________________
વિના નહિ રહે કે, તેમાં જે છૂટાં છૂટાં, સંબંધ વિનાનાં અને છતાં પિતે જે મુદ્દો કહેવા માગે છે તે મુદાની બાબતમાં સંપૂર્ણ એવાં વાક્યો વેરાયેલાં પડ્યાં છે, તે સાચે જ કોઈ ઉપદેશકના સળંગ વ્યાખ્યાનમાંથી છૂટક છૂટક ભેગા કરેલા ભાગે છે. “સૂત્રકૃતાં.” વગેરેનાં સૂત્ર, મહાવીરને ઉપદેશ “સાંભળનારા” કોઈકે પોતાના શબ્દોમાં બ્લેકબદ્ધ કરી મૂક્યાં હોય, તેવાં છે; તેમ જ તે તે તે ઑકોની અંદરનાં સંબોધને જોતાં જ જણાઈ પણ આવે છે. પરંતુ, આચારાંગની બાબતમાં તો જરૂર એમ કહી શકાય કે કોઈ પણ સૂત્રમાં જે મહાવીરના પિતાના જ શબ્દો સંગ્રહાયા હોય એમ કહી શકીએ, તે તે આચારાંગમાં જ છૂટક છૂટક, રત્નો જેવાં તેજસ્વી સુભાષિતે જ વીણી વીણીને (પછી એ ક્રમ વિના કે સંબંધ વિના હોય તોય શું?) ભેગા કર્યા હેય, તેવી તેની મનોરમ રચના છે. લેખનકળાની મદદ વિનાના ભાવુક શિષ્યો, પોતાના ગુરુને ઉપદેશ સાંભળે જતા હોય, અને તેમાંથી એકદમ મન ઉપર ચેટી જાય તેવાં વાક્યો કે ભાગે મનમાં સંઘરતા જાય, અને પછી બધા એકઠા મળી તેમને એકત્રિત કરે, તે બરાબર આચારાંગસૂત્ર જેવી રચના થઈને ઊભી રહે.
પરંતુ, બીજા ખંડમાં બધે આપણે દ્રષ્ટાને બદલે “ઋતિકાર કે ગણધર' વ્યાપેલે જોઈએ છીએ. ગુરુએ જે સત્યનું પ્રતિપાદન કર્યું છે, તે સત્યને આચરણની વિગતેમાં ઉતારવાની સ્વાભાવિક અક્કલ ન હોય તેવા ટોળાને, એક સ્કૂલ યાદી કરી આપવાની હોય એ રીતે તેની વાત ચાલી છે. તેની પાસે જાણે પોતાનું સ્વતંત્ર દર્શન' પણ નથી. તેથી તે અમુક નિયમ બાંધી, તેના સમર્થનમાં હમેશાં કહે છે: “કારણ કે, તેમ ન કરવામાં કેવળી ભગવાને ઘણું દે બતાવ્યા છે.” તેથી જ, કેટલીક વાર કોઈ કોઈ નિયમની બાબતમાં, કે તેની પાછળ રહેલી દેખાતી ભાવનાની બાબતમાં, આપણને આશંકા થાય છે, અથવા આધાત પણ પહોંચે છે. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org