SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. લેકાવજય અથવા, અસંયમથી કેટલીક વાર તેને રેગો થાય છે. અથવા જેઓની સાથે તે લાંબા કાળથી રહેતું હોય છે, તે પિતાનાં માનેલાં માણસો પહેલાં જ તેને છોડીને ચાલ્યાં જાય છે. આમ તેઓ તેના સુખનું કારણ થઈ શકતાં નથી કે તેને દુઃખમાંથી બચાવી શક્તાં નથી; તેમ તે પોતે પણ તેઓને દુઃખમાંથી બચાવી શકતો નથી. દરેકને પિતાપિતાનું સુખ કે દુઃખ જાતે જ ભોગવવું પડે છે. [૮૨) તે જ પ્રમાણે, જે ઉપભેગસામગ્રી તેણે સગાંસંબંધીઓ સાથે ભેગવવા માટે મહાપ્રયત્ન તથા ગમે તેવાં કુકર્મો કરીને એકઠી કરી હોય છે, તે ભગવાને અવસર આવતાં કાં તો પિતે રોગથી ઘેરાઈ જાય છે, કે તે સગાંસંબંધીઓ જ તેને છેડીને ચાલ્યાં જાય છે, કે તે પોતે તેઓને છોડીને ચાલ્યા જાય છે. [૬૭] અથવા, કોઈ વાર તે ભેગી થયેલી સંપત્તિ દાયાદે વહેંચી લે છે, ચોર ચોરી જાય છે, રાજા લૂંટી લે છે, અથવા તે પિતે જ નાશ પામે છે કે અગ્નિથી બળી જાય છે. આમ, સુખની આશાથી ભેગી કરેલી ભેગસામગ્રી દુઃખનું જ કારણ થઈ પડે છે. પરંતુ મેહથી મૂઢ બનેલા મનુષ્યો તે જાણતા નથી. [૩] આમ, કઈ કેઈનું રક્ષણ કરી શકતું નથી, કે કઈ કઈ ને બચાવી શકતું નથી. દરેકને પિતાનાં સુખદુઃખ જાતે જ ભોગવવાં પડે છે. માટે, જયાં સુધી પોતાની ઉમર હજ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્ર વગેરે ઈદ્રિયનું બળ (તેમ જ પ્રજ્ઞા, સ્મૃતિ, મેધા) વગેરે કાયમ છે, ત્યાં સુધી અવસર ઓળખી શાણા પુરુષે પિતાનું કલ્યાણ બરાબર સાધી લેવું જોઈએ. [૬૮-૭૧ જરા વિચાર તો કરે ! જગતમાં બધાંને જ સુખ પસંદ છે. અને બધાં સુખની જ પાછળ દોડતાં હોય છે. છતાં જગતમાં સર્વત્ર અંધપણું, બહેરાપણું, મૂંગાપણું, કાણાપણું, કાંટિયાપણું, કુન્થપણું, ખંધિયાપણું, કાળાપણું, કેઢિયાપણું વગેરે દુઃખે જોવામાં ૧. મૂળઃ આત્માથે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy