________________
૨. લોકવિજય કરીને, તથા શરીરને નાશવંત જાણીને કુશળ પુરુષ કેમ કરીને પ્રમાદ કરે? [૮૪
જે મનુષ્ય ધ્રુવ વસ્તુ ઈચ્છે છે, તેઓ ક્ષણિક તથા દુઃખરૂપ ભોગજીવનને ઈચ્છતા નથી. જન્મ અને મરણને વિચાર કરીને બુદ્ધિશાળી મનુષ્ય દઢ એવા સંયમમાં જ સ્થિર થવું, તથા એક વાર સંયમ માટે ઉત્સુક થયા બાદ, અવસર ઓળખી એક મુહૂર્ત પણ પ્રમાદ ન કરે. કારણ કે, મૃત્યુ આવવાનું જ છે. [૮૦, ૬૫].
આમ જે વારંવાર કહેવામાં આવે છે, તે સંયમની વૃદ્ધિને અર્થે છે. [૪]
કુશળ પુરુષ કામને નિર્મળ કરી, સર્વ સાંસારિક સંબંધ અને પ્રવૃત્તિઓમાંથી ક્ટા થઈ, પ્રવજિત થાય છે. તેઓ કામેનું સ્વરૂપ સમજતા હોય છે તથા દેખતા હોય છે. તેઓ બધું બરાબર સમજી, કશાની આકાંક્ષા રાખતા નથી. [૭૫
જેઓ કામગુણોને ઓળંગી જાય છે, તેઓ ખરેખર મુક્ત છે. અકામ વડે કામને દૂર કરતા તેઓ, પ્રાપ્ત થયેલા કામગુણેમાં પણ ખેંચી જતા નથી. [૭૪]
ભગવાને આપેલી આ સમજને જાણુત અને સત્ય માટે ઉદ્યત થયેલો મનુષ્ય પછી આ તુચ્છ ભેગજીવનને અર્થે પાપકર્મ કરે નહીં, કે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કોઈ પણ પ્રાણોની જાતે હિસા ન કરે કે બીજા પાસે ન કરાવે. બધા પ્રાણેને આયુષ્ય અને સુખ પ્રિય છે, તથા દુઃખ અને વધ અપ્રિય છે. બધા જ પ્રાણે જીવિતની કામનાવાળા અને જીવિતને પ્રિય માનનારા છે. પ્રમાદને લીધે
૧. મૂળમાં “પ્રવચારી” શબ્દ છે.
૨. મૂળમાં “અહાવિહાર' શબ્દ છે. “અહ” શબદ ધન્યતાવાચક છે. અવિહાર એટલે સ્તુતિપાત્ર—ધન્ય, એ વિહાર – સંયમ.
૩. મૂળ: લાભ (કામના). ૪. મૂળઃ “અકર્મા' થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org