________________
૧૬
મહાવીરસ્વામીને આચારધર્મ
અત્યાર સુધી જે વ્યથા પ્રાણને આપી હોય, તેને બરાબર સમજી લઈ ફરીથી તેમ કરતા અટકવું તેનું નામ જ ખરી સમજ છે. અને એ જ કર્મની ઉપશાંતિ છે. આર્ય પુરુષોએ એ માર્ગ જણાવેલ છે. એ સમજીને માણસ પછી ત્યાં લપાતો નથી. [૬, ૮૦, ૯૭, ૭૬]
જેવું અંદર છે, તેવું બહાર છે; અને જેવું બહાર છે, તેવું અંદર છે. પંડિતપુરુષ શરીરની અંદરના દુર્ગધથી ભરેલા ભાગને જએ છે અને શરીરનાં મળ ઝરતાં બાહ્ય સ્થાનનું સ્વરૂપ બરાબર સમજે છે. બુદ્ધિમાન મનુષ્ય તેને બરાબર સમજીને, બહાર કાઢેલી લાળને પાછી ચૂસતાં બાળકની જેમ, ત્યાગેલા ભોગેમાં ફરી પડ નથી. [૯૩-૪
વિવેકી પુરુષ અરતિને વશ થતું નથી; તેમ જ રતિને વશ થતો નથી. તે સ્થિતપ્રજ્ઞ છે. તે ક્યાંય રાગ નથી કરતો. પ્રિય અને અપ્રિય શબ્દો અને સ્પર્શી સહન કરતે તે વિવેકી, જીવિતની તૃષ્ણ પ્રત્યે નિર્વેદ પામે છે અને સંયમનું પાલન કરી, કર્મશરીર ખંખેરી નાખે છે. [૯૮-૯].
વીરપુરુષ ઊંચ-નીચે અને તીર છે – બધી કોરનું બધું સમજીને ચાલે છે. તે હિંસાદિથી લેપાતું નથી. જે અહિંસામાં કુશળ છે, અને બંધમાંથી મુક્તિ મેળવવાની જ તરખાટમાં રહે છે, તે સાચે બુદ્ધિમાન છે. તે કુશળ પુરુષ સંયમને પ્રારંભ કરે છે, પણ હિંસાદિ પ્રવૃત્તિને નથી કરતા. [૧૨-૩]
૧. મળ: “અવિમાણે –અવિમાસ્ક, રતિ અને અરતિને ત્યાગ કરેલ હોવાથી વિમનસ્ક – બુદ્ધિભ્રષ્ટ ન થનારે.
૨. મૂળ: મૌન એટલે કે મુનિને આચાર–પ્રવજ્યાપૂર્વક સંયમનું
પાટન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org