________________
ઉપશમ, નિર્વાણ, શૌચ ઋજુતા, નિરભિમાનતા, અપરિગ્રહીપણું અને અહિંસા-રૂપી ધર્મ તેણે ઉપદેશ.” અને તેના સમર્થનમાં જણાવ્યું છે કે “એ પ્રમાણે ધર્મને કહેતો ભિક્ષ પોતે તકલીફમાં પડતો નથી, કે બીજાને તકલીફમાં નાખતું નથી; તથા કોઈ ભૂતપ્રાણુને પણ પીડા કરતું નથી. આવો ઉપદેશક મહામુનિ, દુઃખમાં પડેલાં સર્વ ભૂતપ્રાણીઓને “અસંદીન” બેટની પેઠે શરણરૂપ થાય છે.” [૧,૬,૧૯૪] સુસંગત તર્કવાદ જ રજૂ કરીને આમજનતામાંથી ભાગ્યે કોઈનું ધર્મપરિવર્તન કરાવી શકાય. આચારાંગસૂત્ર આખું જોઈ જાઓ, ત્યાં તમને દાર્શનિક ચર્ચાને લવલેશ નહિ મળે; પરંતુ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી એવી ઉપરની બધી બાબતેનો ઉપદેશ પહેલેથી છેડે સુધી મળશે. માત્ર, કેટલાક પારિભાષિક શબ્દ બદલાયા હશે એટલું જ. અને અંતિમ મુક્ત દશાના વર્ણનનાં જે વાક્યો તેમાં મળે છે, તે તે ઉપનિષદના કે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને કેટલાં બધાં મળતાં આવે છે? જીવની એકતા કે અનેકતા, ફૂટસ્થ નિત્યતા કે પરિણામી નિત્યતા, જગતનું સત્યત્વ કે મિથ્યાત્વ, એ બધા દાર્શનિક ભેદ ત્યાં ક્યાં ડોકિ પણ કરી શકે છે ?
અને, આગળ જણાવ્યું તે પ્રમાણે આચારાંગમાં જ મહાવીરનાં પિતાનાં વાક્યો સંગ્રહાયાં છે એવો સંભવ નજર સામે રાખીએ, તે પછીના લોકોએ ગમે તે લખ્યું હોય પણ જૈન માર્ગે કૈવલ્ય પ્રાપ્ત કરનાર પુરુષની વાણુ ઉપનિષદના ઋષિની વાણીથી ક્યાં જરાય જદી પડે છે? એ વાકળ્યો અહીં ટાંકીને વિરમીશું.
જેને તું હણવા માગે છે, તે તું જ છે; જેને તું તાબે કરવા માગે છે, તે પણ તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે પણ તું છે; જેને તું દબાવવા માગે છે, તે પણ તું જ છે; તથા જેને તું જ મારી નાખવા માગે છે; તે પણ તું જ છે. આમ જાણી તે સરળ અને પ્રતિબુદ્ધ માણસ કોઈને હણતા નથી કે હણાવતા નથી.[ ૧, ૫, ૧૬૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org