SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. સુખ અને દુઃખ જે ઉત્તમ છે તે દૂર છે, અને જે દૂર છે તે ઉત્તમ છે. હે પુરુષ! તું સત્યને જ ઓળખ. સત્યની આરાધના કરતે, પ્રયત્નશીલ, સ્વહિતમાં તત્પર, તથા ધર્મને અનુસરતે મેધાવી પુરુષ જ મૃત્યુને તરે છે અને શ્રેયનું દર્શન કરે છે. કષાયને ત્યાગ કરનારે તે પિતાનાં પૂર્વ કર્મોનો નાશ કરી શકે છે. [૧૧૮] પ્રમાદી મનુષ્યને જ બધે પ્રકારે ભય હોય છે; અપ્રમાદીને કઈ રીતે ભય હેતું નથી. લેકનું દુઃખ સમજીને અને લેકના સગાને છેડીને, વીર પુરુષે મહામાર્ગે વળે છે. ઉત્તરોત્તર ઊંચે ને ઊંચે ચડતા તેઓ અસંયમી જીવન ઈચ્છતા જ નથી. [૧૨૩] સંસારમાં રતિ શું ને અરતિ શું? મુમુક્ષુએ એ બંનેને ગ્રહ છોડી દે. સર્વ પ્રકારના હાસ્યને ત્યાગ કરી, તથા મન વચન અને કાયાને સંયમમાં રાખી બુદ્ધિમાને વિચરવું. [૧૧] પિતાનું શ્રેય સાધવામાં પ્રયત્નશીલ થયેલે સંયમી દુઃખેથી ઘેરાવા છતાં ગભરાય નહીં; અને વિચારે કે, આ જગતમાં સંયમી પુરુષે જ લેકાલેકના પ્રપંચમાંથી મુક્ત થઈ શકે છે. [૧૨૦] સત્યમાં ધૃતિ કરે! અમુનિ (સંસારીઓ) જ સૂતેલા છે; મુનિઓ હમેશ જાગતા હેાય છે. તે નિર્ચ શીત અને ઉષ્ણુ વગેરે ઠંધો ત્યાગનારા હોય છે; રતિ અને અરતિ સહન કરનારા હોય છે; તથા (ગમે તેવાં કામાં) ક્યાંય પરુષતા અનુભવતા નથી. તે હંમેશાં જાગ્રત હેય છે તથા વૈરમાંથી વિરત થયેલા હોય છે. હે વીર! તું આવો થઈશ તે બધાં દુઃખેમાંથી મુક્ત થઈ શકીશ. [૧૦૫, ૧૦૮] ૧. મૂળઃ માર ! ૨. મૂળ: “મહાયાન.” ૩. અર્થાત તે કષ્ટ સહનને પણ એક પ્રકારે પિતાને મદદગાર થતું માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy