SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વિશાળ ભાવનાને પૂલ વિધિનિષેધમાં બાંધવાને પ્રયત્ન થાય ત્યારે અમુક અંશે એવું બનવાવારે આવે જ, એ જાણીતી વાત છે. પરંતુ તે વાત ત્યાં જ પડતી મૂકીએ. એ ખંડમાં જે વર્ણન છે, તે ઉપરથી જૂના સમયના જૈન ભિક્ષુસંઘને અને તેની ચર્યાને આપણને પૂરત ખ્યાલ મળી રહે છે. અભ્યાસી વાચક, એ ખંડના નિયમ વગેરેને, બૌદસંધના નિયમો અને ચર્યા સાથે સરખાવવાને પ્રયત્ન કર્યા વિના નહિ રહે. ઘણું સુજ્ઞ વિચારકેની હવે માન્યતા થતી જાય છે, કે વૈદિક બૌદ્ધ અને જૈન ધર્મો એ જુદા, સ્વતંત્ર કે વિરોધી ધર્મો હોવાને બદલે, “વસ્તુતઃ એક જ ધર્મની ત્રણ બાજુઓ છે. તેમના કેટલાક દાર્શનિક સિદ્ધાંતમાં ભલે દેખીતે ભેદ કે વિરોધ હોય; પરંતુ નૈતિક સિદ્ધાંતમાં અને આધ્યાત્મિક ઉન્નતિ સંપાદન કરવાના આચારમાં તત્વત: એટલી એકતા છે કે, તેઓને પરસ્પર વિરોધ સમજી શકાતું નથી. સિદ્ધાંતની બાબતને વિરોધ પણ ડે ઊતરીને જોવા જઈએ, તો તાત્ત્વિક હોવાને બદલે, તત્ત્વની અમુક બાજુઓ ઉપર ભાર મૂકવા પૂરતું જ દેખાય છે. અને સાધનમાર્ગની વાત કરે, તે તે અત્યારે આપણને શું, તે વખતની આમજનતાને જ એ મહાપુરુષનું જીવન અને ઉપદેશ એટલાં બધાં પરિચિત તથા પોતાનાં જ લાગ્યાં હતાં, કે તે વિના સંકોચે તેમને અનુસરવા મંડી ગઈ હતી. બુદ્ધ અને મહાવીરના ઉપદેશપ્રસંગે તરફ જોઈએ, તે પણ તેમણે બીજા સંત પુરુષે કરે છે તેમ, વિવેક, વૈરાગ્ય, શમ, દમ, અપ્રમાદ, વગેરેનો જ ઉપદેશ આપ્યો હતો. આચારાંગમાં જ્યાં ધર્મ ઉપદેશવાની વાત આવે છે, ત્યાં ચોખ્ખું જણાવ્યું છે કે, “ભૂતમાત્રનું સ્વરૂપ વિચારી, શાંતિ, વૈરાગ્ય, ૧. એનું પ્રામાણિક તથા વિગતવાર વર્ણન, હવે ગુજરાતી વાચકને, ગુજરાત વિદ્યાપીઠે પ્રસિદ્ધ કરેલા, અધ્યાપક ધર્માનન્દ કોમ્બીના બૌદ્ધ સઘને પરિચય” નામના પુસ્તકમાં, સુલભ થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy