ગામમાં અથવા જંગલમાં શુદ્ધ અને જંતુ વિનાની જગા જોઈને ત્યાં ઘાસની પથારી કરવી. પછી તે પથારી ઉપર આહારનો ત્યાગ કરીને તે ભિક્ષએ શરીરને રાખવું, અને મનુષ્ય વગેરે તરફથી જે કાંઈ સંકટ આવે તે સહન કરવાં, પણ મર્યાદાને ઉલ્લંઘવી નહીં. [૪-૮] ઊંચનીચે ચાલનારાં તથા ત્યાં ફરતાં પ્રાણીઓ કે જંતુઓ તે ભિક્ષુનું માંસ અને લેહી ખાય, તો તે પ્રાણુઓને કે સ્તુઓને તેણે મારવાં પણ નહીં કે ઉરાડવાં પણ નહીં. તે બધાં દેહને પીડા આપે છે એમ સમજી, મુનિએ એક સ્થાનેથી બીજે સ્થાને પણ ન ૧. ટીકાકાર તેને એ અર્થ લે છે કે, પુત્ર, સ્ત્રી વગેરેના સંબંધથી તેમનું ચિંતન ન કરવું કે પ્રતિકૂલ સંકટને કારણે ગુસ્સે ન કરવો. બાકી, આ મરણવિધિમાં સ્થલની હેરફેર જાતિ કે બીજાની મદદથી કરી શકાય છે. જુઓ પાન ૫૬ નોંધ ૧. ૨. અહીંથી આગળ ૧થી ૨૫ સુધીના જે આંક છે, તે આઠમા શકના ઑકોના આંક સમજવા. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૬ મહાવીર સ્વામીને આચારધર્મ જવું; ક્રોધ હિંસાદિ વિવિધ આસથી ત્રાસ પામતા તે ભિક્ષુએ બધું સહન કરવું. અનેક પ્રકારનાં બંધનથી દૂર રહેતે તે ભિક્ષુ આમ સમાધિથી આયુષ્યને પૂરું કરે. સંયમી અને જ્ઞાની પુરુષે માટે એ જ શ્રેય છે. [૧૦-૧. ભિક્ષુને એમ થાય કે, “હું હવે સંયમપાલન માટે આ શરીરને ધારણ કરવા અશક્ત છું, ત્યારે તેણે ક્રમે ક્રમે આહાર ઘટાડ, કપાયે ઓછા કરવા અને સમાધિયુક્ત થઈને પાટિયાની પેઠે સ્થિર વૃત્તિવાળા થઈને રહેવું; પછી છેક અશક્ત થઈ જાય ત્યારે ગામ કે નગરમાં જઈને ઘાસ માગી લાવવું. તેને લઈને એકાંતે જઈ જે જગાએ ઈડ, નાનાં જીવડાં, બી, ઘાસ, ઝાકળ, પાણી, કીડિયારાં, લીલ, ભીની માટી અને કરોળિયાનાં જાળાં ન હોય, તે જગાએ બરાબર જોઈતપાસીને ત્યાં તે ઘાસ પાથરવું. પાથરીને, તેના ઉપર બેસી “ઇત્વરિતમરણ ને સ્વીકાર કરે. પછી, અનાહાર રહીને જે દુખ આવે તે સહન કરવાં, પરંતુ બીજા પાસે કઈ ૧. અહીં સુધી વર્ણવેલા મરણવિધિને ટીકાકારે “ભક્તપરિક્ષા મરણને વિધિ કહ્યો છે. મળમાં પછીનાં બે મરણના નામને જેમ ઉલલેખ છે, તેમ આ મરણવિધિની બાબતમાં નથી. આમાં અને પછીના ઇત્વરિતમરણ(ઈગિનીમરણ)માં તફાવત એટલો છે કે, ઇત્વરિતમરણમાં ચતુર્વિધ આહારનો ત્યાગ ઉપરાંત અમુક મુકરર કરેલા સ્થાનમાં જ નાસૈ ન બધી ચેષ્ટાઓ કરવાની હોય છે. ત્યારે ભક્તપરિક્ષામાં સ્થળમર્યાદા નથી હોતી, ઉપરાંત પડખું બદલવું વગેરે ક્રિયાઓમાં બીજાની મદદ લેવાની છૂટ હેાય છે. છેલ્લા પાદપગમનમાં તે એક સ્થાનમાં સૂતા પછી નાતે પડખું બદલવા જેટલી પણ ક્રિયા કરવાની હોતી નથી. ૨. ટીકાકાર કહે છે કે સૂક આહાર ખાવાથી, કે તેને કારણે થયેલા રાગથી તેમજ કઠોર તપશ્ચર્યાને કારણે યથેષ્ટકાળે આવશ્યક ક્રિયારૂપી આનુપૂવથી શરીર ટકાવી રાખવા પોતે શક્તિમાન નથી એમ એમ લાગે, ત્યારે •••• Page #74 -------------------------------------------------------------------------- ________________ ૮. વિમેહ પ૭ પ્રકારને શરીરને ઉપચાર ન કરાવો. તેમ કરતાં ઈદ્રિ અકડાય તે તેમને રીતે હેરવવી ફેરવવી. તેમ કરવા છતાં તે અગહ્યું, અચલ અને સમાહિત કહેવાય છે. મન સ્વસ્થ રહે અને શરીરને કાંઈક ટેકે મળે તે સારુ તે ચંક્રમણ કરે કે શરીરને સંકોચે કે પહેલું કરે, પણ બની શકે તે તો અચેતનની પિઠે સ્થિર જ રહે. થાકેલે ભિક્ષુ આમતેમ આટાં મારે, અથવા ગાને સંકેચીને બેસે. બેસતાં થાકી જાય તો છેવટે શયન પણ કરે. ૨૧-૨, ૧૨-૬] આ જાતના અદિતીય મરણને સ્વીકારીને ઈદ્રિયને વશમાં રાખે. શરીરને ટેકવવા માટે જે પાટિયું મેળવ્યું હોય, તે ઊધઈ વગેરેથી ભરેલું હોય તે તેને ત્યાગ કરી, બીજું છવરહિત એવું શોધે. જેનાથી પાપ ઉત્પન્ન થાય તેવું કશું અવલંબન ન કરે. બધાં દુઃખોને સહન કરે અને તે વડે આત્માને ઉત્કૃષ્ટ બનાવે. સત્યવાદી, ઓજસ્વી, પાર પામેલે, ખટપટ વિનાને, વસ્તુના સ્વરૂપને સમજનાર, સંસારમાં નહીં ફસેલો એવો તે ભિક્ષુ ક્ષણભંગુર શરીરની મમતા છોડીને અને અનેક સંકટ સહન કરીને, જિનશાસનમાં વિશ્વાસ કરતે ભયને તરી જાય છે. એ તેને મરણને અવસર છે, એ તેના સંસારને છેદ કરનારું છે, તે જ વિહાયતન, હિત, સુખ, ક્ષેમ અને હમેશને માટે નિઃશ્રેયસરૂપ છે. [ ૧૮, ૨૨૨] તેનાથી પણ નીચે પ્રમાણેને મરણુવિધિ ચડિયાત છે. તેણે ઘાસ માગી લાવી પથારી પાથરી, તેના ઉપર બેસી તે સમયે ૧. આ વાક્ય લખવાનું કારણ એ જણાય છે કે, પાદપેપગમન મરણવિધિમાં શરીર અકડાય તે પણ હરવાફરવાનું નથી હોતું, પરંતુ જેણે પિતાના અસામને લીધે તે વિધિ નથી સ્વીકાર્યો અને તેનાથી હળવે “ઇલ્વર વિધિ સ્વીકાર્યો છે, તે હરેફરે તેથી તેના તપની કિંમત ઓછી થતી નથી. ૨. ઇત્વરિત મરણના સ્વીકારની લાયકાત કઈ હોવી જોઈએ તે જણાવ્યું છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ શરીરના સર્વ વ્યાપાર અને શરીરની ગતિનો ત્યાગ કરે. બીજી અવસ્થાઓ કરતાં આ તેની ઉત્તમ અવસ્થા છે. તે બ્રાહ્મણે પિતાના સ્થાનને બરાબર તપાસીને અનશન આદરવું. અને બધાં ગાત્રોને નિરોધ થાય તે પણ પિતાના સ્થાનથી ભ્રષ્ટ ન થવું. મારા શરીરમાં દુ:ખ નથી એમ સમજીને સમાધિમાં સ્થિર રહેવું અને કાયાને બધી રીતે ત્યાગ કરે. જીવતાં સુધી સંકટ અને આપત્તિઓ આવવાનાં જ, એમ સમજીને શરીર(-ની મમતા)ને ત્યાગ કરી, પાપને અટકાવનાર પ્રજ્ઞાવાન ભિક્ષએ બધું સહન કરવું. ક્ષણભંગુર એવા શબ્દાદિ પુષ્કળ કામમાં રાગ ન કરવો અને કીર્તિને અચલ સમજીને તેમાં લેભ ન રાખે. કોઈ દે તેને માનષિક ભોગોની અપેક્ષાએ શાશ્વત એવી દિવ્ય વસ્તુઓથી લલચાવે, તે એવી દેવામાયા ઉપર શ્રદ્ધા ન રાખવી, અને તેનું સ્વરૂપ સમજીને તેને ત્યાગ કરવો. બધા અર્થોમાં અમૂછિત અને સમાધિથી આયુષ્યનો પાર કરનાર તે ભિક્ષુએ તિતિક્ષાને ઉત્તમ વિમેહરૂ૫ અને હિતરૂપ સમજીને સમાધિમાં રહેવું. [૨૬, ૧૯-૨૫] અનુક્રમે કહેલા એ ત્રણે મરણુવિધિઓને, સાંભળીને તેમને અપૂર્વ જાણીને અને દરેક તપના બાહ્ય અને આત્યંતર એવા બે પ્રકાર ખ્યાલમાં રાખીને, ધીર, વસુમાન, પ્રજ્ઞાવાન અને બુદ્ધિ પુરુષ ધર્મના પારગામી થાય છે. [૧-૨] ૧. એટલે કે તે અવસ્થામાં રાજા પિતાની કન્યા અને રાજ્ય આપવા તૈયાર થાય તો પણ તેની ઇચ્છા ન કરવી. ૨. વિમેહ એટલે “વિમેહ પુરુષોએ સ્વીકારેલ વિધિ -એટલે અહીં અનુક્રમે વર્ણવેલા ત્રણ મરણવિધિ. તે ત્રણે મરણવિધિમાં પ્રધાન વસ્તુ તિતિક્ષા છે. ૩. એટલે કે શરીરથી તપ સ્વીકારે અને મન છૂટું રાખે છે તે નકામું છે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૮. વિમેહ પહ ટિપ્પણ ટિપ્પણ નં. ૧, કામવાસના માટે મૂળમાં માત્ર “શીતસ્પર્શ' શબ્દ છે. ટીકાકાર તેને ટાઢ તડકે વગેરેના ઉપદ્રવો” તથા “સ્ત્રીના ઉપદ્રવો’ એ અર્થ લે છે અને જણાવે છે કે, કઈ દુષ્ટ સ્ત્રી ઘરમાં ફસાવીને લઈ જાય અને ત્યાંથી ભ્રષ્ટ થયા વિના જીવતા પાછા નીકળવું અશકય જણાય; ત્યારે ગળે ફાંસો ખાઈને કે ઝેર ખાઈને કે ગમે તે પ્રકારે આત્મહત્યા કરવી. અથવા કોઈ નબળા શરીરના ભિક્ષુને ટાઢ તડકે કે રેગનું દુઃખ પિતાથી લાંબે વખત સહન નહીં કરી શકાય એમ લાગે, ત્યારે તે પણ તેમ કરે. સંયમની પ્રતિજ્ઞાનું પાલન અશક્ય થઈ જાય, ત્યારે જૈન શાસ્ત્રમાં ભક્તપરિજ્ઞા, ઇત્વરિત અને પાદપપગમન એ ત્રણ મરણ વિહિત છે; પરંતુ તે મરણે દઢ સંકલ્પવાળા માણસ માટે છે અને તેમાં ખાનપાનને ત્યાગ કરીને મરવાનું હોઈ વખત વધારે જાય છે. પરંતુ જ્યારે કટોકટીને સમય આવે, ત્યારે ફાંસે ખા વગેરે નિષિદ્ધ મરણને પણ આશરો લે, પરંતુ નિયમ ન છોડ, એમ કહેવાને અહીં આશય છે. ટીકાકાર વધુમાં એક અગત્યનું કથન કરે છે કે, મૈથુન સિવાય બીજી કોઈ વસ્તુને જૈન શાસ્ત્રમાં એકાંત નિષેધ નથી. કોઈ પણ વસ્તુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસરી એક વખત નિષેધ હોય, તો બીજે પ્રસંગે તેનું વિધાનેય હાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૯ ભગવાન મહાવીરનું તપ [ઉપધાન] શ્રી સુધર્મસ્વામી કહે છે : હે આયુષ્યમાન મુ! શ્રીમહાવીર ભગવાનની તપશ્ચર્યાનું વર્ણન મેં જેમ સાંભળ્યું છે, તેમ તને કહી સંભળાવું છું. તે શ્રમણુ ભગવાને ઉદ્યમવંત થઈ, સંસારનાં દુ:ખ સમજી, પ્રવ્રજ્યા લીધી અને તે જ દિવસે હેમંત ઋતુની ઠંડીમાં જ તે બહાર ચાલી નીકળ્યા. તે કડકડતી ઠંડીમાં વજ્રથી શરીર ન ઢાંકવાને તેમને દૃઢ સંકલ્પ હતા અને જીવનપર્યંત કઠણુમાં કહ્યુ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવનાર ભગવાન માટે તે ઉચિત જ હતું. [૧-૨] અરણ્યમાં વિહરતા ભગવાનને નાનાંમોટાં અનેક જંતુએએ ચાર મહિના સુધી ઘણા ત્રાસ આપ્યા અને એમનાં લેાહીમાંસ ચૂસ્યાં. [૩] તેર મહિના સુધી ભગવાને વસ્ત્રને ખભા ઉપર જ રાખી મૂકયું. પછી ખીજે વર્ષે શિશિર ઋતુ અડધી વ્યતીત થતાં તેને છેડીને ભગવાન સંપૂર્ણ ‘અચેલક’ વસ્રરહિત થયા. [૪, ૨૨] વસ્ત્ર ન હેાવા છતાં, તથા સખત ટાઢમાં પશુ તે હાથ લાંબા રાખીને ધ્યાન કરતા. ટાઢને કારણે કાઈ દિવસ તેમણે હાથ અગલમાં ઘાલ્યા નથી. કાઈ કાઈ વાર શિયાળામાં તે છાયામાં જ બેસી ધ્યાન ધરતા અને ઉનાળામાં તાપમાં જ ખુલ્લે ડિલે એસી જ્ગ્યાન ધરતા. [૨૨, ૧૬-૭] Ο તે વખતે શિશિર ઋતુમાં હિમાળુ લોકા તા કંપ્યા જ કરતા અને કેટલાક ઉપદ્રવ વિનાનું સ્થાન શેષતા. કેટલાક વા વાવાને લીધે અનેક સાધુએ એ વખતે હવાના કપડાં પહેરવાના વિચાર Page #78 -------------------------------------------------------------------------- ________________ હ. ભગવાન મહાવીરનું તપ કરતા અને કેટલાક લાકડાં બાળતા. તે વખતે જિતેંદ્રિય અને આકાંક્ષા વિનાના તે ભગવાન એ શતને ખુલ્લામાં રહીને સહેતા. કઈ વાર ઠંડી અસહ્ય થઈ પડે, ત્યારે ભગવાન સાવધાનપણે રાત્રે બહાર નીકળીને થેંડું ચાલતા. [૩૬-૮]. વસ્ત્ર વિનાના હેવાથી તૃણના સ્પર્શી, ટાઢના સ્પર્શી, તાપના સ્પર્શી અને ડાંસ તથા મચ્છરના સ્પર્શે – એમ અનેક પ્રકારના સ્પર્શે ભગવાન મહાવીરે સમપણે સહ્યા હતા. [૪૦] રસ્તે ચાલતાં ભગવાન આગળ આગળ પુરુષની લંબાઈ જેટલા માર્ગ ઉપર દૃષ્ટિ દાખીને આડુંઅવળું ન જોતાં, ચાલવાના માર્ગ તરફ જ જોઈને, સાવધાનીથી ચાલતા; કાઈ બોલાવે તે ઘણું ઓછું બોલતા, અને દૃષ્ટિને સ્થિર કરીને અંતર્મુખ રહેતા. તેમને આવા નગ્ન જોઈને તથા તેમનાં સ્થિર નેત્રાથી ભય પામતાં છોકરાં ટોળે વળી તેમને મારતાં મારતાં રડે નાખતાં. [૫, ૨૧] ઉજજડ ઘર, સભાસ્થાન, પરબ અને હાટડાં – એવાં સ્થાનમાં ભગવાન કઈ વાર રહેતા, તે કઈ વાર લુહારની કઢમાં કે પરાળના ઢગલાઓ પાસે, તે કોઈ વાર ધર્મશાળાઓમાં, બગીચાએમાં, ઘરોમાં કે નગરમાં રહેતા હતા. કેઈ વાર સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, કે ઝાડની નીચે રહેતા હતા. આ રીતે એ શ્રમણે તેર વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યા. તે વર્ષો દરમ્યાન રાત-દિવસ યત્નવાન રહીને ભગવાન અપ્રમત્તપણે સામાધિપૂર્વક ધ્યાન કરતા; પૂરી ઊંઘ પણ ન લેતા; ઊંઘ આવતાં, ઊઠીને આત્માને જાગ્રત કરતા. કોઈ વાર તે આડે પડખે થતા, પણ તે નિદ્રાની ઈચ્છાથી નહીં. કદાચિત નિદ્રા આવતી તે તેને પ્રમાદ વધારનારી સમજી, ભગવાન ઊઠીને તેને દૂર કરતા. કોઈક વાર મુહૂર્ત સુધી રાત્રે ચંક્રમણ કરતા. [૪૯]. - તે રહેઠાણમાં ભગવાનને અનેક પ્રકારનાં ભયંકર સંકટ પડયાં. તે તે સ્થળમાં રહેનારાં જીવડાં કે પક્ષીઓ તેમને ઉપદ્રવ કરતાં. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ મહાવીરસ્વામીને આચારધમ હલકા માણસો પણ ભગવાનને ઘણો ત્રાસ આપતા. કેઈ વાર ગામના રખવાળો હાથમાં હથિયાર લઈને ભગવાનને કનડતા. કોઈ વાર વિષયવૃત્તિથી સ્ત્રી કે પુરુષે ભગવાનને એકલા જાણીને હેરાન કરતાં. રાત્રે એકલા ફરનાર કે તે તે સ્થાનોમાં એકલા રહેલા ભગવાનને જોઈને તેમને પૂછતા. જ્યારે ભગવાન જવાબ ન આપતા, ત્યારે તેઓ ભગવાન ઉપર ચિડાઈ જતા. કેાઈ એમ પૂછતું કે વચ્ચે આ કેણુ છે ? તે “હું ભિક્ષુ છું એમ ભગવાન કહેતા. વધારે નહીં બોલતા ભગવાન ઉપર તેઓ ગુસ્સે થઈ જતા; તે પણ ભગવાન સમભાવથી ધ્યાન જ કર્યા કરતા. ભગવાનને એ ઉત્તમ ધર્મ હતો. [૩૦-૧, ૩૪-૫] - જ્યાં બીજા અનેક લેકોનો ઉતારે હોય એવાં સ્થાનમાં રહેતી વખતે ભગવાન સ્ત્રીઓ સામે નજર પણ ન કરતા, પરંતુ અંતર્મુખ રહીને ધ્યાન ધરતા. ગૃહસ્થા સાથે પણ તેઓ કશે સંબંધ ન રાખતા અને ધ્યાનમાં જ મગ્ન રહેતા. કોઈ પૂછે તે પણ તેનો જવાબ નહોતા આપતા. કોઈ તેમને પ્રણામ કરતું તે તેના તરફ પણ નજર નહેતા કરતા. એવે વખતે તેમને નિપુણ્ય મનુષ્ય દ્વારા માર તેમ જ ત્રાસ પડત. તે બધું તે સમભાવે સહેતા. તે જ પ્રમાણે આખ્યાનો, નાટક, ગીતે, દંડયુદ્ધો અને મુષ્ટિયુદ્ધો તથા પરસ્પર કથામાં લીન થયેલા લેક તરફ પણ કશી ઉત્સુકતા રાખ્યા વિના તે શકરહિત જ્ઞાતપુત્ર મધ્યસ્થ દષ્ટિ રાખતા. સહી ન શકાય એવાં દુઃખો વટાવીને પરાક્રમ કરતા તે મુનિ સર્વત્ર સમભાવે રહેતા; તથા એ મોટાં સંકટો પાર કરતાં કોઈનું શરણ ન શોધતા. [૬-૧૦] દુર્ગમ એવા લાઢ પ્રદેશમાં, વજભૂમિમાં અને શુભભૂમિમાં પણ ભગવાન વિચર્યા હતા. ત્યાં તે તેમને તદ્દન હલકી જાતનાં શવ્યા ૧. મુશદાબાદની નવાબીમાં આવતે રાઢ વજભૂમિ અને શુભ્ર ભૂમિ એ તેના જ પ્રદેશનાં નામ હશે. એ શ્લોક ૪૫. તેમાં વજભૂમિનું વર્ણન કરી, તે એવા દુર્જન લાટમાં એમ આવે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯. ભગવાન મહાવીરનું તપ ૬૩ અને આસનાના ઉપયોગ કરવા પડથો હતા. ત્યાંના લાકા પણ તેમને બહુ મારતા; ખાવાનું બહુ લૂખું મળતું અને કૂતરાં કરડતાં. કેટલાક લાકા તે કૂતરાઓને રોકતા, તેા કેટલાક તે કૂતરાઓને છુછકારીને કરડાવતા. વજ્રભૂમિના લેા બહુ કઠાર હતા. તથા ધૃતરાં કરડી ન જાય તે માટે બીજા શ્રમણેા હાથમાં લાકડી કે નાળ લઈ તે ફરતા. કેટલીક વાર કૂતરાએ ભગવાનને કરડતા અને તેમના માંસની પેશીઓ ખેંચી કાઢતા, છતાં એવા દુર્ગમ લાઢ દેશમાં હિંસાને ત્યાગ કરીને અને શરીરની મમતા છેાડીને તે અનગાર ભગવાનને આવી પડતાં સંકટાને સમભાવે સહ્યાં; અને સંગ્રામને માખરે રહેતા વિજયવંત હાથીની જેમ ભગવાને એ દુ:ખે ઉપર જય મેળવ્યા. કેટલીક વાર લાઢ દેશમાં ઘણે દૂર ચાલ્યા છતાં ગામ જ ન આવતું; કાઈ જગ્યાએ ભાગાળ પાસે આવતાં જ ગામના લે।। બહાર નીકળીને તેમને મારતા અને હાંકી કાઢતા; કાઈ વાર તેએ ભગવાનના શરીર ઉપર બેસી તેમનું માંસ કાપી લેતા; ક્રાઈ વાર તેમના ઉપર ધૂળ વરસાવવામાં આવતી; કાઈ વાર તેમને ઊંચેથી નીચે પટકવામાં આવતા; તા કાઈ વાર આસન ઉપરથી તેમને ગબડાવી નાખવામાં આવતા. તેપણુ શરીરમાં મમતા વિનાના અને અનાકાંક્ષી ભગવાન નગ્ન થઈને તે બધાં કઠોર દુ:ખા, સંગ્રામને મેાખરે ભતા શૂરની પેઠે અચળપણે સહેતા અને વિહાર કર્યાં કરતા. [૪૧-૫૩ દીક્ષા લેતા પહેલાં પણ એ વર્ષ કરતાં વધારે વખતથી ઠંડુ પાણી પીવાનું ભગવાને છેાડી દીધું હતું. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સેવાળ, બિયાં, વનસ્પતિએ અને ત્રસ (જંગમ) પ્રાણા સચિત્ત છે એમ સમજીને, તેમને બચાવીને ભગવાન વિહાર કરતા હતા. સ્થાવર વેશ સયેાનિમાં આવે છે અને ત્રસ જીવા સ્થાવર ચેનમાં જાય છે, અથવા બધી યાનિના ખાળ વા પોતપેાતાનાં કર્મ અનુસાર તે તે યાનિમાં ભટકથા કરે છે, એમ સમજીને ભગવાને એવું નક્કી Page #81 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચા૨ધામ કર્યું કે, ઉપાધિવાળે બાળ જીવ હમેશાં બંધાય છે. પછી બધી રીતે કર્મનું સ્વરૂપ જાણીને ભગવાને પાપને ત્યાગ કર્યો. [૧૧-૫ કર્મને બે પ્રકાર સમજીને અસાધારણ જ્ઞાનવાળા મેધાવી ભગવાને કર્મોને નાશ કરવાને અનુરૂપ ક્રિયાને ઉપદેશ કરેલો છે. પ્રવૃત્તિ અને તજન્ય કર્મબંધને સમજીને ભગવાન પોતે નિર્દોષ અહિંસામાં પ્રવર્તતા હતા. ભગવાને સ્ત્રીઓને સર્વ પાપની કારણભૂત સમજીને તેમનો ત્યાગ કર્યો હતો. વસ્તુનું સ્વરૂપ બરાબર સમજીને તે મહાવીર કદી પાપ ન કરતા, બીજા પાસે ન કરાવતા, કે કોઈ કરતો હોય તેને પ્રેરણા પણ ન આપતા. [૧૬-૭, ૬૧. ભગવાને પિતાને માટે તૈયાર કરેલું ભોજન કદી સેવ્યું નથી. કારણ કે, તેમ કરવામાં ભગવાન કર્મને બંધ સમજતા હતા. પાપકર્મમાત્રને ત્યાગ કરતા ભગવાન નિર્દોષ ખાનપાન મેળવીને જ તેનો ઉપભેગ કરતા. તે કદી બીજાના પાત્રમાં ભેજન ન કરતા, કે બીજાના વસ્ત્રનો ઉપયોગ ન કરતા. માનાપમાનનો ત્યાગ કરીને કેાઈનું શરણ ન ઈચ્છતા ભગવાન ભિક્ષા માટે ફરતા. [૧૮-૯ ભગવાન ખાનપાનનું માપ બરાબર સમજતા હતા. તેથી તે રસમાં કદી લલચાતા નહીં તથા તેમની આકાંક્ષા રાખતા નહીં. ૧. કર્મના બે પ્રકાર તે પથિક અને સાંપરાચિક. કષાયાદિપૂર્વક થતાં કર્મો તે સાંપરાચિક; તેમનું ફળ અવશ્ય જોગવવું જ પડે છે. નિર્દોષ જીવન (ઈય) ગાળવા છતાં પાંપણના હાલવાચાલવા વગેરેની અવશ્ય થતી ક્રિયાઓ વડે થતી હિંસા વગેરેથી બંધાતું કર્મ તે પથિક; તે બંધાઈને તરત નાશ પામી જાય છે. ૨. મળમાં આદાનસ્ત્રોત, અતિપાતસ્ત્રોત અને યોગ એવા ત્રણ શબ્દ છે. આદાન સ્રોત એટલે ઈદ્રિયોની દુષ્ટ પ્રવૃત્તિજન્ય કર્મપ્રવાહ અને હિંસાજન્ય કર્મપ્રવાહ તે અતિપાતસ્ત્રોત; મન, વાણી અને કાયાની પ્રવૃત્તિ તે યોગ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૯. ભગવાન મહાવીરનું તપ પ ભાત, સાથવા અને કાળ લૂખાં ખાઈને જ તે નિર્વાહ કરતા. ભગવાને આઠ મહિના સુધી તેા એ ત્રણુ વસ્તુઓથી જ ચલાવેલું. ભગવાન અડધા મહિના કે મહિના સુધી પાણી પશુ ન પીતા. તે રીતે બે મહિના કે છ મહિના સુધી પણુ વિહાર કરતા. હંમેશાં આકાંક્ષા વિનાના તે ભગવાન કાઈ વાર ટાઢું અન્ન ખાતા; તા કાઈ વાર છે, આઠ, દશ કે બાર ટકા પછી જ ખાતા. [૫૮-૬ •] 3 ગામમાં કે નગરમાં જઈને ખીજાને માટે કરેલા આહાર તે સાવધાનપણું શોધતા. આહાર લેવા જવાના માર્ગમાં ભૂખ્યાં તેમ જ તરસ્યાં કાગડા વગેરે પક્ષીઓને બેઠેલાં જોઈ ને, તેમ જ બ્રાહ્મણુ, શ્રમણુ, ભિખારી, અતિથિ, ચાંડાળ, બિલાડા કે કૂતરો એ બધાંને કાઈ ઘર આગળ ઊભેલાં જોઈ ને, તેમને આહાર મેળવવામાં વાંધા ન આવે તેમ જ તેમને અપ્રીતિ ન થાય તે રીતે ભગવાન ત્યાંથી ધીરે ધીરે ચાલ્યા જતા અને બીજે ઠેકાણે અહિંસાપૂર્વક ભિક્ષાની શોધ કરતા. કાઈ વાર પલાળેલા, સૂકા કે ઠંડા અહાર લેતા; ૐ ભ્રૂણા દિવસની ખીચડી, બ્રુસ (બાકળા) અને પુલાગ' પણુ લેતા. એવું પણ ન મળે તેા ભગવાન શાંતભાવે રહેતા. [૬૨-૬૭] ભગવાન રાગથી અસ્પૃષ્ટ છતાં પેટ ઊણું રાખીને જમતા અને કદી ઔષધ ન લેતા, શરીરનું સ્વરૂપ સમજીને ભગવાન તેની ન ૧. મૂળ : મંથુ’. (ઠળિયા સહિત બારના ભૂકા ?) ૨. ટીકામાં લૂખા આદન એટલે કાદરા વગેરે, અને કુમાાષ એટલે અડદ વગેરે એવા અર્થે છે. ૩. મૂળ : ગાપિŽાલગ’. ૪. ભૂસું, ફોતરાં અથવા તેમના જેવું નિ:સાર ખાદ્ય, ટીકામાં જીસ એટલે જાના ધાન્યના ભાત અને પુલાગ એટલે જવને ભાત, અવે અર્થ છે. મ..પ Page #83 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને ચારધર્મ શુદ્ધિ અર્થે સંશોધન (જવાબ), વમન, વિલેપન, સ્નાન અને દત પ્રક્ષાલન ન કરતાં. તેમ, શરીરના આરામ માટે ચંપી પણ ન કરાવતા. [૫૪-૫. આમ કામસુખેથી વિરત થયેલા એ અબદુવાદી બ્રાહ્મણ વિહરતા હતા. એકાકીભાવને પામેલા તેમણે કષાયોની જવાળા શાંત કરી હતી અને તેમનું દર્શન વિશદ હતું. પોતાની સાધનામાં તે એટલા બધા નિમગ્ન હતા કે તેમણે આંખ પણ કદી ચોળી નથી કે શરીરને ખજવાળ્યું નથી. બહુ નહીં બેલનારા આકાંક્ષા વિનાના તે મતિમાન માહણે રતિ તથા અરતિને પરાજય કરી, આ લેકનાં તથા દેવમક્ષ વગેરેનાં અનેક ભયંકર સંકટ, તથા અનેક પ્રકારના શબ્દો અને ગધે સમભાવે સહન કર્યા. [૫૬, ૧૧, ૨૦, ૩૨-૩] ચાંચલ્યરહિતપણે ભગવાન અનેક પ્રકારનાં આસન દ્વારા ધ્યાન કરતા; અને સમાધિદક્ષ તથા આકાંક્ષા વિનાને થઈને તે ઊર્ધ્વ, અધો અને તિર્યંગ લેકનો વિચાર કરતા. કષાય વિનાના, શબ્દ અને રૂપમાં મૂછ વિનાના તથા સાધકદશામાં પરાક્રમ કરતા તે ભગવાન જરા પણ પ્રમાદ ન કરતા. તે પિતાની મેળે, સંસારનું વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા હતા અને એ જ રીતે જિંદગી સુધી શાંત રહ્યા. [૬૭૯] મુમુક્ષુઓ એ જ રીતે વર્તે છે, એમ હું કહું છું [૭૦] ૧. મૂળઃ કમર (છઘ0). Page #84 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ ખંડ ૨ જે Page #85 -------------------------------------------------------------------------- ________________ एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वळेहि समिए सहिए सया जए ज्जासि त्ति बेमि । ભિક્ષુ અથવા ભિક્ષણીના આચારની એ જ સંપૂર્ણતા છે કે તે બધી બાબતોમાં રાગદ્વેષરહિત તથા પોતાના કલ્યાણમાં તત્પર રહીને સાવધાનતા પૂર્વક વર્તે.” [૨, ૧/૧૪] Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧ ભિક્ષા' [પિâષણા શ્રીસુધર્મસ્વામી કહે છે: “સર્વ બાબતમાં રાગદંષ વિનાના થઈને તથા પિતાના કલ્યાણુમાં તત્પર રહીને હમેશાં સંયમપૂર્વક વર્તવું એ જ ભિક્ષુ કે શિક્ષણના આચારની સંપૂર્ણતા છે. ભિક્ષાની બાબતમાં કર્મબંધનનો સંભવ વિશેષ હેવાથી, ભગવાન મહાવીરે ને લગતી ઘણી સૂક્ષ્મ સૂચનાઓ કરેલી છે. તે હું કહી સંભળાવું છું, તે તમે બધા સાંભળે.” [૧/૧૪] ભિક્ષા માગવા ક્યાં જવું? ભિક્ષુએ ઉગ્રકુળ, ભોગમુળ, રાજન્યકુળ, ક્ષત્રિયકુળ, ઈલાકુકુળ, હરિવંશકુળ તથા ગોવાળ, વૈશ્ય, હજામ, સુતાર, ચેકિયાટ અને વણકર વગેરેનાં અતિરસ્કૃત અને અનિંદિત કુળમાં ભિક્ષા માગવા જવું. [૨/૨] ૧. આ બીજા ખંડને ચાર ચડા” એટલે કે ભાગમાં વહેંચી નાખેલ છે. પ્રથમ ચૂડામાં પહેલાં સાત અદયયને છે. ૨. બધે ભિક્ષુ અથવા ભિક્ષણ એમ બને સમજવાં. ૩. ટીકાકારના જણાવ્યા પ્રમાણે, આદીશ્વર જે ક્ષત્રિયોને આરક્ષક પદ ઉપર સ્થાપ્યા તે ઉગ્ર કહેવાયા; જેમને પૂજાસ્થાને સ્થાપ્યા તે ભાગ કહેવાયા; રાજન્ય એટલે મિત્રરાજાઓફ ઈક્વિાકુકુળ તે શ્રી આદીશ્વરનું કુળ; હરિવંશ તે શ્રીનેમિનાથને વંશ પછીનાં ગોવાળ વગેરેનાં કુળ માટે અનુક્રમે એસિચ, વસિષ, ગંડાગ, કાટ્ટાગ, ગામરકખ, અને બેકસાહિત્ય એવા શબ્દ છે. ૪. ટીકાકાર કહે છે કે, ચ મંકાર–ચામડિયા વગેરેનાં કુળ જુગુસિત છે; અને હાસ્યાદિ કુળ ગઈ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ કાઢવામાં આ કે ચોથે ભાગ નિમ મહાવીર સ્વામીને આચારધર્મ ભિક્ષા માગવા કહ્યાં ન જવું? પરંતુ ચક્રવર્તી વગેરે ક્ષત્રિય, રાજાઓ, ઠાકોરે રાજાને કર્મચારીઓ અને રાજવંશીઓને ત્યાંથી ભિક્ષા ન લેવી; ભલે પછી તેઓ શહેરમાં રહેતા હોય, બહાર પડાવ રાખીને પડયા હેય, રસ્તે પ્રયાણ કરતા હોય, કે તેમને ત્યાંથી નિમંત્રણ મળ્યું હોય ન મળ્યું હોય. [૩/૧૦]. વળી જે ઘરમાં હમેશાં અન્નદાન દેવાતું હોય, કે શરૂઆતમાં દેવ વગેરેને નિમિત્તે અગ્રપિંડ જુદે કાઢવામાં આવતો હેય, કે ભજનને અર્ધો કે ચે ભાગે દાનમાં અપાતે હોય, એવાં નિત્ય નિર્માલ્ય જુદાં કાઢનારા અને તેને કારણે જ્યાં હમેશ ઘણું યાચકે ટા મળતા હોય, તેવાં ઘરોમાં ભિક્ષા માગવા કદી ન જવું. ૧/૧૪] વળી, ભિક્ષાર્થે જતાં જે માર્ગે ગઢટેકરા, ખાડા-ખાઈ, કેટ, દરવાજા કે આગળા આડે આવતા હોય, તે માર્ગે તેણે ભિક્ષા માગવા ન જવું; બીજે રસ્તે હેય તો તે માર્ગે થઈને જવું; – પછી ભલે પેલે રસ્તે સીધો અને ટ્રકે હાય. કારણ કે, તે માર્ગે જવામાં ૧. મૂળમાં કુરાના શબ્દ છે. ટીકાકાર તેને અર્થ સરહદી શાન” લે છે. - ૨. મૂળમાં રાજbખ્ય શબ્દ છે. ટીકાકાર તેને અર્થ દડપાલિક વગેરે એ લે છે. ૩. ટીકાકારને મતે રાજાના મામા, સાળા વગેરે. છે કાકાર કહે છે કે, એ બધાં કુળ અજુગુપ્સિત તે છે; પણ તેમને ત્યાંથી શિક્ષા લેવામાં બીજા દેષ હેવાથી મનાઈ કરી છે. ૫. મૂળ : મr (= અર્ધો ભાગ). ૬. મૂળ: અવમાન (ભાગ = અર્ધા ભાગ)ને અર્ધા = ચતથીશ. ૭. સિમોમારું –એ પાઠ માનતા. ८. वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा । અવશ્વાસણ (આગળ જયાં મુકાય તે સ્થાન) વા ! Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧. ભિક્ષા ૭૧ ર કેવલી ભગવાને ઘણા ાષા બતાવ્યા છે. જેમ કે તે માર્ગે જતાં ઠાકર કે લથડિયું ખાઈ પડી જવાય; અને તેમ થતાં ત્યાં પડેલાં મળમૂત્ર વગેરેથી શરીર ખરડાય વગેરે. કાઈ કારણે (અર્થાત્ બીજો માર્ગ હોવાથી ત્યાં જવું જ પડે તેમ હાય, અને ત્યાં જતાં) તેવું થાય તે શરીરને સજીવ, ભીની કે કચરાળી જમીન વડે, કે સજીવ પથ્થર કે ઢેફા વડે કે સજીવ (સળેલા) લાકડા વડે” ન લૂછવું કે કાઠું કરવું;" પરંતુ ક્રાઈની પાસેથી નિર્જીવ ધાસ, પાન, કાઇ ક્રુ રેતી માગી લાવવાં, અને એકાંત સ્થળમાં (બળેલી નિજીવ ગા જોઈતપાસીને તથા સાફ કરીને ત્યાં સાવધાનીથી શરીર લૂછ્યું કે કારું કરવું. [૫/૨] તે જ પ્રમાણે જે માર્ગમાં વચ્ચે વકરેલાં. પશુ વગેરે ઊભાં હાય; કે જે માર્ગે ખાડા, ખીલા, કાંટા, ઢાળાવ, તા, ખાડામૈયા કે કાદવ હાય; અથવા જ્યાં ફૂકડા, કાગડા વગેરે પક્ષીએ કે ભૂંડ વગેરે જાનવરો બલિ ખાવા ટાળે મળ્યાં હોય; તે માર્ગે થઈ તે પશુ ૧ આ વાકથ હવેથી અનુવાદમાં છેડી દીધું છે. આ તથા પછીનાં અચચનામાં કાંઈ પણ કારણ બતાવતાં તે વાકચ અચૂક આવે જ છે. ૨. મૂળમાં તે વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, ચૂંક, વમન, પિત્ત, પરુ, વીર્ય તથા રુધિર – એટલાં ગણાવ્યાં છે. ૩. અન્તરઢિયા (મસહિતથા) = પૃથ્વીકાયને સંલગ્ન અને તેથી ચિત્ત, ૪. જોજાવાÉત્તિ (ઘુળી7) ૬ । ઉપરાંત એની પછી, જેની ઉપર જીવ હેાચ, ઈંડાં હાય, પ્રાણી-ખીજ-હરિયાળી (વગેરે, પા. ૭૪ની નેધ રમાં ગણાવેલ આખી ચાદી) એટલું વધારે છે. ૫. મૂળમાં આટલાં ક્રિયાપદ છે : ગામનેન, મળૅન, સંજિન, उट्टे ज्ज, भाषावेज्ज पथावेज्ज । ૬. મૂળમાં બળદ, પાડા, માસ, અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડા, રીંછ, તરચ્છ (વાધની એક જાત), ગેડા (પરસર), શિયાળ, ખિલાડી, કૂતરા, વરાહ, લેામડી (કેાતિય), ચિત્તો (ચિત્ત-ચિટ્ટઢળ) એટલાં નામ છે. ૭. ઘણી. ૮. મિહુવા (ફાટેલી કાળી જમીન). Page #89 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીના આચારધર્મ ભિક્ષા માટે ન જવું. પણ બીજો રસ્તો લાંબા હોય તેાય ત્યાં થઈ તે જવું. [૫/૭-૪] ७२ ભિક્ષા માગવા કેવી રીતે જવું? ભિક્ષુએ ભિક્ષા માગવા જતી વખતે પેાતાનું વસ્ત્ર, પાત્ર, રોયણું વગેરે સર્વ સાધન સાથે લઈ તે જવું. તે જ નિયમ સ્વાધ્યાય કરવા જતી વખતે, મળમૂત્ર કરવા જતી વખતે કે ગામપરગામ જતી વખતે પણ સમજવા. પરંતુ, જ્યારે દૂર સુધી વરસાદ વરસતા જણાય, કે દૂર સુધી ધૂમસ પડતું દેખાય, કે જોરથી વાતા પવનથી ધૂળ ઊડેલી દેખાય, કે ઘણાં જીવજંતુ આમતેમ ઊડતાં દેખાય, તે બધું સાધન સાથે લઈને ભિક્ષા માગવા કે સ્વાધ્યાય વગેરે કરવા ન નીકળવું. (એટલે કે, કાંઈ કારણે જવું પડે તે બધું જ સાથે ન લેવું.) [૩/૮૯] ભિક્ષા માગવા કેવી રીતે ન જવું? ર ભિક્ષુએ ગૃહસ્થને ધેર ભિક્ષા માગવા ફ્રાઈ અન્ય સંપ્રદાયના માણસ સાથે, ગૃહસ્થ સાથે કે પોતાના જ ધર્મના પશુ કુશીલ સાધુ સાથે ન જવું-આવવું; તથા તેમને આહાર ન દેવા કે દેવરાવવા. આ જ નિયમ સ્વાધ્યાયે, દિશાએપ અને ગામપરગામે તીઆવતી વખતે પણ સમજવા. [૧/૯] ભિક્ષુએ ભિક્ષા માગવા જ્તી વખતે ગૃહસ્થના ઘરના ડાળઝાંખરાંથી બંધ કરેલા દરવાજે તેની રજા વિના તથા જીવજંતુ જોયા-ઝાડવા વિના ઉધાડવા નહીં કે અંદર જવું-આવવું નહીં. પ્રથમ ૬ ૧. મૂળ : ‘મદન” = ૨. બ્રાહ્મણ વગેરે યાચક ૩. પેાતે દાષત્યાગી હાઈ ને”(હિ) - એટલું મૂળમાં વધારે છે. ૪. મૂળ : ‘વિહારભૂમિ’એ જતાં. ૫. મૂળમાં ‘વિચારભૂમિ એ જતાં. ૬. ટવયિા । પકરણ’. ગૃહસ્થા. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ૧. શિક્ષા તેની રજા લઈને તથા ઈ-ઝાડીને સાવધાનતાથી તે ઉઘાડવો કે અંદર જવું-આવવું. [૫/૪] ભિક્ષુએ ભિક્ષા માગવા જતી વખતે ગૃહસ્થને ઘેર શ્રમણ, બ્રાહ્મણ વગેરે યાચકને પિતાની અગાઉ દાખલ થયેલા જોઈ તેમની સામે બારણા પાસે ઊભા ન રહેવું કે તેમને વટાવીને અંદર જવું નહીં કે માગવું નહીં, પરંતુ કેઈને અવરજવર ન હોય તેવા એકાંત સ્થળમાં કોઈની નજરે ન પડાય તેવી રીતે ઊભા રહેવું અને જ્યારે જણાય કે તે બધા આહાર લઈને અથવા ન મળવાથી એમ ને એમ પાછા ચાલ્યા ગયા, ત્યારે સાવધાનતાથી અંદર જવું અને માગવું. નહીં તે, તે મુનિને આવેલ દેખી ગૃહસ્થ પેલાઓને અવગણને કે તેને માટે ન બનાવીને તેને આહાર આપે. માટે સાધુએ તેમ ન કરવું. આ પ્રતિજ્ઞા, આ હેતુ, અને આ ઉપદેશ ભિક્ષુઓને પહેલેથી ઉપદેશવામાં આવ્યું છે. [૫/૫ ભિક્ષુએ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે જતી વખતે તેના દરવાજાની સાખને અઢેલીને ન ઊભા રહેવું, કે તેને પાણી ઢળવાને કે કેગળા કરવાને સ્થાનકેન ઊભા રહેવું, કે તેના સ્નાન કરવાના કે મળત્યાગ કરવાના સ્થાનકે નજર પડે તેવી રીતે કે તેના માર્ગમાં ઊભા ન રહેવું; તથા ઘરની બારીઓ, કે કામચલાઉ આડ કે છિદ્ર કે પાણિયારા તરફ હાથ ઊંચા કરીને કે આંગળી કરીને કે ઊંચાનીચા થઈને ન જેવું. તેણે ગૃહસ્થ પાસે (અમુક આપે એમ) આંગળી કરીને વાંચવું નહીં, કે તેને આંગળીથી હલાવીને, ટકેરીને, ખજવાળીને કે ૧. મળમાં તે બે ઉપરાંત, ગામપિલગ ગામમાં ભીખ માગી રહેનાર), અતિથિ (વટેમાર્ગ), કુપણ (દીન-ગરીબો અને વાણીમય (રાવળિયા ચારણ વગેરે ચાચક) – એ પણ છે. २. दुवारसाह । 3. चंदणिओयये (आचमनोदकप्रवाहभूमौ)। ૪. વહુવિવા Page #91 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધમે નમસ્કાર કરીને કાંઈ માગવું નહીં, તેમ જ તે ન આપે તે કોર વચન કહેવું નહીં. [૬/૨-૩] ભિક્ષા માગવા ક્યારે ન જવું? ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા જતાં માલૂમ પડે કે, ત્યાં હજુ ગાય દેવાય છે, ભોજન રંધાય છે તથા બીજા(યાચકો)ને હજ કાંઈ અપાયું નથી; તે ત્યાં ભિક્ષા માટે દાખલ થવું નહીં, પરંતુ આજુબાજુ ક્યાંક જવર અવર વિનાને સ્થાને કેઈની નજરે ન પડાય તેવી રીતે ઊભા રહેવું, પછી જ્યારે માલૂમ પડે કે, ગાયે દેવાઈ ગઈ, ભજન રંધાઈ ગયું અને યાચકોને અપાઈ ચૂકયું, ત્યારે સાવધાનતાપૂર્વક જવું. [૪ ૪. કઈ ગામમાં વૃદ્ધાવસ્થાને કારણે સ્થિર વાસ કરનારા (સમાણુ') કે મહિને મહિને રહેનારા (“વસમાણુ”) ભિક્ષુકે ગામેગામ ફરતા ભિક્ષને એમ કહે કે, “આ ગામ ઘણું નાનું છે, અથવા મેટું હોવા છતાં સૂતક આદિને કારણે ઘણું ધર ભિક્ષા માટે બંધ છે; માટે, આપ બીજા ગામે પધારે” – તે ભિક્ષુએ તે સાંભળી તે ગામમાં ભિક્ષા માટે ન જતાં બીજા ગામે ચાલ્યા જવું. [૪/૫] ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા જતાં એમ જણાય કે ત્યાં પુષ્કળ માંસ, મત્સ્ય વગેરેથી કાંઈ ઉજાણી કે જમણ થાય છે અને તેને નિમિત્તે વસ્તુઓ લવાય છે; તથા માર્ગમાં ઘણાં જીવજંતુ, બીજ તથા પાણી વગેરે પડેલ છે; અને ત્યાં શ્રમણ, બ્રાહ્મણ વગેરે યાચક્રની ઘણી ભીડ છે અથવા થવાની છે, અને તેથી ત્યાં પોતાનું જવું ૧. મૂળમાં તેના પ્રકાર આમ જણાવ્યા છે: આહણ – વરને ઘેર વહુ લગ્ન બાદ પ્રથમ વાર આવે ત્યારે થતું; પ્રહણ - દીકરીને વરને ઘેર એકલતાં દીકરીના બાપને ત્યાં થતું; હિંગેલ – મરણ પછીનું અથવા ચક્ષાદિની યાત્રાના નિમિત્તનું; તથા સંમેલ– પરિજનના સંમાનમાં કરેલું કે ગેાછી ભેજન. ૨. મળમાં પ્રાણે, બીજ, હરિયાળી, એસ, પાણી, કીડિયારાં, લીલ, ભીની માટી અને કરોળિયાનાં જાળાં –એટલા શબ્દ છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧. શિક્ષા ૭૧ ભાવવું કે વાચન-મનન નિર્વિઘ્ને થઈ શકે તેમ નથી; તે ત્યાં તેણે ભિક્ષા માટે ન જવું. પરંતુ તે એમ જણાય કે ત્યાં માર્ગમાં જીવજંતુ આદિ ઘણાં નથી, તથા ભીડ પણ ઘણી થવાની નથી અને તેથી વાચન-મનન નિર્વિંદને થઈ શકશે, તે ત્યાં જવું. [૪/૧-૨] २ જમણવાર ભિક્ષુએ અમુક ઠેકાણે જમણવાર (સંખડિ) છે એમ જાણી, બે ગાઉ જેટલી મર્યાદાની અંદર પણ તેની આશાએ ભિક્ષા માટે ન જવું. પરંતુ, પૂર્વ દિશામાં જમણવાર છે એમ જાણી તેની લાલચ કર્યાં વિના પશ્ચિમમાં ચાલ્યા જવું; અને પશ્ચિમમાં છે એમ જાણી પૂર્વ તરફ ચાલ્યા જવું. એ જ પ્રમાણે ઉત્તર અને દક્ષિણ દિશાનું પણ સમજવું. ટૂંકમાં, ગામ, નગર કે કોઈ પણ ઠેકાણે જમણુવાર છે એમ જાણ્યા પછી ત્યાં ન જવું. કેવલી ભગવાને કહ્યું છે કે, ત્યાં જવું એ પાપ (કર્મબંધનનું સ્થાન) છે. કારણ કે, જમણવારમાં તેને ર ૧. મૂળમાં વાચન, પુઋણ, અનુપ્રેક્ષા(ચિંતન), પરિવર્તન (પુનરાવર્તન) અને ધર્માનુયોગચિંતા (જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું – ધર્માંપદેશ) – એટલાં છે. ૨. ટીકાકાર અહીં એમ ઉમેરે છે કે, આવી માંસભિક્ષા મળવાને સ્થળે જવાનું પણ રાગ, દુર્ખળતા વગેરે અપવાદને કારણે જ હાય. ૩. મૂળમાં આટલાં નામ છે: ગ્રામ (ગ્રામધાં ત્યાં વધારે હોય છે માટે; અથવા કર વગેરે આપીને ત્યાં જઈ શકાય છે માટે. ~ ટીકા), નગર (કર ભર્યાં વિના જઈ શકાય તે નકર.— – ટીકા), ખેટ (માટીની દીવાલવાળું), કર્મેટ (નાનું નગર), મડંખ (ચારેબાજુ અર્ધા યાજન સુધી ખીજું ગામ ન હોય તેવું), પત્તન (મેટું શહેર), આકર (ખાણવાળું ગામ), દ્રોણમુખ (જળ-સ્થૂળતા અને માર્ગવાળું), નિગમ (વાણિયાઓનું સ્થાન), માશ્રમ (તીર્થસ્થાન), રાજધાની અને સંનિવેશ (ગામ બહારનું પૂરું અથવા કાકલાનો પડાવ). Page #93 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ વિવિધ દેવયુક્ત ભિક્ષાન્ન જ મળશે; જુદે જુદે ઘેરથી થોડે થોડો ભેગે કરેલે, નિર્દોષ આહાર નહીં જ મળવાનો. વળી ગૃહસ્થ તે ભિક્ષુને કારણે નાના દરવાજાવાળી જગાઓ (લે કે દર્શન કરવા આવશે અને ભીડ થશે એમ માની) મેટા દરવાજાવાળી કરશે; કે મોટા દરવાજાવાળી જગાઓને નાના દરવાજાવાળી કરશે; સમા સ્થાનકાને (કોઈ પેસે નહીં માટે) વિષમ બનાવશે કે વિષમ સ્થાનને સમ બનાવશે; બહુ પવનવાળા સ્થાનકને નિવૃત બનાવશે કે નિર્યાત સ્થાનને પવનવાળું કરાવશે; તથા “અકિચન સાધુને પથારી કરી આપવા યોગ્ય’ કહ્યો છે, એમ માની, ઘરની અંદરની કે બહારની વનસ્પતિ તથા હરિયાળી કપાવી કે તેડાવી નખાવશે તથા તેને માટે સાથરે પથરાવશે. માટે નિર્ગથ સંયમી મુનિએ (જાતકર્મ, વિવાહ વગેરે જેવા) પહેલાં કરાતા કે (શ્રાદ્ધ વગેરે જેવા) પછી કરાતા જમણવારોમાં ભિક્ષા માટે ન જવું. [૨/૫-૭ વળી, જમણવારમાં વધારે પડતું કે વૃષ્ટ ભજન ખાઈપીને બરાબર પચી ન શકવાથી ઝાડા ઊલટી કે શાદિક રોગે પણ થાય. વળી, ત્યાં ભેગાં થયેલાં ગૃહસ્થ, ગૃહસ્થાની સ્ત્રીઓ, સાધુઓ અને ૧. મૂળમાં નીચેના આઠ દેશે જણાવ્યા છે: સાધુને ઉદ્દેશીને તૈયાર કરેલું તે આધાર્મિક; પોતાને માટે રાંધેલું પણ સાધુને માટે અંદર વધુ ગળપણ વગેરે નાખી સારું કરેલું તે ઓશિક; સંયત-અસંયત બધા માટે પહેલેથી રાંધેલું તે મિશ્ર; ખરીદી અાણેલું તે કીત; ઊછીનું આણેલું તે પામિર્ચ; ઝુંટવી આણેલું તે આંચ્છિઘ; સહિયારી માલકીનું બધાની પરવાનગી વિના આપેલું તે અનિસૃષ્ટ; અને ઘેરથી કે બહારગામથી મુનિને સામે લાવીને આપેલું તે અભ્યાહત. ૨. મૂળમાં એસિય અને સિય' શબ્દ છે. એષણ એટલે સ્વીકારવા યોગ્ય અને વૈષિક એટલે માત્ર સાધુ નાણુને આપેલઃ સગે જાણીને કે કાંઈ કામકાજના બદલામાં નહીં આપેલો. ૩. “gણ વિનું નામ લેનાર અલ્પત્તો (મrdar)” એ પાઠ પ્રમાણે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧. શિક્ષા ' સાધ્વીની સોબતમાં મદિરા પી, મત્ત થઈ તે ત્યાં જ બધાંની ભેગે લથડી પડે અને પાછી પિતાને ઉતારે ન જઈ શકે; પછી નશાના આવેશમાં ભાન ભૂલી જાતે સ્ત્રી વગેરેમાં આસક્ત થાય કે સ્ત્રી વગેરે તેને લેભાવી, એગ્ય સ્થળ-કાળ બતાવી મૈથુનમાં પ્રવૃત્ત કરાવે. [૩/૧-૨] વળી, ત્યાં અનેક યાચકે ભેગા થઈ જવાથી ભીડભીડા, (તથા રાંધ્યા કરતાં વધુ યાચકે આવવાથી) ધક્કામુક્કી કે મારમારા પણ થાય. તે વખતે હાથપગ કચરાય, માર પડે, કઈ ધૂળ નાખે કે પાણી છાંટે. પેલે ગૃહસ્થ ઘણુ યાચકને આવેલા જોઈ તેમને નિમિત્તે ફરી વધારે રાંધે તો ઉદ્દેશીને કરેલ દેષિત આહાર મળે અથવા જે મળે તેની ખૂટંણૂંટા થાય. આમ જમણવારમાં ભગવાને અનેક દેશે બતાવ્યા છે. માટે ભિક્ષુએ જમણવારમાં ભિક્ષા માગવા ન જવું; પણ થોડે થોડે નિર્દોષ આહાર અનેક ઘેરથી માગીને ખાવ. [૩/૩-૪]. કે આહાર લે-ન લેવે ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જતાં એમ જણાય કે ગૃહસ્થ જે આહાર પોતાના હાથમાં કે પાત્રમાં લાવ્યો છે, તે ઝીણાં જંતુ, ગ, બીજ કે હરિયાળી જેવી સજીવ વસ્તુઓથી મિશ્રિત છે, કે ઠંડા સજીવ પાણીથી ભીંજાયેલ છે, કે તેના ઉપર સજીવ ધૂળ પડેલી છે; તે તે આહાર દોષિત જાણું ન લે. કદાચ ભૂલથી લેવાઈ જાય, તે તેને લઈને એકાંત સ્થળમાં વાડામાં (આરામમાં) કે અપાસરામાં જવું અને ત્યાં નિર્જીવ જગાએ બેસી, તે આહારમાંથી જીવજંતુ વગેરેવાળો ભાગ જુદો પાડી તથા જીવજંતુ વીણી કાઢી, બાકીને આહાર સંયમપૂર્વક ખાઈ-પી જ; અને જે ખાઈપી ૧. કુવાળી ૨. પા. ૭૪ નોંધ ૨માં જણાવેલ સજીવ પદાર્થો વિનાની. વધારામાં અહીં ઈંડાં છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચારધર્મ શકાય તેવો ન હોય, તેને લઈ એકાંત સ્થળમાં જઈ બળેલી જમીન ઉપર કે હાડકાંના, કીટના, તુષ(ફતરાં)ના, કે છાણ વગેરેના ઉકરડા ઉપર જે-તપાસી, સાફ કરી, સંયમપૂર્વક નાખી આવે. ૧/૧૨ ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે જતાં એમ જણાય કે અમુક ધાન્ય, ફળ કે ફળી વગેરે, છરી વગેરેથી કે અગ્નિથી તેડ્યાં, કાપ્યાં કે રાંધ્યાં ન હોવાથી આખાં તથા સજીવ છે, તથા તેમની ઊગવાની શકિત હજુ નાશ નથી પામી; તે તે પદાર્થો ગૃહસ્થ આપતો હોય છતાં ન લેવા. કારણ કે તે સજીવ છે, તથા પિતાને ભિક્ષામાં લેવા અયોગ્ય છે. પરંતુ જે તે પદાર્થો રાંધી, શેકી, તેડી કે કાપીને નિર્જીવ કરેલા માલુમ પડે, તે લેવા. [૧/૩-૪] પવા, મમરા, ધાણુપક વગેરે એક જ વાર શેક્યાં હેવાથી સજીવ જેવાં હેય, તે તે પણ ન લેવાં; પરંતુ બે કે ત્રણ વાર શેકવાથી પૂરેપૂરાં નિર્જીવ થયેલાં હોય, તે જ લેવાં. [૧/૫-૬] | મુનિએ કંદ, ફળ, પળ, મેર, કેળ વગેરેને ગર્ભ તથા અઝબીજ, મૂળબીજ, શાખાબીજ કે પર્વનીજ તમામ વનસ્પતિઓ છરી વગેરેથી કપાઈને નિર્જીવ થયેલ ન હોય ત્યાં સુધી ન લેવી. તે જ પ્રમાણે પીપર, મરચાં, આદુ કે તેમનાં ચૂર્ણ, ઉંબરે, વડ, પીપળી, પીપળે વગેરેનાં ચૂર્ણ (“મંથે'), કાચાં કે થોડાં પીસેલાં હેઈ, સજીવ જણાય, તે ન લેવાં. અધધધ રધાયેલ શાકભાજી, કે સડેલી યા ખરી થયેલી ખેળ-મધ-મધ-ઘી વગેરે વસ્તુઓ કે જે જૂની થવાને લીધે તેમાં જીવજંતુ થયાં હોય અને જીવતાં હોય, તે પણ ન લેવી. શેરડી વગેરેમાં કાણું પડયાં હોય, તેમને રંગ કાળો પડી ગયો - ૧. મૂળમાં નીચેના શબ્દ છે: પિહુચ(પૃથક, લાજા, પૌંવાદ), બહરય ધાણી), ભુજિજય (અગ્નિમાં અર્ધા શેકેલ ડાં– પંક), મધુ (ઘલ વગેરેને અને કરલું ચૂર્ણ), ચાહલ (તડુલ), ચાઉ૫લંબ (તનું ઠંડું). २. भामर्थ दुरुक साणुबीयं । Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧. શિક્ષા હેય, તેમની છાલ તરડાઈ ગઈ હોય, કે વરુ, શિયાળ વગેરેએ તેમને કરડેલાં હેય, તે પણ તેમને છરી વગેરેથી નિર્જીવ ન કર્યા હોય ત્યાં સુધી ન લેવાં. તેમ જ ધાન્યના દાણું, દાણાવાળા કુશકા, દાણાવાળી રોટલી, ચોખા, ચેખાને લેટ, તલ, તલના લેટ, તથા તલપાપડી વગેરે ચુરાઈને પૂરેપૂરાં નિર્જીવ થયાં ન હોય, ત્યાં સુધી ન લેવાં. [૮/૩-૧૫ ભિક્ષુ અથવા ભિક્ષુણીએ ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જતાં કોઈને જમતું દેખી તેને કહેવું, “હે આયુષ્યન્ ! અથવા હે બહેન! આ ભજનમાંથી મને કાંઈક આપશો? આ સાંભળી તે પોતાના હાથ, પાત્ર, કડછી કે વાસણ ઠંડા સજીવ પાણીથી કે (ઠરીને સજીવ થયેલા) ઊના પાણીથી ધેવા માંડે, તે તેને કહેવું કે, “તમે હાથ કે વાસણ સજીવ પાણીથી જોયા વિના જ મને જે આપવું હોય તે આપ.” આમ છતાં તે ગૃહસ્થ હાથ વગેરે જોઈને જ ભિક્ષાન આપવા માંડે, તે તેને સજીવ તથા સદોષ જાણી ન લેવું. તે જ પ્રમાણે ગૃહસ્થના હાથ ભીના હોય કે ભેજવાળા હોય અથવા ધૂળ, માટી કે બીજી સજીવ વસ્તુથી ખરડાયેલા હોય, તે પણ તેવા હાથે અપાયેલે આહાર ન લે. પરંતુ તેના હાથ તેવા કશાથી ખરડાયેલા ન હોય, કે જે અન્ન આપતો હોય તેનાથી જ ખરડાયેલા હોય, તે તે આહાર નિવ તથા નિર્દોષ જાણ લે. [૬/૬-૭]. - ધાણી, પવા, પક, તંદુલ વગેરે ભિક્ષુકને આપવા માટે જીવજંતુ, જાળાં, બીજ કે વનસ્પતિ જેવી સજીવ વસ્તુઓવાળી શિલા ઉપર ગૃહસ્થ વાટયાં હોય છે, તે વાટતે હેય, કે વાટવાને હોય; ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૧. - ૨. મૂળમાં તે વસ્તુઓનાં નામ આ પ્રમાણે છે: ધૂળ, માટી, ઉસ, હડતાળ, હિગળાક, મનઃશિલ, અંજન (સુરમ), લણ, ગેરુ, પીળી માટી (વણિકા), ખડી (સેડિયા), ફટકડી (સેરઠ્ઠિયા), ચોખાને ભૂકે (પિ), કશી કે લીલાં પાનને ચૂરે (૩) વગેરે. Page #97 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચારધમ તથા પવનમાં ઊપડ્યાં હોય, ઊપણતો હોય કે ઊપયુવાને હેય; તે તે પૌંવા વગેરે ભિક્ષુએ સજીવ અને સદેષ જાણી ન લેવા. તે જ પ્રમાણે તેવી શિલા ઉપર પીસેલાં બીડ, લૂણુ અથવા દરિયાઈ લૂણુનું પણ સમજવું. [૬/૮-૯] ગૃહસ્થને ઘેર હજુ અગ્નિ ઉપર જ ચડેલે પડ્યો હોય તે આહાર ભિક્ષુએ સદેવ જાણી, આપવા છતાં ન લે. કારણ કે, ભિક્ષ માટે તેમાંથી આહાર કાઢતાં કે પાછો નાખવા જતાં, તેને હલાવતાં, કે તે વાસણને ઉતારતાં કે આવું પાછું કરતાં ગૃહસ્થ અગ્નિ-જીવોની હિંસા કરશે. [૬/૧૦] ' ગૃહસ્થ ભીંત ઉપર, થાંભલા ઉપર, માયા ઉપર, માળ ઉપર, અગાશી ઉપર કે એ બીજે ઊંચે સ્થળે રાખેલે આહાર લાવીને ભિક્ષને આપવા માંડે, તે તે સદેવ જાણીને ન લે. કારણ કે તે સ્થળેથી આહાર લાવી આપવા બાજઠ, પાટિયાં, નિસરણી કે ખાંડણિયે માંડી ચડવા જતાં ગૃહસ્થ પડી જાય, તો તેના હાથપગ વગેરે અવયવો ભાંગી જાય તેમ જ બીજા જીવજંતુ પણ હણાય. તે જ પ્રમાણે કેઠી, કે ભેયમાં બેઠેલા કેટલામાં મળે આહાર કે જેને લાવવા માટે ગૃહસ્થને ઊંચાનીચા કે આડા થવું પડે, તે પણ ન લે. [૭/૧૨] માટીથી લીંપીને બંધ કરેલ આહાર પણ ન લે. કારણ છે. તેને કાઢવા જતાં અને ફરી પાછો તેને લીપી બંધ કરવા જતાં અનેક પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવની હિંસા ૧. પાણી ૩ એટલું મૂળમાં વધારે છે. ૨. મૂળ: હાથ, પગ, બાહુ, ઊરુ, ઉદર, શીષ કે બીજા અવયવ. (વિકાસ). ૨ ૩. પ્રાણ, ભૂલ, જવ, સત્ત. તેમને ઈજા પહોંચવાનાં ક્રિયાપદે મળમાં આધ્યાં છે: અમિળે છે, વજન, એલેન, , સંઘm, ઘનિ , किलामेज्ज वा ठाणामओ ठाण संकामेज्ज वा। ૪. જેના Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧. શિક્ષા થાય. સજીવ પૃથ્વી, પાણી, વનસ્પતિ કે ત્રસ જીવે ઉપર મૂકેલે આહાર પણ ન લે. [૭/૩-૪ જે આહાર અતિ ઊને હવાથી, ગૃહસ્થ તેને સૂપડા, વીંજણા, પંખા, પાન, શાખા, પીંછાં, કપડાં, હાથ કે મેં વડે ફૂંકીને કે વીંછને ઠંડો કરીને આપવા માંડે, તે તેને પણ ન લે. પરંતુ તેને પહેલેથી કહી દેવું કે, તેમ કર્યા વિના જ આહાર આપ હેય તે આપ. [ ૭/૫] મુનિએ શેરડીની ગાંઠ કે ગાંઠવાળો કકડે, શેરડીની છાલ, શેરડીની ગડેરી, શેરડીની લાંબી શાખા કે તેને ભાગ, તથા બાફેલી મગની કે વાલની ફળી જેવી વસ્તુઓ, કે જેમાં ડું ખાવાનું અને બહુ છાંડવાનું હોય છે, તેવી ચીજો ન લેવી. તે જ પ્રમાણે બહુ હાડકાંવાળું માંસ કે બહુ કાંટાવાળી માછલી પણ ન લેવી. ગૃહસ્થ તેવા માંસમસ્ય આપવા માંડે તે તેને કહેવું કે, તારે આપવું હોય તે માત્ર ગર્ભ આપ. અને છતાં ગૃહસ્થ ઉતાવળથી તેના વાસણમાં હાડકાં-કાંટાવાળું જ નાખી દે, તે એકાંત સ્થળમાં જઈ ઉપર આવી ગયેલ વિધિ પ્રમાણે ખાઈ લઈ તેમાંને નકામે નકામે ભાગ નિર્જીવ સ્થળમાં નાખી આવ. [૧૪-૬]. (ભિક્ષુએ ખાંડ માગી હોય અને) ગૃહસ્થ (ભૂલથી) દરિયાઈ કે બીડ લૂણ લાવીને આપે; અને તે જે ભિક્ષુની નજરે પડે તે તે ન લેવું. પરંતુ ગૃહસ્થ ઉતાવળથી પાત્રમાં નાખી દે અને પછી ભિક્ષને ખબર પડે, તે તે બહુ દૂર જ રહે ત્યાર પહેલાં તેની પાસે જઈને તેને પૂછવું કે, આ તમે મને જાણુતાં દીધું છે કે અજાણતાં? તે જે કહે કે, “મેં જાણતા નથી દીધું, પણ હવે હું ખુશીથી આપને આપું છું,” તે તેને ખાવાના ઉપયોગમાં લેવું. વધારાનું નજીકના સમાનધર્મી મુનિઓને આપી આવવું. અને તેવા સાજન, હરિ ! મ. આ.-૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨ કાઈ ન હાય, તા વધી પડેલા આહારના સ્થળે નાખો આવવું. [૧૦/૭] મહાવીરસ્વામીને આચારધમ વિધિ પ્રમાણે નિર્જીવ જે આહારગૃહસ્થે એક કે અનેક (સ્વધર્મી-જૈન) સાધુ કે સાધ્વીને ઉદ્દેશીને કે અમુક ગણુતરીબંધ શ્રમજી, બ્રાહ્મણુ વગેરેને ઉદ્દેશીને ભૂતપ્રાણાની હિંસા કરીને તૈયાર કર્યાં હાય, ખરીદી આણ્યા હાય, ઉછીના આણ્યા હોય, ઝૂંટવીને આણ્યા હાય, (સહિયારી માલકીના હાઈ, બધાની) રજા વિના આણ્યા હાય, કે પોતે ઘેરથી ૐ ગામથી મુનિને સામેા આણીને આપ્યા હોય; તે આહાર સદોષ જાણી, ભિક્ષુએ હરગિજ ન લેવા. [૧/૧૧-૨ પરંતુ જે આહાર ગૃહસ્થે અમુક ગણુતરીબંધ નહીં, પણુ અનેક શ્રમણુ બ્રાહ્મણુ, વગેરેને માટે ઉપર પ્રમાણે તૈયાર કર્યાં હાય, તે પણુ જ્યાં સુધી બધાને અપાઈ રહ્યા પછી ગૃહસ્થે પાતાનેા ગણી પેાતાને માટે રાખ્યો ન હાય, કે પાતે ખાવા બહાર કાઢયો ન હેાય, કે ખાધા ન હેાય, ત્યાં સુધી ન લેવા. પરંતુ, બધાને અપાઈ રહ્યા પછી, ગૃહસ્થે પેાતાને ગણી પેાતાને માટે રાખ્યા હાય, તે તે નિર્દોષ જાણી લેવા. [૧/૧૩ ર તે જ પ્રમાણે આઠમના પાષધવ્રતના ઉત્સવને પ્રસંગે, કે અર્ધમાસિક, માસિક, દ્વિમાસિક, ચતુર્માસિક કે છ માસિક ઉત્સવને પ્રસંગે, કે ઋતુના અથવા તેના આદ્ય કે અંત્ય દિવસના પ્રસંગે, કે ૩ ૧. એટલે કે પાંચ બ્રાહ્મણ, ચાર શ્રમણ, બે અતિથિ – એ પ્રમાણે, ૨. મૂળમાં : અનુભિંતર. વાિ મનીહર બળત્તટ્વિયં, અરિમુત્ત, અળાસેવિતા ‘પુરુષાન્તરકૃત’ એટલે પુરુષાંતર સ્વીકૃત (જુએ વજ્રાધ્યયન સૂત્ર-૩૬૭, ટીકા). એટલે કે, જેમને આપવાના હતા તેમણે લઈ લીધેા, બાદ વધેલા, તથા જ્ઞાતા ગૃહસ્થે પેાતાને ગણી, પેાતાના ઉપયેગ માટે રાખેલે. ૩. મૂળ: ૩૩×ધીમુ (ઋતુસંધિયુ), ૩૭થટ્ટ મુ (ઋતુપરિવતેંજી), Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧. શિક્ષા મેળે,૧ શ્રાદ્ધ કે દેવદેવીના મહોત્સવને પ્રસંગે શ્રમણ, બ્રાહ્મણ વગેરે યાચકને એક કે અનેક હાંડીમાંથી, કુંભીમાંથી, ટપલીમાંથી કે કઠલામાંથી જે આહાર પીરસાતે હેય, તે પણ જ્યાં સુધી બધાને અપાઈ ગયા બાદ, આપનાર ગૃહસ્થ પિતાને ગણી સ્વીકાર્યો ન હોય, ત્યાં સુધી સદેષ જાણીને ન લે. પરંતુ તેને એમ જણાય કે, જેમને એ ભેજન આપવાનું હતું તેમને અપાઈ ચૂક્યું છે, અને હવે તે ગૃહસ્થના ઘરનાં માણસો જ તેને ખાય છે, ત્યારે તે ગૃહસ્થની સ્ત્રી, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, દાઈ, દાસ, દાસી, નોકર કે કરડીને જોઈને ભિક્ષુએ તેમને કહેવું: “આયુષ્યમાન” અથવા “બહેન”, તમે આ ભોજનમાંથી મને કાંઈ આપશે ?” એમ કહેવાથી કે માગ્યા વિના તેવા પ્રકારનો. આહાર પેલે જે લાવીને આપે, તે તે નિર્દોષ જાણી લેવું. [૨/૧,૩૪ કેટલાક ભદ્ર પ્રકૃતિના ગૃહસ્થ જ્ઞાન, શીલ, વ્રત, ગુણ, સંયમ, સંવર અને બ્રહ્મચર્યધારી ઉત્તમ મુનિઓ પિતાને માટે તૈયાર કરેલ આહાર સ્વીકારતા નથી એમ જાણી એમ વિચાર કરે છે કે, આપણે માટે કરેલું ભોજન આપણે તેમને આપી દઈ આપણે માટે બીજે તૈયાર કરીશું. મુનિની જાણમાં એ વાત આવે તે તેણે તેમનું તેવું અન્નપાન સદેવ જાણું ન લેવું. [૧] ૧. મૂળઃ “મવાર. ૨. five નિવાસુ. ૩. મળમાં ઈંદ્ર, છંદ, અદ્ર, મુકુંદ, ભૂત, યક્ષ, નાગ, સ્તૂપ, ચૈત્ય, વૃક્ષ, ગિરિ, હરિ (ગુફા), કૂવે (ગડ), તળાવ, ધરો, નદી, સરોવર, સાગર અને ખાણના મહત્સવના પ્રસંગોને ઉલ્લેખ છે. ૪. મૂળઃ મહેસુ. ૫. મૂળમાં એકથી ચાર સુધી સંખ્યા ગણાવી છે. ૬. મળ : ૩૩ ૭. મળમાં “સંનિધિસંચય' શબ્દ છે. ટીકાકાર તેને અર્થ “દૂધ વગેરને સંચય' એ કર છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ કાઈ ગામમાં પેાતાનાં સગાં રહેતાં હોય; તે તેમને ઘેર ભિક્ષા માગવા જ્તી વખતે ભિક્ષાકાળ પહેલાં ન જવું; કારણ કે, તેને જોઈ, પેલાં તેને માટે ખાસ આહાર રાંધવા માંડશે. કદાચ ભિક્ષાકાળ અગાઉ ત્યાં જઈ ચડાય, તેા તેણે કાઈ દેખે નહીં તેને સ્થાને ઊભા રહેવું; અને પછી ભિક્ષાકાળ થતાં જુદે જુદે ઘેરથી નિર્દોષ આહાર માગીને ખાવા. ૪ મુનિ ભિક્ષા માટે જતાં કાઈ ગૃહસ્થ તેમને સારું ઉપકરણ કે આહાર તૈયાર કરવા માંડે, તે તેને તરત જ રાકવા; એમ ન વિચારવું કે હમણાં ભલે તૈયાર કરે, પણ લેતી વખતે ના પાડીશું. અને મનાઈ કર્યાં છતાં ગૃહસ્થ તેવું ખાનપાન તૈયાર કરીને આપવા માંડે, તે તેને હરગિજ ન લેવું. [૯/૨] ગૃહસ્થને ધેર માંસ અે મત્સ્ય તળાતાં જોઈ, કે પાણા માટે તળાતી જોઈ, જલદી જલદી દોડી તે ચીજો માગવી નહીં; કાઈ ખીમાર મુનિ માટે લાવવાની હોય તે જુદી વાત છે. [૯/૩] પૂરી જે આહાર બીજાને આપવા માટે બહાર કાઢયો હાય, તે તેની રજા વિના ગ્રહણુ ન કરવા; પરંતુ તેણે રજા આપી હોય કે જાતે આપ્યા હાય તો લેવા. [૯/૭ કેટલાંક માયાસ્થાનો ભિક્ષુ, કાઈ ઠેકાણે લગ્નમરણને કારણે જમણુવાર છે, એમ જાણી, તથા ત્યાં ચાક્કસ જમણુવાર છે' એમ નક્કી કરી, ભિક્ષા માટે ઉત્સુકતાપૂર્વક દોડી જાય; તો તે દોષને પાત્ર થાય. માટે તેમ ન કરવું, પરંતુ યાગ્ય કાળે ભિક્ષા માટે જુદાં જુદાં ધરામાં જઈ નિર્દેશ આહાર તેણે માગી લાવવા. [૩/૩] માર્કેટ્ઠાન-માતૃસ્યાત્તમ્--- છળકપટ. અનુવાદમાં બધે માત્ર ૧. મૂળ દોષ' એટલું જ રાખ્યું છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧. ભિક્ષા ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા જતાં જે આહારની બાબતમાં મુનિને, તે સદોષ છે કે નિર્દોષ છે એવી શંકા હેય, તે આહારનો મલિનાશયથી તેણે સ્વીકાર ન કર. [૩/૫ કઈ ગામમાં પિતાનાં પહેલેથી (જન્મથી) પરિચિત (સ્વપક્ષનાં) કે પછીથી (લગ્ન વગેરે કારણે) પરિચિત થયેલાં સગાંવહાલાં રહેતાં હોય : જેવાં કે ધણી, ધણિયાણ, તેમનો પુત્ર, પુત્રી, પુત્રવધૂ, દાઈ દાસ, દાસી, ચાકર કે ચાકરડી. તે સ્થળે તે ભિક્ષુ (કે ભિક્ષુણી) એમ વિચાર કરે કે પહેલાં એકલે એ લેને ત્યાં ભિક્ષાર્થે જઈશ; અને ત્યાં મને જે અન્ન (પિંડ), પાન લયસપેયી, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, મધ, માંસ, તલપાપડી, (સલિ), ગોળનું પાણી (ફાણિય), પૂય (દહીં? કે બુંદી) કે શિખંડ મળશે; તે હું પહેલાં ખાઈ-પી લઈશ; તથા વાસણ વગેરે સાફ કરી, પછી બીજા ભિક્ષુઓ સાથે ભિક્ષા માગવા બીજા ઘરોમાં જઈશ. આમ કરનારને દોષ લાગે છે. માટે તેમ ન કરવું. ભિક્ષુએ તે સાથેના ભિક્ષુઓની સાથે જ વખત થતાં જુદાં જુદાં ઘરમાંથી માગી આણેલે નિર્દોષ આહાર ખાવ. ૬િ) આ ગૃહસ્થને ઘેર તૈયાર થયેલા આહારમાંથી શરૂઆતમાં દેવ વગેરેને અર્થે અગ્રપિંડ જુદો કાઢવામાં આવે છે. તે અગ્રપિંડ કાઢવામાં આવતે, કે દેવમંદિર વગેરેમાં ચારે તરફ મૂકવામાં આવતે દેખી, તેને પૂર્વે ખાધેલું કે લીધેલ હોવાથી ઘણાય શ્રમણ બ્રાહ્મણ વગેરે જલદી જલદી તે તરફ જાય છે. તેમને દેખી ભિક્ષુ પણ ઉતાવળે ત્યાં જાય, તે તેને દેષ લાગે. [૫/૧ કોઈ ગૃહસ્થ પિતાને ઘેર શ્રમણ-બ્રાહ્મણ યાચક વગેરેને ભિક્ષા માટે ઊભેલા જોઈ) આહાર લાવીને મુનિને આપે અને કહે છે, ૧. એ મુનિ તે પા. ૭૩ ઉપર જણાવેલા નિયમ મુજબ “અવરજવર વિનાના એકાંત સ્થળમાં એક બાજુએ ઊ હોય.મૂળમાં આ અવતરણવાળે ભાગ વધારે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ આ આહાર મેં અહીં ઊભેલા તમે સર્વને આપે છે. તે તમે બધા ભેગા મળી ખાઈ લે કે વહેંચી લે.” હવે તે મુનિ મનમાં એમ વિચારે કે, “આટલો આહાર તે મારે એકલાને જ પૂરતું છે, તે તેને દોષ લાગે. માટે તેમ ન કરતાં, તે આહાર લઈ બીજા શ્રમણબ્રાહ્મણે પાસે જવું અને કહેવું કે, “આ આહાર બધાને માટે આપેલ છે. માટે તે ભેગા મળી ખાઈ લે કે વહેંચી લે.” હવે પેલામાંથી કઈ એમ કહે કે, હે આયુષ્યમ! તું જ બધાને વહેંચી આપ;” તે તેણે તે આહાર વહેંચતી વખતે પિતા તરફ ઝા કે સારો સારો આહાર ન નાખ; પણ લેલુપતા ત્યાગી, શાંતપણે બધાને સરખી રીતે જ વહેંચે. પરંતુ વહેંચતી વખતે કોઈ એમ કહે કે, “હે આયુષ્યમન તું વહેંચીશ મા; આપણે બધા એકઠા મળી ખાઈશું' તે તેમની સાથે તે આહાર ખાતી વખતે પણ કશું વધારે વધારે કે સારું સારું પોતે નહીં ખાતાં, સરખી રીતે શાંતપણે ખાવું. [૫૫] | મુનિ ભોજન માગી લાવ્યા બાદ, તેમાંનું સારું સારું ખાઈ બાકીનું નાખી દે, તો તેને દોષ લાગે. માટે તેમ ન કરતાં સારુંનરસું બધું ખાઈ જવું; નરસું નરસું છાંડવું નહીં. તેવું જ પાણીની બાબતમાં પણ સમજવું. મુનિ ખપ કરતાં વધુ ભેજન લઈ આવ્યા હેય અને નજીકમાં બીજા સમાનધર્મી મુનિઓ રહેતા હોય, તે તેમને તે વધારાને આહાર બતાવ્યા વિના કે તેમને જરૂર હોય તે લેવાનું કહ્યા વિના તેને નાખી દે, તે તેને દેષ લાગે. પેલાઓએ પણ તેમ પૂછવા આવનારને કહેવું કે, હે આયુષ્યમાન ! આમાંથી કેટલે અમારે જોઈતો હશે તેટલે વાપરીશું; અથવા બધો જોઈતો હશે તે બધે વાપરીશું.” [૬] ૧. મૂળમાં - ૩યં (શાકભાજી), સઢ (સારું સારુ), સિવું, મનુ ગિઢ સુd એટલાં ગણાવ્યાં છે. ૨. મૂળમાં:- અમુfજી, અનિદે, મrfએ માકણોવવાને વદુરના Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧. શિક્ષા મુનિએ બધા મુનિએ માટે એકઠા આહાર આણ્યા પછી, તે બધાને પૂછ્યા વિના મરજી મુજબ પેાતાના પરિચિતાને ઝઝટ આપી ન દેવા; પરંતુ તે આહાર બધાની પાસે લઈ જઈ તે કહેવું કે, મારા પૂર્વપરિચિત (દીક્ષા આપનાર) કૅ પશ્ચાતપરિચિત (જ્ઞાનાદિ શીખવનાર આચાર્યાદિને હું આ આહાર આપું?' આવું સાંભળીને મુનિએએ તેને કહેવું કે, આયુષ્મન! તું ખુશીથી જેટલા જોઈ એ તેટલા આહાર તેમને આપ; અથવા બધા જોઈ એ તે વે આપ.' [૧૰૧] કાઈ મુનિ સારું સારું ભોજન માગી લાવી, મનમાં વિચારે કે આને ખુલ્લું બતાવીશ તે આચાર્ય વગેરે તે લઈ લેશે; માટે તે સારા ભાજનને હલકા ભાજન વડે ઢાંકી કરીને અચાદિને બતાવે, તેને દોષ લાગે. માટે તેમ ન કરતાં, કશું છુપાવ્યા વિના તેને ખુલ્લું બતાવવું. તેમ જ જે મુનિ મળેલા ભેાજનમાંથી સારું સારું ખાઈ કરી, બાકીનું આચાર્યાદિને બતાવવા લાવે, તેપણુ તેને દોષ લાગે. માટે તેમ ન કરવું. [૧૦/૨-૩] A> ાઈ ભિક્ષુઓને સારું ખાવાનું મળતાં તે મુનિ પાસે આવીને કહે કે, તમારામાં અમુક મુનિ બીમાર છે, તે તેને આ સારું ભાજન લઈ જઈ તે આપે; જો તે ન ખાય તો તમે ખાઈ જશે.' હવે પેલા સાધુ તે સારું અન્ન ખાઈ જવાના ઇરાદાથી સાચી વાત છુપાવીને પેલા માંદા ભિક્ષુને એમ કહે કે, આ અન્ન તે। લૂખું છે, યા તીખું છે. મા કડવું છે, યા કસાણું છે. ખાંડ છે કે ગાળ છે; તેમાંનું કાંઈ માંદાને લાયકનું નથી;' તેા તેને દોષ લાગે. માટે તેમ ન ૧. મૂળમાં આચાર્યે ઉપરાંત ઉપાધ્યાય (અધ્યાપક), પ્રવર્તક (ચથાયાગ્ય પ્રવૃત્તિમાં પ્રેરનાર), સ્થવિર (નબળા પડતા સાધુને સ્થિર કરનાર), ગણી (ગના અધિપતિ), ગુણધર, ગણાવચ્છેદક (ગચ્છનાં કામકાજની ચિંતા કરનાર).. એટલા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધમ કરતાં તે અન્ન પેલાને જેવું માફક આવે તેવું હોય તેમ જ કહી બતાવવું. હવે પેલા ભિક્ષુઓએ જે તેને એમ કહ્યું હોય છે, તે માંદે મુનિ જે ન ખાય તે આ અન્ન અમારી પાસે પાછું લાવજે; તોપણ, પિતે ખાઈ જવા માટે જુઠું બેલવાને બદલે તેમણે જેમ કહ્યું હોય તેમ કરવું. [૧૧/૧] મુનિએ ભિક્ષા માગવા જતા માર્ગમાં મુસાફરખાનાં, બંગલાઓ ગૃહસ્થનાં ઘરે કે ભિક્ષુકાદિના મઠમાંથી આવતી અન્ન કે પાનની સુગંધ તેના સ્વાદ માટે આસક્ત થઈ “વાહ સુગંધ એમ કહી સંધવી નહીં [૮] પાણી કેવું લેવું-ન લેવું? ભિક્ષુએ લેટ પલાળેલું, તલ ધાયેલું, ચેખ જોયેલું છે તેવું બીજું પાણી, તરતનું જ જોયેલું હેઈ તેને સ્વાદ કર્યો ન હોય કે તેનું પરિણામાંતર ન થયું હોય તથા તે પૂરેપૂરું નિર્જીવ ન થયું હોય, તે તેને સદોષ જાણી ન લેવું. પરંતુ ધોયે બહુ વાર થઈ હોવાથી તેને સ્વાદ ફરી ગયું હોય, તો તેવા નિર્જીવ થયેલા પાણીને નિર્દોષ જાણું લેવું. [૭/૭ ભિક્ષુએ તલ, તુષ કે જવનું પાણી, ઓસામણું", છાસને નીતાર કે ઊનું અથવા એવું બીજુ નિર્જીવ પાણું દેખી, તેના માલિક પાસે માગવું; અને જે તે બીજા વાસણ વડે, કે એસાવીને, કે ૧. વરસે–વિષ્યોનાર્થમ્ – ટીકા અથવા લોટથી ખરડાયેલા હાથ ધોયેલું પાણી એ અર્થ પણ થાય. ૨. સંતે-ઉતાવનોદ– ટીકા અથવા સળગેલાં લાકડાં એકવવા કે ઉકાળેલી ભાજી ઈ. ઠંડી કરવા જે પાણુ સિચવવામાં આવે છે. ૩. મૂળ મા૪િ, વોત, માળિસ, અવિહ્યું ૪. અહીં ટીકાકારે અર્થ એવો લીધો છે કે, “તલ વગેરે વડે કાઈ પ્રકારે નિજીવ કરેલું (પ્રાસુકીકૃતમ ) પાણી.” ૫. માથામ. ૬. સવાર ! Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧, શિક્ષા ઊલટાવીને જાતે લેવાનું કહે તે જાતે લેવું, અથવા પોતે આપે તે તે રીતે લેવું. નિર્જીવ છતાં જે પાણી જીવજંતુવાળી જમીન ઉપર કે જીવજંતુ ઉપર મૂકેલું હોય, અથવા જે પાણી ગૃહસ્થ ભીના, હવાયેલા કે ખરડાયેલા અને તેથી નિર્જીવ નહીં એવા) વાસણ વડે આપવા માંડે, કે ભિક્ષને ઉદ્દેશી તેમાં થોડું બીજું ઠંડું પાણી ઉમેરીને આપવા માંડે, તો તેને સદેવ જાણી ન લેવું. [૮-૯ આંબાનું, અંબાડાનું, કોઠનું, બિજેરાનું, દ્રાક્ષનું, દાડમનું, ખજૂરનું, નાળિયેરનું, કેરાંનું, બેરનું, આમળાંનું, આંબલીનું, તથા એવી જાતનું પીણું, ઠળિયા, છાલ કે બીજવાળું હેઈ, ગૃહસ્થ સાધુને માટે છાબ, કપડું કે વાળાની ચાળણમાં નિચોવી કે ગાળીને આપે, તે મુનિએ તે પીણું સદેષ જાણી ન લેવું. [૮/૧] સાત પિંડેપણુઓ૪ અને પાનૈષણાએ ૧. વણખરડયા હાથે તથા પાત્રે આપેલું જ નિજીવ ભજન જાતે માગવું કે બીજે આપે તે ગ્રહણ કરવું, એ પ્રથમ પિડેષણ. [૧૧/૩] ૨. ખરડેલા હાથે અને પાત્રે આપેલું નિજીવ ભજન જ ગ્રહણ કરવું, એ બીજી પિંડેષણ. [૧૧/૪] ૩. ચોખ્ખા હાથે અને ખરડેલા પાત્રે, કે ખરડેલા હાથે અને ચેખા પાત્ર, હાથમાં કે પાત્રમાં આપેલું નિર્જીવ ભોજન જ, જાતે ભાગવું કે બીજો આપે તે ગ્રહણ કરવું, એ ત્રીજી પિંડેષણ. [૧૧/૫ ૧. મુદિયા ! ૨. વર 13. / ૪. ભિક્ષાની વસ્તુઓમાં અને ક્ષેત્રમાં મર્યાદા બંધાય એ અર્થે ભિક્ષાદિના કેટલાક નિચમે શિષ્ટસંમત થયેલા છે. તે આ વિભાગમાં વર્ણવ્યા છે. એષણા એટલે માગવું તે – માગવાને વિધિ. ૫. મૂળમાં આટલું વધારે છે: થાળ, હાલ્લાં, સૂપડાં, છાબ કે બહુમૂલાં વાસણમાં શ્રદ્ધાળુ ગૃહસ્થને ઘેર અન્ન મૂકી રાખેલું હોય, તેમાંથી... . Page #107 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધમ ૪ નિર્જીવ પવા, પક, ધાણું વગેરે, કે જેમાં કાઢી નાખવાનું બહુ અલ્પ હોય છે, તથા દાતાને પણ પછી વાસણ ધોવા વગેરેનું પશ્ચાતકર્મ બહુ ઓછું કરવાનું હોય છે, તે જ જાતે માગવાં કે બીજે આપે તે ગ્રહણ કરવાં, એ ચોથી પિંડેષણ. [૧૧/૬] ૫. જે નિર્જીવ ભોજન ગૃહસ્થ પિતે ખાવા માટે પ્યાલા, થાળી કે કેલકમાં પીરસ્યું હોય, અને તેના હાથ વગેરે જોયે ઘણે વખત થઈ જવાથી ભીના ન હોય – તેવું અન્ન જાતે માગીને લેવું કે બીજે આપે તે ગ્રહણ કરવું, એ પાંચમી પિડવણ. [૧૧/ળું , ૬. ગૃહસ્થ પિતાને કે બીજાને માટે વાસણમાંથી કાઢવા માટે ચાટવા વગેરેથી ઉપાડેલું નિજીવ ભોજન જ, હાથ કે વાસણમાં, જાતે માગીને કે બીજે આપે તે લેવું, એ છઠ્ઠી પિંડેવા. [૧૧૮] ૭. જે ભોજન ફેંકી દેવા જેવું હોય, તથા જેને બીજે મનુષ્ય કે જાનવર લેવા ન ઈચ્છે, તેવું નિજીવ ભોજન જ જાતે માગીને કે બીજે આપે તે લેવું, એ સાતમી પિષણ. [૧૧] આ સાત પ્રકારની પિંડેપણુઓ ભિક્ષુએ જાણવી જોઈએ અને શક્તિ અનુસાર તેમાંની કેઈ સ્વીકારવી જોઈએ. સાત પાનૈવણુઓ પણ તેવી જ સમજવી. માત્ર થી પાનેવણા આ રીતે સમજવીઃ તલનું, તુષનું, કે જવનું પાણી, ઓસામણ, છાશને નિતાર, કે ઊનું અથવા બીજું તેવું નિર્જીવ પાણી કે જે લીધાથી (ધવા સાફ કરવાનું) ખાસ પશ્ચાતકર્મ બહુ ઓછું કરવું પડે, તે જ લેવું. [૧૧/૧•] આ સાત પિપૈવણ કે પાનૈષણામાંથી કોઈ એક પ્રતિજ્ઞા અંગીકાર કરનારે એમ કદી ન બોલવું કે, મેં જ સારી પ્રતિજ્ઞા લીધી છે ૧. મૂળમાં “ડિડિમ” – એટલે કે કાંસાનું વાસણ છે. ૨. “મગધ દેશમાં પ્રસિદ્ધ એક પ્રકારનું વાસણ. - ટીકા ૩. ટીકાકાર કહે છે: “સ્વચ્છ હવાથી અલ્પલેપી હોય અને તેથી ચાટે કર નહીં.” Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧. શિક્ષા અને બીજાઓએ ખેતી પ્રતિજ્ઞા લીધી છે. પરંતુ એમ માનવું કે, બીજાઓએ જે પ્રતિજ્ઞા લીધી છે, અને મેં પણ જે લીધી છે, તે સર્વ જિનની આજ્ઞા પ્રમાણે જ છે અને બધા પોતાનાથી શક્ય તે આચાર પાળી રહ્યા છે. [૧૧/૧૧] ટિપ્પણ ટિપ્પણુ નં. ૧ઃ એ ફકરામાં મૂળમાં નીચેની વિગતો છે: સાલુય (જળકંદ), વિરાલિય (સ્થળ), સાસણાલિય (સર્વપકંદળી) વગેરે કંદ, પીપર, મરચાં, આદું અંબે, અંબાડા, તાડ, ઝિજરી (વેલ), શતક (સુરભિ) અને સલ્લકિ વગેરેનાં ફળ (પલબ); પીપળાની, વડની, પીપળીની (પિલંખુ) તથા નદી (નિર-નિકુર) અને સલ્લકિ વૃક્ષની કૂંપળ (૫વાલ); આબે, કેક, દાડમ અને બીલું (કે પિપ્પલ) વગેરેના ગેટલી ન બંધાયેલા મોર (સરડુય); સડેલાં કે ખરાં થયેલાં ખળ, મધ, મધ, ઘી તથા મદ્યની નીચે બેસતે ઠાર; છરી વગેરેથી ન કાપેલી વસ્તુઓ, જેવી કે છાલ ઉતારેલ શેરડીને સાંઠે, અંકકરેલું, કસેરુ, બંગાટક (શિગાડું), પૂતિઅલુક, કમળ, તેની નાળ, બીસ, બીસને મૃણાલ, કમળનું કેસર અને તેની કાકડી (વિભાગ); લસણ, તેનાં પાન, તેની દાંડી, તેને કદ અને તેની છાલ; જેની ટેચમાં બીજ થાય છે, જેના મૂળમાં બીજ હોય છે, જેની શાખામાં બીજ હોય છે અને જેની પિરાઈમાં બીજ હોય છે તેવી બધી વનસ્પતિઓ, તથા ત્યાં જ ઊગેલા અંકુરો; કેળને ગર્ભ અને ગુચ્છ, (તફરજિપથ, વીસ) નાળિયે૨, ખજરી અને તાડના ગર્ભ સિવાયની () તેવી બીજી વસ્તુઓ (કારણ કે, તે તો છેદી એટલે તરત અચિત્ત થઈ જાય છે, જ્યારે બીજી નથી થતી.), કાણું પડેલ કે કાળી પડેલ શેરડી, નેતર કે કેળ વગેરે; બળાકારે (ખાડામાં નાખીને ઈ૦) પકાવેલ (૩fમપર) અસ્થિક, તિદુક, બુરુ, બીલું, પલગ કે શ્રીપણું ફળ (કાસવણહિય). Page #109 -------------------------------------------------------------------------- ________________ શવ્યા [રહેઠાણ તથા પથારી કેવા મકાનમાં રહેવું ન રહેવું? ભિક્ષુ અથવા ભિક્ષુને રહેઠાણની જરૂર પડે એટલે તેણે ગામ, નગર કે રાજધાની વગેરેમાં જવું. ત્યાં જે મકાન ઈડાં, જીવજંતુ તથા જાળાં વગેરેવાળું જણાય, તેમાં સ્થાન, બેઠક કે, શમ્યા ન કરવાં. પણ જે મકાન તેવું ન હેય, તેને સારી રીતે જોઈ-તપાસી, વાળી-ઝૂડી, સાવધાનીપૂર્વક આસન, શમ્યા કે બેઠક કરવાં. [૧/૧ જે મકાન ગૃહસ્થ એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષુ કે ભિક્ષુણને ઉદેશીને કે ભૂત પ્રાણેની હિંસા કરીને તૈયાર કર્યું હોય, ખરીછું હોય, ઊછીનું લીધું હોય, ઝૂંટવી લીધું હોય, (સહિયારી માલકીનું હેઈ, બધાની) રજા વિના મેળવ્યું હોય, કે મુનિને સામે જઈને નિવેદિત કર્યું હોય, તે મકાનને સદેષ જાણું, ભિક્ષુએ તેમાં ન રહેવું. વળી જે મકાન અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, ગરીબ - ગુરબાં, વગેરે માટે ઉપર પ્રમાણે તૈયાર કર્યું હોય, પણ જે હજુ ૧. મૂળમાં તેના-રાધ્યા શબ્દ છે. તેને અર્થ પથારી તેમ જ મકાન બંને થાય છે. ૨. હવ@, I ૩. હવે પછી એ ત્રણે ન ગણાવતાં માત્ર “રહેવું” એટલું જ અનુવાદમાં જણાવ્યું છે. સ્થાન, ધ્યાનાદિ માટે; અને બેઠક અભ્યાસાદિ માટે. ૪. મૂળમાં: અલ્પ ઈંડાં, અલ્પ છવજંતુ ઇત્યાદિવાળું—એમ છે. ૫. વ ામા-માન-તિથિ-વિણ-વળ મળે સમુદત્ત – એ પાઠ પ્રમાણે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧. શા ૧ સુધી ખીજાએ વડે વપરાયું ન હોય, તે મકાનમાં પણ ન રહેવું. પરંતુ, જો તે મકાન ખીજાએ વડે વપરાયું હાય, તેા તેને જોઈતપાસી, વાળી-ઝૂડી તેમાં રહેવું. [૧/૨] જે મકાન ગૃહસ્થે ભિક્ષુને ઉદ્દેશી સાદડીએ કે વાંસની કાંબડીએથી સમરાવ્યું હોય, લીંપાવ્યું હોય, ધેાળાવ્યું હોય, ધસીને સાક્ કરાવ્યું હાય, સરખું કરાવ્યું હોય, કે ધૂપથી વાસિત કર્યુ હોય; તે જો ખીજાએ વડે વપરાયું ન હોય, તે તેમાં ન રહેવું; પણ જો તે ખીજા વડે વપરાયું હોય, તે। તેને જોઈ-તપાસી, વાળી-ઝૂડી, તેમાં રહેવું. * [૧/૩] ર €3 ૩ જે મકાનમાં, સાધુને ઉદ્દેશી ગૃહસ્થ નાનાં બારણાં મેટાં કરાવે, કે મોટાં બારણાં નાનાં કરાવે; કે અંદર તેમ જ બહાર પાણીથી થયેલ કંદમૂળ, પત્ર, પુષ્પ, કુળ કે બીજી હરિયાળી એક ગાએથી બીજી જગાએ ખસેડે, કે સદંતર બહાર જ કાઢી નાખે; તથા બાજઠ, પાટ, નિસરણી કે ખાંડણિયા વગેરે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જાય, કે સદંતર બહાર કાઢી નાખે; તે મકાનમાં પશુ ભિક્ષુએ જ્યાં સુધી તે ખીજા વડે વપરાયું ન હોય ત્યાં સુધી વાસ ન કરવા; પણ બીજા વડે વપરાયા પછી તેમાં વાસ કરવેા. [૧/૪-૬] ૧. અહીં પણ પડૈષણાની પેઠે [ સૂત્ર ૧/૧૩, પા. ૮૨ ] મૂળમાં બહાર ન કાઢેલું, પેાતાનું ગણી ન સ્વીકારેલું તથા વાપરેલું”, વગેરે વિશેષણા સરખાં જ મૂકચાં છે. પછીનાં અધ્યયનમાં પણ પાત્ર, વજ્ર વગેરે ખામતમાં એ ને એ જ રાખ્ખો આવે છે તે બધાં વિશેષણાના અર્થે દરેક બાબતમાં લાગુ કરવાના પ્રયત્ન કરવા નિરર્થક છે. તે દરેકની પાછળ જ્યાં જે મુખ્ય ભાવ છે તે જ રાખી, ખીજાં વિશેષણા અનુવાદમાં જતાં કર્યો છે. ૨. એટલે કે, ઉદ્દેશીને નવું જ બંધાવે તા હરગિજ સ્વીકાર્ય નથી; પરંતુ તૈયાર મકાન સુધરાત્રે ચા લીંપાવે તે બીજાએ વાપર્યા પછી સ્વીકારી શકાય. ૩. આ બધું સૂત્ર ૨/૫-૭, પા. ૭૬ ઉપર જણાવ્યા પ્રમાણે સમજી લેવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધમ ભિક્ષુએ સ્તંભ ઉપર, માંચડા ઉપર, માળ ઉપર અગાસી ઉપર કે તેવા આકાશવર્તી ભાગમાં ખાસ કારણ વિના ન રહેવું. કદાચ કોઈ કારણસર રહેવું પડે, તે ત્યાં રહી હાથપગ, દાંત કે મેં ન દેવાં, કે ત્યાંથી મળમૂત્ર, લીંટ, ગળફે વગેરે શૌચક્રિયાઓ ન કરવી; કારણ કે, તેમ કરવા જતાં પડી જઈ હાથપગ ભાંગે, કે અન્ય જીવજંતુની હિંસા થાય. [૧૭ " ભિક્ષુએ સ્ત્રી, બાળક, પશુ તથા તેમનાં ખાનપાનની પ્રવૃત્તિવાળા ગૃહસ્થને ઘરમાં ન રહેવું. કારણ કે, તેમાં નીચેના મહાદેશે થવાના સંભવ રહેલા છે. જેમ કે, ત્યાં ભિક્ષને (અમિત-અગ્ય ખાનપાનથી) અંગ અકડાઈ જવાં, ઝાડા થવા, ઊલટી થવી, કે તેવા બીજા રેગ થવાનો સંભવ છે; અને તે વખતે ગૃહસ્થ તેના ઉપર દયા લાવી તેના શરીરને તેલ, ઘી, માખણ કે ચરબી વગેરેથી માલિશ કરે; કે સુગંધી દ્રવ્ય, ક્વાથ, લેધ, વર્ણક, ચૂર્ણ કે પદ્મક વગેરેને લેપ કરે; કે ઠંડા કે ગરમ પાણીથી નવરાવે કે લાકડા સાથે લાકડું ઘસી અગ્નિ સળગાવીને તપાવે. [૧/૮]. વળી, ત્યાં ગૃહસ્થ, તેની પત્ની, પુત્ર, પુત્રવધૂ કે નોકરચાકર અને દાસદાસી અરસપરસ બોલાચાલી, કે મારામારી કરે,* તો તેથી તેનું મન ઊંચુંનીચું થાય. [૧૯]. વળી, ગૃહસ્થ પિતાને માટે અગ્નિ સળગાવે તે દેખીને પણ તેનું મન ઊંચુંનીચું થાય. [૧૧૦ વળી, ગૃહસ્થને ઘેર તેનાં મણિ, મેતી તથા સોનાચાંદીના અલંકારે” કે તે અલંકારોથી વિભૂષિત તેની તરણ કન્યા દેખી તેનું મન ઊંચુંનીચું થાય. [૧૧૧] १. अलसए २. अक्कीसंति वा वयंति वा रुभति वा उद्दवति वा। ૩. “એ લેકે એમ કર” કે “ન કરે એ પ્રમાણે. ૪. મૂળમાં તેમની વિગતે આ પ્રમાણે છે: કુંડલ, કદરા, મણિ, મેતી, સેનું, રૂપું, કડાં, બાજુબંધ, ગઠા, સાંકળાં, હાર, બહાર, એકાવલી, મુક્તાવલી, રત્નાવલી વગેરે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨. શસ્યા વળી, ગૃહસ્થની સ્ત્રીઓ, પુત્રી, પુત્રવધૂઓ, દઈએ, દાસીઓ કે નોકરડીઓ “બ્રહ્મચારી શ્રમણ સાથે સંભોગ કરવાથી બળવાન, દીપ્તિમાન, રૂપવાન, યશસ્વી, શૂરવીર અને દેખાવડે પુત્ર થાય છે” એમ સાંભળેલું હોવાથી, તેને લેભાવવા કે ડગાવવા પ્રયત્ન કરે. [૧/૧૨] વળી, ગૃહસ્થો સ્નાનાદિથી સ્વચ્છ રહેનારા હોય છે, અને ભિક્ષ તે સ્નાન ન કરનારે તથા (પ્રસંગવશાત) મૂત્રથી શૌચાદિ ક્રિયાઓ કરનારે દુર્ગધી હેઈ, અળખામણ થઈ પડે; અથવા ગૃહસ્થને પિતાનાં કાર્યો ભિક્ષુને કારણે ઊલટપૂલટ કરી નાખવાં પડે, કે જતાં કરવાં પડે. ર/૧] વળી, ગૃહસ્થ પિતાને માટે જુદી જાતનું ભોજન તૈયાર કરી દીધું હૈય, એટલે પછી ભિક્ષ માટે તે નવું વિવિધ જાતનું ખાનપાન તૈયાર કરવા માંડે; અને તે જોઈ ભિક્ષને તે ભોજનની અને ત્યાં રહેવાની આકાંક્ષા પણ થાય. [૨૨] વળી, ગૃહસ્થ પિતાના ખપ પૂરતાં લાકડાં ફાડી રાખ્યાં હોય, અને પછી ભિક્ષા માટે વધુ લાકડાં ફાડવા માંડે કે ખરીદીને કે ઊછીનાં લઈ આવીને અગ્નિ સળગાવે; તથા તે જોઈ ભિક્ષને તાપવાની આકાંક્ષા પણ થાય. [૨/૩] . વળી, ગૃહસ્થને ઘેર રહેતાં ભિક્ષુ રાત્રે કે મેડવહેલે દીર્ઘશંકાલઘુશંકાથી પીડાઈ ઘરનું બારણું ઉઘાડવા જાય; અને તે વખતે તક જોઈને બેઠેલ ચેર અંદર પેસી જાય. તે વખતે સાધુથી એમ તે બેલાય નહીં કે “આ એર પિઠે, આ ચાર સંતા; આ ચોર આવ્યા આ ચાર બે, આણે ચોર્ડ, બીજાએ ચેર્યું; આનું ચોથું, બીજાનું ચેર્યું; આ ચાર છે, આ તેને સાગરીત છે; આણું માર્યું કે આણે આમ કર્યું. એટલે ગૃહસ્થ તે તપસ્વી ભિક્ષ ઉપર જ ચોરીની શંકા લાવે. માટે, પહેલેથી જ તેવા મકાનમાં ન રહેવું એ ભિક્ષને ઉપદેશ છે. [૨/૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ હક મહાવીરસ્વામીને આચારધમ જે મકાન ઘાસ કે પરાળના ઢગલાવાળું હોય અને તેથી ઘણું જીવજંતુવાળું હોય, તેમાં ભિક્ષએ ન રહેવું; પણ જે તે જીવજંતુ વિનાનું હોય, તે તેમાં રહેવું. [૨/૫ મુનિએ મુસાફરખાનાં, બગીચાઓમાં બાંધેલાં આરામગૃહો, તથા મઠ વગેરે, કે જ્યાં વારંવાર અનેક સાધુઓ આવતા-જતા હોય, ત્યાં ન રહેવું. [૨/૬] જે મકાનમાં જવા-આવવાની કે ભણવા-ગણવાની મુશ્કેલી હેય, તથા જ્યાં ચિત્તની સ્વસ્થતા રહી ન શકે તેવી હોય, તેવાં રહેઠાણમાં ભિક્ષુએ ન રહેવું. જેમ કે : જે મકાન ગૃહસ્થ, અગ્નિ અને પાણીવાળું હોય; જ્યાં જવાનો રસ્તે ગૃહસ્થના ઘરની વચ્ચે થઈને હોય; જ્યાં ગૃહસ્થના ઘરના માણસે અરસપરસ ઝઘડાબખેડા કરતા હોય કે અરસપરસ શરીરને તેલ વગેરેથી* ચૂળતા હોય, કે અરસપરસ સુગંધી દ્રવ્ય વગેરેનું વિલેપન કરતા હોય, કે, અરસપરસ સ્નાન કરતા-કરાવતા હોય, કે, નગ્ન થઈને ઉઘાડી રીતે કે ગુપ્ત રીતે સંભોગ સંબંધી વાતચીત કરતા હોય, કે બીજી ગુપ્ત વાતો કરતા હોય; અથવા જે ઘરમાં કામોદ્દીપક ચિત્ર હોય – એવાં મકાનોમાં મુનિએ ન રહેવું. [૩/૫-૧૨] રહેઠાણ કેવી રીતે માગવું? મુનિએ મુસાફરખાનાં વગેરેમાં જઈને પૂરતી તપાસ કર્યા બાદ રહેઠાણ માગવું. તેને જે ગૃહસ્વામી કે અધિષ્ઠાતા હેય તેની આ પ્રમાણે રજા લેવી: “હે આયુષ્મન ! તારી મરજી હોય તે આ મકાનના તું કહે તેટલા ભાગમાં તથા તું કહે તેટલા સમય સુધી અમે અહીં રહીશું; અથવા (વધુ વખત રહેવાનું હશે તોપણ). જ્યાં સુધી તે અહીં રહેવાનો હઈશ કે આ મકાન તારે કબજે હશે ૧. મૂળઃ ઓછાં છવજંતુવાળું હાય. ૨. મૂળઃ તેલ, ઘી, માખણ, ચરબી. ૩. જુઓ પા. ૯૪, [૧૮]. ૪. મા Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨. શય્યા ત્યાં સુધી જ રહીશું, અને ત્યાર બાદ ચાલ્યા જઈશું; તથા (કેટલા જલ્થ રહેશો એમ પૂછે તે મુકરર સંખ્યા ન કહેતાં,) જેટલા અમારા સમાનધર્મી આવશે તેટલા રહીશું. (એમ કહેવુંટીકા ) [૩/૩] | ભિક્ષુ જેના મકાનમાં રહે તેનું નામ પહેલેથી જ જાણું લે; જેથી, તે નિમંત્રણ આપે કે ન આપે તે પણ તેનું ભિક્ષાન્ત ટાળી શકાય. [૩/૪ કેટલાક દેશે કોઈ ભિક્ષુ મુસાફરખાનાં વગેરેમાં (અન્ય ઋતુમાં એક માસ અને વર્ષાઋતુમાં ચાર માસ એમ) એક વખત રહ્યા પછી, ફરી ત્યાં વારંવાર રહેવા આવે, તો તે કાલાતિક્રમદેવ કહેવાય. [૨/૬] તે જ પ્રમાણે ત્યાં ગુજારેલા કાળથી બમણા કે તમણુ વખતનું અંતર પાળ્યા વિના તરત પાછા ત્યાં આવે તે ઉપસ્થાનક્રિયા દેવ કહેવાય. [૨/૭ કેટલાક શ્રદ્ધાળુ ગૃહસ્થ પિતાને માટે તબેલા, વખારે, પરબો, કારખાનાં કે તેવાં બીજાં મકાનો બનાવતી વખતે, શ્રમણ – બ્રાહ્મણ વગેરેને રહેવા કામ આવે તે માટે જાણી જોઈને તેમને મોટાં બનાવરાવે છે. તેવાં મકાનમાં શ્રમણ – બ્રાહ્મણો આવતા જતા હોય, ત્યાર પછી સાધુ જઈને ઊતરે, તે તે અભિક્રાંતક્રિયા દોષ કહેવાય અને પહેલવહેલે જ જઈને ઊતરે, તો અનભિક્રાંતક્રિયા દેવ કહેવાય. [૨/૮-૯]. ૧. મહાઈ = તું રહે તેટલા સમય સુધી (ઓછામાં ઓછું ભીને હાથ સુકાય ત્યાં સુધી; વધારેમાં વધારે પાંચ દિવસ, અને મધ્યમ પ્રકારે તે બેની વચ્ચેના ગાળા જેટલું). ૨. મૂળમાં આ પ્રમાણે વિગતે છે: લુહારનાં કારખાનાં (યાદHળrળ છે (અથવા આવેલા = શૂન્યગ્રહ), દેવાલની બાજુના એસારા (માતા), દેવાલ (વાળ), સભાઓ, પરબ, દુકાને, વખારે, તબેલાઓ; ચૂનાનાં, દર્ભનાં, વાધરીનાં, વલ્કલનાં, જંગલનાં, અગ્નિના અને કાષ્ઠનાં કારખાનાં રમશાનગૃહ, શાંતિગૃહે, શૂન્યગ્રહે, ગિરિગ્રહે, કંદરાઓ તથા પાષાણમડશે. મ. આ.-૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધમ કેટલાક શ્રદ્ધાળુ ગૃહસ્થાએ એવું સાંભળ્યું હોય છે કે, શ્રમણ ભગવાને પિતાને ઉદ્દેશીને બંધાવેલાં મકાનોમાં નથી રહેતા; તેથી તેઓ એવો વિચાર કરે છે કે, “આપણે પિતાને માટે મકાન વગેરે બંધાવીશું; અને પછી તે શ્રમણોને આપી દઈ આપણે માટે બીજો બનાવીશું.” આવું જાણ્યા બાદ જે કઈ સાધુ તેવાં મકાનમાં ઊતરે, તે તે વર્ષાકિયા દોષ કહેવાય. ૨/૧૦ તે જ પ્રમાણે કેટલાક શ્રદ્ધાળુ ગૃહસ્થોએ અમુક ગણતરીબંધ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ વગેરે માટે મકાને તૈયાર કરાવ્યાં હોય છે. તેવાં મકાનમાં રહેવા જવું તે મહાવર્ધકિયા દેષ કહેવાય. [૨/૧૧] તે જ પ્રમાણે અનેક શ્રમણ વર્ગોને માટે તૈયાર કરાવેલાં મકાનમાં ઊતરવું તે સાવઘક્રિયા દેવ કહેવાય. [૨/૧૨] કેાઈ ગૃહસ્થ સમાનધર્મી અમુક એક શ્રમણને ઉદ્દેશીને, યે પ્રકારના જીવોની મેટી હિંસા કરીને, છાદન, લીંપણ, વગેરેથી મકાન તૈયાર કર્યું હોય, તેમાં ઠંડું પાણું ભરી રાખ્યું હોય, અને અગ્નિ સળગાવી રાખ્યું હોય, તેવા પિતાને માટે તૈયાર કરેલા મકાનમાં ઊતરવું એ મહાસાવઘક્રિયા દોષ કહેવાય. અને તેમ કરનાર નથી ગૃહસ્થ કે નથી સાધુ. [૨/૧૭ પરંતુ, જે મકાન ગૃહસ્થ પિતાને ઉદ્દેશીને લીંપણનૂપણ વગેરેથી તૈયાર કર્યું હોય, તેમાં જઈને રહેવું એ અપસાવઘક્રિયા દેવ કહેવાય. [૨/૧૪ કેટલાક સરળ, એક્ષપરાયણ તથા નિષ્કપટ ભિક્ષુઓ કહે છે કે, ભિક્ષુને નિર્દોષ અને જોઈતું રહેઠાણ મળવું સુલભ નથી. કારણ કે, ૧. “હવે તમનના ’ ટીકાકાર શ્રમણાના પાંચ વર્ગો જણાવે છે: નિગ્રંથ (જૈન), શાચ (બૌદ્ધ), તાપસ, ઐરિક અને આજીવિક. ૨. મકાનના બારીબારણાની ઉઘાડવાસ કરીને (હંયાજદુવાવિળો). ૩. ટીકાકાર જણાવે છે કે, અહીં સુધી વર્ણવેલાં નવ પ્રકારનાં રહેઠાણમાંથી અભિક્રાંતક્રિયા અને અલ્પસાવચક્રિયા એ બે દોષવાળું રહેઠાણ સ્વીકારવા યોગ્ય છે, અને બાકીનાં ત્યાગવા યોગ્ય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨. શય્યા કાંઈ નહીં તેા તે ખાદન, લીંપન, બારીબારણાંં તેમ જ ભિક્ષાનની બાબતમાં શુદ્ધ નથી જ હાતું. વળી, ભિક્ષુ વખતે ચંક્રમણુ કરે છે; વખતે સ્થિર બેસે છે; વખતે સ્વાધ્યાય કરે છે; વખતે સૂવે છે અને વખતે ભિક્ષા માગે છે. એટલે તે બધી બાબતમાં અનુકૂળ એવું રહેઠાણુ તેને મળવું મુશ્કેલ જ છે.' આવું સાંભળી કેટલાક ગૃહસ્થા ભિક્ષુને અનુકૂળ આવે તેવી જગાએ તૈયાર કરી રાખે છે; તેમાં હિસ્સા વહેંચવાને હાય ! વહેંચી રાખે છે; જાતે તેમાં થાપું રહે છે અને એમ પોતાની સમજ પ્રમાણે ભિક્ષુને સ્વીકારવા યોગ્ય કરી, રાખી મૂકે છે. તેા હવે પ્રશ્ન થાય છે કે, મુનિઓએ પાતાને સ્વીકારવા યોગ્ય કે ન સ્વીકારવા યાગ્ય રહેઠાણુનું વર્ણન ગૃહસ્થા આગળ કરી બતાવવું તે યોગ્ય છે? હા, યાગ્ય છે." [૩/૧] ૩ પાથરણું. કેવું માગવું? ભિક્ષુને પાથરણું માગવાની જરૂર પડે, ત્યારે તેણે જે પાથરણું ઝીણાં ઈંડાં કે જીવજંતુ વગેરે વાળું જણાય, તે ન સ્વીકારવું; પરંતુ, ઈંડાં કે જીવજંતુ વિનાનું સ્વીકારવું. તે પણ જોઈ એ તેથી માટું હાય તો ન સ્વીકારવું; જોઈ એ તેવું નાનું હાય તાપણુ દાતા તેને પાછું લેવા ના પાડતા હોય તેા ન સ્વીકારવું; દાતા તેને પાછું લેવા કબૂલ થતા હાય તાપણુ તે બહુ શિથિલ કે હાલી ગયેલું હોય, તે ૧. જીએ પા. ૯૮ માં. ૨. ૨. ઉતારો આપનાર જ શિક્ષને શિક્ષા આપવાના પણ આગ્રહ કરે, અને ભિક્ષુ તે સ્વીકારી શકે નહીં એટલે તેનું મન દુભાય. tt ૩. પદ્ઘત્તિમા (ઢાનાર્થ" પિત્તા વૃક્ષત્તિ:) { ૪. ૩જિલ1પુવા,નિતિ હતપુજ્વા, પરિમાવુવા, મુત્તપુજ્વા, ટ્ટિ વિપુવા ૫. અલબત્ત, તેમ કરવામાં કાંઈ બીજો ઇરાદો મનમાં ન હોવા જોઈ એ. ૬. મૂળમાં સંસ્તારક' શબ્દ છે. પણ તેમાં પાટ, પાટિયું બધું આવી જાય. ૭. મૂળ : અલ્પ ઈંડાં કે જીવજંતુવાળું. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહાવીર સ્વામીને આચારધર્મ તેને ન સ્વીકારવું; પરંતુ દઢ તથા મજબૂત હોય તો જ સ્વીકારવું. [૩/૧૩૭] અત્યાર સુધી વર્ણવેલા દે ત્યાગ્યા પછી ભિક્ષુએ પાથરણું માગવાના ચાર નિયમે જાણવા જોઈએ, અને તેમાંથી કોઈ એકને અનુસરવો જોઈએ.' ૧. ભિક્ષુએ ઘાસ, દાભ કે પરાળ આદિનાં પાથરણુમાંથી કઈ પણ એકનું નામ લઈને જ ગૃહસ્થ પાસેથી પાથરણું માગવું; જેમ કે: તૃણનું, દાભનું, ઘાસનું, પરાળનું, વાંસની ચીપનું કે પીપળા વગેરેનાં પાટિયાંનું ; એમાંનું કંઈ નક્કી કરેલું પાથરણું પિતે માગે કે બીજે આપે તે લે, એ પહેલે નિયમ. [૩/૧૮]. ૨. ઉપર જણાવેલાંમાંનું નક્કી કરેલું કેઈ પાથરણું ગૃહસ્થને ઘેર દેખીને માગે અથવા તે આપે તે લે, એ બીજે નિયમ. [/૧૯ ૩. જેને ઘેર ઉતારો કર્યો હોય, તેની પાસે ઉપર જણાવેલામાંથી કોઈ પાથરણું મળી આવે તે લે; નહીં તે, ઉભડક કે પલાંઠી વગેરે વાળીને બેસી રહી, આખી રાત વિતાવે, એ ત્રીજે નિયમ. [૩/૨૦] ૪. જેને ત્યાં ઉતારો કર્યો હોય તેને ત્યાં સૂવા લાયક પથ્થર કે લાકડાની છાંટ તૈયાર પડેલી જ મળી આવે, તે તેના ઉપર સઃ નહીં તે ઉભડક કે પલાંઠી વગેરે વાળીને બેસી રહી, આખી રાત વિતાવે એ ચોથો નિયમ. ૧. મૂળમાં પ્રતિમાઓ” શબ્દ છે. ૨. મળમાં નીચે પ્રમાણે નામો છે: ઈક્કડ(ઘાસનું, વાંસની ચીપનું (કટિણ, જંતુક(ઘાસ)નું, પરગ(ઘાસ)નું, મેરપીંછનું, તૃણનું, દાભનું, ચિંકનું, પતંગશેરડી જેવાં પર્વવાળા તૃણ)નું, પીપળા(વગેરેનાં લાકડાં કે પાન)નું, કે પરાળનું. ૩. મળમાં પૃથ્વીશિલા તથા કાછશિલા શબ્દ છે. તે જે છાદિકને વિશે પાટિયાં જડિયાં હુઈ, તેહવા સંથારા પાથર્યા જ લહિસ્યું તો સંથારે કરિચ્યું.”– ટબાકાર. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨. શમ્યા કુદી ન આ ચારમાંથી કાઈ પણુ એક નિયમ લેનારે એમ ખેલવું કે, ‘મેં જ ખરા નિયમ લીધા છે, અને ખીજાએ ખાટા નિયમ લીધા છે.’ પરંતુ એમ માનવું કે, બીજાએ જે નિયમને અનુસરે છે અને હું પણ જે નિયમને અનુસરું છું, તે જિનની આજ્ઞા પ્રમાણે જ છે; અને દરેક પેાતાનાથી શકય તેવા આચાર પાળી રહ્યો છે.