SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. લોકવિજય જે કોઈ એકને આરંભ હિંસા કરે છે, તે છમાંના બીજાને પણ કરે છે. કર્મને બધી રીતે બરાબર સમજી, તેમાં પ્રવૃત્તિ ન કરવી. [૯૭-૧૦૧] આ મારું છે' એવો સંકલ્પ જે છેડે છે, તે મમત્વને છોડે છે. જેને મમત્વ નથી, તે જ મુનિ સાચે માર્ગદ્રષ્ટા છે. [૮] સંસારી જીવ અનેક વાર ઊંચ ગેત્રમાં આવે છે, તેમ જ નીચ ગેત્રમાં પણ જાય છે. આવું જાણું, કોણ પિતાના શેત્રનું ગૌરવ કરે, કે તેમાં આસક્તિ રાખે, કે સારાનરસા ગોત્રને હર્ષશોક કરે? [૭૭] ' લોકોના સંબંધને જે વીર વટાવી જાય છે, તે પ્રશંસાને પાત્ર છે. તે મુનિ જ “જ્ઞાત' એટલે પ્રસિદ્ધ કહેવાય છે. મેધાવી પુરુષે લકનું સ્વરૂપ બરાબર જાણીને તથા લેકસંજ્ઞાનો ત્યાગ કરીને પરાક્રમ કરવું એમ હું કહું છું. [૧૦૦, ૯૮]. પદાર્થોને જે યથાવસ્થિતરૂપે જાણે છે, તે જ યથાર્થતામાં રહે છે અને જે યથાર્થતામાં રહે છે, તે જ પદાર્થોને યથાવસ્થિતરૂપે જાણે છે. એવા મનુષ્ય જ બીજાને દુઃખની સાચી સમજ આપી શકે છે. તે લોકો ઓઘને (કર્મપ્રવાહને) તરી ગયેલા છે; અને તે જ તીર્ણ, મુક્ત અને વિરક્ત કહેવાય છે, એમ હું કહું છું. [૧૦૧, ૯૯] ૧. પૃથવી, પાણી વગેરે છ વર્ગો. આરંભને મુખ્ય અર્થે પ્રવૃત્તિ છે. પરંતુ તે હિંસાના અર્થમાં પણ વારંવાર વપરાય છે. ૨. લોકચિ કે લોકપ્રવૃત્તિ. લોકની શરમ કે તેનું અનુસરણ છાડી, આત્માના વિભાવરૂપ લોકને છત એ જ આ અધ્યયનને વિષય પણ છે, અને નામ પણ છે. ૩. મૂળઃ “અનન્ય : અર્થાત જેવું છે, તેનાથી અન્ય- ન જોનાર. ૪. મૂળ: અનન્યારામ. મ. આ.—૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy