________________
મુસાફરી
ભિક્ષુ અથવા ભિક્ષણ એમ જાણે, કે હવે વર્ષાઋતુ આવી ચૂકી છે, તથા સારી પેઠે વરસાદ વરસવાથી ઘણાં જીવજંતુ ઉત્પન્ન થયાં છે, ઘણા અંકુર ફૂટી નીકળ્યા છે, તથા રસ્તાઓ ઘણું જીવજંતુ, વનસ્પતિ વગેરેથી ભરપૂર થઈ ગયા છે, અને જવર-અવર બંધ પડવાથી ઘાસમાં દેખાય તેવા પણ રહ્યા નથી; તો તેણે ગામેગામ ફરવાનું બંધ કરવું, અને સંયમપૂર્વક કોઈ ઠેકાણે ચાતુર્માસ કરીને રહેવું. [૧/૧]
જે ગામ કે શહેરમાં મેટી સ્વાધ્યાયભૂમિ ન હોય; ખરચુપાણી જવાની સવડ પડતી જગા ન હોય, સૂવા માટેનું પાટિયું, પીઠ ટેકવવાનું પાટિયું, પાથરણું, રહેઠાણું અને નિર્દોષ તથા સ્વીકારવા
ગ્ય ભિક્ષાન સુલભ ન હોય; તથા જ્યાં ઘણુ શ્રમણ – બ્રાહ્મણ, ભિખારી વગેરે આવ્યા હોવાથી, અથવા આવવાના હોવાથી, બહુ ભીડ થવાને કારણે જવર-અવર, સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં અડચણ પડે તેમ હોય તેવા ગામ કે શહેરમાં ભિક્ષુએ ચાતુર્માસ ન રહેવું. પરંતુ જયાં તેવું ન હોય, ત્યાં સંભાળપૂર્વક ચાતુર્માસ કરીને રહેવું. [૧/ર-૩]
૧. મૂળ : 1 સાધુ એક જગાએ સ્થિર ન રહી શકે; તે એક ગામથી બીજે ગામ ફરતો રહે. અન્ય ઋતુમાં કારણસર વધારેમાં વધારે એક માસ અને વર્ષાઋતુમાં ચાર માસ તે એક જગાએ સ્થિર રહી શકે.
૨. મૂળમાં વાસાવાસ’ – વર્ષાવાસ શબ્દ છે. ૩. મૂળ વિહરમૂના શાસ્ત્રાદિકનું વાંચન-મનન કરવા માટે એકાંત જગા. ૪. મૂળમાં વિચારભૂમિ” – વિચારભૂમિ શબ્દ છે. વહિમનમૂfમ – ટીકા. ५. फासुए उच्छे अहेसणिज्जे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org