[૩/૨૧] કેવી રીતે પથારી કરવી તથા સૂવું? મકાન શાધ્યા બાદ ભિક્ષુએ તે જગાને જોઈ-તપાસી તથા વાળી-ઝૂડી તેના ઉપર સાવધાનતાપૂર્વક આસન, પથારી કે બેઠક કરવાં. તે પથારી પણુ નિ વ છે કે નહીં, તે જોઈ-તપાસી લેવું. [૧/૩] પથારી માટે જગા શેાધતી વખતે આચાર્ય. ઉપાધ્યાય વગેરે તથા બાળ, ખીમાર કે મહેમાન વગેરે માટે રખાયેલી જગા છેાડીને, બાકીની જગામાં – છેડે કે વચમાં, સરખી જગામાં કે વિષમ જગામાં, પવનવાળી જગામાં કે પવન વિનાની જગામાં, સાવધાનીથી પથારી કરવી. [૩/૨૪] સાધુએ સૂતાં પહેલાં મળમૂત્રની જગા જાણી લેવી. નહીં તેા, રાતમાં મેડાવહેલા મળમૂત્ર ત્યાગવા જતાં તે પડે-આખડે અને હાથપગ ભાંગે કે જીવાની હિંસા કરે. [૩/૨૩] ૧૦૧ સૂતા પહેલાં ભિક્ષુએ માથાથી પગ લગીના શરીરને લૂછી નાખી સાવધાનતાપૂર્વક સૂવું. [૩/૨૫] ઘણા જણ એક જગાએ સૂતા હોય, તેા બીજા કાને હાથ, પગ કે શરીર અડે નહીં તે રીતે સૂવું; તથા સૂતા બાદ (જોરથી) શ્વાસે શ્ર્વાસ લેતી વખતે, છીંકતી વખતે, બગાસું ખાતી વખતે, ઓડકાર ખાતી વખતે,” કે વાછૂટ કરતી વખતે માં કે ગુદા હાથથી ઢાંકીને સાવધાનતાપૂર્વક તે તે ક્રિયા કરવી. [૩૪૨ ૬-૭] મકાનમાં ખીજા ઘણા સૂતા હોય, અને ઘર નાનું, નીચું કે નીચાં ખારણાંવાળું તથા ભીડવાળું હોય; તા તેવા મકાનમાં રાત ૧. ઉડ્ડો! 7 1 Page #119 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીના આચારધર્મ દરમ્યાન કે મેાડાવહેલા નીકળતી કે પેસતી વખતે, હાથ આગળ કરીને પછી પગ મૂકીને સાવધાનતાપૂર્વક પેસવું કે નીકળવું. કારણુ રસ્તામાં શ્રમણાદિનાં છત્ર, પાત્ર, દંડ, લાઠી, કમંડળ, વસ્ત્ર, પડદા, ચામડાં, પગરખાં૪ કે ચામડાં કાપવાનાં હથિયારા આમતેમ રખડતાં પડયાં હાય; તેથી, બેદરકારીથી ચાલવા જતાં સાધુ ત્યાં પડી-આખડી હાથપગ ભાંગે કે જીવજંતુની હિંસા કરે. [૩/૨] ૧૦૨ પાથરણું કેવી રીતે પાછું આપવું ? માગેલું પાથરણું ગૃહસ્થને પાછું આપવું હોય, તેા ઈંડાં ક જીવજંતુવાળું પાછું ન આપવું; પણ ઈંડાં કે જીવજંતુ વિનાનું, જોઈતપાસી તથા સાફ કરીને આપવુ. [૩/૨૨] સમતા ભિક્ષુને સૂવા માટે કાઈ વાર સરખી જગા મળે, તો કાઈ વાર ખરબચડી મળે; કાઈ વખત પવનવાળી મળે, તે કાઈ વખત પવન વિનાની મળે; કાઈ વખત કચરાળી મળે, તેા કાઈ વખત સાફ મળે; કાઈ વખત ડાંસમચ્છરના ઉપદ્રવવાળી મળે, તે કાઈ વખત તેવા ઉપદ્રવ વિનાની મળે; કાઈ વખત પડેલખડેલ મળે, તો કાઈ વખત આબાદ મળે; કેાઈ વખત ભયપૂર્ણ મળે, તે કઈ વખત નિર્ભય મળે; તે પણુ, મુનિએ તે દરેક જગાને સમતાપૂર્વક સ્વીકારવી; પરંતુ ખિન્ન કે હર્ષિત ન થવું. મુનિના આચારની એ જ સંપૂર્ણતા છે કે, તે બધી બાબતમાં રાગદ્વેષરહિત તથા પોતાના કલ્યાણમાં તપર રહીને, સાવધાનતાપૂર્વક વર્તે. [૩/૨૮) ૧. પુર/સ્થળ વજ્જા પાળ । . મિસિયા (મ"gg:) . । . નિિિમત્રી (નિષ્ઠા) ૪. મૂળમાં તે સમ્મોલ (નવ) છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ મુસાફરી ભિક્ષુ અથવા ભિક્ષણ એમ જાણે, કે હવે વર્ષાઋતુ આવી ચૂકી છે, તથા સારી પેઠે વરસાદ વરસવાથી ઘણાં જીવજંતુ ઉત્પન્ન થયાં છે, ઘણા અંકુર ફૂટી નીકળ્યા છે, તથા રસ્તાઓ ઘણું જીવજંતુ, વનસ્પતિ વગેરેથી ભરપૂર થઈ ગયા છે, અને જવર-અવર બંધ પડવાથી ઘાસમાં દેખાય તેવા પણ રહ્યા નથી; તો તેણે ગામેગામ ફરવાનું બંધ કરવું, અને સંયમપૂર્વક કોઈ ઠેકાણે ચાતુર્માસ કરીને રહેવું. [૧/૧] જે ગામ કે શહેરમાં મેટી સ્વાધ્યાયભૂમિ ન હોય; ખરચુપાણી જવાની સવડ પડતી જગા ન હોય, સૂવા માટેનું પાટિયું, પીઠ ટેકવવાનું પાટિયું, પાથરણું, રહેઠાણું અને નિર્દોષ તથા સ્વીકારવા ગ્ય ભિક્ષાન સુલભ ન હોય; તથા જ્યાં ઘણુ શ્રમણ – બ્રાહ્મણ, ભિખારી વગેરે આવ્યા હોવાથી, અથવા આવવાના હોવાથી, બહુ ભીડ થવાને કારણે જવર-અવર, સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં અડચણ પડે તેમ હોય તેવા ગામ કે શહેરમાં ભિક્ષુએ ચાતુર્માસ ન રહેવું. પરંતુ જયાં તેવું ન હોય, ત્યાં સંભાળપૂર્વક ચાતુર્માસ કરીને રહેવું. [૧/ર-૩] ૧. મૂળ : 1 સાધુ એક જગાએ સ્થિર ન રહી શકે; તે એક ગામથી બીજે ગામ ફરતો રહે. અન્ય ઋતુમાં કારણસર વધારેમાં વધારે એક માસ અને વર્ષાઋતુમાં ચાર માસ તે એક જગાએ સ્થિર રહી શકે. ૨. મૂળમાં વાસાવાસ’ – વર્ષાવાસ શબ્દ છે. ૩. મૂળ વિહરમૂના શાસ્ત્રાદિકનું વાંચન-મનન કરવા માટે એકાંત જગા. ૪. મૂળમાં વિચારભૂમિ” – વિચારભૂમિ શબ્દ છે. વહિમનમૂfમ – ટીકા. ५. फासुए उच्छे अहेसणिज्जे । Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાવીરસ્વામીના આચારધમ વર્ષાઋતુના ચાર માસ પૂરા થઈ જાય અને હેમંત ઋતુના પશુ પાંચદશ દિવસ વીતી જાય; છતાં, જો રસ્તાઓ હજુ ખહુ જીવજંતુ તથા ઘાસ વગેરેવાળા હાય, અને શ્રમણુ – બ્રાહ્મણુ વગેરે લેાકાની આવા શરૂ ન થઈ હાય, તે ભિક્ષુએ ગામેગામ ફરવાનું શરૂ ન કરવું; પરંતુ રસ્તા ઉપર જીવજંતુ, ધાસ વગેરે ઓછાં થઈ જાય અને શ્રમણાદિની આવજા શરૂ થઈ જાય, ત્યાર બાદ સાવધાનીથી એક ગામથી બીજે ગામ ફરવાનું શરૂ કરવું. [૧/૪-૫] ગામેગામ કેવી રીતે ફરવું? ૨ ભિક્ષએ ચાલતી વખતે પેાતાની આગળ ચાર હાથ જેટલી મીન ઉપર નજર રાખીને ચાલવું. રસ્તામાં જીવજંતુ ફરતું દેખીને, પમને આગળથી કે પાછળથી કે આડાઅવળા ઊંચા કરીને ચાલવું. જીવજંતુ વગેરે વિનાના રસ્તા મળતા હોય, તે લાંખે। હાય તાપણુ તે રસ્તે જવું; પરંતુ, જીવજંતુ, ખીજ, હરિયાળી, પાણી, સજીવ માટી વગેરેવાળા ટ્રકે રસ્તે ન જવું. [૧/૬] C ભિક્ષુએ બીજે ગામ જ્તી વખતે માર્ગમાં ગૃહસ્થા કે બીજાએ સાથે બકબકારા કરતા ને ચાલવું. રસ્તામાં સામા વટેમાર્ગુ મળે અને પૂછે કે, આ ગામ કે શહેર કેવડું છે; ત્યાં કેટલા ધેડા, હાથી, ભિખારી કે મનુષ્યા રહે છે; ત્યાં ભાતપાણી, માણુસ, ધાન્ય વગેરે ઘેાડાં છે કે ઘણાં છે;' – તે તેનેા ભિક્ષુએ કાંઈ જવાબ ન આપવા; તેમ જ જાતે પશુ તેમને તેવું કાંઈ પૂછ્યું નહીં. [૨/૮, ૧૭] - બીજે ગામ જતાં સાથે આચાર્ય, ઉપાધ્યાય કે પોતાનાથી અધિક ગુણવાળા સાધુજ હોય, તે તેમના હાથપગ સાથે પેાતાના હાથપગ અથડાય નહીં તેવી રીતે સંભાળપૂર્વક ચાલવું; અને ૧. રથ Ì1 ૨. ‘જીવમાત્ર’ વતુર્ જ્ઞત્રમાન–ટીકા, ૭. મટ્ટિના અવિદ્વત્યે – નિજીવ ન બનેલી માટી. 1 ૪. અદ્દારાત્તિનિય | - Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩. મુસાફરી રસ્તામાં વટેમાર્ગુએ મળે અને પૂછે કે, ‘તમે ક્રાણુ છેા, કયાંથી આવે છે કે કયાં જામે છે ?' ~~~ તેા તેના જવાબ પેાતે ન આપતાં આચાર્યાદિકને આપવા દે; અને તે જવાબ આપતા હાય ત્યારે વચ્ચે ન એલવું. [૩/૪-૭ માર્ગમાં કાઈ વટેમાર્ગુ સામેા મળે અને પૂછે કે, ‘રસ્તામાં તમે અમુક મનુષ્ય, પ્રાણી કે પંખી જોયું છે; કે અમુક કંદ, મૂળ, વનસ્પતિ, અગ્નિ, પાણી કે ધાન્ય જોયું છે; જો જોયું હોય તા કહેા અને બતાવા’— તા તેને કાંઈ ન કહેવું કે બતાવવું. તેના પ્રશ્નની ચૂપ રહી ઉપેક્ષા જ કરવી. અને જાણવા છતાં, ‘હું જાણું છું' એમ પણ કહેવા ન જવું. એ જ પ્રમાણે, કાઈ પડાવ નાખીને પડેલા લશ્કરની બાબતમાં પૂછે, અથવા હુવે કયું ગામ આવશે એમ પૂછે, કે અમુક ગામ જવાના રસ્તે કેટલા લાંખા છે એવું પૂછે, તે તે બધા પ્રશ્નોની બાબતમાં પણુ એ પ્રમાણે જ સમજવું. [૩/૮-૧૨ ૧૦૫ માર્ગમાં, કાદવથી ખરડાયેલા પગ સાફ થાય તે ઇરાદે, પગરવટથી આઘાપાછા થઈ ઘાસ કે લીલેાતરી તાડતા, દબાવતા કે કચરતા ન ચાલવું; પરંતુ, પહેલેથી તપાસી રાખેલા તથા થાડી લીલાતરીવાળા ભાગમાં જ સંભાળપૂર્વક ચાલવું. [૨/૧૩] માર્ગમાં કિલ્લા, ખાઈ, કાટ, દરવાજા, આગળા, ખાડી, ગુફાઓ વગેરે ઓળંગવાનાં આવતાં હાય, તે! બીજો રસ્તો હોય ત્યાં સુધી તેને ટૂંક રસ્તે પણુ ન જવું; બીજો રસ્તા ન હેાવાથી ત્યાં થઈ ને જ જવું પડે, તો ઝાડ, ગુચ્છા, ગુલ્મ, લતા, વેલા, તૃણુ, ઝાડવાં કે તેવી કાઈ પણુ વનસ્પતિ પકડીને ઊતરવું; અથવા કાઈ વટેમાર્ગુ જતા હોય તે તેના હાથની મદદ માગવી. અને એ રીતે સંભાળપૂર્વક ઊતરીને આગળ ચાલવુ . [૨/૧૪-૫] १. वप्पाणि, वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गाविणाल अग्गलपासगाणि वा गड्डाओ वा दरीओ वा । Page #123 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીના આચાર્યમ માર્ગમાં ધાન્ય,૧ ગાડાં, રથ તથા દેશના કે પરદેશના સૈન્યને પડાવ દેખીને, બીજો રસ્તો હોય તે તેવા ફૂંકે રસ્તે પણુ ન જવું. બીજો રસ્તો ન હોવાથી ત્યાં થઈ ને જ જવું પડે, અને સૈન્યને કાઈ માણુસ આવીને કહે કે, આ તેા જાસૂસ છે, માટે તેને પકડીને ખેંચી ચાલા;' તે તેવે વખતે વ્યાકુળ થયા વિના, તથા મનને બહાર જવા દીધા વિના, પોતાની જાતને એકાગ્ર કરી, સમાહિત કરવી. [૨/૧૬] ૧૦૬ 3 જે માર્ગમાં સરહદ ઉપરનાં વિવિધ પ્રકારનાં ચારાનાં, સ્વેચ્છાનાં તથા અનાર્યાં વગેરેનાં સ્થાને આયતાં હોય, કે જ્યાંના લેાકોને ધર્મભાન કરાવવું મુશ્કેલ અને અશકય છે, તથા જે લોકો અકાળે ખાવાપીવા તથા સેવા વગેરેને વ્યવહાર કરે છે – તે મા બીજાં સારાં સ્થળે અને પ્રદેશે! હાવા છતાં વિચરવા ન જવું. તે જ પ્રમાણે જે માર્ગે રાજા વિનાનાં, કે ગણુસત્તાક કે નાની વયના રાજાવાળાં કે એ રાજવાળાં કે કોઈ પણ જાતના રાજ્ય વિનાનાં કે અરસપરસ વિરાધવાળાં સ્થળ આવતાં હોય, તે માર્ગે પશુ ન જવું. કારણુ કે, ત્યાંના મૂર્ખ લેાકો તેને ચાર, જાસૂસ કે સામા પક્ષને માસ ધારી મારે, ધમકાવે કે તેનાં વસ્ત્રાદિ ઝૂંટવી લે કે તોડીફાડી નાખે. [૧/૮-૧૦] જે માર્ગે જતાં લાંખા વગડાઉ રસ્તે પાર કરવાના હોય, જે એક દિવસે, એ દિવસે, । ત્રણુ, ચાર કૅ પાંચ દિવસે પણ પાર કરાય કે ન કરાય તેવે માર્ગે ખીજા સારા પ્રદેશ હાવા છતાં ન જવું; કારણ કે અધવચ વરસાદ આવી પડે, તે રસ્તા જીવજંતુ, ૧. નવસાળિ (-ગેધૂમાવ્યાન્થાનિ) I ૨. ખૈર, શખર, પુલિન્દ્ર સાદિ મ્લેચ્છ - ટીકા ― ૩. આર્ય-અનાર્યની જૈન કલ્પના માટે જીએ ભગવાન મહાવીરની ધર્મકથાઓ’, પા. ૨૦૫. ૪. વિદ્ । અનેાદશમનીથઃ પંયા: – ટીકા. -- Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩. મુસાફરી ૧૦૭ હરિયાળી કે પાણીવાળ થઈ જાય અને જમીન પણ ભીની, સજી થઈ જાય. [ ૧૧૧-૨] માર્ગે ચાલતાં, કિલા, ખાઈ, કોટ, ગુફા, પર્વત ઉપરનાં ઘરો(ફૂટાગાર), ભોંયરાંઓ, વૃક્ષ, પર્વતગૃહે, ચૈત્યવૃક્ષ, સ્તૂપ, મુસાફરખાનાં કે ઉદ્યાનગૃહ વગેરે આવાસ અને ભવનો હાથ ઊંચો કરીને, આંગળી કરીને કે ઊંચાનીચા થઈને જોવાં નહીં; પણ સાવધાનીથી સીધે માર્ગે ચાલ્યા જવું. તે જ પ્રમાણે જળાશય વગેરેની બાબતમાં પણ સમજવું. કારણ કે, તેમ કરવાથી ત્યાં જે પશુપંખી વગેરે સ્થળચર, ખેચર કે જળચર પ્રાણીઓ હોય તે “આ શ્રમણ અમને વારે છે,” એમ માની, ત્રાસ પામી, નાહક વાડ વગેરે સંતાવાની જગા તરફ દોડે. ૩૧-૩] માર્ગમાં વકરેલે આખલે, સિંહ, વાઘ કે દીપડો વગેરે દેખીને તેમનાથી બી જઈ, માર્ગ છેડી ઉન્માર્ગે ન જવું કે વન, ગહન તથા બીજી દુર્ગમ જગામાં ન પસી જવું, કે ઝાડ ઉપર ન ચડી જવું; કે ઊંડા પાણીમાં કૂદી ન પડવું; કે વાડ, હથિયાર છે તેવું બીજું કઈ શરણ ન ઇચ્છવું. પરંતુ, જરા પણ ગભરાયા વિના, સ્વસ્થ રીતે સંયમપૂર્વક ચાલ્યા જવું. તે જ પ્રમાણે માર્ગમાં લૂંટારુઓનું ટોળું છે એમ જાણવા છતાં બીજા લાંબા માર્ગે ભયથી જવા ન ઇચ્છવું. તે લૂંટારુઓ પાસે આવી કપડાં વગેરે માગે કે કાઢી આપવાનું કહે, તે તેમ ન કરવું. તેઓ, ‘જાતે ઝુંટવી લેવાં પડશે એમ માની, જાતે ઉતારી લે. તો પછી તેમને નમસ્કાર, અંજલિ કે કાલાવાલા ૧. મૂળમાં ભાઠાં (વછળ), ચરા (વિવાળિ) ધરા (માઈન), નદી વચ્ચેના બેટ (વઢવાણ), રણ (rvirf) અરણ્ય, પર્વત, કુવા (મો), તળાવ, ધરા, નદી, વાપી, પુષ્કરિણી, દીધિંકા (૨મવા તરવા કરેલી), ગુંજાલિકા (ઉડું, ગંભીર, કુટિલ તથા બાધેલું નહીં તેવું જળાશય), સાવરો અને સરોવરની પક્તિઓ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચારધમ કરી તે બધું પાછું ન માગવું; પરંતુ, ધર્મકથનપૂર્વક માગવું અથવા ગુપચુપ ઉપેક્ષા કરવી. વળી, ચરોએ તેને જે કાંઈ મારઝૂડ કરી હોય, તે ગામમાં કે રાજદરબારમાં ન ફેલાવવી; તથા કેઈને એમ ન કહેવું કે, “હે આયુષ્યમન્ ! આ ચોરોએ મને આમ કર્યું; તથા મનમાં એવો સંકલ્પ પણ ન કરવો. પરંતુ વ્યાકુળ થયા વિના, સ્વસ્થ ચિત્તે સાવધાનીથી ચાલ્યા જવું. [૩/૧૩૬ ] પાણીમાં કેવી રીતે ઊતરવું? એક ગામથી બીજે ગામ જતાં માર્ગમાં કેડ બરાબર પાણી આવતું હોય, તે પહેલાં પગથી માથા સુધીનું શરીર જીવજંતુ તપાસી સાફ કરવું, પછી એક પગ પાણીમાં અને બીજો પગ બહાર -- એ પ્રમાણે સંભાળપૂર્વક, પિતાના હાથપગ બીજાના હાથપગ સાથે અથડાય નહીં તેમ, રૂડી રીતે પસાર થવું. [૨૮-૧૦] પાણીમાંથી પસાર થતી વખતે શરીરને ઠંડક માટે કે દાહ મટાડવા, ઊંડા પાણીમાં જઈ ઝબકાળવું નહીં. પણ સમાન પાણીમાં થઈને જ ચાલ્યા જવું. સામે કાંઠે પહોંચીને, શરીર ભીનું હોય ત્યાં સુધી કિનારે જ થોભી જવું. ભીના શરીરને કોરું કરવા લૂછવું, ઘસવું કે તપાવવું નહીં. પણ જ્યારે સ્વાભાવિક રીતે ભીનાશ ઊડી જાય, ત્યારે શરીરને લૂછી કરી આગળ ચાલવું. [૨/૧૧-૨] નાવમાં કેવી રીતે જવું? માર્ગમાં નાવ વડે પાર કરાય તેટલું પાણી આવે, તે ગૃહસ્થ ભિક્ષુને પિતાને માટે જ ખરીદી હેય, ઉછીની આણું હેય. અદલબદલ કરી હોય, યા સ્થળ ઉપરથી જળમાં આણી હોય, અથવા જળમાંથી સ્થળ ઉપર આવ્યું હોય, ભરેલી ખાલી કરાવી હોય, કે ૧. ટીકાકારના કહ્યા પ્રમાણે, એક પગ પાણીમાં મૂકી બીજો પગ ઊંચે કરે – પાણીમાં જ બંને પગ ઘૂમરડતા ન જવું. ૨. નાવાસંતifમ' ઉઢા Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩. મુસાફરી ૧૦૯ કાદવમાં ખૂંચેલી ઉપર કઢાવી હોય – તેવી નાવમાં તેણે થોડે દૂર જવા કે લાંબે માર્ગ કાપવા પણ કદી ન બેસવું; પરંતુ જે નવ ગૃહસ્થાએ પિતે સામે પાર જવા તૈયાર કરી હોય, તે નાવને તેવી જાણી, ભિક્ષુએ તે ગૃહસ્થની પરવાનગી લીધા બાદ એકાંતમાં ચાલ્યા જવું, અને પિતાનાં વસ્ત્રપાત્રાદિ તપાસી લઈ, તથા તેમને એક બાજુ મૂકી, માથાથી પગ સુધીના શરીરને લૂછી સાફ કરવું; પછી, (સામે પાર પહોંચાય ત્યાં સુધી) ખાનપાનનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી, અને એક પગ પાણીમાં તથા બીજો પગ બહાર, એમ સંભાળપૂર્વક વહાણ ઉપર ચડવું. [૧/૧૩-૪] નાવ ઉપર ચડતી વેળા તે આગલા ભાગ ઉપર જઈને ન બેસે, છેડે પણ ન બેસે, કે મળે પણ ન બેસે, તથા વહાણનાં પડખાં પકડી, આંગળી કરી, કે ઉંચ નીચે થઈ અંદર કશું જેજે ન કરે. નાવવાળા જે તેને આવીને કહે કે, “હે આયુષ્યન, તુ આ વહાણને આમ ખેંચ કે ધકેલ, કે આ વસ્તુ તેમાં નાખ, કે તેને દેરડું પકડી ખેંચ, તે તેણે તેના તરફ ધ્યાન ન આપવું, પણ ચૂપ રહેવું. પેલે એમ કહે કે, “તારાથી એમ ન થઈ શકે, તે અમને નાવમાંથી દેરડું કાઢી આ૫, જેથી અમે ખેંચીએ; તે પણ તેણે કાંઈ ન કરવું. પેલે એમ કહે કે, “તું નાવને હલેસું, ચાટ, વાંસ, કે વળો લઈને ચલાવ; તોપણ તેણે કાંઈ ન કરવું. પેલે એમ કહે કે, “તું નાવમાં ભરાતા પાણીને હાથ, પગ, વાસણ ૧. ઉપરવટ જતી, નીચે વહેણે જતી, કે તીરછી જતી, એવાં નાવનાં વિશેષણ મૂળમાં વધુ છે; તથા જે જન સુધી, અર્ધ જન સુધી, થોડા યા વધુ માર્ગ કાપવા માટે પણ’, એવાં માર્ગનાં વિશેષણ વધુ છે. - ૨. મુદ્દો એ હોય છે કે, સામે પાર જીવતે પહોંચે, તે એ પ્રતિજ્ઞા મટી જાય; પણ અધવચ ડૂબી જાય, તે મરતાં પહેલાં અનશન સ્વી કાર્યાનું ફળ મળે. મૂળમાં તેને માટે સાગારિક ભક્તપ્રત્યાખ્યાન શબ્દ છે. ૩. મૂળમાં “અવલ્લભ” નામના નાવ હંકારવાના સાધનનું નામ વધારે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મહાવીરસ્વામીને આચારધર્મ કે પાત્ર વગેરેથી ઉલેચ; તે પણ તેણે કાંઈ ન કરવું. પેલે એમ કહે કે, નાવના આ છિદ્રને તું તારા હાથ, પગ, વગેરે અવયથી, કે (નાવમાં રહેતા ઉલેચવાના સાધન વડે, કે) વસ્ત્ર, માટી, કમળપત્ર કે કુરૂવિંદ ઘાસ વડે ઢાંકી રાખ; તેપણું કાંઈ ન કરવું. મુનિએ, છિદ્રમાં થઈને પાણી ભરાતું જોઈને, નાવિકને જઈને એમ ન કહેવું કે, “આ પાણી ભરાય છે;' તેમ જ પિતાના મનમાં પણ તે વાત લૂંટયા ન કરવી. પરંતુ વ્યાકુળ થયા વિના, તથા ચિત્તને બહાર જવા દીધા વિના, પિતાની જાતને એકાગ્ર કરી, સમાહિત કરવી. [૧/૧૫-૨૧] વળી નાવમાં મુસાફરી કરતી વખતે નાવિક આવીને તેને બીજું કોઈ કામ બતાવે, જેમ કે: આ છત્ર પકડ, કે અમુક શસ્ત્ર પકડ, કે આ છોકરા-છોકરીને દૂધ કે પાણી પીવરાવ, – તે તેની વાત તેણે કબૂલ ન કરવી. આથી ચિડાઈને કોઈ એમ કહે કે, “આ તે નાવ ઉપર નકામે બે જ છે, માટે એને પકડી પાણીમાં ફેકી દે; તે એ સાંભળી તે મુનિએ તરત વસ્ત્રો અલગ કરી લેવાં, અથવા માથે વીંટી લેવાં, અને પેલા કરકમ લોકો તેને હાથ વડે પકડી પાણીમાં નાખવા આવે, તો તેણે તેમને કહેવું કે, “આયુષ્યમાન ગૃહસ્થ! મને હાથ પકડી ફેંકવાની કોઈ જરૂર નથી. હું પોતે જ પાણીમાં ઊતરી પડીશ.” એમ કહેવા છતાં પેલા તેને પકડીને ફેંકી દે, તો પણ તેણે મન ન બગાડવું, કે તેમની સામા ન થવું; પરંતુ વ્યાકુળ થયા વિના, સાવધાનીથી તે પાણી તરી જવું. [૨/૧૩ પાણીમાં તરતી વખતે હાથ પગ વગેરે અરસપરસ ન અફાળે, તેમ જ ડૂબકીઓ ન મારે; કારણ કે, તેમ કરવાથી પાણી નાક-કાનમાં પેસી નાહક વિનાશ પામે. મુનિ પાણીમાં તરતાં ૧. જાવાસ્તિવમેના ૨. મઢમારા ૩. ૩ ના 1 Page #128 -------------------------------------------------------------------------- ________________ ૪. ભાષા ૧૧૧ થાકી જાય, તે તે પોતાનાં બધાં કે થોડાં વસ્ત્રાદિ જતાં કરે તેમનામાં બંધાઈ ન રહે. પછી જ્યારે કાંઠે પહેચે, ત્યારે શરીર ભીનું હોય ત્યાં સુધી કિનારે જ બેસી રહે, તેને સૂકવવા લૂછે, ઘસે કે તપાવે નહીં; પણ આપોઆપ તેની ભીનાશ ઊડી જાય, ત્યારે તેને લૂછી કરીને આગળ ચાલે. [૨/૪-૭ ભિક્ષુ અથવા ભિક્ષુણીના આચારની એ જ સંપૂર્ણતા છે કે, તે બધી બાબતમાં હંમેશાં રાગદ્વેષરહિત તથા પિતાને કલ્યાણમાં તત્પર રહીને, સાવધાનતાપૂર્વક વર્તે. ભાષા અહીં વર્ણવેલા વાણીના આચારો સાંભળીને ભિક્ષુએ જાણવું કે, નીચેના વાકઝેગે અનાચારરૂપ છે, તથા તેમને સત્પરુએ આચાર્યા નથી. તે જેવા કે: કોધથી બેલવું, માનથી બોલવું, લેભથી બેલવું, જાણીબૂજીને કઠોર બેલવું વગેરે. વિવેકી મુનિએ આ બધા દેવયુક્ત વાપ્રગાને ત્યાગ કરે. [૧/૧] સાધુએ (જાણ્યા વિના કે ખાતરી કર્યા વિના) નિશ્ચયપૂર્વક નહીં બેલડુ: જેમ કે, આમ ચોકસ છે કે આમ ચોકસ નથી જ, (અમુક સ ધુને) આહારપાણ મળશે જ કે નહીં મળે, તે ખાઈ લેશે જ, કે નહીં જ ખાઈ લે; અમુક આવ્યો છે જ કે નથી જ આવ્યો; આવે જ છે કે નથી જ આવત; આવશે જ કે નહીં જ આવે. જરૂર પડ્યે, સાધુએ, વિચાર કરીને તથા ખાતરી કરીને જ નિશ્ચયપૂર્વક કાંઈ કહેવું. [૧/૨] એકવચન, દ્વિવચન, બહુવચન, નારીજાતિ, નરજાતિ, નાન્યતર જાતિ. પહેલે પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, કે બીજે ત્રીજો Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મહાવીરસ્વામીને આચારધર્મ મિશ્ર, કે ત્રીજો બીજે મિશ્ર ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, પ્રત્યક્ષ અને પરેક્ષ,-એ સોળ પ્રકારમાંથી કોઈ પણ વાપરતી વખતે, વિચારપૂર્વક, ખાતરી કરીને, સાવધાનતાથી સંયમપૂર્વક તથા ઉપર જણાવેલા દેને ત્યાગ કરીને બોલવું. [૧] .. ભિક્ષએ નીચે પ્રમાણે વાણીના ચાર પ્રકારે જાણવા: સત્ય, અસત્ય, કંઈક સત્ય અને કંઈક અસત્ય, ન સત્ય કે ન અસત્ય'. આ ચારે પ્રકારની વાણુઓમાંથી જે કઈ વાણી સદેવ, કર્મબંધન કરાવનાર, કર્કશ, કડવી, નિધુર, કઠેર, અનર્થકારી, પ્રાણીઓનાં છેદન-ભેદન તથા તેમને ઉપદ્રવ-પરિતાપ કરાવનારી હોય, તે ચાહીને ન બેલવી. પરંતુ જે વાણી સત્ય, સુમ, નહીં સત્ય કે નહીં અસત્ય, તથા ઉપર જણાવેલા દેથી રહિત હોય તે ચાહીને બોલવી. [૧/૪-૬] ૧. ટીકામાં “અધ્યાત્મને અથે પહેલે પુરુષ ન કરતાં, બીજ કહેવા જતાં મનની વાત નીકળી પડે તે’ –એ કર્યો છે. તથા ઉપનીરને અર્થ પ્રશંસાવચન કર્યો છે, અને “અપનીરને એ પ્રશંસાથી ઊલટું –એ કર્યો છે. તે જ પ્રમાણે મિશ્રનું પણ સમજવું. ૨. એ પ્રકાર એ રોજના વ્યવહારમાં બોલાતી વાણીને, એટલે કે, કેઈ ને બોલાવતી – આજ્ઞા કરતી વખતે વાણુને છે. મૂળમાં આની પછી નીચેનાં વાક્ય છે: વાણુના આ ચાર પ્રકાર ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના તીર્થકરોએ કહ્યા છે, કહે છે અને કહેશે. એ ચારે પ્રકારની વાણુનાં પરમાણુઓ અચિત્ત, તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયન, તથા વધઘટ અને વિવિધ પરિણામ પામનારાં છે, એમ પણ તીર્થ કરેએ કહ્યું છે. વાણી બોલતા પહેલાં અને બોલ્યા પછી વાણી નથી. હતી, પણ અ-વાણી હોય છે. આમ બોલાતી હોય તે જ વખતે તે વાણી કહેવાય છે. સંભવ છે કે, શબ્દ નિત્ય છે એવું માનનાર વાદીઓને જવાબરૂપે એ ભાગ હેય. ૩. ઉપરથી અસત્ય દેખાતી પણ કુશાગ્રબુદ્ધિથી જોનારને સત્ય લાગતી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૪. ભાષા ૧૧૩ ભિક્ષ કોઈને બેલાવતે હેય, અને તે ન સાંભળે, તે તેને અવજ્ઞાપૂર્વક “ચાંડાળ, “કૂતરા’, ‘ચોર', “છિનાળ”, “જૂઠા” વગેરે સંબોધનથી ન ઉદ્દેશો; તેમ જ તેનાં માતપિતાને પણ તેવાં વિશેષણ લગાડી તેને ન સંબોધે; પરંતુ, “હે અમુક અથવા હે આયુષ્માન, હે શ્રાવક, હે ઉપાસક, હે ધાર્મિક, કે હે ધર્મપ્રિય, એમ કહીને સંબોધન કરવું. સ્ત્રીની બાબતમાં પણ એમ જ સમજવું. [૧/૮] ભિક્ષએ આકાશ, ગર્જના અને વીજળીને દેવ ન કહેવાં. તેમ જ દેવ વરસ્ય, કે દેવ વરસતે બંધ થયે, એમ પણ ન કહેવું. વળી, વરસાદ પડે યા ન પડે, ધાન્ય નીપજે યા ન નીપજે, રાત અજવાળી થાઓ યા ન થાઓ, સૂર્ય ઊગો યા ન ઊગો. રાજા છતો યા ન છતે – એમ પણ ન બેસવું. આકાશ વિશે કાંઈ કહેવાનું હોય તે તેને નભોદેવ કે એવું કાંઈ કહેવાને બદલે, અંતરિક્ષ – એમ કહેવું. તેમ જ દેવ વરસ્ય એમ કહેવાને બદલે, વાદળ એક થયું કે વરસ્યું એમ કહેવું. [૧/૧ર-૩ મુનિ અથવા આર્યાએ કેટલાંક હીન રૂપ જોઈને તેમને તેવાં જ ન કહેવાં. જેમ કે સૂજેલા પગવાળાને હાથીપગે ન કહેવો; કે કોઢવાળાને કોઢિયે ન કહે વગેરે. ટૂંકમાં, જે કહી બતાવવાથી સામે માણસ ગુસ્સે થાય, તેવી વાણું ચાહીને ન બોલવી. [૨૧] ભિક્ષએ કેટલાંક રૂડાં રૂપ જોઈને તેમને તેવાં જ કહેવાઃ જેમ કે એજરવીને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્વીને યશસ્વી, વગેરે. ૧. મૂળમાં: હેલ, ગેલ, કુપક્ષ (ખેટાં માબાપને), ઘડદાસ (પાણી ભરનાર નોકર), દગાબાજ –એ વિશેષણે વધારે છે. ૨. મૂળમાં “જુદાજુgિ “ગુહ્ય દેવને વિચારવાનું સ્થાન” એ વિશેષણ વધારે છે. ૩. મૂળમાં મધુપ્રમેહ તથા તૂટેલા હાથ, પગ, નાક, કાન અને એકવાળાના દાખલા વધારે છે. મ. આ.-૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મહાવીરસ્વામીને આચારધર્મ ટૂંકમાં, જે કહી બતાવવાથી સામે માણસ ગુસ્સે ન થાય, તે ચાહીને બોલવું. [૨/૨] ભિક્ષએ કોટ, કિલે, ઘર વગેરે જોઈને એમ ન કહેવું કે આ સારું કરેલું છે, કે કલ્યાણકારી છે, કે કરવા જેવું છે. પરંતુ જરૂર પડે તો એમ કહેવું કે, એ હિસાપૂર્વક બાંધેલું છે, દેવપૂર્વક બાંધેલું છે, કે પ્રયત્નપૂર્વક બાંધેલું છે. અથવા દેખાવડાને દેખાવડું કહેવું અને બેડેળને બેડોળ કહેવું. [૨/૩-૪ તે જ પ્રમાણે તૈયાર કરેલાં ખાનપાનની બાબતમાં પણ સમજવું ૨/૫-૬] ભિક્ષએ કોઈ યુવાન તથા પુષ્ટ મનુષ્ય, આખલે, પાડે, મૃગ, પશુ કે પંખી વગેરે જોઈને એમ ન કહેવું કે, એ ભરાવદાર છે, કે ચરબીયુક્ત છે, કે ગોળમટોળ છે, કે કાપવા લાયક યા રાંધવા લાયક છે; પણ જરૂર પડ્યે એમ કહેવું કે, એનું શરીર વધેલું છે, કે ભરાયેલ છે; અથવા તેને બાંધે મજબૂત છે; અથવા તે લેહીમાંસથી ભરેલે છે; અથવા તે પરિપૂર્ણ અવયવોવાળો છે. [૨/૭-૮]. મુનિએ ગાયે વાછરડા વગેરેને જોઈને એમ ન કહેવું કે, તે દેહવા લાયક છે, કે પલેટવા લાયક છે, કે વાહને જોડવા લાયક છે; પણ એમ કહેવું કે, આ ગાય દૂઝણી છે, કે જુવાન છે; અથવા આ વાછરડે નાખે છે, કે મોટે છે. [૨૯-૧૦] - મુનિએ બાગ, પર્વત કે વનમાં મોટાં ઝાડ જોઈને એમ ન કહેવું કે, આ મહેલ બનાવવાના કામનાં છે; કે ઘર, પાટ, આગળ, હળ, વાહન કે તેવી કોઈ વસ્તુ બનાવવાનું કામનાં છે. પણ એમ ૧. પાર્મ | - ૨. મૂળમાં આટલાં નામ છે – ૦ (નવ), ૦ (પાણીમાં તરવાનું સાધન), ઢોળ૦(મો), વઢ (સૂવાનું પાટિયું), ચં (કાછપાત્ર), નr૪(હળ), વિ(હળવિશેષ), પંક્િતગાડાની ઊઘ વગેરે), ૪િ(પરનાળ), જરી(કુડી), માણા(આસન), સઘળ(શયન), ના(વાહન), કવસ (રહેઠાણું). Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪. ભાષા ૧૧૫ કહેવું કે, તે જાતવાન છે, ઊંચાં છે, મોટાં છે. બહુશાખાવાળાં છે,' બેડોળ છે, કે સુંદર છે. [૨/૧૧-૨] એ જ પ્રમાણે, વૃક્ષોને ફળ બેઠેલાં જઈને એમ ન કહેવું કે, આ ફળ પાકાં છે, કે પકવીને ખાવા જેવાં છે, કે હમણું જ ખાવા જેવાં છે, કે કુમળાં છે, કે કકડા કરવા લાયક છે. પણ બહુ ફળવાળાં વૃક્ષ દેખીને એમ કહેવું કે, ફળના ભારથી આ બહુ લચી ગયાં છે, કે તેમને ઘણાં ફળ બેઠાં છે, કે ફળનું રૂપ બંધાયું છે. [૨/૧૩-૪] મુનિએ ખેતરમાં ઊભેલું ધાન્ય પાકેલું દેખી એમ ન કહેવું કે, તે પાકી ગયું છે, કે લીલું છે, કે ઝગારા મારે છે, કે લણવા ગ્ય છે, કે પોંક પાડવા ગ્ય છે. પણ એમ કહેવું કે, તે ઊગ્યું છે, તે વધ્યું છે, કે કઠળ થયું છે, કે રસયુક્ત છે, કે દાણા બેઠા છે કે ભરાયા છે. [૨/૧૫-૧૬] ભિક્ષુએ વિવિધ શબ્દો સાંભળીને એમ ન કહેવું કે, આ સારે યા બેટ છે. પણ સ્વરૂપ બતાવવા પૂરતો સુશબ્દને સુશબ્દ કહે અને દુઃશબ્દને દુઃશબ્દ કહે. તે જ પ્રમાણે રૂપ, ગંધ, અને રસની બાબતમાં પણ સમજવું. [૨/૧૭-૮]. ભિક્ષુએ ક્રોધ, માન, માયા અને લેભને ત્યાગ કરી, વિચારપૂર્વક, ખાતરીયુક્ત બોલનારા થવું; સાંભળવા પ્રમાણે કહેનારા થવું; તથા ઉતાવળા થયા વિના, વિવેક કરીને, સમભાવપૂર્વક, સાવધાનીથી બોલનાર થવું. રિ/૧૯ી. ભિક્ષુ અથવા ભિક્ષુણીના આચારની એ જ સંપૂર્ણતા છે કે, તે બધી બાબતમાં હમેશા રાગદ્વેષરહિત તથા પિતાના કલ્યાણમાં તત્પર રહિને, સાવધાનપૂર્વક વર્તે. ૧. પાણતા, વિહિંમત ૨. ટા (ત્રોમાનિ -રીના૦). ૩. વેદિયા (fધાજ ઘોઘાનિ – રીના૦) ૪. ઢ, વંદુહંમત, ચિરા, સઢા, અમિતા, પતા, સારા ! Page #133 -------------------------------------------------------------------------- ________________ વસ ભિક્ષુ કે ભિક્ષુણીને વસ્ત્રની જરૂર પડે તે તેણે ઊન, રેશમ, રાણુ, તાડપત્રાદિ, કપાસ કે તૂલનાં બનેલાં॰ કપડાં માગવાં. જે મુનિ તરુણુ યુવાન, બળવાન, નીરાગી, અને મજબૂત બાંધાને હેય, તે એક જ વસ્ત્ર પહેરે; ખે નહિ અને જે સાધ્વી હોય તે ચાર વસ્ત્ર પહેરે : એક બે હાથનું બે ત્રણ હાથનાં અને એક ચાર હાથનું. એટલી લંબાઈનાં સળંગ ન મળે, તે સાંધીને કરે. [૧/૧] ર 3 ભિક્ષુ અથવા ભિક્ષુણીએ વજ્ર માગવા માટે બે ગાઉથી વધારે દૂર જવાની ઇચ્છા ન કરવી, . જે વસ્ત્ર ગૃહસ્થે એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષુ કૅ ભિક્ષુણીને ઉદ્દેશીને કે અમુકે ગણતરીબંધ શ્રમણુ બ્રાહ્મણુ વગેરેને ઉદ્દેશીને ભૂતપ્રાણાની હિંસા કરીને તૈયાર કર્યું હોય, ખરીદ્યું હોય કે ઊછીનું આખું હોય તે વસ્ત્રને સદોષ જાણી ભિક્ષુએ ન સ્વીકારવું. [૧/૨] વળી, જે વસ્ત્ર અમુક ગણુતરીબંધ નહિ, પણુ ગમે તે શ્રમજી બ્રાહ્મણ વગેરે માટે ઉપર પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું હોય, પણ તે હજુ બીજાએ પેાતાનું ગણી વાપર્યું" ન હેાય, તે તે વજ્ર પશુ સદેષ જાણી ભિક્ષુએ ન સ્વીકારવું. પણુ જે વસ્ત્ર ૧. બયિ, મનિય, સાળવાં, પોથ, વોમિથું, તુટ ૨. સંવાદીઓ ।૩. સંÉીયેલના ૪. ઝૂંટવી આપ્યું હોય, (સહિયારી માલકીનું હોઈ, ખધાની) રજા વિના મેળવ્યું હાય, કે મુનિને સામે જઈને નિવેદિત કર્યું' હોય' – વગેરે વિશેષણા પિંડેષણા (પ. ૮૨, ૧/૧૧-૨) પ્રમાણે જ સમજવાં, દરેક માગવાની વસ્તુ માટે આ તથા પછીના નિયમ સામાન્ય હોય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૫. વસ્ત્ર ૧૧૭ બીજાએ પોતાનું ગણું વાપર્યું હોય, તેને નિર્દોષ જાણું સ્વીકારવું. [૧/૨] તે જ પ્રમાણે, જે વસ્ત્ર ગૃહસ્થ ભિલ માટે ખરી હેય, ધોયું હોય, રંગ્યું હોય, સુગંધી દ્રવ્ય અને કવાથામાં ઘસી મસળીને સાફ કર્યું હોય અથવા ધૂપ આપી સુવાસિત કર્યું હોય, તે જ્યાં સુધી બીજાએ પિતાનું ગણી વાપર્યું ન હોય ત્યાં સુધી ન લેવું. પણ બીજાએ પિતાનું ગણું વાપર્યું હોય તે લેવું. [૧/ ભિક્ષએ બહુ મોંઘા મૂલનાં મળે તે પણ ન લેવાં. [૧/૪-૫. ઉપરના દેજે ટાળી, ભિક્ષએ નાચેના ચાર નિયમમાંથી કોઈ એકને અનુસરી વસ્ત્ર માગવાં : ૧. ઊની, રેશમી, શણુનું, તાડપત્રનું કે સુતરાઉ, વગેરેમાંથી ૧. વીતે, ધીમ, રસમ, ઘટ્ટમ, મટ્ટ, ટ્ટમ, સંપર્ધવિતમૂ | ૨. તેની વિગતો મૂળમાં આ પ્રમાણે છે : મgrળ (અમુક જાતના ઉંદરનાં ચામડાંમાંથી બનાવેલાં-ટી), તળિા (બારીક), હિંગ છાણિ, (બારીક તથા ચિત્રવિચિત્ર), માથાળ (અમુક દેશમાં સૂક્ષ્મ રુવાંટીવાળી બકરી થાય છે તેની રુવાંટીનાં), વાયfખ (અમુક દેરામાં ઈંદ્રનીલ વર્ણને કપાસ થાય છે તેનાં), વોમિયાળિ (કપાસનાં), યુપુનિ (ગૌડ દેશના વિશિષ્ટ કપાસનાં, ઘટ્ટ (૫ટ્ટસૂત્રનાં), મifળ (મલય દેશમાં થતા સૂતરનાં), વલ્કલના તંતુઓનાં (Trugirળ), રેશમી (ચીન વગેરેનાં, સરાગ, અમિલ, ગજજલ, ફાલિય, અને કાયહ દેશમાં બનતાં કપડાં, કોમળ તથા પ્રાવર (મેટ કામળ). નીચેનાં ચામડાંનાં બનેલાં કપડાં પણ ન લેવાં : ઉદ્ર (એ નામનાં સિધુ દેશમાં થતાં માછલાંનાં), પેસ (એ નામનાં સિંધુ દેશનાં બારીક રુવાટીવાળાં પશુઓનાં), પેસલ તે પશુઓની રુવાંટીનાં), કૃષ્ણ, નીલ તથા ગૌર રંગના મૃગનાં ચામડાંનાં, સેનેરી જ રીબુટ્ટી વગેરેવાળાં (કૂળrf, af, પટ્ટાળિ, જનાવરૂf), કારિ.f). વ્યાધ્રચમનાં (વાણિવિવધાળ, આભરણેયુક્ત (મામળા, મમરાવિવિતા). Page #135 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ કોઈ એક જાત નક્કી કરી, તે જાતનું જ જાતે માગવું અથવા ગૃહસ્થ આપે અને નિર્દોષ હોય તે લેવું, એ પહેલા નિયમ. [૧/૬] ૨. પાતાને જોઈ તું વસ્ત્ર ગૃહસ્થને ત્યાં દેખીને માંગવું અથવા આપે તે લેવું, એ બીજો નિયમ. [૧/૭ ૧. ૩. ગૃહસ્થે અંદર કે ઉપર પહેરીને વાપરેલું વસ્ત્ર જ જાતે માગવું અથવા આપે તે લેવું, એ ત્રીજો નિયમ. [૧/૮] ૪. ફેંકી દેવા જેવું, એટલે કે જેને બીજો કાઈ ભિખારી લેવા ન ઇચ્છે, તેવુ જ વસ્ત્ર માગવું અથવા લેવું, એ ચેાથેા નિયમ. [૧/૯ આ ચારમાંથી કોઈ પણુ એક નિયમ અનુસરનારે એમ કદી ન માનવું કે પાતે જ સારા નિયમ લીધે! છે, અને બીજાએ ખેાટે નિયમ લીધેા છે. [૧/૯ ૧ યાચક યા આપે તે ૨ એ નિયમ અનુસાર વસ્ત્ર માગવા જનાર ભિક્ષુને ગૃહસ્થ એમ કહે કે, 'તમે મહિના બાદ, કે દશ કે પાંચ દિવસ બાદ, અથવા કાલે કે પરમ દિવસે આવો; ત્યારે અમે તમને વસ્ત્ર આપીશું;' તે ભિક્ષુએ તેને કહેવું કે, હૈ આયુષ્મન્ અથવા બહેન, મારાથી એવા સંકેત કબૂલ રાખી શકાય તેમ નથી. માટે તમારે જો આપવું હોય, તે! હમણુાં જ આપેા.' તે સાંભળી, પેલા એમ કહે કે, 'ભલે, થેાડી વાર રહીને જ આવજો;' તાપણુ તેને ઉપર પ્રમાણે જ કહેવું. આ સાંભળી, પેલે પોતાના ઘરમાં કોઈ તે કહે કે, 'હૈ ભાઈ અથવા બહેન, અમુક વસ્ત્ર લાવે; તે વસ્ત્ર આપણે સાધુને આપી દઈએ, અને આપણે માટે બીજું લાવીશું;’ તા એ વસ્ત્ર પણુ સદાપ જાણી સાધુએ ન લેવું. [૧/૧૦ ૧. વગેરે બધું પા. ૯૧, મુજમ સમજવું. ર. સંર ૩. કારણ, મૂળમાં સૂચવ્યું છે તે પ્રમાણે, નવું લાવવામાં તે તેને ભૂત-પ્રાણી વગેરેની હિંસા ઊભી કરવી પડે; અને તેનું નિમિત્ત સીધા જ સાધુ થયા કહેવાય, Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫. વસ્ત્ર - ૧૧૯ અથવા, તે ગૃહસ્થ પિતાના ઘરના માણસને એમ કહે કે, “અમુક વસ્ત્ર લાવે, આપણે તેને સુગંધી દ્રવ્ય કે કવાથ વડે ઘસી, સાફ કરીને, કે સુગંધિત કરીને સાધુને આપીએ; અથવા ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આપીએ; કે તેમાંનાં કંદ, લીતરી વગેરે કાઢી લઈને આપીએ તો સાધુએ તેને તરત જ કહી દેવું કે, “હે આયુષ્યન્ અથવા બહેન, તમારે આપવું જ હોય, તે તેમ કર્યા વિના જ આપે. અને છતાં જે તે ગૃહસ્થ તેમ કરીને જ આપે, તો તેને સદેવ જાણી ન લેવું. [૧/૧૧-૩] ગૃહસ્થ મુનિને કાંઈ વસ્ત્ર આપવા માંડે, તે મુનિએ તેને કહેવું કે, “હે આયુષ્યન, હું એક વાર તમારા વસ્ત્રને ચારે બાજુ તપાસી લઉં.” આમ તપાસ્યા વગર વસ્ત્ર લેવામાં ઘણા દેવ છે. કારણ કે, તે વસ્ત્રના છેડામાં કાંઈ કુંડળ, હાર વગેરે આભૂષણ કે બીજ, ધાન્ય વગેરે કોઈ સચિત્ત વસ્તુ બાંધેલી હેય. માટે પહેલેથી જોઈ તપાસીને જ વસ્ત્ર લેવું. [૧૧] મુનિએ જે વસ્ત્ર ઈલાં, જીવજંતુ વગેરેથી યુક્ત જણાય, તે સદોષ જાણું ન લેવું. જે વસ્ત્ર જીવજંતુ વિનાનું હોય, પણ પૂરતું ન હય, જીર્ણ હોય, થોડા વખત માટે આપ્યું હોય, પહેરવા લાયક ન હોય, તથા કોઈ રીતે પસંદ પડે તેવું ન હોય; તે પણ ન લેવું. પરંતુ જે વસ્ત્ર જીવજંતુ વિનાનું, પૂરતું મજબૂત, હંમેશ માટે આપી દીધેલું, પહેરવા લાયક તથા પસંદ પડે તેવું હોય, તે નિર્દોષ જાણું લેવું. [૧/૧૫-૬] ભિક્ષુએ, પિતાનું વસ્ત્ર નવું નથી એમ જાણી કે, દુર્ગધી જાણું, તેને સુગંધી દ્રવ્ય, કવાથ યા ઠંડા કે ગરમ પાણીથી ન ધોવું કે સાફ કરવું. [૧/૧૭-૮] ૧. મૂળમાં તેને માટે faiાળા (સ્નાનન) શબ્દ છે. ટીકાકાર તેને અર્થ “સુગંધી દ્રવ્યથી (ઘસવું) એમ કરે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મહાવીરસ્વામીને આચારધમ ભિક્ષને વસ્ત્ર તડકે સૂકવવાની જરૂર પડે, તે તેમને સીધાં જમીન ઉપર, કે જે જીવજંતુવાળી હોય – ન સૂકવવાં; તેમ જ ખાંભી, ઉમરે, ખાંડણિયે, નાહવાને બાજઠ કે તેવી જમીનથી અદ્ધર રહેતી જગાઓ ઉપર આમતેમ હાલતાં, લટકતાં ન નાખવાં. તે જ પ્રમાણે કોટડું, ભીંત, શિલા, ઢેફાં, સ્તંભ, માંચો, માળ કે અગાસી જેવી જમીનથી ઊંચે રહેતી જગાઓનું પણ સમજવું. પરંતુ, વસ્ત્ર લઈ તેણે એકાંતમાં જવું, અને ત્યાં બળેલી જમીન વગેરે જીવજતુ વિનાનું સ્થળ જોઈતપાસી, સાફ કરી, તેના ઉપર તેમને સુકવવાં. ૧૧૯-૨૩ ભિએ, પોતે સ્વીકારી શકે તેવાં વસ્ત્રો માગવાં, અને જેવાં મળે તેવાં પહેરવાં. તેમને જોવાં યા રંગવાં નહીં; તેમ જ જોયેલાં યા રંગેલાં વસ્ત્ર ધારણ કરવાં નહીં. ગામતરે જતાં કોઈ લૂંટી લે એ બીકે તેમને છુપાવી ખરાબ વસ્ત્ર પહેરવાં નહીં, પરંતુ કોઈ લૂંટવાનું મન ન કરે એવાં વસ્ત્ર જ ધારણ કરવાં. આ વસ્ત્રધારી મુનિને સંપૂર્ણ આચાર છે. ર૧] ગૃહસ્થને ઘેર જતાં તેણે પિતાનાં વસ્ત્ર સાથે લઈને જ જવું આવવું. તે જ પ્રમાણે શૌચ જતાં કે સ્વાધ્યાય કરવા જતાં પણ કરવું. પરંતુ વરસાદ વગેરેને વખતે બધાં વસ્ત્ર સાથે લઈને ન જવું-આવવું. [૨ /૨] કોઈ સાધુ બીજે ગામ જતી વખતે, થોડા વખત માટે ઊછીનું વસ્ત્ર લઈ આવે; અને પછી પરગામથી પાછો આવી, તે વસ્ત્ર મૂળ માલિકને આપવા માંડે, તો તે તેણે પાછું ન લેવું, કે લઈને બીજાને ન આપી દેવું, કે કોઈને ઊછીનું ન આપવું, કે તેને બદલે ન કર, કે બીજાને જઈને એમ ન કહેવું કે, “હે આયુષ્યનું १. अणंतरहियाए (अनंतहिता). ૨. થr fસ, nિહેલુfણ સુથારુંfસ, જામi૪તા ૩. જુઓ યા ૮૬. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૫. વ ૧૨૧ શ્રમણુ ! તારે આ વસ્ત્ર જોઈએ છે?” વળી તે મજબૂત હાય છતાં તેને ફાડીને ફેંકી ન દેવું; પરંતુ, વપરાઈ ને રાળાયેલું તે વસ્ત્ર ઊછીનું લઈ જનારને જ આપી દેવું; -- પાતે રાખવાને વિચાર ન કરવા. આવેશ આચાર સાંભળી, કોઈ ભિક્ષુ એવે વિચાર કરે કે, હું થાડા વખત માટે વસ્ત્ર ઊછીનું લઈ આવું; અને પછી બહારગામથી પાછા આવી, તેને પાછું આપવા જઈશ, ત્યારે તે લેશે નહીં, એટલે તે મારું જ થશે, તે તેને દ્વેષ લાગે. માટે તેણે તેમ ન કરવું. [૨/૩-૪ ભિક્ષુએ વર્ણયુક્ત વસ્ત્રને વિવર્ણ ન કરવાં કે વિવર્ણને વર્ણયુક્ત ન કરવાં; • મેળવવાની ચ્છાથી પેાતાનું વસ્ત્ર બીજાને આપી ન દેવું; કે બીજાનું ઊછીનું ન લેવું; કે તેના બદલા ન કરવા; કે પેાતાને અણુગમતું વસ્ત્ર કાઢી નાખવા ખીજાતે જઈ ને એમ ન કહેવું કે, ‘તારે આ વસ્ત્ર જોઈ એ છે ?? બીજાને સારું ન દેખાતું હાય, માટે મજબૂત વસ્ત્રને કાઢીને ફેંકી ન દેવું. માર્ગે જતાં કોઈ લૂંટારુ તેને મળે, તે તેનાથી ખીને પોતાનાં વસ્ત્ર બચાવવા ખાતર તેણે ઉન્માર્ગે ન ચડી જવું; કે અમુક માર્ગે લૂંટારુએ વસે છે એમ જાણી બીજે માર્ગે ન વળી જવું; વગેરે બધું આગળ (પા. ૧૦૮, ૩/૧૩-૬માં) બતાવ્યા પ્રમાણે કરવું. [૨/૫] [ભિક્ષ અથવા મિક્ષણીના આચારની એ જ સંપૂર્ણતા છે, વગેરે પા. ૬૮ મુ Page #139 -------------------------------------------------------------------------- ________________ પાત્ર ભિક્ષુ અથવા ભિક્ષણને પાત્રની જરૂર પડે, ત્યારે તેણે તેબીનું કે લાકડાનું કે માટીનું કે એવી જાતનું કોઈ પાત્ર માગવું. જે મુનિ બળવાન, નીરોગી અને મજબૂત બાંધાવાળો હોય, તેણે એક જ પાત્ર રાખવું, બે નહીં. [૧/૧ પાત્ર માગવા તેણે બે ગાઉથી વધારે દૂર જવાની ઈચ્છા ના કરવી ૧/૧ જે પાત્ર ગૃહસ્થ એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષ કે ભિક્ષણને ઉદ્દેશીને... તૈયાર કર્યું હોય, કે ખરી હે.. તે સદેવ જાણું ન લેવું. . . (વગેરે બધું વસ્ત્ર પા. ૧૧૬ ૧/ર મુજબ) ભિક્ષએ, બહુ મોંઘામૂલાં પાત્ર મળે તે પણ ન લેવાં.૧ [૧ર-૩] ઉપરના દેણે ટાળી, ભિક્ષએ નીચેના ચાર નિયમમાંથી કોઈ એકને અનુસરી પાત્ર માગવું : ૧. તુબીનું, લાકડાનું, માટીનું વગેરેમાંથી કોઈ એક જાત નકકી કરી, તે જાતનું જ જાતે માગવું, અથવા ગૃહસ્થ આપે તે નિર્દોષ હોય તે લેવું, એ પહેલે નિયમ. [૧૪ ૨. પિતાને જોઈતું પાત્ર ગૃહસ્થને ત્યાં દેખીને માગવું, અથવા આપે તે લેવું, એ બીજો નિયમ. [૧૫ ૩. ગૃહસ્થ વાપરેલું કે તેના વડે વપરાતાં બે ત્રણ પાત્રામાંથી એક માંગવું અથવા આપે તે લેવું, એ ત્રીજે નિયમ. [૧૬] ૪. ફેંકી દેવા જેવું એટલે કે જેને બીજો કોઈ યાચક યા ભીખારી લેવા ન ઈચ્છે, તેવું જ પાત્ર માગવું, અથવા આપે તો ૧. મૂળમાંઃ “સીસું, તાંબું, ચાંદી, સેનું, પિત્તળ, પોલાદ, મણિ, કાચ. કાંસું, શંખ, શીંગ, દાંત, કપડાં, પથ્થર, ચામડાં, વગેરેનાં ગણાવ્યાં છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૬. પાત્ર ૧૨૩ લેવું, એ થે નિયમ. આ ચારમાંથી કોઈ એક નિયમ લેનારે બીજાની અવગણના ન કરવી. (વગેરે આગળ પા. ૯૧ મુજબ) એ પ્રતિજ્ઞાઓ અનુસાર પાત્ર માગવા જનાર ભિક્ષને ગૃહસ્થ વાયદા કરે, અથવા પાત્રને તેલ, ઘી, ચરબી વગેરે પડીને કે સુગંધી દ્રવ્ય, ઠંડું કે ઊનું પાણી વગેરેથી ઘઈ માંજીને આપવાનું કહે, તે તે સદોષ જાણ ન લેવું (વગેરે બધું વસ્ત્ર પા. ૧૧૮-૯, ૧/૧૦-૩ મુજબ.) [૧/૧૮-૯] - ગૃહસ્થ ભિક્ષને એમ કહે કે, તમે થોડી વાર છે તે અમે રસોઈ વગેરે તૈયાર કરી લઈએ; ત્યાર બાદ અન્નપાન ભરીને તમને પાત્ર આપીશું. ખાલી પાત્ર શ્રમણને આપવું તે ઠીક નથી;” તો ભિએ પહેલેથી જ ના પાડી દેવી; અને છતાં, ગૃહસ્થ તેમ કરીને જ આપવા માંડે, તે તે સ્વીકારવું. [૧/૧૦ ગૃહસ્થ પાસેથી લેતાં પહેલાં ભિક્ષુએ તેના દેખતાં તપાસીને પછી લેવું કારણ કે, અંદર જીવજંતુ, વનસ્પતિ, બીજ વગેરે હાય. [૧/૧૧-૨ પિછીના બે ફકરા આગળ વઐષણ ૧/૧૭૮ તથા ૧/૧૯-૨૩ મુજબ જ લેવા. માત્ર જ્યાં સૂકવવાની વાત છે, ત્યાં, તેલ, ઘી વગેરેથી ખરડેલું પાત્ર હોય, તે નિર્જીવ જમીન જોઈતપાસી, સાફ કરી, ત્યાં સાવધાનીથી તેને ઘસી લેવું; એમ સમજવું.) ભિક્ષુએ ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા જતાં પાત્રને પ્રથમ જોઈ તપાસી સાફ કરવું, જેથી અંદર જીવજંતુ કે ધૂળ ન રહે. ૨/૧ ભિક્ષુ ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા ગયું હોય અને ગૃહસ્થ પાત્રમાં ઠંડું પાણી ભરી લાવીને તેને આપવા માંડે; તે પહેલેથી જોયું હોય, તે તેને સદેવ જાણું ન લેવું; પણ અચાનક લેવાઈ જાય, તે તેને પાછું (તેના વાસણના) પાણીમાં રેડી દેવું; (અને ન ૧. ૫. ૧૧૯-૨૦. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મહાવીરસ્વામીને આચા૨ધર્મ રેડવા દે, તે કૂવા વગેરેને પાણીમાં) અથવા ભીનાશવાળી જમીનમાં રેડી દેવું. તેમ ન બને તેવું હોય, તે તે પાણી સહિત પાત્ર જ પરઠવી દેવું. [૨/૨-૩ ભિક્ષુએ પિતાના ભીના વાસણને લૂછવું કે તપાવવું નહિ, પરંતુ વાસણ ઉપરનું પાણી કે ભીનાશ દૂર થાય ત્યાર બાદ જ તેને લુછવું કે તપાવવું. [૨/૪ [ભિક્ષુએ ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા જતી વખતે પાત્ર સાથે લઈને જવું, વગેરે વઐષણ પા. ૧૨૦, ૨/ર મુજબ [ભિક્ષુ અથવા ભિક્ષુણીને આચારની એ જ સંપૂર્ણતા છે, વગેરે પા ૬૮ મુજબ) મુકામ પ્રવજ્યા લઈ, હું ઘરબાર વિનાને, ધન-ધાન્ય-પુત્રાદિ રહિત તથા પારકાનું આપેલું ખાનારો શ્રમણ થઈ શ; અને પાપકર્મ હરગિજ નહિ કરું. હે ભગવંત ! બીજાએ નહિ આપેલી એવી કઈ પણ ચીજ લેવાનું કે રાખવાનું) ત્યજવાને હું નિયમ લઉં છું.” [૧/૧] આવી પ્રતિજ્ઞાવાળા મુનિએ, પછી ગામ, નગર કે રાજધાનીમાં ગયા બાદ, બીજાએ નહિ આપેલી કોઈ પણ ચીજ ગ્રહણ ન કરવી, બીજા પાસે ન કરાવવી, કે કઈ કરતે હોય તેને અનુમતિ ન આપવી. પિતાની સાથે પ્રવજ્યા લેનાર સાધુઓની પણ છત્ર, પાત્ર, . ૧. મૂળમાં “અવગ્રહ’ શબ્દ છે. તેને અર્થ, પોતાની માલિકીની ચીજ – પરિગ્રહ' તેમ જ નિવાસસ્થાન' એમ બને થાય. આ અધ્યયનમાં પણ બંનેને લગતાં વિધાન છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૭. મુકામ ૧૨ દંડ વગેરે કઈ પણ વસ્તુ, તેમની રજા માગ્યા વિના કે (રજ મળે ત્યારે) જયા-તપાસ્યા વિના, કે સાફ કર્યા વિના ન લેવી. [૧/૧]. ભિક્ષુએ મુસાફરખાનાં વગેરે સ્થળે જઈને, પહેલાં તે સ્થળ પોતાને ગ્ય છે કે નહિ તે વિચારીને, પછી ત્યાંના માલિક કે અધિપતિ પાસે, ત્યાં રહેવાની આગળ જણાવ્યા પ્રમાણે (પા. ૯૬-૭) રજા માગવી. [૧/૨] . રહેવાની જગા મળ્યા બાદ, તે મકાનમાં જે બીજા શ્રમણબ્રાહ્મણદિ અગાઉથી ઊતર્યા હોય, તેમની છત્ર પાત્ર વગેરે વસ્તુઓ આઘીપાછી ન કરવી, તથા તે ઊંઘતા હોય તે તેમને ને જગાડવા. ટૂંકમાં, તેમને પીડાકાર કે પ્રતિકૂળ એવું કાંઈ જ ન કરવું. [૨/૧] ઉતારે કર્યા બાદ, ત્યાં પોતાના સમાનધર્મી કે સહભોજ જે સદાચારી સાધુઓ આવે, તેમને પોતે માગી આણેલાં ખાનપાન, સુવાસવાનાં પાટિયાં, પથારી, પાથરણું વગેરે માટે નિમંત્રિત કરવા; પરંતુ બીજાએ આણેલાં અનપાન વગેરે માટે બહુ આગ્રહ કરીને નિમંત્રિત ન કરવા. ૧૩-૪] ત્યાં ગૃહસ્થ કે તેમના પુત્ર વગેરે પાસેથી સેય, અસ્તરો, કાન ખોતરણું કે નરેણી વગેરે વસ્તુઓ પાછી આપવાની શરતે, પોતાને એકલાના ઉપગ માટે માગી આણી હોય, તે તે એકબીજાને આપવી નહિ; પણ પોતાનું કામ પૂરું થતાં, તેને લઈ ગૃહસ્થ પાસે જવું, અને તેને ખુલ્લા હાથમાં રાખીને કે જમીન ઉપર ૧. છતાં, મત્તા, ટૂંઢ ગ્રામ ૨. ત્યાંની જમીન ભીની કે જીવજંતુવાળી ન હોવી જોઈએ; તે હેઠાણ ખાંભી, કેટડા, સ્તંભ વગેરે ઉપર અદ્ધર ઝઝૂમતું રહેતું ન હોવું જોઈએ; તે રહેઠાણ ગૃહસ્થ, અગ્નિ, પાણી, સ્ત્રીઓ, બાળકે, પશુઓ, આહારપાણીની તૈયારીઓ વગેરેવાળું ન લેવું જોઈએ, પેસવા-નીકળવામાં કે ધર્મવિચારણામાં અગવડવાળું ન હોવું જોઈએ; જુઓ ૫, ૯૬ ૩૫-૧૨; તથા પા. ૯૪, ૧૯. [૧૬-૧૨). Page #143 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચારધર્મ મૂકીને, “આ રહી, આ રહી એમ કહેવું; મતલબ કે, પોતે તેને હાથમાં ન મૂકવી. [૧/૫]. કોઈ આંબાવાડિયામાં ઉતારે મેળવ્યું હોય, અને કેરી ખાવાની ઈચ્છા થાય તે જે કેરી જીવજંતુ વગેરે વાળી હોય, તેમ જ જેને ચીરીને કકડા કરી, નિજીવ કરેલી ન હોય, તે ન લેવી. પણ, જે કેરી જીવજંત વિનાની અને ચીરીને કટકા કરી, નિજીવ કરેલી હોય, તે લેવી. તે જ પ્રમાણે કેરીનાં અડધિયાં, પેશી, છાલ, રસ કે જીંદા માટે પણ સમજવું. [૨/૨-૪ તેવું જ, શેરડીના ખેતરમાં કે લસણુના ખેતરમાં ઉતારે કર્યો હોય ત્યારે પણ સમજવું. [૨/૫-૬] ભિક્ષુએ ઉપર જણાવેલા દે ટાળી, નીચેના સાતમાંથી કોઈ એક નિયમ અનુસાર મુકામ મેળવો. [૨/૭. ૧. મુસાફરખાનાં વગેરેમાં, તે સ્થળ પોતાના માટે યોગ્ય છે કે નહિ તેને વિચાર કરી, તેના માલિકની આગળ જણાવ્યા પ્રમાણે રજા માગી, મુકામ મેળવે, એ પહેલી પ્રતિજ્ઞા [૨૮] ૨. હું બીજા ભિક્ષુ માટે મુકામ માગીશ, અને બીજાએ માગેલા મકાનમાં રહીશ, એ બીજી પ્રતિજ્ઞા. [૨/૯ ૩. હું બીજા ભિક્ષુ માટે મુકામ માગીશ, પણ બીજાએ માગેલામાં રહીશ નહિ, એ ત્રીજી પ્રતિજ્ઞા. [૨/૧•] ૧ બીજી અનુચિત વસ્તુની લેવડદેવડ નથી કરી, એવું બીજાઓ જોઈ શકે તે માટે (?). ૨. મળમાં માલિકની રજા મેળવવાને સીધો ઉલ્લેખ નથી, પણ સમજી લેવાને છે. ૩. અનામત્ત (માત્રાર્ટ-ટીકા), અવલિ, ચંવવોરા (કરીની છાલ), વાસ્ટર (ર), સંવાસ્ત્રમ્ (સૂફdયાન) ૪. ફુવન, રહસુનયન . તેમાં શેરડી માટે સંતાઈ (શેરડીની ગાંઠ, gofed (ગડેરી), ૩૨gો (ફાડિય), agaw (રસ), ૩છુટ્ટા (નાના કકડા) એટલાં છે; અને લસણ માટે રસુન રઘુકુળ હૃકુળવો, રાજા | Page #144 -------------------------------------------------------------------------- ________________ ૭. મુકામ ૧૨૭ ૪. હું બીજા માટે મુકામ માગીશ નહીં, પણ બીજાએ માગેલામાં રહીશ, એ ચોથી પ્રતિજ્ઞા [૨/૧૧] ૫. હું એકલા મારે માટે મુકામ માગીશ, બીજા બે ત્રણ કે ચાર પાંચ માટે નહીં માગું, એ પાંચમી પ્રતિજ્ઞા. [૨/૧૨] ૬. જેને મકાને હું મુકામ સ્વીકારીશ, ત્યાંથી જ તૃણ વગેરેનું પાથરણું આપોઆપ મળે તે સ્વીકારીશ, નહીં તે ઉભડક કે પલાંઠી વાળીને બેસીને જ રાત કાઠીશ, એ છઠ્ઠી પ્રતિજ્ઞા. [૨/૧૩ ૭. જેને મકાને ઉતારે કર્યો હશે, તેને ત્યાં પથ્થર કે લાકડાની છાટ જેવું કાંઈ તૈયાર મળી આવશે, તે તેના ઉપર સૂઈશ, નહીં તે ઉભડક કે પલાંઠી વાળીને જ રાત કાઠીશ, એ સાતમી પ્રતિજ્ઞા. [૨/૧૪ આ સાતમાંથી કોઈ એક નિયમ લેનારે બીજાની અવગણના ન કરવી વગેરે, પા. ૧ મુજબ.] ભિક્ષુ અથવા ભિક્ષુણીના આચારની એ જ સંપૂર્ણતા છે વગેરે, પા. ૬૮ મુજબ.] ૧. જુએ પા. ૧૧૦, ૩ /૧૮માં. ૨. આ ફકરા પછી મૂળમાં નીચેને ફકરે છે: “ભગવાને એવું કહેલું કે સાંભળ્યું છે કે, સ્થવિર ભગવતએ પાંચ પ્રકારના અવગ્રહ (એટલે કે, માલકી હક) ગણાવ્યા છે. (૧) લોકમધ્યવર્તી રૂચકદક્ષિણાધી એ દેવેન્દ્રને અવગ્રહ ગણાય છે. (૨) ભરત વગેરે ક્ષેત્ર તે ચક્રવર્તી રાજાને અવગ્રહ ગણાય છે. (૩) ગામ, વૃક્ષ, ઉદ્યાન, ગિરિ, કંદરા, દેવમંદિર, પરબ વગેરે ગૃહપતિને (તે સ્થળના માંડલિકજાગીરદારને) અવગ્રહ ગણાય. (૪) જેને ઘેર ઉતારે કર્યો હોય, તે ગૃહસ્થનું ઘર વગેરે તે ગૃહસ્થ (સાગારિકોને અવગ્રહ ગણાય. (૫) અને જે જગાએ સમાનધર્મ સાધુ વગેરે મહિને માસ ઉતારો કરી રહ્યા છે, તે (સવા કેસ સુધીની) જગા વગેરે તે સાધમિકને અવગ્રહ કહેવાય.” એમ કઈ પણ સ્થળે ઉતારે કરતા પહેલાં ત્યાં આ પાંચ જણને માલકી હક પહોંચતું હોઈ, તેમની પરવાનગીની સાધુને અપેક્ષા રહે છે. [૨/૧૫). Page #145 -------------------------------------------------------------------------- ________________ ઊભા રહેવાનું સ્થાન ભિક્ષુ અથવા શિક્ષણને ઊભા રહેવા માટે સ્થાનની જરૂર પડે ત્યારે તેણે ગામ, નગર કે રાજધાનીમાં જવું. ત્યાં જે સ્થાન ઈડ કે જીવજંતુ વગેરેવાળું જણાય, તે સદેષ જાણુ, મળ્યા છતાં ન લેવું. (વગેરે બધું આગળ પા. ૯૨-૩ મુજબ, સમજવું.) [૧] ભિક્ષુએ એ બધા દોષ ત્યાગી, નીચે ચાર પ્રતિજ્ઞાઓમાંથી કોઈ એક મુજબ, ઊંભા રહેવાનું નક્કી કરવું? ૧. અચિત્ત સ્થળમાં ઊભા રહેવું, અચિત્ત વસ્તુનું અવલંબન લેવું, હાથ પગ લાંબા-ટૂંકા કરવા. તથા થોડું ફરવાનું રાખવું, એ પહેલી પ્રતિજ્ઞા. [૨] - ૨. બીજું બધું ઉપર પ્રમાણે, પણ કરવાનું ન રાખવું, એ બીજી પ્રતિજ્ઞા. [ ૩. બીજું બધું બીજ પ્રતિજ્ઞા પ્રમાણે, પણ અવલંબન કક્ષાનું ન કરવું, એ ત્રીજી પ્રતિજ્ઞા. [૪ ૪. અચિત્ત સ્થળ ઉપર ઊભા રહેવું, અવલંબન કશાનું ન કરવું, હાથપગ પણ લાંબા-ટૂંકા ન કરવા, હરવું-ફરવું પણ નહીં; તથા શરીર, કેશ, દાદી, રૂંવાડાં અને નખની દરકાર તજીને, (પરિમિત કાળ સુધી) હાલ્યાચાલ્યા વિના ઊભા રહેવું, એ ચોથી પ્રતિજ્ઞા. [૫] [આ ચારમાંથી કોઈ એક નિયમ લેનારે બીજાની અવગણના ન કરવી વગેરે બધું, આગળ પા. ૯૧ મુજબ) ૧. અહીંથી માંડીને ચૌદમા અધ્યયન સુધીનાં સાત અધ્યયને એ બીજી ચુડા છે. ૨. સૂત્ર ૬/૩ તથા તે પછીને કંદમૂળ સુધીને ભાગ. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૯. સ્વાધ્યાય માટેની જગા ૧૨૯ [ભિક્ષુ અથવા ભિક્ષુણના આચારની એ જ સંપૂર્ણતા વગેરે, પા. ૬૮ મુજબ. [૬] સ્વાધ્યાય માટેની જગા ભિક્ષ અથવા શિક્ષણને સ્વાધ્યાય કરવા માટે કોઈ જગાની જરૂર પડે ત્યારે તેણે ગામ, નગર કે રાજધાનીમાં જવું, અને ઈડ કે જીવજંતુ વગેરે વિનાનું સ્થળ પસંદ કરવું. (વગેરે બધું આગળ પા. ૯૨-૩ મુજબ સમજવું.) [૧] ત્યાં જે બે, ત્રણ ચાર કે પાંચ જણા સ્વાધ્યાય માટે જાય, તે સૌએ અને શરીરને આલિંગન ન કરવું, ચુંબન ન કરવું, કે દાંત અને નખથી ક્ષત ન કરવા. [૨] [ભિક્ષુ અથવા ભિક્ષણુના આચારની એ જ સંપૂર્ણતા છે વગેરે, પા. ૬૮ મુજબ.] ૧. મૂળ: નિશીથિકા. ૨. સુત્ર ૧/૩ તથા તે ૫છીને કંદમૂળ સુધીને ભાગ. Page #147 -------------------------------------------------------------------------- ________________ મળમૂત્રની જગા ભિક્ષ કે શિક્ષણને મળમૂત્રની હાજત થાય, અને તેની પાસે શરાવલું ન હોય, તે પોતે સહધર્મી પાસે માગી લે; અને તેમાં ઝાડો પેસાબ કરી, ઈડ કે જીવજંતુ વગેરે વિનાની જગાએ નાખી આવે. [૧] " જે સ્થળ ગૃહસ્થે એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષ કે ભિક્ષણને ઉદ્દેશીને તૈયાર કર્યું હોય કે ખરીધું હેય... તેને સદેષ જાણી તેમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. (વગેરે બે ફકરા વસ્ત્ર ૧/ર પ્રમાણે સમજવા.) [૨૪] જે જગા સાધુ માટે ગૃહસ્થ તૈયાર કરી કે કરાવી હોય, ભાડે રાખી હોય, છજાવી હોય, સરખી કરાવી હોય, લીંપાવીગૂપાવી હોય, કે ધૂપથી સુવાસિત કરી હોય, તેવી જગામાં સાધુએ મળમૂત્રને ત્યાગ ન કર. [૫] જે જગામાંથી ભિક્ષ માટે ગૃહસ્થ કે તેના પુત્ર વગેરે કંદ, મૂળ, હરિયાળી વગેરેને આઘાપાછાં ખસેડે, તેવી જગામાં ભિક્ષએ મળમૂત્રનો ત્યાગ ન કરવો. [૬] ભિક્ષએ થાંભલા, પાટ, માંચા. માળ, અટારી કે અગાસી જેવી જગાઓમાં મળમૂત્રને ત્યાગ ન કર. [૭] ૧. મૂળમાં પાથપું છા શબ્દ છે. પાચપુંછણને અર્થ સામાન્ય રીતે રજોગાણું જ લેવાય છે. અહીં ટીકાકાર જણાવે છે, સ્વાધ્યાય કરવા બેઠા પછી અચાનક પ્રબળ શંકા થઈ આવે, તો વાસણમાં મળમૂત્ર કરવાં; પહેલેથી જ જાતે જવાય તેમ હોય, તે નિજીવ જગાએ જઈ મળમત્ર કરવાં. જો કે છેવટના ફકરામાં તે હમેશાં જાણે પાત્રમાં જ પ્રથમ ઝાડાપેસાબ કરી, બહાર ફેંકવા જવું એવું વિધાન છે, એમ લાગે છે. , Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦, મળમૂત્રની જણા ૧૩૧ ભિક્ષુએ જીવજંતુવાળી ભીની, ધૂળવાળા, કે કાચી માટી મસળેલી જમીન ઉપર, તથા સજીવ શિલા, ઢેફ્રાં કે કીડાવાળાં લાકડાં ઉપર, તથા એવા જીવજંતુવાળા સ્થળમાં મળમૂત્ર ન ત્યાગવાં. [૮] જે જગા ઉપર ગૃહસ્થા વગેરેએ કંદ, મૂળ, ખીજ વગેરે પાથર્યાં હાય, પાથરતા હોય, કે પાથરવાના હોય, તેવા સ્થાનમાં ભિક્ષુએ મળમૂત્રના ત્યાગ ન કરવા. [૯] જે જગાએ ગૃહસ્થાએ ડાંગર, મગ, તથા જવજવ વગેરે વાવ્યા હોય, વાવતા તે જગાએ ભિક્ષુએ મળમૂત્ર ન ત્યાગવાં. [૧૦] ૩ ભિક્ષુએ કચરાના ઢગલા` ઉપર, બહુ કે થાડી કાટેલી જમીન ઉપર, કાદવવાળી જમીન ઉપર, ઠૂંઠાંવાળી જમીન ઉપર,૪ જવાર વગેરેની કડઅપ કે શેરડીના ડાંડાવાળી જમીન ઉપર, તથા ખાડા, ગુફા, કોટ વગેરેવાળી ઊંચીનીચી જમીન ઉપર મળમૂત્ર નં ત્યાગવાં. [૧૧] અડદ, તલ, કુળથી, જવ હોય, કે વાવવાના હોય, જ્યાં માણુસા માટે રાંધવા કરવાનું કામ થતું હાય, કે ભેંસ, પાડા, ઘેાડા, કબૂતર વગેરે. પશુપંખી રાખવામાં આવતાં હોય, તેવી જમીન ઉપર ભિક્ષુએ મળમૂત્ર ન ત્યાગવાં. [૧૨] જે ઠેકાણે માલુસે કાંઈ કામનાથી ક્રાંસા લેતાં હોય,૭ ૪ પોતાની જાતને ગીધડાં પાસે કડાવી દેતાં હોય, કે ઝાડ કે પર્વત ઉપરથી ઝંપાપાત કરતાં હોય, વિશ્વભક્ષણુ કરતાં હોય, અથવા અગ્નિપ્રવેશ કરતાં હોય, તેવી જગાએ ભિક્ષુએ મળમૂત્રનેા ત્યાગ ન કરવા. [૧૩] ૧. શ્રમોથા િ(ચવવુ :- ટીકા૦). ૨. ધસાળી (ગૃહસ્થો મૂમિંરાનઃ), મિgfળ (રા' મૂમિનય:). ૩. વિનુfળ (વિનિ). (૪) વાળુયાળિ । ૫. લવાનિ ૬. મહિલ્સ - વમ - મસ-વાટ – જીનય - વટ્ટથ - સિત્તેર -જવાથ-પિન ૭. વેઢાળલāાળેનુ । Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧ર મહાવીરસવામોને આચારધર્મ ભિક્ષુએ આરામ, ઉદ્યાન, વન, ઉપવન, દેવમોદર, સભાગૃહ, કે પરબ જેવી જગાઓએ મળમૂત્રને ત્યાગ ન કરે. [૧૪] ભિક્ષાએ કિલ્લાને બુરજ (કોઠો), કિલ્લા અને નગર વચ્ચે માર્ગ, દરવાજો અને ગપુર વગેરે સ્થળોએ મળમૂત્રને ત્યાગ ન કર. [૧૫] જ્યાં ત્રણ રસ્તા કે ચાર રસ્તા ભેગા થતા હોય, તેવાં ચોટા, ચેક વગેરે સ્થળમાં ભિક્ષાએ મળમૂત્રને ત્યાગ ન કર. [૧૬] નિમાડે, ચૂનાની ભઠ્ઠી, સ્મશાન, સ્તૂપ, ચૈત્ય, નદી ઉપર નાહવાનાં તીર્થ, નદીકિનારાને કાદવ, તળાવનાં નાળાં, પાણુની, નીક, માટીની નવી ખાણ, નવું ગોચર, ખાણ, કે શાકભાજીના સ્થળોમાં તથા બીજક, શણ, ધાતકી, કેતકી, આંબા, અશક વગેરેનાં, વનમાં ભિક્ષુએ મળમૂત્ર ન ત્યાગવાં. [૧ર૧ ભિક્ષુએ પોતાનું કે બીજાનું પાત્ર લઈ ખુલ્લા વાડામાં કે ઉપાસરામાં એકાંત જગાએ, કોઈ જ નહીં તેવા તથા જીવતુ વગેરે વિનાના નિર્જીવ સ્થળમાં જવું; અને ત્યાં મળમૂત્ર કરી, તે પાત્ર લઈ ખુલ્લા વાડામાં કે બળેલી જમીન ઉપર, કે એવી નિર્જીવ જગાએ, એકાંતમાં કોઈ જુએ નહીં તે ઠેકાણે તેમને સાવધાનીથી નાખી આવવાં. [૨] [ભિક્ષુ અથવા ભિક્ષણના આચારની એ જ સંપૂર્ણતા છે વગેરે, પા. ૬૮ મુજબ). ૧. જ્યાં લોકે તીર્થ જાણું આળોટતા હોય.’–ીકા ૨. પરંપરાથી પૂજ્ય ગણાતાં આવેલાં સ્થળ (બોવાસનાનિએ અર્થ પણ થાય. ૩. ઢાળવણિ (દાણા પ્રધાન), સાવલિ (પત્ર પ્રધાન), મૂછાવરણ (કંદમૂળ પ્રધાન), રજવશ્વ લિ (૨). ૪. મૂળમાં નાગ, પુનાગ અને ચક–એટલી વધુ વિગત છે. ૫. મૂળમાં રામ શબ્દ છે. ઉપવન, વાત, એ તેનો અર્થ થાય. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શબ્દ ભિક્ષુ અથવા ભિક્ષણએ ચાર પ્રકારના વાદ્યોના અવાજ સાભળવાની ઈચ્છાથી ક્યાંય જવું નહીં. [૧૪] ભિક્ષ અથવા ભિક્ષણએ વિવિધ સ્થળોએ થતા વિવિધ પ્રકારના શબ્દો સાંભળવા જવું નહીં. [૫-૧૧ ૧. મૃગ, નાંદીદંગ, ઝાલર વગેરે વિતત – મહેલાં વાવો (૧); વીણા, વિષચી, બીસક, તુનક, પણચ, બીવીણા, ઢેકુણુ વગેર તતતાર ખેંચેલાં તંતુવાદ્યો (૨); તાલ, કસતાલ, લત્તિકા (કશિકારીકા), ગાયિકા કિરિકિરિ (વંશાદિકબિકા-ટીકા) એ તાલ–(અથવા થન) વાલો (૩); શેખ, વેણુ, વંશ, ખરમુખી, પિરિપિરિયા એ શષિર– (ફંકીને વગાડવાનાં પિલ) વાવો (). - ૨. મૂળમાં તે કોટ કિલ્લા ખાઈ વગેરે શબ્દ” એ જ પાઠ છે. ટીકાકાર, “ત્યાં થતા અમુક અવાજે, અથવા ત્યાં કરાતા ભવ્ય ગેય વર અવાજ સાંભળવા ન જવું, એમ અર્થ લે છે. મૂળમાં તે સ્થળની વિગત આ પ્રમાણે છે: વાણિ, nિfણ, સtifળ, સાવરિયાળ સારૂતિયાળ, કાળ, માળ, neળાન, કળrળ, ચા-પાન, પકવાન,aaહુnifળ, જામff, iff,forળ, ળિો,આમપથ-પટ્ટા-સંનિવેf,મામf૩નાળ, શનિ, વારંવાળ, વિવુકાળ, સમાજ, ઘrfબ, મટ્ટાબ, મટ્ટાણ, ચરિવાળ, રાહif, gif, તથાળ, વરાળ, ચૈrfણ, રામુલ્લા, મહિલઠ્ઠાકnfજ, વરમ૦,અરૂ૦ થિ૦ બિઝ૦ (અર્થ, અનુક્રમે – કિલ્લા, ખાઈ, (જુઓ પા. ૧૦૭), સરાવ, સરાવરાની પંક્તિઓ અને હારમાળાઓ, ભાઠાં, ઘટા, રણ, વન, વન-દુર્ગ, પવિત, પર્વત-૬, ગામ, નગર, નિગમ, (વાણિયાઓનું સ્થાન), રાજધાની, આમપર, પટ્ટણ, સંનિવેશ (ગામ બહારનું પરું, અથવા કાફલાને પડાવ), (જુએ પા. ૭૫) આરામ (ઉપવન), ઉદ્યાન, વન, વનખંડ, દેવમંદિર, સલા, પરબ, અટારી, ઝરૂખા, કિલ્લા અને નગર વચ્ચેના માર્ગો, દરવાજા, ગાપુર, ત્રિભેટા, ચોક, ચાર રસ્તા, ચામુખ, તથા ભેંસ, વૃષભ, અશ્વ, હાથીકપિજવ વગેરેના તબેલા). Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મહાવીરસવામીન આચારધામ ભિક્ષ અથવા ભિક્ષણીએ પાડા, બળદ, ઘેડા, હાથી કે કપિંજલ પક્ષીની સાઠમારીઓના અવાજ સાંભળી ત્યાં ન જવું. તેમ જ, વરકન્યાના લગ્નમંડપોમાં કે હાથીડાનાં ટેળ હેય તેવાં સ્થાનમાં પણ ન જવું. તે જ પ્રમાણે કથામંડપોમાં કે હાથીઘોડા વગેરેની શરતમાં, કે જ્યાં ગીત, વાઘ, વાણ, તાલી, તૂરી વગેરેની રમઝટ મચી રહી હોય, ત્યાં ન જવું. [૧૨-૪ જ્યાં વઢવાડ ચાલતી હોય, બલાબોલી થતી હોય, તથા બે કે વિવિધ રાજ્યોવાળાં સ્થળે ઝઘડે ચાલતું હોય, ત્યાં ન જવું. [૧૫ નાની છોકરીને શણગારી, ઘેડા ઉપર બેસાડી, તેની આજબાજ વીંટળાઈને લેકો જતા હોય, કે કોઈ પુરુષને દેહાંતદંડ આપવા વધસ્થાને લઈ જવામાં આવતું હોય, ત્યાં પણ ન જવું. [૧૬] - જ્યાં અનેક ગાડાં, રથ કે પ્લેચ્છ તથા સરહદ ઉપરનાં ટોળાં હેય, કે મેળાઓ હોય, ત્યાં પણ ન જવું. [૧૭] જ્યાં અનેક સ્ત્રીપુરુષ, વૃદ્ધો, બાળકો તથા જવાનો સુંદર આભરણે પહેરી, ગાતાં બજાવતાં તથા નાચતાં હોય, હાસ્યક્રીડા કરતાં મેહ પામતાં હોય તથા ખાનપાન વગેરેથી ઉજાણી કરતાં હોય, તેવા મહોત્સવનાં સ્થળોએ પણ ન જવું. [૧૮] ટૂંકમાં, ભિક્ષએ આ લેકના કે પરલેકના, સાંભળેલા કે ન સાંભળેલા, દેખેલા, કે ન દેખેલા શબ્દમાં આસક્ત, કે મોહિત ન બનવું. [૧૯] ૧. પુત્રદ્વાળrfજ ! ૨. માજુમ્માળિયાળાTM 1 ૩. તઋતત્ર (વારિત્રવિરોષ એ પણ અર્થ થાય). ૪. , હિંવ, હમરા ૫. પરિવું હિતાજિતનિયુકમાળાનું ! ૬. નેહવા (મહાઅવસ્થાનાનિ. ૭. મળમાં ખાનપાન ભાગવતાં, વહેંચતાં, છાંડતાં, કે સાચવતાં હે” એમ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨. રૂ૫ [ ભિક્ષ અથવા ભિક્ષણના આચારની એ જ સંપૂર્ણતા છે વગેરે, પાન ૬૮ મુજબ.] ૧૨ રૂપ ભિક્ષ અથવા ભિક્ષણીએ વિવિધ રૂપો – જેવાં કે, ગૂંથીને કરેલાં, વીંટીને કરેલાં, પૂરીને, કરેલાં, સાંધીને કરેલાં, લાકડાં કાતરીને કરેલાં, લેપીને કરેલાં, ચીતરીને કરેલાં, તથા મણિ વગેરેથી, હાથીદાંતથી, માળાઓથી કે પાંદડાં કાપીને કરેલાં – જોવા માટે ક્યાંય ન જવું. [૧] અહીંથી આગળ “શબ્દ” અધ્યનના બધા ફકરા, “શબ્દ ને બદલે “રૂપને ફેરફાર કરીને જવા. ૧. મrળ, મિf (વાદિનિવર્તિત પુલિકા દીનિ, પૂરમાળ, संघाइमाणि, कटकम्माणि पुत्थकम्माणि, चित्त० मणि ०दंतमाल० पत्तछेज्जः । Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પરક્રિયા ભિએ પોતાને લગતી, ગૃહસ્થોએ કરેલી, નીચેની કર્મબંધજનક ક્રિયાઓ ઈચછવી નહીં, તેમ અટકાવવી પણ નહીં. ૧] જેમ કે, કોઈ ગૃહસ્થ મુનિના પગ લૂછે, ચપે કે દાબે; તેમના ઉપર હાથ ફેરવે; તેમને રગે; તેમને તેલ, ઘી કે ચરબી મસળે; યા તે બધું પગ ઉપર પડે; યા પગને લેધ, કચ્છ, ચૂર્ણ કે વર્ણ વડે ખરડે, યા તેમને ગરમ કે ઠંડા પાણીથી પખાળે કે ધુએ; તેમને કશાને લેપ કરે કે ધૂપ કરે; પગમાંથી ખીલી કે કાંટો કાઢી નાખે, કે તેમાંથી પર, લેહી વગેરે કાઢી તેને ચેઓ કરે;– તો તેણે તે ઇચ્છવું પણ નહીં, તેમ અટકાવવું પણ નહીં. [૨-૧૦]. એ જ પ્રમાણે શરીરની બાબતમાં, તેમ જ તેમાં રહેલાં ત્રણ, ગડગૂમડ, ચાંદી, ભગંદર વગેરેની બાબતમાં પણ સમજવું. [૧૧-૪] કોઈ ગૃહસ્થ મુનિના શરીરને પરસેવે, મેલ, કે આંખ કાન અને નખનો કચરો સાફ કરે; કે કોઈ તેના વાળ, રામ, ભવાં, બગલ કે ગુહ્યપ્રદેશના વાળ લાંબા દેખી કાપી નાખે, કે નાના કરે; તે તે તેણે ઈચ્છવું પણ નહીં, તેમ અટકાવવું પણ નહીં. [૧૫-૭] કોઈ ગૃહસ્થ મુનિના માથામાંથી લીખ કે જ વી કાઢે, કે તેને ખેળામાં કે પલંગમાં સુવાડી, તેના પગ વગેરે દાબી – મસળે; ૧. મૂળમાં “ર નિયતિ' છે. ટીકાકાર એને અથ, શરીર અને વાણુ વડે બીજા પાસે કરાવવી પણ નહિ એ લે છે. પરંતુ તે ઠીક નથી લાગતા. કારણ કે, ગૃહસ્થ પિોતે અમુક વસ્તુ કરતા આવે, તે તે બાબતમાં કેમ વર્તવું, તેને અહીં આદેશ છે. “સાધુએ પોતે તેમને ઇવી નહિ ( માસ્વયે); પછી બીજ સેવા કરે કે ખાસડાં મારે, તેનું ફળ તે ભગવશે. (સૂત્ર ૨૩). પ્રો. એકાબી અને છે. રવજીભાઈ પણ ટીકાકારને અર્થ કણ નથી રાખતા. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪. અાત્યક્રિયા ૧૭ કે હાર, અર્ધહાર વગેરે છાતીમાં અને ગળાનાં આભરણે તથા મુકટ, માળા, કે સેનાને દેરે વગેરે તેને પહેરાવે; તે તે તેણે ઈચ્છવું પણ નહી, તેમ અટકાવવું પણ નહીં. [૧૮-૨૦] એ જ રીતે, મુનિને બગીચામાં કે ઉદ્યાનમાં લઈ જઈને, તેના પગ વગેરે દાબે મસળે, તે પણ સમજવું. ૨૧ કાઈ ગૃહસ્થ શુદ્ધ કે અશુદ્ધ વચન (એટલે કે, મંત્ર) - બળથી, અથવા કંદ, મૂળ, છાલ કે લીલેતારી દીકપાવીને માંદા મુનિની ચિકિત્સા કરવા ઈચ્છે, તે તે તેણે ઈચ્છવું પણ નહીં, તેમ અટકાવવું પણ નહીં. [૨] દરેક જણ પોતે કરેલાનું ફળ ભોગવે છે એમ સમજવું. [૨૭] ૧૪ અન્યાત્યક્રિયા [ઉપરના અધ્યયનમાં જે ક્રિયાઓ મુનિને ગૃહસ્થ કરતું હતું, તે જ ભિક્ષઓ અન્ય કરે; તે તે બાબતમાં પણુ, ૧૩માં અધ્યયનમાં જણાવ્યા પ્રમાણે જ સમજવું.) ૧. આ આદેશથી શું સમજવું? ઘરમાં કે એકાંતમાં લઈ જઈ ગૃહસ્થ આ બધું કરે છે; ભિક્ષુએ તે ઇચ્છવું નથી; તથા ભિક્ષા તરીકે તે વસ્તુઓ તેણે સ્વીકારી નથી; એટલે તે પહેરીને બહાર જવાનું તે ન જ હેય. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભાવનાઓ ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતની જે ભાવનાઓ ઉપદેથી છે, તે કહેવા માટે પ્રથમ ભગવાનનું જીવનચરિત્ર કહેવામાં આવે છે.* ભગવાન મહાવીરના જીવનકાળના મુખ્ય પ્રસંગેમાંથી પાંચ પ્રસંગેએ ઉત્તરાફાગુની નક્ષત્ર હતું. જેમ કે દેવલેકમાંથી બ્રાહ્મણી માતાના ગર્ભમાં આવ્યા ત્યારે; બ્રાહ્મણી માતાના ગર્ભમાંથી ક્ષત્રિયાણી માતાના ગર્ભમાં ફેરવાયા ત્યારે; જન્મતી વખતે; ઘરવાસ છેડી અનગારી (ધર વગરના-સાધુ) થતી વખતે; અને પરિપૂર્ણ ઉત્તમ કેવળજ્ઞાન થયું ત્યારે. માત્ર ભગવાનનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું. [૧] ભગવાન, આ યુગના પહેલા ત્રણ હિસ્સા વીતી ગયા અને ચેથામાં માત્ર ૭૫ વર્ષ અને સાડા નવ માસ બાકી રહ્યા ત્યારે, ૧. અહીંથી ત્રીજી ચૂડા શરૂ થઈ. “ગ્રહણ કરેલાં વ્રત જીવનમાં ઊંડાં ઊતરે, તે માટે દરેક વ્રતને અનુકળ થઈ પડે તેવી કેટલીક પ્રવૃત્તિઓ સ્થળ દષ્ટિએ ખાસ ગણાવવામાં આવી છે. તે ભાવના નામે પ્રસિદ્ધ છે.' ૨. આ વાકય મળતું નથી. ૩. મૂળમાં તેને માટે “હલ્યુત્તરા” (હૃત: ૩: સામ) શબ્દ છે. ૪. એ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧. મળમાં તેને માટે સત્ત, પfપૂળ, માધાત, નિરાવર, અનંત, અનુત્તર, અને વર એટલાં વિશેષણ છે. ૫. મૂળમાં તેને માટે “અવસર્પિણ” શબ્દ છે. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨. ૬, મૂળમાં સમા” રાખે છે. તે દરેકને આરા' પણ કહે છે. તેવા છ આરા દરેક અવસર્પિણીમાં હેચ છે. આ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ભાવનાઓ, ઉનાળાના ચોથા માસે, આઠમા પક્ષે, અષાડ સુદિ છે, ઉત્તરફાલ્યુની નક્ષત્રમાં, દશમા દેવલેકમાંના પોતાના પુષ્પોત્તર નામના વિમાનમાંથી પોતાનું દેવ તરીકેનું આયુષ્ય પૂરું કરી, જંબુકીપમાં, ભરતક્ષેત્રને દક્ષિણાર્ધમાં, કંપુરના બ્રાહ્મણવિભાગમાં, કોડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જાલંધરાયણ ગાત્રની દેવાનંદા બ્રાહ્માણીની કુખે, સિંહના બચ્ચાની પેઠે અવતર્યા. ૨] પછી (શકેંદ્રની આજ્ઞાથી તેના પાયદળ સેનાને અધિપતિ હરિણેગમેસિ) દેવ (તીર્થકરે ક્ષત્રિયાણીને પેટે જન્મ લેવો એ જ) ૧. આ ગણતરી પૂનમે મહિને પૂરે થતે ગણુને આપેલી છે. પછીના ઉલ્લેખમાં પણ તેમ જ છે. મૂળમાં ઉનાળા માટે અગ્રિમહ’—ગ્રીષ્મ શબ્દ છે. ૨. ઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. ૩. તેનાં બીજાં નામ મૂળમાં આ પ્રમાણે છે: મહાવિજય, સિદ્ધાર્થ, પ્રવરપુંડરીક તથા દિશાસૌવસ્તિક. તેનું મહાવિજ્ય પુનરાવર્તસક એવું નામ પણ પ્રસિદ્ધ છે. કેટલાક મહાવિજયને તથા પ્રવરપુંડરીકને વિરોષણ માને છે. ૪. તેની સંખ્યા મૂળમાં ર૦ સાગરોપમ વર્ષમાં આપેલી છે. એ ટિપ્પણ ન. ૨. પ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૪. ૬. એ પ્રકરણને અંતે ટિપ્પણ છે. ૭. તે જન્મ્યા ત્યારથી તેમને ત્રણ શાન થયેલાં હતાં (જુએ પ્રકરણને અંતે ટિપ્પણ - ૧); તેથી તે બહું હવે દેવકમાંથી ચવવાને છું એ જાણતા હતા તે આવ્યા એ પણ જાણતા હતા, પરંતુ ચવતા હતા તે કાળ નહેતા જાણતા, કારણ કે તે કાળ બહુ સૂક્ષ્મ હોય છે? - આટલું અહીં મૂળમાં વધુ છે. ૩] ૮. તેને માટે મૂળમાં મહાવીરે મધુવન –“મહાવીર ભગવાન પ્રત્યે અનુકંપા-ભક્તિવાળા દેવે” એટલું જ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મહાવીરસ્વામીના આચારધર્મ २ આચાર છે એમ માની, વર્ષાૠતુના ત્રીજા માસે, પાંચમા પક્ષે, આસા વદ તેરસે, ૮૨ દિવસ વીત્યા બાદ ૮૩મા દિવસે, ઉત્તરાકાલ્ગુની નક્ષત્રે કુંપુરના દક્ષિણ તરફના બ્રાહ્માવિભાગમાંથી ભગવાન મહાવીરના ગર્ભને ઉપાડી, કુંડપુરના ઉત્તર તરફના ક્ષત્રિયવિભાગમાં, સાતવંશી ક્ષત્રિયામાંના કાશ્યપગેાત્રી સિદ્ધાર્થ ક્ષત્રિયની વસિષ્ઠ ગાત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં, અશુભ પરમાણુએ કાઢી નાખી, તેમની જગાએ શુભ પરમાણુઓ દાખલ કરીને મૂકી દીધા. અને જે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ હતા, તેને દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં મૂકી દીધેા. [૪] ૐ નવ માસ ઉપર સાડા સાત દિવસ વીત્યા બાદ, ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉનાળાના પહેલા મહિનામાં, બીજા પખવાડિયામાં, ચૈત્ર સુદ તેરસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં શ્રમણુ ભગવાન મહાવીરને ક્ષેમકુશળપણેજ ૧. ઝીમેન' ત્તિ છૂટ્ટ, । મહાવીરે પેાતાના આગલા કાઈ જન્મમાં ગાત્રમાં કર્યાં હતા, તેની શિક્ષારૂપે તેમને બ્રાહ્મણીના પેટમાં રહેવું પડ્યું. બાકી, તીર્થંકરો વગેરે, અંત્યકુલેમાં (શૂદ્રાદિકનાં), અધમકુલામાં, તુચ્છકુલામાં, દરિદ્રકુલામાં, કૃપણકુલામાં, શિક્ષકકુલામાં, બ્રાહ્મણકુલામાં' અવતરી શકે જ નહિ. પ્રકરણને અંતે જુએ ટિપ્પણ નં. ૬. ૧. દેવાનંદા માતાની ચૈાનિને માર્ગે બહાર કાઢી ત્રિશલા માતાની ગર્ભશય્યામાં સીધા સ્થાપી દીધા. [ક] ૭. દેવાનંદાને પણ આવા ગર્ભરત્નની હાનિ થઈ, તેના કારણમાં તેનું પૂર્વ જન્મનું કૃત્ય બતાવવામાં આવે છે. દેવાના અને ત્રિશલા બંને પૂર્વ જન્મમાં જેઠાણી દેરાણી હતાં. તે વખતે દેવાનાએ ત્રિશલાના રત્નના કરડિયા ચારી લીધેા હતા; માટે આ જન્મમાં રત્ન તેને ગુમાવવું પડયું. મૂળમાં અહીં એટલું વધારે છે કે, ત્રણ જ્ઞાનવાળા હાવાથી મહાવીર પેાતાનું ગાઁતરમાં સંતરણ થશે, થાય છે, અને થયું – એ ત્રણે કાળ જાણતા હતા. [૫] ૪. મોથાર થમ 1 -- Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ૧૫. ભાવનાઓ જન્મ આપે. તે રાતે દેવદેવીઓએ અમૃત, ગંધ, ચૂર્ણ પુષ્પ તથા રત્નની મેટી વૃષ્ટિ કરી; તથા ભગવાનને કૌતુકકર્મ (નજર ન લાગે તે માટે મસી – તિલક, રક્ષાબંધનાદિ પ્રવેગ), ભૂતિકર્મ (શરીરની રક્ષા માટે કરાતું ભસ્મ લેપ, સૂત્રબંધનાદિ), અને તીર્થંકર તરીકે અભિષેક વગેરે કર્યા. [૬૯] જ્યારથી ભગવાન ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખે આવ્યા, ત્યારથી તેમનું કુળ ધન, ધાન્ય, સેનુંરૂપું, રત્ન વગેરેથી ઘણું વૃદ્ધિ પામવા લાગ્યું. આ વાત તેમનાં માતપિતાના લક્ષમાં આવતાં, તેમણે દશ દિવસ પૂરા થયે તથા (નાળ વધેરવા વગેરેની) અશુચિ દૂર થયા બાદ, ઘણું ખાનપાન તૈયાર કરાવી, સગાંવહાલાંને નિમંત્રણ આપ્યું; અને તેમને તથા બીજા યાચકવર્ગને ખૂબ જમાડી કરી, તથા ભિખારી વગેરેને આપી કરી, બધાને મહાવીરના ગર્ભમાં આવ્યા બાદ થતી કુળની વૃદ્ધિની વાત જણાવી, કુમારનું “વર્ધમાન' એવું નામ પાડયું. [૧૨] મહાવીર માટે પાંચ દાઈએ રાખવામાં આવી હતી. તે આ પ્રમાણે દૂધ ધવરાવનાર, સ્નાન કરાવનાર, શણગારનાર, ખેલાવનાર અને ખેાળામાં રાખનાર. એ પાંચે ધાત્રીઓ વડે વીંટળાયેલ ૧. મળમાં ભવનપતિ, વાનશ્વેત૨, જ્યોતિર્ષિક અને વિમાનવાસી એમ ચાર પ્રકારનાં દેવદેવીનાં નામ છે. તે દેવદેવીના ત્યાં ઊતરવાથી એક મે પ્રકાશ, ભીડ, કેલાહલ તથા ધમાલ મચી ગયાં હતાં, [૭] એટલું મુળમાં અહીં વધારે છે. દેવદેવીના ચાર પ્રકારના વર્ણન માટે જુઓ. આ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૩. ૨. મૂળમાં - હિરણય, સુવર્ણ, ધન ધાન્ય, માણેક, મોતી, શંખ, શિલા, પ્રવાહ. ૩. શ્રમણ-બ્રાહ્મણ – કૃપણ – વનપક (ભિખારી), ભિલ્લુંડ (ભિખારી) - પંડરગ (બાવા – શિવમાર્ગ). ૪. અથવા દાવાદને એટલે નાતીલાને ઘેર પિરસણ વહેંચી કરી – એવો અર્થ પણ લેવાય. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મહાવીર સ્વામીને આચારધમ તથા એક ખોળામાંથી બીજા ખોળામાં જતા એવા ભગવાન, જેમાં પર્વતની ગુફામાં (પવનથી સુરક્ષિતપણે) ચંપક વૃક્ષ વૃદ્ધિ પામે, તેમ પિતાના રમ્ય મહેલમાં અનુક્રમે મોટા થવા લાગ્યા. [૧૩] બાલ્યાવસ્થા પૂરી થતાં, સર્વકલાકુશળ એવા મહાવીર ભગવાન, અનુસૂકપણે પાંચ પ્રકારના ઉત્તમ માનુષિક કામગે ભોગવતા વિહરવા લાગ્યા. [૧૪] ભગવાનનાં આ પ્રમાણે ત્રણ નામ હતાં: માબાપે આપેલું “વર્ધમાન પિતાના વૈરાગ્યાદિ સહજ ગુણેથી મળેલું “શ્રમણ અને મેટા ભયે તથા નગ્નત્વ આદિ મહા દુઃખ સહન કરવાને કારણે દેએ આપેલું “શ્રમણ ભગવાન મહાવીર.” - ભગવાનના પિતાનાં પણ ત્રણ નામ હતાં. સિદ્ધાર્થ, શ્રેયાંસ, જસંસ (યશસ્વી). ભગવાનની માતાનાં પણ ત્રણ નામ હતાં? ત્રિશલા, વિદેહદિના, પ્રિયકારિણી. ભગવાનના કાકાનું નામ સુપાર્થ હતું; મેટાભાઈનું નામ નંદિવર્ધન હતું; અને મેટાં બહેનનું નામ સુદર્શના હતું. ભગવાનની ભાર્યા યશોદા કૌડિન્ય ગેત્રની હતી. તેનાથી ૧. મffટ્ટમત ! ૨. મળમાં “પરિષહ’ શબ્દ છે. સ્વીકારેલા ધર્મમાર્ગમાં ટકી રહેવા, અને કર્મબંધનને ખંખેરી નાખવા માટે, જે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવી ઘટે છે, તે પરિષહ કહેવાય છે. સુધા, તૃષ્ણા, શીત, ઉષણ, દેશમશક, નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિંદા, સત્કાર, રંગ, યાચના, અલાભ વગેરે કુલ ૨૨ પરિષહ ગણાય છે. જુઓ ઉત્તરાધ્યયન અધ્ય૦ ૨. - ૩. ત્રિશલા વૈશાલીના વિદેહવશી રાજા ચેટકનાં બહેન હોવાથી, તેમને વિદેહદિન્ના કહે છે. જુઓ આ માળાનું “મહાવીરકથા” પા. ૭૩. છે. તેમનું લગ્ન તેમના મામા અને વૈશાલીન પ્રધાન અધિપતિ ચેટકની પુત્રી સાથે થયું હતું. ૫. તેમનું લગ્ન ક્ષત્રિયકુડપુરમાં જ થયું હતું, અને તેમને જમાલિ નામને પુત્ર હતો. તેને મહાવીરની પુત્રી પ્રિયદર્શના વેર પરણાવ્યો Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ભાવનાઓ ૧૪૩ ભગવાનને થયેલ પુત્રીનાં બે નામ હતાં. અનવદ્યા અને પ્રિયદર્શના. તે પિતાના ગોત્ર ઉપરથી) કાશ્યપ ગેત્રી હતી. ભગવાનની દૌહિત્રી કૌશિક ગેત્રની હતી. તેને પણ બે નામ હતાં: શેષવતી અને યશોમતી. [૧૫] ભગવાનનાં માતપિતા પાર્શ્વનાથની પરંપરાના શ્રમણનાં અનુયાયી (ઉપાસક) હતાં. તેઓએ ઘણાં વર્ષ પ્રમોપાસકને આચાર પાળી, અંતે, છયે પ્રકારના જીવોની રક્ષાને નિમિત્તે, અન્નપાન છેડી દેહત્યાગ કર્યો. ત્યાર બાદ તેઓ અચુતકલ્પ નામના બારમા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં છેલ્લા ઉચ્છવાસ વખતે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ નિર્વાણ પામશે, અને સર્વ દુઃખને અંત લાવશે. [૧૬] હતા. પિતાની પત્ની તથા બીજા પણ અનેક લોકો સાથે તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. પરંતુ, પછી મહાવીર સાથે મતભેદ પડતાં, તે તેમના સંઘથી જુદા પડી ગયેલું અને અનેક વર્ષ મહાવીર વિરુદ્ધ હિલચાલ ચલાવી, છેવટે પંદર દિવસના ઉપવાસ કરી મરી ગયો હતો. ૧. મહાવીરની પહેલાંના ૨૩મા જૈન તીર્થંકર. તે ઈ. સ. પૂર્વે ૮૧૭માં બનારસમાં જન્મ્યા હતા. ૨. આ પ્રકારના દેહત્યાગને ‘અપશ્ચિમ ભારણાંતિક સલેખના” કહે છે. અપશ્ચિમ એટલે આખરનું મારણાંતિક એટલે મરણ વખતનું; સંલેખન એટલે શરીર અને કષાયોનું લેખન – તેમને કૃશ કરવારૂપી ત૫. તેને વિધિ મૂળમાં આ પ્રમાણે બતાવ્યું છે: “પૂર્વે કરેલાં પાપ યાદ કરીને ગુરુ આગળ નિવેદિત કરી (આલોચના), તેમની નિંદા-ગર્તા કરી, ફરી ન કરવાને નિશ્ચય કરી (પ્રતિક્રમણ), પોતે સ્વીકારેલાં સત્ય, અહિંસાદિ પાંચ અણુવ્રતોની બાબતમાં થયેલ દોષનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરી, દાભની પથારી પર બેસી, અન્નત્યાગ કર્યો.' - ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૮. Page #161 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીન આચારધર્મ ભગવાન મહાવીરે ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમમાં નિલેષપણે રહી, માબાપ દેવલોક પામતાં, પિતાની પ્રતિજ્ઞા સમાપ્ત થઈ જાણું, પોતાનું ધનધાન્ય, સોનુંરૂપું, રત્ન વગેરે યાચકોને વહેંચી દઈ હેમંત ઋતુના પહેલા પક્ષમાં, માગસર વદ ૧૦મીના રોજ પ્રવજ્યા લેવાનો નિશ્ચય કર્યો. [૧૭] દીક્ષા લેતા પહેલાં, આખું એક વર્ષ તેમણે આ પ્રમાણે દાન આપ્યાં કર્યું : સૂર્યોદય થતાં જ દાન આપવાનું શરૂ કરે, તે. સવારના નાસ્તાના સમય સુધીમાં એક કરોડ અને આઠ લાખ સોનામહોર આપી દે. એ રીતે આખા વર્ષમાં થઈને તેમણે ત્રણ અજબ, અવાસી કરાડ અને એસી લાખ સેનામહોરે દાનમાં આપી દીધી. તે બધું ધન (ઇની આજ્ઞાથી) વૈશ્રમણ (કુબેરભંડારી) ૧. મૂળમાં અહીં મહાવીરનાં, જ્ઞાતવશી, વિદેહ (ધ્યાનપાગ્ય વિશિષ્ટ બાંધાવાળા), નિદેહણિ (વિદેહરિના – ત્રિશલાના પુત્ર), વિદેહજચ્ચ (વિદેહા ત્રિશલામાંથી થયું છે શરીર– અર્ચા– જેનું), વિદેહસૂમાલ (વિદેહસુકુમાર: ગૃહસ્થાવાસમાં સુકુમાર- ઉદાસ) – એટલાં વિશેષણ છે. વિદેહને અર્થ ધ્યાનને યોગ્ય અમુક વિશિષ્ટ બાંધાવાળા, લેપરહિત, તથા ગ્રહવાસ એ જુદે જુદે લેવાય છે. ૨. વિર દૃ ! ૩. (ગર્ભવાસમાં પિતે જ લીધેલી) તેમના જીવતાં સંન્યાસ ન લેવાની, કે માતપિતાના મૃત્યુ બાદ બે વરસ સુધી સંન્યાસ ન લેવાની (તેમના મોટાભાઈએ લેવરાવેલી). ૪. હિરણ્ય-સુવર્ણ–બલ-વાહન, ધન-ધાન્ય-કનક-રત્ન-સંતસાર (સર્વોત્તમ – કીમતી વસ્તુ) વગેર મિલકત (સાવક–સ્થાપત્ત). ૫. મહાવીર ૨૮ વર્ષના થયા, ત્યારે તેમનાં માતાપિતા મરણ પામ્યા. ત્યાર પછી મોટાભાઈના આગ્રહથી તે વધુ બે વર્ષ સંસાર રહ્યા. આ બે વર્ષ તેમણે નિર્દોષ નિજીવ આહાર જ ગ્રહણ કર્યા, ઠંડા સજીવ પાણીને ત્યાગ કર્યો, અને પૂર્ણ બ્રહ્મચર્ય પાળ્યું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ભાવનાઓ ૧૪૫ અને તેના કુંડળધારી દેવોએ મહાવીરને પૂરું પાડ્યું હતું. [૧૩] પંદર કર્મભૂમિમાં જ ઉત્પન્ન થનાર તીર્થકરને જ્યારે દીક્ષા લેવાને સમય નજીક આવે છે, ત્યારે પાંચમા કલ્પ બ્રહ્મલોકમાં કાળી ખાવાળાં વિમાનમાં રહેતા લોકાંતિક દેવો તેમને આવીને કહે છે : “હે ભગવન, સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ તમે પ્રવર્તાવો.” તે પ્રમાણે, ૨૯મા વર્ષમાં, તે દેવોએ આવી ભગવાનને વિનંતી કરી. [૪૬] વાર્ષિક દાન પૂરું થતાં, ત્રીસમે વર્ષે ભગવાને દીક્ષા લેવાની તૈયારી કરી. તે વખતે, ચારે પ્રકારનાં દેવદેવી પોતપોતાની તમામ સમૃદ્ધિ સાથે પોતપોતાનાં વિમાનમાં બેસી, કુડપુરની ઉત્તરે આવેલા ક્ષત્રિના વાસની ઈશાની બાજુએ આવી પહોંચ્યાં. ૧. થૈ સંવછેરે નિમ્ વમળવુડન્ટથરા રે. ... એ ત્રીજાથા બ્લેકમાં આવતા શબ્દ ઉપરથી સૂચિત થતો અર્થ. બાકી કુબેરભંડારી લેકાંતિક દેવેની પેઠે તીર્થંકરને બેધ આપે છે એમ મનાય શી રીતે? ૨. તેમની આઠ જાતિઓ છે: સારસ્વત, આદિત્ય, વહનિ, અરુણ, ગાય, તુષિત, અવ્યાબાધ અને અરિષ્ટ. તેઓ વિષચરતિ વિનાના હોવાથી, દેવર્ષિ કહેવાચ છે. તેઓ ત્યાંથી ચુત થઈ, મનુષ્યજન્મ લઈ, મેક્ષ પ્રાપ્ત કરે છે. તેમની (મરત સાથે) નવ જાતિ પણ ઠાણાંગાદિમાં છે. જેઓ તત્વાર્થસૂત્ર” (વિદ્યાપીઠ) પા. ૧૮૫. ૩. આના તથા તેની ઉપરના ફકરાના ૧-૩, તથા ૪-૬ એ, અંક વચ્ચે આવતા શ્લોકન છે. ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩. પ. પોતપોતાનાં રૂપ-નેપશ્ચચિહન (ચિંધ), તથા સર્વ પ્રકારની કૃદ્ધિઘતિ-બલસમુદાય સાથે. ૬. તેમના આવવાની રીત મૂળમાં આ પ્રમાણે વર્ણવી છે :– પ્રથમ તે સ્થૂલ પુદ્ગલે પલટાવીને સૂક્ષ્મ પુદ્ગલો પરિણમાવ્યાં જેથી ઊડી શકાય; પછી અસંખ્ય દ્વીપ સમુક ઓળગી, ચપળતાવાળી દિવ્ય દેવગતિથી, કુડપુર સંનિવેશના ઈશાન ખૂણામાં આવીને ઊતર્યા. મ આ.—૧૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ પછી હેમંત ઋતુના પ્રથમ મહિને, પ્રથમ પક્ષે, માગશર વદ રામને સુવ્રત નામે દિવસે, વિજય નામના મુક્તે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યેગે, છાયા પૂર્વ તરફની તથા બરાબર પુરુષ જેટલી લાંબી થતાં, ભગવાનને શુ` જળથી સ્નાન કરાવવામાં આવ્યું, અને ઉત્તમ ૧૪૬ ૧. દીક્ષા વખતે તીર્થંકરને ઠંડા પાણીથી સ્નાન કરાવવાને આચાર છે, પછી જૈન મુનિ સજીવ ગણાતું ઠંડું પાણી વાપરી જ ન શકે. ૨. અહીં મૂળમાં, શક્ર દેવેંદ્રે પેાતાના પ્રભાવથી (વૈક્રિય સમુદ્ધાત કરીને) કેવી રીતે મનોહર દેવ ંદ્રક (ધુમટદાર છતવાળું માસનસ્થાન) તથા સિંહાસન અનાગ્યું, અને મહાવીરને સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેસાડી, શતપાક અને સહસ્રપાક તેલે વધુ મન કર્યું, પછી ગંધકાષાયિક (સુગંધી તથા પીળા રંગના) વજ્ર વડે તેમને લૂછીને પવિત્ર પાણીથી નવરાવ્યા; પછી તેમને લાખાની કિંમતના [તેમ જ વàામિત્તદ્ન (?) વાસદ્દિળ] ઠંડા રક્ત ગાશીષચંદનના લેપ કર્યો; પછી તેમને હંસ સમાન સફેદ (અથવા હુસની આકૃતિઓવાળા) એ વજ્ર તથા હાર, બહાર, ઉરણ્ય (છાતી ઉપરનું ભરણ), એકાવલી (એસેરે), પ્રારંભ (લાંબી માળા), સૂત્રપટ (કંદારા), મુકુટ, રત્નમાલાદિ આભૂષણ પહેરાવ્યાં, તેમ જ ગૂંથેલી, (ક્રિમ), વીંટેલી (વેઢિમ), ભરેલી (વૃમિ) અને જથેલી (સંવત્તિમ) માળાએ વડે કહપતરુની પેઠે શણગાર્યાં, તેની વિગતા છે. [૧૯-૨૦]. ત્યાર બાદ ઇંદ્ર પાછે ખીજી વાર વૈક્રિયસમુદ્ધાત કરીને હારજણા ઊંચકી શકે તેવી જે ચંદ્રપ્રભા શિખિકા (પાલખી) બનાવી તેનું વર્ણન આવે છે. જેમ કે, ઇહામૃગ-આખલે -અશ્વ-મનુષ્ય-મગર-પક્ષી-વાનર-કુંજર-રુરુ(હરણ) –શરક્ષ–ચમરીગાય-સિંહ-વનલતા વગેરેનાં ચિત્રાથી (વિચિત્ર); વિદ્યાધરના યુગલ જેવી યંત્રસંચાલિત બે પુતળીએથી યુક્ત (વિાહુરજમલજુયલજંતજુત્ત); હુન્નર સૂર્ય જેવી પ્રકાશિત, સારી રીતે ચીતરેલા ચિત્રાથી ભરેલી, અતિશય દેદીપ્યમાન હોવાથી આંખે જોતાં જાણે નજરમાં ખૂપી જતી હૅચ તેવી (શિસમાણે, શિબ્બિમાણું, ચકખુલ્લે ચલેસ), મેતીએ અને મેાતીઓની જાળથી યુક્ત, સેનાનાં પતરાવાળી, ઝૂલતી મેાતીઓની માળાઓવાળી, હાર-અÜહાર વગેરે ભૂષાથી રોભતી, અતિશય દેખવા લાયક, પદ્મલતા વગેરે અનેક લતાએથી ચિત્રિત, શુભ, મનોહર Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ભાવનાઓ ૧૪૭ સફેદ ઝીણાં બે વસ્ત્રો તથા આભૂષણો પહેરાવવામાં આવ્યાં. ત્યાર બાદ તેમને માટે ચંદ્રપ્રભા નામની મોટી સુશોભિત પાલખી લાવવામાં આવી; તેમાં પાઇપીઠ સહિત એક સુંદર રત્નજડિત મહામૂલ્યવાન સિહાસન હતું. જરામરણથી મુક્ત ભગવાન માળા, મુકુર, સુંદર આભૂાણુ, તથા કીમતી રેશમી વસ્ત્ર ધારણ કરી, નિર્મળ શુભ મનભાવ સાથે તેમાં બેઠા. તે વખતે તેમણે બે દિવસના એટલે કે છ ટંકના નિર્જળા ઉપવાસ કર્યા હતા, તથા એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું. પછી તેમને વાજતેગાજતે ગામ બહાર જ્ઞાતવંશી ક્ષત્રિયના ઉદ્યાનમાં લઈ જવામાં આવ્યા.* ત્યાં જમીનથી એક હાથ જેટલી અધ્ધર રાખેલી શિબિકામાંથી તે ધીરેધીરે નીચે આકારવાળી, વિવિધ પ્રકારના પંચવણ મણિએ તથા પતાકાઓ વડે શોભતા અશિખરવાળી, પ્રાસાદિક, દર્શનીય, સુરપ. [૨૧] કલ્પસૂત્ર ટીકાકારે જણાવ્યું છે કે, દેવોએ કરેલી એ બધી વસ્તુઓ મનુષ્યએ કરેલી બધી વસ્તુઓમાં સમાઈ ગઈ, તેથી કશું બેવડાયું નહિ. ૧. મૂળમાં લક્ષણ છે તેને હંસની ભાતાવાળા એ અર્થ પણ થાય. આ વસ્ત્રનાં બીજું વિશેષણે જાણવા જેવાં છે: ફૂંકથી પણ ઊડી તેવું ઉત્તમ નગર – પટ્ટણમાં બનેલું, કુશળ પુરુષોએ વખાણેલું, ઘોડાના ફીણ જેવું, કમળ, કર ઉ૫ર ઉત્તમ કારીગરોએ (કાચાર્યોએ) સેનાના ઝીક ભરેલું. ૨. પડહ-ભેરી-ઝાલર-શંખાજિક લાખે વાનો અવાજ ગગનમાં તેમ જ ધરણું ઉપર થયે. દેવ ચાર પ્રકારનાં (તત-વિતત–ઘનશુષિર) અનેક વાદ્ય સેંકડે નૃત્યાદિ સહિત વગાડવા લાગ્યા. ૩. તેમાં જ તેમનું શુતિપલાશ નામનું ચૈત્ય પણ હતું. ૪. પાલખીની બંને બાજુએ શક અને ઈશાનેદ્ર રત્નજડિત હાથાવાળાં ચામર ઢળતા હતા. પ્રથમ તે તે પાલખી મનુષ્યએ ઉપડી; પછી સુરઅસુર વગેરે દેએ ઉપાડી ઃ જેમ કે – પૂર્વ તરફ દે રહ્યા, દક્ષિણ તરફ અસુરા રહ્યા, પશ્ચિમ તરફ ગરુડે રહ્યા, અને ઉત્તરમાં ના રહ્યા, દેવગણેથી તે વખતે આકાશની શોભા ખીલેલા પુષ્પવન જેવી થઈ ગઈ. (ાક ૭-૧૭] Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મહાવીર સ્વામીને આચારધમ ઊતર્યા, અને પૂર્વ દિશામાં મેં રાખી સિંહાસન ઉપર બેઠા. ત્યાર બાદ તેમણે બધા અલંકાર ઉતારી નાખ્યા; તથા પાંચ મૂઠીએ ભરી, જમણે હાથથી જમણ, અને ડાબા હાથથી ડાબા એમ બધા કેશે ઉખાડી નાખ્યા. પછી સિદ્ધોને નમસ્કાર કરી, “હવેથી હું કાંઈ પણ પાપ નહીં કરું, એવો નિયમ લઈ ઉત્તમ ચારિત્રનો સ્વીકાર કર્યો. તે બધું, બધાં દેવમનુષ્ય ચિતરામણમાં ચીતરેલાંની પેઠે સ્તબ્ધ બની, જોઈ રહ્યા. [૨] ભગવાનને ચારિત્ર' લીધા બાદ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. તેથી તે મનુષ્યલેકની અંદરનાં પંચેન્દ્રિય અને વ્યક્ત મનવાળા પ્રાણીઓના મને ગત ભાવને જાણવા લાગ્યા. [૨૩] ૧. તેમને વૈશ્રમણ દેવે સફેદ વસ્ત્રમાં લઈ લીધા, એમ મૂળમાં છે. ૨. તેમને શક દેવે હીરાના (વાર/મા) થાળમાં લઈ લીધા અને ભગવાનની અનુજ્ઞાથી ક્ષીર સમુદ્રમાં પહોંચાડયા, એમ મૂળમાં છે. કલ્પસૂત્ર-સુબેધિકામાં કુલમહત્તરા (વૃદ્ધ સ્ત્રી)ને લેતી વર્ણવી છે. ૩. મળમાં સામાચિક ચારિત્રને” એમ છે. સમભાવમાં – આત્મિક શુદ્ધ દશામાં–સ્થિર રહેવા, બધી અશુદ્ધ પ્રવૃત્તિઓને ત્યાગ કરવો, તે સામાયિક ચારિત્ર. ૪. તે વખતે ઇદ્રના કહેવાથી દેવ–મનુષ્યને વાજિને ઘાટ બંધ પડયો હતો” એમ મૂળમાં વધુ છે. ૫. મળમાં “ક્ષાપશમિક સામાયિક ચારિત્ર' એ શબ્દ છે. ક્ષપશપ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે, કે જે કર્મના ઉદયમાં નહિ આવેલા અંશના ઉપશમથી અને ઉદયમાં આવેલ અંશના ક્ષયથી પ્રગટ થાય છે. ત્યારે, ઉદયમાં આવેલ કે ન આવેલ તમામ કર્મના સંબંધ અત્યંત ટી જવાથી થતી આત્માની વિશુદ્ધિ, એ ક્ષાયિક કહેવાય. ૬. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાન તેમને જન્મથી જ પ્રાપ્ત હતાં. આ બધાં જ્ઞાનેની સમજણ માટે જુઓ પ્રકરણને તે ટિપ્પણ ન. ૧. ૭. આ તથા બીજું વિશેષણની સમજૂતી માટે જુઓ ટિ. ન. ૧. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ભાવનાઓ ૧૪૯ પ્રવજ્યા લીધા બાદ, ભગવાન મહાવીરે મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધીવર્ગને પાછે વિદાય કર્યો અને પોતે એ નિયમ લીધે કે, હવેથી બાર વર્ષ સુધી હું કાયાની સારસંભાળ કે મમતા રાખ્યા વિના, જે કોઈ વિદ્યા અને સંકટ આવી પડશે, તે બધાં અડગપણે સહન કરીશ, અને તે તે વિદ્ગો નાખનાર પ્રત્યે ક્ષમાભાવ રાખીશ. આ નિયમ લઈ મહાવીર ભગવાન, એક મુહૂર્ત જેટલે દિવસ બાકી રહ્યો, ત્યારે, કુમ્ભાર ગામ આવી પહોંચ્યા. ર૩-૪ ત્યાર બાદ, ભગવાન શરીરની મમતા કે પરવા છેડી, રહેઠાણ, પર્યટન, સાધનસામગ્રી, તપ, સંયમ, બ્રહ્મચર્ય, ક્ષાંતિ, ત્યાગ, સંતવ તથા રૂડાં ફળવાળા નિર્વાણ - મુક્તિ – માર્ગ વગેરેમાં ૧. વોટ્ટ, વત્તયે | ૨. ઉપસર્ગો. દેવોએ કરેલા, મનુષ્યએ કરેલા, કે તિર્યંચ-પશુપંખીઓથી થયેલા, એમ ઉપસર્ગના ત્રણ પ્રકાર મૂળમાં છે. ૩. સહિarfમ, મિસાઉમ, મારામાં ૪. વૈશાલી (કંડગ્રામ)થી નાલંદા જતાં રસ્તામાં ૧૧૮ માઈલ ઉપર કુમ્મર ગામ છે, તે કુસ્માર હોવાને સંભવ છે. ૫. મૂળમાં નિવાસસ્થાન, વિહાર, સંચમ, ઉપકરણ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષતિ, ત્યાગ, સંતોષ, સમિતિ, ગુપ્તિ, સ્થાન, કર્મ વગેરે –– એટલી વિગતો છે. તેમાં, વિહાર એટલે એક જગાએ સ્થિર ન રહેતાં વિચર્યા કરવું તે. સંયમના સત્તર પ્રકાર છે: પાંચ ઇન્દ્રિયને નિગ્રહ; પાંચ અવતને ત્યાગ, કામ, કેપ, માયા, લોભ એ ચાર કષાને જય; અને મનવણી તથા કાચાની વિરતિ. સંવર એટલે, જેનાથી કર્મ બંધાય તેવી પ્રવૃત્તિઓ(આસવ)ને વિરોધ કરે તે. સમિતિ એટલે, સમ્યક પ્રવૃત્તિ, તેના પાંચ પ્રકાર: કાળજીપૂર્વક ચાલવું, બેસવું. જીવનનિર્વાહ કર, વસ્તુઓ લેવી મૂકવી અને અનુપયોગી વસ્તુઓ ફેકી આવવી. મન વાણી અષ્ટ કાયાને ઉન્માર્ગે જતાં રોકવાં, તે ગુપ્તિ. સ્થાન એટલે એક કેકાણે ઊભા રહેવું. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મહાવીરસ્વામીને આચારધર્મ સર્વોત્તમ પરાક્રમ દાખવતા તથા તે બધાથી પોતાના આત્માને ગુણયુક્ત કરતા, વિચરવા લાગ્યા. [૨૪] તે વખતે તે ઉપકાર – અપકાર, સુખ – દુઃખ, લેક – પરલેક, જીવન - મૃત્યુ, આદર – અપમાન વગેરેમાં સમબુદ્ધિ રાખતા; સંસારસમુદ્રને પાર કરવા નિરંતર પ્રયત્ન કરતા અને કર્મરૂપી શત્રુને સમુચ્છેદ કરવામાં તત્પર રહેતા. એ પ્રમાણે વિચરતાં ભગવાનને દેવ, મનુષ્ય કે પશુપંખી તરફથી જે જે વિઘો નડ્યાં, તે બધાં તેમણે મનને મેલું થવા દીધા વિના, અવ્યથિત રીતે, તથા અદીનપણે સહન કર્યા; અને મનવચન-કાયાને પૂરેપૂરાં વશમાં રાખ્યાં. [૨૪] આમ બાર વર્ષ પૂરાં થયાં. ત્યાર બાદ, તેરમા વર્ષમાં, ઉનાળાના બીજા મહિનામાં, ચેથા પખવાડિયામાં, વૈશાખ સુદ ૧૦ના સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂર્તે, ઉત્તરાફાલ્યુની નક્ષત્રને યોગે, છાયા પૂર્વ તરફની તથા પુરુષ જેટલી બરાબર લાંબી થતાં, ભક નામના ગામની બહાર, જુવાલિકા નદીના ઉત્તર કિનારે, શ્યામાક નામના ગૃહસ્થના ખેતરમાં વેચાવત્ત નામના ચૈત્ય ઈશાન ખૂણામાં, શાલવૃક્ષની પાસે, ભગવાન ગોદહાસને – ઢીંચણ ઊંચા અને માથું નીચે, એ પ્રમાણે – ઉભડક બેસી, ધ્યાનમગ્ન અવસ્થામાં તડકો તાપી રહ્યા હતા. તે વખતે તેમને છે ટંકના નિર્જળા ઉપવાસ થયા હતા, અને શુકલધ્યાનમાં તેમની ૧. રસિ | ૨. આખા જગતના ભિન્નભિન્ન વિષયમાં અસ્થિરપણે ભટકતા મનને, કોઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે, અને પછી એક વિષય ઉપર સ્થિરતા આવતાં, છેવટે મન પણ તદન શાંત- નિષ્પકપ બની જાય, ત્યારે જ્ઞાનિનાં બધાં આવરણે વિલય પામી, સર્વણપણું પ્રગટે છે. ત્યાર પછી શ્વાસપ્રવાસ જેવી સૂહમક્રિયાએ પણ અટકી જઈ આત્મપ્રદેશનું સર્વથા કંપ૫ણું પ્રગટે છે. અંતે શેષ સર્વ કર્મ ક્ષીણ થઈ મેક્ષ પ્રાપ્ત થાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ૧૫. ભાવનાએ સ્થિતિ થઈ હતી. તે વખતે તેમને નિર્વાણરૂપ, સંપૂર્ણ પ્રતિપૂર્ણ, અવ્યાહત, નિરાવરણુ, અનંત અને સર્વોત્તમ એવું કેવળ જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું. [૨૫]. હવે ભગવાન અહંત, જિન, કેવલી, સર્વત તથા સર્વભાવદશી થયા; અને દેવ, મનુષ્ય અને અસુર વગેરે આખા લેકના સર્વજીના વિવિધ ભાવે જાણવા, તથા દેખાવા લાગ્યા. [૨૬] ભગવાનને કેવળજ્ઞાન થયું, તે વખતે દેવદેવીઓની આવજાથી અંતરિક્ષમાં ધમાલ મચી રહી. પછી ભગવાને પોતાને તેમ જ લેકને બરાબર તપાસીને, પ્રથમ દેવલોકને ધર્મ કહી સંભળાવ્યો અને પછી મનુષ્યોને. મનુષ્યમાં ભગવાને ગૌતમાદિ શ્રમણ નિર્ચ ને ભાવનાઓ સાથે પાંચે મહાવત છયે જીવવર્ગોની માહિતી સાથે કહી સંભળાવ્યાં: બ્રિ૯]. પહેલું મહાવતઃ હું સર્વ ભૂત – પ્રાણની હિંસાને યાજજીવન ત્યાગ કરું છું. સ્થૂલ, સૂમ, સ્થાવર કે જંગમ કોઈ પણ પ્રાણીની મન વચન અને કાયાથી હું જાતે હિંસા નહીં કરું, બીજા પાસે ૧. સંપૂર્ણ એટલે સર્વ વસ્તુઓને જણાવનારુ; પ્રતિપૂર્ણ એટલે સર્વ વસ્તુઓના સંપૂર્ણ ભાવાને જણાવના; અવ્યાહત એટલે કયાંય અટકે નહિ તેવું અને નિરાવરણું એટલે તમામ આવરણથી રહિત. ૨. દશન એટલે વસ્તુનું સામાન્ય ભાન, અને જ્ઞાન એટલે તેનું વિશેષ જ્ઞાન. ૩. અહત એટલે ત્રિભુવનની પૂજાને ગ્ય; જિન એટલે રાગદ્વેષાદિ ઉપર જય મેળવનાર; કેવલી એટલે કેવળજ્ઞાની. ૪. મૂળમાં તેની વિગતો આમ છે: “જીવની આ લોકમાં આગતિ (આવવું), ગતિ (જ), સ્થિતિ (રહેવું); કે પરલેકમાં દેવ-નરકભૂમિમાં જન્મવું કે ત્યાંથી આવવું; તેનું ખાધું પીધું, કર્યું કારવ્યું, ભેગળ્યું સેવ્યું, બેલ્થ-ચિંતવ્યું તથા તેનાં તમામ ગુપ્ત અને પ્રગટ કર્યો. પ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૬. ૬. મહાવીરના પટ્ટશિષ્ય. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર. મહાવીરસ્વામીને આચારધમ નહીં કરાવું, કે કોઈ કરતે હશે તેને અનુમતિ નહીં આપે. હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, તેને હું નિંદું છું, ગહું અને મારી જાતને તેમાંથી છૂટી કરું છું. તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે : ૧લી ભાવના તે નિર્ણય કોઈ તુને કલેશ ન થાય તે રીતે સાવધાનતાપૂર્વક ચાલે. કારણ કે, બેદરકારીથી ચાલે, તે જીવજંતુની હિંસા થાય. ૨છ ભાવના:તે નિર્ગથ પોતાનું મન તપાસે તેને પાપયુક્ત, સદેવ, સક્રિય, કર્મબંધન ઉપજાવનાર, તથા પ્રાણીઓના વધ, છેદ કે ભેદ અને કલહ, પ્રદેષ કે પરિતાપયુક્ત ન થવા દે. ૩જી ભાવના: તે નિગ્રંથ પિતાની વાણી તપાસે; તથા તેને (ઉપર પ્રમાણે) પાપયુક્ત કે સદેવ તથા કલહ, પ્રદેષ અને પરિતાપયુક્ત ન થવા દે. ૪થી ભાવના : તે નિગ્રંથ વસ્તુમાત્રને બરાબર જોઈ તપાસી, સાફ કરીને લે કે મૂકે કારણ કે બેદરકારીથી લે કે મૂકે, તે વસ્તુને ત્રાસ, ઉદ્વેગ હિંસાદિ થાય. ૫મી ભાવના : તે નિર્ચથ પોતાનાં અન્નપાન પણ જોઈ તપાસીને ઉપયોગમાં લે. કારણ કે, બેદરકારીથી લે, તો જીવજંતુની તે પ્રમાણે હિંસા થાય. આટલું કરે, તે તે મહાવ્રત શરીરથી બરાબર સ્વીકાર્યું, પાળ્યું, પાર ઉતાર્યું, પ્રશંર્યું, સ્થિર કર્યું, કે જિનેની આજ્ઞા પ્રમાણે આરાધ્યું કહેવાય. બીજુ મહાવત : હું સર્વપ્રકારના જૂઠરૂપી વાણદેવને યાજજીવન ૧. નિંદા પોતાની સાખે, અને ગહ બીજાની સાખે.– ટબે. ૨. (ચાર હાથ આગળ નજર રાખીને.) મૂળ – સમિતિ યુક્ત બનીને. ૩. મળમાં “પરિણા' ધાતુ છે. તેને અર્થ જાણુને ત્યાગવું એ થાય છે. ૪. માથાનમનિસ્વેવાણમિતે ! Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ભાવનાઓ ૧૫૩ ત્યાગ કરું છું. ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી, હું મન વાણી કાયાથી અસત્ય નહીં આચરું, બીજા પાસે નહીં આચરાવું, કે કોઈ આચરતે હશે તેને અનુમતિ નહીં આપું. (હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, વગેરે ઉપર પ્રમાણે) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છેઃ ૧લી ભાવનાઃ તે નિગ્રંથ વિચારીને બોલે. કારણ કે વગર વિચાર્યું બેલવા જતાં જૂઠ બેલાઈ જવાય. રજી ભાવનાઃ તે નિગ્રંથ ક્રોધને ત્યાગ કરે. કારણ કે ગુસ્સામાં આવી જઈ જૂઠ બેલાઈ જવાય. ૩જી ભાવનાઃ તે નિગ્રંથ લેભનો ત્યાગ કરે. કારણ કે, લેભમાં તણાઈ જૂઠ બેલાઈ જવાય. ૪થી ભાવનાઃ તે નિર્ચથ ભયને ત્યાગ કરે. કારણ કે, ભયમાં આવી જઈ જૂઠ બેલાઈ જવાય. ૫મી ભાવનાઃ તે નિગ્રંથ હાસ્યનો ત્યાગ કરે. કારણ કે, ટીખળ – મશ્કરીમાં જૂઠ બેલાઈ જવાય. આટલું કરે, તે તે મહાવત બરાબર આચર્યું કહેવાય. (વગેરે ઉપર મુજબ.) - ત્રીજું મહાવતઃ હું સર્વ પ્રકારની ચોરીને માવજીવન ત્યાગ કરું છું. ગામ, નગર કે અરણયમાં ડું યા ઘણું, નાનું યા મોટું સચિત્ત કે અચિત્ત એવું કશું જ હું બીજાએ આપ્યા વિના ઉઠાવી નહીં લઉં, બીજા પાસે નહીં લેવરાવું, કે કોઈ લેતે હશે તેને અનુમતિ નહિ આપું, વગેરે ઉપર મુજબ.) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: ૧લી ભાવનાઃ તે નિગ્રંથ વિચાર કરીને મિત પ્રમાણમાં વસ્તુઓ માગે; નહીં તે તેનાથી ચોરીને દેષ થઈ જવાને. ૧. મૂળઃ “અનાદાન” – ન આપેલું લેવું તે. Page #171 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ રજી ભાવનાઃ તે નિગ્રંથ માગી આણેલ અન્નપાન આચાર્યાંદિકને જણાવીને તેમની પરવાનગીથી જ ખાય, નહીં તે તેનાથી ચારીના દોષ થઈ જવાતા. ૧૫૪ ૩જી ભાવના: તે નિર્મૂથ પ્રમાણુ બાંધીને જ વસ્તુ માગે, નહીં તેા તેનાથી ઇત્યાદિ. ૪થી ભાવના: તે નિગ્રંથ વારંવાર તે પ્રમાણે નક્કી કરત જાય, નહીં તેા તેનાથી ચારીના દ્રાવ થઈ જવાના. પમી ભાવના તે નિથ સાધર્મિકોની ખાખતમાં પણ વિચારીને તથા મિત પ્રમાણુમાં જ વસ્તુ માગે. આટલું કરે, તો તે મહાવ્રત ખરાખર આચર્યું. કહેવાય. ચેાથું મહાવ્રત: હું સર્વ પ્રકારના મૈથુનને યાવજીવન ત્યાગ કરું છું. હું દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન જાતે નહીં સેવું, બીજા પાસે નહીં સેવરાવું, કે કોઈ સેવતા હશે તેને અનુમતિ નહીં આપું. (વગેરે ઉપર મુ.) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે : ૧લી ભાવના : તે નિગ્રંથ વારંવાર સ્ત્રી સંબંધી વાતો ન કરે. કારણ કે, તેમ કરતાં ચિત્તની શાંતિના ભેદ – ભંગ થાય, અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. - ૨૦ ભાવના : તે નિભ્રંથ સ્ત્રીઓના મનેાહર અવયવા જુએ કે ચિંતવે નહીં. ૩જી ભાવના : તે નિગ્રંથ સ્ત્રી સાથે પહેલાં કરેલી કામક્રીડા યાદ ન કર્યાં કરે. ૪થી ભાવનાઃ તે નિભ્રંથ પ્રમાણથી વધારે તેમ જ થ્રી વગેરે વધુ રસાવાળું અન્નપાન ન સેવે, ૩ ૧. હસાવતાર કહળસીને ર. તેમને માટે કે તેમની પાસેથી. ૩. ત્રીસ સ્નિગ્ધ, કામદ્દીપક. ―― Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ભાવનાઓ પમી ભાવનાઃ તે નિર્ચથ સ્ત્રી, માદાપશુ કે નપુંસકથી સેવાયેલ આસન કે શયન ન વાપરે. આટલું કરે, તે તે મહાવત બરાબર આચર્યું કહેવાય. પાંચમું મહાવ્રતઃ હું સર્વ પ્રકારના પરિગ્રહ૧ [આસક્તિ - યાવજજીવન ત્યાગ કરું છું. હું થોડી યા ઘણી, નાની મા મેટી, સચિત્ત કે અચિત્ત એવી કોઈ વસ્તુમાં પરિગ્રહબુદ્ધિ નહીં રાખું. [વગેરે ઉપર મુજબ.] તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: ૧લી ભાવના: તે નિથ કાનથી મનહર શબ્દો સાંભળી, તેમાં આસક્તિ, રાગ કે મેહ ન કરે; તેમ જ ન ગમતા શબ્દ સાંભળી કેષ ન કરે. કારણ કે, તેમ કરવાથી ચિત્તની શાંતિને ભેદ થાય. અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. કાનમાં શબ્દ પડતા અટકાવવા શક્ય નથી; પરંતુ, તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૨છ ભાવનાઃ તે નિર્ગથ આંખથી મનોહર રૂપ દેખી, તેમાં આસક્તિ વગેરે ન કરે; તેમ જ ન ગમતાં રૂપે દેખી દ્વેષ ન કરે. આંખે રૂપ ચડતાં અટકાવવા શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષએ ત્યાગવા. ૩છ ભાવનાઃ તે નિગ્રંથ નાકથી મનહર ગંધ સુધી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા ગંધ સુંધી ઠેષ ન કરે. નાકે ગંધ આવતે અટકાવે શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષએ ત્યાગવા. કથી ભાવનાઃ તે નિર્ગથ જીભથી મનગમતા સ્વાદ ચાખી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા સ્વાદ ચાખી દોષ ન કરે. ૧. પરિગ્રહ એટલે પળમાં રાગદ્વેષકૃદ્ધિ જુઓ આગળ તે વતની ભાવનાઓમાં શ્લોકની કડી. Page #173 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વાસીના આચારધર્મ બે સ્વાદ આવતો અટકાવવા શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. પમી ભાવના : તે નગ્રંથ મનગમતા સ્પર્શ અનુભવી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા સ્પર્શ અનુભવી દ્વેષ ન કરે. ચામડીથી સ્પર્શ થતા અટકાવવા શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. આટલું કરે તે તે મહાવ્રત બરાબર આચર્યુ કહેવાય. ૧૫૬ આ પાંચ મહાવ્રતા અને તેમની પચીસ ભાવનાઓથી યુક્ત એવા સંન્યાસી ભિક્ષુ, શાસ્ત્ર, આચાર અને માર્ગ અનુસાર તેમને બરાબર પાળી, જ્ઞાનીએની આજ્ઞાને આરાધક એવા સાચે ભિક્ષુ મને છે. ૧. અધમુખ્ય અધવું, અદામાં । Page #174 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણે ટિWણ નં. ૧ઃ જેને જ્ઞાનના પાંચ પ્રકાર માને છે: મતિ, કૃતિ, અવધિ, મન:પર્યવ અને કેવલ. તેમાંનાં પહેલાં બે પક્ષ છે; કારણ કે, તે જ્ઞાન થવામાં પાંચ જ્ઞાનેન્દ્રિયે અને મનની મદદની જરૂર રહે છે, ત્યારે છેલ્લાં ત્રણ ઈદ્રિય-મનની મદદ વના જ, આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થતાં હોવાથી, પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન એટલે પાંચ ઇન્દ્રિયો અને મન વડે થતું જ્ઞાન. શ્રતજ્ઞાન એટલે શાસ્ત્ર વગેરે સાંભળવાથી થતું જ્ઞાન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ફેર એટલો છે કે, મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુમાં પ્રવૃત્ત થાય છે, અને મુતજ્ઞાન વૈકાલિક વિષયમાં પ્રવૃત્ત થાય છે. અવધિજ્ઞાન એટલે ઇકિયે અને મનની મદદ વિના જ આત્માની યોગ્યતાના બળથી થતું, સમગ્ર લોક સુધીનાં બધાં રૂપી મૂર્તિ દ્રવ્યનું જ્ઞાન. અલબત્ત, આ જ્ઞાન વસ્તુના સમગ્ર ભાવો નથી જ જાણી શકતું. મન:પર્યવજ્ઞાન એટલે સંજ્ઞી, ચિંદ્રિય, પર્યાપ્ત, અને વ્યક્ત મનવાળાં પ્રાણીઓનાં માનસિક ચિંતનેનું જ્ઞાન. અવધિજ્ઞાન આખા લોક સુધીનાં સર્વ પુદુગદ્રવ્યનું ગ્રહણ કરી શકે છે; પણ મન:પર્યવજ્ઞાન મનરૂપ બનેલાં પુદ્ગલ અને તે પણ માનુષત્તર પર્વત અને મનુષ્યક્ષેત્રની અંદરનાં – જાણુ શકે છે. વામ એને વિષય અવધિજ્ઞાન કરતાં અત્યંત અલ્પ છે, પણ પિતાના વિષચની સૂક્ષ્મતાએ તે વિશેષ પ્રમાણમાં જાણતું હોવાથી, તેના કરતાં વિશુદ્ધતર છે. તેનાં કેટલાંક વિશેષણની વિશેષ સમજતી નીચે પ્રમાણે છે: હિતપ્રાપ્તિ અને અહિત પરિહાર માટે ગુણદેવની વિચારણા તે સંજ્ઞા તેવી વિચારણા કરી શકે તેવું પુષ્ટ (ભૌતિક, દ્રવ્ય મન, તે વ્યક્ત મન”. આ વિશેષણ આપવાનું કારણ એ છે કે, દરેક ઇદ્રિય ભાવ અને દ્રવ્ય, એમ બે રૂપે હોય છે. ભાવઈદ્રિય એટલે તે પ્રકારની આત્માની શક્તિ અને દ્રવ્યઇકિય એટલે એ શક્તિ જેને આધારે કામ કરી શકે, એવી પરમાણુની બનેલી વસ્તુ પર્યાપ્ત એટલે કે આહાર, શરીર, ઇદ્રિય, પ્રાણાપાન, ભાષા અને મન એ છ પર્યાપ્તિઓમાંથી પોતાની નિ અનુસાર બધી પર્યાપ્તિઓ જેણે પ્રાપ્ત કરી હોય તેવું કેવળજ્ઞાન એ સર્વ વસ્તુઓ અને સર્વ ભાવોનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. ઉપરનાં ચારે જ્ઞાને ગમે તેટલાં શુદ્ધ હેય, છતાં ચેતના-શક્તિને પૂર્ણ વિકાસરૂપ હોવાથી, એક પણ વસ્તુના સમગ્ર ભાવોને જાણવાને અસમર્થ હોય છે. એવો નિયમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ મહાવીરસ્વામીને આચારધર્મ છે કે, જે જ્ઞાન કોઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવાને જાણી શકે, તે બધી વસ્તુના સંપૂર્ણ ભાવાને પણ ગ્રહણ કરી શકે. અને એ જ જ્ઞાન પૂર્ણ કહેવાય છે. તે જ્ઞાન વખતે ખીજાં જ્ઞાન નથી રહેતાં; કારણ કે, ઉપરની ચાર જ્ઞાનશક્તિ આત્મામાં સ્વાભાવિક નથી, પણ કર્મના આવરણ અનુસાર આવેલી છે. ત્યારે, કેવળજ્ઞાન તેા કર્મનું આવરણ સર્વથા દૂર થયા બાદ થતું હોવાથી, કર્મજન્ય ઔપાધિક શક્તિઓના અવકાશ જ રહેતા નથી. ટિપ્પણુ નં. ૨૬ જૈને કાળચક્રના બે ભાગ પાડે છે: એક નીચે જતા, અને એક ઉપર જતા. પહેલે તે અવસર્પિણી અને બીજો તે ઉત્સર્પિણી. તે દરેક ભાગ ૧૦×(૧ કરોડ×૧ કરોડ) સાગર વર્ષોના બનેલા છે; અને દરેકના છ ભાગ છે. તે આરા કહેવાચ છે. અવસર્પિણીના છ આરા આ પ્રમાણે છે: સુખમાસુખમાં, સુખમાં, સુખમાદુઃખમાં, દુઃખમાસુખમાં, દુઃખમા, દુઃખમાદુ:ખમા. તેનાથી ઊલટા તે ઉત્સર્પિણીના આરા છે. એટલે કે, અવસર્પિણીમાં સુખ વગેરે ઘટતાં જાય છે, અને ઉત્સર્પિણીમાં વધતાં જાય છે. સાગર વર્ષની એક રીતે ગણતરી આ પ્રમાણે છે: બે હજાર કારનું એક યેાજન, એવા ૧ ચેાજન પહેાળા અને ૧ યેાજન લડા ખાડા હોય; તેને, ઉત્કૃષ્ટ બાગભૂમિમાં થતા, તથા જેને જન્મ્ય છ દિવસ થયા છે એવા કૈટાના વાળ ઉપરના સુંવાળા છેડા કાપીને, તેના વડે સેસ ભરે; પછી ૪૨ સેા વર્ષે એમાંથી વાળના એક છેડા કાઢે; એ રીતે આખા ખારું ખાલી થતાં જે સમય લાગે, તે વ્યવહારપલ્ય કહેવાય. એવા અસંખ્ય’ વ્યવહા૨પત્યને એક અદ્ધાપલ્ય થાય. તેવા ૧૦૪ (૧ કરોડ×૧ કરોડ) દ્વા પદ્મના એક સાગર થાય. અવસર્પિણીના છ આરાનું માપ પહેલા આ ૪× (૧ કરોડ × મીત્તે આરા ૩૪ ( ત્રીજો આશ ર× ( 33 આ પ્રમાણે છે : ૧ કરોડ) સાગર વર્ષે > 23 32 > ચેાથેા આરા ૧૪ ( પાંચમા આરા ૨૧૦૦૦ વર્ષ. છઠ્ઠો આા ૨૧૦૦૦ વર્ષ. ટિપ્પણુ નં. ૩: જૈનાની માન્યતા પ્રમાણે દેવાની ચાર જાતિ છે. ભવનપતિ (અસુર, નાગ વગેરે;) જંતર (કિન્નર, ગાંધર્વ, ચક્ષુ, ભૂત, ,, ,, ) ,, ', ( ~~~~ ૪૨૦૦૦) Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ટિપણે પિશાચ વગેરે); તિષ્ક (સૂર્ય, ચંદ્ર ગ્રહ, નક્ષત્ર, તારા); અને વૈમાનિક વૈમાનિક દે એ પારિભાષિક નામ છે. કારણ કે, બીજ જાતિષ્ક દેવને પણ વિમાન હોય છે. વૈમાનિકોના બે ભેદ છેઃ કલ્પપપન્ન અને કલ્પાતીત સૌધર્મ, એશાન, સાનભુમાર, માહેદ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અભ્યત એ બાર કલ્યું છે. તેમાં રહેનારા કોપન્ન કહેવાય છે. તેમની ઉપર ૯ ગ્રોવેચક અને પાંચ અનુત્તર દેવવિમાને છે. તેમની ઉપર મુક્તજીવે નું સિદ્ધક્ષેત્ર છે. સ્થિતિ, પ્રભાવ, સુખ, વૃતિ, અંત:કરી વિશુદ્ધિ, ઇદ્વિમવિષયમાં અને અવધિવિષયમાં ઉપર ઉપરના દેવ અધિકહેચ છે. અને ગતિ, શરીર, પરિગ્રહ તથા અભિમાનમાં ઉપર ઉપરના દેવે હીન હોય છે. ગતિ ઓછી હેવાનું કારણ, ઉપરકપરના દેવમાં ઉત્તરોત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હોવાથી, તેમની દેશાંતર વિષયક ક્રીડા કરવાની રતિ ઓછીએછી થતી જાય છે, એ છે. દિપણ ન. ૪ : જૈનેની માન્યતા પ્રમાણે લોકના અધ, માધ્યમ, અને ઉર્વ એવા ત્રણ ભાગ છે. અધલક અને ઊર્વેલકમાં અનુક્રમે, નારકીઓ અને દેવનાં સ્થળ છે. મળેલકમાં મનુષ્ય વગેરેનાં સ્થાન છે. તેમાં અસંખ્ય દ્વારે અને સમુદ્રો છે. તે ક્રમથી, દ્વીપની આસપાસ સમુદ્ર અને સમુદ્રની આસપાસ દ્વ૫, એ રીતે ગોઠવાયેલા છે. અને તેમની રચના ઘટીના પડ અને થાળા સ્વી છે. જંબુદ્વીપ બધાની મધ્યમાં હેવાથી, તેને આકાર થાળી જે છે; જ્યારે, બીજા બધા દ્વિ ચૂડી જેવા છે. આ જંબુદ્વીપને સાત ક્ષેત્રે (વર્ષ, વંશ, વાસ્ય)માં વહેચી નાખવામાં આવે છે. પહેલું ક્ષેત્ર ભારત છે. તેની ઉત્તરે અનુક્રમે હૈમવત, હરિ, વિદેહ, રમક, હિરચવત અને ઐવિત ક્ષેત્રે આવેલાં છે. તે સાતેને એકબીજાથી જુદા પાડનાર છે પર્વતો છે. તે વર્ષધર કહેવાય છે. તેમના નામ અનુક્રમે હિમાવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકમી અને શિખરી છે. જંબુદ્વીપ ઉપરાંત તેની આજુબાજુ આવેલે ધાતકીખંડદ્વીપ અને અર્ધા પુષ્કરદ્વીપ એટલે મનુષ્યલોક કહેવાય છે. પુષ્કરની મધ્યમાં માનુષેત્તર પર્વત છે તેનાથી પાર કઈ માણસ જન્મતો નથી. જંબુદ્વીપની આસપાસ આવેલા લવણ સમુદ્રમાં ૫૬ અંતર છે. તે પણ મનુષ્યલોકમાં જ ગણાય છે. બીજા સમુદ્રોમાં અંતરદ્વીપ નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ ટિણ નં. ૫ હોર્નેલના અભિપ્રાય મુજબ, લિચ્છવીઓની રાજધાની વૈશાલીમાં, તે વખતે વૈશાલી (અત્યારનું મુજફફર જિલ્લામાં આવેલું બસા૨) ઉપરાંત, વાણિજ્યગ્રામ અને કુંડગ્રામ જેવાં બીજા કેટલાંક મોટાં સ્થાનેને (લંનિઘેરા) સમાવેશ થતો હતો. એમ કહી શકાય કે, વૈશાલી, વાણિજ્યગ્રામ અને કુંડગામ અથવા (કંડપુ૨) એ ત્રણ મળીને જે મેટું શહેર થતું, તે આખાને પ્રસંગઅનુસાર તે તે નામથી ઓળખવામાં આવતું. ખરી રીતે, દક્ષિણપૂર્વને ભાગ તે વૈશાલી, ઉત્તરપૂર્વને ભાગ તે કુડપુર, અને પશ્ચિમ તરફને ભાગ તે વાણિજ્યગ્રામ. વૈશાલી અને વાણિજ્યગ્રામ વચ્ચે ગંડકી નદી હતી એમ આવશયકસૂત્રમાં જણાવ્યું છે. કુંડગ્રામના નામથી વૈશાલીને મહાવીરના જન્મસ્થળ તરીકે ઓળખાવી, તેમને વૈશાલિક પણ કહેવામાં આવે છે. તે કંડપુર, એટલે કે, આખા વૈશાલીના ઈશાન ખૂણામાં લાગી સંનિવેશ આવેલું હતું. અહીં નિવેશને અર્થ વિભાગ અથવા પરું લે જોઈએ. તે કોલ્લાગ વિભાગમાં જ્ઞાતૃવંશી ક્ષત્રિય રહેતા હતા. મહાવીરના પિતા સિદ્ધાર્થ કેલ્લાગના નાચ ( જ્ઞાત) વંશી ક્ષત્રિના આગેવાન હશે. જૈનગ્રંથમાં તેમના વૈભવનું અતિશયોક્તિભર્યું વર્ણન કરવામાં આવે છે; છતાં ક્યાંય તેમને કુડપુરના રાજા તરીકે નથી ઓળખાવ્યા. ઊલટું, તેમને ઉલ્લેખ હંમેશાં “ક્ષત્રિય સિદ્ધાર્થ” એ જ કરવામાં આવ્યો છે. ટિપ્પણુ નં. ૬ઃ દેવામાં એ જન્મ કઈ વિરતિ પામી શકતું નથી; પરિણામે, મહાવીરને તે ઉપદેશ ખાલી ગયા; કારણ કે, તેમાંથી કોઈ એ પ્રતિબોધ પામી વ્રત અંગીકાર કર્યા નહિ. તીર્થકરને ઉપદેશ ખાલી ચ, એ એક આર્ય ગણાય છે. આ અવસર્પિણમાં એવાં દશ આશ્ચર્યો બન્યાં છે. તેમાંનાં મહાવીરના જીવનને લગતાં બીજાં આશ્ચર્ય આ છે: કેવલજ્ઞાન થયા પછી કેવલીને ઉપસર્ગ-સંકટ-હોચ નહિ, પણ મહાવીરને મારવા ગશાલે તેજલેશ્યાને પ્રયોગ કર્યો હત; ઈ તીર્થંકરને ગર્ભ બદલવા પડયા નથી, પણ મહાવીરને બદલવો પડયો હત; સૂર્યચંદ્ર પિતાનાં મૂળ વિમાને સાથે મહાવીરને કૌશાંબીમાં વંદન કરવા આવ્યા હતા અને મહાવીરના સરણના પ્રભાવથી ભુવનપતિ દેવોમાને ચમરેક પણ સાધમ દેવેદ્રને નાશ કરવા ઉપલા દેવલોકમાં જઈ શક્યો હતો, અને હાર્યા છતાં જીવતો રહી શક્યો હતો. