SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસવામીના આચારધમે આવે જ છે. એ બધાં દુઃખે વિષયસુખની પાછળ પડેલા મનુષ્યોને પિતાની આસક્તિરૂપી પ્રમાદને કારણે પ્રાપ્ત થયાં હોય છે. એ વિચારી, બુદ્ધિમાન મનુષ્ય સાવધાન થાય. અજ્ઞાની મનુષ્ય જ વિષયસુખની પાછળ પડી, અનેક પ્રકારની યોનિઓમાં જન્મમરણના ફેરા ફરતે હણાયા કરે છે. [૭૭—] મેં અમુક કર્યું છે, અને હજુ અમુક કરીશ', એવા ઘોડા દોડાવ્યા કરે તે માયાપૂર્ણ મનુષ્ય પોતાનાં કર્તવ્યમાં મૂઢ થઈ, ફરી ફરી લોભ વધાર્યા કરે છે અને એ રીતે પોતે પોતાને વેરી બને છે. સુખાર્થી, ગમે તેમ બેલતા, અને દુઃખથી મૂઢ બનતા જતા તે મનુષ્યની બુદ્ધિને બધું અવળું જ સૂઝે છે. એ રીતે પોતાના પ્રમાદથી તે પિતાને નાશ કરે છે. [૯૪. ૯૭] કામ પૂર્ણ થવી અશક્ય છે, અને જીવિત વધારી શકાતું નથી. કામકામી મનુષ્ય શેક કર્યા જ કરે છે તથા ઝૂર્યા કરે છે. મર્યાદાઓનો લેપ કરતો તે તે કામી, પિતાની કામાસક્તિ અને રાગને કારણે પીડાય છે અને પરિતાપ પામે છે. જેનાં દુ:ખ કદી શમતાં નથી એ તે મંદ મનુષ્ય, દુઃખના ફેરામાં જ ફર્યા કરે છે. [૨, ૮૧ ભેગથી કદી તૃષ્ણ શમી શકતી નથી. વળી તે મહાભયરૂપ તથા દુ:ખના કારણરૂપ છે, માટે તેમની કામના છોડી દો તથા તેમને માટે કોઈને પીડા ન કરે. પિતાને અમર જે માનતે જે માણસ ભેગમાં મહાશ્રદ્ધા રાખે છે, તે દુઃખી થાય છે. માટે તૃષ્ણાને ત્યાગ કરે. કામનું સ્વરૂપ અને તેમનાં વિકટ પરિણામે ન સમજ કામકામી અંતે રડે છે અને પસ્તાય છે. [૮૪-૫,૯૪-૫ વિષયકષાયાદિમાં અતિ મૂઢ રહે તે માણસ સાચી શાંતિના મળરૂપ ધર્મને ઓળખી જ શકતો નથી. માટે, વીર ભગવાને કહ્યું છે કે, એ મહામેહમાં બિલકુલ પ્રમાદ ન કરે. હે ધીર પુરુષ! તું આશા અને સ્વછંદનો ત્યાગ કર. તે બેનું શૂળ સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સાચી શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy