________________
મહાવીરસ્વામીને આચારધર્મ
જોઈએ. મૂર્ખ મનુષ્ય જ પ્રાણને હણને ખુશી માને છે તથા હસે છે. પણ તે મૂર્ખ હાથે કરીને વેર વધારે છે તે જાણતા નથી. અનેક વાર ડૂબતાં, મહામુસીબતે મળેલા મનુષ્યજન્મને પામીને, કોઈ પણ પ્રાણીના પ્રાણુની હિંસા ન કરવી એમ હું કહું છું. શ્રદ્ધાવાળા અને જિનાજ્ઞાને અનુસરતા બુદ્ધિમાન પુરુષે લેકનું સ્વરૂપ બરાબર સમજી, તેને કઈ રીતે ભય ન થાય તે રીતે વર્તવું જોઈએ. હિંસામાં ઓછાવત્તાપણું હેય, અહિંસામાં નહીં. [૧૬, ૧૧૧, ૧૧૪, ૧૨૪]
જે લેકે શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને જાણવામાં કુશળ છે, તેઓ જ અહિંસાને સમજવામાં કુશળ છે અને જેઓ અહિંસાને સમજવામાં કુશળ છે, તેઓ જ શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને જાણવામાં કુશળ છે. જેણે આ શબ્દ, રૂપે, ગંધ, રસ અને સ્પર્શોનું સ્વરૂપ બરાબર જાણેલું છે, તે જ પુરૂષ આત્મવાન, જ્ઞાનવાન, વેદવાન, ધર્મવાન અને બ્રહ્મવાન છે. તે આ લેકના સ્વરૂપને બરાબર સમજે છે. તે જ સાચે મુનિ છે. તે મનુષ્ય સંસારના ફેરા અને તેના કારણરૂપ માયાના સંગને બરાબર ઓળખે છે. [૧૯, ૧૦૬-૭
જગતના કિકર્તવ્યમૂઢ અને દુખસાગરમાં ડૂબેલા પ્રાણને જોઈને અપ્રમત્ત માણસે સર્વે તજી, સંયમધર્મ સ્વીકારો અને તેના પાલનમાં પ્રયત્નશીલ થવું. જેમને સંસારના સર્વ પદાર્થો પ્રાપ્ત હતા, તેવાઓએ પણ તેમને ત્યાગ કરી, સંયમધર્મ સ્વીકાર્યો છે. માટે જ્ઞાની પુરુષે એ બધું નિઃસાર સમજી, સંયમ સિવાય બીજાનું સેવન ન કરવું. [ ૧૯, ૧૧૪
હે પુરુષ! તું જ તારે મિત્ર છે. બહારના મિત્રની શોધ છેડી, તુ તારે જ આત્માને નિગ્રહમાં રાખ. તે રીતે તું દુખમાંથી મુક્ત થઈ શકીશ. [૧૧૭-૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org