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ટિપ્પણા ૧૬૧ ટિપ્પણુ નં. ૭ : અપાપા નગરીમાં સેામિલ બ્રાહ્મણે યજ્ઞ કર્યાં હતા, અને તેમાં તેણે ચજ્ઞકમમાં કુરાળ ગણાતા ગૌતમ, સુધર્મા વગેરે ૧૧ કોને માલાવ્યા હતા. ચજ્ઞ ચાલતા હતા તે વખતે, મહાવીર તે ગામમાં આવ્યા. તેથી, દેવા ચજ્ઞમાં ન જતાં તેમના ઉપદેશ સાંભળવા ગયા. તેથી ગુસ્સે થઈ, ગૌતમ વગેરે મહાવીરને હરાવવા તેમની પાસે ગયા; અને જાતે જ હારી બેઠા. વધુ માટે જુએ મહાવીરસ્વામીને સંચમધર્મ,’પા, ર તથા ૧૦૪. : ટ્રિપ નં. ૮ : મહાવિદેહ ક્ષેત્ર એવી જૈન માન્યતા છે કે, મહાવીરના નિર્વાણ પછી તરત જ જે ૨૧૦૦૦ વર્ષના દુ:ષમા કાળ બેઠા છે, તેમાં મહાવીર પછીના ત્રીન અાચાર્ચે જંબુસ્વામી નિર્વાણ પામ્યા પછીથી આ અવસર્પિણીચક્ર પૂરતું આ ક્ષેત્રમાંથી કેવળજ્ઞાન લુપ્ત થઈ ગયું છે. અર્થાત્ હવે આ ચક્ર પૂરું થઈ ઉત્સર્પિણી ચક્ર શરૂ થાય ત્યાં સુધી કાઈ કેવળજ્ઞાની – તીર્થંકર કે મુક્ત થઈ શકે નહીં. માત્ર એક મનુષ્ય જન્મ બાકી રહે તેવી નિર્મૂળ સ્થિતિ જ અહીં પ્રાપ્ત થઈ શકે. પરંતુ તે બાકીના જન્મ પણ્ ભરતક્ષેત્રને ખલે મહાવિદેહક્ષેત્રમાં થાય, કે જ્યાં દુ:ષમસુષમા નામના કાળ સ્થાયી ભાવે પ્રવર્તે છે. ત્યાં તીર્થંકર, કેવળજ્ઞાન, મેક્ષ વગેરે ભાવા તેથી કરીને સંભવી શકે છે. જંબુદ્રીપને પૂર્વથી પશ્ચિમ આડા પડેલા છ વર્ષધર પર્વત સાત વર્ષ અથવા ક્ષેત્રમાં વહેંચી નાખે છે: જેમ કે છેક દક્ષિણેથી શરૂ કરીએ તા ભરત-હુમવત – હરિ - વિદેહ- ૨ચક— હૈરણ્યવત્ – ઐરવત. તેમાં વિદેહ ક્ષેત્ર બરાબર જંબુદ્રીપની મધ્યમાં આવેલુ' તથા સૌથી મોટું હાઈ, મહાવિદેહ કહેવાચ છે. જંબુની નાભિરૂપ મેરુ પણ વિદેહની મધ્યમાં જ આવેલા છે. વિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ અને દેવકુટુ નામનાં જે બે ક્ષેત્ર આવેલાં છે, તે સૌથી વધુ ભાગ્યશાળી છે, કારણ કે ત્યાં નિરંતર સુષમસુષમા નામના (સત્યયુગ જેવા કાળ) નિરંતર ચાલ્યા કરે છે. પરંતુ વિદેહના માકીના પૂર્વ અને અપર ભાગમાં આવેલા સેળ સાળ એમ કુલ ૩૨ પ્રદેશ કે જે ‘વિજય' કહેવાય છે, તેમાં દુ:ષમસુષમા કાળ પ્રવર્તે છે, અને તે કર્મભૂમિ ગણાય છે. કમઁભૂમિ એટલે જેમાં પેતા થઈ રાકે તે. ભરત, મ-૧૧ મેક્ષમાર્ગને જાણનાર – ઉપદેશનાર તીર્થં ક૨ નૈરવત અને (દેવકુરુ – ઉત્તરકુરુ બાદ કરતાં) Page #179 -------------------------------------------------------------------------- ________________ મહાવીર સ્વામીને આચારધર્મ વિદેહ ક્ષેત્ર એ કર્મભૂમિ ગણાય છે. બાકીનાં બધાં ક્ષેત્રો અકર્મભૂમિ છે. કર્મભૂમિમાં પણ ભારત અને ઐરાવત દરેકના સાડીપચીસ-સાડીપચીસ દેશ, તથા વિદેહના ૩૨ વિજય” એ આર્યપ્રદેશ કહેવાય છે. બાકીના સ્વેચ્છ. થાળી જેવા જંબુદ્વિીપની આસપાસ ચૂડીના આકારને લવણસમુદ્ર છે. તેમાં પ૬ અંતરદ્વીપ છે. તે મનુષ્યલોક છે, પણ કર્મભૂમિ નથી. એ લવણસમુદ્રની આસપાસ ગોળ ફરતે ચૂડી આકારને ધાતકીખંડ દ્વીપ છે. તેમાં સાતે ક્ષેત્રે જંબુદ્વિપના નામનાં જ છે, પણ તે દરેકની સંખ્યા બબ્બે છે. એટલે તેમાં કુલ ૧૪ ક્ષેત્ર છે. તે ધાતકીખંડની આસપાસ પાછો ગળ ફરતે ચૂડીના આકારને કાલેદધિ સમુદ્ર છે. તેમાં અતરાપ નથી. તે કાલેદધિની આસપાસ ગોળ ફરતો ચૂડીના આકારને પુષ્કરવાર દ્વીપ છે. તેમાં પણ સાતે ક્ષેત્રે જંબુદ્વીપના નામનાં જ છે, પણ તે દરેકની સંખ્યા ચાર ચાર છે. એટલે તેમાં કુલ ૨૮ ક્ષેત્ર છે. તે પુષ્કર દ્વીપની બરાબર વચમાં ગેળ ફરતે કંકણ જે માનુષેત્તર પર્વત છે. તેનાથી પુષ્કરદ્વીપની ચૂડી વચમાંથી સળંગ ગોળ બે ભાગમાં વહેચાઈ જાય છે. અર્થાત એક નાની ચૂડીની ફરતે બરાબર એક મોટી ચૂડી મૂકી દીધી હોય, તેવા તેના બે ભાગ પડી જાય છે. તે દરેક ભાગમાં પેલાં સાત ક્ષેત્રે બબ્બેની સંખ્યામાં એટલે ૧૪–૧૪ વહેચાઈ ગયાં છે. હવે જંબુદ્વીપ, ધાતકીખંડ અને માનુષત્તર પર્વત સુધીને બધે પુષ્કરદ્વીપ એ મનુષ્યલોક કહેવાય છે. તેની બહાર કઈ મનુષ્ય જન્મ પામતું નથી. અર્થાત કુલ પાંચ ભરતક્ષેત્રે (એક જંબુનું, બે ધાતકીનાં, અને બે પુષ્કરનાં), એમ સાતે ક્ષેત્રો પાંચ પાંચ થઈને કુલ ૩૫ ક્ષેત્રે, અને લવાસમુદ્રવાળા પ૬ અંતરદ્વીપ એ મનુષ્યની પેદાશવાળાં છે. તેમાંથી પાંચ ભરત, પાંચ રવત ક્ષેત્ર, અને દેવકુરુ-ઉત્તરકુરુ વિનાના) પાંચ વિદેહ ક્ષેત્રે એ કર્મભૂમિ છે – બાકીનાં વીસ ક્ષેત્રે અને અંતરદ્વીપ અકર્મભૂમિ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિમુક્તિ સર્વોત્તમ એવો જ્ઞાની પુરુષને આ ઉપદેશ સાંભળીને માણસે વિચારવું જોઈએ કે, ચારે ગતિમાં પ્રાણી અનિત્ય શરીરને જ પામે છે. એમ વિચારી, ડાહ્યો પુરુષ ઘરનું બંધન છોડી દઈ, દેવયુક્ત પ્રવૃત્તિઓ અને (તેમના કારણરૂ૫) આસક્તિને નિર્ભયપણે ત્યાગ કરે. [૧] તે પ્રકારે, ઘરબારની આસક્તિન, તથા અનંત જીવોની હિંસાને ત્યાગ કરી, સર્વોત્તમ એવી ભિક્ષાચર્યાથી વિચરતા વિદ્વાન ભિક્ષને, મિશ્રાદષ્ટિ લો કે, સંગ્રામમાં હાથીને બાણેથી વધે, તેમ કડવાં વચનેથી વધે છે, તથા બીજા ઉપદ્રવ કરે છે. તે પ્રકારે કઠેર શબ્દ અને ઉપદ્રથી પીડાવા છતાં, તે જ્ઞાની, મનને કલુષિત થવા દીધા વિના તે બધું સહન કરે, અને ગમે તેવા પવનમાં અકંપ રહેતા પર્વતની પેઠે અડગ રહે. [૨-૩]. ભિક્ષ સુખદુઃખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષની સબતમાં રહે, અને અનેક પ્રકારનાં દુઃખાથી દુ:ખી એવાં સ્થાવર, જંગમ પ્રાણીઓને પોતાની કોઈ પણ ક્રિયાથી પરિતાપ ન આપે. એ પ્રમાણે કરનારે તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનાર મહા મુનિ ઉત્તમ શ્રમણ કહેવાય છે. [૪] ઉત્તમ ધર્મપદને અનુસરનારા, તૃષ્ણારહિત, ધ્યાન અને સમાધિથી યુક્ત, તથા અગ્નિની વાળી જેવા તેજસ્વી –એવા તે વિદ્વાન ભિક્ષનાં તપ, પ્રજ્ઞા અને યશ વૃદ્ધિ પામે છે. ] ૧. આ છેલ્લું અધ્યયન થી ચૂડા કહેવાય છે. २. भार भ, परिग्रह Page #181 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધમ કરનારાં, સર્વ દિશાઓમાં ક્ષેમકર, મહામેટાં, નિષ્કિંચન તથા અંધારાને દૂર કરી, તેજની પેઠે ત્રણે બાજુએ પ્રકાશનારાં મહાવ્રતો, સર્વનું રક્ષણ કરનારા અનંત જિને પ્રગટ કર્યાં છે. [૬] ૧૬૪ બધા બંધાયેલામાં તે ભિક્ષુ આસક્ત ન થાય, અને માન આ લેાક તથા પરલેાકની આશા સાય નહીં. [૭] એ પ્રમાણે કામગુણેાથી મુક્ત રહી, વિવેકપૂર્વક આચરણુ કરતા, તે ધૃતિમાન તથા સહનશીલ ભિક્ષુનાં પૂર્વે કરેલાં બધાં પાપકર્મ, અગ્નિથી ચાંદીના મેલ દૂર થઈ જાય, તેમ દૂર થઈ જાય છે; વિવેકજ્ઞાનને અનુસરનારા, આકાંક્ષા વિનાના અને મૈથુનથી ઉપરત થયેલા તે બ્રાહ્મણુ, જેમ સાપ જૂની કાંચળીને છેડી દે, તેમ દુ:ખશય્યાથી મુક્ત થાય છે. [૮-૯] અખદ થઈ તે વિચરે, સ્ત્રીઓમાં · સત્કારની અપેક્ષા ન રાખે. ત્યાગનારા તે પંડિત, કામગુણામાં -- અપાર પાણીના એઘરૂપી મહાસમુદ્રની પેઠે, સંસારને જ્ઞાનીએ એ હાથ વડે દુસ્તર કહ્યો છે. તે સંસારનું સ્વરૂપ અર્થાત્ માણુસ તેમાં કેવી રીતે બંધાય છે, તથા તેમાંથી શી રીતે વિમુક્ત થાય છે. • તે બધું જ્ઞાનીઓ પાસેથી સમજીને, હે પંડિત, તેનેા તું ત્યાગ કર. જે એમ કરે છે, તે મુનિ જ (કૉના) અંત લાવનાર’ કહેવાય છે. [૧૭-૧] આ લેાક અને તથા જે બધા પદાર્થાની અપ્રતિબદ્ધ છે, તે ગર્ભમાં કહું છું. [૧૨] - પરલેાક — અંતેમાં જેતે કશું બંધન નથી, આકાંક્ષાથી રહિત નિરાલં' અને આવવા-જવામાંથી મુક્ત થાય છે, એમ હું ૧. મૂળ : નિ:સ્વકર, — સર્વ કર્મોં તથા મળને દૂર કરનારાં, ૨. ઉપર નીચે અને મધ્યમાં. Page #182 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત अणेगचित्त खल अयं पुरिसे : से केयणं अरिहइ पूरइत्तए । (૩ : ૨૨) જગતના લેકની કામનાને પાર નથી. તેઓ ચાળણમાં પાણું ભરવાને પ્રયત્ન કરે છે. कामा दुरतिक्कमा, जीवियं दुप्पडिवूहगं, कामकामी खलु अयं पुरिसे, से सोयइ जूरइ तिप्पइ परितप्पइ (२ : ९२) કામ પૂર્ણ થવા અશક્ય છે અને જીવિત વધારી શકાતું નથી. કામકામી મનુષ્ય શેક કર્યા જ કરે છે, તથા સૂર્યા કરે છે. आसं च छन्दं च विगिंच धीरे ! तुम चेच तं सल्लमाहर्ट्स; જૈન સિયા તેજ નો સિયા (૨: ૮૪) હે ધીર, તું આશા અને સ્વછંદને છોડી દે. તે બેનું શલ્ય સ્વીકારીને જ તું રખડયા કરે છે. સુખનું સાધન માનેલી વસ્તુઓ જ તારા દુઃખનું કારણ થઈ પડે છે. ___ नालं ते तव ताणाए वा सरणाए वा, तुमंपि तेसिं नालं ताणाए वा सरणाए वा । जाणितु दुःखं पत्तेयसायं अणभिकन्तं च खलु वयं संपेहाए खणं जाणाहि पंडिए जाव सोत्तपरिन्नाणेहि अपरिहायमाणे हिं आयढें सम्म समणुवासेज्जासि-त्ति बेमि । (૨ઃ ૬૮-૭૨). તારાં સગાંસંબંધી, વિષયભેગે કે દ્રવ્યસંપત્તિ સારું રક્ષણ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી, તેમ જ, તું પણ તેમનું રક્ષણ કરી શકતા નથી, કે તેમને બચાવી શકતો નથી. દરેકને પિતાનાં સુખદુઃખ જાતે જ ભોગવવાં પડે છે. માટે, જ્યાં Page #183 -------------------------------------------------------------------------- ________________ મહાવીરસ્વામીને આચારધર્મ સુધી પોતાની ઉમર હજ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોતાદિ ઈદ્રિયનું બળ તેમ જ પ્રજ્ઞા સ્મૃતિ મેધા વગેરે કાયમ છે, ત્યાં સુધી, અવસર ઓળખી, શાણુ પુરુષે પિતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ. _ विमुत्ता हु ते जणा, जे जणा पारगामिणो । लोभ अलोभेण दुगुञ्छमाणे लद्धे कामे नो'भिगाहइ । (२ : ७४) જેઓ કામગુણોને ઓળંગી જાય છે, તેઓ ખરેખર મુક્ત છે. અકામથી કામને દૂર કરતા તેઓ, પ્રાપ્ત થયેલા કામગુણેમાં પણ ખૂંચતા નથી. सययं मूढे धम्म नाभिजाणइ । उयाहु वीरे : अप्पमाओ महामोहे! अलं कुसलस्स पमाएणं सन्तिमरणं संपेहाए, भेउरधम्म સંપે (૨: ૮૪) કામોમાં સતત મૂઢ રહે તે માણસ ધર્મને ઓળખી શકતે નથી. વિર ભગવાને કહ્યું છે કે, તે મહા મેહમાં બિલકુલ પ્રમાદ ન કરો. શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર કરીને, તથા શરીરને નાશવંત જાણુને, કુશળ પુરુષ કેમ પ્રમાદ કરે ? सव्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा, सव्वेसिं जीवियं पियं । सरण विप्पमाएणं पुढो वयं पकुव्वइ, सिमे पाणा पव्वहिया, पडिलेहाए नो निकरणाए, एस परिन्ना पवुच्चइ, कम्मोवसन्ती । से तं संबुज्झमाणे आयाणीयं, समुट्ठाय तम्हा पावकम्मं नेव कुज्जा न कारवेज्जा। (૨ : ૮૦, ૧૬-૭) . બધા પ્રાણોને આયુષ્ય અને સુખ પ્રિય છે. તથા દુ:ખ અને વધ અપ્રિય તથા પ્રતિકૂળ છે. તેઓ જીવિતની કામનાવાળા અને જીવિતને પ્રિય માનનારા છે. બધાને જીવિત પ્રિય છે. પ્રમાદને લીધે પ્રાણેને અત્યાર સુધી જે વ્યથા આપી છે, તેને બરાબર સમજીને, Page #184 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા ફરીથી તેવું ન કરવું, તેનું નામ ખરી સમજ છે. અને એ જ કર્મોની ઉપશાંતિ છે. ભગવાને આપેલી આ સમજને સમજ, અને સત્ય માટે ઉદ્યમવંત થયેલે મનુષ્ય, કેઈ પણ પાપકર્મ કરે નહીં, કે કરાવે નહીં. (કારણ કે, પાપકર્મમાત્રમાં કોઈ ને કોઈ જીવવર્ગની હિંસા કે દ્રોહ રહેલાં છે.) से मेहावी जे अगुग्घायणस्स खेयन्ने, जे य बन्धपमोक्खमन्नसी (૨ : ૨૦૨) જે અહિંસામાં કુશળ છે, અને જે બંધથી મુક્તિ મેળવવાની જ તરખટમાં રહે છે, તે સાચે બુદ્ધિમાન છે. जे पमत्ते गुणट्ठिए, से हु दण्डे पवुच्चइ; तं परिन्नाय मेहावी, ફri નો નમહું વનવાસી નમા” I (: ૨૪-૬) પ્રમાદ અને તેને પરિણામે કામગુણેમાં આસક્તિ, એ જ હિંસા છે. માટે બુદ્ધિમાને, પ્રમાદથી જે મેં પહેલું કર્યું, તે હવેથી નહીં કરું,” એ નિશ્ચય કરે જોઈએ. जे अज्झत्थं जाणइ, से बहिया जाणइ; जे बहिया जाणइ, से अज्झत्थं जाणइ : एयं तुल्लं अन्नेसिं । इह सन्तिगया दविया નાવવન્તિ ગાવિયું ! (૧ : પ-૭). જે માણસ વિવિધ પ્રાણની હિંસામાં પિતાનું જ અનિષ્ટ જોઈ શકે છે, તે તેને ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. ' જે માણસ પિતાનું દુઃખ જાણે છે, તે બહારનાનું દુ:ખ જાણે છે; અને જે બહારનાનું જાણે છે તે પિતાનું દુ:ખ પણું જાણે છે. શાંતિને પામેલા સંયમીઓ બીજાની હિંસા કરીને જીવવા નથી ઈચ્છતા. ..... से बेमि - नेव सय लोग अब्भाइक्खेजा, नेव अत्ताणं अब्भाइक्खेज्जा । जे लोग अब्भाइक्खइ, से अत्ताणं अब्भाइक्खइ, ૨ સત્તામાં જમા , તે i માલવણ I (ઃ ૨૨) " . " , WWW Page #185 -------------------------------------------------------------------------- ________________ વં ૧૬૮ મહાવીરસ્વામીને આચારધમ મનુષ્ય અન્ય જીવની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં બેદરકાર રહે છે, તે પિતાની બાબતમાં પણ બેદરકાર રહે છે; તથા જે પિતાની બાબતમાં બેદરકાર રહે છે, તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે. ___ जे गुणे से आवट्टे, जे आवट्टे से गुणे : उड्ढं अहं तिरियं पाईणं पासमाणे रूवाइं पासइ, सुणमाणे सद्दाइं सुणइ ; उड्ढे अहं तिरियं पाईणं मुच्छमाणे रूवेसु मुच्छइ सद्देसु यावि । एत्थ अगुंत्त अणाणाए । एस लोए वियाहिए पुणो पुणो गुणासाए યરે ઉમત્તે ભરમાવો . (૨: ૪૦-૪) હિંસાના મૂળરૂપ હેઈ કામગુણો જ સંસારના ફેરા છે; સંસારના ફેરા છે તે કામગુણેનું બીજું નામ જ છે. બધી બાજુ અનેક પ્રકારનાં રૂપ જેતે અને શબ્દો સાંભળત મનુષ્ય, તે બધામાં આસક્ત થાય છે. તેનું નામ જ સંસાર છે. એવો માણસ મહાપુરુષને બતાવેલે માર્ગે ચાલી શકતા નથી, પરંતુ ફરીફરીને કામગુણેને આસ્વાદ લેતે, હિંસાદિ વપ્રવૃત્તિઓ કરતે પ્રમાદપૂર્વક ઘરમાં જ મૂછિત રહે છે. जे पज्जवजायसत्थस्स खेयन्ने, से असत्थस्स खेयन्ने; जे असत्थस्स खेयन्ने, से पज्जवजाय सत्थस्स खेयन्न । (३ : १०९) જે મનુષ્ય શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને જાણવામાં કુશળ છે, તે અહિસાને સમજવામાં કુશળ છે; અને જે અહિંસાને સમજવામાં કુશળ છે, તે શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને સમજવામાં કુશળ છે. ___ संसयं परिजाणओ संसारे परिन्नाए भवइ, संसयं अपरिजाणओ સંતરે અપરિત્નાઈ જવI (: ૨૪૩) વિષયોના સ્વરૂપને જે બરાબર જાણે છે, તે સંસારને બરાબર જાણે છે, અને જે વિશ્વનું સ્વરૂપ નથી જાણત, તે સંસારનું સ્વરૂપ પણ નથી જાણતો. Page #186 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત से सुयं च मे अज्झत्थं च मे । વરઘcqજોવો તુવેવ છે ( : ૨૫૦) से सुपडिबुद्धं सूवणीयं ति नच्चा पुरिसा! परमचक्खू विप्परक्कम एएसु चेव बम्भचेरं ! ति बेमि ।। મેં સાંભળ્યું છે અને મને અનુભવ છે કે, બંધનથી થ્યા થવું તારા જ હાથમાં છે. માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને, હે પરમચક્ષવાળા પુરુષ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે, એમ હું કહું છું. इमेण चेव जुज्झाहि कि ते जुज्झेण बज्झओ ? जुद्धारिहं खलु તુમ ! (૧ : ૨) હે ભાઈ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી યુદ્ધને યોગ્ય બીજી વસ્તુ મળવી દુર્લભ છે. पुरिसा! तुममेव तुम-मित्तं, किं बहिया मित्तमिच्छसी? पुरिसा! अत्ताणमेव अभिनिगिजझ, एवं दुक्खा, पमोक्खसि । (: ૨૭-૮) હે ભાઈ! તું જ તારે મિત્ર છે; બહાર ક્યાં મિત્ર શોધે છે? તારી પિતાની જાતને જ નિગ્રહમાં રાખ, તે બધાં દુઃખમાંથી મુક્ત થઈ શકીશ. सव्वओ पमत्तस्स भयं, सव्वओ अप्पमत्तस्स नत्थि भयं । (૨ ઃ શરૂ) પ્રમાદીને બધે પ્રકારે ભય છે; અપ્રમાદીને કોઈ પ્રકારે ભય નથી. तं आइत्तु न निहे, न निक्खिवे, जाणित्त धम्म जहातहा । વિદ્યહિં નિવે જન્ના , જો જો સ રે (૪: ૨૨૭) ધર્મને જ્ઞાની પુરુષો પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખો; પરંતુ, પ્રાપ્ત થયેલા ભેગપદાર્થોમાં પણ વૈરાગ્ય પામી, લેકપ્રવાહને અનુસરવાનું છેડી દેવું. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મહાવીરસ્વામીને આચારધમ इहारामं परिन्नाय अल्लीण-गुणो परिव्वए । निट्ठियट्ठी वीरे ગામેળ સયા જ જ્ઞાસ-ત્તિ વેfમ ( : ૨૬૮) જગતમાં જ્યાં ત્યાં આરામ છે એમ સમજીને, ત્યાંથી ઈદ્રિ હટાવીને, સંયમી પુરુષે તિંદ્રિય થઈને વિચરવું. જે પિતાનાં કાર્યો સાધવા ઈચ્છે છે, તેવા વીર પુરુષે હંમેશાં જ્ઞાનીના કહ્યા પ્રમાણે પરાક્રમ કરવું, એમ હું કહું છું. कायस्स विओवाए एस संगामसीसे वियाहिए । स हु पारंगमे मणी । ___अविहम्ममाणे फलगावयट्ठी कालोवणीए कखज्ज कालं जाव સરીમે-ત્તિ નિ | (૬ : ૨૬૬) સંયમીને શરીર પડતા સુધી રણસંગ્રામને દેખરે ઝૂઝનારા વિરપુરુષની ઉપમા અપાય છે. એ જ મુનિ પારગામી થઈ શકે છે. કોઈ પણ પ્રકારના કષ્ટથી ન ડગતે, અને વહેરાવા છતાં પાટિયાની જેમ સ્થિર રહેતે તે સંયમી, શરીરના ભેદ સુધી કાળની વાટ જોયા કરે, પણ ગભરાઈ પાછા ન હટે, એમ કહું છું. न सक्का फासमवेएउं फासविसयमागयं । रागद्दोसा उ जे તરથ, તે વિહૂ વરિત્ર (૪૦ ૬) ઈદ્રિના સંબંધમાં આવેલા વિષયને ન અનુભવો એ શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તેને ભિક્ષ ત્યાગ કરે. ___ उद्देसो पासगस्स नत्थि । कुसले पुण नो बद्धे नो मुक्के । से ज्जं च आरभे जं च नारभे! अणारद्धं च नारभे । छणं छणं જિાય ઝોજનં ર સવસો (૨ : ૨૦ ૨) જે જ્ઞાની છે, તેને માટે કશે ઉપદેશ નથી. કુશળ પુરુષ કાંઈ કરે અથવા ન કરે, તેથી તે બદ્ધ પણ નથી, અને મુક્ત પણ નથી. તેપણું લેકચિને બધી રીતે બરાબર સમજીને, અને સમયને ઓળખીને તે કુશળ પુરુષ પૂર્વેના મહાપુરુષેએ ન આચરેલાં કર્મો આચરતે નથી. Page #188 -------------------------------------------------------------------------- ________________ સુભાષિતા १७९ जमिणं अन्नमन्न - विइगिच्छाए पडिलेहाए न करेइ पाव कम्मं किं तत्थ, मुणी कारणं सिया ? समयं तत्थु वेहाए अप्पाणं विप्पसायए । (३ : ११५ ) એકબીજાની શરમથી કે ભયથી પાપકર્મ ન કરનાર શું મુનિ કહેવાય ? ખરા મુનિ તેા સમતાને બરાબર સમજીને, પેાતાના આત્માને નિર્મળ કરનારા હોય છે. अणगारे उज्जुकडे, नियागपडिवन्न, अमायं कुव्वमाणे वियाहिए | जाए सद्धाए निक्खन्तो, तमेव अणुपालिया; वियहित्तु विसोत्तियं पणया वीरा महावीहि । (१ : १८-२० ) જે સરળ હોય, મુમુક્ષુ હોય, અને અદંભી હોય, તે જ સાચા અનગાર છે. જે શ્રદ્ઘાથી માણુસ ગૃહત્યાગ કરે, તે જ શ્રદ્ધાને, શંકાએ અને આસક્તિ છેડી, હંમેશાં ટકાવી રાખવી જોઈ એ. વીર પુરુષ એ મહામાર્ગે જ ચાલેલા છે. उहमाणे कुसलेहिं संवसे, अकंत दुक्खी तस्थावरा दुही । अलूंसए सव्वसहे महामुनी, तहा हि से सुसमणे समाहिए || ( अ० १६) સુખદુઃખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષાના સંગમાં રહેવું, અને અનેક પ્રકારનાં દુઃખથી દુ:ખી એવાં સ્થાવરજંગમ પ્રાણીઓને પેાતાની કોઈ પણ ક્રિયાથી પરિતાપ ન આપવા. આમ કરનારા, તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનારા મહામુનિ ઉત્તમ શ્રમણુ કહેવાય છે. विउ नए घम्मपयं अणुत्तरं, विणीयतहस्स मुणिस्स झाओ । समाहियस्सऽसिहा व तेयसा, तवो य पन्ना य जसो य वड्ढइ || (अ० १६) Page #189 -------------------------------------------------------------------------- ________________ ૭૨ મહાવીરસ્વામીને આચારધમ ઉત્તમ ધર્મપદને અનુસરનાર, તૃષ્ણારહિત, ધ્યાન અને સમાધિયુક્ત તથા અગ્નિની શિખા જેવા તેજસ્વી એવા તે વિદ્વાન ભિક્ષુનાં તપ, પ્રજ્ઞા, અને યશ વૃદ્ધિ પામે છે. तहा विमुक्कस्स परिन्नचारिणो, घिईमओ दुक्खखमस्स भिक्खुणो । विसुज्झई जंसि मलं पुरेकडं, समीरियं रुप्पमलं व जोइणा ॥ (अ० १६) એ પ્રકારે કામગુણમાંથી મુક્ત રહી, વિવેકપૂર્વક આચરણ કરતા તે યુતિમાન અને સહનશીલ ભિક્ષનાં, પૂર્વે કરેલાં તમામ પાપકર્મ અગ્નિથી જેમ ચાંદીને મેલ દૂર થઈ જાય, તેમ સાફ થઈ જાય છે. इमंमि लोए परए य दोसुवि, __न विज्जई बंधण जस्स किंचिवि । से हु निरालंबणमप्पइट्ठिए, _____ कलंकलीभावपहं विमुच्चई त्ति बेमि ॥ (अ० १६) આ લેક ને પરલોક બંનેમાં જેને કશું બંધન નથી, તથા જે બધા પદાર્થોની આશંસાથી રહિત, નિરાલંબ અને અપ્રતિબદ્ધ છે, તે તે મહામુનિ ગર્ભમાં આવવા-જવામાંથી મુક્ત થાય છે, એમ Page #190 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અગ્નિ –ની હિંસા ૬ અગ્રપિંડ ૭૦ અગ્રંથ ૪૮ અચીચે (જુઓ ચેરી-ત્યાગ) ૧૫૩ અશ્રુતકલ્પ ૧૪૩ અજ્ઞાન રર અતિથિબળ ૧૧ અતિપાતસ્ત્રોત ૬૪ (ધ ૨) અતિવિધ ૩૧ (નેધ ૨) અદત્તાદાન ૧૫૩ અનગાર ૯, ૧૦, ૨૨ નોંધ ૬) અનલિંકાંતક્રિયાદેષ ૯૭ અનવદ્યા (પુત્રી) ૧૪૩ અનાર્ય ૧૦૬ અન્યોન્ય ક્રિયા ૧૩૭ અપશ્ચિમમારણતિક સંલેખના ૧૪૩ નેધ ૨) અભિક્રાંતક્રિયાષ હ૭ અરતિ ૧૬, ૨૫ અહત ૧૫૧ અલ્પસાવઘક્રિયાષ ૯૮ અવગ્રહ -ના પાંચ પ્રકાર ૧૨૭ (નેધ ૨). અવધિજ્ઞાન ૧૫૭ અવસર્પિણી ૧૩૮ (નૈધ ૫), ૧૫૮ અસદીનબેટ ૪૫ અહિંસા ર૪ ૧૧૦ - આત્મઘાત ૫૩ આત્મપ્રાપ્તિ ૪૦ આત્મવાદી ૩, ૩૯ આત્મા ૩, ૫, ૩૯. આદાનસ્ત્રોત ૬૪ (નોંધ ૨) આમગધ ૧૯ (નેધ ૬) આરંભ ૨૨ આર્ય ૧૯, આર્યદશી ૧૯ આર્યપ્રજ્ઞ ૧૯ આલેચના ૧૪૩ (નોંધ ૨). આશ્ચર્ય- આ કાળનાં ૧૬૦ આસક્તિ ૧૨, ૧૪, ૨૧, ૩૨ આસન ૬૬ આસવ ૨૯ આસ્રવ ૩૨, ૧૪૯ (નેંધ છે) આહાર ૨૦, ૨૬, ૫૧, ૭૦ ઇ. ઈવાકુ કુળ ૬૯ ઇત્વરિત મરણ ૫૯, ૫૯ ઈગિનીમરણ (એ ઈત્વરિત મરણ) ઉગ્રફળ ૬૯ ઉત્કૃષ્ટવાદ ૪૨ ઉપદેશ ૨૦; –ને અધિકાર ૧૭; –નું પાત્ર ૧૮, ૨૯ ઉપપાત ૪૧ (ધ ૧) Suસ . Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મહાવીરસ્વામીને આચારધર્મ ઉપસ્થાનક્રિયાષ ૯૭ કાશ્યપગેત્ર ૧૪૦, ૧૪૩ ઉત્તરાફાલ્ગની ૧૩૮, ૧૩૯, ૧૪૦ કાળ પર્યાય પ૩ (નેધ ૨) ૧૪૬, ૧૫૦ કુસ્માર ગામ ૧૪૯ ઉત્સપિંણ ૧૫૮ કુસાધુ ૪૫ કુડપુર ૧૩, ૧૪૭, ૧૪૫, ૧૬૦ ઊભા રહેવાનું સ્થાન ૧૨૭ ઇ. કેવલી ૧૫૧ કેવળજ્ઞાન ૧૫૧, ૧૫૭ જુવાલિકા નદી ૧૫૦ કેડાલગોત્ર ૧૩૯ ઋષભદત્ત બ્રાહ્મણ ૧૩૯ કૌતુકકર્મ ૧૪૧ પથિક કર્મ ૬૪ (નોંધ ૧) કૌશિકોત્ર ૧૪૩ કૌડિન્યત્ર ૧૪૨ પપાતિક ૩, ૭ ક્રિયાવાદી ૩ ઓષધ ૬૫ ક્રોધ ૨૬ કર્મ ૨૨, ૨૩; –અજાણતાં કરેલું ૩૬ ક્ષયિક ચારિત્ર ૧૪૮ (ધ ૫) ૭; –નું સ્વરૂપ ૨૮; -પ્રવાહ ૩૮; ક્ષાપશમિ ચારિત્ર, ૧૪૮ નેધ ૫) –ના બે પ્રકાર ૬૪ કર્માણ ૪ ઇ. ક્ષીરસમુદ્ર ૧૪૮ (નોંધ ૨) ૫ કર્મના ૪૦ ઇ; –ને માર્ગ ૪૧ ઇ ગણસતાક રાજ્ય ૧૦૬ કર્મભૂમિ (પંદર) ૧૪૫, ૧૬૨ ગુપ્તિ ૧૪૯ (નેધ ૫) કર્મવાદી ૩ ગેત્ર ૧૭ કષાય ૨૨, ૨૬, ૩૧, ૪૪ ગેહાસન ૧૫૦ કાચો (દષ્ટાંત) ૪૦ ગૌતમ ૧૫૧ કામકથા ૩૭ કામગુ ૯, ૧૧, ૧૫, ૨૪ ચંદ્રપ્રભા (શિબિકા) ૧૪૩ નોંધ કામનાઓ ૨૧, ૩૨, ૪૧ ૨), ૧૪૭ કામગ ૧૨ ઈ., ૧૪, ૩૩ ચાતુર્માસ ૧૦૩ કામવાસના ૫૨; દુર કરવા શું કરવું ચારિત્ર (સામાયિક) ૧૪૮ ૩૭; અને આત્મઘાત ૫૩ ચિકિત્સા ૧૩૭ (જુએ ઔષધ) કામે ૧૪, ૧૫ ચેરી–ત્યાગ (વ્રત) ૧૫૩ કાલચક (જૈન) ૧૫૮ કાણાતિઅમદેષ ૯૭ જમણવાર ૭૫ ઈ., ૮૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ૧૭૫ જસસ (નામ) ૧૪૨ જંગમ પ્રાણ ૭ જંબુદ્વીપ ૧૩૯, ૧૫૯ જાલંધરાયણ ગોત્ર ૧૩૯ જિન ૧૫૧ જિનપ્રવચન ૬, ૯, ૩૪, ૩૯ ધર્મ ૧૪, ૩૦, ૩૨, ૪૨, ૪૫, ૪૯; -ને ઉપદેશ ૪૫ ધર્મપદ ૧૬૩ ધર્મવાન ૨૪ ધ્યાન ૬૬ નગ્ન કર નાવ માં કેવી રીતે જવું ૧૦૮ ઈ. નંદિવર્ધન ૧૪૨ નિરાવલંબનતા ૩૮ નિશીથિકા (જુઓ સ્વાધ્યાય) નિષ્કમ ૨૯ ન કર્યું ૨૩, ૨૯ છવ ૨૭ (બેંધ ૩), ૪૧ (નેધ ૨); –ના, છ વર્ગ ૫, ૯; -નિકાચ ૯ જીવિત ૩૩ જ-ત્યાગ (વ્રત)૧૫૩; તેની ભાવના એ ૧૫૩ જાભક (ગામ) ૧૫૦ જ્ઞાત ૧૭-વંશ ૧૪૦,૧૪૪,૧૪૭,૧૬૦ જ્ઞાન (ઉપદેશ) –ને અધિકારી ૨૯ જ્ઞાની ર૯-૩૦,૩૫, ૩૬, ૪૨; અને વિધિનિષેધ ૧૮ તથાગત ૨૩ તપ ૫૮;-મહાવીરનું (જુઓ મહાવી૨) તીર્થકરભિષેક ૧૪૧ તીર્થિક ૧૮, ૨૮ તૃષ્ણા ૧૪ ત્રસ (પ્રાણે) ૭ ત્રિશલા ૧૪૭, ૧૪૨ પથારી કેવી રીતે કરવી ૧૦૧ પરક્રિયા ૧૩૬ ઇ પરધર્મ ૫૦ પરિગ્રહ ૩૧; –ત્યાગ (નું વ્રત) ૧૫૫ પરિષહ ૪૩, ૪૭, ૧૪ર (નેધ ૨) પરિસ્ત્રવ ૨૯ પાણી –એ જીવ છે ૬; –કેવું લેવું, ન લેવું ૮૮ ઈ ; –ની હિંસા ૬; –માં કેવી રીતે ઊતરવું ૧૦૮ પાત્ર –કેટલાં રાખવાં ૧૨૨; –કયાં ન રાખવાં ૧૨૨; –ના ચાર નિયમ ૧૨૨-; કેવી રીતે સૂકવવું ૧૨૪ પાથરણું (સ્તારક) -કેવું માગવું ૯૯ -કેવી રીતે પાછું આપવું ૧૦૨ -ના ચાર નિયમ ૧૦૦-૧ પાઇપગમન (મરણ) ૫૬, ૫૯ પાનૈષણ ૭, ૯૦ પાપકર્મ – અને હિંસા ૧૦;-મમતાને લીધે ૧૧ તપ્રક્ષાલન ૬૬ દુ:ખ ૪૩ દેવાનંદ ૧૩૯, ૧૪૦. દેવ –ચાર જાતિ ૧૪૧ ઘુતિલાશ ૧૪૭ (નોંધ ૩) ધરે (દષ્ટાંત) ૩૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મહાવીરસ્વામીને આચારધમ પાર્શ્વનાથ ૧૪૩ -કેવી લેવી ન લેવી ૭૭ ઇ; પાંચ –જ્ઞાન ૧૫૭; –મહાવ્રત ૧૫૧; -નાં માયાસ્થાને ૮૪ ઇ ; –માં -દાઈ (ધાત્રી) ૧૪૧ પાણું કેવું લેવું ન લેવું ૮૮ ઈ. પિપૈષણ ૭, ૮૯ ઈ. ભિક્ષુ ૧૫૬ પુત્તરવિમાન ૧૩૯ ભૂતિ કર્મ ૧૪૧ પૃથ્વી –ની હિંસા ૫ ભેગકુળ ૬૯ પ્રતિક્રમણ ૧૪૩ (નેધ ૨) પ્રતિજ્ઞા – (અપરિગ્રહની) ૧૨૪ મકાન (જુઓ શવ્યા) (જએ પ્રતિમા) મતિજ્ઞાન ૧૫૭ પ્રતિમા ––– ૫ાથરણું માગવાની ૧૦૦; મદિરા ૭૭ -વસ્ત્ર માગવાની ૧૧૭; પાત્ર મદ્ય ૮૫ માગવાની ૧૨૨; –મુકામ ભાગવાની મન:પર્યવજ્ઞાન ૧૪૮, ૧૫૭ ૧૨૬; –ઊભા રહેવાના સ્થાનની મમત્વ ૧૭ ૧૨૮ (જુઓ પિંડેષણ) મમતા ૧૧, ૩૦, ૩૨ પ્રમાદ ૯, ૪, ૨૨, ૩૪ મરાણ (ત્રણ પ્રકારનું) ૫૬ ઇ.; ૫૯ પ્રમાદી ૨૫ મહાપરિજ્ઞા ૪૭ પ્રિયકારિણું (માતા) ૧૪૨ મહાયાન ૨૫ પ્રિયદર્શને (પુત્રી) ૧૪૩ મહાવર્ચીક્રિયાષ ૯૮ પ્રત્યબળ ૧૧ મહાવિદેહ ક્ષેત્ર ૧૪૩, ૧૬૧ અળ –ના પ્રકાર ૧૧ મહાવીર – નું તપ ૬૦ ઇ ; (વસ્ત્રબ્રહ્મચર્ય ૩૦, ૩૩, ૪૨, ૪૫, ૧૫૪ ત્યાગ ૬૦, રહેઠાણ ૧૧-ઉપદ્રવ બ્રહ્મલોક ૧૪૫ ૬૧; –પાણી ૬૩; ભેજન ૬૪, બ્રહ્મવાન ૨૪ ૬૫–ગ ૬૫;- આસન, ધ્યાન બ્રાહ્મણ ૪૯, ૬૬, ૧૬૪ ૬૬)–ઉત્તરાફાગુનીને ગ૧૩૮; -સ્વાતિને વેગ ૧૩૮;-અવતરણ ભક્તપરિજ્ઞા (મરણ) ૫૬, ૫૯ ૧૩૯; ગર્ભહરણ ૧૪૦; જન્મ ભારતક્ષેત્ર ૧૩૯ ૧૪૧; નામકરણ ૧૪૧;-પાંચ દાઈ ભાવનાઓ (મહાવ્રતની) ૧૩૮ ઈ. ૧૪૧; –નાં ત્રણ નામ ૧૪૨; –ના ભાષા (સેળ પ્રકાર) ૧૧૧ પિતા ૧૪૨;-નાં માતા ૧૪૨-ના ભિક્ષા ૧૯; ૬૯ ઈ.; –ના દોષ ૧૯, કાકા; ૧૪૨; –ના મેટાભાઈ ૧૪૨; ૫૧; –માગવા કક્યાં જવું ૬૯, ૭૦ -ની ભાર્યા ૧૪૨; –ની પુત્રી ૧૪૩; ઇ; –માગવા કેવી રીતે જવું ૭૨ -ના દોહિત્રી ૧૪૩; –નાં માતાપિતા ૪૦; –માગવા ક્યારે જવું ૭૪; ૧૪૩; –ની પ્રતિજ્ઞા ૧૪૪નું દાન Page #194 -------------------------------------------------------------------------- ________________